GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

Gujarat Board GSEB Textbook Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

GSEB Class 12 Biology અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति Text Book Questions and Answers

પ્રશ્ન 1.
માનવ-કલ્યાણમાં પશુપાલનની ભૂમિકાને ટૂંકમાં સમજાવો.
ઉત્તર:

  • પશુપાલન એ સંવર્ધન અને પશુધન વધારવાની કૃષિ પદ્ધતિ છે. પશુપાલનનો સંબંધ ગાય, ભેંસ, બકરી, ઘોડા વગેરે જેવા પશુધનના પ્રજનન અને તેમના ઉછેર સાથે છે. જે મનુષ્ય માટે લાભદાયી છે.
  • પશુપાલનમાં મત્સ્યઉદ્યોગ, ડેરીઉદ્યોગ, મધમાખી ઉછેરનો સમાવેશ થાય છે. જે વિવિધ ખોરાકની ચીજવસ્તુઓ જેવી કે દૂધ, ઈંડાં, માંસ, મધ, ઊન વગેરે પૂરું પાડે છે જે દેશના લોકોને ઉપયોગી છે. આમ, માનવકલ્યાણમાં પશુપાલનની ભૂમિકા અગત્યનીછે.

પ્રશ્ન 2.
જો તમારું કુટુંબ પોતાનો ડેરી ઉધોગ ધરાવે છે તો તમે દૂધઉત્પાદનની ગુણવત્તા અને માત્રામાં સુધારો કરવા માટે કયા ઉપાયો દર્શાવશો?
ઉત્તર:

  • ડેરીઉદ્યોગમાં ધ્યાનમાં લેવાતા વિવિધ પાસાંઓ નીચે પ્રમાણે છેઃ
    1. પ્રાણીઓ સારી જાતો અને ઊંચી ઉત્પાદકતાવાળા હોવા જોઈએ.
    2. પશુઓને આપવામાં આવતો ઘાસચારો સારી ગુણવત્તા ધરાવતો હોવો જોઈએ.
    3. રહેઠાણની જગ્યા સ્વચ્છ હોવી ખૂબ જ જરૂરી છે.
    4. નિયત સમયાંતરે પશુચિકિત્સકની મુલાકાત જરૂરી છે.
  • તેમને આપવામાં આવતું પાણી ચોખ્ખું હોવું જોઈએ.

પ્રશ્ન 3.
જાત શબ્દનો અર્થ શું છે? પ્રાણી સંવર્ધનના હેતુઓ શું છે?
ઉત્તર:

  • પ્રાણીઓનો એવો સમૂહ કે જે પૂર્વજો સાથે વંશપરંપરાગત રીતે સંકળાયેલ હોય અને મોટા ભાગનાં લક્ષણોમાં સમાનતા દર્શાવે, ત્યારે જાત શબ્દનો પ્રયોગ થાય છે.
  • પ્રાણીસંવર્ધનના હેતુઓઃ
    (a) પ્રાણીઓનો વૃદ્ધિ દર સુધારવો.
    (b) દૂધ, ઈંડાં, માંસ, ઊન વગેરેનું ઊંચું ઉત્પાદન તેમજ સારી ગુણવત્તા.

GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 4.
પ્રાણીસંવર્ધન પદ્ધતિઓનાં નામ આપો. તમારા મંતવ્ય અનુસાર કઈ પદ્ધતિસૌથી સારી છે? શા માટે?
ઉત્તર:

  • પ્રાણીસંવર્ધન પદ્ધતિઓઃ
    1. અંતઃ સંવર્ધન
    2. બહિર્સવર્ધન જેમાં બાહ્યસંકરણ, પરસંવર્ધન અને આંતરજાતીય સંકરણનો સમાવેશ થાય છે.
    3. કૃત્રિમ વીર્યસેચન અને MOET.
  • કૃત્રિમ વીર્યસેચન પદ્ધતિ સૌથી સારી છે કારણ કે તેમાં ગર્ભધારણની ક્ષમતા વધી જાય છે તેમજ ઇચ્છનીય સમાગમ કરાવી શકાય છે.

પ્રશ્ન 5.
એપીકલ્ચર શું છે? આપણા જીવનમાં તેનું મહત્ત્વકેવી રીતે છે?
ઉત્તર:

  • એપીકલ્ચર એટલે મધના ઔદ્યોગિક ઉત્પાદન માટે મધમાખીના મધપૂડાની માવજત.
  • એપીકલ્ચરને વિકસાવવા માટે મોટી કિંમત ચૂકવવી પડતી નથી. તેમજ તેમાં નફો સારો થાય છે. એપીકલ્ચર દ્વારા મધ અને મીણ પ્રાપ્ત કરી શકાય છે. તેમજ મધમાખીએ પરાગવાહક તરીકે વર્તે છે.

પ્રશ્ન 6.
ખાધ-ઉત્પાદન/અન્ન-ઉત્પાદનના ઉન્નતીકરણમાં મસ્યઉધોગની ભૂમિકાની ચર્ચા કરો.
ઉત્તર:
આપણી વસ્તીનો મોટો ભાગ મત્સ્ય, તેની પેદાશો અને અન્ય જલીય પ્રાણીઓ જેવાં કે, ઝિંગા, કરચલાં, લોસ્ટર, ખાદ્ય છીપ વગેરે પર ખોરાક માટે આધારિત છે. માછલીમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન, ચરબી અને ખનીજતત્ત્વો તેમજ વિટામિન મળી રહે છે. આમ ખાદ્યઉત્પાદનના ઉન્નતીકરણમાં મત્સ્ય ઉદ્યોગની ભૂમિકા મહત્ત્વની છે.

પ્રશ્ન 7.
વનસ્પતિ-સંવર્ધનમાં આપેલા વિવિધ તબક્કાઓની ટૂંકમાં ચર્ચા કરો.
ઉત્તર:
જનીનિકરીતે ભિન્નતા ધરાવતી પાકસંવર્ધિત જાતિ માટેના તબક્કા નીચે પ્રમાણે છે:
(i) ભિન્નતાનું એકત્રીકરણ
(a) જનીનિક ભિન્નતા, સંવર્ધન કાર્યક્રમનો આધાર છે. ઘણા પાકોને જનીનિક ભિન્નતા તેમની જંગલી સંબંધિત પ્રજાતિમાંથી પ્રાપ્ત થઈ શકે છે.
(b) તેમાં વિવિધ પ્રકારની જંગલી જાતિઓ, પ્રજાતિઓ અને સંવર્ધિત જાતિઓનું એકત્રીકરણ અને સંકરણ એ પૂર્વ જરૂરિયાત છે.
(c) કોઈ પાકમાં જોવા મળતા બધા જનીનોના વિવિધ વૈકલ્પિક કારકો (alleles)ના સંગ્રહણને જનનરસ સંગ્રહણ (germplasm collection) કહે છે.

(ii) મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગીઃ
(a) જનનરસનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેથી ઇચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓને ઓળખી શકાય.
(b) આ રીતે પસંદગી કરેલ વનસ્પતિઓનું બહુગુણન કરી, તેમનો ઉપયોગ સંકરણ માટે કરવામાં આવે છે. આ પ્રકારે જ્યાં ઇચ્છનીય અને શક્ય હોય ત્યાં શુદ્ધ સંતતિ ઉત્પન્ન કરી શકાય છે.

(iii) પસંદ કરેલપિતૃઓ વચ્ચેપર-સંકરણ
(a)ઘણી વાર ઇચ્છિત લક્ષણોનો સમન્વય બે ભિન્ન પિતૃઓ (વનસ્પતિ)ના ઉપયોગ દ્વારા મેળવવામાં આવે છે.
(b) જેમ કે, એક પિતૃ ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવે છે અને બીજો પિતૃકે જે રોગપ્રતિકારકતા ધરાવે છે. આ બે પિતૃઓના સંકરણથી સંકરજાતિ પેદા કરી શકાય છે.
(c) આ ખૂબ જ કંટાળાજનક અને સમય વેડફતી પ્રક્રિયા છે કારણ કે તેમાં ઇચ્છિત નર પિતૃમાંથી પરાગરજ પસંદ કરી એકત્ર કરાય છે અને પસંદ કરેલ માદા વનસ્પતિમાં પરાગાસન પર સ્થાપિત કરાય છે.
(d) એવું પણ જરૂરી નથી કે સંકરણમાં ઇચ્છિત લક્ષણોનું જ જોડાણ થાય છે. આવા હજારો સંકરણ પૈકી કોઈ એકમાં જ આવો ઇચ્છનીય સમન્વય જોવા મળે છે.

(iv) ઉચ્ચ પુનઃ સંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ
(a) આ તબક્કામાં સંકરણ દ્વારા સર્જાયેલ સંતતિઓમાંથી ઇચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓની પસંદગી કરવામાં આવેછે.
(b) સંકરણના ઉદેશની પ્રાપ્તિ માટે પસંદગીની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તેમાં સંતતિનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન કરવામાં આવેછે.
(c) આ તબક્કાના પરિણામરૂપે એવી વનસ્પતિઓ પ્રાપ્ત થાય છે જે બંને પિતૃઓ કરતાં શ્રેષ્ઠ હોય છે.
(d) કેટલીક પેઢીઓ સુધી તેઓનાં સ્વપરાગનયન કરાવવામાં આવે છે કે જ્યાં સુધી સમરૂપકતા પ્રાપ્ત ન થાય (સમયુગ્મતા) જેથી સંતતિઓમાં તેઓને આ લક્ષણોનું વિશ્લેષણ ન થાય.

(v) નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ:
(a) નવી પસંદ કરેલ જાતિઓના વંશક્રમોનું તેમનાં ઉત્પાદન અને અન્ય ગુણવત્તાસભર પાકની પેદાશો, રોગપ્રતિકારકતા વગેરે માટે મૂલ્યાંકન કરવામાં આવે છે.
(b) તેમના મૂલ્યાંકન માટે તેમને સંશોધનક્ષેત્રો (ખેતરો)માં ઉગાડવામાં આવે છે અને તે દરમિયાન યોગ્ય ખાતર, સિંચાઈ અને અન્ય પાક જાળવણી હેઠળ તેમના વિકાસની નોંધણી કરવામાં આવે છે.
(C) સંશોધનક્ષેત્રોમાં તેના મૂલ્યાંકન બાદ વનસ્પતિઓનું પરીક્ષણ દેશનાં વિવિધ સ્થાનોએ ખેડૂતના ખેતરોમાં ઓછામાં ઓછી ત્રણ ઋતુઓ સુધી કરવામાં આવે છે.
(d) જ્યાં પાક ઉછેરી શકાય તેવા બધા જ કૃષિ આબોહવાકીય સ્થાનોએ તેમને હંમેશાં ઉછેરવામાં આવે છે.
(e) આ રીતે મળતા પાકની તુલના ત્યાંના શ્રેષ્ઠ સ્થાનિક પાક સાથે કરવામાં આવે છે. જેના માટે ચકાસણી કે તેના સંવર્ધકનો સંદર્ભ લેવાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 8.
જૈવિક રક્ષણાત્મકતા બાયોફોર્ટિફિકેશન એટલે શું? સમજાવો.
ઉત્તર:

  • વિશ્વમાં લગભગ 840 લાખથી પણ વધુ લોકોને તેમની દૈનિક ખાદ્ય તથા પોષણ સંબંધી જરૂરિયાતોની પૂર્તિ કરવા ખોરાક પ્રાપ્ત થતો નથી.
  • મોટી સંખ્યામાં લગભગ 3 કરોડલોકો લઘુપોષક તત્ત્વો, પ્રોટીન અને વિટામિનની ઊણપ સહન કરે છે કે છુપાયેલી ભૂખ (hidden hunger)નો શિકાર છે. કારણ કે, તેઓને શાકભાજી, કઠોળ, માછલી અને માંસની ખરીદી પરવડી શકતી નથી.
  • એવો ખોરાક કે જેમાં આવશ્યક લઘુ પોષકતત્ત્વો જેવા કે આયર્ન, વિટામિન A, આયોડિન અને ઝિંકનો અભાવ હોય છે તેને લીધે રોગ થવાનું જોખમ વધી જાય છે. જેથી જીવનકાળમાં ઘટાડો અને માનસિક ક્ષમતા ઘટી જાય છે.
  • જૈવિક રક્ષણાત્મકતા (બાયોફોર્ટિફિકેશન): લોકતંદુરસ્તીમાં સુધારો કરવા માટે સંવર્ધિત પાકોમાં વિપુલ માત્રામાં વિટામિન્સ અને ખનીજ તત્ત્વો તેમજ સ્વાથ્યવર્ધક પ્રોટીન હોવા જરૂરી છે.
  • સુધારેલ પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનમાં નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે:
    1. પ્રોટીન-પ્રમાણ અને ગુણવત્તા સુધારવી
    2. તૈલ-પ્રમાણ અને ગુણવત્તા સુધારવી
    3. વિટામિનનું પ્રમાણ વધારવું
    4. લઘુ પોષકતત્ત્વો તથા ખનીજોનું પ્રમાણ સુધારવું.
  • વર્ષ 2000માં, વિકસિત મકાઈની સંકર જાતમાં હાલની મકાઈની જાત કરતાં એમિનો ઍસિડ, લાયસિન અને ટ્રિટોફેનનું બે ગણું પ્રમાણ નોંધાયું.
  • ઘઉંની જાત, એટલાસ 66તેના ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે, ઘઉંનો સુધારેલ પાક મેળવવા માટે દાતા તરીકે ઉપયોગી છે.
  • સામાન્ય વપરાશમાં લેવાતી ચોખાની જાતમાં હોય તેના કરતાં પાંચ ગણું આયર્ન-મૂલ્ય ધરાવતી ચોખાની જાત વિકસાવવાનું શક્ય બન્યું છે.
  • ભારતીય કૃષિ-સંશોધન સંસ્થા (Indian Agricultural Research Institute, IARI) ન્યૂ દિલ્હી ખાતે શાકભાજીના એવા પાકો બહાર પાડ્યા છે જે વિટામિન-A અને ખનીજની વિપુલ માત્રા ધરાવે છે.
  • દા.ત., વિટામિન-Aથી ભરપૂર ગાજર, પાલક, કોળું, વિટામિન-C થી સમૃદ્ધ કારેલાં, ચીલની ભાજી (Bathua), રાઈ, ટામેટા, આયર્ન અને કૅલ્શિયમથી ભરપૂર પાલક અને ચીલની ભાજી તથા પ્રોટીનથી સમૃદ્ધ કઠોળ (શિમ્બ) જેવા કે વાલ, વાલોળ, ફણસી અને વટાણા.

પ્રશ્ન 9.
વાઇરસમુક્ત વનસ્પતિઓનો અભ્યાસકરવામાટે વનસ્પતિનો કયો ભાગસૌથી ઉત્તમ છે અને શા માટે?
ઉત્તર:
વાઇરસમુક્ત વનસ્પતિઓનો અભ્યાસ કરવા માટે વનસ્પતિનો વર્ષનશીલ ભાગ સૌથી ઉત્તમ છે. કારણ કે તેમાં વાહક પેશીઓનો અભાવ હોય છે જે વાઇરસનું વહન કરે છે.

પ્રશ્ન 10.
સૂક્ષ્મપ્રવર્ધન દ્વારા વનસ્પતિઓના ઉત્પાદનના મુખ્ય ફાયદાઓ કયા છે?
ઉત્તર:
સૂક્ષ્મપ્રવર્ધન દ્વારા ઓછા સમયમાં મોટી સંખ્યામાં વનસ્પતિઓ પ્રાપ્ત કરી શકાય છે અને આ વનસ્પતિઓ તેની મૂળ વનસ્પતિ જેવી જ હોય છે.

પ્રશ્ન 11.
શોધી કાઢો કે, પ્રયોગશાળામાં (in vitro) નિવેશ્યના પ્રસર્જન માટે વિવિધઘટકોનું કયું માધ્યમ ઉપયોગી છે?
ઉત્તર:

  1. સંવર્ધન માધ્યમમાં મુખ્ય ઘટક તરીકે પાણી, અકાર્બનિક ક્ષારો, શર્કરા, વિટામિન, એમિનો ઍસિડ અને વૃદ્ધિનિયામકો જેવાકે ઑક્ઝિન અને સાયટોકાઈનીન જોવા મળે છે.
  2. અમુક સમયે કેસીન, નાળિયેર પાણી, યીસ્ટ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
  3. અગર નામના પદાર્થનો ઉપયોગ પ્રવાહી માધ્યમના ઘનીકરણ માટે થાય છે.

પ્રશ્ન 12.
પાક-ઉત્પાદિત વનસ્પતિઓની કોઈ પણ પાંચ સંકર જાતો કે જેનો વિકાસ ભારતમાં થયેલો છે તેનાં નામ આપો.

પાક જાત
(i) ઘઉં હિમગીરી
(ii) ચોખા જયા, રત્ના
(iii) બ્રાસિકા (રાઈ) પુસાસ્વર્ણિમ
(iv) ચોળા પુસા કોમલ
(v) મરચું પુસા સદાબહાર

GSEB Class 12 Biology અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति NCERT Exemplar Questions and Answers

બહુવિકલ્પ પ્રશ્નો (MCQs)

પ્રશ્ન 1.
ચીકન અને ઈંડાંને યોગ્ય રીતે રાંધવામાં આવેતો (100°C થી વધુ તાપમાને) તેના દ્વારાબર્ડફ્યૂથવાની તકોલગભગકેટલી હોય?
(A) ઘણી વધારે
(B) વધારે
(C) મધ્યમ
(D) નહિવત્
જવાબ
(D) નહિવત્

  • ચીકન અને ઈંડાંને જો 100° કે તેથી વધારે તાપમાને સારી રીતે પકવવામાં આવે તો બર્ડલૂથવાની શક્યતા ના બરાબર છે.
  • ઇન્ફલુએન્ઝાનું વધારે પ્રમાણ એ ઈંડાની અંદર તેમજ બાહ્ય સપાટી પર જોવા મળે છે. રોગિષ્ઠ પક્ષીમાં છે, તેના સમગ્ર શરીરમાં ફેલાયેલું હોય છે.
  • તેમ છતાં, સારી રીતે પકવેલા ઈંડાં અને ચીકનમાં વાઇરસ નિષ્ક્રિય હોય છે.
  • 70° કે તેથી વધુ તાપમાન વાઇરસને નિષ્ક્રિય બનાવે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 2.
પ્રાણીઓનું એક જૂથ કે જે વંશકમ સંબંધિત છે અને ઘણીબધી સામ્યતા ધરાવે છે, તો તેને શું કહી શકાય?
(A) જાત
(B) વંશ
(C) વિવિધ જાત
(D) જાતિ
જવાબ
(A) જાત

  • પ્રાણીઓનું એવું જૂથ કે જે વંશ સંબંધિત તેમજ તેમનાં લક્ષણો જેવા કે દેખાવ, કદમાં સામ્યતા દર્શાવતા હોય ત્યારે તે એક જાતિના છે તેમ કહેવાય.
  • જાતિ શબ્દ માનવના વર્ગીકરણ દરમિયાન તેમને મોટા અને જુદી-જુદી કક્ષામાં વહેંચવા માટે વપરાય છે.
  • જનીનિક તેમજ બાહ્યાકાર દૃષ્ટિએ જુદી તેમજ ભૌગોલિક રીતે મૂળ જાતિઓથી અલગ પડેલી જાતિ માટે જાત શબ્દ વપરાયછે.
  • જાતિ શબ્દનો પ્રયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે જૂથના દરેક સભ્ય આંતરપ્રજનન દર્શાવતા હોય.

પ્રશ્ન 3.
પ્રાણી-સંવર્ધનમાં અંતઃસંકરણદર્શાવવામાં આવે છે, કારણ કે,
(A) ઝડપથી વધારો દર્શાવે છે.
(B) જાતમાં સુધારો દર્શાવે છે.
(C) વિષમયુગ્મતામાં વધારો કરે છે.
(D) સમયુગ્મતામાં વધારો કરે છે.
જવાબ
(D) સમયમીતામાં વધારો કરે છે.
અંતઃસંકરણ દ્વારા એક જ જાતિના પ્રાણીઓ વચ્ચે થતા પ્રજનન દ્વારા જનીન સુધારણાની તકો વધે છે તેમજ ઇચ્છિત જનીનોનું એકત્રીકરણ થાય છે અને સમયુગ્મતામાં વધારો થાય છે.

પ્રશ્ન 4.
સોનાલિકા અને કલ્યાણ સોનાકોની જાત છે?
(A) ઘઉં
(B) ચોખા
(C) બાજરો
(D) તમાકુ
જવાબ
(A) ઘઉં

  • સોનાલિકા અને કલ્યાણ સોના એ ઘઉંની ઉચ્ચ કક્ષાની અને સારી ઉત્પાદકતા ધરાવતી જાત છે.
  • 1963માં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

પ્રશ્ન 5.
નીચે આપેલપૈકી કયો એક ફૂગજન્યરોગનથી?
(A) ઘઉંમાં ગેરુનો રોગ (Rustofwheat)
(B) બાજરામાં અંગારિયો રોગ (Smut of Bajra)
(C) કુસીફેરસના કાળા ચાઠાનો રોગ (Black rot of crucifers)
(D) શેરડીનાલાલ ચાઠાનો રોગ (Red rot of sugarcane)
જવાબ
(C) કુસીફેરસના કાળા ચાઠાનો રોગ (Blackrotof crucifers)

  • કુસીફેરસના કાળા ચાઠાનો રોગ એ ફૂગજન્ય રોગ નથી પરંતુ ઝેન્થોમોનાસ કેપેસ્ટ્રીસ બૅક્ટરિયા દ્વારા થતો રોગ છે.
  • બાકીના ત્રણ ફૂગ દ્વારા ફેલાતા રોગ છે.
  • ઘઉંમાં પક્સિનિયા દ્વારા રોગ ફેલાય છે.
  • શેરડીમાં કોલીટોટ્રાઇકમ દ્વારા રોગ ફેલાય છે.
  • બાજરીમાં ટોલીપોસ્પોરીયમ દ્વારા રોગ ફેલાય છે.

પ્રશ્ન 6.
વનસ્પતિઓમાં વાઇરસની ચેપગ્રસ્તતાથી અગ્રસ્થ અને કક્ષીય કલિકાઓ કે જેમાં વર્ધમાન પેશીઓ છે, તે વાઇરસથી મુક્ત હોય છે, કારણકે,
(A) વિભાજન પામતા કોષો વાઇરસ પ્રતિરોધક હોય છે.
(B) વર્ધમાન પેશી પ્રતિવાઇરસ (એન્ટિવાઇરસ) સંયોજન ધરાવે છે.
(C) વાઇરસના ગુણન કરતાં વર્ધમાન કોષોનું વિભાજન ખૂબ જ ઝડપીદરે થાય છે.
(D) વર્ધમાન પેશીના કોષોમાં વાઇરસ ગુણન પામી શકતા નથી.
જવાબ
(C) વાઇરસના ગુણન કરતાં વર્ધમાન કોષોનું વિભાજન ખૂબ જ ઝડપીદરે થાય છે.

પ્રશ્ન 7.
દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યો ચોખાના વાર્ષિક 2 -3 પાક લે છે. કયાકૃષિવિધાકીયલક્ષણને કારણે તે શક્ય બને છે?
(A) ચોખાના છોડનાના હોય છે.
(B) સિંચાઈનું સારું વ્યવસ્થાપન છે.
(C) વહેલું ઉત્પાદન આપતી ચોખાની જાત છે.
(D) રોગપ્રતિકારકચોખાની જાત છે.
જવાબ
(C) વહેલું ઉત્પાદન આપતી ચોખાની જાત છે.
દક્ષિણ ભારતના ઘણાં રાજ્યો વર્ષમાં 2 થી 3 વાર ચોખાનું ઉત્પાદન કરે છે. તેનું મુખ્ય કારણ વહેલું ઉત્પાદન આપતી ચોખાની જાત છે. આવી જાતો હરિયાળી ક્રાંતિને વેગ આપવાના ઇરાદાથી બનાવવામાં આવી છે.

પ્રશ્ન 8.
નીચે આપેલ પૈકી કયું સંયોજન શેરડી ઉગાડનાર ખેડૂત શેરડીના પાક માટે ઇચ્છે છે?
(A) જાડું પ્રકાંડ, લાંબી આંતરગાંઠો, વધુ શર્કરા અને રોગ પ્રતિરોધકતા
(B) જાડુંપ્રકાંડ, વધુ શર્કરા અને વિપુલ પુષ્પસર્જન
(C) જાડું પ્રકાંડ, ટૂંકી આંતરગાંઠો, વધુ શર્કરા અને રોગપ્રતિકારકતા
(D) જાડું પ્રકાંડ, ઓછી શર્કરા, રોગ-પ્રતિરોધક
જવાબ
(A) જાડું પ્રકાંડ, લાંબી આંતરગાંઠો, વધુ શર્કરા અને રોગ-પ્રતિરોધકતા

  • શેરડીમાં આવાં લક્ષણો પ્રાપ્ત કરવા શેરડીની બે જાતોનું સંકરણ કરવામાં આવેલું છે.
  • ઉત્તર ભારતમાં સેકેરમ બારબેરીનું ઉત્પાદન કરવામાં આવે છે પરંતુ તેમાં શર્કરાનું પ્રમાણ નીચું જોવા મળે છે.
  • દક્ષિણ ભારતમાં જોવા મળતી સેકેરમ ઓફિસીરમમાં જાડું પ્રકાંડ અને શર્કરાનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. પરંતુ ઉત્તર ભારતમાં તેનું ઉત્પાદન સારું જોવા મળતું નથી.
  • આ બંને જાતિઓના સંકરણથી તૈયાર થયેલી નવી જાતિમાં ઊંચી ઉત્પાદકતા, જાડું પ્રકાંડ, વધુ શર્કરા તેમજ ઉત્તર ભારતના પ્રદેશોમાં પણ તેનું ઉત્પાદન સારું જોવા મળે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 9.
ફૂગનાશક અને એન્ટિબાયોટિક્સરસાયણો છે કે જેઓ
(A) ઉત્પાદકતામાં વધારો કરે અને રોગની પ્રતિરોધકતા દર્શાવે.
(B) અનુક્રમે રોગકારકફૂગ અને બૅક્ટરિયાને મારી નાખે છે.
(C) બધા જ રોગકારકસૂક્ષ્મ જીવોનો નાશ કરે છે.
(D) અનુક્રમે રોગકારક બેક્ટરિયા અને ફૂગને મારી નાખે છે.
જવાબ
(B) અનુક્રમે રોગકારક ફૂગ અને બૅક્ટરિયાને મારી નાખે છે.

પ્રશ્ન 10.
પાક ઉત્પાદિત વનસ્પતિઓનાં જનીનોની બેઝ શ્રેણીમાં કેટલાંક રસાયણો અને વિકિરણોના ઉપયોગથી પરિવર્તન કરવાની પ્રક્રિયા એટલે..
(A) પુનઃસંયોજિત DNA ટેક્નોલૉજી
(B) ટ્રાન્સજેનિક ક્રિયાવિધિ
(C) વિકૃત સંકરણ
(D) જનીન થેરાપી
જવાબ
(C) વિકૃત સંકરણ

  • ઘણાં રસાયણો અને વિકિરણો (γ- કિરણ)ની મદદથી પાકમાં કૃત્રિમ રીતે વિકૃતિ ઉત્પન્ન કરી શકાય છે. તેની મદદથી ઇચ્છિત લક્ષણ પ્રાપ્ત કરી શકાય છે.
  • બાકી રહેલા ત્રણ વિકલ્પોમાં વિકિરણનો ઉપયોગ થતો નથી.

પ્રશ્ન 11.
વૈજ્ઞાનિક ક્રિયા કે જેના દ્વારા પાક ઉત્પાદિત વનસ્પતિઓ કેટલાંક ઇચ્છિત પોષક દ્રવ્યોથી સભર બને તે ક્રિયા એટલે..
(A) પાકરક્ષણ
(B) સંકરણ
(C) જૈવ-સુપોષકતકરણ
(D) જૈવ-ઉપચાર
જવાબ
(C) જેવ-સુપોષકતકરણ
વનસ્પતિઓને પોષક દ્રવ્યો સભર બનાવવા માટે જૈવ-સુપોષકતકરણ પદ્ધતિ વપરાય છે. જેમાં વિટામિન, ખનીજતત્ત્વો અને પ્રોટીનનું પ્રમાણ વધારવામાં
આવે છે.

પ્રશ્ન 12.
સંપૂર્ણક્ષમતા’ શબ્દ કોની ક્ષમતાના સંદર્ભમાં ગણવામાં આવે છે?
(A) કોષમાંથી સમગ્ર વનસ્પતિનું નિર્માણ
(B) કલિકામાંથી સમગ્ર વનસ્પતિનું નિર્માણ
(C) બીજ કે જે અંકુરણ પામે છે.
(D) કોષ કે જે કદમાં વધારો દર્શાવે છે.
જવાબ
(A) કોષમાંથી સમગ્ર વનસ્પતિનું નિર્માણ
કોષની ક્ષમતા અથવા વનસ્પતિના કોઈ પણ ભાગને કસનળીમાં સંવર્ધન માધ્યમાં ઉછેરવામાં આવે ત્યારે તે સમગ્ર વનસ્પતિનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે ત્યારે સંપૂર્ણક્ષમતા શબ્દ વપરાય છે.

પ્રશ્ન 13.
દૈહિક સંકરણના સંદર્ભે કેટલાંક વિધાનો નીચે આપેલાં છે. તેમાંથી સાચાં વિધાનો પસંદ કરો:
(i) એકજ છોડના વિભિન્ન કોષોના જીવરસનું સંયોજન થાય છે.
(ii) ભિન્ન જાતિના કોષોના જીવરસનું સંયોજન થાય છે.
(iii) કોષોની સારવાર માટે સેલ્યુલેઝ અને પેક્ટિનેઝ ઉસેચકો અનિવાર્ય છે.
(iv) સંકરણ પામેલ જીવરસ માત્ર એક પિતૃના જીવનરસનાં લક્ષણો ધરાવે છે.
(A) (i) અને (iii)
(B) (i) અને (ii)
(C) (i) અને (iv)
(D) (ii) અને (iii)
જવાબ
(D) (ii) અને (ii)

પ્રશ્ન 14.
નિવેશ્ય એટલે……..
(A) મૃત વનસ્પતિ
(B) વનસ્પતિનો ભાગ
(C) પેશી સંવર્ધનમાં ઉપયોગમાં લેવાયેલ વનસ્પતિનો ભાગ
(D) વનસ્પતિનો ભાગ કે જે વિશિષ્ટ જનીનની અભિવ્યક્તિ ધરાવે છે.
જવાબ
(C) પેશી સંવર્ધનમાં ઉપયોગમાં લેવાયેલ વનસ્પતિનો ભાગ

  • પેશી સંવર્ધન દરમિયાન વનસ્પતિના કોઈ ભાગને કસનળીમાં સંવર્ધન માધ્યમની અંદર જંતુરહિત પરિસ્થિતિમાં ઉછેરવામાં આવે છે જેને નિવેશ્ય (એક્સપ્લાન્ટ) કહે છે.
  • જેમાંથી સમગ્ર વનસ્પતિનું સર્જન થઈ શકે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 15.
વનસ્પતિ સંવર્ધન માટે સૌથી મોટો અવરોધ કયો છે?
(A) પાક અને તેને સંબંધિત જંગલી જાતોમાં ઇચ્છિત જનીનની પ્રાપ્યતા હોવી.
(B) આધારરૂપ વ્યવસ્થા
(C) તાલીમ પામેલ માનવગણ
(D) અસંબંધિત સ્રોતોમાંથી જનીનોનું વહન
જવાબ
(A) પાક અને તેને સંબંધિત જંગલી જાતોમાં ઇચ્છિત જનીનની પ્રાપ્યતા હોવી.

પ્રશ્ન 16.
લાયસીન અને ટ્રીપ્ટોફેનશું છે?
(A) પ્રોટીન્સ
(B) બિનઆવશ્યક એમિનો ઍસિલ્સ
(C) આવશ્યક એમિનો ઍસિલ્સ
(D) સુગંધીદાર એમિનો ઍસિસ
જવાબ
(C) આવશ્યક એમિનો ઍસિલ્સ
લાયસીન અને ટ્રીપ્ટોફેન આવશ્યક એમિનો ઍસિડ્યું છે.

પ્રશ્ન 17.
સૂક્ષ્મ સંવર્ધન એટલે શું?
(A) in vitro (ઇન વિટ્રો) રીતે સૂક્ષ્મ જીવોનું સંવર્ધન
(B) in vitro (ઇન વિટ્રો) રીતે વનસ્પતિઓનું સંવર્ધન
(C) invitro (ઇન વિટ્રો) રીતે કોષોનું સંવર્ધન
(D) નાના પાયે વનસ્પતિઓનો ઉછેર
જવાબ
(B) invitro (ઇનવિટ્રો) રીતે વનસ્પતિઓનું સંવર્ધન

  • સૂક્ષ્મ સંવર્ધન એટલે in vitro તકનીક દ્વારા ઓછા સમયમાં, મોટે પાયે વનસ્પતિનો ઉછેર કરી શકાય છે.
  • ફૂલ-છોડ વિદ્યામાં તેનો ઉપયોગ વધારે જોવા મળે છે.

પ્રશ્ન 18.
જીવરસ એટલેકે…
(A) આધારકદ્રવ્યનું પર્યાય નામ છે.
(B) પ્રાણીકોષ છે.
(C) કોષદીવાલરહિત વનસ્પતિ કોષ
(D) વનસ્પતિ કોષ
જવાબ
(C) કોષદીવાલરહિતવનસ્પતિ કોષ

પ્રશ્ન 19.
જીવરસીયઘટકના અલગીકરણ માટે જરૂરી છે”
(A) પેક્ટિનેઝ
(B) સેલ્યુલેઝ
(C) પેક્ટિનેઝ અને સેલ્યુલેઝ બંને
(D) કાઇટીનેઝ
જવાબ
(C) પેક્ટિનેઝ અને સેલ્યુલેઝ બંને
વનસ્પતિ કોષની કોષદીવાલ એ પેક્ટિન અને સેલ્યુલેઝ બંને ધરાવે છે. તેમને દૂર કરવા માટે પેક્ટિનેઝ અને સેલ્યુલેઝ બંને જરૂરી છે.

પ્રશ્ન 20.
નીચે આપેલપૈકીકઈ એક દરિયાઈ માછલી છે?
(A) રાહુ
(B) હિલ્સા
(C) કટલા
(D) સામાન્ય કાર્પ
જવાબ
(B) હિલ્સા

  • હિલ્સા, સારડીનેસ અને પોસ્ફટએ દરિયાઈ માછલી છે.
  • જ્યારે રાહુ, કટલા અને સામાન્ય કાર્પ મીઠા પાણીની માછલી છે.

પ્રશ્ન 21.
નીચે આપેલ એપિકલ્ચરની (મધમાખી ઉછેર) કઈ એક નીપજનો ઉપયોગકોમેટિક્સ અનેપોલિશ માટે થાય છે?
(A) મધ
(B) ગુંદર (propolis)
(C) મીણ
(D) રૉયલ જૈલી
જવાબ
(C) મીણ

  • મીણનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધન તેમજ ઓપ (પૉલિશ) આપવાની બનાવટમાં થાય છે.
  • મધનો ખાવા તેમજ દવા તરીકે ઉપયોગ થાય છે.
  • રૉયલ જેલી, એ રાણી માખી દ્વારા ઉત્પન્ન થાય છે. જે ખૂબ જ પ્રમાણમાં પોષક તત્ત્વો ધરાવે છે. = નોંધ: તેલ એ મધમાખી ઉછેરની પેદાશ નથી.

GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 22.
વિશ્વનું 70% કરતાં વધારે પશુધન કયા દેશમાં છે?
(A) ડેન્માર્ક
(B) ભારત
(C) ચીન
(D) ભારત અને ચીન
જવાબ
(D) ભારત અને ચીન
એવું નોંધવામાં આવ્યું છે કે દુનિયાના 70 ટકાથી વધુ પશુપાલન ભારત અને ચીનમાં જોવા મળે છે.

પ્રશ્ન 23.
ભારતના કૃષિવિધાકીય ક્ષેત્રમાં વસ્તીના કેટલા લોકો
સંકળાયેલા છે?
(A) વસ્તીના 50%
(B) વસ્તીના 70%
(C) વસ્તીના 30%
(D) વસ્તીના 60%
જવાબ
(D) વસ્તીના 60%
ભારત એ ખેતીપ્રધાન દેશ છે. જેમાં કુલ જનસંખ્યાના 60 % જેટલા લોકો ખેતીવાડી પર આધારિત છે.

પ્રશ્ન 24.
ભારતના કુલ ઘરેલું ઉત્પાદનના 33% શેમાંથી પ્રાપ્ત થાય છે?
(A) ઔદ્યોગિક ક્ષેત્ર
(B) કૃષિક્ષેત્ર
(C) નિકાસ
(D) નાના પાયાના ગૃહઉદ્યોગો
જવાબ
(B) કૃષિક્ષેત્ર

પ્રશ્ન 25.
એક પાક ઉત્પાદિત વનસ્પતિના બધાં જનીનોનાં વૈકલ્પિક જનીનોને સંયુક્તરીતે શું કહેવાય?
(A) જર્મપ્લાઝમ સંગ્રહ
(B) કોષરસીયસંગ્રહ
(C) હર્બેરિયમ
(D) સોમાક્લોનલ સંગ્રહ
જવાબ
(A) જર્મપ્લાઝમ સંગ્રહ

અતિ ટૂંકજવાબી પ્રશ્નો (VSQs)

પ્રશ્ન 1.
હાલમાં પશ્ચિમ બંગાળ, અસમ, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં લાખો મરઘાંઓને મારી નાંખવામાં આવ્યાં. તેનું કારણ શું હતું?
ઉત્તર:
લાખો મરઘાંઓને પશ્ચિમ બંગાળ, અસમ, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં મારી નાખવામાં આવ્યા હતા. કારણ કે તે મરઘાંઓ H5N1 વાઇરસથી ચેપગ્રસ્ત થયેલા જોવા મળ્યા હતા. જે બીજા સજીવોમાં બર્ડફલૂથવા માટે જવાબદાર હતા.

GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 2.
શું પાક-સુધારણા કાર્યક્રમ હેઠળ ગામા કિરણોનો ઉપયોગ સ્વાથ્ય માટે હાનિકારક હોઈ શકે? તેની ચર્ચાકરો.
ઉત્તર:

  • ના. આવાં કિરણો પાક સુધારણા માટે ખૂબ જ ઉપયોગી છે. જેનાથી વધુ ને વધુ નવી જાતો બનાવી શકાય છે.
  • જનીન પરિવર્તિત પાકો બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ સાધનો અને રસાયણો કરતાં આવાં કિરણો વધુ સારી રીતે રંગસૂત્રના વિક્ષેપન (તોડવા) માટે ઉપયોગી છે.
  • આવાં કિરણોના ઉપચારથી તૈયાર થયેલા પાકો ઘણા સમયથી વ્યવસાયિક રીતે ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ ગ્રાહકોમાં બીમાર આરોગ્યનું કોઈ ઉદાહરણ જોવા મળ્યું નથી.

પ્રશ્ન 3.
પ્રાણી-સંવર્ધનમાં જે બે નજીકનાં સંબંધિત પ્રાણીઓને થોડીક પેઢીઓ સુધી પ્રજનન કરાવવામાં આવે તો તેને પરિણામે તેઓ ફળદ્રુપતા અને તાકાત ગુમાવે છે. આવું શા માટે થાય છે?
ઉત્તર:
તાકાત અને ફળદ્રુપતા ગુમાવવાનું મુખ્ય કારણ અંતઃસંકરણ છે. અમુક પેઢી બાદ પ્રચ્છન્ન જનીનોની જોડી બને છે અને બંને પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે.

પ્રશ્ન 4.
વનસ્પતિ સંવર્ધનના વિસ્તારમાં તે અગત્યનું નથી કે માત્ર ઉછેરિત વિવિધ જાતોના બીજનો સંગ્રહ કરવામાં આવે, પરંતુ તે બધી જ જાતોને સંબંધિત જંગલી જાતોનો પણ સંગ્રહ કરવાનો હોય છે. આ વિધાનની સમજૂતી યોગ્યઉદાહરણ સાથે આપો.
ઉત્તર:
વનસ્પતિ સંવર્ધનના ક્ષેત્રમાં વિવિધ જાતિઓ, જંગલી જાતો અને નજીકના સંબંધો ધરાવતી જાતિઓનું એકત્રીકરણ અને સંગ્રહ ખૂબ જ મહત્ત્વનું છે જેના દ્વારા વસ્તીમાં રહેલા કુલ પ્રાકૃતિક જનીનોનું શોષણ કરી શકાય. દા.ત., જંગલી જાતોનું જર્મપ્લાઝમનું એકત્રીકરણ .

પ્રશ્ન 5.
માનવસર્જિત ધાન્યનું નામ આપો. તેનો વિકાસ કેવી રીતે થયો અને તેનો ઉપયોગક્યાં થાય છે?
ઉત્તર:

  1. ટ્રીટીકલ એ માનવસર્જિત અનાજ છે. જે ટ્રીટીકમ એસ્ટિવમ (ઘઉં) અને સીકેલ સેરીયલ (યુરોપિયન રાઈ)ના સંકરણથી તૈયાર કરવામાં આવેલું છે.
  2. વિશ્વના ઘણા દેશોમાં ઘઉંની જગ્યાએ તેનો ઉપયોગ થાય છે.

પ્રશ્ન 6.
આપેલ ચાર્ટમાં ખાલી જગ્યા પૂરોઃ
GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति 1
ઉત્તર:
(1) સેલ્યુલેઝ
(2)દૈહિક સંકરણ
(3) પોમેટો
(4)દૈહિક સંકરજાત

પ્રશ્ન 7.
નીચે કેટલાંક વિધાનો આપેલા છે જેને અનુસરીને એક બોક્સમાં શબ્દોનું જૂથ આપેલું છે, તેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો અને તેને યોગ્યવિધાન સામે લખો:

(a) એક જ જાતના નજીકના સજીવો વચ્ચે પ્રજનન થાય છે. (1) પાર પ્રજનન
(b) એક જ જાતનાં પ્રાણીઓ વચ્ચે પ્રજનન થાય છે, પરંતુ 4-6 પેઢીઓ સુધી તેમના સામાન્ય પૂર્વજો હોતાં નથી. (2) આંતરજાતીય સંકરણ
(c) બે ભિન્ન જાતિઓનાં પ્રાણીઓનું પ્રજનન થાય છે. (3) બહિર્સકરણ
(d) ભિન્ન જાતોનાં પ્રાણીઓ વચ્ચે સંકરણ થાય છે. (4) બહિપ્રજનન
(5) અંતઃસંકરણ

ઉત્તર:
(a – 5) (b – 3) (c – 2) (d – 1).

પ્રશ્ન 8.
‘Hidden hunger’નો અર્થ શું છે?
ઉત્તર:
ખોરાકમાં ખનીજતત્ત્વો, લઘુપોષકતત્ત્વો, પ્રોટીન અને વિટામિનના ઓછા કે નહિવત્ પ્રમાણને હિડનહંગર અથવા ગુપ્ત ભૂખ કહે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 9.
કોષરસના સંવર્ધન દ્વારા પ્રાપ્ત વનસ્પતિઓને શા માટે દૈહિક સંકર કહે છે?
ઉત્તર:
કોષરસના સંવર્ધન દ્વારા પ્રાપ્ત થયેલી જાતોને દૈહિક સંકર કહે છે. કારણ કે તે બે અલગ-અલગ વનસ્પતિ જાતોના કોષરસના સંવર્ધનને પરિણામે બને છે તેમજ દરેક પોતાનાં લક્ષણો જાળવી રાખે છે.

પ્રશ્ન 10.
કોષરસસંયોજન એટલે શું?
ઉત્તર:
બે અલગ-અલગ કોષોના કોષરસ એકબીજા સાથે જોડાણ થવાની ક્ષમતા દર્શાવે છે અને એક નવું મિશ્ર પ્રકારનું કોષરસ બનાવે છે તેને કોષરસ સંયોજન કહે છે.

પ્રશ્ન 11.
સ્થાયી પેશીની તુલનામાં વર્ધમાન પેશીનું સંવર્ધન કરવું શા માટે સરળ છે?
ઉત્તર:

  1. વર્ધમાન પેશી પાસે વિભાજન ક્ષમતા વધારે હોય છે જે જીવનપર્યન્ત જોવા મળે છે તેમજ તે પાતળી દીવાલ ધરાવતા અને સ્થિતિસ્થાપક હોવાથી પેશી સંવર્ધન માટે યોગ્ય છે.
  2. સ્થાયી પેશી અમુક સમય બાદ વિભાજન ક્ષમતા ગુમાવે છે તેમજ તેમની દીવાલ જાડી હોવાથી તેમનું સંવર્ધન સહેલું નથી.

પ્રશ્ન 12.
સ્પાયલિનામાંથી સંશ્લેષણ પામેલ પ્રોટીનને શા માટે એકકોષજન્ય પ્રોટીન કહે છે?
ઉત્તર:

  1. એકકોષજન્ય પ્રોટીન એ એકકોષીય સજીવો અથવા સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે છે.
  2. સ્પાયરુલિના એ એકકોષીય સૂક્ષ્મજીવ છે. માટે તેમાંથી પ્રાપ્ત થતા પ્રોટીનને એકકોષજન્ય પ્રોટીન કહે છે.

પ્રશ્ન 13.
એક વ્યક્તિ કે જેને કઠોળની એલર્જી છે. તેને સલાહ આપવામાં આવે છે કે તેણે દરરોજ એક ગોળી સ્પાયલિનાની લેવી. આ સલાહ માટેનાં યોગ્ય કારણો જણાવો.
ઉત્તર:

  1. કઠોળની એલર્જી ધરાવતી વ્યક્તિએ સ્પાયરુલિનાની કેયૂલ લેવી: જોઈએ. કારણ કે આ કેસ્કૂલ દ્વારા તે સારા પ્રમાણમાં પ્રોટીન પ્રાપ્ત કરી શકશે તેમજ તે વ્યક્તિને કઠોળ ખાવાની જરૂર રહેશે નહીં.
  2. સ્પાયરુલિનામાં બીટા-કેરોટીન તેમજ જરૂરી એવા એમિનો ઍસિડ આવેલા હોય છે.

પ્રશ્ન 14.
જલસંવર્ધન એટલે શું? જલસંવર્ધન દ્વારા ગુણન પામેલ એવાં એક પ્રાણીનું ઉદાહરણ આપો.
ઉત્તર:
જયારે જલજ વનસ્પતિ અને પ્રાણીઓનું સંવર્ધન મીઠા પાણીમાં કરવામાં આવે છે ત્યારે તેને જલસંવર્ધન અથવા એક્વાકલ્ચર કહે છે.
ઉદા. પાંખો ધરાવતી માછલી = કાર્પ, કૅટફિશ
કવચ ધરાવતી માછલી = શ્રીમ્પ, ઓઇસ્ટર

પ્રશ્ન 15.
મરઘાંપાલન ઉછેરકેન્દ્રના વ્યવસ્થાપનમાં પ્રાણીનિષ્ણાત ડોક્ટરની ફરજોશું છે?
ઉત્તર:
મરઘાંપાલન એ લઘુઉદ્યોગ તરીકે ઓળખાય છે. પ્રાણીનિષ્ણાત ડૉક્ટરનું મુખ્ય કાર્ય એ હોય છે કે તે મરઘાને રાખવામાં આવતી જગ્યાનું ધ્યાનપૂર્વક અવલોકન કરે તેમજ જંતુરહિત અને રોગમુક્ત જગ્યાનું વ્યવસ્થાપન કરાવે અને કોઈ રોગગ્રસ્ત પ્રાણી હોય તો તેની સારવાર કરે.

GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 16.
સૂક્ષ્મ સંવર્ધન દ્વારા પ્રાપ્ત વનસ્પતિઓને ‘ક્લોન’ કહેવું શું ખોટું છે? ચર્ચા કરો.
ઉત્તર:
ના સૂક્ષ્મ સંવર્ધન દ્વારા ક્લોન પેદા કરવાની પ્રક્રિયા સાચી છે. કારણ કે તે જનીનિક રીતે પિતૃવનસ્પતિને મળતી આવે છે અથવા તો તેના જેવી જ હોય છે.

પ્રશ્ન 17.
દૈહિક સંકર એ સંકર કરતા કઈ રીતે ભિન્ન છે?
ઉત્તર:

  • દૈહિક સંકરમાં બે જુદા-જુદા જીવરસોના જોડાણ દ્વારા નવીનતા ધરાવતો છોડ પ્રાપ્ત થાય છે.
  • જ્યારે સંકરણમાં એકલિંગી વનસ્પતિઓની પસંદગી કરવામાં આવે છે અને ત્યારબાદ નવીનતા ધરાવતો છોડ પ્રાપ્ત થાય છે. પરંતુ સંકરણની અમુક મર્યાદા છે. જયારે દૈહિક સંકરણમાં કોઈ પણ વનસ્પતિઓના જીવરસોના જોડાણ કરાવી શકાય છે તેમજ તેની કોઈ મર્યાદા નથી.

પ્રશ્ન 18.
ઇમેક્યુલેશન એટલે શું? તે શા માટે અને ક્યારે કરવામાં આવે છે?
ઉત્તર:

  1. દ્વિલિંગી પુષ્પમાં પુંકેસરોને દૂર કરવામાં આવે છે અને સ્ત્રીકેસરનો સંકરણ દરમિયાન ઉપયોગ કરાય છે જેને ઇમેક્યુલેશન કહે છે. તેના દ્વારા સ્વપરાગનયન અટકાવી શકાય છે.
  2. પુષ્પ કલિકા અવસ્થામાં હોય ત્યારે પુંકેસર દૂર કરવામાં આવે છે.

પ્રશ્ન 19.
વનસ્પતિ સંકરણ કાર્યક્રમની બે મુખ્યમર્યાદાઓની ચર્ચા કરો.
ઉત્તર:

  1. ખૂબ જ સમય લેતી અને નિરસ પ્રક્રિયા છે.
  2. રોગપ્રતિકારકતા દર્શાવતા જનીનોની સંખ્યા મર્યાદિત હોય છે.

પ્રશ્ન 20.
આંતરજાતીય પરફલન કુદરતમાં ભાગ્યે જ થાય છે અને આંતરજનીનિકપરફલન લગભગજાણીતું નથી. શા માટે?
ઉત્તર:

  1. આંતરજાતીય પરફલનમાં બે જુદી જુદી જાતિનાં પ્રાણીઓ વચ્ચે પરફલન કરાવવામાં આવે છે.
  2. તેમાં પિતૃપેઢીના ઘણાં લક્ષણો જોવા મળે છે તેમજ તે આર્થિક રીતે ઘણા ઉપયોગી હોય છે. દા.ત., ખચ્ચર.
  3. આંતરજનીનિક પરફલનમાં બે જુદી જુદી પ્રજાતિઓના પ્રાણીઓ વચ્ચે પરફલન થાય છે.
  4. તેઓ વંધ્ય જોવા મળે છે.

પ્રશ્ન 21.
મસ્યસંવર્ધન અને જલસંવર્ધન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર:

  1. જયારે મત્સ્યપાલન કોઈ અલગ તારવેલી જગ્યામાં કરવામાં આવે તો તેને મત્સ્યસંવર્ધન કહે છે.
  2. જ્યારે જલજ વનસ્પતિ અને પ્રાણીઓનું સંવર્ધન મીઠાપાણીમાં કરવામાં આવે ત્યારે તેને જલસંવર્ધન કહે છે.

પ્રશ્ન 22.
ડો. એમ. એસ. સ્વામીનાથનના બે અગત્યના યોગદાન જણાવો.
ઉત્તર:

  1. ઘઉંની ટૂંકી અને ઊંચી ઉત્પાદકતા દર્શાવતી જાતોને ભારતમાં લાવવી.
  2. ચોખાની ઓછા સમય લેતી અને ઊંચી ઉત્પાદકતા દર્શાવતી જાતો.

GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 23.
ઇચ્છિત લક્ષણોનો અર્થ વિવિધ વનસ્પતિઓ માટે ભિન્ન વસ્તુઓ. યોગ્ય ઉદાહરણો દ્વારા વિધાનની યથાર્થતા જણાવો.
ઉત્તર:

  1. ઇચ્છિત લક્ષણ શબ્દ જુદી જુદી વનસ્પતિઓના માટે જુદી જુદી રીતે વપરાય છે.
  2. દા.ત., અમુક વનસ્પતિ વધુ ક્ષારતા, ઊંચું તાપમાન અને પાણીની અછતમાં પણ પોતાનું જીવન ટકાવી શકે છે.
  3. દા.ત., બાજરી, જુવાર, મકાઈની સંકર જાતો.
  4. વાઇરસ, ફૂગ અને બૅક્ટરિયા જેવા રોગકારક સામે પ્રતિક્રિયા દા.ત., મગ.
  5. કીટકો સામે પ્રતિક્રિયા દર્શાવવી. દા.ત., રાઈ.

ટૂંકજવાબી પ્રકારના પ્રશ્નો.

પ્રશ્ન 1.
તમે એક ડેરીફાર્મ બનાવવાનું આયોજન કરો છો. તમે સાહસ શરૂ કરતાં પહેલાં કયા વિવિધ મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો. તેની ચર્ચા કરો.
ઉત્તર:

  • ડેરીઉદ્યોગમાં મનુષ્યના વપરાશ માટે દૂધ તેમજ તેનાં ઉત્પાદનો માટે પ્રાણીઓનું વ્યવસ્થાપન થાય છે.
  • ડેરીઉદ્યોગ વ્યવસ્થાપનમાં પ્રક્રિયાઓ અને પ્રણાલીઓનું અધ્યયન કરવામાં આવે છે. જેથી દૂધની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો કરી શકાય.
  • ડેરી વ્યવસાયમાં દૂધ ઉત્પાદન પ્રાથમિક રીતે કૃષિ જાતની ગુણવત્તા પર આધાર રાખે છે.
  • સારી જાત જેમાં ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળી સારી નસલનો ઉપયોગ અને તેમની રોગો સામેની પ્રતિકારક ક્ષમતાને અગત્યની ગણવામાં આવે છે.
  • સારી ઉત્પાદન ક્ષમતા મેળવવા માટે પશુઓની સારસંભાળ કે જેમાં તેમને રાખવાની સારી વ્યવસ્થા, પૂરતું પાણી તેમજ રોગમુક્ત વાતાવરણ હોવું જરૂરી છે. – પશુઓને આહાર આપવામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ હોવો જોઈએ. જેમાં ઢોરને આપવામાં આવતા ચારાની ગુણવત્તા અને તેની માત્રા પર વધુ ભાર આપવો જોઈએ.
  • આ ઉપરાંત પશુઓને દોહવાની, દૂધ તેમજ દૂધમાંથી બનતી બનાવટનો સંગ્રહ અને તેના પરિવહન દરમિયાન ચોક્કસપણે સફાઈ જરૂરી છે.
  • હાલના સમયમાં આ બધી પ્રક્રિયાઓ યંત્રો દ્વારા થઈ ગઈ છે. જેથી વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાની તક રહેતી નથી.
  • તેના કડકપણે અમલીકરણ માટે તેમનો યોગ્ય રેકૉર્ડ (સૂચિઆંક) રાખવાની અને સમયાંતરે તેના નિયમિત નિરીક્ષણની આવશ્યકતા રહે છે. જેથી શક્ય હોય એટલા વહેલા સમસ્યાઓને ઓળખી તેમનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે છે.
  • પશુચિકિત્સક(veterinary doctor)ની નિયમિત મુલાકાત પણ અનિવાર્ય બની રહે છે.

વિશેષ જાણકારી (More Information):

  • ડેરી ઉદ્યોગ પશુપાલકો, ખેડૂતો, કામદારો, વેપારી અધિકારીઓના સર્વગ્રાહી સહકારનું સફળ પરિણામ છે.
  • પશુપાલકો પશુઓની સારી ઓલાદો રાખતા થયા છે. તેઓ દૂધમાંથી ઘર-વપરાશની જરૂરિયાતો સ્વયં તૈયાર કરે છે તથા વધારાનું દૂધડેરીઓમાં વેચાણ કરે છે.
  • ગ્રામ્ય ડેરીઓએ એકઠું કરેલ દૂધમુખ્ય ડેરીઓમાં જાય છે જ્યાં તેમાંથી વિવિધ પ્રોડક્ટસ તૈયાર કરવામાં આવે છે અને દેશ-વિદેશમાં વેચાણ થાય છે.
  • આ ઉદ્યોગથી દેશ હૂંડિયામણ કમાય છે અને જેને લીધે શ્વેતક્રાંતિ આવી છે.
  • તેના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનને ગણાવી શકાય.

પ્રશ્ન 2.
તેવું કહેવાય છે કે વૈશ્વિકીકરણને લીધે અને લોકોની અવરજવર વધવાને લીધે રોગો ખૂબ ઝડપી પ્રસરે છે. વિધાનની યથાર્થતા માટે H5N1 વાઇરસના ઉદાહરણ દ્વારા સમજાવો.
ઉત્તર:

  1. વૈશ્વિક સ્તરે બર્ડફલૂનો ફેલાવો ખૂબ જ થયેલો છે જે લાખો મનુષ્યના સ્વાથ્ય માટે હાનિકારક છે.
  2. H5N1, વાઇરસ (ઇન્ફલુએન્ઝા – A) એ મોટે ભાગે પક્ષીઓમાં પ્રભાવી જોવા મળે છે. જે તેમના સ્વાથ્ય પર ખૂબજ માઠી અસર કરે છે તેમજ જીવલેણ પણ છે.
  3. વૈશ્વિકીકરણ H5N1 ના ફેલાવા માટે જવાબદાર છે.
  4. જ્યારે રોગિષ્ઠ પક્ષીને મનુષ્ય દ્વારા આહારમાં લેવામાં આવે છે ત્યારે તે પણ રોગિષ્ઠ બને છે તેમજ તે રોગનો વાહક બને છે.
  5. મનુષ્યના વિદેશ પ્રવાસને લીધે આ રોગ એક દેશમાંથી બીજા દેશમાં ફેલાય છે.
  6. આવો એક રોગી ઘણા બધા બીજા મનુષ્યોને પણ ચેપગ્રસ્ત બનાવે છે.
  7. માટે વૈશ્વિકીકરણ એ રોગના ફેલાવા માટે મુખ્ય કારણ છે.

પ્રશ્ન 3.
‘નીલક્રાંતિ’ (Blue Revolution)ના સંદર્ભે સમજૂતી આપો.
ઉત્તર:
જલસંવર્ધન અને મત્સ્યસંવર્ધન દ્વારા મીઠા જળ અને દરિયાઈ જળ બંનેમાં જલજ વનસ્પતિ અને પ્રાણીઓનું ઉત્પાદન વધ્યું છે જેને કારણે મત્સ્ય ઉદ્યોગ વિકાસ પામ્યો છે. મત્સ્યઉદ્યોગમાં આવેલી ક્રાંતિને નીલક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 4.
એક ખેડૂત તેના ખેતરમાંથી ઓછા ઉત્પાદનની સમસ્યાનો સામનો કરે છે. તેને સલાહ આપવામાં આવેલ છે કે તે આસપાસ મધમાખીઓનું સંવર્ધન કરે. શા માટે ? મધપૂડાઓ તેના ઉત્પાદન વધારવામાં તેને કેવી રીતે મદદરૂપ થશે?
ઉત્તર:

  1. ખેતરમાં મધમાખી ઉછેર એ ખેડૂત માટે ખૂબ જ ફાયદાકારક હોયછે.
  2. મધમાખી દ્વારા બનાવવામાં આવતું મધ તેમજ મીણ એ આર્થિક રીતે ઉપયોગી છે.
  3. મધમાખી ઘણી બધી વનસ્પતિઓમાં પરાગનયન કરવામાં ઉપયોગી છે. દા.ત., સૂર્યમુખી, સફરજન, નાસપતી વગેરે.

પ્રશ્ન 5.
ભારતમાં જીવનશૈલી આધારિત રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. આપણે વસતિમાં જોઈએ છીએ કે, મોટા ભાગના લોકો કુપોષણના શિકાર બની રહ્યા છે. શું કોઈ એવી પદ્ધતિ છે કે જે બંને સમસ્યાઓનું એકસાથે સમાધાન કરે ?
ઉત્તર:

  1. આ બંને સમસ્યાના નિરાકરણ માટે બાયોફોટિફિકેશન પદ્ધતિ ખૂબ જ મહત્ત્વની છે.
  2. તેનું મુખ્ય કાર્ય ખોરાકને પોષણસભર બનાવવાનું છે જેમાં મુખ્યત્વે પ્રોટીન, ચરબી, વિટામિન અને લઘુપોષકતત્ત્વોનો સમાવેશ થાય છે.
  3. મકાઈ, ગાજર અને વિવિધ ભાજીઓને ઉપર મુજબના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 6.
પ્રાણી-સંવર્ધન પ્રોગ્રામમાં કૃત્રિમ વીર્યદાન-પદ્ધતિ દ્વારા થતા ફલનની સફળતાનો દર કેવી રીતે આપણે વધારી શકીએ છીએ?
ઉત્તર:

  1. સુધારેલી સંકર જાતોના સફળ ઉત્પાદનમાં ઘણા માધ્યમોનો ઉપયોગ થાય છે.
  2. જેમાં MOET અથવા મલ્ટીપલ ઓવ્યુલેશન એમ્બ્રીઓ ટ્રાન્સફર ઉપયોગી છે.
  3. આ પ્રક્રિયામાં ગાયને અંતઃસ્ત્રાવોની સારવાર આપવામાં આવે છે. જેનાથી એક કરતા વધારે (6 થી 8) અંડકોષ ઉત્પન્ન થાય છે.
  4. પ્રાણીને સર્વશ્રેષ્ઠ આખલા સાથે કે કૃત્રિમ વીર્યસંચન દ્વારા સમાગમિત કરાય છે. સમાગમ બાદ ભૂણવિકાસ પામવાની શરૂઆત થાય છે.
  5. ભૂણ જ્યારે તેની અમુક અવસ્થાએ પહોંચે છે (8-32 કોષીય અવસ્થા) ત્યારે તેને સરોગેટ માતાના ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવામાં આવે છે.
  6. આ પદ્ધતિના સફળ પ્રયોગ ગાય, ભેંસ, ઘેટા વગેરે જેવા પ્રાણીઓમાં થયેલો છે.

પ્રશ્ન 7.
જર્મપ્લાઝમસંગ્રહ એટલે શું? તેના ફાયદાઓ શું છે?
ઉત્તર:

  1. પાકના દરેક જનીનના બધા જ અલીલનો સંગ્રહ કરવો તેને જર્મપ્લાઝમ સંગ્રહ કહે છે. અલીલને વૈકલ્પિકારક તરીકે પણ ઓળખવામાં આવે છે.
  2. વનસ્પતિ સંકરણમાં તે ખૂબ જ લાભદાયક છે.
  3. સંકરણ દરમિયાન ઇચ્છિત લક્ષણ પ્રાપ્ત કરવા જે તે જનીનની પસંદગી કરી તેને પિતૃછોડમાં સ્થળાંતરિત કરવામાં આવે છે.

પ્રશ્ન 8.
ઘઉંની સુધારેલી લાક્ષણિકતાઓનાં નામ આપો કે જેણે ભારતને હરિયાળી ક્રાંતિ સુધી પહોંચાડવામાં મદદ કરી.
ઉત્તર:
લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે :
(a) મધ્યમ કદની ઊંચાઈ
(b) ઝડપી ઉત્પાદન
(c) ઊંચી ઉત્પાદકતા
(d) રોગો સામે પ્રતિકારકતા દર્શાવવી.

પ્રશ્ન 9.
વનસ્પતિઓનાં કેટલાંક એવાં લક્ષણો જણાવો કે જે કીટક અને જંતુઓની ચેપગ્રસ્તતાને અવરોધતા હોય.
ઉત્તર:

  1. વનસ્પતિના હવાઈભાગોમાં રોમની સારી વૃદ્ધિ
  2. ફૂલોમાંથી પ્રાપ્ત થતા મધની ગેરહાજરી
  3. જંતુઓનો નાશ કરે તેવા રસાયણો ઉત્પન્ન કરવામાં સક્ષમ.

પ્રશ્ન 10.
વનસ્પતિકોષો પ્રાણીકોષોની સાપેક્ષમાં સરળતાથી in vitro પદ્ધતિ દ્વારા સંવર્ધિત થાય છે. શા માટે?
ઉત્તર:

  1. પ્રાણીકોષની સરખામણીમાં વાનસ્પતિક કોષનું ઇન-વિટ્રો પદ્ધતિ દ્વારા સંવર્ધન કરવું સહેલું છે કારણ કે એક વનસ્પતિ કોષ સમગ્ર છોડનું સર્જન કરવા માટે સક્ષમ હોય છે. આવી કાર્યક્ષમતાને ટોટીપોટેન્સી કહે છે.
  2. પ્રાણીકોષમાં તેની મર્યાદા હોયછે.

પ્રશ્ન 11.
સંવર્ધન માધ્યમ (પોષક માધ્યમ)ને ઉચ્ચ સમૃદ્ધ પ્રયોગશાળાકીય ભૂમિ’ કહેવાય છે. આ વિધાનની યથાર્થતા જણાવો.
ઉત્તર:

  1. સંવર્ધન માધ્યમ એ ઉચ્ચ સમૃદ્ધ પ્રયોગશાળાકીય ભૂમિ તરીકે ઓળખાય છે કારણ કે સંવર્ધન માધ્યમ સંવર્ધન કરવા માટેની બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે.
  2. કાર્બનના સ્રોત તરીકે સુક્રોઝ અને અકાર્બનિક ક્ષારો, વિટામિન, એમિનો ઍસિડ અને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો જેવા કે ઑક્ઝિન અને સાયટોકાઈનીન વગેરે હાજર હોય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 12.
નિર્વિભેદન અને વનસ્પતિ પેશીસંવર્ધન દ્વારા ઉચ્ચ સફળતા પ્રાપ્ત થવી, શું આ બંને વચ્ચે કોઈ સંબંધ છે?
ઉત્તર:

  1. હા, જ્યારે કોષ ભૃણીય અવસ્થામાં હોય છે ત્યારે તે વિભાજન પામે છે . અને વિભેદન પામી પેશીનું સર્જન કરે છે.
  2. માટે વિભેદીકરણ દ્વારા પ્રાપ્ત થયેલી પેશીમાં પેશીસંવર્ધન કરવાની સફળતા વધી જાય છે.

પ્રશ્ન 13.
“મને કોઈ વનસ્પતિનો એક જીવંતકોષ આપો અને હું તમને તે જ પ્રકારની વનસ્પતિઓના હજારો છોડ આપીશ.” શું આ માત્ર સુવિચાર છે કે તે વૈજ્ઞાનિક રીતે એક શક્ય ઘટના છે ? તમારી ટિપ્પણી લખો અને તેની યથાર્થતા ચકાસો.
ઉત્તર:

  1. આ ઘટના વૈજ્ઞાનિક રીતે શક્ય છે. એક જીવંત કોષમાંથી તેવી જ હજારો વનસ્પતિનો ઉછેર કરી શકાય છે જેને સૂક્ષ્મસંવર્ધન (માઇક્રો પ્રોપેગેશન) કહે છે.
  2. સૂક્ષ્મ સંવર્ધનમાં વનસ્પતિના કોઈ એક કોષનો ઉપયોગ કરી ઘણા બધા છોડવિકસાવી શકાય છે.
  3. બાગાયતવિદ્યામાં તેનો ખૂબ જ ઉપયોગ થાય છે.

પ્રશ્ન 14.
સંકર જાત અને જાતિ વચ્ચેનો ભેદ શું છે ? પ્રત્યેક કક્ષા માટેનું ઉદાહરણ આપો.
ઉત્તર:

  1. સંકર જાત એ વનસ્પતિ કે પ્રાણીઓનો એવો સમૂહ છે કે જેમાં તેઓ સમાન ઉત્પત્તિ, સ્વભાવ તેમજ બીજા ઘણાં લક્ષણો કે જે પ્રાણી કે વનસ્પતિને અન્યથી અલગ પાડે છે.
  2. દા.ત., અફગાન સેફર્ડ, અમેરિકન બુલડૉગ એ કૂતરાની સંકર જાતિ છે.
  3. જ્યારે જાતિ એ વર્ગીકરણનો એક વર્ગક છે. તે એવા પ્રાણીઓ કે વનસ્પતિનો સમૂહ છે કે જેમાં આંતર પ્રજનન થઈ શકતું હોય તેમજ ફળદ્રુપ સંતાન ઉત્પન્ન કરી શકે.

પ્રશ્ન 15.
પેશી-સંવર્ધન દ્વારા ઉછેરવામાં આવતી વનસ્પતિઓ ‘પિતૃ’ વનસ્પતિના ક્લોન્સ છે. આ વનસ્પતિઓની ઉપયોગિતાની ચર્ચા કરો.
ઉત્તર:

  1. પેશી સંવર્ધન દરમિયાન ઉછેરવામાં આવતા છોડ એ ખૂબ જ ઉપયોગી છે કારણ કે તે પિતૃવનસ્પતિના ક્લોન્સ હોય છે.
  2. જયારે પિતૃપેઢીના છોડની ઇચ્છનીય લાક્ષણિકતાઓ જાળવી રાખવાની હોય ત્યારે આ ખૂબ જ ઉપયોગી નીવડે છે.

પ્રશ્ન 16.
ભારત જેવા વિશાળ ભૌગોલિક વિસ્તારોમાં નવી વનસ્પતિઓની જાતિની કસોટીની અગત્યચર્યો.
ઉત્તર:

  1. જ્યારે કોઈ નવી જાતની વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે ત્યારે તેનું પરીક્ષણ ખૂબ જ જરૂરી છે.
  2. તેની યોગ્યતા તેમજ રોગપ્રતિકારકતાની ચકાસણી ખૂબ જ જરૂરી છે.
  3. આવા છોડોને ખેડૂત દ્વારા ખેતરમાં ઉગાડવામાં આવે છે તેમજ ફક્ત કોઈ એક વિસ્તારમાં નહીં પરંતુ વિવિધ પ્રકારની આબોહવા ધરાવતા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે.
  4. ચકાસણી પૂર્ણ થયા બાદ તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને પછી તેનું વિતરણ કરવામાં આવે છે.

પ્રશ્ન 17.
વનસ્પતિઓ માટે “તાણ’ શબ્દ વ્યાખ્યાયિત કરો. વનસ્પતિઓ દ્વારા દર્શાવાતા બે પ્રકારના તાણની ચર્ચા કરો.
ઉત્તર:

  1. એવું બાહ્યાકાર પરિબળ કે જે વનસ્પતિના વિકાસ, ઉત્પાદકતા, પ્રજનન ક્ષમતા પર નકારાત્મક રીતે અસર કરતું હોય.
  2. ક્ષારતા, ઊંચું તાપમાન, પાણીની અછત વગેરે તાણના ઉદાહરણ છે.

GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 18.
નૈસર્ગિક પસંદગી અને કૃત્રિમ પસંદગી વચ્ચેના ભેદની ચર્ચા કરો. બીજું (કૃત્રિમ પસંદગી) કઈ રીતે ઉવિકાસની પ્રક્રિયાને અસરકરશે?
ઉત્તર:

  1. કૃત્રિમ અથવા નૈસર્ગિક પસંદગી એ ક્રમશઃ તેમજ બિનપદ્ધતિસર પ્રક્રિયા છે. જેમાં જૈવિક લાક્ષણિકતાઓ એ મુખ્ય વસ્તી કરતા ઓછી સામ્યતા દર્શાવે છે.
  2. ઉત્ક્રાંતિ દરમિયાન તે મુખ્ય ભાગ ભજવે છે.
  3. કૃત્રિમ પસંદગીમાં માનવ દ્વારા વનસ્પતિ કે પ્રાણીના જૈવિક લક્ષણોની પસંદગી કરવામાં આવેછે.
  4. આ એક કૃત્રિમ પદ્ધતિ છે જેના દ્વારા ઉત્ક્રાંતિ ઉદ્દભવે છે.

પ્રશ્ન 19.
પ્રાણી-સંવર્ધનમાં શુદ્ધ જાતિનું નિર્માણ કેવી રીતે થાય છે, તેની ચર્ચા કરો.
ઉત્તર:

  1. જ્યારે કોઈ એક જ નસલના બે પ્રાણીઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો તેને અંતઃસંકરણ કહે છે. શુદ્ધ જાતો મેળવવા માટે 4થી 6 પેઢી સુધી અંતઃસંકરણ કરાવવું જરૂરી છે.
  2. તેના દ્વારા ઉચ્ચસ્થ જનીનોનો સંચય તેમજ અનિચ્છનીય જનીનોને દૂર કરી શકાય છે.

પ્રશ્ન 20.
કોષરસીય સંયોજન પ્રયોગમાં કોષના ભૌતિક અંતરાયો કયા છે? અંતરાયો કેવી રીતે દૂર કરી શકાય?
ઉત્તર:
કોષરસોના જોડાણમાં કોષદીવાલ એ મુખ્ય અવરોધ હોય છે. તેને દૂર કરવામાં સેલ્યુલેઝ અને પેક્ટિનેઝ ઉભેચક વપરાય છે.

પ્રશ્ન 21.
બાયોફોર્ટિફાઇડ્રેસ પાકનાં થોડાંક ઉદાહરણો આપો. સામાન્યતઃ તેઓ સમાજ માટે કેવી રીતે ફાયદાકારક છે તે જણાવો.
ઉત્તર:

  1. મકાઈ, ઘઉં, ચોખા તેમજ કઠોળની વિવિધ જાતો વગેરે બાયૉફોર્ટિફાઇડ પાકોનાં ઉદાહરણ છે.
  2. મકાઈમાં બમણા પ્રમાણમાં એમિનો ઍસિડ જોવા મળે છે. ફોર્ટિફાઈડ ઘઉંમાં પ્રોટીનનું ઊંચું પ્રમાણ જોવા મળે છે.
  3. આવા પોષકતત્ત્વોયુક્ત પાકોને આહારમાં લેવાથી સ્વાથ્યમાં સુધારો થાય છે તેમજ કુપોષણથી થતા રોગો સામે રક્ષણ મળે છે.

દીર્ઘજવાબી પ્રશ્નો

પ્રશ્ન 1.
તમે વનસ્પતિશાસ્ત્રીછો અને વનસ્પતિ સંવર્ધનના ક્ષેત્રમાં કાર્ય કરો છો. નવી જાતિને મુક્ત કરતાં પહેલાં તમે કયાં વિવિધ પગલાં લેશો તેની ચર્ચા કરો.
ઉત્તર:
વનસ્પતિ સંવર્ધનને લગતાં કાર્યો માટે નીચે મુજબનાં પગલાં લેવાં પડેઃ
જનીનિકરીતે ભિન્નતા ધરાવતી પાકસંવર્ધિત જાતિ માટેના તબક્કા નીચે પ્રમાણે છે:
(i) ભિન્નતાનું એકત્રીકરણ
(a) જનીનિક ભિન્નતા, સંવર્ધન કાર્યક્રમનો આધાર છે. ઘણા પાકોને જનીનિક ભિન્નતા તેમની જંગલી સંબંધિત પ્રજાતિમાંથી પ્રાપ્ત થઈ શકે છે.
(b) તેમાં વિવિધ પ્રકારની જંગલી જાતિઓ, પ્રજાતિઓ અને સંવર્ધિત જાતિઓનું એકત્રીકરણ અને સંકરણ એ પૂર્વ જરૂરિયાત છે.
(c) કોઈ પાકમાં જોવા મળતા બધા જનીનોના વિવિધ વૈકલ્પિક કારકો (alleles)ના સંગ્રહણને જનનરસ સંગ્રહણ (germplasm collection) કહે છે.

(ii) મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગીઃ
(a) જનનરસનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેથી ઇચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓને ઓળખી શકાય.
(b) આ રીતે પસંદગી કરેલ વનસ્પતિઓનું બહુગુણન કરી, તેમનો ઉપયોગ સંકરણ માટે કરવામાં આવે છે. આ પ્રકારે જ્યાં ઇચ્છનીય અને શક્ય હોય ત્યાં શુદ્ધ સંતતિ ઉત્પન્ન કરી શકાય છે.

(iii) પસંદ કરેલપિતૃઓ વચ્ચેપર-સંકરણ
(a)ઘણી વાર ઇચ્છિત લક્ષણોનો સમન્વય બે ભિન્ન પિતૃઓ (વનસ્પતિ)ના ઉપયોગ દ્વારા મેળવવામાં આવે છે.
(b) જેમ કે, એક પિતૃ ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવે છે અને બીજો પિતૃકે જે રોગપ્રતિકારકતા ધરાવે છે. આ બે પિતૃઓના સંકરણથી સંકરજાતિ પેદા કરી શકાય છે.
(c) આ ખૂબ જ કંટાળાજનક અને સમય વેડફતી પ્રક્રિયા છે કારણ કે તેમાં ઇચ્છિત નર પિતૃમાંથી પરાગરજ પસંદ કરી એકત્ર કરાય છે અને પસંદ કરેલ માદા વનસ્પતિમાં પરાગાસન પર સ્થાપિત કરાય છે.
(d) એવું પણ જરૂરી નથી કે સંકરણમાં ઇચ્છિત લક્ષણોનું જ જોડાણ થાય છે. આવા હજારો સંકરણ પૈકી કોઈ એકમાં જ આવો ઇચ્છનીય સમન્વય જોવા મળે છે.

(iv) ઉચ્ચ પુનઃ સંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ
(a) આ તબક્કામાં સંકરણ દ્વારા સર્જાયેલ સંતતિઓમાંથી ઇચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓની પસંદગી કરવામાં આવેછે.
(b) સંકરણના ઉદેશની પ્રાપ્તિ માટે પસંદગીની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તેમાં સંતતિનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન કરવામાં આવેછે.
(c) આ તબક્કાના પરિણામરૂપે એવી વનસ્પતિઓ પ્રાપ્ત થાય છે જે બંને પિતૃઓ કરતાં શ્રેષ્ઠ હોય છે.
(d) કેટલીક પેઢીઓ સુધી તેઓનાં સ્વપરાગનયન કરાવવામાં આવે છે કે જ્યાં સુધી સમરૂપકતા પ્રાપ્ત ન થાય (સમયુગ્મતા) જેથી સંતતિઓમાં તેઓને આ લક્ષણોનું વિશ્લેષણ ન થાય.

(v) નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ:
(a) નવી પસંદ કરેલ જાતિઓના વંશક્રમોનું તેમનાં ઉત્પાદન અને અન્ય ગુણવત્તાસભર પાકની પેદાશો, રોગપ્રતિકારકતા વગેરે માટે મૂલ્યાંકન કરવામાં આવે છે.
(b) તેમના મૂલ્યાંકન માટે તેમને સંશોધનક્ષેત્રો (ખેતરો)માં ઉગાડવામાં આવે છે અને તે દરમિયાન યોગ્ય ખાતર, સિંચાઈ અને અન્ય પાક જાળવણી હેઠળ તેમના વિકાસની નોંધણી કરવામાં આવે છે.
(C) સંશોધનક્ષેત્રોમાં તેના મૂલ્યાંકન બાદ વનસ્પતિઓનું પરીક્ષણ દેશનાં વિવિધ સ્થાનોએ ખેડૂતના ખેતરોમાં ઓછામાં ઓછી ત્રણ ઋતુઓ સુધી કરવામાં આવે છે.
(d) જ્યાં પાક ઉછેરી શકાય તેવા બધા જ કૃષિ આબોહવાકીય સ્થાનોએ તેમને હંમેશાં ઉછેરવામાં આવે છે.
(e) આ રીતે મળતા પાકની તુલના ત્યાંના શ્રેષ્ઠ સ્થાનિક પાક સાથે કરવામાં આવે છે. જેના માટે ચકાસણી કે તેના સંવર્ધકનો સંદર્ભ લેવાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 2.
(a) અનાજ છોડીને માંસને આહાર તરીકે ઉપયોગમાં લેવાતા, ધાન્યોનીમાંગવધેછે. શા માટે?
(b) એક 250 kgની ગાય દૈનિક 200 g પ્રોટીનનું નિર્માણ કરે છે, પરંતુ 250 g મિથાઇલોફિલસમિથાયલોટ્રોક્સ 25 ટન પ્રોટીનનું નિર્માણ કરે છે. સંશોધનની ઉભરતી આ શાખાનું નામ આપો. તેના ફાયદા સમજાવો.
ઉત્તર:

  • (a) અનાજની જગ્યાએ જો માંસનો આહાર તરીકે ઉપયોગ કરવામાં આવે તો અનાજની માંગ વધે છે. કારણ કે પ્રાણીઉછેરમાં 1 કિલો માંસ માટે 3થી 10 કિલો અનાજનાપાકોની જરૂર પડે છે.
  • (b) આ સંશોધન એકકોષ પ્રોટીનને સંબંધિત છે.
  • પ્રોટીનના સારા સ્રોત માટે સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉછેર કરવામાં આવેછે.
  • સ્પાયરુલિના એ સહેલાઈથી ઉછેરી શકાય છે.
  • જે ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન ઉત્પાદન કરે છે.
  • આવી પ્રક્રિયાથી વાતાવરણનું પ્રદૂષણ ઓછું કરી શકાય છે.

પ્રશ્ન 3.
પાક-સુધારણા પ્રોગ્રામમાં વનસ્પતિ-ઉછેરની પરંપરાગત પદ્ધતિઓ કરતાં પેશી-સંવર્ધનના ફાયદાશું છે?
ઉત્તર:

  1. ઓછા સમયમાં વધુ ઉત્પાદકતા.
  2. સંવર્ધનમાં લેવામાં આવતા બધા જ કોષો વનસ્પતિના કોઈ એક જ ભાગમાંથી (એક્સપ્લાન્ટ) લેવામાં આવે છે જેનાથી બધી જ વનસ્પતિઓનો જનીન પ્રકાર સરખો જ રહે છે અને નકલ અથવા “ક્લોન” તરીકે વર્તે છે.
  3. સંવર્ધન દ્વારા વનસ્પતિને વધુ તાણક્ષમ બનાવી શકાય છે.
  4. ઊંચી રોગપ્રતિકારકતા મેળવી શકાય છે.
  5. અમુક વનસ્પતિમાં ભૂણ લાંબા સમય સુધી જીવિત રહી શકતો નથી. તેવી વનસ્પતિમાં પેશી સંવર્ધન ખૂબ જ ઉપયોગી નીવડેછે.

પ્રશ્ન 4.
“વનસ્પતિઓ અને પ્રાણીઓનાં સંવર્ધનની આધુનિક પદ્ધતિના ઉપયોગદ્વારા વૈશ્વિક અન્ન-સમસ્યાને નાબૂદ કરી શકાય છે.” આ વિધાનની યોગ્યઉદાહરણ દ્વારા સમજૂતી આપો.
ઉત્તર:

  1. વધતી જતી વસ્તીને લીધે ખોરાકની વધુ ઉત્પાદકતા ખૂબ જ જરૂરી છે.
  2. પશુપાલન અને વનસ્પતિ સંવર્ધનમાં આવી અદ્યતન પદ્ધતિઓ ખૂબ જ ઉપયોગી નીવડી છે.
  3. તેમજ ખોરાકની ઉત્પાદકતામાં વધારો થયો છે. આવી અદ્યતન પદ્ધતિમાં ભૂણ સ્થળાંતરિત તફનીક અને પેશી સંવર્ધનનો સમાવેશ થાય છે.
  4. ગાય, ભેંસ, ઘેટાં, સસલા જેવાં પ્રાણીઓમાં MOET જેવી તકનીક ખૂબ જ ઉપયોગી છે.
  5. ઊંચી દૂધ ઉત્પાદકતા તેમજ સારી ગુણવત્તાવાળી ગાયો ઉછેરવામાં આવી છે.
  6. સારી ગુણવત્તાવાળું માંસ ધરાવતાં પ્રાણીઓ ઉછેરવામાં આવ્યા છે. જે આર્થિક રીતે ખૂબ જ ઉપયોગી છે.

પ્રશ્ન 5.
શું મધમાખી-ઉછેર ખેડૂતોને ઘણાબધા ફાયદાઓ આપે છે ? જો તે વ્યાપારિક રીતે પુષ્ય સંવર્ધનનાં નજીકનાં સ્થળે હોય તો તેનાથી થતા ફાયદાઓની નોંધતૈયાર કરો.
ઉત્તર:

  1. હા, મધમાખી ઉછેર ખેડૂતોને ખૂબ જ ફાયદા કરાવી શકે છે. જે નીચે પ્રમાણે છે:
  2. મધમાખી ઉછેર દ્વારા સારા પ્રમાણમાં મધ મેળવી શકાય છે.
  3. તે દેહધાર્મિક રીતે શરીરમાં દવાનું કાર્ય કરે છે.
  4. મધમાખી દ્વારા બનાવવામાં આવતું મીણ સૌંદર્ય પ્રસાધનની બનાવટમાં વપરાય છે જેથી આર્થિક રીતે ઉપયોગી છે.
  5. જો મધમાખી ઉછેર ફૂલોની ખેતી થતી હોય તેવા વિસ્તારની નજીક કરવામાં આવે તો પણ ઘણા ફાયદા થાય છે. જેવા કે,
    (a) પરાગનયનમાં ઉપયોગી છે.
    (b) પાક ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે તેમજ મધના ઉત્પાદનમાં પણ વધારો થાય છે.

પ્રશ્ન 6.
(a) વનસ્પતિ સંવર્ધન માટે વિકૃતિ ફાયદાકારક છે. ઉદાહરણ સહિતઆ વિધાનની યથાર્થતાદર્શાવો.
(b) ટેક્નોલોજી જે આપણને અન્ન-ઉત્પાદન માટે આત્મનિર્ભર બનાવે છે તેની ટૂંકમાં ચર્ચા કરો.
ઉત્તર:

  • (a) ગામાકિરણો તેમજ વિવિધ પ્રકારનાં રસાયણોની મદદથી વનસ્પતિમાં કૃત્રિમ રીતે વિકૃતિ ઉત્પન્ન કરી શકાય છે.
  • આવા ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિઓ સંવર્ધનના સારા સ્રોત તરીકે વર્તે છે.
  • આ પ્રક્રિયાને વિકૃતિ સંવર્ધન કહે છે. મગમાં આ પદ્ધતિથી ઊંચી રોગપ્રતિકારકતા પ્રાપ્ત કરી શકાઈ છે.
  • (b) પરંપરાગત રીતે થતી ખેતીમાં થતું ઉત્પાદન મર્યાદિત હોય છે. જો જમીનનો વિસ્તાર વધુ હોય ત્યારે વધુ ઉત્પાદન મેળવી શકાય છે પરંતુ તેની પણ એક મર્યાદા હોય છે.
  • વનસ્પતિ સંવર્ધન તફનીક દ્વારા આવી મર્યાદાનો અંત લાવી શકાય છે તેમજ ઊંચી ઉત્પાદકતા મેળવી શકાય છે.
  • વનસ્પતિ સંવર્ધન દ્વારા ઊંચી ઉત્પાદકતા અને સારી ગુણવત્તાવાળા પાક મેળવી શકાય છે.
  • આ તકનીકે હરિયાળી ક્રાંતિને વેગ આપ્યો છે જેનાથી દેશ-વિદેશ પાકોની નિકાસ વધી છે અને આર્થિક રીતે ફાયદો થયો છે.

GSEB Solutions Class 12 Biology Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 7.
વનસ્પતિ પ્રસર્જન (પ્રજનન) અને સુધારણા માટે વનસ્પતિકોષની પૂર્ણક્ષમતાનો ગુણ કેવી રીતે ઉપયોગી બને છે? તેની ચર્ચા કરો.
ઉત્તર:

  1. વનસ્પતિકોષનો પૂર્ણક્ષમતાનો ગુણધર્મ વનસ્પતિ પ્રસર્જન (પ્રજનન) અને સુધારણામાં ખુબ જ ઉપયોગી છે.
  2. તેના દ્વારા રોગિષ્ટ વનસ્પતિમાંથી રોગમુક્ત વનસ્પતિ તૈયાર કરી શકાય છે જેમાં તેની વર્ધનશીલ પેશીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ઇનવિટ્રો તકનીકનો ઉપયોગ થાય છે.
  3. કેળા અને શેરડીમાં આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે તેમજ આવી વનસ્પતિનું મોટા પાયે ઉત્પાદન કરી શકાય છે.

પ્રશ્ન 8.
અન-ઉત્પાદનમાં વધારો કરવાના ત્રણ વિકલ્પો કયા છે?પ્રત્યેકનાં લક્ષણો જણાવી, તેમના ફાયદા અને ગેરફાયદાઓની ચર્ચા કરો.
ઉત્તર:
અન્ન-ઉત્પાદકતા વધારવા માટે ત્રણ પ્રકારના વિકલ્પો ઉપયોગી છે:
(a) એકકોષ પ્રોટીનઃ આ પદ્ધતિમાં સૂક્ષ્મ જીવોનો મોટા પાયે ઉછેર કરવામાં આવે છે. દા.ત., સ્પાયલિના એ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીનનું ઉત્પાદન કરે છે.

  1. ફાયદા: આ પદ્ધતિમાં કાર્બનિક કચરાનો ઉપયોગ થવાથી પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી શકાય છે.
  2. તે પ્રોટીનસભર આહાર બનાવવામાં ઉપયોગી છે.
  3. ગેરફાયદાઃ ઘણી વખત આવા ખોરાકના ઉપયોગથી ઍલર્જી થવાનું પ્રમાણ વધી જાય છે.
  4. ઘણા સૂક્ષ્મજીવો ઝેરી રસાયણો ઉત્પન્ન કરતા હોય છે જે માનવ માટે હાનિકારક છે.
  5. (b) બાયોફોર્ટિફિકેશન : આ પદ્ધતિ દ્વારા પાકોમાં વિટામિન અને ખનીજ તત્ત્વોનું પ્રમાણ વધારી શકાય છે.
  6. ફાયદાઃ આ પદ્ધતિ દ્વારા ઓછી જમીનમાં પણ પાકની ઉત્પાદકતા વધારી શકાય છે. તેમજ આરોગ્યને ફાયદાકારક તત્ત્વોનો વધારો કરી શકાય છે.
  7. ગેરફાયદા : આ પદ્ધતિ પ્રયોજન માટે આર્થિક સહાય ખૂબ જ અગત્યની છે.
  8. ઉત્પાદન થયેલા પાકોના સ્થળાંતર માટે તેમજ તેના માટેની પૂર્વ જરૂરિયાતો ખર્ચાળ છે.
  9. (c) પેશી સંવર્ધન : આ પદ્ધતિ દ્વારા વનસ્પતિના કોઈ પણ ભાગનો ઉપયોગ કરી ઇન-વિટ્રો તક્નીકની મદદથી સમગ્ર વનસ્પતિ સર્જી શકાય છે.
  10. ફાયદાઃ ઓછા સમયમાં વધુ વનસ્પતિઓ ઉછેરી શકાય છે.
  11. રોગપ્રતિકારકતા વધારી શકાય છે.
  12. બીજરહિત વનસ્પતિઓનો ઉછેર કરી શકાય છે.
  13. લિંગી પ્રજનન ન દર્શાવતી વનસ્પતિઓની સંખ્યા દૈહિક સંકરણ દ્વારા વધારી શકાય છે.
  14. ગેરફાયદા આ પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ છે.
  15. તેના માટે અદ્યતન તકનીકો ધરાવતી પ્રયોગશાળા જરૂરી છે.
  16. તેના માટે કોઈ નિપુણ વ્યક્તિની આવશ્યકતા રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *