Class 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર

Class 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર Textbook Questions and Answers

આભાર સ્વાધ્યાય

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :

પ્રશ્ન 1.
ઘરમાં થોડું આકાશ લઈને કોણ આવે છે?
(A) કબૂતર, કપોત, ચકલી
(B) કપોત, કોયલ, પોપટ
(C) ઘુવડ, મોર
(D) કાબર, હોલા, કાગડો
ઉત્તરઃ
(A) કબૂતર, કપોત, ચકલી

Class 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર

પ્રશ્ન 2.
ભીંતની તિરાડમાંથી કોણ બહાર આવે છે?
(A) તૃણ (ઘાસ)
(B) ચકલી
(C) માણસ
(D) પ્લાસ્ટિકનાં ફૂલો
ઉત્તરઃ
(A) તૃણ (ઘાસ)

પ્રશ્ન 3.
કવિને શું ગમે છે?
(A) છોડ ઉપર પ્લાસ્ટિકનાં ફૂલો ઊઘડે છે તે
(B) મૂંડાંમાં પ્લાસ્ટિકનાં ફૂલો ઊઘડે છે તે
(C) માટીમાં વનનાં આદિમ મૂળો રહેલાં છે તે
(D) સાચાં ફૂલો ઊઘડે છે તે
ઉત્તરઃ
(C) માટીમાં વનનાં આદિમ મૂળો રહેલાં છે તે

પ્રશ્ન 4.
“આભાર” કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
(A) સૉનેટ
(B) ગઝલ
(C) ઊર્મિકાવ્ય
(D) પદ

Class 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
‘અમો સૌનાં ઋણી’ – એવું કવિ શા માટે કહે છે?
ઉત્તર :
“અમો સૌનાં કણી’ પંક્તિમાં આભારનો ભાવ જોવા મળે છે.

પ્રશ્ન 2.
અમે આકાશ તરફ શું ચણી લીધું છે?
ઉત્તર:
અમે આકાશ તરફ ભીંત ચણી લીધી છે. એમ કરીને અમે કુદરતથી મોં ફેરવી લીધું છે.

પ્રશ્ન 3.
ભીંતમાંથી પૂછ્યા વગર શું નીકળે છે?
ઉત્તર :
ભીંતમાંથી પૂછ્યા વગર ઘાસનું તણખલું બહાર નીકળે છે. કુદરતે તેનો મહિમા ગુમાવ્યો નથી.

3. નીચેના પ્રશ્નનો છ-સાત વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
આ કાવ્યમાં જોવા મળતો પ્રકૃતિપ્રેમ તમારા શબ્દોમાં લખો.
ઉત્તર:
“આભાર’ કાવ્યમાં કવિએ પ્રકૃતિપ્રેમ દર્શાવ્યો છે. માનવજાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો મહિમા હજી ગુમાવ્યો નથી. હજી પણ ઘરમાં કબૂતર, હોલા, ચકલીઓ આવે છે; માળા બનાવવા તણખલાં લઈ આવે છે. રસોડામાં તેમનાં પીંછાં પણ ખરે છે. ભીંતની તિરાડમાંથી ઘાસ ઊગે છે. માટીએ તેનામાં હજી આદિકાળનાં મૂળ સાચવી રાખ્યાં છે; એટલે જ વાડે-છોડે પ્લાસ્ટિકનાં ફૂલો ઊઘડતાં નથી.

Class 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર

Std 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર Additional Important Questions and Answers

આભાર પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ઘરમાં કયાં કયાં પક્ષીઓ ઊડતાં ઊડતાં આવે છે? તેઓ શું કરે છે?
ઉત્તર :
ઘરમાં કબૂતર, હોલા, ચકલીઓ ઊડતાં ઊડતાં આવે છે. તેઓ ઘરમાં માળા બાંધે છે.

પ્રશ્ન 2.
“અમો સૌનાં કણી” એવું કવિ શા માટે કહે છે?
ઉત્તરઃ
“અમો સૌનાં ઋણી” એવું કવિ કહે છે, કારણ કે આકાશ ભણી પીઠ કરવા ભીંત ચણી હોવા છતાં કબૂતર, ચકલીઓ તેમના ઘરમાં આવીને માળા બાંધે છે. એ બહાને થોડું ગગન તેઓ ઘરમાં લઈ આવે છે.

પ્રશ્ન 3.
કવિ કોનો આભાર માને છે? કેમ?
ઉત્તરઃ
કવિ પ્રકૃતિનો આભાર માને છે, કેમ કે પ્રકૃતિએ તેના ગુણધર્મો હજી જાળવી રાખ્યા છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
કોણે હજી પોતાના ગુણધર્મો જાળવી રાખ્યા છે?
ઉત્તર :
પ્રકૃતિએ હજી પોતાના ગુણધર્મો જાળવી રાખ્યા છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર

આભાર વ્યાકરણ
1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:

પ્રશ્ન 1.
આકાશ
(અ) ગગન
(બ) ભૂરું
(ક) પાતાળ
ઉત્તરઃ
(અ) ગગન

પ્રશ્ન 2.
તૃણ
(અ) તણખલું
(બ) ઘાસ
(ક) ત્રણ
ઉત્તરઃ
(બ) ઘાસ

પ્રશ્ન 3.
ઋણી
(અ) આભારી
(બ) માફી
(ક) પાણી
ઉત્તરઃ
(અ) આભારી

Class 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:

પ્રશ્ન 1.
લીલી
(અ) ધોળી
(બ) સૂકી
(ક) ધરતી
ઉત્તરઃ
(બ) સૂકી

પ્રશ્ન 2.
ભીતર
(અ) બહાર
(બ) ભય
(ક) ભીંત
ઉત્તર :
(અ) બહાર

પ્રશ્ન 3.
ભલું
(અ) સારું
(બ) બૂરું
(ક) નબળું
ઉત્તર :
(બ) બૂરું

Class 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર

3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો :

પ્રશ્ન 1.
(અ) ભીંત
(બ) તુણ
(ક) મહીમા
ઉત્તર :
(અ) ભીંત

પ્રશ્ન 2.
(અ) પીસાં
(બ) પીંછાં
(ક) પિછાં
ઉત્તર :
(બ) પીંછાં

4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ
કબૂતર, ભીંત, ફૂલ, શિર, ઘર, આકાશ
ઉત્તર :
આકાશ, કબૂતર, ઘર, ફૂલ, ભીંત, શિર

Class 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર

5. લિંગ શબ્દ ઓળખાવોઃ

પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) આકાશ
(બ) કપોત
(ક) પીઠ
ઉત્તરઃ
(બ) કપોત

પ્રશ્ન 2.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) તૃણ
(બ) ભીંત
(ક) ચકલી
ઉત્તરઃ
(અ) તૃણ

6. અનુગ શોધો :

પ્રશ્ન 1.
તેઓ ઘરમાં નભે છે.
ઉત્તરઃ
માં

Class 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર

પ્રશ્ન 2.
અમે નભીએ છીએ.
ઉત્તરઃ

આભાર Summary in Gujarati

આભાર કાવ્ય-પરિચય
નટવરલાલ કુબેરદાસ પંડ્યા “ઉશનસ્’ (જન્મ : 28-12-1920, મૃત્યુ : 06-11-2011)

આ સૉનેટ કાવ્યમાં કવિ કહે છે કે માનવજાતે તેનું પ્રકૃતિ તરફનું વલણ બદલ્યું છે, પરંતુ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. આજે પણ પક્ષીઓ ઘરમાં આવે છે, કલરવ કરે છે, માળા બાંધે છે. ભીંતની તિરાડમાંથી ઘાસ ઊગે છે. તે માટે આ કાવ્યમાં કવિ કુદરતનો આભાર માને છે.

કાવ્યની અંતિમ બે પંક્તિઓમાં ચોટ લગાવતાં કવિ કહે છે કે માટીએ તેનામાં હજી આદિકાળનાં મૂળ સાચવી રાખ્યાં છે, તેથી વાડ-છોડે પ્લાસ્ટિકનાં ફૂલો ઊઘડતાં નથી.

કવિનો સંદેશો છે: પ્રકૃતિનું રક્ષણ કરો.

[In this sonnet the poet says that man has changed his attitude towards the nature, but nature has preserved its qualities. Even today, birds come in our houses, chirp, build their nests, Grass grows from the crack of the wall. In this poem, the poet thanks the nature for that.

In the last two lines of the poem, the poet blows saying that soil has preserved original roots, so plastic flowers do not blossom from the yard plants.

Class 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર

The message of the poem is : Protect the nature.]

કાવ્યની સમજૂતી
અમે તો ભીંત ચણીને આકાશો તરફ પીઠ કરી હતી. પણ સારું છે કે હજી પણ અમારા ઘરમાં ઊડતાં ઊડતાં ખૂબ અંદર આવીને કબૂતર, હોલા, ચકલીઓ માળા ગૂંથે છે.

(We had turned our back towards the skies, by building a wall. But it is good that till today, doves and sparrows come flying in our house [T and build nest.]

એ બહાને (તેઓ) થોડું ગગન ઘરમાં લઈ આવે છે. અમે એમનાં ઋણી છીએ. તેઓ ઘરમાં નભે છે, તેથી અમે નભીએ છીએ. હજી સારું છે કે રસોડામાં માથા ઉપર તણખલાં, ઝીણી ચીંચી ટહુકા (અને) સા મલમલી પીંછાઓ ખરતાં રહે (છે).

[Due to that reason they bring some sky in the house. We are grateful to them. They live in I have b the house and so we live. It is good that on the I do not head straws, sharp chirping and smooth feathers drop in the kitchen.]

હજીયે વનની લીલી પરીકથા કહેવા માટે પર્ણ ખરીને દૂરથી મારા મનમાં આવે છે. હજી સારું છે કે ભીંતની તિરાડમાંથી માથું ઊંચકીને પૂછ્યા વિના ઘાસનું તણખલું “ફુક્ક’ કરીને નીકળે છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર

[To tell a fairy tale of the green wood, a leaf comes to my mind. It is till good that a straw of grass comes out from the crack of a wall saying ‘Fukka’ without asking.)

સારું છે કે માટીમાં હજી વનનાં આદિકાળનાં મૂળો સચવાઈ રહ્યાં છે, જેથી વાડા-છોડે પ્લાસ્ટિકનાં ફૂલો ઊઘડતાં નથી.

[It is good that original roots of the jungle have been preserved in the soil, so plastic flowers do not blossom from the yard-plants.)

આભાર શબ્દાર્થ (Meanings)

  • આકાશો – ગગનો; skies.
  • પીઠ – વાસો; back.
  • ભીંત – દીવાલ; wall.
  • ચણવું – બાંધવું; to construct.
  • કપોત – હોલો, કબૂતર; dove.
  • મિષ – બહાનું; reason.
  • ઋણી – આભારી; grateful.
  • તણખલાં – તરણું; straw
  • પીંછાઓ – પીંછાં; feathers.
  • પરણ – પર્ણ; leaf.
  • તરડ- તિરાડ; crack.
  • તૃણ – ઘાસ; grass.
  • ભલું સારું; good. Class 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર
  • આદિમ – આદિકાળનું, આદ્યકાળનું, જૂનું; old.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *