GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ

This GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ covers all the important topics and concepts as mentioned in the chapter.

પૃષ્ઠફળ અને ઘનફળ Class 9 GSEB Notes

→ લંબઘન (cuboid) અને સમઘન(cube)નાં પૃષ્ઠફળઃ ઘણા બધા સમાન આકાર અને કદના લંબચોરસ કાગળના પૂંઠામાંથી કાપી અને તેની લંબરૂપે થપ્પી કરવાથી લંબઘન મળે. લંબઘન એ છે લંબચોરસ પ્રદેશવાળા પૃષ્ઠ(સપાટી)થી બનેલો ઘન પદાર્થ છે.

→ લંબઘનનું પૃષ્ઠફળ = 2 (lb + bh + hl); જ્યાં l, b અને h લંબઘનની ત્રણ ધાર (Edges) છે. બીજા શબ્દોમાં l, b અને h અનુક્રમે લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે.

→ જે લંબઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય તે લંબઘનને સમઘન કહેવાય.

→ a ધારવાળા સમઘનનું પૃષ્ઠફળ = 6a2

→ લંબઘન તથા સમઘનમાં પાયા અને મથાળા સિવાયનાં ચાર પૃષ્ઠોને પાર્થપૃષ્ઠો (Lateral Surfaces) કહેવાય છે.

→ લંબઘનનાં પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ = 2h (l + b)
= ઊંચાઈ × પાયાની પરિમિતિ

→ સમઘનનાં પાર્થપૃષ્ઠોનું ક્ષેત્રફળ = 4a2

→ 1 મી = 10,000 સેમી2

→ 1 હેક્ટર = 10,000 મી2

GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ

ઉદાહરણ : 1.
એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 25 સેમી, 20 સેમી અને 10 સેમી છે, તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો.
ઉત્તર:
આપેલ લંબઘન માટે લંબાઈ = 25 સેમી, પહોળાઈ b = 20 સેમી અને ઊંચાઈ h = 10 સેમી.
લંબઘનનું કુલ પૃષ્ઠફળ = 2 (lb + bh + hl)
= 2 (25 × 20 + 20 × 10 + 10 × 25) સેમી2
= 2 (500 + 200 + 250) સેમી2
= 2 (950) સેમી2
= 1900 સેમી2

ઉદાહરણ : 2.
એક સમઘનની ધાર 16 સેમી છે, તો તેનું પૃષ્ઠફળ શોધો.
ઉત્તર:
આપેલ સમઘન માટે ધાર વ = 16 સેમી
સમઘનનું પૃષ્ઠફળ = 6a2
= 6 (16)2 સેમી2
= 6 × 256 સેમી2
= 1536 સેમી2

ઉદાહરણ : ૩.
પતરાંની બે પેટી છે. લંબઘન પેટીની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 30 સેમી, 25 સેમી અને 20 સેમી છે, જ્યારે સમઘન પેટીની ધાર 25 સેમી છે. કઈ પેટી બનાવવામાં કેટલા સેમી પતરું વધારે વપરાય તે શોધો.
ઉત્તર:
લંબઘન પેટી માટે લંબાઈ l = 30 સેમી, પહોળાઈ b = 25 સેમી અને ઊંચાઈ h = 20 સેમી.
સમઘન પેટીની ધાર a = 25 સેમી

લંબઘન પેટીમાં વપરાતા પતરાંનું ક્ષેત્રફળ
= લંબઘનનું પૃષ્ઠફળ
= 2 (lb + bh + hl)
= 2 (30 × 25 + 25 × 20 + 20 × 30) સેમી2
= 2 (750 + 500 + 600) સેમી2
= 2 (1850) સેમી2
= 3700 સેમી2

સમઘન પેટીમાં વપરાતા પતરાંનું ક્ષેત્રફળ = સમઘનનું પૃષ્ઠફળ
= 6a2
= 6 (25)2 સેમી2
= 6 (625) સેમી2
= 3750 સેમી2
આમ, સમઘન પેટીમાં 3750 સેમી2 પતરું અને લંબઘન પેટીમાં 3700 સેમી2 પતરું વપરાય.
આથી સમઘન પેટી બનાવવામાં 3750 – 3700 = 50 સેમી2 પતરું વધારે વપરાય.

ઉદાહરણ : 4.
એક લંબઘન ટાંકી 2 મી લાંબી, 1 મી પહોળી અને 80 સેમી ઊંચી છે. તેની તળિયા સિવાયની બાકીની પાંચ સપાટીઓ પર 20 સેમી × 20 સેમીના ટાઈલ્સ જડવાના છે, તો કેટલા ટાઇલ્સ જોઈશે તે શોધો.
ઉત્તર:
લંબઘન ટાંકી માટે લંબાઈ l = 2 મી = 200 સેમી, પહોળાઈ b = 1 મી = 100 સેમી અને ઊંચાઈ h = 80 સેમી. જે સપાટીઓ પર ટાઇલ્સ જડવાના છે તે પૈકી બે સપાટીઓ લંબાઈ અને ઊંચાઈથી, બે સપાટીએ પહોળાઈ અને ઊંચાઈથી તથા એક સપાટી લંબાઈ અને પહોળાઈથી સીમિત થાય. એક ચોરસ ટાઇલનું ક્ષેત્રફળ = 20 × 20 સેમી2

લંબાઈ અને ઊંચાઈથી સીમિત સપાટીનું ક્ષેત્રફળ
= 200 × 80 સેમી2

પહોળાઈ અને ઊંચાઈથી સીમિત સપાટીનું ક્ષેત્રફળ
= 100 × 80 સેમી2

લંબાઈ અને પહોળાઈથી સીમિત સપાટીનું ક્ષેત્રફળ
= 200 × 100 સેમી2

લંબાઈ અને ઊંચાઈથી સીમિત 2 સપાટી માટે જરૂરી ટાઇલ્સ
= 2 × \(\frac{200 \times 80}{20 \times 20}\)
= 2 × \(\frac{200}{20} \times \frac{80}{20}\)
= 2 × 10 × 4 = 80

∴ પહોળાઈ અને ઊંચાઈથી સીમિત 2 સપાટી માટે જરૂરી ટાઇલ્સ
= 2 × \(\frac{100 \times 80}{20 \times 20}\)
= 2 × \(\frac{100}{20} \times \frac{80}{20}\)
= 2 × 5 × 4 = 40

∴ લંબાઈ અને પહોળાઈથી સીમિત 1 સપાટી માટે જરૂરી ટાઇલ્સ
= \(\frac{200 \times 100}{20 \times 20}=\frac{200}{20} \times \frac{100}{20}\) = 10 × 5 = 50

આમ, કુલ જરૂરી ટાઇલ્સની સંખ્યા = 80 + 40 + 50 = 170

→ લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ: ઘણા બધા સમાન કદના વર્તુળાકાર કાગળના પૂંઠામાંથી કાપી અને તેની લંબરૂપે થપ્પી કરવાથી લંબવૃત્તીય નળાકાર (Right circular cylinder) મળે. જો કાગળનો આકાર વર્તુળ ન હોય અથવા તેમને લંબરૂપે ગોઠવવામાં ન આવે, તો લંબવૃત્તીય નળાકાર ન મળે. આપણે ફક્ત લંબવૃત્તીય નળાકારનો જ અભ્યાસ કરવાનો હોવાથી જો ઉલ્લેખ ના કરેલ હોય, તો નળાકાર શબ્દનો અર્થ લંબવૃત્તીય નળાકાર કરીશું.

→ નળાકારની સપાટીઓમાં તેની વક્ર સપાટી તથા તળિયા અને મથાળાની બે વર્તુળાકાર સમતલીય સપાટીનો સમાવેશ થાય. નળાકારના તળિયા અને પાયાની સમાન ત્રિજ્યાને નળાકારની ત્રિજ્યા પણ કહે છે. આમ, નળાકારની ત્રિજ્યા એટલે નળાકારના પાયાની ત્રિજ્યા તેમ સમજવું.

→ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ = 2πrh
અહીં, r = નળાકારની ત્રિજ્યા; h = નળાકારની ઊંચાઈ

GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ

→ નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ = πdh
જ્યાં, d = નળાકારનો વ્યાસ = 2r

→ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ = પાયાનો પરિઘ × ઊંચાઈ

→ નળાકારનું કુલ પૃષ્ઠફળ = 2π(r + h)

→ 11 એ અસંમેય સંખ્યા છે. πની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત્ત હોય છે. પરંતુ, આપણે ગણતરીમાં તેની લગભગ કિંમત છે અથવા 3.14નો ઉપયોગ કરીશું.

નોંધઃ સમગ્ર પ્રકરણમાં અન્ય ઉલ્લેખ ન હોય, તો ની કિંમત \(\frac{22}{7}\) લેવી.

ઉદાહરણ : 1.
એક નળાકારની ત્રિજ્યા 28 સેમી અને ઊંચાઈ 90 સેમી છે, કે તો તેની વક્રસપાટીનું તેમજ કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.
ઉત્તર:
આપેલ નળાકાર માટે ત્રિજ્યા r = 88 સેમી અને ઊંચાઈ h = 90 સેમી.
નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ = 2πrh
= 2 × 22 × 28 × 90 સેમી2
= 15,840 સેમી2

નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ = 2xr h + 1)
= 2 × 22 × 28(90 + 28) સેમી2
= 176 × 188 સેમી2
= 20,768 સેમી2

ઉદાહરણ : 2.
એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1820 સેમી છે. જો તેની ઊંચાઈ 30 સેમી હોય, તો તેનો વ્યાસ શોધો.
ઉત્તર:
આપેલ નળાકાર માટે ઊંચાઈ h = 30 સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ = 1320 સેમી.
નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ = πdh
∴ 1320 = \(\frac{22}{7}\) × d × 30
∴ d = \(\frac{1320 \times 7}{22 \times 30}\) સેમી
∴ d = 14 સેમી
આમ, નળાકારનો વ્યાસ 14 સેમી છે.

ઉદાહરણ : 3.
ધાતુના એક પોલા નળાકારની લંબાઈ 70 સેમી છે. જો તેની અંદરના પોલા ભાગની ત્રિજ્યા 10 સેમી અને ધાતુની જાડાઈ 1 સેમી હોય, તો તેની બહારની તેમજ અંદરની વક્ર સપાટીઓના ક્ષેત્રફળનો તફાવત શોધો.
ઉત્તર:
ધાતુના પોલા નળાકાર માટે ઊંચાઈ h(લંબાઈ) = 70 સેમી, અંદરની ત્રિજ્યા r = 10 સેમી અને બહારની ત્રિજ્યા R= અંદરની ત્રિજ્યા +ધાતુની જાડાઈ = 10 + 1 સેમી = 11 સેમી. છે
પોલા નળાકારની બહારની તેમજ અંદરની વક્ર સપાટીઓના ક્ષેત્રફળનો તફાવત
= 2πRh – 2πrh
= 2πh(R – r)
= 2 × 22 × 70 (11 – 10)સેમી
= 440 સેમી

→ લંબવૃત્તીય શંકુ (Right circular cone) : કાટકોણ ત્રિકોણમાં ‘કાટખૂણો બનાવતી બાજુઓ પૈકીની એક બાજુને ધરી તરીકે લઈ તેની આસપાસ તે કાટકોણ ત્રિકોણને ઘુમાવતા અવકાશમાં જે ઘન આકૃતિ બને તેને લંબવૃત્તીય શંકુ કહે છે. જે શંકુમાં શિરોબિંદુને પાયાના કેન્દ્ર સાથે જોડતી રેખા પાયા સાથે કાટખૂણો બનાવતી ન હોય અથવા પાયો વર્તુળાકાર ન હોય તેને લંબવૃત્તીય શંકુ ન કહેવાય. આપણે માત્ર લંબવૃત્તીય શંકુનો જ અભ્યાસ કરવાના હોવાથી “શંકુનો અર્થ ‘લંબવૃત્તીય શંકુ’ ગણીશું.

→ શંકુને બે સપાટી હોય છે : એક વક્રસપાટી અને બીજી આધાર(પાયા)ની વર્તુળાકાર સપાટી. શંકુમાં ત્રણ માપ હોય છે :

  • આધારની ત્રિજ્યા r
  • ઊંચાઈ h અને
  • તિર્થક (ત્રાંસી) ઊંચાઈ l. આ ત્રણેય માપ કાટકોણ ત્રિકોણની બાજુઓનાં માપ હોવાથી l2 = r2 + h2 સંબંધ હંમેશાં જળવાય છે.

→ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ = πrl

→ શંકુનું કુલ પૃષ્ઠફળ = πrl + πr² = πr(l + r)

→ કોઈ પણ શંકુ માટે, l2 = r2 + h2

GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ

ઉદાહરણ : 1.
એક શંકુની ત્રિજ્યા 15 સેમી અને તિર્યક ઊંચાઈ 25 સેમી છે, તો તેની વક્રસપાટીનું તથા કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. (π = 3.14)
ઉત્તર:
આપેલ શંકુ માટે ત્રિજ્યા r = 15 સેમી અને તિર્યક ઊંચાઈ l = 25 સેમી.

શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ = πrl
= 3.14 × 15 × 25 સેમી2
= 1177.5 સેમી2

શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ = πr{l + 1)
= 3.14 × 15 (25 + 15) સેમી2
= 3.14 × 15 × 40 સેમી2
= 1884 સેમી2

ઉદાહરણ : 2.
એક શંકુની તિર્યક ઊંચાઈ 25 સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ 550 સેમી છે. શંકુની ત્રિજ્યા, કુલ સપાટીનું ક્ષેત્રફળ તથા ઊંચાઈ શોધો.
ઉત્તર:
આપેલ શંકુ માટે તિર્યક ઊંચાઈ = 25 સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ = 550 સેમી.

શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ = πrl
∴ 550 = \(\frac{22}{7}\) × r × 25
∴ r = \(\frac{550 \times 7}{22 \times 25}\) સેમી
∴ r = 7 સેમી

શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ = πr(l + r)
= \(\frac{22}{7}\) × 7 (25 + 7)સેમી2
= 22 × 32 સેમી2
= 704 સેમી2

હવે, શંકુ માટે, l2 = r2 + h2
252 = 72 + h2
h = 252 – 72 = 625 – 49 = 576 = (24)2
h = 24 સેમી

આમ, શંકુની ત્રિજ્યા 7 સેમી; કુલ સપાટીનું ક્ષેત્રફળ 704 સેમી2 અને ઊંચાઈ 24 સેમી છે.

ઉદાહરણ : 3.
તાડપત્રીના એક શંકુ આકારના તંબુની ત્રિજ્યા 7 મી અને તિર્યક ઊંચાઈ 12 મી છે. આ તંબુ બનાવવા માટે 2 મી પહોળાઈની કેટલા મીટર તાડપત્રી જોઈએ? તાડપત્રીનો ભાવ પ્રતિમીટર 48 હોય, તો તાડપત્રીનો ખર્ચ શોધો.
ઉત્તર:
શંકુ આકારના તંબુ માટે ત્રિજ્યા r = 7 મી અને તિર્યક ઊંચાઈ 1 = 12 મી.

તંબુમાં વપરાતી તાડપત્રીનું ક્ષેત્રફળ = શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ
= πrl
= \(\frac{22}{7}\) × 7 × 12 મીટ
= 264 મીટ

તાડપત્રીનું ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ
264 = લંબાઈ × 2
લંબાઈ = 132 મી
આમ, તંબુ બનાવવા 132 મી લંબાઈની તાડપત્રી વપરાય.
1 મીટર તાડપત્રીનો ખર્ચ = ₹ 48
132 મીટર તાડપત્રીનો ખર્ચ = ₹ (132 × 48)
= ₹ 6336

→ ગોલક અથવા ગોળો (sphere) : પૂંઠામાંથી કાપેલ કોઈ વર્તુળને તેના કોઈ વ્યાસને ધરી તરીકે લઈ ઘુમાવવામાં આવે તો અવકાશમાં જે ઘન આકૃતિ બને તેને ગોલક અથવા ગોળો કહેવાય. ઘુમાવવામાં આવતા વર્તુળનું કેન્દ્ર એ જ ગોલકનું કેન્દ્ર છે અને તે વર્તુળની ત્રિજ્યા એ ગોલકની ત્રિજ્યા છે. ગોલકને એક જ વક્રસપાટી હોય છે.

→ અર્ધગોલક અથવા અર્ધગોળો (Hemisphere) : ગોલકને બરાબર વચ્ચેથી કાપીને બે સરખા ભાગમાં વહેંચતા બે અર્ધગોલક મળે. તેને બે જાતની સપાટી હોય છે. એક વક્ર સપાટી અને બીજી સપાટ વર્તુળાકાર સપાટી જેને અર્ધગોલકનો પાયો પણ કહે છે.

→ ગોલકની વક્રસપાટીનું ક્ષેત્રફળ = 4πr2
જ્યાં, r = ગોલકની ત્રિજ્યા

→ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ = 2πr2
જ્યાં, r = અર્ધગોલકની ત્રિજ્યા

→ અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ = 3πr2
જ્યાં, r = અર્ધગોલકની ત્રિજ્યા

GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ

ઉદાહરણ : 1.
14 સેમી ત્રિજ્યાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો.
ઉત્તર:
આપેલ ગોલક માટે ત્રિજ્યા r = 14
સેમી ગોલકની સપાટીનું ક્ષેત્રફળ = 4πr2
= 4 × \(\frac{22}{7}\) × 14 × 14 સેમી2
= 2464 સેમી2

ઉદાહરણ : 2.
7 સેમી વ્યાસવાળા અર્ધગોલકની વક્રસપાટીનું તેમજ કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.
ઉત્તર:
આપેલ અર્ધગોલક માટે ત્રિજ્યા GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ 1
અર્ધગોલકની વક્રસપાટીનું ક્ષેત્રફળ
= 2πr2
= 2 × \(\frac{22}{7} \times \frac{7}{2} \times \frac{7}{2}\) સેમી2
= 77 સેમી2

અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ
= 3πr2
= 3 × \(\frac{22}{7} \times \frac{7}{2} \times \frac{7}{2}\) સેમી2
= 115.5 સેમી2

ઉદાહરણ : 3.
એક ગોલકની ત્રિજ્યા 3.5 સેમી છે. તેની સપાટીને સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ પ્રતિ સેમી2 ₹ 150 લેખે શોધો.
ઉત્તર:
આપેલ ગોલક માટે ત્રિજ્યા r = 3.5 સેમી = 3 સેમી = \(\frac{7}{2}\) સેમી
ગોલકની સપાટીનું ક્ષેત્રફળ = 4πr2
= 4 × \(\frac{22}{7} \times \frac{7}{2} \times \frac{7}{2}\) સેમી2
= 154 સેમી2

1 સેમી સપાટીને ઢોળ ચડાવવાનો ખર્ચ = ₹ 150
∴ 154 સેમી2 સપાટીને ઢોળ ચડાવવાનો ખર્ચ
= ₹ (154 x 150)
= ₹ 23,100

ઉદાહરણ : 4.
એક ગોલક અને અર્ધગોલકની ત્રિજ્યાઓનો ગુણોત્તર ૩: 2 છે, તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ તથા અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.
ઉત્તર:
ધારો કે, આપેલ ગોલકની ત્રિજ્યા = r1 સેમી અને અર્ધગોલકની ત્રિજ્યા = r2 સેમી
∴ r1 : r2 = 3: 2
∴ \(\frac{r_{1}}{r_{2}}=\frac{3}{2}\)
ગોલકની સપાટીનું ક્ષેત્રફળ 4gr અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ = 2
GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ 2

→ ઘનફળ (Volume) : ઘન પદાર્થ અવકાશમાં જગ્યા રોકે છે. આ રોકેલી જગ્યાના માપને તે ઘન પદાર્થનું ઘનફળ કહેવાય.

→ ક્ષમતા (Capacity): વાસણમાં સમાવી શકાતા વાયુ કે પ્રવાહીના ઘનફળને તે વાસણની ક્ષમતા (Capacity of the container) કહે છે.

→ લંબઘનનું ઘનફળ = પાયાનું ક્ષેત્રફળ × ઊંચાઈ
= લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ
= l × b × h

→ સમઘનનું ઘનફળ = લંબાઈ × લંબાઈ × લંબાઈ
= a × a × a
= a3

→ સામાન્ય રીતે વાયુ અને પ્રવાહીના ઘનફળ લિટર, મિલિલિટર અથવા કિલોલિટરમાં દર્શાવવામાં આવે છે.

→ 1 મી3 = 1000 લિટર
1 લિટર = 1000 સેમી3 = 1000 મિલિલિટર
1 મી3 = 10,00,000 સેમી3 = 1 કિલોલિટર

GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ

ઉદાહરણ : 1.
ઈસ્ત્રીના દરેક ખોખાનાં માપ 30 સેમી × 15 સેમી × 10 સેમી છે. આવા 60 ખોખા સમાય તેવી પેટીનું ઘનફળ કેટલું થાય?
ઉત્તર:
આપેલ ઇસ્ત્રીના લંબઘન ખોખા માટે લંબાઈ l = 30 સેમી, પહોળાઈ b = 15 સેમી અને ઊંચાઈ h = 10 સેમી.
ઇસ્ત્રીના એક લંબઘન ખોખાનું ઘનફળ = lbh
= 30 × 15 × 10 સેમી3
= 4500 સેમી3 .

ઇસ્ત્રીના 60 ખોખા સમાય તેવી પેટીનું ઘનફળ
= 60 × 4500 સેમી3
= 2,70,000 સેમી3
= \(\frac{2,70,000}{10,00,000}\) મી (∵ 1 મી = 10,00,000 સેમી3)
= 0.27 મી3

ઉદાહરણ : 2.
એક સમઘન ખોખાની ધાર 8 સેમી છે, તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ તેમજ ઘનફળ શોધો.
ઉત્તર:
આપેલ સમઘન ખોખા માટે ધાર a = 6 સેમી. સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ = 6a2
= 6 × 6 × 6 સેમી2
= 216 સેમી2

સમઘનનું ઘનફળ = a3
= 6 × 6 × 6 સેમી3
= 216 સેમી3

ઉદાહરણ : 3.
છત વગરના એક ઓરડાની લંબાઈ 12 મી, પહોળાઈ 4મી અને ઊંચાઈ ૩ મી છે. તે ઓરડામાં ગોઠવી શકાય તેવા લાંબામાં લાંબા સળિયાની લંબાઈ શોધો.
ઉત્તર:
આપેલ ઓરડા માટે લંબાઈ l = 12 મી, પહોળાઈ b = 4 મી અને ઊંચાઈ h = 3 મી.
ઓરડામાં ગોઠવી શકાય તેવા લાંબામાં લાંબા સળિયાની લંબાઈ
= \(\sqrt{l^{2}+b^{2}+h^{2}}\)
= \(\sqrt{12^{2}+4^{2}+3^{2}}\) મી
= \(\sqrt{169}\) મી
= 13 મી

ઉદાહરણ : 4.
એક લંબઘનના એક શિરોબિંદુ પર મળતી ત્રણ સપાટીઓનાં ક્ષેત્રફળ અનુક્રમે 700 સેમી2, 300 સેમી અને 525 સેમી છે. તે લંબઘનનાં માપ તથા ઘનફળ શોધો.
ઉત્તર:
આપેલ લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે l સેમી, bસેમી અને h સેમી છે.
એક શિરોબિંદુ પર મળતી ત્રણ લંબચોરસ સપાટીઓમાં એક સપાટી લંબાઈ અને પહોળાઈ દ્વારા,
બીજી સપાટી પહોળાઈ અને ઊંચાઈ દ્વારા અને ત્રીજી સપાટી ઊંચાઈ અને લંબાઈ દ્વારા બને.

∴ પહેલી સપાટીનું ક્ષેત્રફળ = lb = 700 સેમી2,
બીજી સપાટીનું ક્ષેત્રફળ = bh = 300 સેમી2 અને
ત્રીજી સપાટીનું ક્ષેત્રફળ = hl = 525 સેમી2

∴ \(\frac{l b \times b h}{h l}=\frac{700 \times 300}{525}\)
∴ b2 = 400
b = 20 સેમી
હવે, lb = 700 સેમી2
∴ l × 20 = 700
∴ l = 35 સેમી
અને bh = 300 સેમી2
∴ 20 × h = 300
∴ h = 15 સેમી

આમ, લંબઘનની લંબાઈ l = 35 સેમી, પહોળાઈ b = 20 સેમી અને ઊંચાઈ h = 15 સેમી.

લંબઘનનું ઘનફળ = lbh
= 35 × 20 × 15 સેમી3
= 10,500 સેમી3

નોંધઃ જો ઉપરોક્ત પ્રશ્નમાં ફક્ત ઘનફળ શોધવાનું કહ્યું હોય, તો લંબઘનનું ઘનફળ
= lbh
= \(\sqrt{l^{2} b^{2} h^{2}}\)
= \(\sqrt{l b \times b h \times h l}\) દ્વારા સરળતાથી મળે.

→ નળાકારનું ઘનફળ = પાયાનું ક્ષેત્રફળ ૪ ઊંચાઈ
= πr2 × h
= πr2h જ્યાં, r = નળાકારની ત્રિજ્યા અને h = નળાકારની ઊંચાઈ છે.

GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ

ઉદાહરણ : 1.
એક નળાકારનું ઘનફળ 4620 સેમી અને ત્રિજ્યા 7 સેમી છે, તો તેની ઊંચાઈ શોધો.
ઉત્તર:
આપેલ નળાકાર માટે ત્રિજ્યા r =7 સેમી અને ઘનફળ = 4620 સેમી3
નળાકારનું ઘનફળ = πr2h
∴ 4620 = \(\frac{22}{7}\) × 7 × 7 × h
∴ \(\frac{4620 \times 7}{22 \times 7 \times 7}\) = h
∴ h = 30 સેમી

ઉદાહરણ : 2.
એક નળાકારની ત્રિજ્યા 14 સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ 4400 સેમી2 છે, તો તેનું ઘનફળ શોધો.
ઉત્તર:
આપેલ નળાકાર માટે ત્રિજ્યા r = 14 સેમી અને
વકસપાટીનું ક્ષેત્રફળ = 4400 સેમી2.
નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ = 2πrh
4400 = 2 × \(\frac{22}{7}\) × 14 × h
h = \(\frac{4400 \times 7}{2 \times 22 \times 14}\)
h = 50 સેમી

નળાકારનું ઘનફળ = πr2h
= \(\frac{22}{7}\) × 14 × 14 × 50 સેમી3
= 30,800 સેમી3

ઉદાહરણ : 3.
એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 3960 સેમી અને ઘનફળ 41,580 સેમી છે, તો તેની ત્રિજ્યા અને ઊંચાઈ શોધો.
ઉત્તર:
આપેલ નળાકાર માટે વક્રસપાટીનું ક્ષેત્રફળ = 3960 સેમી અને2 ઘનફળ = 41,580 સેમી3
GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ 3
∴ r = 21 સેમી

નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ = 2πrh
∴ 3960 = 2 × \(\frac{22}{7}\) × 21 × h
∴h = \([latex]\)[/latex]
∴ h = 30 સેમી

ઉદાહરણ : 4.
1.4 સેમી ત્રિજ્યા અને 0.1 સેમી જાડાઈના 60 સિક્કા એકબીજા પર ગોઠવીને બનાવેલ સ્તંભનું ઘનફળ શોધો.
ઉત્તર:
આપેલ નળાકાર સિક્કા માટે ત્રિજ્યા r = 1.4 સેમી અને ઊંચાઈ (જાડાઈ) h = 0.1 સેમી.
એક નળાકાર સિક્કાનું ઘનફળ
GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ 4
= 36.96 સેમી

→ શંકુનું ઘનફળ = \(\frac{1}{3}\)πr2h; જ્યાં n = શંકુની ત્રિજ્યા અને h = શંકુની ઊંચાઈ છે.

ઉદાહરણ : 1.
એક શંકુની ત્રિજ્યા 10 સેમી અને તિર્યક ઊંચાઈ 26 સેમી છે, તો તેનું ઘનફળ શોધો. (π = 3.14)
ઉત્તર:
આપેલ શંકુ માટે ત્રિજ્યા r = 10 સેમી અને તિર્યક ઊંચાઈ
l = 26 સેમી.
l2 = r2 + h2
h2 = l2 – r2
= (26)2 – (10)2
= 676 – 100 = 576 = (24)2
h = 24 સેમી

શંકુનું ઘનફળ = \(\frac{1}{3}\)πr2h
= \(\frac{1}{3}\) × 3.14 × 10 × 10 × 24 સેમી3
= 2512 સેમી3

ઉદાહરણ : 2.
એક શંકુની ત્રિજ્યા 7 સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ 550 સેમી છે. આ શંકુનું ઘનફળ શોધો.
ઉત્તર:
આપેલ શંકુ માટે ત્રિજ્યા r = 7 સેમી અને
વકસપાટીનું ક્ષેત્રફળ = 550 સેમી.
શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ = πrl
550 = \(\frac{22}{7}\) × 7 × l
550 = 22 × l
l = \(\frac{550}{22}\)
l = 25 સેમી
l2 = r2 + h2
h2 = l2 – r2
= (25)2 – (7)2
= 625-49 = 576 = (24)
h = 24 સેમી

શંકુનું ઘનફળ = \(\frac{1}{3}\)πr2h
= 2 × 7 × 7 × 24 સેમી3
= 1232 સેમી3

ઉદાહરણ : 3.
એક શંકુની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈનો ગુણોત્તર 3:5 છે અને તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ 423.9 સેમી છે. આ શંકુનું ઘનફળ શોધો. (π = 3.14)
ઉત્તર:
આપેલ શંકુ માટે વકસપાટીનું ક્ષેત્રફળ = 423.9 સેમી2 અને ત્રિજ્યા : તિર્યક ઊંચાઈ = 3: 5.

ધારો કે ત્રિજ્યા r = 3x સેમી, તો તિર્ધક ઊંચાઈ = 5x સેમી શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ = πrl
423.9 = 3.14 × 3x × 5x
x2 = \(\frac{423.9}{3.14 \times 3 \times 5}\)
x2 = 9.

x = 3 આથી ત્રિજ્યા r = 3x = 3 × 3 = 9 સેમી અને તિર્યક ઊંચાઈ
l = 5x = 5 × 3 = 15 સેમી.
l2 = r2 + h2
h = l2 – r2
= (15)2 – (9)2
= 225 – 81 = 144 = (12)2
∴ h = 12 સેમી

શંકુનું ઘનફળ = \(\frac{1}{3}\)πr2h
= \(\frac{1}{3}\) × 3.14 × 9 × 9 = 12 સેમી3
= 1017.36 સેમી3

→ ગોળાનું ઘનફળ = \(\frac{4}{3}\)πr3 નક જ્યાં, r = ગોળાની ત્રિજ્યા છે.

→ અર્ધગોળાનું ઘનફળ = \(\frac{2}{3}\)πr3 જ્યાં, r = અર્ધગોળાની ત્રિજ્યા છે.

GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ

ઉદાહરણ : 1.
2.1 સેમી ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ શોધો.
ઉત્તર:
આપેલ ગોળા માટે ત્રિજ્યા r = 2.1 સેમી = \(\frac{21}{10}\) સેમી.
ગોળાનું ઘનફળ = \(\frac{4}{3}\)πr3
= \(\frac{4}{3} \times \frac{22}{7} \times \frac{21}{10} \times \frac{21}{10} \times \frac{21}{10}\) સેમી3
= 38.808 સેમી3

ઉદાહરણ : 2.
12 સેમી વ્યાસવાળા અર્ધગોલકનું ઘનફળ શોધો. (π = 3.14)
ઉત્તર:
આપેલ અર્ધગોલક માટે ત્રિજ્યા GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ 5
અર્ધગોલકનું ઘનફળ = \(\frac{2}{3}\)πr3
= \(\frac{2}{3}\) × 3.14 × 6 × 6 × 6 સેમી
= 452.16 સેમી3

ઉદાહરણ : 3.
6 સેમી ત્રિજ્યાવાળા ધાતુના એક ગોલકને પિગાળીને તેમાંથી 1 સેમી વ્યાસવાળો તાર બનાવવામાં આવે, તો તારની લંબાઈ કેટલી થાય?
ઉત્તર:
આપેલ ગોલકની ત્રિજ્યા r = 6 સેમી અને નળાકાર તાર માટે ત્રિજ્યા GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ 6 અને
લંબાઈ (ઊંચાઈ) = H સેમી. નળાકાર તારનું ઘનફળ = ગોલકનું ઘનફળ
GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ 7
∴ H = 1152 સેમી = 11.52 મીટર
આમ, તારની લંબાઈ 11.52 મીટર થાય.

ઉદાહરણ : 4.
એક જમીનની બહાર આવેલ કોટ પર 21 સેમી વ્યાસવાળા લાકડાના ગોળાને નાના આધાર પર મૂકીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ શણગારવામાં આવે છે. એ હેતુ માટે આવા 8 ગોળાનો ઉપયોગ કરવામાં આવે છે. ગોળાની નીચેનો નળાકાર આધાર 1.5 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈવાળો છે. આ આધાર પર કાળો રંગ કરવાનો છે અને ગોળાને સિલ્વર રંગ કરવાનો છે. જો સિલ્વર રંગ કરવાનો ખર્ચ પ્રતિ સેમી 25 પૈસા અને 3 કાળો રંગ કરવાનો ખર્ચ 5 પૈસા પ્રતિ સેમી હોય, તો રંગ કરવાનો કુલ ખર્ચ શોધો.
GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ 8
ઉત્તર:
લાકડાના ગોળાની ત્રિજ્યા GSEB Class 9 Maths Notes Chapter 13 પૃષ્ઠફળ અને ઘનફળ 9
લાકડાના 1 ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ
= 4πr2
= 4 × \(\frac{22}{7} \times \frac{21}{2} \times \frac{21}{2}\) સેમી
= 1386 સેમી2

નળાકાર આધારના મથાળાની ત્રિજ્યા r = 1.5 સેમી
નળાકાર આધારના મથાળાનું ક્ષેત્રફળ
= πr2
= \(\frac{22}{7}\) × 1.5 × 1.5 સેમી2
= 7.07 સેમી2 (આશરે)

આથી એક ગોળાને સિલ્વર રંગ કરવાની સપાટીનું ક્ષેત્રફળ = 1386 સેમી2 – 7.07 સેમી2 = 1378.93 સેમી2

∴ 8 ગોળાને સિલ્વર રંગ કરવાની સપાટીનું કુલ ક્ષેત્રફળ
= 1378.93 સેમી2 × 8 = 11,031.44 સેમી2
25 પૈસા પ્રતિ સેમી2 = ₹ 0.25 પ્રતિ સેમી2

1 સેમી વિસ્તારમાં સિલ્વર રંગ કરવાનો ખર્ચ = ₹ 0.25
∴ 11,031.44 સેમી. વિસ્તારમાં સિલ્વર રંગ કરવાનો ખર્ચ = ₹ (11,031.44 × 0.25)
= ₹ 2757.86 (આશરે).

નળાકાર આધાર માટે ત્રિજ્યા r = 1.5 સેમી અને ઊંચાઈ h = 7 સેમી

1 નળાકાર આધારની વક્રસપાટીનું ક્ષેત્રફળ
= 2πrh
= 2 × \(\frac{22}{7}\) × 1.5 × 7 સેમી = 66 સેમી

∴ 8 નળાકાર આધારની કાળો રંગ લગાવવાની વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ = 66 સેમી2 × 8 = 528 સેમી

5 પૈસા પ્રતિ સેમી = 0.05 પ્રતિ સેમી
1 સેમી. વિસ્તારમાં કાળો રંગ કરવાનો ખર્ચ = 0.05

528 સેમી. વિસ્તારમાં કાળો રંગ કરવાનો ખર્ચ
= ₹ (528 × 0.05) = ₹ 26.40

આમ, સિલ્વર રંગ તેમજ કાળો રંગ કરવાનો કુલ ખર્ચ
= ₹ 2757.86 + ₹ 26.40
= ₹ 2784.26 (આશરે)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *