GSEB Class 7 Social Science Notes Chapter 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ

This GSEB Class 7 Social Science Notes Chapter 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ covers all the important topics and concepts as mentioned in the chapter.

વિચરતી અને વિમુક્ત જાતિઓ Class 7 GSEB Notes

→ ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે.

→ પોતાના વ્યવસાય માટે તેમજ જીવનનિર્વાહ માટે એક સ્થળેથી બીજે સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી જાતિઓને “વિચરતી અને વિમુક્ત જાતિઓ” કહેવાય.

→ 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ(વિપ્લવ)માં વિચરતી અને વિમુક્ત જાતિઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ કરી હતી. આથી, અંગ્રેજ સરકારે આ જાતિઓને બીજા સમુદાયોથી અલગ કરવા ‘ક્રિમિનલ ટ્રાઇન્ઝ ઍક્ટ – 1871′ બનાવ્યો. આ કાયદા અંતર્ગત અંગ્રેજ સરકારે કેટલીક જાતિઓ પર ખોટો આરોપ મૂકી તેમને ગુનેગાર સમુદાય તરીકે જાહેર કરી.

→ ભારત સરકારે ઈ. સ. 1952માં અંગ્રેજ સરકારે બનાવેલ ‘ક્રિમિનલ ટ્રાઇઝ ઍક્ટ– 1871’ના કાળા કાયદામાંથી વિચરતી અને વિમુક્ત જાતિઓને મુક્ત કરતાં, તેમને વિમુક્ત જાતિઓ તરીકે સમ્માનભર્યું સ્થાન મળ્યું.

→ આ જાતિઓનું જીવન મોટે ભાગે વન્ય સંસાધન અને પશુપાલન પર આધારિત હતું. તેઓ પોતાનાં પશુઓને લઈને દૂર દૂર સુધી ફરતા રહેતા.

GSEB Class 7 Social Science Notes Chapter 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ

→ વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા. આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજવસ્તુઓનો વિનિમય થતો હતો.

→ કેટલીક વિચરતી જાતિઓ પોતાનાં પશુઓ પર ચીજવસ્તુઓ લાદી, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ તેનું ખરીદ-વેચાણ કરતી હતી.

→ કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓ ઘેટાં-બકરાં, ઘોડા, ગાય, ભેસ, ગધેડા, ઊંટ, પાડા, બળદ વગેરે પશુઓનો વેપાર કરતી હતી.

→ કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓના ફેરિયાઓ એક ગામથી બીજા ગામે જઈને જાતે બનાવેલાં દોરડાં, ઘાસની ચટાઈઓ અને મોટા થેલાઓનું વેચાણ કરતા.

→ કાંગસિયા અને મોડવા વિચરતી અને વિમુક્ત જાતિઓ બંગડીઓ, કાંસકીઓ, સૌંદર્ય પ્રસાધનો વગેરે વસ્તુઓનો વેપાર કરતી હતી.

→ કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓની ભાષા, સામાજિક બાબતો અને રહેણીકરણી સમાન હતી; પરંતુ સ્થાયી સમાજવ્યવસ્થાના અભાવે તેઓ બીજા સમાજો કરતાં ભિન્ન કક્ષાનું જીવન જીવતા હતા એ તેમની વિશિષ્ટ ઓળખ હતી.

→ સરકારે સાન્સી અને કંજર જેવી જાતિઓ અને વણજારા, કર્કમંડી તથા હરણશિકારી જેવા સમૂહોને વિચરતી અને વિમુઃજાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે ખાસ પગલાં ભર્યા છે.

→ આ જાતિઓના વિકાસ માટે અને તેમની સંસ્કૃતિની જાળવણી માટે સરકારે અભ્યાસ કરાવી, તેને આધારે ઈ. સ. 2008માં એક વિસ્તૃત અહેવાલ (રિપૉર્ટ– Report) તૈયાર કરાવ્યો. એ અહેવાલના આધારે તેમને બંધારણીય રીતે “વિચરતી અને વિમુક્ત જાતિઓ’નો દરજ્જો આપી માનવ અધિકાર આપ્યો.

→ ભારતની વિચરતી જાતિઓમાં અઘોરી, બહુરૂપી, વણજારા, બરંડા, ભામટા, ભોવી, ચિતોડીયા, હેલવા, ઈરાની, જાતિગર, કોટવાળિયા, બૈરાગી, પારધી, તલવાર કામતી વગેરે જાતિઓનો : સમાવેશ થાય છે.

→ગુજરાતની વિચરતી જાતિઓમાં બજાણિયા, ગારુડી, વાંસફોડા, ભવૈયા, રાવળિયા, કાંગસિયા, ચામઠા, સલાટ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે.

→ગુજરાતની વિમુક્ત જાતિઓમાં છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવીપૂજક, સંધિ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે.

→ અંગ્રેજ શાસન પછી કેટલાક વણજારા બંગડીઓ અને કાંગસીઓનો વેપાર કરવા લાગ્યા, તો કેટલાક વણજારા મજૂરીકામ અને માટીકામના વ્યવસાયમાં જોડાયા.

→ ગુજરાતમાં માલધારીઓ ગીર, બરડા, આલેચ અને કચ્છના રણપ્રદેશમાં વસે છે.

→ ગીર અને બરડાના ડુંગરોનાં જંગલમાં માલધારીઓ નેસમાં રહે છે. તેઓ પશુપાલન પર જીવનનિર્વાહ ચલાવે છે.

→ કચ્છના માલધારીઓ ઉનાળામાં તેમનાં ઘેટાં-બકરાં અને ઊંટ લઈને મધ્ય ગુજરાત સુધી સ્થળાંતરિત થાય છે.

→ કચ્છના માલધારી સ્ત્રી-પુરુષો જીવનનિર્વાહ માટે ઘેટાંના ઊનને અને બકરાંના વાળને કાંતવાનું કામ કરે છે.

→ નટ-બજાણિયા જાતિના લોકો અંગકરતબની કલાઓ જાણતા હોય છે.

→નટ લોકો દ્વારા જાદુ કરવા, દોરડા અને લાકડી પર ચાલવું જેવા કરતબો તેમજ અન્ય અંગકરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે.

→ નટ-બજાણિયા જાતિના લોકો અશિક્ષિત અને ગરીબ હોવાથી સમાજના મૂળ પ્રવાહથી દૂર રહ્યા છે.

→ વેડવા અને મદારી જાતિનો સમાવેશ વિચરતી અને વિમુક્ત જાતિઓમાં થયેલો છે.

GSEB Class 7 Social Science Notes Chapter 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ

→ કાંગસિયા જાતિના લોકો મુખ્યત્વે કાંસકીઓ અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનો વ્યવસાય કરે છે.

→ કાંગસિયા જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થતા રહેતા હોવાથી તેમજ તેમની પરંપરાગત વ્યવસાય બંધ થઈ ગયો હોવાથી અવિકસિત પરિસ્થિતિમાં જીવે છે.

→ કાંગસિયા અને અન્ય વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી કબીલાઈ (પરિવાર અથવા કુટુંબ) પ્રથાની જોવા મળે છે.

→ કાંગસિયા અને અન્ય વિચરતી અને વિમુક્ત જાતિઓની કુટુંબપ્રથા, ભાષા, ખોરાક, પહેરવેશ અને અન્ય જીવનશેલી સમાન હોય છે.

→ સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને શિક્ષણ, સ્વાથ્ય, સ્વચ્છતા, મકાનો વગેરે સગવડો પૂરી પાડી છે. તેમને વિજ્ઞાન અને ટેકનોલૉજી સાથે સાંકળીને તેમનો યથા યોગ્ય વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે.

→ વિચરતી અને વિમુક્ત જાતિઓમાં શિક્ષણ અને જાગૃતિનો અભાવ હોવાથી તેમનામાં હજુ પણ ગરીબી અને બેરોજગારી જોવા મળે છે.

→ અંગ્રેજ શાસન પછી કેટલાક વણજારા બંગડીઓ અને કાંગસીઓનો વેપાર કરવા લાગ્યા, તો કેટલાક વણજારા મજૂરીકામ અને માટીકામના વ્યવસાયમાં જોડાયા.

→ ગુજરાતમાં માલધારીઓ ગીર, બરડા, આલેચ અને કચ્છના રણપ્રદેશમાં વસે છે.

→ ગીર અને બરડાના ડુંગરોનાં જંગલમાં માલધારીઓ નેસમાં રહે છે. તેઓ પશુપાલન પર જીવનનિર્વાહ ચલાવે છે.

→ કચ્છના માલધારીઓ ઉનાળામાં તેમનાં ઘેટાં-બકરાં અને ઊંટ લઈને મધ્ય ગુજરાત સુધી સ્થળાંતરિત થાય છે.

→ કચ્છના માલધારી સ્ત્રી-પુરુષો જીવનનિર્વાહ માટે ઘેટાંના ઊનને અને બકરાંના વાળને કાંતવાનું કામ કરે છે.

→ નટ-બજાણિયા જાતિના લોકો અંગકરતબની કલાઓ જાણતા હોય છે.

→ નટ લોકો દ્વારા જાદુ કરવા, દોરડા અને લાકડી પર ચાલવું જેવા કરતબો તેમજ અન્ય અંગકરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે.

→ નટ-બજાણિયા જાતિના લોકો અશિક્ષિત અને ગરીબ હોવાથી સમાજના મૂળ પ્રવાહથી દૂર રહ્યા છે.

→ વેડવા અને મદારી જાતિનો સમાવેશ વિચરતી અને વિમુક્ત જાતિઓમાં થયેલો છે.

→ કાંગસિયા જાતિના લોકો મુખ્યત્વે કાંસકીઓ અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનો વ્યવસાય કરે છે.

→ કાંગસિયા જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થતા રહેતા હોવાથી તેમજ તેમની પરંપરાગત વ્યવસાય બંધ થઈ ગયો હોવાથી અવિકસિત પરિસ્થિતિમાં જીવે છે.

→ કાંગસિયા અને અન્ય વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી કબીલાઈ (પરિવાર અથવા કુટુંબ) પ્રથાની જોવા મળે છે.

GSEB Class 7 Social Science Notes Chapter 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ

→ કાંગસિયા અને અન્ય વિચરતી અને વિમુક્ત જાતિઓની કુટુંબપ્રથા, ભાષા, ખોરાક, પહેરવેશ અને અન્ય જીવનશેલી સમાન હોય છે.

→ સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને શિક્ષણ, સ્વાથ્ય, સ્વચ્છતા, મકાનો વગેરે સગવડો પૂરી પાડી છે. તેમને વિજ્ઞાન અને ટેકનોલૉજી સાથે સાંકળીને તેમનો યથા યોગ્ય વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે.

→ વિચરતી અને વિમુક્ત જાતિઓમાં શિક્ષણ અને જાગૃતિનો અભાવ હોવાથી તેમનામાં હજુ પણ ગરીબી અને બેરોજગારી જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *