GSEB Class 7 Social Science Notes Chapter 7 ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો

   

This GSEB Class 7 Social Science Notes Chapter 7 ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો covers all the important topics and concepts as mentioned in the chapter.

ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો Class 7 GSEB Notes

→ ભક્તિ અને સૂફી ચળવળ એ ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્ત્વની ઘટના છે. એ ચળવળનો મુખ્ય હેતુ અજ્ઞાન, અંધશ્રદ્ધા, વહેમો, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો અને સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો.

→ભક્તિ અને સૂફી-આંદોલને ધર્મ તથા સમાજમાં પ્રવર્તતા ઊંચનીચના ભેદભાવ, ખોટી માન્યતાઓ, વિવિધ અંધશ્રદ્ધા, જુદા જુદા ધર્મની વાડાબંધી વગેરેની અવગણના કરી ભક્તિમાર્ગનાં દ્વાર બધાં માટે ખોલી નાખ્યાં. આ આંદોલને હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો. સંતોના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર, સર્વવ્યાપી અને અવર્ણનીય છે.

→ સંતો મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. તેમણે લોકોને સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો. તેમણે લોકભાષામાં જ પદો અને અન્ય સાહિત્યની રચના કરી હતી. પરિણામે સમાજમાં સમાનતા અને એકતા આવી. સંતોએ લોકોને ધર્મ વિશે સમજાવ્યું કે, બધા ધર્મોનો સાર એક જ છે; ઈશ્વર એક જ છે અને તે સર્વવ્યાપી છે; બધા જ ધર્મોનો એક જ માર્ગ છે – ઈશ્વર પ્રત્યે અનુરાગ.

GSEB Class 7 Social Science Notes Chapter 7 ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો

→ આઠમી સદીમાં શંકરાચાર્યે દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી. તેમના પછી 250 વર્ષ બાદ સંત રામાનુજાચાર્યે દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી.

→ દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ ધાર્મિક આંદોલનોનો પ્રચાર-પ્રસાર કર્યો. અલવાર સંતો વૈષ્ણવ હતા; જ્યારે નયનાર સંતો શૈવ હતા. ભક્તિમાર્ગના અનુયાયીઓ એકેશ્વરવાદમાં માનતા હતા. તેઓ બધા ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા તેમજ મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. ભક્તિ આંદોલને બધાં માટે આત્મસાક્ષાત્કારનાં દ્વાર ખોલી નાખ્યાં.

→ શંકરાચાર્યનો જન્મ દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો. તેમની માતાનું નામ અંબાબાઈ (આઈમ્બા) અને પિતાનું નામ શિવગુરુ હતું. શંકરાચાર્ય હિન્દુ ધર્મના મુખ્ય પ્રચારકો પૈકી એક હતા.

→ રામાનુજાચાર્યનો જન્મ દક્ષિણ ભારતમાં પેરૂમલતૂર ગામમાં થયો હતો. તેમની માતાનું નામ કાન્તિમતિ અને પિતાનું નામ કેશવ હતું. તેમણે ભક્તિમાર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ બતાવ્યો.

→ આ સમયે જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા મહાન સંતો થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણભક્તિનાં ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો.

→ ઉત્તર ભારતમાં રામાનંદ નામના મહાન સંતે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો.

→ કબીર એકેશ્વર પરંપરાના મુખ્ય સંત હતા. તે વ્યવસાયે વણકર હતા. “બીજક’ તેમનો કાવ્યસંગ્રહ છે.

→ સંત રૈદાસ કબીરના ગુરુભાઈ હતા. કબીરની જેમ તે ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા.

→ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તે નિર્ગુણ શાખાના સંત હતા. “ગુરુ ગ્રંથ સાહિબ’ શીખોનો પવિત્ર ધર્મગ્રંથ છે.

→ સંત તુલસીદાસે “રામચરિતમાનસ’ અને “વિનયપત્રિકા’ નામના લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી.

→ ગુજરાતની પ્રજાને ભક્તિરસથી તરબોળ કરવામાં પંદરમી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. નરસિંહ મહેતા (ઈ. સ. 1412 – ઈ. સ. 1480) ગુજરાતી ભાષાના આદિકવિ છે. તેમનાં પ્રભાતિયાં તરીકે જાણીતા બનેલા જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ જનસમાજ પર ખૂબ ઊંડી અસર કરી છે. તેમનું વૈષ્ણવજન તો તેને કહીએ…” ભજન લોકપ્રિય બન્યું છે. તેમણે કૃષ્ણભક્તિનો મહિમા ગાતાં કહ્યું છે કે, ‘શ્રીકૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. તેમનું જીવન તેનું ઉત્તમ ઉદાહરણ છે.”

→ ભક્ત કવયિત્રી મીરાંબાઈ રાજસ્થાનમાં મેડતા રાજાની રાજકુમારી હતાં. તેમનાં લગ્ન રાજસ્થાનમાં મેવાડના રાજપરિવારમાં થયાં હતાં. તે નાનપણથી જ શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતાં. તે શ્રીકૃષ્ણને ગિરધર ગોપાલના સ્વરૂપમાં પૂજતાં હતાં. તે ભક્ત કવયિત્રી હતાં.

→સંત સૂરદાસ વલ્લભાચાર્યના શિષ્ય હતાં. વ્રજમાં રહીને તેમણે શ્રીકૃષ્ણ વિશે પદો રચ્યાં હતાં.

→ પંઢરપુરનું વિઠોબા મંદિર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું. સંત જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન શરૂ કર્યું હતું. તેમણે માત્ર 15 વર્ષની ઉંમરે ભગવદ્ગીતા પરની ટીકાવિવેચન ‘જ્ઞાનેશ્વરી’ નામના ગ્રંથની રચના કરી હતી.

→ નામદેવ મહારાષ્ટ્રના મહાન સંત હતા.

→ એકનાથ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેમણે ઊંચનીચનો અને નાતજાતનો વિરોધ કર્યો હતો. તેઓ સૌને સમાન માનતા.

GSEB Class 7 Social Science Notes Chapter 7 ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો

→ તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમણે રચેલાં ‘અભંગો ખૂબ જ જાણીતાં છે.

→ સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. તેમણે લોકોને ઉપદેશ આપવા માટે “દાસબોધ’ નામના ગ્રંથની રચના કરી હતી. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયત્ન કર્યો હતો.

→ ભારતમાં મધ્યકાળ દરમિયાન થયેલાં ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો સમાવેશ થાય છે. આ આંદોલને હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો હતો. ભારત પ્રાચીનકાળથી વિભિન્ન સંસ્કૃતિઓનું મિલનસ્થળ રહ્યું છે.

→ સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે.

→ ભારતમાં સૂફીમત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ છે : (1) ચિતી (2) સુહરાવર્દી (3) કાદરી અને (4) નશાબંદી.

→સૂફી-આંદોલનમાં ચિતી અને સુહરાવર્દી પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી.

→ બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરા સ્થાપી હતી.

→ અજમેરમાં મહાન સૂફીસંત મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરા સ્થાપી હતી.

→ મોઇનુદ્દીન ચિશ્તી ઉપરાંત, કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન-ગંજ-એ-શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લાહ, શેખ અહમદ સરહિંદી વગેરે સૂફી સંતો ખૂબ જાણીતા હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ નામના સૂફીસંત લોકપ્રિય હતા.

→ ભક્તિ અને સૂફી-આંદોલનની અસરો: હિંદુ સંતો, આચાયોં, વિચારકો અને ચિઠ્ઠી સંતોના ઉપદેશથી સમાજમાં પ્રવર્તતા બાહ્યાડંબરો, ઊંચનીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા અને કુરિવાજોનું પ્રમાણ ઘટ્યું.

→ સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા. ઈશ્વર બધાંનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી.

→ ધર્મના ભેદભાવો ઓછા થયા. સમાજમાં ઊંચનીચના ભેદભાવો પણ ઓછા થયા. અનેક સંતો નાતજાતને ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા. મીરાંબાઈ, હૈદાસ, રસખાન વગેરે તેનાં ઉત્તમ ઉદાહરણો છે.

→ ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ છૌસ વિંધ્યાચળ પર્વતમાળાનાં એકાંત સ્થળોમાં હિંદુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા.

→મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં અનેક હિંદુ રહસ્યવાદી ધાર્મિક ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાઈ હતી. સૂફીઓએ હિંદુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ-વિધિઓ અપનાવી હતી.

→ દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી છે. ભારત દેશ અનેક સંસ્કૃતિ અને ધર્મોનો આશ્રયદાતા રહ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *