GSEB Class 7 Science Notes Chapter 15 પ્રકાશ

   

This GSEB Class 7 Science Notes Chapter 15 પ્રકાશ covers all the important topics and concepts as mentioned in the chapter.

પ્રકાશ Class 7 GSEB Notes

→ પ્રકાશ હંમેશાં સીધી રેખામાં ગતિ કરે છે.

→ ચકચકિત સ્ટીલની પ્લેટ કે સ્ટીલની ચમચી પ્રકાશની દિશા બદલી શકે છે. પાણીની સપાટી અરીસા તરીકે વર્તીને તે પણ પ્રકાશનો પથ બદલી શકે છે.

→ સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી, ચતું, વસ્તુના જેટલા જ પરિમાણનું દેખાય છે. પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં દેખાય છે પરંતુ પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. વળી તમારા શરીરનો જમણો ભાગ એ પ્રતિબિંબનો ડાબો ભાગ અને તમારો ડાબો ભાગ એ પ્રતિબિંબનો જમણો ભાગ બને છે.

GSEB Class 7 Science Notes Chapter 15 પ્રકાશ

→ જો ગોલીય અરીસા(Spherical Mirror)ની અંતગળ સપાટી પરાવર્તક હોય, તો તેને અંતર્ગોળ અરીસો કહે છે. ગોલીય અરીસાની બહિર્ગોળ સપાટી પરાવર્તક હોય, તો તેને બહિર્ગોળ અરીસો કહે છે.

→ ગોલીય અરીસા બે પ્રકારના છે : (1) અંતર્ગોળ અરીસો (Concave Mirror) ( 2 ) orolien zizlzi (Convex Mirror)
GSEB Class 7 Science Notes Chapter 15 પ્રકાશ 1

→ પડદા પર રચાતા પ્રતિબિંબને વાસ્તવિક (સાચું) પ્રતિબિંબ (Real Image) કહે છે.

→ વસ્તુના પ્રતિબિંબને પડદા પર મેળવી ન શકાતું હોય, તો તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ (Virtual Image) કહે છે.

→ બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશાં આભાસી, ચતું અને વસ્તુ કરતાં નાનું હોય છે.

→ અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ અરીસાની વધારે નજીક હોય ત્યારે રચાતું પ્રતિબિંબ આભાસી, ચતું અને વિવર્ધિત (મોટું – Magnified) હોય છે.

→ અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ પણ રચી શકે છે. વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુના પરિમાણ કરતાં મોટું, નાનું તથા વસ્તુ જેવડું પણ મળે છે.

→ લેન્સ બે પ્રકારના છે

  • બહિર્ગોળ લેન્સ (Convex Lens)
  • અંતર્ગોળ લેન્સ (Concave Lens)

GSEB Class 7 Science Notes Chapter 15 પ્રકાશ 2

→ અંતર્ગોળ લેન્સ વડે (બહિર્ગોળ અરીસાની જેમ) હંમેશાં આભાસી, ચતું અને નાનું પ્રતિબિંબ મળે છે.

→ બહિર્ગોળ લેન્સ વડે (અંતર્ગોળ અરીસાની જેમ) આભાસી તેમજ વાસ્તવિક એમ બંને પ્રકારનાં પ્રતિબિંબ મળે છે.

→ પ્રતિબિંબ વાસ્તવિક હોય ત્યારે ઊલટું અને આભાસી હોય ત્યારે ચતું હોય છે.

→ સ્કૂટર અને કારના “સાઈડ મિરર (Side Mirror)માં બહિર્ગોળ અરીસો વપરાય છે.

GSEB Class 7 Science Notes Chapter 15 પ્રકાશ

→ બહિર્ગોળ લેન્સ સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, કેમેરા, ચશ્માંમાં વગેરેમાં વપરાય છે.

→ આકાશમાં ચોમાસામાં કેટલીક વાર મેઘધનુષ્ય (Rainbow) જોવા મળે છે. તેના સાત રંગો નીચેથી ઉપર જતાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો (લાલ) છે. ટૂંકમાં જાનીવાલીપીનારા યાદ રાખો. કાચના પ્રિઝમ (Prism) વડે સૂર્યપ્રકાશનું સાત રંગોમાં વિભાજન થાય છે. આથી સૂર્યનો શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે. ન્યૂટનના સાત રંગના ચક્રને ફેરવતાં પણ સાત રંગનું મિશ્રણ થઈ સફેદ રંગ જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *