GSEB Class 7 Science Notes Chapter 10 સજીવોમાં શ્વસન

This GSEB Class 7 Science Notes Chapter 10 સજીવોમાં શ્વસન covers all the important topics and concepts as mentioned in the chapter.

સજીવોમાં શ્વસન Class 7 GSEB Notes

→ શ્વાસોચ્છવાસ (Breathing) અને શ્વસન (Respiration) અલગ બાબત છે. શ્વાસોચ્છવાસ એ શ્વસનનો એક ભાગ છે. શ્વસન એ કોષોમાં ખોરાકના કણને તોડી ઊર્જા મુક્ત કરવાની પ્રક્રિયા છે.

→ કોષ (Cell) એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષને કાર્ય કરવા શક્તિની જરૂર પડે છે. બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરે છે.

→ બધા સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે. કોષીય શ્વસનના બે પ્રકાર છે: જારક શ્વસન અને અજારક શ્વસન કારક શ્વસનઃ ઑક્સિજનની મદદથી લૂકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે. મોટા ભાગનાં પ્રાણીઓ જારક શ્વસન (Aerobic respiration) કરે છે.
GSEB Class 7 Science Notes Chapter 10 સજીવોમાં શ્વસન 1

→ અનારક શ્વસન : યીસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે. તેઓ ઑક્સિજનની , ગેરહાજરીમાં અજારક શ્વસન કરે છે. આપણા સ્નાયુઓમાં પણ અનારક શ્વસન (Anaerobic respiration) થાય છે.
GSEB Class 7 Science Notes Chapter 10 સજીવોમાં શ્વસન 2

→ શ્વાસોચ્છવાસ એ શ્વાસ (Inhalation) લેવાની અને ઉચ્છવાસ (Exhalation) બહાર કાઢવાની પ્રક્રિયા છે.

GSEB Class 7 Science Notes Chapter 10 સજીવોમાં શ્વસન

→ એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોચ્છવાસ કરે છે તેને શ્વસનદર કહે છે. આ સામાન્ય સ્થિતિમાં આપણો શ્વસનદર 15થી 18 શ્વાસોચ્છવાસ / મિનિટ હોય છે.

→ આપણે નાસિકાછિદ્ર (Nostrils) દ્વારા શ્વાસ લઈએ છીએ. હવાનો માર્ગઃ

→ નાસિકાછિદ્ર નાસિકાકોટર- કંઠનળી શ્વાસનળી – ફેફસાં શ્વાસોચ્છવાસમાં ઉરોદરપટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે.

→ મનુષ્ય, હાથી, સિંહ, ગાય, બકરી, દેડકાં, ગરોળી, સાપ, પક્ષીઓ જેવાં પ્રાણીઓનું શ્વસન અંગ ફેફસાં છે.

→ વંદો શ્વસનછિદ્ર (Spiracle) ધરાવે છે. વાતવિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે, જેને “શ્વાસનળી’ (Trachea) કહે છે. આ શ્વાસનળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે, જે કીટકોનું શ્વસન અંગ છે.

→ અળસિયું ભીની ત્વચા દ્વારા શ્વસન કરે છે. દેડકો ત્વચા અને ફેફસાં બંને વડે શ્વસન કરી શકે છે. માછલી ઝાલરો (Gils) દ્વારા પાણીમાં ઓગળેલા ઑક્સિજનનો ઉપયોગ શ્વસનમાં કરે છે.

→ વનસ્પતિનાં પર્ણમાં નાનાં છિદ્રો જેવી રચના છે, જેને પર્ણરંદ્ર કહે છે. તેના દ્વારા ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડની આપ-લે થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *