GSEB Class 7 Science Notes Chapter 14 વિધુતપ્રવાહ અને તેની અસરો

This GSEB Class 7 Science Notes Chapter 14 વિધુતપ્રવાહ અને તેની અસરો covers all the important topics and concepts as mentioned in the chapter.

વિધુતપ્રવાહ અને તેની અસરો Class 7 GSEB Notes

→ વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓઃ
વિદ્યુતકોષ માટેઃ
GSEB Class 7 Science Notes Chapter 14 વિધુતપ્રવાહ અને તેની અસરો 1

વિદ્યુત બૅટરી માટે :
GSEB Class 7 Science Notes Chapter 14 વિધુતપ્રવાહ અને તેની અસરો 2

વિદ્યુતકળ (સ્વિચ) ON માટે :
GSEB Class 7 Science Notes Chapter 14 વિધુતપ્રવાહ અને તેની અસરો 3

જોડાણ તાર : ________

વિદ્યુતકળ OFF માટે:
GSEB Class 7 Science Notes Chapter 14 વિધુતપ્રવાહ અને તેની અસરો 4

વિદ્યુત બલ્બ માટે :
GSEB Class 7 Science Notes Chapter 14 વિધુતપ્રવાહ અને તેની અસરો 5

→ સંજ્ઞાઓની મદદ વડે વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરવી ઘણી જ સરળ બને છે.

→ જ્યારે વિદ્યુતકળ (Switch) જોડાણની ON અવસ્થામાં હોય ત્યારે બૅટરીના ધન છેડાથી બૅટરીના કણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે. આવા પરિપથને બંધ પરિપથ (Close Circuit) કહે છે. તેમાં વિદ્યુતપ્રવાહ વહે છે. જ્યારે વિદ્યુતકળ ખુલ્લી (OFF) અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી. તેને ખુલ્લો પરિપથ (Open Circuit) કહે છે. આ પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુતપ્રવાહ વહેતો નથી.

→ વિદ્યુત બલ્બ, ઇલેક્ટ્રિક હીટર, ઇલેક્ટ્રિક રૂમ હીટર, વિદ્યુતઈસ્ત્રી વગેરે વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતાં સાધનો છે. ગરમ થતા આવાં સાધનોમાં તારનું ગૂંચળું હોય છે. આ ગૂંચળાના તારને ઍલિમેન્ટ (Element) કહે

→ વિદ્યુત બલ્બના તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર, તારની લંબાઈ તથા તારની જાડાઈ (આડછેદના ક્ષેત્રફળ) પર આધાર રાખે છે.

GSEB Class 7 Science Notes Chapter 14 વિધુતપ્રવાહ અને તેની અસરો

→ વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે તે પ્રકાશનું ઉત્સર્જન કરવા લાગે છે.

→ પ્રકાશ મેળવવા માટે વિદ્યુત બલ્બ વાપરવામાં આવે છે ત્યારે તે ઉષ્મા પણ આપે છે. પ્રકાશ મેળવવા માટે વપરાતા વિદ્યુત બલ્બમાં ઉષ્મા ઇચ્છનીય નથી. તે ઊર્જાનો વ્યય છે. તેથી વિદ્યુત બલ્બને બદલે ફ્લોરેસન્ટ ટ્યૂબલાઈટ તથા સીએફએલ (CFL – કૉપેક્ટ ફ્લોરેસન્ટ લૅમ્પ) ઊર્જાનો વ્યય ઘટાડે છે.

→ વિદ્યુતનાં ઉપકરણો ISI માર્કવાળાં ખરીદવાં.

→ ઑવરલૉડિંગ અને શોર્ટસર્કિટને કારણે આગ લાગવાના બનાવો બને છે. હાલમાં યૂઝ(Fuse)ના સ્થાને એમસીબી(MCB – મિનિએચર સર્કિટ બ્રેકર)નો વપરાશ વધવા લાગ્યો છે.

→ જ્યારે તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે. આ અંગેની શોધ હાન ક્રિશ્ચિયન ઑર્ટેડ નામના વૈજ્ઞાનિકે કરી હતી.

→ લોખંડની ખીલીમાં વિદ્યુતના તાર વીંટી તેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતા તે ચુંબકનો ગુણ પ્રાપ્ત કરે છે. આને વિદ્યુતચુંબક (Electromagnet) કહે છે. વિદ્યુત ઘંટડી (Electric Bell) વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે. વિદ્યુત ઘંટડીમાં વિદ્યુતચુંબક વપરાય છે. વિદ્યુતચુંબકનો ઉપયોગ ઘણાં સાધનોમાં થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *