Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language પૂરક વાચન Chapter 4 મારી બા Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 10 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 4 મારી બા (First Language)
મારી બા પાઠ – પરિચય
– શરીફા વીજળીવાળા [જન્મઃ 04 – 08 – 1962].
મારી બા’માં લેખિકા શરીફા વીજળીવાળાએ તેમની બા’એ કેટકેટલા સંઘર્ષ વેઠીને પોતાના પરિવારનું ભરણપોષણ કર્યું હતું તેની કથાને નિરૂપી છે. અહીં તેમનાં “બા” જ કેન્દ્રમાં છે.
મા – દીકરી વચ્ચેના સંબંધોમાં મતભેદ છે, પણ મનભેદ નથી. બે પેઢી વચ્ચેનું, શિક્ષિત – અશિક્ષિત વચ્ચેનું અંતર છે. તેમ છતાં એમાં સહેજે કડવાશ નથી. આટલી ગરીબાઈ અને સંઘર્ષની સીમામાં રહીને પણ તેમનાં બાએ અને બાપુએ સંતાનોને ભણાવવામાં રસ દાખવેલો.
શરીફાના સ્વભાવને કારણે મા – દીકરી વચ્ચે તણખા ઝરે, પણ અંતે એ બુઝાઈ પણ જાય. વખત જતાં તેમાં પરિવર્તન આવ્યું. આજે તેમનાં બા તેમની પાક્કી દોસ્ત બની ગયાં છે એમ શરીફા કબૂલે છે.
તેમ છતાં ભોળી બાના મનમાં દીકરીનાં જીવન – કાર્ય અંગે કાયમી પ્રશ્નો ઊઠતાં રહે છે ત્યારે નાનપણમાં બાને સામા જવાબ દેતી આ દીકરી એટલે શરીફા પાસે આજે એકેય પ્રશ્નનો બાને ગળે ઊતરે એવો જવાબ નથી એ વાતને તેઓ સ્વીકારે છે.
મારી બા શબ્દાર્થ
- નોખી – અલગ, જુદી.
- હાટડી – નાની દુકાન, હાટ.
- માલીપા – અંદરની બાજુએ.
- કાંય – કાંઈ, કંઈ.
- ઝાવાં નાખવાં – વલખાં મારવાં, પ્રયત્નો કરવા.
- ધાસ્તી – દહેશત, બીક, ભય.
- આજીજી – વિનંતી, કાલાવાલા.
- શેર – લગભગ 480 ગ્રામ જેટલું.
- ભળકડે – વહેલી સવારે.
- ભેળી – સાથે.
- ધમારવું – સ્નાન કરાવવું.
- ગાંહડી – ગાંસડી.
- અડાયાં – થાપ્યા વગરનાં, રસ્તામાં પડીને સુકાઈ ગયેલાં છાણાં.
- ભેળું – ભેગું.
- ઠામડાં – વાસણ, ઠામ, પાત્ર.
- ધોડાં કરવા – દોડાદોડી કરવી.
- હાર્યે – સાથે.
- લત – ટેવ, આદત.
- ધરાર – પરાણે, બળજબરીથી.
- મુદ્દલ – મૂળ મૂડી, રકમ.
- ચાનક – ઉત્તેજન, ઉત્સાહ.
- ટિંગર – બાળકોની ટોળી.
- બઢો – મોટો જાડો રોટલો.
- ફળફળતું – ગરમાગરમ.
- પાડોહ – પડોશ.
- સીંદરા – દોરડા.
- ડાંડો – કેડ.
- લુશલશ – ઉતાવળે.
- વેતા મેલવા – જવું.
- ત્રાટું – ભીંતનું વરસાદ સામે રક્ષણ કરવા સાંઠીથી ગૂંથેલી આડશે.
- ખૂબ ગરમ – (અહીં) ગુસ્સાવાળું.
- કાઠું – ઘણું મુશ્કેલ.
- બાખડી બાંધવી – સામનો કરવો.
- આખડી – અગડ (કશુંક ન ખાવું કે ન વાપરવું).
- બડાબૂટ કામ – અપાર કામ.
- જિભાળું – ખૂબ બોલનારું, જવાબ આપનારું.