Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 તારે પગલે (First Language)

   

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language પૂરક વાચન Chapter 3 તારે પગલે Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 3 તારે પગલે (First Language)

તારે પગલે કાવ્ય – પરિચય
– રવીન્દ્રનાથ ટાગોર (જન્મ: 07 – 05 – 1861; મૃત્યુઃ 07 – 08 – 1941] અનુવાદ: સુંદરમ્

‘તારે પગલે ગીતનું શીર્ષક વાંચતાં જ મનમાં પ્રશ્ન થાય કે કોને પગલે?’ કવિ પ્રકૃતિસૌંદર્યના પ્રેમી છે, પણ કવિ માને છે કે – પ્રકૃતિનાં વિવિધ રૂપોનું સૌંદર્ય અને તેના પ્રત્યેનું આકર્ષણ તો તારે પગલે’ એટલે કે પરમાત્માનાં પગલાંને જ આભારી છે. પરમાત્માનું આ સર્જન છે.

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 તારે પગલે (First Language)

જુઓને કવિ સંધ્યાને “સંધ્યારાણી’ કહીને માન આપે છે અને આકાશમાં સંધ્યારાણી કેવા સુંદર રંગો પાથરે છે. આગળ કવિ કલ્પના કરે છે કે આ સંધ્યારાણીના લાલ કુમકુમ રંગથી જ સ્ત્રીના પગની પાની રંગાય છે અર્થાત્ સ્ત્રીના પગની પાની કુમકુમ રંગી કેવી શોભે છે!

એની શોભા આગળ મૃદુ, કોમળ શેફાલીનું પુષ્પ પણ ઝાંખું લાગે છે. રોજ ચિર યૌવનની બંસરી મધુરા સૂર છેડે છે ત્યારે ઘુંઘટમાં ઢંકાયેલું કોનું મુખ એ મીઠા સૂર સાંભળી રાજી થાય છે? ગોપીકાઓ જાણે છે કે આ મધુરા સૂર છેડનાર બીજું કોઈ નહિ, એ તો કૃષ્ણ છે.

આ સૂરથી આનંદિત થયેલી ગોપીકાને માટે તો આજે ઉત્સવગાન છે. જીવનની મધુર વીણાના સૂર છેડવાનો અને મિલનનાં મીઠાં ગીત ગાવાનો આ શુભ અવસર છે.

આમ, કવિએ આ ગીતમાં પ્રકૃતિનાં વિવિધ રૂપોની રમણીયતાની સાથે ગોપી – કૃષ્ણના મધુર મિલનના સંબંધોને વણી લીધા છે.

તારે પગલે શબ્દાર્થ

  • મધુમય – મધ જેવી મીઠાશવાળું, (અહીં) છંદનું નામ.
  • ઝંખવાઈ જવું – ઓછપ અનુભવવી, ઝાંખા પડી જવું.
  • મૃદુ – કોમળ.
  • શેફાલી – ફૂલનું નામ.
  • ચિર – લાંબું. Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 તારે પગલે (First Language)
  • યૌવન – યુવાની.
  • બંસરી – વાંસળી, બંસી.
  • બાજે – વાગે.
  • મર્મર – અવાજ, ધ્વનિ, (અહીં) હાસ્ય.
  • ઉત્સવ – આનંદનો પ્રસંગ.
  • પાની – પગનો સૌથી નીચેનો પાછળનો ભાગ.
  • ઘૂંઘટ – સાડીથી ઢાંકેલું મુખ.
  • મધુ – મધુર, મધ.
  • વણા – સંગીતનું તારથી વગાડવાનું સાધન (તંતુવાઘ).
  • ટાણું – સમય, પ્રસંગ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *