Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 મારી બા (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language પૂરક વાચન Chapter 4 મારી બા Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 4 મારી બા (First Language)

મારી બા પાઠ – પરિચય
– શરીફા વીજળીવાળા [જન્મઃ 04 – 08 – 1962].

મારી બા’માં લેખિકા શરીફા વીજળીવાળાએ તેમની બા’એ કેટકેટલા સંઘર્ષ વેઠીને પોતાના પરિવારનું ભરણપોષણ કર્યું હતું તેની કથાને નિરૂપી છે. અહીં તેમનાં “બા” જ કેન્દ્રમાં છે.

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 મારી બા (First Language)

મા – દીકરી વચ્ચેના સંબંધોમાં મતભેદ છે, પણ મનભેદ નથી. બે પેઢી વચ્ચેનું, શિક્ષિત – અશિક્ષિત વચ્ચેનું અંતર છે. તેમ છતાં એમાં સહેજે કડવાશ નથી. આટલી ગરીબાઈ અને સંઘર્ષની સીમામાં રહીને પણ તેમનાં બાએ અને બાપુએ સંતાનોને ભણાવવામાં રસ દાખવેલો.

શરીફાના સ્વભાવને કારણે મા – દીકરી વચ્ચે તણખા ઝરે, પણ અંતે એ બુઝાઈ પણ જાય. વખત જતાં તેમાં પરિવર્તન આવ્યું. આજે તેમનાં બા તેમની પાક્કી દોસ્ત બની ગયાં છે એમ શરીફા કબૂલે છે.

તેમ છતાં ભોળી બાના મનમાં દીકરીનાં જીવન – કાર્ય અંગે કાયમી પ્રશ્નો ઊઠતાં રહે છે ત્યારે નાનપણમાં બાને સામા જવાબ દેતી આ દીકરી એટલે શરીફા પાસે આજે એકેય પ્રશ્નનો બાને ગળે ઊતરે એવો જવાબ નથી એ વાતને તેઓ સ્વીકારે છે.

મારી બા શબ્દાર્થ

  • નોખી – અલગ, જુદી.
  • હાટડી – નાની દુકાન, હાટ.
  • માલીપા – અંદરની બાજુએ.
  • કાંય – કાંઈ, કંઈ. Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 મારી બા (First Language)
  • ઝાવાં નાખવાં – વલખાં મારવાં, પ્રયત્નો કરવા.
  • ધાસ્તી – દહેશત, બીક, ભય.
  • આજીજી – વિનંતી, કાલાવાલા.
  • શેર – લગભગ 480 ગ્રામ જેટલું.
  • ભળકડે – વહેલી સવારે.
  • ભેળી – સાથે.
  • ધમારવું – સ્નાન કરાવવું.
  • ગાંહડી – ગાંસડી.
  • અડાયાં – થાપ્યા વગરનાં, રસ્તામાં પડીને સુકાઈ ગયેલાં છાણાં.
  • ભેળું – ભેગું.
  • ઠામડાં – વાસણ, ઠામ, પાત્ર.
  • ધોડાં કરવા – દોડાદોડી કરવી.
  • હાર્યે – સાથે. Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 મારી બા (First Language)
  • લત – ટેવ, આદત.
  • ધરાર – પરાણે, બળજબરીથી.
  • મુદ્દલ – મૂળ મૂડી, રકમ.
  • ચાનક – ઉત્તેજન, ઉત્સાહ.
  • ટિંગર – બાળકોની ટોળી.
  • બઢો – મોટો જાડો રોટલો.
  • ફળફળતું – ગરમાગરમ.
  • પાડોહ – પડોશ.
  • સીંદરા – દોરડા.
  • ડાંડો – કેડ.
  • લુશલશ – ઉતાવળે.
  • વેતા મેલવા – જવું.
  • ત્રાટું – ભીંતનું વરસાદ સામે રક્ષણ કરવા સાંઠીથી ગૂંથેલી આડશે.
  • ખૂબ ગરમ – (અહીં) ગુસ્સાવાળું.
  • કાઠું – ઘણું મુશ્કેલ.
  • બાખડી બાંધવી – સામનો કરવો.
  • આખડી – અગડ (કશુંક ન ખાવું કે ન વાપરવું).
  • બડાબૂટ કામ – અપાર કામ. Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 મારી બા (First Language)
  • જિભાળું – ખૂબ બોલનારું, જવાબ આપનારું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *