Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 વીરભૂમિ (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language પૂરક વાચન Chapter 5 વીરભૂમિ Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 5 વીરભૂમિ (First Language)

વીરભૂમિ પાઠ – પરિચય
– અરવિંદ પંડ્યા [જન્મ: 28 – 10 – 1945]

‘વીરભૂમિ’ એકાંકીનો વિષય શહીદી, કુરબાનીનો છે. ભારતને ગુલામ બનાવનાર અને વર્ષો સુધી ભારત પર રાજ્ય કરનાર અંગ્રેજોએ જલિયાંવાલા બાગમાં જે નિર્દય હત્યાકાંડ કરેલો એ ઘટનાને ભારતની પ્રજા સારી રીતે જાણે છે અને એ સ્થળની મુલાકાત લઈ તેનો ઇતિહાસ જાણીને ભારતવાસીનું હૃદય કંપી ઊઠે છે.

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 વીરભૂમિ (First Language)

પણ આ અંગ્રેજોએ અત્યંત ભયાનક હત્યાકાંડ ગુજરાતની આદિવાસી ગરાસિયા (ભીલ) લોકો પર પણ ગુજાર્યો હતો. એમાં એ જ કોમના સુરજી નિનામાને ફોડીને આ હત્યાકાંડમાં તેનો સાથ લીધો હતો. આ ભયાનક હત્યાકાંડની ઘટના પાલ – દઢવાવ સ્થળે બની હતી.

એ હત્યાકાંડ દરમિયાન અંગ્રેજોએ ગોળીબાર કર્યા. ઑટોમેટિક મશીનગનથી ધડાધડ ગોળીઓ સ્ત્રી – પુરુષો અને નાનાં બાળકો પર છોડી. સૌ તેનો સામનો કરતા રહ્યા, તેમને ગાળો આપતા, ભીલ કોમની સ્ત્રીઓ રણચંડી બનીને પોતાની બોલીમાં અંગ્રેજોને સંભળાવી દેતી,

“ને પેરવ (ભૈરવ) ખપ્પર ભરી ભરખે મુવી લોહીની નદીઓ ખડૂકા (ધોધ) લેહે … પણ બધા આઝાદ થહે” એની ખુમારીની, એના શબ્દોની કોઈ અસર થતી નથી. સત્તાધારી અંગ્રેજો પાસે તેમનું શું ચાલે? લાશોના ઢગ ખડકાય છે.

કેટલીક લાશો કૂવામાં પડે છે. દર્દનાક ચીસો, ઉંહકારા સંભળાય છે. બધા જ આદિવાસી મરી જાય ત્યાં સુધી ખૂની ખેલ ચાલે છે. અંગ્રેજ ચટ્ટન સુરજી નિનામાને આદેશ આપે છે, “બાકી લાશોં કો ઉસ નદી મેં ગાડ દો, કિસી કો પતા ન ચલે.” અંગ્રેજોના સૈનિકોની બેશરમી તો જુઓ.

લાશોને કૂવામાં ફેંકતાં પહેલાં તેમનાં માદળિયાં કાનની બુટ્ટીઓ વગેરે કાઢી લે છે. આટલું અધૂરું હોય એમ કેટલાંકને તો જીવતાં જ કૂવામાં નાખી દે છે.

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 વીરભૂમિ (First Language)

આ ઘાતકી પરિસ્થિતિ વચ્ચે પણ આ વીરભૂમિના આદિવાસીઓ આઝાદીને ખાતર વીરતાથી એમનો સામનો કરતા રહ્યા અને અંગ્રેજો બેરહમીથી તેમને મોતને ઘાટ ઉતારતા ગયા.

એકાંકીના અંતમાં લેખક દર્શાવે છે કે દેશ તો અહિંસક તાકાતથી આઝાદ થઈ ગયો, પણ અંગ્રેજોને આ કાંડમાં સાથ આપનાર કૂવાના થડા પર ઊંધો પડી જીવતા મડા જેવો સુરજી નિનામા હૈયાફાટ રુદન કરે છે, કર્યા કામો પર પસ્તાય છે.

ઢોકળિયા કૂવામાં આઝાદીને ખાતર લડતાં લડતાં આદિવાસીઓની લાશ સૂતી છે એ જ કૂવામાં આક્રંદ કરતો સુરજી નિનામાં કૂદી પડે છે જાણે પાપનું પ્રાયશ્ચિત્ત કરતો ન હોય !

વીરભૂમિ શબ્દાર્થ

  • નિર્મમ – મમત્વ વિનાનું.
  • નિર્દય – દયા વગરનું.
  • રતીભાર – સહેજ પણ.
  • દમામ – દબદબો, ભપકો.
  • ચિતરિયા પાલ – સાબરકાંઠા જિલ્લાનું એક ગામ.

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 વીરભૂમિ (First Language)

વીરભૂમિ તળપદા શબ્દો

  • રવડી પડહે – ખડી જશે.
  • ગોઝારી – હત્યારી.
  • બૈરાં સોરાં – બૈરી છોકરાં.
  • કાળિયો દેવ – શામળિયાજી.
  • રમણા – ઉજવો.
  • ખડૂકો – ધોધ.
  • મડા – મડદું.
  • ખોલરું – ઘર.
  • રાખસ – રાક્ષસ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *