Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.

પ્રશ્ન 1.
રજાઓમાં છોકરાંઓ લેખકને ક્યાં જવાનું કહે છે?
(a) અંબાજી
(b) આગ્રા
(c) દિલ્લી
(d) હરદ્વાર
ઉત્તર :
(b) આગ્રા

પ્રશ્ન 2.
માથેરાનમાં સર્વશભાઇ કયા પોઇન્ટ પર નાળિયેરનું પાણી પીતા ?
(a) પેનોરમા
(b) ડોના-પૌલા
(c) એકો પોઇન્ટ
(d) સનસેટ પોઇન્ટ
ઉત્તર :
(a) પેનોરમા

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
સર્વશભાઇના મતે મોંઘવારીમાં દાર્જિલિંગમાં ફરવા માટે શું કરવું ?
ઉત્તર :
લેખકના મતે મોંઘવારીમાં દાર્જિલિંગમાં ફરવા એક યુક્તિ બતાવે છે. દર્જિલિંગમાં એક વખત જમવાનું અને સાંજે નાસ્તાથી ચલાવી લેવાનું. ઝરણામાં પગ બોળીને બેસી રહેવાનું. કોઈ ખર્ચ જ નહિ.

Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

પ્રશ્ન 2.
મહાબળેશ્વર જવા માટે સર્વશભાઇ ટ્રાવેલ્સનો કેમ આગ્રહ રાખે છે ?
ઉત્તર :
મહાબળેશ્વર જવા માટે લેખક ટ્રાવેલર્સનો એટલા માટે આગ્રહ રાખે છે કે પછી ખાવા-પીવા કે રહેવાની આપણને કોઈ જ ઝંઝટ થતી નથી. બે ટાઈમ ખાવાનું, ત્રણ ટાઈમ ચા-નાસ્તો પ્રહૂલાદ ટ્રાવેલર્સવાળા આપે છે. તમો કહો એ ન એ નાસ્તો આપે છે,

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
તાજમહેલ વિશે સર્વશભાઇ શું કહે છે ?
ઉત્તર :
તાજમહેલ વિશે લેખક કહે છે કે એક રાજાએ પોતાની પત્નીની ચૌદમી ડિલિવરીમાં ગુજરી ગયેલી તેની યાદમાં આ કબર બંધાવી ! એના કરતાં આગ્રા આખાને જમાડવું હોત અથવા તાજ મહેલ જેવી કોઈ મોટી હોટેલ બાંધી હોત તો સારું હતું !

પ્રશ્ન 2.
સૂર્યને જોવા માટે સર્વજ્ઞભાઇ મહાબળેશ્વર કરતાં આબુ જવું’ એમ સર્વજ્ઞભાઇ શા માટે કહે છે ?
ઉત્તર :
મહાબળેશ્વરમાં સૂર્યોદય પોણા ચાર વાગ્યે થાય છે, એટલે આપણે ઉજાગરો કરવો પડે ! સૂરજ તો બધે સરખો. આબુમાં નિરાંતે રસોઈ કરીને બે વખત જમવાનું. જમીને આરામ કરવાનો – સાંજે નખીલેકે ચક્કર મારવાના. રબડી ખાવાની. આ બધી મજા આબુમાં છે, તેથી લેખકે મહાબળેશ્વર કરતાં આબુને વધારે પસંદ કરે છે.

4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
સૌંદર્ય માણવાને બદલે ખાણી-પીણીમાં વિશેષ રસ લેતા પ્રવાસીઓના સ્વભાવ વિશે પાઠને આધારે નોંધ લખો.
ઉત્તર :
આ પાઠમાં માનવસ્વભાવનું સુંદર આલેખન થયું છે, લેખક અને તેમના મિત્રોને કરવામાં નહિ પણ જુદા જુદા સ્થળોની ખાણીપીણીમાં વધુ રસ હોય એમ લાગે છે. ખરેખર તો પ્રવાસમાં જુદાં જુદાં સ્થળનું પ્રાકૃતિક સૌંદર્ય માણવાનું હોય છે.

લેખક અને મિત્રોને ખાવાની વાનગીઓમાં દાળભાત, નાળિયેર પાણી, દહીંવડા, ફટદાળ ઢોકળી, બટાકાપૌંઆ, સેવખમણ, બ્રેડના ભજિયા, રબડી અને આઇસ્ક્રીમ જેવી વાનગીઓમાં જ વધુ રસ છે; એટલે માનવસ્વભાવની વિચિત્રતા અહીં બતાવેલ છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

પ્રશ્ન 2.
આખરે સર્વજ્ઞભાઈ ક્યાંય ન જવા માટે કેમ વિચારે છે ?
ઉત્તર :
લેખક પ્રવાસના સ્થળે લેખકને જુદી જુદી વાનગી ખાવાની ખૂબ ઇચ્છા થાય છે. પ્રાકૃતિક સૌંદર્ય જોવાની તેમને બિલકુલ ફુરસદ નથી, પ્રવાસના સ્થળે ભીડ અને જાણીતાં ચહેરાં જોતાં દુ:ખ થાય છે. એના કરતાં તો અમદાવાદમાં જ સાંજે ધાબે પાણી છાંટી, ઠંડક કરી આરામ કરવો વધુ પસંદ કરે છે. પટેલનો આઇસ્ક્રીમ ખાતાં, ગપ્પાં મારવાની મજા લેવાનું લેખકને ગમે છે. આવી મજા બીજે ક્યાંય પ્રાપ્ત થતી નથી, એટલે લેખક નક્કી કરે છે કે હવે કોઈ પ્રવાસ ગોઠવવો નથી, પૃથ્વીનો છેડો ઘર છે, એટલે ઘરે જ આનંદ કરી લેવો !

Std 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો Additional Important Questions and Answers

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :

પ્રશ્ન 1.
આગ્રામાં શું જોવાની છોકરાંઓની ઇરછા છે?
(A) લાલ કિલ્લો
(B) દિવાને આમ
(C) રાધાસ્વામિ મંદિર
(D) તાજમહેલ
ઉત્તર :
(D) તાજમહેલ

પ્રશ્ન 2.
તાજમહેલની ઉત્તરે ખાડામાં કોણ ઊભું રહે છે ?
(A) ઊંટ
(B) સૈનિક
(C) દાળવડાંવાળો
(D) જલેબીવાળો
ઉત્તર :
(C) દાળવડાંવાળો

પ્રશ્ન 3.
એક માણસની બૈરી કેટલામી ડિલિવરીમાં મરી ગયેલી ?
(A) દશ
(B) બાર
(C) ચૌદ
(D) નવા
ઉત્તર :
(C) ચૌદ

Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

પ્રશ્ન 4.
સમજુ માણસે બૈરી પાછળ કયા શહેરને જમાડ્યું હોત તો ?
(A) દિલ્લી
(B) ગ્રા
(C) અયોધ્યા
(D) હરિદ્વાર
ઉત્તર :
(B) ગ્રા

પ્રશ્ન 5.
સમજુ માણસે બૈરી પાછળ કોના જેવી મોટી હોટેલ બાંધી હોત તો ?
(A) તાજમહેલ
(B) અશોક
(C) ઑબેરોય
(D) કામા
ઉત્તર :
(A) તાજમહેલ

પ્રશ્ન 6.
લાખો રૂપિયા ખર્ચીને એક માણસે શું બાંધ્યું ?
(A) મંદિર
(B) મસ્જિદ
(C) શિવાલય
(D) કબર
ઉત્તર :
(D) કબર

પ્રશ્ન 7.
પુરોહિતવાળાની એક હોટેલ કયા શહેરમાં છે ?
(A) મુંબઈ
(B) માથેરાન
(C) દાર્જિલિંગ
(D) મહાબળેશ્વર
ઉત્તર :
(B) માથેરાન

Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

પ્રશ્ન 8.
નાળિયેર-પાણી પીવા કયા શહેરમાં જવું જોઈએ ?
(A) મુંબઈ
(B) વેરાવળ
(C) સોમનાથ
(D) માથેરાન
ઉત્તર :
(D) માથેરાન

પ્રશ્ન 9.
રજાઓમાં કયું શહેર મોંધું પડે છે ?
(A)
(B) કાશ્મિર
(C) વર્જિલિંગ
(D) મહાબળેશ્વર
ઉત્તર :
(C) વર્જિલિંગ

પ્રશ્ન 10.
દાર્જિલિંગમાં દિલ્લી ચાટ સેન્ટરની બાજુમાં કોણ બેસે છે ?
(A) દહીંવડાવાળો
(B) આઇસ્કીમવાળો
(C) સમોસાવાળો
(D) ભેળપુરી વાળો
ઉત્તર :
(A) દહીંવડાવાળો

પ્રશ્ન 11.
દહીંવડાવાળો કેવા દહીંવડા બનાવે છે ?
(A) ખૂબ પોચાં
(B) ફક્કડ
(C) ખૂબ કડક
(D) ખૂબ મોટાં
ઉત્તર :
(B) ફક્કડ

પ્રશ્ન 12.
દાર્જિલિંગમાં શેમાં પગ બોળીને બેસી રહેવાની મઝા આવે છે ?
(A) સરોવર
(B) તળાવ
(C) દરિયા
(D) ઝરણાં
ઉત્તર :
(D) ઝરણાં

Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

પ્રશ્ન 13.
ઝરણાંમાં પગ બોળીને બેસી રહ્યા તો શું બંધ થઈ ગયું ?
(A) મગજ
(B) હોટેલ
(C) દુકાન
(D) બેંક
ઉત્તર :
(B) હોટેલ

પ્રશ્ન 14.
હોટેલની કઈ વાનગી પ્રખ્યાત હતી ?
(A) ફૂટની દાળ-ઢોકળી
(B) ખાંડવી
(C) પાત્રા
(D) જલેબી
ઉત્તર :
(A) ફૂટની દાળ-ઢોકળી

પ્રશ્ન 15.
કોના કારણે કાશ્મીરમાં ગરમી પડે છે ?
(A) સૈનિકો
(B) પ્રવાસીઓ
(C) આતંકવાદીઓ
(D) પાપી લોકો
ઉત્તર :
(C) આતંકવાદીઓ

પ્રશ્ન 16.
મહાબળેશ્વર કઈ ટ્રાવેલ્સમાં જવું સારું ?
(A) નવભારત
(B) ઈંગલ
(C) પ્રહલાદ
(D) જીરાવાલા
ઉત્તર :
(C) પ્રહલાદ

પ્રશ્ન 17.
પ્રલાદ ટ્રાવેલ્સવાળા ત્રણ ટાઈમ શું આપે છે ?
(A) ચા-નાસ્તો
(B) ભોજન
(C) સેવ-ખમણી
(D) બ્રેડનાં ભજિયાં
ઉત્તર :
(A) ચા-નાસ્તો

Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

પ્રશ્ન 18.
મહાબળેશ્વરમાં સૂર્યોદય કેટલા વાગ્યે થાય છે ?
(A) ચાર વાગ્યે
(B) સાડા ચારે
(C) પાંચ વાગ્યે
(D) પોણા ચાર વાગ્યે
ઉત્તર :
(D) પોણા ચાર વાગ્યે

પ્રશ્ન 19.
વહેલી સવારે પોણા ચાર વાગ્યે મહાબળેશ્વરમાં શું થાય છે ?
(A) મંદિરમાં આરતી
(B) સૂર્યોદય
(C) મસ્જિદમાં અઝાન
(D) બરફનું તોફાન
ઉત્તર :
(B) સૂર્યોદય

પ્રશ્ન 20.
મહાબળેશ્વરનો સૂર્યોદય કેવો ગણાય છે ?
(A) ગાંડા કરી મૂકે એવો
(B) ઊંધ આવી જાય એવો
(C) તેજસ્વી
(D) સૂર્યાસ્ત જેવો
ઉત્તર :
(A) ગાંડા કરી મૂકે એવો

પ્રશ્ન 21.
સૂરજ વહેલો ઊગી જાય એટલે કેવો કહેવાય ?
(A) દયાળુ
(B) નવરો
(C) ઉત્સાહી
(D) ઉતાવળિયો
ઉત્તર :
(B) નવરો

પ્રશ્ન 22.
વેકેશનમાં મહાબળેશ્વરમાં શું પડે છે ?
(A) બહુ ઠંડી
(B) બહુ ગરમી
(C) હાડમારી
(D) બરફનાં કરાં
ઉત્તર :
(C) હાડમારી

Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

પ્રશ્ન 23.
સસ્તું ભાડું ને કયા શહેરની જાતરા વખણાય છે ?
(A) કાશી
(B) પાવાગઢ
(C) દ્વારકા
(D) સિદ્ધપુર
ઉત્તર :
(D) સિદ્ધપુર

પ્રશ્ન 24.
સિદ્ધપુરની જાતરા કરવી હોય તો કેવું ભાડું છે ?
(A) મોંધું
(B) સસ્તું.
(C) માફકસરનું
(D) ઠીકઠીક
ઉત્તર :
(B) સસ્તું.

પ્રશ્ન 25.
આબુ જવા કોની પાસે ચિઠ્ઠી લખાવવાની છે ?
(A) રમેશ દાણી
(B) ગિરીશ દાણી
(C) પોપટ દાણી
(D) મોરારી બાપુ
ઉત્તર :
(A) રમેશ દાણી

પ્રશ્ન 26.
આબુમાં એકવાર રાંધવાનું તો કેટલો વખત ખાવાનું ?
(A) બે વાર
(B) ત્રણ વાર
(C) એકવાર
(D) ચાર વાર
ઉત્તર :
(B) ત્રણ વાર

પ્રશ્ન 27.
આબુમાં સાંજે ક્યાં ચક્કર લગાવવાનાં ?
(A) સનસેટ પોઈન્ટ
(B) દેલવાડાના દેર
(C) અચલગઢ
(D) નખીલેક
ઉત્તર :
(D) નખીલેક

Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

પ્રશ્ન 28.
નખીલે કના ત્રાંસમાં કોણ બેસે છે ?
(A) મદારી
(B) ફોટોગ્રાફર
(C) રબડીવાળો
(D) ફૂગાવાળો
ઉત્તર :
(C) રબડીવાળો

પ્રશ્ન 29.
રબડીવાળા પાસેથી કેટલી રબડી લઈને ઝાપટવાની ?
(A) પાંચસો ગ્રામ
(B) અઢીસો-ત્રણસો ગ્રામ
(C) ચારસો ગ્રામ
(D) બસો ગ્રામ
ઉત્તર :
(B) અઢીસો-ત્રણસો ગ્રામ

પ્રશ્ન 30.
આબુમાં તમને અડધું કયું શહેર જોવા મળે છે ?
(A) વડોદરા
(B) આણંદ
(C) અમદાવાદ
(D) અંબાજી
ઉત્તર :
(C) અમદાવાદ

પ્રશ્ન 31.
અમદાવાદમાં આપણે અણગમતા લોકોને ટાળવા માં સંતાઈ જતા ?
(A) ખડકીમાં
(B) પોળમાં
(C) હોટેલમાં
(D) ધર્મશાળામાં
ઉત્તર :
(B) પોળમાં

પ્રશ્ન 32.
આબુના રસ્તા કેવા છે ?
(A) સાંકડા
(B) ભંગાર
(C) પહોળા
(D) ઢોળાવવાળા
ઉત્તર :
(C) પહોળા

Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

પ્રશ્ન 33.
અમદાવાદમાં સાંજે કેટલા વાગ્યે ધાબામાં પાણી છાંટવાનું ?
(A) પાંચ વાગ્યે
(B) સાત વાગ્યે
(C) આઠ વાગ્યે
(D) છ વાગ્યે
ઉત્તર :
(D) છ વાગ્યે

પ્રશ્ન 34.
સાંજે છ વાગ્યે પાણી છાંટીને પછી શું કરવાનું ?
(A) પથારી
(B) કુસ્તી
(C) જમણ
(D) પાર્ટી
ઉત્તર :
(A) પથારી

પ્રશ્ન 35.
અમઘવાદની સાંજ કેવી હોય છે ?
(A) ઠંડકવાળી
(B) ગરમ
(C) ઘોંઘાટવાળી
(D) રંગીન
ઉત્તર :
(A) ઠંડકવાળી

પ્રશ્ન 36.
ધાબે કોનો આઇસ્ક્રીમ ખાવાનો ?
(A) વાડીલાલ
(B) હેવમોર
(C) અમૂલ
(D) પટેલ
ઉત્તર :
(D) પટેલ

Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

પ્રશ્ન 37.
પૃથ્વીનો છેડો એટલે શું ?
(A) સીમ
(B) ઘર
(C) મંદિર
(D) સરોવર
ઉત્તર :
(B) ઘર

પ્રશ્ન 38.
ધાબે પટેલનો આઇસ્ક્રીમ ખાતાં શું કરવાનું?
(A) કરતી
(B) ચેસ રમવાની
(C) પત્તાં રમવાનાં
(D) શંખાં મારવાં
ઉત્તર :
(D) શંખાં મારવાં

પ્રશ્ન 39.
‘સૂરજ તો બધે સરખો’ પાઠના લેખક કોણ છે ?
(A) રતિલાલ બોરીસાગર
(B) શહાબુદીન રાઠોડ
(C) ડૉ. જગદીશ ત્રિવેદી
(D) વિનોદ ભટ્ટ
ઉત્તર :
(D) વિનોદ ભટ્ટ

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
માથેરાનમાં જોવા જેવા સ્થળો કયા કયા છે ?
ઉત્તર :
માથેરાનમાં જોવા જેવા સ્થળો સનસેટ પોઈન્ટ, એકો પોઈન્ટ અને પેનોરમા પોઈન્ટ આવેલાં છે.

પ્રશ્ન 2.
લેખકને આબુ પ્રવાસ કેમ સારો લાગે છે ?
ઉત્તર :
સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા જેવો આબુ પ્રવાસ લેખકને સારો લાગે છે. રમેશ દાણી પાસે ચિઠ્ઠી લખાવી લેવાની. એક બ્લોક મળે, રસોઈના વાસણા મળે, એકવાર રાંધવાનું – બે વખત જમવાનું, સાંજે નખીલેક પર ચક્કર લગાવવાના. ૨બડી ખાઈને જલસા કરવાના, એટલે આબુ પ્રવાસ સારો.

Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

પ્રશ્ન 3.
લેખકને આબુ કરતાં અમદાવાદ કેમ વધુ ગમે છે ?
ઉત્તર :
લેખકને આબુ કરતાં અમધવાદ એટલા માટે વધુ ગમે છે કારણ કે અમધવાદમાં અણગમતી વ્યક્તિ સામે મળે તો પોળમાંની ગલીમાં છુપાઈ જવાની સગવડ છે, જે આબુમાં નથી. આબુમાં રસ્તા પહોળા છે એટલે ક્યાંય છુપાઈ જવાય નહિ. આબુમાં અમદવાદ્યનો વધારે દેખાય છે, એટલે એવું લાગે કે જાણો આપણે અમદાવાદમાં ફરવા આવ્યા હોઈએ !

પ્રશ્ન 4.
અમદાવાદમાં સાંજે શું કરવાનું?
ઉત્તર :
અમદવાદમાં સાંજે છ વાગ્યે ધાબામાં પાણી છાંટીને ઠંડકમાં પથારી કરી લેટી જવાનું. અમદાવાદની સાંજ ઠંડકભરી હોય છે. સાંજે ધાબે પટેલનો આઇસ્ક્રીમ ઝાપટવાનો અને મિત્રો સાથે ગપ્પાં મારવાનાં. પૃથ્વીનો છેડો એટલે પ૨; તેથી અમદાવાદ સારું.

નીચેના પ્રખોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
આપણે શા માટે પ્રવાસ કરવો જોઈએ ?
ઉત્તર :
આપણો પ્રવાસ કરવા માટે સારું આયોજન કરવું જોઈએ, જે તે સ્થળના માણસો, રીત-રિવાજ, ઐતિહાસિક મહત્ત્વની વાતો જાણવી જોઈએ. ખાવા-પીવાની વસ્તુમાં માત્ર ધ્યાન આપવું જોઈએ નહિ.

Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે ઉત્તર લખો :

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :

  • ટેસ્ટી – સ્વાદિષ્ટ
  • પ્રતિજ્ઞા – ટેક, પણ
  • બ્યુટીફુલ – સુંદર
  • ઝંઝટ – ૨કઝક, માથાકૂટ
  • ઝરણું – સરવાણી, નિર્ઝર
  • હાડમારી – હેરાનગતિ, મુશ્કેલી
  • હમ્બગ – તદન ખોટું
  • પટ્ટો – પહેલવાન
  • બબાલ – મુસીબત, આફત
  • ટાળવું – દૂર કરવું

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો ?

  • સૂર્યોદય × સૂર્યાસ્ત
  • ઊગવું × આથમવું
  • ખરું × ખોટું
  • ઇચ્છા × અનિચ્છા
  • સાંજ × સવારે
  • પાછળ × આગળ
  • મોટી × નાની
  • મધું × સોં

નીચેની કહેવતની સમજૂતી આપો :

સસ્તી મૂડી સિદ્ધપુરની જાત્રા
સમજૂતી – મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ કરવું.

ગરથ ગાંઠે ને વિદ્યા પાઠ
સમજૂતી – જે હાથવગું હોય, પોતાના કબજામાં હોય તેજ વસ્તુ કામની.

આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ.
સમજૂતી – જાતમહેનત સર્વશ્રેષ્ઠ છે. અપના હાથ જગન્નાથ.

અણીનો ચૂક્યો સો વરસ જીવે.
સમજૂતી – એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર સફળતાની પરંપરાનો લાભ મેળવે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

નીચેનાં વાક્યોમાં વિરામચિહનો મૂકી ફરીથી લખો :

પ્રશ્ન 1.
આ વખતે રજાઓમાં કઈ તરફ ઊપડવા વિચારો છો બાપુ
ઉત્તર :
“આ વખતે રજાઓમાં કઈ તરફ ઊપડવા વિચારો છો, બાપુ ?”

પ્રશ્ન 2.
હજુ કંઈ નક્કી નથી કર્યું છોકરાં આગ્રા જવાનું કહે છે તાજમહેલ જોવાની બહુ ઈછા છે
ઉત્તર :
‘હજુ કંઈ નક્કી નથી કર્યું. છોકરાં આગ્રા જવાનું કહે છે. તાજમહેલ જોવાની એમની બહુ ઇચ્છા છે.’

પ્રશ્ન 3.
વાહ સરસ ટેસ્ટી
ઉત્તર :
“વાહ, સરસ. ટેસ્ટી.”

પ્રશ્ન 4.
તાજમહેલ અને ટેસ્ટી
ઉત્તર :
‘તાજમહેલ અને ટેસ્ટી ?’

નીચેના શબ્દોની સાચી જોડણી લખો :

  • સુરજ – સૂરજ
  • ખારિાપિણી – ખાણીપીણી.
  • વચીત્રતા – વિચિત્રતા
  • બ્યુટીફુલ – બ્યુટિફૂલ
  • વીસે – વિશે
  • ડીલીવરિ – ડિલિવરી
  • જ્યોતિન્દ્ર – જ્યોતીન્દ્ર
  • રૂપીઆ – રૂપિયા

Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

નીચેના શબ્દોના વિશેષણ બનાવો :

  • સમજ – સમજુ
  • ગરમી – ગરમ
  • ઠંડી – ઠંડું
  • કરુણતા – કરુણ
  • મોટાઈ – મોટું
  • પ્રસિદ્ધિ – પ્રસિદ્ધ
  • ગરીબી – ગરીબ
  • ડહાપણ – ડાહ્યું

સૂરજ તો બધે જ સરખો Summary in Gujarati

સૂરજ તો બધે જ સરખો કાવ્ય-પરિચય :

લેખક પરિચય : વિનદ જશવંતલાલ ભટ્ટ અમદાવાદના વતની છે. મધુર ભંગ એમનાં લખાણોનું પીઠબળ છે. એમણે હાસ્ય સાહિત્યના મોટાભાગના પ્રકારોમાં પ્રદાન કરેલું છે. ‘ઇદમ તૃતીયમ્’, ‘વિનદની નજરે’, ‘આંખ આડા કાન’,

‘હાપચાર’, ‘ભૂલચૂક લેવીદેવી’, ‘વિનોદ ભટ્ટના પ્રેમપત્રો વગેરે હાસ્યરસથી સભર પુસ્તકો તેમણે આપ્યાં છે. તેમણે નર્મદ, મુનશી, જ્યોતીન્દ્ર દવે, ચાલ ચેપ્લિન, બર્નાડ શો, એન્ટની ચેખવ વગેરેનાં ચરિત્રો લખેલાં છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. હાસ્યલેખન માટે સાહિત્ય પરિષદનો એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ મળ્યા છે.

લેખક પરિચય : આ લેખ હળવી શૈલીમાં આપણી વિચિત્રતાઓ અને ટેવો વિશે ધ્યાન દોરે છે. માણસ વિખ્યાત જગ્યાએ પ્રવાસમાં જઈને પણ ત્યાં વાત તો ખાણીપીણીની જ કરે, જોવા લાયક સ્થળની ખાસિયતની નહિ, એ ટેવ વિશે લેખક કટાક્ષ કરે છે. જેમ સૂર જ બધે સરખો જ હોય તેમ આવા માણસો માટે બધાં સ્થાન સરખાં જ હોય છે. ‘સર્વશભાઈ’ નામ પણ જાણે તો ખાણીપીણીનું એ લેખકનો બંગ માણવો ગમે તેવો છે, વ્યંગાત્મક રીતે રજૂ થયેલ મનુષ્ય સ્વભાવ હાય નિપજાવે છે, એને મમળાવવો ગમે એવું છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

સૂરજ તો બધે જ સરખો શબ્દાર્થ :

  • ટેસ્ટી – સ્વાદિષ્ટ;
  • બ્યુટીફૂલ – સુંદર;
  • ઝરણું – સરવણી, નિર્ઝર;
  • હમ્બગ – તદ્દન ખોટું;
  • પ્રતિજ્ઞા – ટેક, પણ;
  • ઝંઝટ – રેકઝક, માથાકૂટ;
  • હાડમારી – હેરાનગતિ, મુશ્કેલી;
  • પટ્ટો – પહેલવાન;
  • પ્રતિજ્ઞા – સંકલ્પ, સપથ;
  • બબાલ – મુસીબત, બાફત.
  • તળપદા શબ્દ જાતરા – યાત્રા;
  • બે – ભાઈ;
  • ઝાપટી જવું – ખાઈ જવું;
  • લેટી જવું – સૂઈ જવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *