Class 11 Gujarati Textbook Solutions Chapter 22 મચ્ચ-પિચ્છ

   

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 22 મચ્ચ-પિચ્છ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 11 Gujarati Textbook Solutions Chapter 22 મચ્ચ-પિચ્છ

Class 11 Gujarati Textbook Solutions Chapter 22 મચ્ચ-પિચ્છ Textbook Questions and Answers

મચ્ચ-પિચ્છ સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
“રેડ ઇન્ડિયન’ નામ શાથી પડ્યું?
ઉત્તરઃ
અતિશય ઠંડીને લીધે કોલંબસે અમેરિકામાં જે ઇન્ડિયનોના ચહેરા જોયા તે રતાશવાળા હતા એટલે તેઓનું રેડ ઇન્ડિયન’ નામ પડ્યું.

Class 11 Gujarati Textbook Solutions Chapter 22 મચ્ચ-પિચ્છ

પ્રશ્ન 2.
અમેરિકાની કઈ બે પ્રાચીન સંસ્કૃતિઓનો અહીં ઉલ્લેખ છે?
ઉત્તર :
અમેરિકાની માયા સંસ્કૃતિ અને ઇન્કા સંસ્કૃતિ એમ બે પ્રાચીન સંસ્કૃતિઓનો અહીં ઉલ્લેખ છે.

પ્રશ્ન 3.
કુસ્કો જતાં ઓછું વજન લઈ જવાનું કેમ કહેવામાં આવ્યું?
ઉત્તરઃ
કુસ્કો બાર હજાર ફૂટની ઊંચાઈએ છે, તેની હવા ઘણી પાતળી છે. સાધારણ વજનવાળી બૅગ કે બીજી કોઈ ચીજવસ્તુ તમે ઊંચકો કે જરાક ઝડપથી ચાલો કે તરત જ તમને શ્વાસની તકલીફ થવા લાગશે. તેથી કુસ્કો જતાં ઓછું વજને લઈ જવાનું કહેવામાં આવ્યું.

પ્રશ્ન 4.
કુસ્કોની પ્રાચીનતા શાના ઉપરથી દેખાઈ આવતી હતી?
ઉત્તરઃ
કુસ્કોની પ્રાચીનતા એનાં મકાનો, રસ્તાઓ અને આદિવાસી માણસોના ચહેરા ઉપરથી દેખાઈ આવતી હતી.

પ્રશ્ન 5.
કુસ્કોથી મચ્ચ-પિછુ કેટલું દૂર હતું?
ઉત્તર :
ગુસ્કોથી મચ્ચ – પિછુ છોતેર માઈલ દૂર હતું.

પ્રશ્ન 6.
હિરમ બિંગહામ કોણ હતા?
ઉત્તરઃ
હિરમ બિંગહામ કૅલિફૉર્નિયા અને હાર્વર્ડ યુનિવર્સિટીના ઈતિહાસના અધ્યાપક અને ઇતિહાસકાર હતા.

Class 11 Gujarati Textbook Solutions Chapter 22 મચ્ચ-પિચ્છ

પ્રશ્ન 7.
મચ્ચ-પિચ્છમાં પીવા માટેનું પાણી કેવી રીતે મેળવવામાં આવે છે?
ઉત્તર :
મચ્ચ – પિચ્છનાં પથ્થરનાં ઘરોમાં કેટલેક ઠેકાણે કુદરતી ઝરણામાંથી પડતા પાણીને પીવા માટે એકત્ર કરી લેવા નીચે કુંડ જેવી રચના કરવામાં આવી છે.

પ્રશ્ન 8.
આ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે?
ઉત્તરઃ
“મચ્છુ – પિ” પાઠ પાસપોર્ટની પાંખે’ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે.

2. નીચેના દરેક પ્રશ્નનો ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કુસ્કોના બજારની સ્ત્રીઓને કોને મળતી આવતી હતી? કેવી રીતે?
ઉત્તરઃ
કુસ્કોના બજારની સ્ત્રીઓ ભારતીય સ્ત્રીઓને મળતી આવતી હતી. તેઓના ઘેરવાળા ચણિયા, લાંબી બાંયનાં પોલકાં, ઉપર ભરતકામ, લાંબા ચોટલા કે અંબોડા, ભરવાડોના જેવાં હાથપગનાં ઘરેણાં, ચામડીનો રંગ અને મુખાકૃતિ, બોલવાનો લહેકો – એ બધાંમાં ભારતીય અણસાર વરતાતો હતો.

વળી દુકાનની માલિક લેખકનાં પત્નીની સાડી અને ઘરેણાં વિશે પૂછપરછ ઇશારાથી કરતી.

પ્રશ્ન 2.
મચ્ચ-પિછુ નેરોગેજ ટ્રેનની પાટાની રચનાની શી વિશેષતા છે?
ઉત્તરઃ
મગૃ – પિછુ નેરોગેજ ટ્રેનના પાટાની રચના વિચિત્ર છે. થોડું અંતર કાપી ટ્રેન પાટા બદલી પાછી આવે છે. એમ ચાર વાર આવ – જા કરે છે અને ઊંચે ચડતી જાય છે. પછી સળંગ એક જ દિશામાં નીચે ઊતરતી જાય છે. પહાડનું ઘણું લાંબું ચક્કર ન લેવું પડે માટે આવી રચના કરી છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 22 મચ્ચ-પિચ્છ

પ્રશ્ન 3.
ઇન્કા લોકોનું કૅલેન્ડર કેવું હતું?
ઉત્તર :
ઈન્કા લોકોનું કેલેન્ડર ચાંદ્રાયણ હતું. ચંદ્રની કલાની વધઘટ પ્રમાણે તેઓ બાર મહિનાની ગણતરી કરતા. સૂર્યના ઉદયાસ્તના આધારે સમય નક્કી કરવા માટે સૂર્યઘટિકાની રચના ખુલ્લામાં કરતાં.

ઈન્કા લોકો ગ્રહો, નક્ષત્રો, સૂર્યોદય, સૂર્યાસ્ત, ગ્રહણ વગેરેની ગણતરીમાં કુશળ હતા. સૂર્ય અને ચંદ્રની ગતિને આધારે તેઓ કેટલાક દિવસને પર્વ તરીકે ઉજવતા.

3. નીચેના દરેક પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ઇટાલિયન યુગલને કુસ્કોમાં શા માટે અઠવાડિયું રોકાઈ જવું પડ્યું?
ઉત્તરઃ
કુસ્કો સમુદ્રની સપાટીથી બાર હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. કુસ્કોની હવા ઘણી જ પાતળી છે. ત્યાં પહોંચીને તરત બહુ હરફર થાય નહિ.

ઇટાલિયન યુગલ કુકો પહોંચીને તરત જ પહેલે દિવસે બજારમાં ફરવા નીકળ્યું. થોડાક પરિશ્રમને પરિણામે તે દિવસે બપોરે તેઓને સખત બેચેની લાગવા માંડી. માથું સખત દુઃખવા લાગ્યું. રસ્તામાં ચાલતાં પતિને ચક્કર આવ્યા અને પડી ગયા. તેઓ બેભાન થઈ ગયા.

પત્ની પણ શ્વાસની તકલીફથી ગભરાઈ ગઈ હતી. બંનેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં. અઠવાડિયા પછી તેઓની તબિયત સારી થઈ. ડૉક્ટરે એમને ફરવાની રજા આપી.

આમ, માંદગીના લીધે ઈટાલિયન યુગલને કુસ્કોમાં અઠવાડિયું રોકાઈ જવું પડ્યું.

પ્રશ્ન 2.
ગુરૂનગરી મચ્ચ-પિછુ વિશે ઇતિહાસકારો શું માને છે?
ઉત્તર :
ખોદકામ કરતાં મળી આવેલાં ચીની માટી અને ધાતુનાં વાસણો, હાથવણાટનાં કપડાં, શિલ્પાકૃતિઓ અને સ્થાપત્યના નમૂનાઓ ઉપરથી ઇતિહાસકારો માને છે કે ઈ. સ.

Class 11 Gujarati Textbook Solutions Chapter 22 મચ્ચ-પિચ્છ

1420ની આસપાસ આ નાનકડું નગર સ્થપાયું હોવું જોઈએ. “ઈન્કા” વંશના રાજા પાચાકુર્તકે ધરતીકંપ પછી જ્યારે કુસ્કો નગર વસાવ્યું ત્યારે આ મચ્ચ – પિછુ નગર વસાવ્યું હશે.

ઈન્કા વંશની આ એક ગુપ્ત નગરી હતી. આ નગરીની સ્થાપના ધાર્મિક હેતુથી કરવામાં આવી હતી. અહીં ધાર્મિક ક્રિયાકાંડો થતા.

એ ક્રિયાકાંડો સામાન્ય રીતે બાલ – બ્રહ્મચારી હોય એવી સ્ત્રીઓ જ કરતી. એ સ્ત્રીઓ સૂર્યકુંવરી તરીકે ઓળખાતી. સમગ્ર રાજ્યમાંથી શરીરે સુદઢ અને અત્યંત બુદ્ધિશાળી હોય એવી નાની નાની બાળાઓ પસંદ થતી. તેઓને તેમના કુટુંબથી દૂર અહીં કાયમને માટે લાવવામાં આવતી.

અહીં તેમના રહેવા તથા ખાવાપીવાની તમામ વ્યવસ્થા રહેતી. તેવી બાળાઓ પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચારિણી તરીકે અહીં ધાર્મિક ક્રિયાકાંડોમાં વિતાવતી. મચ્ય – પિચ્છના ખોદકામમાં મળેલા માનવ અવશેષોમાંથી 75 ટકાથી વધુ અવશેષો સ્ત્રીઓના છે એ પણ આ વાતની સાક્ષી પૂરે છે.

પ્રશ્ન 3.
મચ્ચ-પિચ્છના લોકોની બાંધકામકલા વિશે પાંચ વાક્યો લખો.
ઉત્તરઃ
મગ્સ – પિચ્છમાં બરાબર મધ્યભાગમાં સૂર્યમંદિરનું ખંડિયેર છે. એના પથ્થરોની દીવાલોની જાડાઈ તથા ઊંચાઈ તથા તેમાં સ્તંભ અને મોભ તરીકે વાપરવામાં આવેલા પથ્થરો પરથી કેવું બેનમૂન સ્થાપત્ય ઈન્કા લોકોનું હશે તેની પ્રતીતિ થાય છે.

ઈન્કા લોકો આવા જબરદસ્ત મોટા પથ્થરો ખસેડવા, ચડાવવા, ગોઠવવા ઇત્યાદિ કાર્યો માટે શરીરે બહુ સશક્ત અને બાંધકામની કલામાં નિપુણ હશે એની પ્રતીતિ એ કરાવે છે.

Std 11 Gujarati Textbook Solutions Chapter 22 મચ્ચ-પિચ્છ Additional Important Questions and Answers

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ઈન્કા લોકો પુનર્જન્મમાં માનતા, એમ શા ઉપરથી કહી શકાય?
ઈન્કા પ્રજાની બુદ્ધિશક્તિનો ખ્યાલ શાના ઉપરથી આવે છે?
ઉત્તરઃ
ઈન્કા સંસ્કૃતિના અવશેષરૂપ મચ્ય – પિચ્છમાંથી અને એન્ડિઝની પર્વતમાળામાં બીજાં કેટલાંક સ્થળોએથી કેટલાંક મમી મળી આવ્યાં છે. ઈન્કા લોકો પુનર્જન્મમાં માનતા.

એટલા માટે શબના હાથપગને ઘૂંટણ અને કોણીથી વાળીને તેઓ પેટ અને છાતીને અડોઅડ અથવા એવી રીતે ગોઠવતા કે જેવી રીતે ગર્ભમાં બાળકની સ્થિતિ હોય. આવી રીતે ગોઠવ્યા પછી તેઓ શબમાં જાતજાતની ઔષધિઓ ભરતા અને તેને વિલેપન કરતા.

Class 11 Gujarati Textbook Solutions Chapter 22 મચ્ચ-પિચ્છ

ત્યારપછી માટીના કોઈ મોટા માટલામાં કે કોઠીની અંદર તેને મૂકીને બંધ કરી દેતા. ઈન્કા લોકો શબને સૈકાઓ સુધી સાચવવાની ઔષધિઓના જાણકાર હતા તે ઉપરથી એ પ્રજાની બુદ્ધિશક્તિનો ખ્યાલ આવે છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
લેખકને કુસ્કો વિમાનમાં જવાનું કેમ કહેવામાં આવ્યું?
ઉત્તર :
કુસ્કો બારસો કિલોમીટર બસમાં જવામાં બે આખા દિવસ લાગે, કારણ કે બસની સગવડ બહુ સારી હોતી નથી, તેથી ઘણી અગવડ પડે. ત્યાં ઇંગ્લિશ બોલનારાં માણસો કોઈક જ મળે છે. આથી વિમાનમાં અનુકૂળતા રહે. તેથી લેખકને કુકો વિમાનમાં જવાનું કહેવામાં આવ્યું.

પ્રશ્ન 2.
લેખકને ટ્રેનની મુસાફરી કંટાળાજનક કેમ લાગી?
ઉત્તર :
લેખક અને તેમનાં પત્ની ટ્રેનમાં બેઠા પછી લગભગ બે કલાકે તે ઊપડી. ટ્રેન મંદ ગતિએ જતી હતી. એક સ્ટેશને ટ્રેનનું જિન બગડી જતાં ઘણા સમય પછી બીજું એંજિન આવ્યું. આથી લેખકને ટ્રેનની મુસાફરી કંટાળાજનક લાગી.

3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
કયા લોકોએ ઈન્કા પ્રજાઓ ઉપર ક્રૂર અત્યાચારો કર્યા હતા? કેમ?
ઉત્તરઃ
પોર્ટુગલ અને સ્પેઇનના લોકોએ પોતાની હકુમત જમાવવા માટે ઇન્કા પ્રજાઓ ઉપર ક્રૂર અત્યાચારો કર્યા હતા.

પ્રશ્ન 2.
મચ્ચ – પિછુ શબ્દ ક્યાંથી આવ્યો છે? એનો અર્થ શો થાય છે?
ઉત્તર :
મચ્ચ – પિચ્છ શબ્દ આદિવાસી ઇન્ડિયન લોકોની ક્યૂએચુઆ નામની ભાષામાંથી આવ્યો છે જેનો અર્થ થાય છે “જૂનું શિખર’.

Class 11 Gujarati Textbook Solutions Chapter 22 મચ્ચ-પિચ્છ

પ્રશ્ન 3.
“ઈન્તિરાયમીએટલે શું?
ઉત્તરઃ
સૂર્ય અને ચંદ્રની ગતિને આધારે ઈન્કા લોકો કેટલાક દિવસને પર્વ તરીકે ઉજવતા. એવો પર્વ એટલે ‘ઇન્તિરાયમી’.

4. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
“મથ્ય – પિચ્છ’ પાઠના લેખકનું નામ જણાવો.
(a) રમણલાલ ચી. શાહ
(b) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
(c) રાઘવજી માધડ
(d) કુન્દનિકા કાપડિયા
ઉત્તર :
(a) રમણલાલ ચી. શાહ

પ્રશ્ન 2.
“મથ્ય – પિચ્છ’ પાઠનો સાહિત્યપ્રકાર લખો.
(a) લોકકથા
(b) ચરિત્રલેખ
(c) પ્રવાસનિબંધ
(d) નવલિકા
ઉત્તર :
(c) પ્રવાસનિબંધ

મચ્ચ-પિચ્છ વ્યાકરણ

1. નીચેનાં વાક્યો ભાષાની દૃષ્ટિએ સુધારીને ફરીથી લખોઃ

(1) મગૃ – પિચ્છમાં ઘરો પથ્થરના અઢીસો જેટલા છે.
(2) સદ્ભાગ્ય વિનાશમાંથી આ મચ્ય – પિછુ ગયો બચી.
(૩) આ નગરીની ધાર્મિક હેતુથી સ્થાપન આવી હતી કરવામાં.
(4) ઇન્કા લોકો સૂર્ય અને ચંદ્રની જેમ આપણી પૂજા કરનારા હતા.
ઉત્તરઃ
(1) મચ્ચ – પિચ્છમાં અઢીસો જેટલાં પથ્થરનાં ઘરો છે.
(2) સદ્ભાગ્યે આ વિનાશમાંથી મચ્ચ – પિછુ બચી ગયું.
(3) આ નગરીની સ્થાપના ધાર્મિક હેતુથી કરવામાં આવી હતી.
(4) ઈન્કા લોકો આપણી જેમ સૂર્ય અને ચંદ્રની પૂજા કરનારા હતા.

Class 11 Gujarati Textbook Solutions Chapter 22 મચ્ચ-પિચ્છ

2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:

(1) કોલંબસ ભારતની સફરે નીકળ્યો.
(2) કુસ્કોની હવા ઘણી જ પાતળી છે.
(3) પોતાની આ શોધ વિશે એમણે પુસ્તક લખ્યું છે.
(4) રાતના બે વાગ્યે બીજું એન્જિન આવી પહોંચ્યું.
ઉત્તરઃ
(1) ની
(2) ની
(3) ની, એ
(4) ના, એ

3. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો “બ” વિભાગમાંથી શોધીને લખો

“અ” વિભાગ – “બ” વિભાગ
(1) અસ્તવ્યસ્ત – અધર્માચરણ, બળાત્કાર
(2) બેનમૂન – મહેનત, ઉદ્યમ
(3) અત્યાચાર – છિન્નભિન, રફેદફે
(4) પરિશ્રમ – અજોડ, અદ્વિતીય
ઉત્તરઃ
(1) અસ્તવ્યસ્ત – છિન્નભિન્ન, રફેદફે
(2) બેનમૂન – અજોડ, અદ્વિતીય
(3) અત્યાચાર – અધર્માચરણ, બળાત્કાર
(4) પરિશ્રમ – મહેનત, ઉદ્યમ

4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ

  1. પ્રાચીન
  2. જૂનું
  3. માલિક
  4. ઉદય
  5. સૂર્યોદય
  6. પવિત્ર

ઉત્તરઃ

  1. પ્રાચીન ✗ અર્વાચીન
  2. જૂનું ✗ નવું
  3. માલિક ✗ નોકર, સેવક
  4. ઉદય ✗ અસ્ત
  5. સૂર્યોદય ✗ સૂર્યાસ્ત
  6. પવિત્ર ✗ અપવિત્ર

Class 11 Gujarati Textbook Solutions Chapter 22 મચ્ચ-પિચ્છ

5. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખોઃ

  1. મૂખાતી
  2. પ્રાચિન
  3. સુપ્રસિધ્ધ
  4. અલબત
  5. સંસ્કૃતિક
  6. પરીશ્રમ
  7. બેનમુન
  8. સુર્યોદય
  9. ભ્રમચારિણી
  10. ધાર્મીક
  11. યુનીવર્સીટી
  12. કબ્રસ્થાન
  13. પરોડીયું
  14. નીર્ધારિત
  15. શાર્થક

ઉત્તરઃ

  1. મુખાકૃતિ
  2. પ્રાચીન
  3. સુપ્રસિદ્ધ
  4. અલબત્ત
  5. સાંસ્કૃતિક
  6. પરિશ્રમ
  7. બેનમૂન
  8. સૂર્યોદય
  9. બ્રહ્મચારિણી
  10. ધાર્મિક
  11. યુનિવર્સિટી
  12. કબ્રસ્તાન
  13. પરોઢિયું
  14. નિર્ધારિત
  15. સાર્થક

Class 11 Gujarati Textbook Solutions Chapter 22 મચ્ચ-પિચ્છ

6. નીચેના શબ્દોની સંધિ છૂટી પાડોઃ

  1. મુખાકૃતિ
  2. નિર્જન
  3. સૂર્યોદય
  4. સૂર્યાસ્ત
  5. પુનર્જન્મ
  6. શિલ્પાકૃતિ

ઉત્તરઃ

  1. મુખાકૃતિ = મુખ + આકૃતિ
  2. નિર્જન = નિઃ + જન
  3. સૂર્યોદય = સૂર્ય + ઉદય
  4. સૂર્યાસ્ત = સૂર્ય + અસ્ત
  5. પુનર્જન્મ = પુનઃ + જન્મ
  6. શિલ્પાકૃતિ = શિલ્પ + આકૃતિ

7. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

  1. નૃવંશશાસ્ત્રી –
  2. ભરતગૂંથણ –
  3. રીતરિવાજ –
  4. સૂર્યકુંવરી –
  5. બાલ – બ્રહ્મચારી –
  6. માનવઅવશેષ –
  7. સૂર્યઘટિકા –
  8. અઠવાડિયું –

ઉત્તરઃ

  1. નૃવંશશાસ્ત્રી – ઉપપદ સમાસ
  2. ભરતગૂંથણ – દ્વન્દ સમાસ
  3. રીતરિવાજ – દ્વન્દ સમાસ
  4. સૂર્યકુંવરી – તપુરુષ સમાસ
  5. બાલ – બ્રહ્મચારી – પુરુષ સમાસ
  6. માનવઅવશેષ – તપુરુષ સમાસ
  7. સૂર્યઘટિકા – મધ્યમપદલોપી સમાસ
  8. અઠવાડિયું – દ્વિગુ સમાસ

મચ્ચ-પિચ્છ Summary in Gujarati

મચ્ચ – પિચ્છ પ્રાસ્તાવિક
રમણલાલ ચી. શાહ [જન્મ: 3 – 12 – 1926; મૃત્યુ: 24 – 10 – 2005].

‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસગ્રંથમાંનો “મગૃ – પિચ્છ પ્રવાસનું વર્ણન કરતો આ પાઠ છે. લેખકે એમનાં પત્ની સાથે મધ્ય અને દક્ષિણ અમેરિકાના પ્રવાસે ગયા હતા, તે વખતે ઈન્કા સંસ્કૃતિના અવશેષોમાંના એક સુપ્રસિદ્ધ સ્થળ મથ્ય – પિછુ નામના નગરની મુલાકાત લીધી હતી, તેનું રોચક વર્ણન કર્યું છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 22 મચ્ચ-પિચ્છ

પ્રવાસ વખતે કઈ કઈ બાબતની કાળજી રાખવી પડે, તે ઝીણી ઝીણી બાબતોનું વર્ણન ઉપયોગી છે. ભાષાની સરળતા – સાદગી આંખે વળગે એવી છે.

મચ્ચ-પિચ્છ શબ્દાર્થ

  • અવસર – (અહીં) પ્રસંગ.
  • નૃવંશશાસ્ત્રી – વંશ આધારિત ઓળખ કરનાર નિષ્ણાત.
  • મત – અભિપ્રાય.
  • લુપ્ત થવું – નાશ પામવું.
  • અવશેષ – બાકી રહેલો ભાગ, ખંડેર.
  • અત્યાચાર – અધર્માચરણ, બળાત્કાર.
  • મુખાકૃતિ – ચહેરો.
  • કરુણ – દયાજનક.
  • નિર્જન – વેરાન.
  • હાટડી – નાની દુકાન.
  • પરિશ્રમ – મહેનત, ઉદ્યમ.
  • અસ્તવ્યસ્ત – છિન્નભિન્ન, રફેદફે.
  • ભવ્યતા – ગૌરવ, પ્રભાવ.
  • બેનમૂન – અજોડ, અદ્વિતીય, સર્વોત્તમ.
  • ક્રિયાકાંડ – ધર્મવિધિને લગતો વેદશાસ્ત્રનો ભાગ.
  • આફ્લાદક – આનંદ કરાવે તેવો.
  • સૂર્યઘટિકા – ઘડિયાળ, સમય જોવા માટે બનાવેલી રચના.
  • પર્વ – ઉત્સવ. Class 11 Gujarati Textbook Solutions Chapter 22 મચ્ચ-પિચ્છ
  • શબ – મૃતદેહ વિલેપન કરવું – લેપ કરવો, ચોપડવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *