Class 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો

Class 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો Textbook Questions and Answers

વિસામો સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કવિ કેવા માર્ગો ઉલ્લંઘવાના કહે છે?
ઉત્તરઃ
“વિસામો’ કાવ્યના કવિ ભુલામણા માર્ગો ઉલ્લંઘવાના કહે છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો

પ્રશ્ન 2.
આફતનો ટેકરો કવિ કેવી રીતે પાર કરવાનું કહે છે?
ઉત્તરઃ
આફતનો ટેકરો કવિ હિમતથી પાર કરવાનું કહે છે.

2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
જીવનમાં આવતાં સંકટોનો કેવી રીતે સામનો કરવાનું કવિ કહે છે?
ઉત્તરઃ
જીવનમાં અનેક સંકટો આવશે. એ સંકટોનો સામનો કરતાં થાકી જવાશે, પણ એ સંકટો સહન કરીને, તેમનો હિંમતથી સામનો કરવાનું કવિ કહે છે.

પ્રશ્ન 2.
હિમ્મત ન હારજે તું કયાંયે એમ કવિ શા માટે કહે છે?
ઉત્તરઃ
મનુષ્ય જીવનના ભુલામણા માર્ગો ઉલ્લંઘવાના છે, ગરીબોનાં જીવન સુધારવાનાં છે. આ બધાં કાર્યો કરવામાં અનેક મુસીબતો આવે, તેથી કવિ “હિમ્મત ન હારજે તું ક્યાંયે” એમ કહે છે. આ બધાં કાર્યો હિમ્મત રાખીને કરજે, તેમ કવિ કહે છે.

3. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો :

‘વિસામો’ કાવ્યના શીર્ષકથી યથાર્થતા તપાસો.
ઉત્તરઃ
‘વિસામો’ કાવ્યમાં કવિ માનવીને એકલપંડે વિસામો લીધા વિના અન્યને વિસામો આપવાનું કહે છે. જીવનનો પંથ સુંવાળો નથી. તે પંથે ચાલતાં રસ્તામાં અનેક વિટંબણાઓ આવશે, ભુલામણા માર્ગ આવશે, પણ તે બધાને સહન કરીને પણ આગળ વધવાનું છે; વણખેડ્યાં ખેતરો ખેડવાનાં છે.

આમ કરવામાં થાક લાગશે, પણ તારે વિસામો લેવાનો નથી, તારે અન્યને સુખી કરવાના છે, તેમને આશ્વાસન આપવાનું છે, તેમને મદદ કરવાની છે, તેમને વિસામો આપવાનો છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો

આમ, કાવ્યનું શીર્ષક વિસામો યથાર્થ છે.

Std 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો Additional Important Questions and Answers

વિસામો પ્રશ્નોત્તર

 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
વિસામો’ કાવ્યના કવિ માનવીને શાના છાંયે અન્યને વિસામો દેવાનું કહે છે?
ઉત્તરઃ
“વિસામો’ કાવ્યના કવિ માનવીને હૈયારૂપી વરખડીને છાંયે અન્યને વિસામો દેવાનું કહે છે.

2. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
વિસામો’ કાવ્યના કવિનું નામ જણાવો.
(a) રાજેન્દ્ર શાહ
(b) હરિહર ભટ્ટ
(c) વેણીભાઈ પુરોહિત
(d) દલપતરામ
ઉત્તરઃ
(c) વેણીભાઈ પુરોહિત

પ્રશ્ન 2.
વિસામો’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) ઊર્મિકાવ્ય
(b) ગઝલ
(c) લોકગીત
(d) પદ
ઉત્તરઃ
(a) ઊર્મિકાવ્ય

Class 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો

પ્રશ્ન 3.
“વિસામો“ કૃતિ ક્યા કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવી છે?
(a) દીપ્તિ
(b) સિંજારવ
(c) આચમન
(d) હસ્તપ્રત
ઉત્તરઃ
(b) સિંજારવ

વિસામો વ્યાકરણ

1. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો

(1) ઝાંખા જગતમાં એકલો પ્રકાશ જે.
(2) તારે દયામણાં જીવન ઉદ્ધારવાનાં છે.
ઉત્તરઃ
(1) માં
(2) નાં

2. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:

(1) ઉધ્ધાર
(2) વીશામો
(3) વીંટબણા
ઉત્તરઃ
(1) ઉદ્ધાર
(2) વિસામો
(3) વિટંબણા

વિસામો Summary in Gujarati

વિસામો પ્રાસ્તાવિક
વેણીભાઈ પુરોહિત [જન્મઃ  1 – 2 – 1916; મૃત્યુઃ 3 – 1 – 1980].

પ્રસ્તુત કાવ્યમાં કવિ વિસામો લેવાની નહિ, પરંતુ બીજાને વિસામો આપવાની શિખામણ આપે છે. એકલપંડે અવિરત પરિશ્રમ

કરીને બીજાને સુખી કરવો જોઈએ. તેમાં જ સાચું સુખ અને સંતોષ સમાયેલાં છે.

વિસામો કાવ્યની સમજૂતી
થાકે ન થાકે છતાંયે હો માનવી ! (૮) વિસામો ન લેજે! હો માનવી ! તું એકલા હાથે ઝૂઝજે (મચ્યો રહેજે), વિસામો ન લેજે !

તારે ભુલામણા માર્ગ ઉલ્લંઘવાના (પાર કરવાના) છે. તારે દયામણાં (ગરીબ લોકોનાં) જીવન ઉદ્ધારવાનાં છેઃ

(ગરીબોની સ્થિતિ સુધારવાની છે.) હો માનવી! તું ક્યાંય હિંમત હારજે નહિ.

Class 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો

જીવનને પંથે જતાં (તને) તાપ-થાક લાગશે (પરિશ્રમ કરતાં થાકી જવાશે), વધતી જતી વિટંબણાઓ (મુશ્કેલીઓ) સહન કરતાં તું થાકશેઃ

હો માનવી ! એ બધાંય સંકટ (તું) સહન કરજે.

તારા આતના ટેકરા (૮) વટાવી જાજે (પાર કરી જજે), આગળ ને આગળ વણખેડ્યાં ખેતરો હશે:

હો માનવી! એ બધાંયે (ખેતરો) ખંતથી ખેડજે.

(આ) ઝાંખા (નિસ્તેજ) જગતમાં (તું) એકલો પ્રધશરે, અંધકાર આવે તેનો એકલો વિદારજે (સામનો કરજે) :

હો માનવી! છો ને (ભલેને) આ આયખું (આયુષ્ય) હણાઈ જાય (પૂરું થાય).

હો માનવી! () ક્યાંયે વિસામો ન લેજે (થાક ન ખાવો), (પરંતુ) વિસામો (વિશ્રામ) દેજે! હો માનવી! તારી હૈયા (રૂપી) વરખડી(ઝાડ)ને છાંયે (છાયામાં) (૮) વિસામો (વિશ્રામ) દેજે ! વિસામો ન લેજે…

(‘સિંજારવ’માંથી)

વિસામો શબ્દાર્થ

  • વિસામો – થાક ખાવો તે, વિશ્રાંતિ.
  • ઝૂઝવું – મસ્યા રહેવું, જોરથી લડવું.
  • એકલ બાંયે – એકલે હાથે.
  • ઉલ્લંઘવું – ઓળંગવું, પાર કરવું.
  • ભુલામણા – ભુલાવે એવા.
  • ઉદ્ધારવું – ઉદ્ધાર કરવો, (અહીં) સારી સ્થિતિ કરવી તે.
  • દયામણાં – રાંક, ગરીબ, દયા ઊપજે એવાં.
  • હિમ્મત ન હારવી – હામ-ધીરજ રાખવી.
  • પંથ – માર્ગ, રસ્તો.
  • વિટંબણા – દુઃખ, સંતાપ, મુશ્કેલી.
  • સહતાં – સહન કરતાં.
  • આફત – સંકટ, મુશ્કેલી.
  • વણખેડ્યાં – ખેડ્યા વિનાનાં.
  • ખંત – ચીવટપૂર્વક. Class 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો
  • લાગ્યા – મંડ્યા રહેવાનો (મહેનતુપણાનો) ગુણ.
  • ઝાંખું – ઓછા પ્રકાશવાળું, નિસ્તેજ.
  • વિદારવું – સામનો કરી માર્ગ કરવો.
  • આયખું – આવરદા, આયુષ્ય.
  • વરખડી – એક ઝાડ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *