GSEB Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન in Gujarati

Well-structured Std 12 Computer Textbook MCQ Answers and Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન can serve as a valuable review tool before computer exams.

GSEB Std 12 Computer Chapter 11 MCQ ફાઈલ-વ્યવસ્થાપન

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી, વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :

પ્રશ્ન 1.
કમ્પ્યૂટરમાં સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાતાં સાધનોનો પ્રકાર નીચેનામાંથી કયો છે?
A. નાશવંત (Volatile)
B. અવિનાશી (Non-volatile)
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 2.
નીચેનામાંથી કયા સંગ્રહ વિભાગને નાશવંત સંગ્રહ પણ કહે છે?
A. વૉલેટાઇલ સ્ટોરેજ
B. નૉન-વૉલેટાઇલ સ્ટોરેજ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
A. વૉલેટાઇલ સ્ટોરેજ

પ્રશ્ન 3.
નીચેનામાંથી કયા સંગ્રહ વિભાગને અવિનાશી સંગ્રહ પણ કહે છે?
A. વૉલેટાઇલ સ્ટોરેજ
B. નૉન-વૉલેટાઇલ સ્ટોરેજ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. નૉન-વૉલેટાઇલ સ્ટોરેજ

પ્રશ્ન 4.
કમ્પ્યૂટર બંધ થાય અથવા પ્રોગ્રામનો અંત આવે ત્યારે કયા પ્રકારના સંગ્રહ એકમમાં રહેલ ડેટા નાશ પામે છે?
A. નાશવંત સંગ્રહ (Volatile Storage)
B. અવિનાશી સંગ્રહ (Non-volatile Storage)
C. A તથા B બંને
D. ડેટા તેની જાતે નાશ પામે નહિ
ઉત્તર:
A. નાશવંત સંગ્રહ (Volatile Storage)

પ્રશ્ન 5.
કમ્પ્યૂટરમાં નાશવંત સંગ્રહ કયા પ્રકારનો હોય છે?
A. કાયમી
B. કામચલાઉ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. કામચલાઉ

પ્રશ્ન 6.
કયા પ્રકારના સંગ્રહ એકમમાં કમ્પ્યૂટર બંધ કરતા જ ચલમાં સાચવેલી માહિતી નાશ પામે છે?
A. નાશવંત
B. અવિનાશી
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. નાશવંત

પ્રશ્ન 7.
જાવા પ્રોગ્રામ ચલમાં કિંમતો સાચવવા માટે કોનો ઉપયોગ કરે છે?
A. RAM
B. ROM
C. હાર્ડ ડિસ્ક
D. પેન ડ્રાઇવ
ઉત્તર:
A. RAM

GSEB Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન in Gujarati

પ્રશ્ન 8.
RAMનું પૂરું નામ જણાવો.
A. Read Access Memory
B. Random Access Money
C. Read And Memory
D. Random Access Memory
ઉત્તર:
D. Random Access Memory

પ્રશ્ન 9.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
A. નાશવંત પ્રકારની સંગ્રહવ્યવસ્થા થોડીક સેકન્ડમાં નાશ પામે છે.
B. નાશવંત પ્રકારનો સંગ્રહ જ્યારે કમ્પ્યૂટર બંધ કરવામાં આવે ત્યારે નાશ પામે છે.
C. કમ્પ્યૂટર ડિસ્ક એ નાશવંત પ્રકારનું સંગ્રહસ્થાન છે.
D. આપેલ તમામ
ઉત્તર:
B. નાશવંત પ્રકારનો સંગ્રહ જ્યારે કમ્પ્યૂટર બંધ કરવામાં આવે ત્યારે નાશ પામે છે.

પ્રશ્ન 10.
નીચેનામાંથી કયું કમ્પ્યૂટર સિસ્ટમમાં નાશવંત સાધન પર સાચવેલ ડેટાના સમૂહનો નિર્દેશ કરે છે?
A. ફાઈલ
B. વિનિયોગ
C. નાશવંત ડેટા
D. હાર્ડ ડિસ્ક
ઉત્તર:
C. નાશવંત ડેટા

પ્રશ્ન 11.
કમ્પ્યૂટરની રેન્ડમ એક્સેસ મેમરી(RAM)માં નીચેનામાંથી શું સાચવવામાં આવે છે?
A. ચલ
B. ઑબ્જેક્ટ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 12.
નાશવંત સંગ્રહમાં રહેલ ડેટા ક્યારે નાશ પામે છે?
A. જ્યારે ફાઈલ સેવ થાય ત્યારે
B. જ્યારે ફાઈલ બંધ થાય ત્યારે
C. જ્યારે કમ્પ્યૂટર ચાલુ થાય ત્યારે
D. જ્યારે કમ્પ્યૂટર બંધ થાય ત્યારે
ઉત્તર:
D. જ્યારે કમ્પ્યૂટર બંધ થાય ત્યારે

પ્રશ્ન 13.
નીચેનામાંથી કયા પ્રકારના સંગ્રહ એકમમાં કમ્પ્યૂટર બંધ થાય ત્યારે પણ તેમાં રહેલા ડેટા નાશ પામતા નથી?
A. વૉલેટાઇલ સ્ટોરેજ
B. નૉન-વૉલેટાઇલ સ્ટોરેજ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. નૉન-વૉલેટાઇલ સ્ટોરેજ

GSEB Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન in Gujarati

પ્રશ્ન 14.
કમ્પ્યૂટર ફાઈલ કયા પ્રકારના સંગ્રહ એકમ પર સંગ્રહવામાં આવતો ડેટા સમૂહ છે?
A. અવિનાશી સંગ્રહ
B. વિનાશી સંગ્રહ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
A. અવિનાશી સંગ્રહ

પ્રશ્ન 15.
કમ્પ્યૂટરમાં ફાઈલનો સંગ્રહસ્થાન કયું હોઈ શકે?
A. હાર્ડ ડિસ્ક
B. કમ્પેક્ટ ડિસ્ક (CD)
C. પેન ડ્રાઇવ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 16.
CDનું પૂરું નામ જણાવો.
A. Compressed Disc
B. Common Disc
C. Compact Disc
D. Command Disc
ઉત્તર:
C. Compact Disc

પ્રશ્ન 17.
USBનું સાચું પૂરું નામ શું છે?
A. Uninterrupted Serial Bus
B. Universal Serial Byte
C. Uninterrupted Serial Byte
D. Universal Serial Bus
ઉત્તર:
D. Universal Serial Bus

પ્રશ્ન 18.
કમ્પ્યૂટરમાં ફાઈલ નીચેનામાંથી કયા પ્રકારની હોઈ શકે?
A. ટેક્સ્ટ ફાઈલ
B. દ્વિઅંકી (Binary) ફાઈલ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 19.
શેનો ઉપયોગ કરીને ટેક્સ્ટ ફાઈલના ડેટાને સંજ્ઞાંકિત (Encode) કરવામાં આવે છે?
A. ASCII
B. UNICODE
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A અથવા B

પ્રશ્ન 20.
Unicodeનું પૂરું નામ જણાવો.
A. Universal trunk code
B. Universal trunk-out-of-service code
C. Universal trunk-out-of-section code
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. Universal trunk-out-of-service code

GSEB Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન in Gujarati

પ્રશ્ન 21.
નીચેનામાંથી કઈ ફાઈલ ડેટા ફાઈલ હોઈ શકે છે?
A. દ્વિઅંકી (Binary)
B. ટેક્સ્ટ (Text)
C. ઑબ્જેક્ટ (Object)
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. ટેક્સ્ટ (Text)

પ્રશ્ન 22.
નીચેનામાંથી કયા એડિટર દ્વારા ટેક્સ્ટ ફાઈલ બનાવી શકાય છે?
A. Vi
B. Pico
C. Gedit
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 23.
Vi એટલે શું?
A. Virtual Editor
B. Visual Editor
C. Voice Editor
D. Virus Editor
ઉત્તર:
B. Visual Editor

પ્રશ્ન 24.
Geditનું પૂરું નામ શું છે?
A. Game Editor
B. General Text Editor
C. Great Editor
D. GNOME Text Editor
ઉત્તર:
D. GNOME Text Editor

પ્રશ્ન 25.
નીચેનામાંથી કયા પ્રકારનું અનુલંબન (Extension) ટેક્સ્ટ ફાઈલનો નિર્દેશ કરે છે?
A. .C
B. .txt
C. .java
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 26.
ડેટાને બાઇટ સ્વરૂપે રજૂ કરતી ફાઈલ કયા નામે ઓળખાય છે?
A. બાઇનરી ફાઈલ
B. ટેક્સ્ટ ફાઈલ
C. ઍપ્લિકેશન ફાઈલ
D. આપેલ તમામ
ઉત્તર:
A. બાઇનરી ફાઈલ

પ્રશ્ન 27.
દ્વિઅંકી (બાઇનરી) ફાઈલમાં ડેટાને કયા સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે?
A. ટેક્સ્ટ
B. સંકુચિત
C. ઇમેજ
D. બાઇટ
ઉત્તર:
D. બાઇટ

પ્રશ્ન 28.
જાવા પ્રોગ્રામ દ્વારા નીચેનામાંથી કોના ઉપર જુદી જુદી ક્રિયાઓ થઈ શકે છે?
A. ફાઈલ
B. ડિરેક્ટરી
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને

GSEB Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન in Gujarati

પ્રશ્ન 29.
JPEGનું પૂરું નામ જણાવો.
A. Jumbo Photographic External Group
B. Joint Photographic External Group
C. Joint Photographic Expert Group
D. Jumbo Photographic Expert Group
ઉત્તર:
C. Joint Photographic Expert Group

પ્રશ્ન 30.
જાવા પ્રોગ્રામ દ્વારા કોઈ પણ ફાઈલ ઉપર નીચેનામાંથી કઈ ક્રિયા કરી શકાય છે?
A. ફાઈલમાંથી વાંચવું
B. ફાઈલમાં લખવું
C. ફાઈલને કાઢી નાખવી
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 31.
જાવામાં ફાઈલ ઉપર કામ કરવા માટે આંતર-પ્રસ્થાપિત ક્લાસની સુવિધા નીચેનામાંથી કયાં પૅકેજમાં ઉપલબ્ધ હોય છે?
A. java.io
B. java.file.io
C. java.file.package
D. File.java
ઉત્તર:
A. java.io

પ્રશ્ન 32.
જાવામાં ફાઈલ તેમજ ડિરેક્ટરી પર વિવિધ પ્રક્રિયા કરવા માટેની ફાઈલ ક્લાસની આશરે કેટલી પદ્ધતિઓ હોય છે?
A. 30
B. 40
C. 50
D. 60
ઉત્તર:
A. 30

પ્રશ્ન 33.
જાવામાં ફાઈલ ક્લાસ દ્વારા નીચેનામાંથી કઈ ક્રિયા કરવા માટે કોઈ પણ પ્રકારની પદ્ધતિ પૂરી પાડવામાં આવતી નથી?
A. ફાઈલમાંથી વાંચવા માટે
B. ફાઈલમાં લખવા માટે
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 34.
જાવામાં ફાઈલમાંથી વાંચવા માટે તથા ફાઈલમાં લખવા માટે કયો ક્લાસ ઉપલબ્ધ હોય છે?
A. ફાઈલ ક્લાસ
B. સ્ટ્રીમ ક્લાસ
C. રીડ ફાઈલ ક્લાસ
D. આપેલ તમામ
ઉત્તર:
B. સ્ટ્રીમ ક્લાસ

પ્રશ્ન 35.
નાનાથી મોટા ડેટા મુજબ ડેટા પદાનુક્રમ નીચેનામાંથી કયા ક્રમમાં આવે?
A. file : character : field : record
B. file : character : record : field
C. character : field : file : record
D. character : field : record : file
ઉત્તર:
D. character : field : record : file

GSEB Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન in Gujarati

પ્રશ્ન 36.
સ્ટ્રીમ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
A. સ્ટ્રીમ હંમેશાં બે દિશામાં વહે છે.
B. સ્ટ્રીમ એ માર્ગ (Channel) છે, જેમાંથી ડેટા વહે છે.
C. પ્રોગ્રામમાં કોઈ પણ એક સમયે ફક્ત એક જ સ્ટ્રીમ (પ્રવાહ) ખુલ્લી હોઈ શકે.
D. આપેલ તમામ
ઉત્તર:
B. સ્ટ્રીમ એ માર્ગ (Channel) છે, જેમાંથી ડેટા વહે છે.

પ્રશ્ન 37.
લિનક્સમાં ઉપલબ્ધ “passwd” ફાઈલ કે જે ઉપયોગકર્તાની માહિતી સાચવે છે તે કઈ ડિરેક્ટરીમાં હોય છે?
A. /home
B. /bin
C./root
D. etc
ઉત્તર:
D. etc

પ્રશ્ન 38.
જાવામાં ફાઈલ ક્લાસની કઈ પદ્ધતિ જો ફાઈલ કે ડિરેક્ટરી હયાત હશે, તો true કિંમત નહીં તો false કિંમત પરત કરે છે?
A. boolean isFile ( )
B. boolean exists( )
C. boolean isDirectory( )
D. આપેલ તમામ
ઉત્તર:
B. boolean exists( )

પ્રશ્ન 39.
ફાઈલ ક્લાસની boolean exists( ) પદ્ધતિ કઈ કિંમત પરત કરશે?
A. true
B. false
C. yes
D. A અથવા B
ઉત્તર:
D. A અથવા B

પ્રશ્ન 40.
નીચેનામાંથી ફાઈલ ક્લાસની કઈ પદ્ધતિ દ્વારા જો ફાઈલ હયાત હશે, તો true કિંમત નહિ તો false કિંમત પરત કરવામાં આવશે?
A. boolean exists( )
B. boolean isDirectory( )
C. boolean isFile( )
D. આપેલ તમામ
ઉત્તર:
C. boolean isFile( )

પ્રશ્ન 41.
ફાઈલ ક્લાસની boolean isFile( ) પદ્ધતિ કઈ કિંમત પરત કરે છે?
A. 0 અથવા 1
B. true અથવા false
C. Yes અથવા No
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. true અથવા false

પ્રશ્ન 42.
નીચેનામાંથી કોણ જો ડિરેક્ટરી હયાત હશે, તો true કિંમત નહીં તો false કિંમત પરત કરશે?
A. boolean isFile( )
B. boolean isDir( )
C. boolean isDirectory( )
D. boolean exists( )
ઉત્તર:
C. boolean isDirectory( )

GSEB Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન in Gujarati

પ્રશ્ન 43.
ફાઈલ ક્લાસની boolean isDirectory( ) પદ્ધતિ કઈ કિંમત પરત કરે છે?
A. 0 અથવા 1
B. Yes અથવા No
C. True અથવા False
D. Y અથવા N
ઉત્તર:
C. True અથવા False

પ્રશ્ન 44.
ફાઈલ ક્લાસની નીચેનામાંથી કઈ પદ્ધતિ જો ફાઈલ કે ડિરેક્ટરી છુપાયેલી હશે, તો true કિંમત પરત કરશે?
A. boolean isFile( )
B. boolean isHfile
C. boolean isHidden( )
D. boolean exists( )
ઉત્તર:
C. boolean isHidden( )

પ્રશ્ન 45.
ફાઈલ ક્લાસની boolean isHidden( ) પદ્ધતિમાં જો ફાઈલ કે ડિરેક્ટરી છુપાયેલી ન હોય, તો કઈ કિંમત પરત કરવામાં આવશે?
A. Yes
B. No
C. True
D. False
ઉત્તર:
D. False

પ્રશ્ન 46.
ફાઈલ ક્લાસની કઈ પદ્ધતિ ફાઈલ કે ડિરેક્ટરીનો સંપૂર્ણ પાથ પરત કરે છે?
A. String get( )
B. String getpath( )
C. String path( )
D. String getAbsolutepath( )
ઉત્તર:
D. String getAbsolutepath( )

પ્રશ્ન 47.
નીચેનામાંથી કઈ પદ્ધતિ ઑબ્જેક્ટ દ્વારા સંબોધાયેલ ફાઈલ કે ડિરેક્ટરીનું નામ પરત કરે છે?
A. String get( )
B. String getName( )
C. String getFile( )
D. String Name( )
ઉત્તર:
B. String getName( )

પ્રશ્ન 48.
ફાઈલમાં રહેલ બાઇટ્સની સંખ્યા જાણવા નીચેનામાંથી કઈ ફાઈલ ક્લાસ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
A. long length( )
B. String getLength( )
C. String get( )
D. Long getLength( )
ઉત્તર:
A. long length( )

પ્રશ્ન 49.
ફાઈલ ક્લાસની long length( ) પદ્ધતિ (મેથડ) કઈ કિંમત પરત કરે છે?
A. ફાઈલમાં રહેલા અક્ષરોની સંખ્યા
B. ફાઈલનો સંપૂર્ણ પાથ
C. ફાઈલનું નામ
D. ફાઈલમાં રહેલા બાઇટ્સની સંખ્યા
ઉત્તર:
D. ફાઈલમાં રહેલા બાઇટ્સની સંખ્યા

GSEB Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન in Gujarati

પ્રશ્ન 50.
કોઈ ચોક્કસ ડિરેક્ટરીનો ઉલ્લેખ કરતા ફાઈલ ક્લાસનો ઑબ્જેક્ટ બનાવ્યા બાદ તે ડિરેક્ટરીમાં ઉપલબ્ધ તમામ ફાઈલોની યાદી મેળવવા નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?
A. list( )
B. files( )
C. show( )
D. find( )
ઉત્તર:
A. list( )

પ્રશ્ન 51.
જાવામાં file ક્લાસની નીચેનામાંથી કઈ પદ્ધતિ ડિરેક્ટરીમાં ઉપલબ્ધ ફાઈલો અને ડિરેક્ટરીઓનાં નામ પરત કરે છે?
A. String[ ] list( )
B. Boolean isFile( )
C. String getName( )
D. String getPath( )
ઉત્તર:
A. String[ ] list( )

પ્રશ્ન 52.
ફાઈલ ક્લાસની કઈ પદ્ધતિ (મેથડ) ડિરેક્ટરીમાં ફાઈલ સૂચવતા પાથ નામના સારાંશ(Abstract pathnames)નો અરે પરત કરે છે?
A. String[ ] list( )
B. File[ ] listFiles( )
C. String file[ ]
D. String[ ] name[ ]
ઉત્તર:
B. File[ ] listFiles( )

પ્રશ્ન 53.
નીચેનામાંથી કયું ઇનપુટ સાધન છે?
A. કી-બોર્ડ
B. મૉનિટર
C. માઉસ
D. A તથા C બંને
ઉત્તર:
D. A તથા C બંને

પ્રશ્ન 54.
નીચેનામાંથી કર્યું આઉટપુટ સાધન છે?
A. કી-બોર્ડ
B. મૉનિટર
C. પ્રિન્ટર
D. B તથા C બંને
ઉત્તર:
D. B તથા C બંને

પ્રશ્ન 55.
હાર્ડ ડિસ્કને કયા પ્રકારનું સાધન કહેવાય?
A. ઇનપુટ
B. આઉટપુટ
C. ઇનપુટ / આઉટપુટ
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. ઇનપુટ / આઉટપુટ

પ્રશ્ન 56.
ડેટા માટે મૂળ કે ગંતવ્ય તરીકે ઉપયોગમાં લેવાતા ઇનપુટ કે આઉટપુટ સાધનની ટૂંકી રજૂઆતને શું કહે છે?
A. ઑબ્જેક્ટ (Object)
B. ક્લાસ (Class)
C. સ્ટ્રીમ (Stream)
D. આપેલ તમામ
ઉત્તર:
C. સ્ટ્રીમ (Stream)

GSEB Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન in Gujarati

પ્રશ્ન 57.
જાવા પ્રોગ્રામમાં સ્ટ્રીમને કયા સ્વરૂપે સમજી શકાય?
A. પ્રોગ્રામમાં આવતા તથા જતા બાઇટની હારમાળા
B. પ્રોગ્રામમાં આવતા તથા જતા અક્ષરોની હારમાળા
C. પ્રોગ્રામમાં આવતા તથા જતા શબ્દોની હારમાળા
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
A. પ્રોગ્રામમાં આવતા તથા જતા બાઇટની હારમાળા

પ્રશ્ન 58.
જાવા પ્રોગ્રામમાંથી હાર્ડ ડિસ્ક પર ફાઈલમાં ડેટા લખવાની કામગીરીને ક્યા નામે ઓળખવામાં આવે છે?
A. ઇનપુટ સ્ટ્રીમ
B. આઉટપુટ સ્ટ્રીમ
C. રીડસ્ટ્રીમ
D. રાઇટ સ્ટ્રીમ
ઉત્તર:
B. આઉટપુટ સ્ટ્રીમ

પ્રશ્ન 59.
જાવા પ્રોગ્રામમાં હાર્ડ ડિસ્ક પરની ફાઈલમાંથી ડેટાને પ્રોગ્રામમાં તબદીલ કરવાની કામગીરી કયા નામે ઓળખવામાં આવે છે?
A. ઇનપુટ સ્ટ્રીમ
B. આઉટપુટ સ્ટ્રીમ
C. પ્રોસેસ સ્ટ્રીમ
D. સ્ટોરેજ સ્ટ્રીમ
ઉત્તર:
A. ઇનપુટ સ્ટ્રીમ

પ્રશ્ન 60.
પ્રોગ્રામ માટે બાહ્ય સાધન (External device) પરથી માહિતી (ડેટા) વાંચવાની કામગીરીને કયા નામથી ઓળખવામાં આવે છે?
A. ઇનપુટ સ્ટ્રીમ (Input Stream)
B. આઉટપુટ સ્ટ્રીમ (Output Stream)
C. રીડિંગ સ્ટ્રીમ (Reading Stream)
D. આપેલ તમામ
ઉત્તર:
A. ઇનપુટ સ્ટ્રીમ (Input Stream)

પ્રશ્ન 61.
કમ્પ્યૂટરમાં કોઈ પણ અક્ષરને સામાન્ય રીતે કયા સ્વરૂપે સાચવવામાં આવે છે?
A. Unicode
B. ASCII
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A અથવા B

પ્રશ્ન 62.
ASCIIનું પૂરું નામ શું છે?
A. American Serial Code for Information Interchange
B. American Standard Code for International Information
C. American Standard Code for Information Interchange
D. American Serial Code for International Information
ઉત્તર:
C. American Standard Code for Information Interchange

GSEB Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન in Gujarati

પ્રશ્ન 63.
જાવા પ્રોગ્રામમાં ગાણિતિક ક્રિયાઓ કરવાની હોય ત્યારે ક્યા ડેટાપ્રકારનો ઉપયોગ કરી શકાય?
A. int
B. double
C. char
D. A અથવા B
ઉત્તર:
D. A અથવા B

પ્રશ્ન 64.
જાવામાં કેટલા પ્રકારની સ્ટ્રીમની સગવડ હોય છે?
A. 1
B. 2
C. 3
D. અનેક
ઉત્તર:
B. 2

પ્રશ્ન 65.
નીચેનામાંથી ક્યો વિકલ્પ, જાવામાં ઉપલબ્ધ સ્ટ્રીમનો પ્રકાર છે?
A. બાઇનરી સ્ટ્રીમ
B. કૅરેક્ટર સ્ટ્રીમ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 66.
બાઇટ સ્ટ્રીમનો ઉપયોગ વડે તૈયાર થતી ફાઈલ કયા નામે ઓળખાય છે?
A. ડિજિટલ ફાઈલ
B. બાઇનરી ફાઈલ
C. કૅરેક્ટર ફાઈલ
D. ઑબ્જેક્ટ ફાઈલ
ઉત્તર:
B. બાઇનરી ફાઈલ

પ્રશ્ન 67.
બાઇનરી ફાઈલમાં નીચેનામાંથી કયા પ્રકારના ચલનો સંગ્રહ કરી શકાય?
A. પૂર્ણાંક
B. બુલિયન
C. ડબલ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 68.
કૅરેક્ટર સ્ટ્રીમને ક્યા ટેક્સ્ટ એડિટરમાં ખોલી શકાય છે?
A. SciTE
B. Vi
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 69.
ScITEનું પૂરું નામ જણાવો.
A. Scientific Text Editor
B. Simple Text Editor
C. Scintilla Text Editor
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. Scintilla Text Editor

પ્રશ્ન 70.
java.io પૅકેજમાં બાઇનરી ડેટા સાથે કામ કરવા નીચેનામાંથી કયા ક્લાસનો ઉપયોગ થાય છે?
A. બાઇટ ક્લાસ
B. કૅરેક્ટર ક્લાસ
C. ઑબ્જેક્ટ ક્લાસ
D. આપેલ તમામ
ઉત્તર:
A. બાઇટ ક્લાસ

GSEB Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન in Gujarati

પ્રશ્ન 71.
જાવામાં ઇનપુટ સ્ટ્રીમ ક્લાસ ક્યાંથી ડેટા વાંચી શકે છે?
A. મૉનિટર
B. કી-બોર્ડ
C. પ્રિન્ટર
D. આપેલ તમામ
ઉત્તર:
B. કી-બોર્ડ

પ્રશ્ન 72.
જાવામાં કૅરેક્ટર સ્ટ્રીમ ક્લાસ કેટલા પ્રકારના હોય છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
A. બે

પ્રશ્ન 73.
નીચે આપેલ વિકલ્પોમાંથી કોણ કૅરેક્ટર સ્ટ્રીમ ક્લાસનો પ્રકાર દર્શાવે છે?
A. ઇનપુટ આઉટપુટ
B. રીડ/રાઇટ
C. રીડર/રાઇટર
D. આપેલ તમામ
ઉત્તર:
C. રીડર/રાઇટર

પ્રશ્ન 74.
java.io પૅકેજ દ્વારા નીચેનામાંથી કઈ ક્રિયા કરી શકાય છે?
A. ફાઈલમાંથી વાંચવાની
B. ફાઈલમાં લખવાની
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 75.
જાવામાં કૅરેક્ટર સ્ટ્રીમ ક્લાસ કયા પૅકેજમાં ઉપલબ્ધ ક્લાસનો સમૂહ છે?
A. java.stream
B. java.java
C. java.io
D. java.character
ઉત્તર:
C. java.io

પ્રશ્ન 76.
રેકૉર્ડના ફિલ્ડની વચ્ચે નીચેનામાંથી કયું ચિહ્ન બે ફિલ્ડને જુદા પાડવા ઉપયોગમાં લેવાય છે?
A. પથ
B. ડેલિમીટર
C. ચલ
D. ખાલી જગ્યા
ઉત્તર:
D. ખાલી જગ્યા

GSEB Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન in Gujarati

પ્રશ્ન 77.
નીચેનામાંથી કઈ ક્રિયાઓ પાર પાડવા માટે સ્કેનર ક્લાસનો ઉપયોગ કરી શકાય?
A. કી-બોર્ડ પરથી ઇનપુટ સ્વીકારવા
B. ફાઈલમાંથી વાંચવા
C. ડેલિમીટર વડે જુદા પાડતી શબ્દમાળા વર્ણવવી
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 78.
નીચેનામાંથી કોણ કૅરેક્ટર સ્ટ્રીમ ક્લાસનો પ્રકાર છે?
A. રીડર ક્લાસ
B. રાઇટર ક્લાસ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 79.
કૅરેક્ટર સ્ટ્રીમનો કયો ક્લાસ ફાઈલમાંથી અક્ષરો વાંચવા માટે વપરાય છે?
A. રીડર ક્લાસ
B. રાઇટર ક્લાસ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
A. રીડર ક્લાસ

પ્રશ્ન 80.
કૅરેક્ટર સ્ટ્રીમનો કયો ક્લાસ ફાઈલમાં અક્ષરો લખવા માટે વપરાય છે?
A. રીડર ક્લાસ
B. રાઇટર ક્લાસ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. રાઇટર ક્લાસ

પ્રશ્ન 81.
નીચેનામાંથી કયો વિકલ્પ Reader ક્લાસનો પેટાક્લાસ દર્શાવે છે?
A. Input Reader Stream Reader, Buffered
B. Input Reader, Buffered Reader
C. Input Buffered Reader
D. આપેલ તમામ
ઉત્તર:
A. Input Reader Stream Reader, Buffered

પ્રશ્ન 82.
નીચેનામાંથી કોણ InputStreamReaderનો સબક્લાસ દર્શાવે છે?
A. FileReader
B. FileWriter
C. ReadBuffer
D. WriteBuffer
ઉત્તર:
A. FileReader

GSEB Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન in Gujarati

પ્રશ્ન 83.
નીચેનામાંથી કોણ રાઇટર ક્લાસનો સબક્લાસ દર્શાવે છે?
A. OutputStreamWriter
B. BufferedWriter
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 84.
નીચેનામાંથી કોણ OutputStreamWriterનો સબક્લાસ દર્શાવે છે?
A. OutputReader
B. InputReader
C. WriteBuffer
D. FileWriter
ઉત્તર:
D. FileWriter

પ્રશ્ન 85.
જાવામાં જે ક્લાસ દ્વારા ઑબ્જેક્ટ બનાવી ન શકાય તેને શું કહે છે?
A. ઑબ્જેક્ટ ક્લાસ
B. નલક્લાસ
C. અનયુઝ્ડ ક્લાસ
D. આપેલ તમામ
ઉત્તર:
A. ઑબ્જેક્ટ ક્લાસ

પ્રશ્ન 86.
રાઇટર (Writer) ક્લાસની કઈ પદ્ધતિ દ્વારા સ્ટ્રીમને બંધ કરી શકાય છે?
A. void write(close)
B. void close(write)
C. void close( )
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. void close( )

પ્રશ્ન 87.
જાવામાં FileWriter ક્લાસની કઈ મેથડનો ઉપયોગ કરીને ફાઈલમાં માહિતી લખી શકાય છે?
A. input( )
B. write( )
C. filein( )
D. filewrite( )
ઉત્તર:
B. write( )

પ્રશ્ન 88.
રીડર (Reader) ક્લાસની કઈ પદ્ધતિ દ્વારા સ્ટ્રીમને બંધ કરી શકાય છે?
A. void close( )
B. void read(close)
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
A. void close( )

GSEB Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન in Gujarati

પ્રશ્ન 89.
FileReader ક્લાસની કઈ મેથડ દ્વારા ફાઈલમાંથી ડેટા વાંચી શકાય છે?
A. reader( )
B. fileread( )
C. input( )
D. read( )
ઉત્તર:
D. read( )

પ્રશ્ન 90.
જાવા પ્રોગ્રામ કઈ સ્ટ્રીમમાંથી વિગતો વાંચે છે?
A. ઇનપુટ
B. આઉટપુટ
C. પ્રોસેસ
D. A તથા C બંને
ઉત્તર:
A. ઇનપુટ

પ્રશ્ન 91.
જાવામાં File Reader ક્લાસની read ( ) પદ્ધતિ સ્ટ્રીમનો અંત દર્શાવવા કઈ કિંમત પરત કરે છે?
A. 0
B. – 1
C. 1
D. e
ઉત્તર:
B. – 1

પ્રશ્ન 92.
જાવા પ્રોગ્રામ દ્વારા ફાઈલમાં બાઇટ લખવાની સુવિધા નીચેનામાંથી કયો ક્લાસ પૂરી પાડે છે?
A. FileWriteStream
B. FileOutputStream
C. FileInputStream
D. આપેલ તમામ
ઉત્તર:
C. FileInputStream

પ્રશ્ન 93.
જાવા પ્રોગ્રામ દ્વારા ફાઈલમાંથી બાઇટ વાંચવાની સુવિધા નીચેનામાંથી કયો ક્લાસ પૂરી પાડે છે?
A. FileReadStream
B. FileOutputStream
C. FileInputStream
D. આપેલ તમામ
ઉત્તર:
B. FileOutputStream

પ્રશ્ન 94.
જાવામાં અક્ષરો પર વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરવા નીચેનામાંથી કર્યા પૅકેજનો ઉપયોગ થાય છે?
A. java.process
B. java.file
C. java.object
D. java.io
ઉત્તર:
D. java.io

પ્રશ્ન 95.
જાવામાં java.io પૅકેજમાં ઉપલબ્ધ File- InputStream ક્લાસની કઈ પદ્ધતિ સ્ટ્રીમ સાથે સંકળાયેલ કોઈ પણ સિસ્ટમ સાધનને મુક્ત
કરે છે?
A. voidfree( )
B. void close( )
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. void close( )

પ્રશ્ન 96.
જાવામાં FileInputStream ક્લાસની કઈ પદ્ધતિનો ઉપયોગ ઇનપુટ સ્ટ્રીમમાંથી ડેટા બાઇટ વાંચવા થાય છે?
A. int read( )
B. int readdata( )
c. int readbyte( )
D. int write( )
ઉત્તર:
A. int read( )

GSEB Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન in Gujarati

પ્રશ્ન 97.
જાવા પ્રોગ્રામમાં FileOutputStream ક્લાસનો ઉપયોગ કરવા માટે પ્રથમ શું બનાવવું જરૂરી છે?
A. ફાઈલ ઑબ્જેક્ટ
B. આઉટપુટ ઑબ્જેક્ટ
C. આઉટપુટ સ્ટ્રીમ
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
A. ફાઈલ ઑબ્જેક્ટ

પ્રશ્ન 98.
નીચેનામાંથી કોણ FileOutputStreamની એક પતિ (મેથડ) દર્શાવે છે?
A. void write(int x)
B. void write (byte[ ] x)
C.void read(int x)
D. A તથા B બંને
ઉત્તર:
D. A તથા B બંને

પ્રશ્ન 99.
નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા FileOutputStream ક્લાસને બંધ કરી શકાય છે?
A. Void Close(out)
B. Void out(close)
C. Void close( )
D. Close output( )
ઉત્તર:
C. Void close( )

પ્રશ્ન 100.
જાવામાં java,io પૅકેજમાં ઉપલબ્ધ File-OutputStream ક્લાસની કઈ પદ્ધતિ સ્ટ્રીમ સાથે સંકળાયેલ કોઈ પણ સિસ્ટમ સાધનને મુક્ત કરે છે?
A. void free( )
B. void close( )
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. void close( )

પ્રશ્ન 101.
જાવા ભાષામાં સ્ટૅનર ક્લાસ કયાં પૅકેજમાં ઉપલબ્ધ હોય છે?
A.java.scan
B. java.io
C. java.util
D. આપેલ તમામ
ઉત્તર:
C. java.util

પ્રશ્ન 102.
ઉપયોગકર્તાના ઇનપુટને વાંચવા માટે કયા ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે?
A. સ્કેનર ક્લાસ
B. મેઇન ક્લાસ
C. માસ્ટર ક્લાસ
D. યુઝર ક્લાસ
ઉત્તર:
A. સ્કેનર ક્લાસ

પ્રશ્ન 103.
જાવા પ્રોગ્રામમાં સ્કેનર ક્લાસ શેનો ઉપયોગ કરી ઇનપુટ કરાતી શબ્દમાળાને ટોકનમાં રૂપાંતર કરે છે?
A. ડેલિમીટર
B. મેથડ
C. સ્ટ્રીમ
D. આપેલ તમામ
ઉત્તર:
A. ડેલિમીટર

પ્રશ્ન 104.
જાવા પ્રોગ્રામમાં સ્કેનર ક્લાસને બંધ કરવા નીચેનામાંથી કઈ પદ્ધતિ(મેથડ)નો ઉપયોગ થાય છે?
A. scanclose ( )
B. void close( )
C. string close( )
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. void close( )

પ્રશ્ન 105.
જાવામાં Scanner ક્લાસની કઈ પદ્ધતિ જો ઇનપુટમાં ટોકન હશે, તો true કિંમત પરત કરે છે?
A. String next( )
B. Boolean hasNext( )
C. int nextInt( )
D. String nextLine( )
ઉત્તર:
B. Boolean hasNext( )

GSEB Std 12 Computer MCQ Answers Ch 11 ફાઈલ-વ્યવસ્થાપન in Gujarati

પ્રશ્ન 106.
જાવા પ્રોગ્રામમાં નીચેનામાંથી કયા ક્લાસનો ઉપયોગ કરવાથી ટાઇપ કરાતા અક્ષરો સ્ક્રીન પર દર્શાવાતા નથી, પરંતુ છૂપા સ્વરૂપે રહે છે?
A. સ્કેનર
B. યુઝર
C. સ્ટ્રીમ
D. કૉન્સોલ
ઉત્તર:
D. કૉન્સોલ

પ્રશ્ન 107.
જાવામાં નીચેનામાંથી કો ક્લાસ ગુપ્ત સંકેત (પાસવર્ડ) વાંચવા માટેની એક પદ્ધતિ પૂરી પાડે છે?
A. Console
B. FileOutputStream
C. FileInputStream
D. Scanner
ઉત્તર:
A. Console

પ્રશ્ન 108.
જાવા પ્રોગ્રામમાં યુઝરનેમ અને પાસવર્ડ વાંચવા નીચેનામાંથી કયા ક્લાસનો ઉપયોગ થાય છે?
A. સ્કેનર
B. યુઝર
C. કૉન્સોલ
D. સ્ટ્રીમ
ઉત્તર:
C. કૉન્સોલ

પ્રશ્ન 109.
કૉન્સોલ ક્લાસની કઈ પદ્ધતિ (મેથડ) દ્વારા કૉન્સોલ પરથી પાસવર્ડ અથવા પાસફ્રેઝ વાંચી શકાય છે?
A. Char[ ] readPassword
B. String readPassword
C. Console readPassword
D. આપેલ તમામ
ઉત્તર:
A. Char[ ] readPassword

પ્રશ્ન 110.
જાવા પ્રોગ્રામમાં કૉન્સોલ ક્લાસની કઈ પદ્ધતિ કૉન્સોલ પરથી ફક્ત એક જ લાઇન વાંચે છે?
A. Char[ ] readPassword
B. String readLine( )
C. Char[ ] readLine
D. આપેલ તમામ
ઉત્તર:
B. String readLine( )

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *