GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

   

Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો Important Questions and Answers.

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
આપણા દેશની સંસદ કયા શહેરમાં આવેલી છે?
A. મુંબઈમાં
B. અમદાવાદમાં
C. ભોપાલમાં
D. દિલ્લીમાં
ઉત્તરઃ
D. દિલ્લીમાં

પ્રશ્ન 2.
આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે?
A. વડી અદાલત
B. સર્વોચ્ચ અદાલત
C. સંસદ
D. રાષ્ટ્રપ્રમુખ ભવન
ઉત્તરઃ
C. સંસદ

પ્રશ્ન 3.
નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે મતદાતાઓ છે?
A. યૂ.એસ.એ.માં
B. ભારતમાં
C. જાપાનમાં
D. બ્રિટનમાં
ઉત્તરઃ
B. ભારતમાં

પ્રશ્ન 4.
સંસદની બેઠકો કોના આધારે નક્કી કરવામાં આવે છે?
A. રાજ્યોની વસ્તીના આધારે
B. રાજ્યોના વિસ્તારના આધારે
C. રાજ્યોની વિવિધતાના આધારે
D. રાજ્યોનાં સંસાધનોના આધારે
ઉત્તરઃ
A. રાજ્યોની વસ્તીના આધારે

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

પ્રશ્ન 5.
લોકસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલાં વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ?
A. 30 કે તેથી વધુ
B. 25 કે તેથી વધુ
C. 20 કે તેથી વધુ
D. 18 કે તેથી વધુ
ઉત્તરઃ
B. 25 કે તેથી વધુ

પ્રશ્ન 6
લોક્સભાની મુદત સામાન્ય રીતે કેટલાં વર્ષની હોય છે?
A. 7
B. 6
C. 5
D. 4
ઉત્તરઃ
C. 5

પ્રશ્ન 7.
રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે?
A. 2
B. 8
C. 10
D. 12
ઉત્તરઃ
D. 12

પ્રશ્ન 8.
રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે?
A. 8
B. 11
C. 16
D. 24
ઉત્તરઃ
B. 11

પ્રશ્ન 9.
રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલાં વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ?
A. 30 કે તેથી વધુ
B. 20 કે તેથી વધુ
C. 25 કે તેથી વધુ
D. 18 કે તેથી વધુ
ઉત્તરઃ
A. 30 કે તેથી વધુ

પ્રશ્ન 10.
રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદત કેટલાં વર્ષની હોય છે?
A. 8
B. 7
C. 6
D. 5
ઉત્તરઃ
C. 6

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

પ્રશ્ન 11.
રાજ્યસભામાંથી દર વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે?
A. પાંચમા
B. અડધા
C. ચોથા
D. ત્રીજા
ઉત્તર :
D. ત્રીજા

પ્રશ્ન 12.
દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોને કહેવામાં આવે છે?
A. લોકસભાને
B. રાજ્યસભાને
C. સંસદને
D. વિધાનસભાને
ઉત્તર :
C. સંસદને

પ્રશ્ન 13.
નીચેના પૈકી દેશના પ્રથમ નાગરિક કોણ છે?
A. ઉપરાષ્ટ્રપ્રમુખ
B. પ્રધાનમંત્રી
C. રાસ્પ્રમુખ
D. સંરક્ષણમંત્રી
ઉત્તર :
A. ઉપરાષ્ટ્રપ્રમુખ

પ્રશ્ન 14.
આપણા દેશના બંધારણીય વડા કોણ છે?
A. સરસેનાધિપતિ
B. ઉપરાસ્પ્રમુખ
C. લોકસભાના સ્પીકર
D. રાષ્ટ્રપ્રમુખ
ઉત્તર :
D. રાષ્ટ્રપ્રમુખ

પ્રશ્ન 15.
આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે?
A. લોકસભાના સ્પીકરના નામે
B. રાષ્ટ્રપ્રમુખના નામે
C. ઉપરાષ્ટ્રપ્રમુખના નામે
D. પ્રધાનમંત્રીના નામે
ઉત્તર :
B. રાષ્ટ્રપ્રમુખના નામે

પ્રશ્ન 16.
આપણા દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે?
A. સંરક્ષણ મંત્રી
B. પ્રધાનમંત્રી
C. રાષ્ટ્રપ્રમુખ
D. સરસેનાધિપતિ
ઉત્તર :
C. રાષ્ટ્રપ્રમુખ

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

પ્રશ્ન 17.
દુનિયાના દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે?
A. રાસ્પ્રમુખ
B. કેન્દ્ર સરકારના ગૃહમંત્રી
C. પ્રધાનમંત્રી
D. કેન્દ્ર સરકારના નાણામંત્રી
ઉત્તર :
A. રાસ્પ્રમુખ

પ્રશ્ન 18.
સંસદનાં બંને ગૃહોની બેઠક બોલાવવાની અને મુલતવી રાખવાની સત્તા કોણ ધરાવે છે?
A. પ્રધાનમંત્રી
B. ઉપરાષ્ટ્રપ્રમુખ
C. રાષ્ટ્રપ્રમુખ
D. વરિષ્ઠ સંસદસભ્ય
ઉત્તર :
C. રાષ્ટ્રપ્રમુખ

પ્રશ્ન 19.
રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરી રાજ્યમાં રામ્રમુખનું શાસન કોણ સ્થાપી શકે છે?
A. રાજ્યપાલ
B. રાષ્ટ્રપ્રમુખ
C. મુખ્યમંત્રી
D. વડા પ્રધાન
ઉત્તર :
B. રાષ્ટ્રપ્રમુખ

પ્રશ્ન 20.
રાષ્ટ્રપ્રમુખનો ઉમેદવાર કેટલાં વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ?
A. 25 કે તેથી વધુ
B. 30 કે તેથી વધુ
C. 40 કે તેથી વધુ
D. 35 કે તેથી વધુ
ઉત્તર :
D. 35 કે તેથી વધુ

પ્રશ્ન 21.
રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત કેટલાં વર્ષની હોય છે?
A. 7
B. 6
C. 5
D. 4
ઉત્તર:
C. 5

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

પ્રશ્ન 22.
રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં તેમની ફરજ કોણ બજાવે છે?
A. લોકસભાના સ્પીકર
B. ઉપરાષ્ટ્રપ્રમુખ
C. પ્રધાનમંત્રી
D. સૌથી વધુ વયના સંસદસભ્ય
ઉત્તર:
B. ઉપરાષ્ટ્રપ્રમુખ

પ્રશ્ન 23.
આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતા?
A. શ્રીમતી ઇંદિરા ગાંધી
B. સરોજિની નાયડુ
C. અમૃતા પ્રીતમ
D. શ્રીમતી પ્રતિભાસિંહ પાટિલ
ઉત્તર:
D. શ્રીમતી પ્રતિભાસિંહ પાટિલ

પ્રશ્ન 24.
સંસદની કારોબારીના વડા કોણ છે?
A. રાષ્ટ્રપ્રમુખ
B. લોકસભાના સ્પીકર
C. પ્રધાનમંત્રી
D. ઉપરાષ્ટ્રપ્રમુખ
ઉત્તર:
C. પ્રધાનમંત્રી

પ્રશ્ન 25.
પ્રધાનમંત્રી અને તેમના મંત્રીમંડળને શપથગ્રહણ કોણ કરાવે છે?
A. રાષ્ટ્રપ્રમુખ
B. ઉપરા×મુખ
C. સરસેનાધિપતિ
D. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
ઉત્તર:
A. રાષ્ટ્રપ્રમુખ

પ્રશ્ન 26.
સંઘ સરકારના મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ કોણ ? સંભાળે છે?
A. રાષ્ટ્રપ્રમુખ
B. પ્રધાનમંત્રી
C. ઉપરાષ્ટ્રપ્રમુખ
D. ગૃહપ્રધાન
ઉત્તર:
B. પ્રધાનમંત્રી

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

પ્રશ્ન 27.
બંધારણની જોગવાઈ મુજબ હોદ્દાની રૂએ રાજ્યસભાના સ્પીકર તરીકે કોણ જવાબદારી નિભાવે છે?
A. રાષ્ટ્રપ્રમુખ
B. લોકસભાના સ્પીકર
C. ઉપરાપ્રમુખ
D. પ્રધાનમંત્રી
ઉત્તર:
C. ઉપરાપ્રમુખ

પ્રશ્ન 28.
ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશની સંસદના ? મૉડેલના આધારે વિકસાવી છે?
A. જાપાનની
B. યૂ.એસ.એ.ની
C. બ્રિટનની
D. ફ્રાન્સની
ઉત્તર:
C. બ્રિટનની

પ્રશ્ન 29.
આપણા દેશમાં કાયદો કઈ નીતિને આધારે કાર્ય કરે છે?
A. સૌ સમાન, સૌને સમાન
B. સૌ સમાન, સૌનું કલ્યાણ
C. સૌને સમ્માન, સૌ પ્રત્યે સદ્ભાવ
D. સૌ સમાન, સૌ પ્રત્યે સમભાવ
ઉત્તર:
A. સૌ સમાન, સૌને સમાન

યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. આપણા દેશની સંસદ ………………………… માં આવેલી છે.
ઉત્તરઃ
દિલ્લી

2. ભારતે …………………………. લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે.
ઉત્તરઃ
સંસદીય

૩. ભારતમાં …………………………… એ દેશની સર્વોચ્ચ સંસ્થા છે.
ઉત્તરઃ
સંસદ

4. આપણા દેશની સંસદ …………………….. અને તેનાં બે ગૃહોની બનેલી છે.
ઉત્તરઃ
રાસ્પ્રમુખ

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

5. ………………………….. એ સંસદનું નીચલું ગૃહ છે.
ઉત્તરઃ
લોકસભા

6. લોકસભાના સંસદસભ્યોને ………………………….. ચૂંટવામાં આવે છે.
ઉત્તરઃ
પ્રત્યક્ષ

7. રાજ્યસભાના સંસદસભ્યોને રાજ્યોની ………………………………… ના સભ્યો દ્વારા ચૂંટાય છે.
ઉત્તરઃ
વિધાનસભાઓ

8. રાજ્યસભાના સંસદસભ્યોની ચૂંટણી ……………………………… રીતે થાય છે.
ઉત્તરઃ
અપ્રત્યક્ષ (પરોક્ષ)

9. સંસદની બેઠકો રાજ્યોની …………………………….. ના આધારે નક્કી કરવામાં આવે છે.
ઉત્તરઃ
વસ્તી

10. લોકસભાને ‘…………………………….’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
હાઉસ ઑફ પીપલ્સ

11. લોકસભામાં ગુજરાતની ………… બેઠકો ફાળવવામાં આવી છે.
ઉત્તર :
26

12. લોકસભાના સભ્યપદના ઉમેદવારની ઉંમર ………………………… વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
ઉત્તર :
25

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

13. લોકસભાની મુદત સામાન્ય રીતે ………… વર્ષની હોય છે.
ઉત્તર :
5

14. લોકસભા ના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય , કરે છે.
ઉત્તર :
સંઘયાદી

15. કેન્દ્ર સરકારે કોઈ પણ બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે.
ઉત્તર :
નાણાકીય

16. આપણા દેશની રાજ્યસભાના કુલ સભ્યો ………… છે.
ઉત્તર :
250

17. રાજ્યસભામાં કુલ ………… સભ્યોની નિમણૂક રાખ્રમુખ દ્વારા કરવામાં આવે છે.
ઉત્તર :
12

18. રાજ્યસભાના ………… સભ્યો દેશનાં રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે.
ઉત્તર :
238

19. રાજ્યસભાને ‘………………………’ તરીકે પણ ઓળખવામાં – આવે છે.
ઉત્તર :
કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ

20. રાજ્યસભામાં ગુજરાત રાજ્યને ………… બેઠકો ફાળવવામાં આવી છે.
ઉત્તર :
11

21. રાજ્યસભાના સભ્યપદના ઉમેદવારની ઉંમર …………………………………… વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
ઉત્તર:
30

22. રાજ્યસભાના સંસદસભ્યની મુદત ………… વર્ષની હોય છે.
ઉત્તર:
6

23. આપણા દેશની સંસદનું ઉપલું ગૃહ ……………………………. એ કાયમી ગૃહ છે.
ઉત્તર:
રાજ્યસભા

24. દર ……………………………. વર્ષે રાજ્યસભાના એક તૃતીયાંશ એટલે કે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે.
ઉત્તર:
બે

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

25. ……………………………… સંઘયાદીના વિષયો પર કાયદા ઘડવાનું કામ કરે છે.
ઉત્તર:
લોકસભા

26. કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે …………………………. મંજૂરી લેવી પડે છે.
ઉત્તર:
લોકસભા

27. ભારતના ……………………….. દેશના પ્રથમ નાગરિક છે.
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ

28. રાષ્ટ્રપ્રમુખ ………… વર્ષની મુદત માટે ચૂંટાય છે.
ઉત્તર:
5

29. ………………………… દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે.
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ

30. દુનિયાના દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કરે છે.
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ

31. રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં ખાસ સંજોગોમાં મંત્રીમંડળને બરતરફ કરીને રાજ્યમાં ‘……………………….’ સ્થાપી શકે છે.
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ શાસન

32. રાસ્પ્રમુખ પદના ઉમેદવારની ઉંમર ………… વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
ઉત્તર:
35

33. રાષ્ટ્રપ્રમુખ પોતાનું રાજીનામું ……………………………. અને સોંપે છે.
ઉત્તર:
ઉપરાઐમુખ

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

34. રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં તેમની ફરજ ………………………….. બજાવે છે.
ઉત્તર:
ઉપરાઐમુખ

35. …………………………. સંસદના વડા છે.
ઉત્તર:
પ્રધાનમંત્રી

36. બંધારણીય રીતે પ્રધાનમંત્રી ………………………….. ને આધીન રહીને કામ કરે છે.
ઉત્તર:
સંસદ

37. મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ ……………………….. સંભાળે છે.
ઉત્તર:
પ્રધાનમંત્રી

38. ………………………….. ને જે-તે ગૃહના વડા કે અધ્યક્ષ પણ કહેવામાં આવે છે.
ઉત્તર:
સ્પીકર

39. ………………………….. માં સ્પીકરની ચૂંટણી કરવામાં આવતી નથી.
ઉત્તર:
રાજ્યસભા

40. બંધારણની જોગવાઈ મુજબ હોદ્દાની રૂએ દેશના …………………………… રાજ્યસભાના સ્પીકર તરીકે જવાબદારી નિભાવે છે.
ઉત્તર:
ઉપરાષ્ટ્રપ્રમુખ

41. સંસદમાં જે-તે ગૃહના સભ્યો તેમના પ્રશ્નો …………………………………ને ઉદ્દેશીને પૂછે છે.
ઉત્તર:
સ્પીકર

42. ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ …………………………. ની સંસદના મૉડેલના આધારે વિકસેલી છે.
ઉત્તર:
બ્રિટન

43. દેશનું ………………………………. બંધારણ મુજબ સ્વતંત્રપણે કામ કરે છે.
ઉત્તર:
ન્યાયતંત્ર

44. સમાજમાં શાંતિ, સલામતી અને એકતાનો આધાર ………………………..પર રહેલો છે.
ઉત્તર:
કાયદા

45. કાયદા ઘડતી વખતે ભારતીય ………………………….. નાં મૂલ્યોને નજર સામે રાખવામાં આવે છે.
ઉત્તર:
બંધારણ

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

1. ભારતમાં સર્વોચ્ચ અદાલત એ દેશની સર્વોચ્ચ સંસ્થા છે.
ઉત્તર:
ખોટું

2. સંસદનું ઉપલું ગૃહ લોકસભા કહેવાય છે.
ઉત્તર:
ખોટું

3. સંસદનું નીચલું ગૃહ રાજ્યસભા કહેવાય છે.
ઉત્તર:
ખોટું

4. લોકસભાના સંસદસભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે.
ઉત્તર:
ખરું

5. આપણા દેશની લોકસભામાં કુલ 250 સભ્યો છે.
ઉત્તર:
ખોટું

6. સંસદની બેઠકો જે-તે રાજ્યની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે.
ઉત્તર:
ખરું

7. લોકસભાને ‘હાઉસ ઑફ પીપલ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તર:
ખરું

8. લોકસભાના સભ્યપદનો ઉમેદવાર સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ.
ઉત્તર:
ખોટું

9. રાષ્ટ્રપ્રમુખ લોકસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે.
ઉત્તર:
ખોટું

10. રાજ્યસભાના 238 સભ્યો વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે.
ઉત્તર:
ખરું

11. રાજ્યસભાને ‘કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તર:
ખરું

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

12. રાજ્યસભામાં ગુજરાતની 12 બેઠકો ફાળવવામાં આવી છે.
ઉત્તર:
ખોટું

13. રાજ્યસભાના સભ્યપદના ઉમેદવારની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
ઉત્તર:
ખોટું

14. રાજ્યસભાના સંસદસભ્યની મુદત 6 વર્ષની હોય છે.
ઉત્તર:
ખરું

15. રાજ્યસભા એ કાયમી ગૃહ છે.
ઉત્તર:
ખરું

16. દર 6 વર્ષે રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થાય છે.
ઉત્તર:
ખોટું

17. લોકસભા રાજ્યયાદીના વિષયો પર કાયદા ઘડવાનું કામ કરે છે.
ઉત્તર:
ખોટું

18. રાષ્ટ્રપ્રમુખ દેશના બંધારણીય વડા છે.
ઉત્તર:
ખરું

19. આપણા દેશનો સમગ્ર વહીવટ પ્રધાનમંત્રીના નામે ચાલે છે.
ઉત્તર:
ખોટું

20. દેશના પ્રધાનમંત્રી રાજ્યના રાજ્યપાલો અને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક કરે છે.
ઉત્તર:
ખોટું

21. વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે.
ઉત્તર:
ખરું

22. રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવારની ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
ઉત્તર:
ખરું

23. રાષ્ટ્રપ્રમુખ 10 વર્ષની મુદત માટે ચૂંટાય છે.
ઉત્તર:
ખોટું

24. ઉપરાઐમુખની ગેરહાજરીમાં રાસ્પ્રમુખ ફરજ બજાવે છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

25. રાષ્ટ્રપ્રમુખ પોતાનું રાજીનામું સર્વોચ્ચ અદાલતના મુખ્ય – ન્યાયમૂર્તિને સોંપે છે.
ઉત્તર:
ખોટું

26. કેન્દ્રના મંત્રીમંડળને સંસદની કારોબારી પણ કહેવામાં આવે છે.
ઉત્તર:
ખરું

27. બંધારણીય રીતે પ્રધાનમંત્રી સંસદને આધીન રહીને કામ કરે છે.
ઉત્તર:
ખરું

28. રાજ્યસભામાં સ્પીકરની ચૂંટણી કરવામાં આવતી નથી.
ઉત્તર:
ખરું

29. બંધારણની જોગવાઈ મુજબ હોદ્દાની રૂએ દેશના ઉપરાઅમુખ – રાજ્યસભાના સ્પીકરની જવાબદારી નિભાવે છે.
ઉત્તર:
ખરું

30. સંસદના જે-તે ગૃહના સભ્યો તેમના પ્રશ્નો પ્રધાનમંત્રીને ઉદ્દેશીને પૂછે છે.
ઉત્તર:
ખોટું

31. આપણા દેશનો કાયદો ‘સૌ સમાન, સૌને સમ્માન’ની નીતિને : આધારે કાર્ય કરે છે.
ઉત્તર:
ખરું

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:

પ્રશ્ન 1.
ભારતની સંઘની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ભારતની સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 2.
ભારતની સંસદ કેટલાં ગૃહોની બનેલી છે? એ ગૃહો કયા કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
ભારતની સંસદ બે ગૃહોની બનેલી છે. સંસદનું ઉપલું ગૃહ ‘રાજ્યસભા’ના નામે અને નીચલું ગૃહ ‘લોકસભા’ના નામે ઓળખાય છે.

પ્રશ્ન 3.
સરકારનાં અંગો કયાં કયાં છે?
ઉત્તર:
સરકારનાં અંગો ત્રણ છે:

  1. ધારાસભા,
  2. કારોબારી અને
  3. ન્યાયતંત્ર.

પ્રશ્ન 4.
લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી છે?
ઉત્તર:
લોકસભાના સભ્યોની કુલ સંખ્યા 545 છે. આ સભ્યો પૈકી 543 સભ્યો દેશનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ 2 એંગ્લો-ઇન્ડિયન પ્રતિનિધિઓની પસંદગી રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે.

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

પ્રશ્ન 5.
લોકસભાને ‘હાઉસ ઑફ પીપલ્સ’ તરીકે પણ કેમ ઓળખવામાં આવે છે?
ઉત્તર:
લોકસભાના સભ્યોને લોકો સીધા – પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટે છે. તેથી લોકસભાને ‘હાઉસ ઑફ પીપલ્સ’ તરીકે પણ ‘ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 6.
લોકસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે?
ઉત્તર:
લોકસભામાં ગુજરાતને 26 બેઠકો ફાળવવામાં આવી છે.

પ્રશ્ન 7.
લોકસભાની મુદત કેટલાં વર્ષની હોય છે?
ઉત્તર:
લોકસભાની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે. આમ છતાં, રાષ્ટ્રપ્રમુખ લોકસભાને પાંચ વર્ષની મુદત પહેલાં પણ બરખાસ્ત કરી શકે છે અથવા તેની મુદતમાં વધારો કરી શકે છે.

પ્રશ્ન 8.
રાજ્યસભાના સભ્યોની સંખ્યા કેટલી છે?
ઉત્તર:
રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા 250 છે. આ સભ્યો પૈકી 12 સભ્યોની નિમણૂંક રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે.

પ્રશ્ન 9.
લોકસભાના સભ્યપદ માટેના ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ?
ઉત્તર:
લોકસભાના સભ્યપદ માટેના ઉમેદવારની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.

પ્રશ્ન 10.
રાજ્યસભાના સભ્યપદ માટેના ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ?
ઉત્તર:
રાજ્યસભાના સભ્યપદ માટેના ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જોઈએ.

પ્રશ્ન 11.
રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના 12 સભ્યો તરીકે કેવી વ્યક્તિઓની નિમણૂક કરે છે?
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના 12 સભ્યો તરીકે આવી વ્યક્તિઓની નિમણૂક કરે છે. સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કલા, શિક્ષણ, સમાજસેવા, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલી અને પોતાનાં ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓ.

પ્રશ્ન 12.
રાજ્યસભાને ‘કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ’ તરીકે પણ કેમ ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
રાજ્યસભાના 250 સભ્યો પૈકી 238 સભ્યોની ચૂંટણી રાજ્યોની વિધાનસભાના સભ્યો તે રાજ્યની વસ્તીના ધોરણે કરે છે. આમ, તેઓ રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતા હોવાથી રાજ્યસભાને “કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

પ્રશ્ન 13.
રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે?
ઉત્તર:
રાજ્યસભામાં ગુજરાતની 1 બેઠકો ફાળવવામાં આવી છે.

પ્રશ્ન 14.
સંસદનું કર્યું ગૃહ કાયમી ગૃહ છે?
ઉત્તરઃ
સંસદનું ઉપલું ગૃહ- રાજ્યસભા કાયમી ગૃહ છે. રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી.

પ્રશ્ન 15.
રાજ્યસભા કાયમી ગૃહ શાથી છે?
ઉત્તર:
દર બે વર્ષને અંતે રાજ્યસભાના કુલ સભ્યોના \(\frac{1}{3}\) ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા નવા સભ્યો – ચૂંટાય છે. આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી ન હોવાથી તે કાયમી ગૃહ છે.

પ્રશ્ન 16.
ભારતમાં સંસદની શી જરૂર છે?
ઉત્તર:
ભારત એક ઉપખંડ જેટલી વિશાળતા અને અનેક પ્રકારની વિવિધતા ધરાવે છે. આવા ભારતદેશના સુચારુ સંચાલન, વ્યવસ્થાપન અને પ્રગતિ માટે સંસદની જરૂર છે.

પ્રશ્ન 17.
સંસદ કાયદાવિષયક કયું મહત્ત્વનું કાર્ય કરે છે?
ઉત્તરઃ
સંસદ દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવા કાયદા ઘડવાનું, વર્તમાન કાયદામાં સુધારા કરવાનું અને જૂના કાયદા રદ કરવાનું મહત્ત્વનું કાર્ય કરે છે.

પ્રશ્ન 18.
સંઘ સરકારના બંધારણીય વડા કોણ છે?
ઉત્તરઃ
સંઘ સરકારના બંધારણીય વડા રાષ્ટ્રપ્રમુખ છે.

પ્રશ્ન 19.
આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે?
ઉત્તરઃ
આપણા દેશનો સમગ્ર વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે ચાલે છે.

પ્રશ્ન 20.
ભારતના રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ?
ઉત્તરઃ
ભારતના રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 35 કે તેથી વધારે વર્ષની હોવી જોઈએ.

પ્રશ્ન 21.
ભારતનાં સંરક્ષણદળોના સર્વોચ્ચ વડા કોણ છે?
ઉત્તર:
ભારતનાં સંરક્ષણદળોના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપ્રમુખ છે.

પ્રશ્ન 22.
રાષ્ટ્રપ્રમુખ કઈ કઈ વ્યક્તિઓની નિમણૂક કરે છે?
ઉત્તરઃ
રાખ્રમુખ રાજ્યોના રાજ્યપાલો, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ, ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી અધિકારીઓ, જાહેર સેવા પંચના અધ્યક્ષ અને તેના સભ્યો, વિદેશોમાં ભારતના રાજદૂતો, . એટર્ની જનરલ વગેરેની નિમણૂક કરે છે.

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

પ્રશ્ન 23.
રાષ્ટ્રપ્રમુખ દેશમાં કટોકટીની સ્થિતિ ક્યારે જાહેર કરી શકે છે?
ઉત્તર:
બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિના કારણે સમગ્ર – દેશની કે તેના કોઈ પણ ભાગની સુરક્ષિતતા ભયમાં મુકાઈ ગઈ હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ એક જાહેરનામું બહાર પાડી દેશમાં – કટોકટીની પરિસ્થિતિ જાહેર કરી શકે છે.

પ્રશ્ન 24.
રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં ‘રાષ્પમુખ શાસન’ ક્યારે સ્થાપી = શકે છે?
ઉત્તરઃ
રાજ્યપાલના અહેવાલ પરથી કે અન્ય રીતે રાષ્ટ્રમ્રમુખને ખાતરી થાય કે રાજ્યમાં બંધારણના નિયમો પ્રમાણે વહીવટ ચાલી શકે તેમ નથી ત્યારે તેઓ બંધારણીય કટોકટીનું જાહેરનામું બહાર પાડે છે અને રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન’ સ્થાપી શકે છે અને રાજ્યનો વહીવટ પોતાને હસ્તક લઈ લે છે.

પ્રશ્ન 25.
રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં તેમની ફરજો કોણ. બજાવે છે?
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં તેમની ફરજો ઉપરાષ્ટ્રપ્રમુખ : બજાવે છે.

પ્રશ્ન 26.
રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું કોને સોપે છે?
ઉત્તરઃ
રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું ઉપરાષ્ટ્રપ્રમુખને – સોંપે છે.

પ્રશ્ન 27.
રાષ્ટ્રપ્રમુખ પ્રધાનમંત્રી તરીકે કઈ વ્યક્તિને નીમે છે?
ઉત્તર:
સામાન્ય ચૂંટણીઓ પછી લોકસભામાં ચૂંટાઈ આવેલા બહુમતી પક્ષના કે સમૂહના નેતાને રાષ્ટ્રપ્રમુખ પ્રધાનમંત્રી તરીકે નીમે છે.

પ્રશ્ન 28.
પ્રધાનમંત્રી સંઘ સરકારના વડા શાથી ગણાય છે?
ઉત્તર:
પ્રધાનમંત્રી સંઘની કારોબારીના મંત્રીમંડળનું નેતૃત્વ ? સંભાળતા હોવાથી સંઘ સરકારના વડા ગણાય છે.

પ્રશ્ન 29.
બંધારણીય રીતે પ્રધાનમંત્રી કોને આધીન રહીને કામ ? કરે છે?
ઉત્તરઃ
બંધારણીય રીતે પ્રધાનમંત્રી દેશની સંસદને આધીન રહીને કામ કરે છે.

પ્રશ્ન 30.
પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના સ્પીકર – અધ્યક્ષ તરીકેની જવાબદારી કોણ નિભાવે છે?
ઉત્તર:
પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના સ્પીકર – અધ્યક્ષ તરીકેની જવાબદારી ઉપરાષ્ટ્રપ્રમુખ નિભાવે છે.

પ્રશ્ન 31.
આપણા દેશનો કાયદો કઈ નીતિને આધારે કાર્ય કરે છે?
ઉત્તરઃ
આપણા દેશનો કાયદો ‘સૌ સમાન, સૌને સમ્માન’ની નીતિના આધારે કાર્ય કરે છે.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
લોકસભાની રચના સમજાવો. અથવા ટૂંક નોંધ લખો લોકસભાની રચના
ઉત્તરઃ
સંસદનું નીચલું ગૃહ ‘લોકસભા’ કહેવાય છે. તે પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે. તેથી લોકસભાને હાઉસ ઑફ પીપલ્સના નામે પણ ઓળખવામાં આવે છે. લોકસભાની કુલ સભ્ય સંખ્યા 545 છે. આ સભ્યો પૈકી 543 સભ્યો દેશના રાજ્યોનું અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે; જ્યારે 2 એંગ્લો-ઇન્ડિયન સભ્યોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે.

સંસદની બેઠકો રાજ્યોની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત છે જનજાતિઓ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. લોકસભાના સભ્યોને જે-તે મતવિસ્તારના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે.

લોકસભાના સભ્યપદ માટેની લાયકાતોઃ

  • તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
  • તે માનસિક રીતે અસ્થિર, નાદાર અને જેલની સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ.
  • તે સરકારી પગારદાર કર્મચારી ન હોવો જોઈએ.

લોકસભાની મુદત:
સામાન્ય રીતે લોકસભાની મુદત પાંચ વર્ષની હોય છે. પરંતુ અસાધારણ સંજોગોમાં રાષ્ટ્રપ્રમુખ તેને મુદત પહેલાં બરખાસ્ત કરી શકે છે અથવા તેની મુદત એક વર્ષ સુધી લંબાવી શકે છે. મુદત પૂરી થતાં લોકસભાનું વિસર્જન કરી, નવેસરથી ચૂંટણી દ્વારા લોકસભાની પુનઃરચના કરવામાં આવે છે. લોકસભાના સભ્યો પોતાનામાંથી લોકસભાના સ્પીકર (અધ્યક્ષ) અને ડેપ્યુટી સ્પીકર(ઉપાધ્યક્ષ)ને ચૂંટે છે.

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

પ્રશ્ન 2.
લોકસભાનાં કાર્યો જણાવો.
ઉત્તર:
લોકસભાનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે

  • લોકસભા સંઘયાદીના વિષયો પર કાયદા ઘડવાનું કામ કરે છે. તે સંયુક્ત યાદીના વિષયો પર પણ કાયદા ઘડી શકે છે. – શેષસત્તાના વિષયો પર માત્ર લોકસભા જ કાયદા ઘડી શકે છે.
  • તે દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા કાયદા ઘડે છે. વર્તમાન કાયદામાં ફેરફાર કરે છે અથવા તેમને રદબાતલ કરે છે.
  • તે મંત્રીમંડળના મંત્રીઓ – પ્રધાનોની કામગીરી પર 3 અંકુશ અને નિયમન રાખે છે..
  • તે નાણામંત્રીએ રજૂ કરેલા દેશના અંદાજપત્ર(બજેટ-Budget)ને મંજૂર કરે છે. અંદાજપત્રને પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. લોકસભામાં પસાર કર્યા પછી જ તેને . રાજ્યસભામાં મોકલવામાં આવે છે.
  • જો લોકસભાને મંત્રીમંડળની કામગીરીથી સંતોષ ન : હોય, તો તે મંત્રીમંડળ પર અવિશ્વાસની દરખાસ્ત (Vote of no Confidence) લાવવાની સત્તા ધરાવે છે. જો એ દરખાસ્ત પસાર થાય, તો મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે.
  • લોકસભા નાણામંત્રીએ રજૂ કરેલા નાણાકીય ખરડાને નામંજૂર કરીને સમગ્ર મંત્રીમંડળને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે.
  • તે દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરે છે; એ પ્રશ્નો 3 સંબંધી તે મંત્રીઓનું ધ્યાન દોરે છે.
  • કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે લોકસભાની 3 મંજૂરી લેવી પડે છે.

પ્રશ્ન 3.
રાજ્યસભાની રચના સમજાવો.
અથવા
ટૂંક નોંધ લખો રાજ્યસભાની રચના
ઉત્તરઃ
રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું સંસદનું ઉપલું ગૃહ છે. ‘રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે – પરોક્ષ રીતે : થાય છે. રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા 250ની છે, જેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની વિધાનસભાના સભ્યો તે રાજ્યની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો તરીકે રાષ્ટ્રપ્રમુખ સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કલા અને સામાજિક સેવા વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલા અને પોતાના ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન, અનુભવ અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને નીમે છે. રાજ્યસભાને “કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ’ના નામે પણ ઓળખવામાં આવે છે.

રાજ્યસભાના સભ્યપદ માટેની લાયકાતોઃ

  • તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • તેની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જોઈએ.
  • તે માનસિક રીતે અસ્થિર, નાદાર અને જેલની સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ.
  • તે સરકારી પગારદાર કર્મચારી ન હોવો જોઈએ.

રાજ્યસભાની મુદતઃ
રાજ્યસભાના દરેક સભ્યની મુદત 6 વર્ષની છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. તેનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન (બરખાસ્ત) થતું નથી. પરંતુ દર બે વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના \(\frac{1}{3}\) ભાગના (ત્રીજા ભાગના) સભ્યો નિવૃત્ત થાય છે.અને તેમની જગ્યાએ તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. ભારતના ઉપરાઐમુખ હોદ્દાની રૂએ રાજ્યસભાના સ્પીકર (અધ્યક્ષ) બને છે. રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી ગૃહના વાઇસ ચૅરમૅન(ઉપપ્રમુખ)ને ચૂંટે છે.

પ્રશ્ન 4.
રાજ્યસભાનાં કાર્યો જણાવો.
ઉત્તરઃ
રાજ્યસભાનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છેઃ

  • રાજ્યસભા લોકસભાની જેમ નવા કાયદા ઘડવાનું, વર્તમાન કાયદામાં ફેરફાર કરવાનું અથવા તેમને રદબાતલ કરવાનું કાર્ય કરે છે.
  • રાજ્યસભાના સભ્યો સરકારની કામગીરી વિશે ચર્ચા કરે છે.
  • રાજ્યસભાના સભ્યો મંત્રીઓને વહીવટીતંત્રની કોઈ પણ બાબત વિશે પ્રશ્નો અને પૂરક પ્રશ્નો પૂછી શકે છે તેમજ પ્રજાના જાહેર હિત પ્રત્યે મંત્રીઓનું ધ્યાન દોરી શકે છે.
  • અંદાજપત્રો સહિત તમામ નાણાકીય બાબતો અને વહીવટીતંત્ર પર અંકુશ અંગે રાજ્યસભાને લોકસભા કરતાં ઓછા અધિકારો મળેલા છે. દા. ત., લોકસભામાં પસાર કરેલો નાણાકીય ખરડો જ્યારે રાજ્યસભામાં આવે છે ત્યારે રાજ્યસભામાં ચર્ચા કરી માત્ર 14 દિવસમાં તે ખરડો પાછો મોકલવાનો હોય છે. આ મુદત દરમિયાન રાજ્યસભા તે ખરડો લોકસભામાં પરત ન કરે તોપણ તે પસાર થયેલો ગણાય છે.

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

પ્રશ્ન 5.
રાષ્ટ્રપ્રમુખપદની લાયકાતો અને તેમના હોદ્દાની મુદત જણાવો.
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખપદની લાયકાતોઃ ભારતના રાષ્ટ્રપ્રમુખના પદ માટેની ઉમેદવાર નીચેની લાયકાત ધરાવતો હોવો જોઈએ:

  • તે ભારતના નાગરિક હોવા જોઈએ.
  • તેમની ઉંમર 35 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
  • તે સંઘ સરકાર કે રાજ્ય સરકારના પગારદાર કર્મચારી ન હોવા જોઈએ.
  • તે લોકસભાના સભ્ય થવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ. જો તે સભ્ય હોય, તો રાષ્ટ્રમ્રમુખ તરીકે ચુંટાય ત્યારે તેમને એ સભ્યપદેથી રાજીનામું આપવું પડે છે.

રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદતઃ

  • રાસ્પ્રમુખ ચૂંટાઈને જે દિવસે પોતાનો હોદ્દો સ્વીકારે, તે દિવસથી પાંચ વર્ષની મુદત સુધી તે એ હોદા પર રહી શકે છે. તે પહેલાં તેઓ ઇચ્છે તો રાજીનામું આપીને હોદાનો ત્યાગ કરી શકે છે.
  • રાષ્ટ્રપ્રમુખ હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની પર કોઈ ફોજદારી મુકદમો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી.
  • બંધારણ ભંગના કે અન્ય કોઈ રાષ્ટ્રીય હિતની દષ્ટિએ ગંભીર ગણાય એવા ગુના માટે સંસદ રાષ્ટ્રપ્રમુખને “મહાભિયોગ’ની પ્રક્રિયા દ્વારા પદભ્રષ્ટ કરી શકે છે.
  • હોદ્દાની મુદત પૂરી થતાં રાષ્ટ્રપ્રમુખ બીજી વખત પ્રમુખપદ માટે ઉમેદવારી કરી શકે છે.

પ્રશ્ન 6.
રાષ્પમુખનાં કાર્યો જણાવો.
ઉત્તરઃ
રાષ્ટ્રપ્રમુખ દેશના પ્રથમ નાગરિક ગણાય છે. તેઓ સંઘ સરકારના બંધારણીય વડા છે. આપણા દેશનો સમગ્ર વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે ચાલે છે. રાષ્ટ્રપ્રમુખનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે :

  • લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના કે સમૂહના નેતાને રાષ્ટ્રપ્રમુખ પ્રધાનમંત્રી તરીકે નીમે છે. પ્રધાનમંત્રીની સલાહ મુજબ તે અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે; મંત્રીઓને ખાતાંની ફાળવણી કરે છે તેમજ તેમને બંધારણને વફાદાર રહેવાના અને 3 હોદ્દાની ગુપ્તતાના સોગંદ લેવડાવે છે.
  • રાખ્રમુખ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે. તે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે.
  • ભારતના ઍટર્ની જનરલ, ઑડિટર જનરલ, સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતના ન્યાયાધીશો, રાજ્યપાલો, ચૂંટણીપંચના મુખ્ય અધિકારીઓ, વિદેશોમાં ભારતના રાજદૂતો – એલચીઓ વગેરેની નિમણૂંક રાષ્ટ્રપ્રમુખ કરે છે.
  • તેઓ સંસદનાં બંને ગૃહોની બેઠક બોલાવવાની અને મુલતવી રાખવાની તેમજ લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે.
  • બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિને કારણે સમગ્ર દેશની કે તેના કોઈ પણ ભાગની સુરક્ષિતતા ભયમાં મુકાઈ ગઈ હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ જાહેરનામું બહાર પાડી દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરી શકે છે.
  • રાજ્યપાલના અહેવાલ પરથી કે અન્ય રીતે રાષ્ટ્રપ્રમુખને ખાતરી થાય કે રાજ્યમાં બંધારણના નિયમો પ્રમાણે વહીવટ ચાલી શકે તેમ નથી ત્યારે તેઓ બંધારણીય કટોકટીનું જાહેરનામું બહાર પાડે છે અને રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન સ્થાપી શકે છે અને રાજ્યનો વહીવટ પોતાને હસ્તક લઈ લે છે.

પ્રશ્ન 7.
પ્રધાનમંત્રીનું સ્થાન અને તેમનાં કાર્યો
ઉત્તર:
પ્રધાનમંત્રીનું સ્થાન મંત્રીમંડળમાં પ્રધાનમંત્રીનું સ્થાન અજોડ છે. તે કારોબારી – મંત્રીમંડળના વડા છે. લોકસભામાં સરકારની નીતિઓની તે મંત્રીમંડળ વતી જાહેરાતો કરે છે. મંત્રીમંડળમાં તે સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. મંત્રીમંડળની રચના, મંત્રીમંડળ અને સંઘ, મંત્રીમંડળ અને રામ્રમુખ તથા રાજ્યવહીવટ સાથે પ્રધાનમંત્રીનો ગાઢ સંબંધ હોય છે.

પ્રધાનમંત્રી દેશની ગૃહનીતિ અને વિદેશનીતિ ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ‘પ્રધાનમંત્રી મંત્રીમંડળમાં સુકાનીરૂપ અને ચાવીરૂપ વ્યક્તિ (Keyman) છે.

પ્રધાનમંત્રીનાં કાર્યો:
ભારતના પ્રધાનમંત્રી – વડા પ્રધાનનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે :

  • પ્રધાનમંત્રી રાષ્ટ્રપ્રમુખના આમંત્રણથી પ્રધાનમંડળ રચે છે છે. તેઓ દરેક પ્રધાનને એક કે વધારે ખાતા ફાળવે છે. તેઓ પોતે પણ એક કે વધારે ખાતાંનો વહીવટ સંભાળે છે. રાષ્ટ્રપ્રમુખ ઔપચારિક રીતે પ્રધાનમંત્રીની સલાહ અનુસાર સમગ્ર પ્રધાનમંડળની નિમણૂક કરે છે.
  • પ્રધાનમંત્રી પ્રધાનોની પસંદગી કરવાનો, પ્રધાનોને તેમનાં પદ પર ચાલુ રાખવાનો, તેમનાં ખાતાં બદલવાનો તેમજ તેમને પદભ્રષ્ટ કરવાનો અધિકાર ધરાવે છે.
  • પ્રધાનમંડળની બેઠકોનું તેઓ અધ્યક્ષપદ સંભાળે છે. તેઓ છે અગત્યની બાબતો અંગે ચર્ચા કરી નીતિવિષયક નિર્ણયો લે છે. તે
  • તેઓ દરેક પ્રધાનના કામકાજ પર દેખરેખ રાખે છે 3 અને સરકારની નીતિ અનુસાર કામ કરવા માટે દરેક પ્રધાનને 3 માર્ગદર્શન આપે છે.
  • સંસદના સભ્યો સંસદની કાર્યવાહી દરમિયાન મંત્રીઓને રાજ્યવહીવટ સંબંધી પ્રશ્નો અને પેટાપ્રશ્નો પૂછે છે. એ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી તેમજ જે-તે મંત્રી બંધારણીય જવાબદાર છે.
  • પ્રધાનમંત્રી પ્રધાનમંડળની બેઠકોમાં થયેલા ઠરાવો વિશે, દેશની સમગ્ર પરિસ્થિતિ વિશે તેમજ કેન્દ્ર સરકારના સમગ્ર વહીવટ વિશે રાષ્ટ્રપ્રમુખને વાકેફ કરે છે.
  • હોદાની રૂએ પ્રધાનમંત્રી નીતિપંચ(આયોજનપંચ)નું 5 અધ્યક્ષપદ સંભાળે છે.

પ્રશ્ન 8.
ટૂંક નોંધ લખોઃ સ્પીકર (અધ્યક્ષ)
ઉત્તર:

  • લોકસભાના સભ્યો પોતાની પહેલી બેઠકમાં પોતાનામાંથી એક સભ્યની સ્પીકર (અધ્યક્ષ) તરીકે ચૂંટણી કરે છે. જોકે, લોકસભામાં સ્પીકર શાસક કે બહુમતી ધરાવતા જૂથમાંથી જ પસંદ કરવામાં આવે છે.
  • રાજ્યસભામાં સ્પીકર(અધ્યક્ષ)ની ચૂંટણી કરવામાં આવતી નથી. બંધારણની જોગવાઈ મુજબ હોદ્દાની રૂએ દેશના ઉપરાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના સ્પીકર (અધ્યક્ષ) તરીકે જવાબદારી નિભાવે છે.
  • સંસદનાં બંને ગૃહોમાં સ્પીકરની ગેરહાજરીમાં ગૃહની કાર્યવાહી કરવા માટે નાયબ સ્પીકર(ઉપાધ્યક્ષ)ની પસંદગી કરવામાં આવે છે.
  • સંસદના જે-તે ગૃહમાં સ્પીકર તે ગૃહના સભ્યોને પ્રશ્નો પુછવાની મંજૂરી આપે છે. તેથી તે ગૃહના સભ્યો તેમના પ્રશ્નો સ્પીકરને ઉદ્દેશીને પૂછે છે. તેઓ સીધા મંત્રીઓ કે પ્રધાનમંત્રીને પ્રશ્નો પૂછી શકતા નથી.
  • કોઈ સભ્ય ગૃહમાં અયોગ્ય વર્તન કરે તો સ્પીકર તેમને એક દિવસ અથવા આખા સત્ર માટે બરખાસ્ત કરી શકે છે.
  • સ્પીકર પોતાના ગૃહનું અધ્યક્ષસ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા તેમજ કાર્યવાહીનું સંચાલન નિયમ અનુસાર તટસ્થ અને નિષ્પક્ષ રીતે કરે છે.
  • ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પર તે ચુકાદા આપે છે.
  • અનિવાર્ય સંજોગોમાં સ્પીકર ગૃહનું કામકાજ સ્થગિત ડે કરી શકે છે. તે ગૃહને મુલતવી રાખે છે.
  • સામાન્ય રીતે સ્પીકર ગૃહના કોઈ પણ ઠરાવ પર પોતાનો મત આપતા નથી. પરંતુ કોઈ પણ ઠરાવ પર સરખા મત પડે ત્યારે તે પોતાનો નિર્ણાયક મત’ (Casting Vote) આપીને ઠરાવ પસાર કરવામાં મદદ કરે છે.

નીચેના પ્રશ્નોના ઉત્તર આપા :

પ્રશ્ન 1.
લોકસભાના સભ્યપદનો ઉમેદવાર શી લાયકાતો ધરાવતો હોવો જોઈએ?
ઉત્તર:
જુઓ વિશેષ પ્રશ્નોત્તરના પ્રશ્ન ઉના પેટાપ્રશ્ન (1)ના ઉત્તરનો મુદ્દો : લોકસભાના સભ્યપદ માટેની લાયકાતો.

પ્રશ્ન 2.
રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર શી લાયકાતો ધરાવતો હોવો જોઈએ?
ઉત્તર:
જુઓ વિશેષ પ્રશ્નોત્તરના પ્રશ્ન ઉના પેટાપ્રશ્ન ()ના ઉત્તરનો મુદ્દો : રાજ્યસભાના સભ્યપદ માટેની લાયકાતો.

પ્રશ્ન 3.
સંસદની જરૂરિયાત શી છે?
ઉત્તર:
બંધારણ મુજબ સંસદ દેશની સૌથી મોટી લોકશાહી રે – સંસ્થા છે. ભારતદેશ ઉપખંડ જેટલી વિશાળતા અને અનેક પ્રકારની વિવિધતા ધરાવે છે. આવા દેશના સુચારુ સંચાલન, વ્યવસ્થાપન અને સ્થિર પ્રગતિ માટે સંસદ ખૂબ જ જરૂરી છે. આ માટે સંસદ કાયદા ઘડે છે અને તેમાં જરૂરી ફેરફારો કરે છે. કાયદા ઘડવા માટે બંધારણમાં સંસદને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

પ્રશ્ન 4.
ભારતના રાષ્ટ્રપ્રમુખપદનો ઉમેદવાર શી લાયકાતો ‘ ધરાવતો હોવો જોઈએ?
ઉત્તર:
જુઓ વિશેષ પ્રશ્નોત્તરના પ્રશ્ન ઉના પેટાપ્રશ્ન (5)ના ઉત્તરનો મુદો રાષ્ટ્રપ્રમુખપદની લાયકાતો.

પ્રશ્ન 5.
ભારતના રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તરઃ
જુઓ વિશેષ પ્રશ્નોત્તરના પ્રશ્ન ઉના પેટાપ્રશ્ન (5)ના ઉત્તરનો મુદ્દો રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત.

નીચેના વિધાનોનાં કારણો આપો :

પ્રશ્ન 1.
ભારતીય સંસદ દ્વિગૃહી છે.
ઉત્તર:
ભારતીય સંસદ બે ગૃહોની બનેલી છે:

  1. નીચલું ગૃહ અને
  2. ઉપલું ગૃહ. નીચલું ગૃહ ‘લોકસભા’ના નામે ઓળખાય છે.

તે પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે. ઉપલું ગૃહ ‘રાજ્યસભાના નામે ઓળખાય છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે.

પ્રશ્ન 2.
રાજ્યસભા કાયમી ગૃહ છે. અથવા રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી.
ઉત્તરઃ
જુઓ વિશેષ પ્રશ્નોત્તરના પ્રશ્ન ઉના પેટાપ્રશ્ન (2)ના ? ઉત્તરનો મુદ્દો રાજ્યસભાની મુદત.

પ્રશ્ન 3.
રાજ્યસભાના સ્પીકર(અધ્યક્ષ)ને ચૂંટવામાં આવતા નથી.
ઉત્તર:
ભારતના બંધારણે કરેલી જોગવાઈ અનુસાર ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ તેમના હોદ્દાની રૂએ રાજ્યસભાના સ્પીકર (અધ્યક્ષ) બને છે. તેથી રાજ્યસભાના સ્પીકર(અધ્યક્ષ)ને ચૂંટવામાં આવતા નથી.

પ્રશ્ન 4.
રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન સ્થાપી શકે છે.
ઉત્તર:
જુઓ વિશેષ પ્રશ્નોત્તરના પ્રશ્ન 5ના પેટાપ્રશ્ન (24)નો ઉત્તર.

પ્રશ્ન 5.
ભારતના રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે.
ઉત્તર:
સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કલા, સામાજિક સેવા, શિક્ષણ વગેરે ક્ષેત્રોની નામાંકિત વ્યક્તિઓ એક યા બીજા કારણે ચૂંટણીના ચક્કરમાં પડવા માગતી નથી. આવી વિશેષ જ્ઞાન અને અનુભવ ધરાવતી વ્યક્તિઓનાં જ્ઞાન અને અનુભવનો દેશને લાભ મળે એ હેતુથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં જુદાં જુદાં ક્ષેત્રોની 12 નામાંકિત વ્યક્તિઓની નિમણૂક કરે છે.

પ્રવૃત્તિઓ
1. વર્ગખંડમાં મોક પાર્લમેન્ટ(સંસદ)નું આયોજન કરો.
2. ઈ. સ. 1951થી હાલ સુધીના ભારતના રાષ્ટ્રપ્રમુખો અને વડા પ્રધાનોની યાદી બનાવો. આ માટે નવનીત એજ્યુકેશન લિમિટેડ દ્વારા પ્રકાશિત જાણવા જેવું પુસ્તકના પેજ નં. 136–137નો અભ્યાસ કરો. આ મહાનુભાવોનાં ચિત્રો મેળવી તેની નીચે તેમના વિશે ટૂંકી વિગત લખીને એક ભીંતચિત્ર તૈયાર કરી તેને શાળાના મુખ્ય બોર્ડ પર મૂકો.
૩. તમારા વિસ્તારના સંસદસભ્ય વિશે નોંધ કરો.
4. ગુજરાતના સંસદસભ્યોમાંથી કોઈ પણ છ સંસદસભ્યોનાં નામ તમારા વડીલ કે વિષયશિક્ષકની મદદથી લખો.
5. જો તમે સંસદસભ્ય હોત, તો પ્રજા માટે શું કરશો? પાંચ મુદ્દા તમારી નોટબુકમાં લખો.
6. ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલતું હોય ત્યારે તેની મુલાકાત લો અને તેની કાર્યવાહીનું નિરીક્ષણ કરો. ત્યાર પછી વિધાનસભાના કામકાજના એ દિવસનો આંખે દેખ્યો અહેવાલ તૈયાર કરો.
7. તમારા વિસ્તારની કોઈ એક સમસ્યાના ઉકેલ માટે તમે કેવા પ્રકારનું આયોજન કરશો તે માટે એક પ્રોજેક્ટ તૈયાર કરો.

(HOTs પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:

પ્રશ્ન 1.
પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ચૂંટણીનું ઉદાહરણ આપો.
ઉત્તર:
પ્રત્યક્ષ ચૂંટણી: લોકસભા; અપ્રત્યક્ષ ચૂંટણી રાજ્યસભા

પ્રશ્ન 2.
સંસદમાં દરેક રાજ્યની વિધાનસભાનું પ્રતિનિધિત્વ કયા ગૃહમાં જોવા મળે છે?
ઉત્તર :
રાજ્યસભામાં

GSEB Class 8 Social Science Important Questions Chapter 16 સંસદ અને કાયદો

પ્રશ્ન ૩.
1 જાન્યુઆરી, 2005માં જન્મેલ નાગરિકને કઈ તારીખે મતાધિકાર મળવાપાત્ર છે?
ઉત્તરઃ
1 જાન્યુઆરી, 2023ના રોજ

પ્રશ્ન 4.
રાષ્ટ્રપતિ માટે યોગ્ય ઉમેદવારની લાયકાત ધરાવતો નાગરિક બીજાં કયાં કયાં સભ્યપદ માટે યોગ્ય હોઈ શકે?
ઉત્તર:
લોકસભા અને રાજ્યસભા

પ્રશ્ન 5.
રાજ્યસભાના સભાપતિની ચૂંટણી કેમ કરવામાં નથી આવતી?
ઉત્તરઃ
કારણ કે બંધારણની જોગવાઈ મુજબ ઉપરાષ્ટ્રપ્રમુખ હોદાની રૂએ રાજ્યસભાના સભાપતિ (સ્પીકર) તરીકે જવાબદારી નિભાવે છે.

પ્રશ્ન 6.
રાષ્ટ્રપતિ દ્વારા કાયદો ઘડવામાં આવે છે કે મંજૂર કરવામાં આવે છે?
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ દ્વારા કાયદો મંજૂર કરવામાં આવે છે.

બંધબેસતાં જોડકાં જોડો :

1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) સંસદનું ઉપલું ગૃહ (1) લોકસભા
(2) સંસદનું નીચલું ગૃહ (2) Member of State
(3) સંસદસભ્ય (3) રાજ્યસભા
(4) મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ (4) Member of Parliament
(5) પ્રધાનમંત્રી

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) સંસદનું ઉપલું ગૃહ (3) રાજ્યસભા
(2) સંસદનું નીચલું ગૃહ (1) લોકસભા
(3) સંસદસભ્ય (4) Member of Parliament
(4) મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ (5) પ્રધાનમંત્રી

2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) હાઉસ ઑફ પીપલ્સ (1) સ્પીકર
(2) કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ (2) પ્રધાનમંત્રી
(3) દેશના બંધારણીય વડા (3) રાજ્યસભા
(4) ગૃહના વડા કે અધ્યક્ષ (4) લોકસભા
(5) રાષ્ટ્રપ્રમુખ

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) હાઉસ ઑફ પીપલ્સ (4) લોકસભા
(2) કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ (3) રાજ્યસભા
(3) દેશના બંધારણીય વડા (5) રાષ્ટ્રપ્રમુખ
(4) ગૃહના વડા કે અધ્યક્ષ (1) સ્પીકર

3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) સંઘની કારોબારીના વડા (1) લોકસભા
(2) સંસદનું કાયમી ગૃહ (2) ન્યાયતંત્ર
(3) કાયદાનું અર્થઘટન કરે છે. (3) ઉપરાષ્ટ્રપ્રમુખ
(4) રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં ફરજ (4) રાજ્યસભા બજાવે છે.
(5) પ્રધાનમંત્રી

ઉત્તર :

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) સંઘની કારોબારીના વડા (5) પ્રધાનમંત્રી
(2) સંસદનું કાયમી ગૃહ (4) રાજ્યસભા બજાવે છે.
(3) કાયદાનું અર્થઘટન કરે છે. (2) ન્યાયતંત્ર
(4) રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં ફરજ (3) ઉપરાષ્ટ્રપ્રમુખ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *