GSEB Solutions Class 7 Science Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો

   

Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો Textbook Questions and Answers, Textbook Activities Pdf.

ભૌતિક અને રાસાયણિક ફેરફારો Class 7 GSEB Solutions Science Chapter 6

GSEB Class 7 Science ભૌતિક અને રાસાયણિક ફેરફારો Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતાં ફેરફારોનું ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો:

  1. પ્રકાશસંશ્લેષણ
  2. પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું
  3. કોલસાનું દહન
  4. મીણનું પીગળવું
  5. ઍલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી ઍલ્યુમિનિયમ ફૉઈલ બનાવવી
  6. ખોરાકનું પાચન

ઉત્તરઃ

ભૌતિક ફેરફારઃ પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું, મીણનું પીગળવું, એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવવી.
રાસાયણિક ફેરફાર પ્રકાશસંશ્લેષણ, કોલસાનું દહન, ખોરાકનું પાચન.

પ્રશ્ન 2.
સાચા વિધાન સામે ‘T’ કરો અને ખોટા વિધાન સામે ‘F’ કરો:

પ્રશ્ન 1.
લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે.
(F)

પ્રશ્ન 2.
પાંદડાંમાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે.
(T)

GSEB Solutions Class 7 Science Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો

પ્રશ્ન 3.
લોખંડની પાઈપ પર જસતનો ઢોળ ચડાવતાં તેને જલદી કાટ લાગતો નથી.
(T)

પ્રશ્ન 4.
લોખંડ અને તેના કાટ બંને એક જ પદાર્થ છે.
(F)

પ્રશ્ન 5.
વરાળનું કારણ એ રાસાયણિક ફેરફાર નથી.
(T)

પ્રશ્ન 3.
નીચે આપેલાં વિધાનોમાં ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયૉક્સાઈડ પસાર કરવામાં આવે છે, ત્યારે તે …………ને કારણે દૂધિયું બની જાય છે.
ઉત્તરઃ
કેલ્શિયમ કાર્બોનેટ

પ્રશ્ન 2.
બેકિંગ સોડાનું રાસાયણિક નામ છે.
ઉત્તરઃ
સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ

પ્રશ્ન 3.
લોખંડને કાટ લાગતા બચાવવાની બે રીતો ………. અને ……… છે.
ઉત્તરઃ
રંગ કરવો, ગેલ્વેનાઇઝેશન

પ્રશ્ન 4.
પદાર્થના માત્ર …….. ગુણધર્મમાં થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહે છે.
ઉત્તરઃ
ભૌતિક

પ્રશ્ન 5.
એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે, તેને ……… ફેરફાર કહે છે.
ઉત્તરઃ
રાસાયણિક

GSEB Solutions Class 7 Science Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો

પ્રશ્ન 4.
જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે, ત્યારે પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે. આ કયા પ્રકારનો ફેરફાર છે, તે સમજાવો.
ઉત્તર:
જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે, ત્યારે કાર્બન ડાયૉક્સાઈડ વાયુ અને અન્ય નવા પદાર્થો ઉત્પન્ન થાય છે. આથી આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે.

પ્રશ્ન 5.
જ્યારે મીણબત્તી સળગે છે, ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે. આ ફેરફારોને ઓળખો તથા એક બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતાં હોય. ‘
ઉત્તરઃ
જ્યારે મીણબત્તી સળગે છે, ત્યારે સૌપ્રથમ મીણ પીગળે છે. આ મિણનું પીગળવું ભૌતિક ફેરફાર છે. મીણના પીગળવા સાથે મીણ સળગીને ઑક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઈડ વાયુ ઉત્પન્ન થાય છે. આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે. આમ, મીણબત્તી સળગવા દરમિયાન બંને પ્રકારના ફેરફાર જોવા મળે છે. આવા પ્રકારનું બીજું ઉદાહરણ સલ્ફરને ગરમ કરવાની ક્રિયા છે.

સલ્ફરને ગરમ કરવાથી પ્રથમ તે પીગળીને પ્રવાહી સલ્ફર બને છે. આ ભૌતિક ફેરફાર છે.
પ્રવાહી સલ્ફરને વધુ ગરમ કરવાનું ચાલુ રાખતાં તે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે તે સળગી ઊઠે છે અને સલ્ફર ડાયૉક્સાઈડ વાયુ બનાવે છે. આ રાસાયણિક ફેરફાર છે.

પ્રશ્ન 6.
તમે કેવી રીતે બતાવી શકશો કે દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે?
ઉત્તર:
દહીં બનાવવા માટેનો મૂળ પદાર્થ દૂધ છે. દૂધમાં બૅક્ટરિયાની પ્રક્રિયાથી – દહીં, નવા ગુણધર્મવાળો પદાર્થ બને છે. દૂધ અને દહીં ભિન્ન રાસાયણિક ગુણધર્મોવાળા પદાર્થ છે. તેથી દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે.

પ્રશ્ન 7.
સમજાવો કે લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડામાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે.
ઉત્તર:
લાકડાનું દહન થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ નવા ગુણધર્મોવાળા પદાર્થો રાખ અને કાર્બન ડાયૉક્સાઈડ બને છે. તેથી તે રાસાયણિક ફેરફાર છે.

જ્યારે લાકડાને કાપી નાના ટુકડા કરવાથી તેનો આકાર અને કદ બદલાય છે. પરંતુ નાના ટુકડાઓ એ પદાર્થ તો લાકડું જ છે. તેથી તે ભૌતિક ફેરફાર છે. આમ, લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર છે.

પ્રશ્ન 8.
કૉપર સલ્ફટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો.
ઉત્તર:
કૉપર સલ્ફટના સ્ફટિક મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. કૉપર સલ્ફટના સ્ફટિક મેળવવાની રીત નીચે મુજબ છે:

  1. એક બીકરમાં એક કપ પાણી લો. તેમાં મંદ સફ્યુરિક ઍસિડના બે-ત્રણ ટીપાં નાખો.
  2. પાણીને ગરમ કરો. પાણી ઊકળે ત્યાં સુધી ગરમ કરો.
  3. હવે તેમાં કૉપર સલ્ફટનો ભૂકો ઉમેરતાં જાવ અને મિશ્રણને હલાવતાં રહો.
  4. જ્યારે દ્રાવણમાં વધુ કૉપર સલ્ફટ ઓગળતો બંધ થાય, ત્યારે દ્રાવણને ગાળી લો. (આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય.)
  5. આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો.
  6. ત્યારપછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો. કોપર સલ્ફટના દ્રાવણમાં વાદળી રંગના કૉપર સલ્ફટના મોટા સ્ફટિક જોવા મળશે.

પ્રશ્ન 9.
સમજાવો – લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવામાંથી બચાવી શકાય છે.
ઉત્તરઃ
લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે. આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી. તેથી લોખંડના દરવાજાને કાટ લાગતો અટકે છે. આમ, લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ – લાગવામાંથી બચાવી શકાય છે.

પ્રશ્ન 10.
સમુદ્રકિનારાના પ્રદેશોમાં રણવિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે તે વાત સમજાવો.
ઉત્તરઃ
હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે છે. સમુદ્રકિનારાનપ્રદેશોમાં હવા ભેજવાળી હોય છે જ્યારે રણવિસ્તારના પ્રદેશોમાં હવા સૂકી (ભજ વગરની) હોય છે. વળી, સમુદ્રકિનારાના પ્રદેશોમાં ક્ષારવાળું પાણી હોય છે જે લોખંડની કટાવાની ક્રિયા ઝડપી બનાવે છે. આથી સમુદ્રકિનારાના પ્રદેશોમાં રણવિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે.

GSEB Solutions Class 7 Science Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો

પ્રશ્ન 11.
રસોડામાં રસોઈના કામમાં વપરાતો ગૅસ એ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગૅસ (LPG)’ છે. સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે. તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે ત્યારે તે વાયુમાં રૂપાંતરણ થાય છે. (ફેરફાર –A) ત્યારબાદ તેનું દહન થાય છે. (ફેરફાર -૩) આ ફેરફારો સાથે સંબંધિત નીચેના વિધાન સંબંધ ધરાવે છે. સાચા વિધાનની પસંદગી કરોઃ
A. ફેરફાર – A રાસાયણિક ફેરફાર છે.
B. ફેરફાર – B રાસાયણિક ફેરફાર છે.
C. ફેરફાર – A અને B બંને રાસાયણિક ફેરફાર છે.
D. ઉપરોક્ત એક પણ ફેરફાર રાસાયણિક ફેરફાર નથી.
ઉત્તર:
B. ફેરફાર– B રાસાયણિક ફેરફાર છે.

પ્રશ્ન 12.
પ્રાણીજ કચરાને પચાવીને અજારક બૅક્ટરિયા બાયોગૅસ બનાવે છે. (ફેરફાર –A) ત્યારબાદ બાયોગૅસનું બળતણ તરીકે દહન થાય છે. (ફેરફાર –B) તો તેની સાથે સંબંધિત નીચે આપેલાં વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરોઃ
A. માત્ર ફેરફાર – A → રાસાયણિક ફેરફાર છે.
B. માત્ર ફેરફાર – B → રાસાયણિક ફેરફાર છે.
C. ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે.
D. ઉપરનામાંથી એક પણ ફેરફાર રાસાયણિક ફેરફાર નથી.
ઉત્તરઃ
C. ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે.

GSEB Class 7 Science ભૌતિક અને રાસાયણિક ફેરફારો Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:
કાગળને કાપીને ટુકડા કરવા એ ભૌતિક ફેરફાર છે તે દર્શાવવું.

પદ્ધતિઃ

  1. એક કાગળનો ટુકડો લો. તેને ચાર સરખા ભાગમાં કાપો.
  2. તે દરેક ટુકડાને ફરીથી ચાર સરખા ભાગમાં કાપો.
  3. આ ટુકડાઓને ટેબલ પર એવી રીતે ગોલ્વો કે જેથી મૂળ કાગળ જેવો આકાર બને.

અવલોકન: કાગળને કાપવાથી તેનું કદ નાનું થાય છે, પરંતુ મૂળ કાગળ અને કાગળના ટુકડા બનેનો પદાર્થ કાગળ જ છે.
નિર્ણયઃ કાગળને કાપીને ટુકડા કરવા એ ભૌતિક ફેરફાર છે.

પ્રવૃત્તિ 2:
ભૌતિક ફેરફાર ઊલટાવી શકાય તેવા ફેરફાર હોય છે તે દર્શાવવું.

પદ્ધતિઃ

  1. એક ચૉક લો. તેને ભાંગીને ભૂકો કરો.
  2. ચૉકના ભૂકાને થોડા પાણીમાં ભીંજવી તેની પેસ્ટ બનાવો.
  3. ચૉકની પેસ્ટને ગોળ ફેરવી તેને ચૉકના આકાર જેવી બનાવો.
  4. તેને સૂકવો. તે ચૉક જેવો જ છે.

અવલોકનઃ ચૉકનો ભૂકો કરી ફરી ભૂકામાંથી ચૉક મેળવી શકાય છે.
નિર્ણય: ભોતિક ફેરફાર ઊલટાવી શકાય તેવો ફેરફાર હોય છે.

પ્રવૃત્તિ 3.
પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ઊલટાવી શકાય તેવો ફેરફાર હોય છે તે દર્શાવવું.

પદ્ધતિઃ

  1. કાચના ગ્લાસમાં થોડો બરફ લો.
  2. તેને સૂર્યના તડકામાં મૂકો. થોડી વાર પછી તેનું અવલોકન કરો.
    અવલોકન કાચના ગ્લાસમાં થોડો બરફ પીગળી પાણી બને છે.
  3. હવે બરફ અને પાણીના મિશ્રણવાળા કાચના ગ્લાસને ફ્રીજમાં મૂકો. થોડી વાર પછી તેનું અવલોકન કરો.

અવલોકનઃ પાણીનો ફરીથી બરફ બને છે.
નિર્ણયઃ પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ઊલટાવી શકાય તેવો ફેરફાર હોય છે.

GSEB Solutions Class 7 Science Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો

પ્રવૃત્તિ 4:
પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ભૌતિક ફેરફાર છે તે દર્શાવવું.

પદ્ધતિઃ

  1. એક પાત્રમાં થોડું પાણી લઈ તેને ઉકાળો.
  2. પાણીની સપાટી પરથી પાણીની વરાળ થતી જુઓ.
  3. ઊકળતા પાણીની વરાળથી થોડા ઉપર એક વાસણને હેન્ડલ વડે પકડીને થોડો સમય ઊંધું રાખો. વાસણની અંદરની સપાટીને જુઓ.

અવલોકન: અંદરની સપાટી પર પાણીનાં ટીપાં બાઝેલાં જણાય છે.
નિર્ણયઃ પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ભૌતિક ફેરફાર છે.

પ્રવૃત્તિ 5:
ધાતુને ગરમ કરવાથી રંગમાં થતો ફેરફાર એ ભૌતિક ફેરફાર છે તે દર્શાવવું.

પદ્ધતિઃ

  1. વપરાઈ ગયેલી કરવતની પટ્ટી લો.
  2. તેને ચીપિયાની મદદથી પકડો.
  3. પટ્ટીના બીજા છેડાને ગૅસના સ્ટવની જ્યોત પર ગરમ કરો.
  4. પટ્ટી બરાબર ગરમ થાય ત્યારે તેનો રંગ તપાસો.
  5. પટ્ટીને જ્યોત પરથી દૂર કરી થોડી વાર પછી તેનો રંગ તપાસો. અવલોકન નોંધો.

અવલોકન:

  1. કરવતની પટ્ટી લાલચોળ ગરમ થાય છે ત્યારે લાલ રંગની હોય છે.
  2. તેને ઠંડી પાડતાં તેનો લાલ રંગ દૂર થઈ મૂળ રંગ ધારણ કરે છે.

નિર્ણયઃ ધાતુને ગરમ કરવાથી રંગમાં થતો ફેરફાર એ ભૌતિક ફેરફાર છે.

પ્રવૃત્તિ 6:
મૅગ્નેશિયમનું સળગવું એ રાસાયણિક ફેરફાર છે તે દર્શાવવું.

પદ્ધતિઃ

  1. મૅગ્નેશિયમની પટ્ટી લો. તેના છેડાને કાચ પેપર વડે ઘસો.
  2. આ છેડાને મીણબત્તીની જ્યોત પર ધરો. તે તેજસ્વી સફેદ પ્રકાશથી સળગવા લાગે છે.
  3. જ્યારે તે સંપૂર્ણપણે બળી જાય છે, ત્યારે તેની સફેદ રાખ મળે છે.

મૅગ્નેશિયમ (Mg) + ઑક્સિજન (O2) → મૅગ્નેશિયમ ઑક્સાઈડ (MgO)
શું આ રાખ મૅગ્નેશિયમ જેવી દેખાય છે?
[સાવચેતી મૅગ્નેશિયમની સળગતી પટ્ટીને સીધી જોવી એ નુકસાનકારક છે.].

અવલોકનઃ આ રાખ મૅગ્નેશિયમ ઑક્સાઈડ છે, જે મૅગ્નેશિયમ કરતાં નવો પદાર્થ છે.
નિર્ણય: મૅગ્નેશિયમનું સળગવું એ રાસાયણિક ફેરફાર છે.

પ્રવૃત્તિ 7:
કૉપર સલ્ફટના દ્રાવણમાં લોખંડની બ્લડ મૂકવાથી થતો ફેરફાર રાસાયણિક ફેરફાર છે તે દર્શાવવું.

પદ્ધતિઃ

  1. કાચનો એક બીકર લઈ તેમાં અડધો કપ પાણી ભરો.
  2. તેમાં એક ચમચી કોપર સલ્ફટ (મોરથુથું) નાખી તેનું દ્રાવણ બનાવો.
  3. દ્રાવણમાં મંદ સફ્યુરિક ઍસિડનાં થોડાં ટીપાં ઉમેરો. તમને વાદળી રંગનું દ્રાવણ જોવા મળશે.
  4. તેમાંથી નમૂના રૂપે થોડુંક દ્રાવણ કસનળીમાં ભરી મૂકી રાખો.
  5. બાકી રહેલા દ્રાવણમાં લોખંડની (વપરાયેલી શેવિંગ કરવાની) બ્લડ મૂકો.
  6. લગભગ અડધા કલાક સુધી રાહ જુઓ.
  7. હવે દ્રાવણનો રંગ તપાસો. તેને નમૂના માટે રાખેલા દ્રાવણના રંગ સાથે સરખાવો. તેને બાજુમાં સાચવીને મૂકી દો.
    GSEB Solutions Class 7 Science Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો 1
    તમને દ્રાવણના રંગમાં કોઈ ફેરફાર દેખાયો? ડુબાડેલી બ્લેડને કાઢી લો. શું તેમાં પરિવર્તન દેખાયું?

અવલોકન:

  1. દ્રાવણનો રંગ વાદળીથી લીલા રંગમાં થતો ફેરફાર એ આયર્ન સલ્ફટ જેવા નવા પદાર્થના બનવાને કારણે છે.
  2. બ્લેડની સપાટી પર કથ્થાઈ રંગના કણો જોવા મળે છે તે કૉપરના છે, જે નવો પદાર્થ છે.

રાસાયણિક સમીકરણ :
કૉપર સલ્ફટ (વાદળી રંગ) + આયર્ન → આયર્ન સલ્ફટ (લીલો રંગ) + કૉપર (કથ્થાઈ રંગની ધાતુ)
નિર્ણયઃ કૉપર સલ્ફટના દ્રાવણમાં લોખંડની બ્લડ મૂકવાથી થતા ફેરફાર રાસાયણિક ફેરફાર છે.

GSEB Solutions Class 7 Science Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો

પ્રવૃત્તિ 8:
વિનેગર (ઍસિટિક ઍસિડ) અને બેકિંગ સોડા(ખાવાનો સોડા)ને મિશ્ર કરવાથી થતો ફેરફાર રાસાયણિક ફેરફાર છે તે દર્શાવવું.

પદ્ધતિઃ

  1. કસનળીમાં એક ચમચી વિનેગર લો.
  2. તેમાં એક ચપટી બેકિંગ સોડા નાખો.
  3. વાયુના પરપોટા નીકળતાં દેખાશે.
  4. આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર થવા દો. ચૂનાના નીતર્યા પાણીનું શું થાય છે તે જુઓ.

GSEB Solutions Class 7 Science Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો 2

અવલોકન અને સમજૂતીઃ ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું બને છે.

આમ થવાનું કારણ:

  1. વિનેગર અને બેકિંગ સોડાની રાસાયણિક પ્રક્રિયાથી કાર્બન ડાયૉક્સાઈડ વાયુ પરપોટા સહિત ઉત્પન્ન થાય છે.
  2. કાર્બન ડાયૉક્સાઇડની ચૂનાના નીતર્યા પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાથી કેલ્શિયમ કાર્બોનેટ બને છે. કેલ્શિયમ કાર્બોનેટ સફેદ રંગનો પાણીમાં અદ્રાવ્ય પદાર્થ છે, જેને લીધે દ્રાવણ દૂધિયા રંગનું બને છે.

નિર્ણયઃ વિનેગર અને બેકિંગ સોડાને મિશ્ર કરવાથી થતો ફેરફાર રાસાયણિક ફેરફાર છે.

પ્રવૃત્તિ 9:
કૉપર સલ્ફટના સ્ફટિક મેળવવા.
કૉપર સલ્ફટના સ્ફટિક મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. કૉપર સલ્ફટના સ્ફટિક મેળવવાની રીત નીચે મુજબ છે:

  1. એક બીકરમાં એક કપ પાણી લો. તેમાં મંદ સફ્યુરિક ઍસિડના બે-ત્રણ ટીપાં નાખો.
  2. પાણીને ગરમ કરો. પાણી ઊકળે ત્યાં સુધી ગરમ કરો.
  3. હવે તેમાં કૉપર સલ્ફટનો ભૂકો ઉમેરતાં જાવ અને મિશ્રણને હલાવતાં રહો.
  4. જ્યારે દ્રાવણમાં વધુ કૉપર સલ્ફટ ઓગળતો બંધ થાય, ત્યારે દ્રાવણને ગાળી લો. (આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય.)
  5. આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો.
  6. ત્યારપછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો. કોપર સલ્ફટના દ્રાવણમાં વાદળી રંગના કૉપર સલ્ફટના મોટા સ્ફટિક જોવા મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *