GSEB Solutions Class 6 Science Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં

Gujarat Board GSEB Solutions Class 6 Science Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં Textbook Questions and Answers, Textbook Activities Pdf.

વસ્તુઓના જૂથ બનાવવાં Class 6 GSEB Solutions Science Chapter 4

GSEB Class 6 Science વસ્તુઓના જૂથ બનાવવાં Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર

પ્રશ્ન 1.
લાકડામાંથી બનાવવામાં આવતી પાંચ વસ્તુઓનાં નામ જણાવો.
ઉત્તરઃ
લાકડામાંથી બનાવવામાં આવતી વસ્તુઓનાં નામઃ

  1. ખુરશી
  2. ટેબલ
  3. કાળું પાટિયું
  4. બારી
  5. બારણું
  6. ઘોડિયું.

પ્રશ્ન 2.
નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરોઃ
કાચનો પ્યાલો, પ્લાસ્ટિકનું રમકડું સ્ટીલની ચમચી, સુતરાઉ શર્ટ.
ઉત્તરઃ
આપેલ વસ્તુઓમાંથી ચળક્તા પદાર્થો નીચે મુજબ છેઃ કાચનો પ્યાલો અને સ્ટીલની ચમચી.

GSEB Solutions Class 6 Science Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં

પ્રશ્ન 3.
નીચે આપેલ વસ્તુઓને તે જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો :
[યાદ રાખો કે કોઈ વસ્તુ એક કરતાં વધારે પદાર્થોમાંથી બનેલી હોઈ શકે છે.]

વસ્તુઓ

પદાર્થ

પુસ્તક કાચ
પ્યાલો લાકડું
ખુરશી કાગળ
રમકડું ચામડું
ચંપલ પ્લાસ્ટિક

ઉત્તરઃ

વસ્તુઓ

પદાર્થ

પુસ્તક કાગળ
પ્યાલો કાચ, પ્લાસ્ટિક
ખુરશી લાકડું, પ્લાસ્ટિક
રમકડું લાકડું, પ્લાસ્ટિક
ચંપલ ચામડું

પ્રશ્ન 4.
નીચે આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવોઃ

પ્રશ્ન 1.
પથ્થર પારદર્શક હોય છે, જ્યારે કાચ અપારદર્શક હોય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 2.
નોટબુકમાં ચળકાટ હોય છે, જ્યારે રબરમાં નથી હોતી.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
ચૉક પાણીમાં દ્રાવ્ય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 4.
લાકડાનો ટુકડો પાણી પર તરે છે.
ઉત્તરઃ
સાચું

GSEB Solutions Class 6 Science Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં

પ્રશ્ન 5.
ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 6.
તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 7.
રેતી પાણીમાં તળિયે બેસી જાય છે.
ઉત્તરઃ
સાચું

પ્રશ્ન 8.
સરકો (વિનેગર) પાણીમાં દ્રાવ્ય હોય છે.
ઉત્તરઃ
સાચું

પ્રશ્ન 5.
નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોનાં નામ આપેલાં છેઃ
પાણી, બાસ્કેટ બોલ, નારંગી, ખાંડ, પૃથ્વીનો ગોળો, સફરજન અને માટીનો ઘડો.
તેને આ પ્રકારે જૂથમાં મૂકો:
(1) ગોળાકાર અને અન્ય આકાર
(2) ખાવાલાયક અને બિનખાવાલાયક
ઉત્તર:
GSEB Solutions Class 6 Science Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં 1

પ્રશ્ન 6.
તમે જાણતા હો તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો. તપાસ કરીને જુઓ કે શું તે તેલ તથા કેરોસીન પર તરે છે?
ઉત્તરઃ
પાણી પર તરતી વસ્તુઓ (પદાર્થો):

  1. બરફ
  2. લાકડું
  3. પિત્તળની વાડકી
  4. કાગળની હોડી
  5. પોચા લાકડાનો બૂચ
  6. સોડિયમ
  7. સફરજન
  8. પેટ્રોલ
  • ઉપરની વસ્તુઓ (કે પદાર્થો) પૈકી તેલ તથા કેરોસીન પર તરતી વસ્તુઓ
    1. લાકડું
    2. પિત્તળની વાડકી
    3. કાગળની હોડી
    4. પોચા લાકડાનો બૂચ
    5. સફરજન
    6. પેટ્રોલ

GSEB Solutions Class 6 Science Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં

પ્રશ્ન 7.
નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરોઃ

પ્રશ્ન 1.
ખુરશી, પલંગ, ટેબલ, બાળક, તિજોરી
ઉત્તરઃ
બાળક

પ્રશ્ન 2.
ગુલાબ, ચમેલી, હોડી, હજારીગોટો, કમળ
ઉત્તરઃ
હોડી

પ્રશ્ન 3.
ઍલ્યુમિનિયમ, લોખંડ, તાંબું, ચાંદી, રેતી
ઉત્તરઃ
રેતી

પ્રશ્ન 4.
ખાંડ, મીઠું, રેતી, કોપર સલ્ફટ
ઉત્તરઃ
રેતી

GSEB Class 6 Science વસ્તુઓના જૂથ બનાવવાં Textbook Activities

‘પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:
એક વસ્તુ જુદા જુદા પદાર્થોની બની શકે છે તે સમજવું.

પદ્ધતિઃ

  1. આપણા ઘરમાં જોવા મળતી તેમજ શાળામાં જોવા મળતી વસ્તુઓની કોષ્ટક 4.1માં યાદી બનાવો.
  2. આ દરેક વસ્તુ કયા પદાર્થોની બનેલી હોય છે તે વિચારો અને તેની નોંધ કોષ્ટક 4.1માં કરો.

કોષ્ટક 4.1 વસ્તુઓ અને તે જેમાંથી બનેલ છે તે પદાર્થો

GSEB Solutions Class 6 Science Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં 3
અવલોકનઃ ઉપરના કોઠા પરથી સમજાય છે કે કોઈ વસ્તુ જુદા જુદા પદાર્થોની બનેલી હોય છે.
નિર્ણયઃ કોઈ એક વસ્તુ જુદા જુદા પદાર્થોની બની શકે છે.

પ્રવૃત્તિ 2:
એક જ પદાર્થમાંથી જુદી જુદી વસ્તુઓ બની શકે છે તે સમજવું.

પદ્ધતિઃ

  1. કોષ્ટક 4.2માં કેટલાક સામાન્ય પદાર્થોની યાદી આપેલ છે. તેના સિવાય તમારા ધ્યાનમાં આવતા અન્ય વધારે પદાર્થો આ કોષ્ટકના કૉલમ 1માં ઉમેરો.
  2. આ પદાર્થોમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે તે વિચારો.
  3. તેની યાદી કૉલમ 2માં બનાવો.

કોષ્ટક 4.2 સમાન પદાર્થની બનેલ વિવિધ વસ્તુઓ
GSEB Solutions Class 6 Science Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં 4
અવલોકનઃ એક જ પદાર્થમાંથી ઘણી વસ્તુઓ બને છે. નિર્ણયઃ એક જ પદાર્થમાંથી જુદી જુદી વસ્તુઓ બની શકે છે.

GSEB Solutions Class 6 Science Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં

પ્રવૃત્તિ 3:
આપેલ વસ્તુઓ ચળકાટવાળી છે કે ચળકાટ વગરની તે નક્કી કરવું.
આપેલ વસ્તુઓઃ કાગળનો ટુકડો, લાકડું, તાંબાનો તાર, ઍલ્યુમિનિયમનું પતરું, ચૉકના ટુકડા, પેન્સિલ, લોખંડની પટ્ટી, રબર વગેરે
સાધન-સામગ્રી: ધાતુ કાપવાની કાતર

પદ્ધતિઃ

  1. આપેલ વસ્તુઓ વારાફરતી લઈ તે ચળકાટ ધરાવે છે કે નહિ તે તપાસો. જરૂર પડ્યે વસ્તુઓની સપાટી કાચપેપર સાથે ઘસીને પણ તેનું નિરીક્ષણ કરી શકો છો.
  2. જરૂર પડ્યે વસ્તુઓને બે ભાગમાં કાપી, કપાયેલી સપાટી ચળકતી છે કે નહિ તે જુઓ.
  3. ચળકાટવાળી અને ચળકાટ વગરની વસ્તુઓની અલગ યાદી બનાવો.
ચળકાટવાળી વસ્તુઓ

ચળકાટ વગરની વસ્તુઓ

તાંબાનો તાર, ઍલ્યુમિનિયમનું પતરું, લોખંડની પટ્ટી કાગળનો ટુકડો, લાકડું, ચૉકના ટુકડા, પેન્સિલ, રબર

અવલોકનઃ તાંબાનો તાર, ઍલ્યુમિનિયમનું પતરું અને લોખંડની પટ્ટી જેવી ધાતુઓની બનેલી વસ્તુઓ ચળકાટવાળી હોય છે.
નિર્ણયઃ ધાતુઓની બનેલી વસ્તુઓ ચળકાટવાળી હોય છે અને ધાતુઓ સિવાયની વસ્તુઓ ચળકાટ વગરની હોય છે.

પ્રવૃત્તિ 4:
આપેલ ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે કે નહિ તે તપાસવું.
આપેલ પદાર્થોઃ મીઠું, રેતી, ખાંડ, ચૉકનો ભૂકો, લાકડાનો વહેર.
સાધન-સામગ્રીઃ કાચના પાંચ પાત્ર, ચમચી.
GSEB Solutions Class 6 Science Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં 7

પદ્ધતિઃ

  1. કાચના પાંચ પાત્ર લો.
  2. પ્રત્યેક પાત્રમાં લગભગ \(\frac{2}{3}\) ભાગ પાણી ભરો.
  3. પહેલા પાત્રમાં એક ચમચી મીઠું, બીજા પાત્રમાં એક ચમચી રેતી નાંખો.
  4. ત્રીજા, ચોથા અને પાંચમાં પાત્રમાં અનુક્રમે ખાંડ, ચૉકનો ભૂકો અને લાકડાનો વહેર નાંખો.
  5. દરેક પાત્રમાંના પાણીને ચમચી વડે હલાવો.
  6. થોડો સમય રાહ જુઓ.
  7. પાણીમાં ઉમેરવામાં આવેલ પદાર્થનું શું થાય છે તેનું અવલોકન કરો.
    તમારાં અવલોકનની કોષ્ટક 4.3માં બતાવ્યા પ્રમાણે નોંધ કરો.

કોષ્ટક 4.3 વિવિધ ઘન પદાર્થોને પાણીમાં મિશ્રિત કરવા.

GSEB Solutions Class 6 Science Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં 6

અવલોકનઃ

  1. મીઠું અને ખાંડ પાણીમાં સંપૂર્ણપણે અદશ્ય થઈ જાય છે.
  2. રેતી, ચૉકનો ભૂકો અને લાકડાનો વહેર પાણીમાં અદશ્ય થતા નથી.

નિર્ણયઃ મીઠું અને ખાંડ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે રેતી, ચૉકનો ભૂકો અને લાકડાનો વહેર પાણીમાં દ્રાવ્ય નથી.

પ્રવૃત્તિ 5:
આપેલ પ્રવાહીઓ પાણીમાં મિશ્રિત થાય છે કે મિશ્રિત થતાં નથી તે તપાસવું.
આપેલ પ્રવાહીઓઃ સરકો (વિનેગર), સરસવનરાઈ)નું તેલ, લીંબુનો રસ, નાળિયેરનું તેલ, કેરોસીન.
સાધન-સામગ્રીઃ કાચના પાંચ પાત્ર, પાણી, ચમચી.

પદ્ધતિઃ

  1. કાચના પાંચ પાત્ર લો.
    GSEB Solutions Class 6 Science Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં 5
  2. દરેક પાત્રમાં અડધે સુધી પાણી ભરો.
  3. હવે પહેલા પાત્રમાં ત્રણ ચમચી સરકો (વિનેગર) અને બીજા પાત્રમાં ત્રણ ચમચી સરસવ(રાઈ)નું તેલ ઉમેરો.
  4. ત્રીજા, ચોથા અને પાંચમાં પાત્રમાં અનુક્રમે લીંબુનો રસ, નાળિયેરનું તેલ અને કેરોસીન ત્રણ-ત્રણ ચમચી ઉમેરો.
  5. દરેક પાત્રના પ્રવાહી મિશ્રણને ચમચી વડે બરાબર હલાવો.
  6. દરેક પાત્રને પાંચ મિનિટ સુધી રહેવા દો.
  7. પાંચ મિનિટ પછી દરેક પાત્રમાં પ્રવાહી, પાણી સાથે સારી રીતે મિશ્રિત થયું છે કે નહિ તેનું અવલોકન કરો.
    તમારાં અવલોકનો કોષ્ટક 4.4માં નોંધો.

કોષ્ટક 4.4: કેટલાક સામાન્ય પ્રવાહીની પાણીમાં દ્રાવ્યતા
GSEB Solutions Class 6 Science Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં 8

અવલોકન:

  1. સરકો (વિનેગર) અને લીંબુનો રસ પાણી સાથે સારી રીતે મિશ્રિત થાય છે.
  2. સરસવ(રાઈ)નું તેલ, નાળિયેરનું તેલ અને કેરોસીન પાણી સાથે મિશ્રિત થતાં નથી.

નિર્ણયઃ

  1. સરકો (વિનેગર) અને લીંબુનો રસ પાણીમાં દ્રાવ્ય છે.
  2. સરસવ(રાઈ)નું તેલ, નાળિયેરનું તેલ અને કેરોસીન પાણીમાં દ્રાવ્ય નથી. તેથી પાણી અને પ્રવાહીનું અલગ સ્તર થાય છે.

GSEB Solutions Class 6 Science Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં

પ્રવૃત્તિ 6:
આપેલ પદાર્થોની પારદર્શકતા તપાસવી. આપેલ પદાર્થો કાચની તકતી, નોટબુકનો કાગળ, તેલિયો કાગળ.

પદ્ધતિઃ

  1. કાચની તકતીને તમારી આંખની સામે રાખી તકતીની પાછળની વસ્તુઓ જુઓ.
  2. કાચની તકતી પર નોટબુકનો કાગળ મૂકી તકતીની પાછળની વસ્તુઓ જુઓ.
  3. કાગળ પર તેલનું ટીપું મૂકી તેને પ્રસરાવો. આથી બનતા તેલિયા કાગળના તેલવાળા ભાગમાંથી પાછળની વસ્તુઓ જુઓ.

અવલોકનઃ

  1. કાચની તકતીની પાછળની વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે.
  2. કાચની તક્તી પર નોટબુકનો કાગળ મૂક્તાં તક્તીની પાછળની વસ્તુઓ બિલકુલ દેખાતી નથી.
  3. તેલિયા કાગળના તેલવાળા ભાગમાંથી જોતાં તકતીની પાછળની વસ્તુઓ ઝાંખી દેખાય છે.

નિર્ણયઃ

  1. કાચની તકતી પારદર્શક છે.
  2. નોટબુકનો કાગળ અપારદર્શક છે.
  3. તેલિયો કાગળ પારભાસક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *