GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

Gujarat Board GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી Important Questions and Answers.

GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

વિશેષ પ્રસ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો:

પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
શણ એ ……….. રેસા છે.
A. વનસ્પતિજ
B. પ્રાણિજ
C. સિટિક
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
વનસ્પતિજ

પ્રશ્ન 2.
ઊન એ ………. રેસા છે.
A. વનસ્પતિજ
B. પ્રાણિજ
C. સિન્ટેટિક
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
પ્રાણિજ

GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન 3.
નાયલૉન એ ……. રેસા છે.
A. વનસ્પતિજ
B. પ્રાણિજ
C. સિન્ટેટિક
D. કુદરતી
ઉત્તરઃ
સિક્વેટિક

પ્રશ્ન 4.
………… એ પ્રાણિજ રેસા છે.
A. શણ
B. રેશમ
C. સૂતર
D. નાયલૉન
ઉત્તરઃ
રેશમ

પ્રશ્ન 5.
……… મે એ કુદરતી રેસા નથી.
A. રેશમ
B. શણ
C. ઊન
D. એક્રેલિક
ઉત્તરઃ
એક્રેલિક

પ્રશ્ન 6.
રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને ……… કહે છે.
A. પીંજવું
B. કાંતવું
C. વણવું
D. ગૂંથવું
ઉત્તરઃ
કાંતવું

પ્રશ્ન 7.
તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને …….. કહે છે.
A. પીંજવું
B. કાંતવું
C. વણવું
D. સીવવું
ઉત્તરઃ
વણવું

પ્રશ્ન 8.
નીચેનામાંથી કયું સાધન કાંતવા માટે વપરાય છે?
A. સોય
B. સાળ
C. ચરખો
D. કૉટન જીન
ઉત્તરઃ
ચરખો

પ્રશ્ન 9.
હાથસાળનો ઉપયોગ શો છે?
A. કપાસમાંથી બીજ છૂટાં પાડવાં
B. રેસા છૂટા પાડવા
C. રૂ પજવા
D. કાપડ વણવા
ઉત્તરઃ
કાપડ વણવા

પ્રશ્ન 10.
શાની શોધ પછી લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી હતી?
A. ચરખાની
B. તકલીની
C. સાળની
D. સીવવાની સોયની
ઉત્તરઃ
સીવવાની સોયની

પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ

GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન 1.
રેશમના કીડાના …… માંથી રેશમ મળે છે.
ઉત્તર:
કોશેટા

પ્રશ્ન 2.
શણના છોડના ……..ને સડાવીને તેમાંથી શણના રેસા મેળવાય છે.
ઉત્તર:
પ્રકાંડ

પ્રશ્ન 3.
કપાસના છોડના લીલા રંગના ફળને …….. કહે છે.
ઉત્તર:
જીંડવું

પ્રશ્ન 4.
ઘેટાનાં ………… માંથી ઊન મળે છે.
ઉત્તર:
વાળ

પ્રશ્ન 5.
પૉલિએસ્ટર એ ……… રેસા છે.
ઉત્તર:
સિક્વેટિક

પ્રશ્ન 6.
કપાસના રેસામાંથી ……. કાપડ બને છે.
ઉત્તર:
સુતરાઉ

પ્રશ્ન 7.
ગરમ ધાબળાં ………. ના બનેલાં હોય છે.
ઉત્તર:
ઊન

પ્રશ્ન 8.
બારદાન ………. ના કાપડમાંથી મળે છે.
ઉત્તર:
શણ

પ્રશ્ન 9.
આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીજીએ …….. નો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો.
ઉત્તર:
ચરખા

પ્રશ્ન 10.
એક જ તાંતણાનો ઉપયોગ કરી કાપડ બનાવવાની રીતને …… કહે છે.
ઉત્તર:
ગૂંથવું

પ્રશ્ન 11.
કપાસનો છોડ …… જમીનમાં સારી રીતે ઊગી નીકળે છે.
ઉત્તર:
કાળી

પ્રશ્ન 12.
શણના છોડનું વાવેતર ……… ઋતુમાં થાય છે.
ઉત્તર:
ચોમાસાની

પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
મફલર અને સ્વેટર સામાન્ય રીતે શાનાં બનેલાં હોય છે?
ઉત્તરઃ
ઊનનાં

પ્રશ્ન 2.
ટુવાલ કયા કાપડમાંથી બને છે?
ઉત્તરઃ
સુતરાઉ

GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન 3.
રેશમના કાપડનો ઉપયોગ શામાં થાય છે?
ઉત્તરઃ
કિંમતી સાડી

પ્રશ્ન 4.
રૂ કાંતવા માટે વપરાતાં સાદાં સાધનોનાં બે નામ આપો.
ઉત્તરઃ
તકલી અને ચરખો

પ્રશ્ન 5.
તાંતણા (દોરા) શાના બનેલા હોય છે?
ઉત્તરઃ
રેસાના

પ્રશ્ન 6.
તેલના દીવાની વાટ (દિવેટ) શાની બને છે?
ઉત્તરઃ
રૂની

પ્રશ્ન 7.
કાપડ બનાવવાની મુખ્ય બે રીતો કઈ છે?
ઉત્તરઃ
વણાટ અને ગૂંથણ

પ્રશ્ન 8.
કાપડમાંથી કપડાં બનાવવાની પ્રક્રિયાને શું કહે છે?
ઉત્તરઃ
સીવવું

પ્રશ્ન 9.
રાસાયણિક પદાર્થોમાંથી બનાવવામાં આવતા રેસાને કયા પ્રકારના રેસા કહે છે?
ઉત્તરઃ
સિક્વેટિક રેસા

પ્રશ્ન 10.
ગૂંથીને બનાવાતી બે વસ્તુઓનાં નામ આપો.
ઉત્તરઃ
મોજાં અને સ્વેટર

પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

પ્રશ્ન 1.
કુદરતી રેસા સામાન્ય રીતે વનસ્પતિ કે પ્રાણીમાંથી મળે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 2.
એક્રેલિક રેસા કુદરતી રેસા છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
સ્વેટર શણના કાપડનું બને છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 4.
કાપડ તાંતણામાંથી બને છે અને તાંતણા રેસામાંથી બને છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 5.
શણ વનસ્પતિમાંથી મળતાં રેસાનું ઉદાહરણ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 6.
સસલાં, યાક અને ઊંટના વાળમાંથી પણ ઊન મળે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 7.
કપાસના છોડ રેતાળ જમીન અને ઠંડા તાપમાનવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 8.
કપાસના છોડનાં પુષ્પો એ કપાસના રેસા છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન 9.
શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 10.
કાપડ વણવા માટે ચરખાનો ઉપયોગ થાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 11.
સ્વેટર ગૂંથવામાં આડા અને ઊભા એમ તાંતણાનાં બે જૂથની ગોઠવણીનો ઉપયોગ થાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 12.
પ્રાચીન ઇજિપ્તમાં, નાઈલ નદીની નજીક કપાસ સાથે શણનો છોડ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો?

પ્રશ્ન 1.
રેસાના મુખ્ય બે પ્રકાર જણાવો.
ઉત્તરઃ
રેસાના મુખ્ય બે પ્રકાર છે:

  1. કુદરતી રેસા અને
  2. સિથેટિક રેસા.

પ્રશ્ન 2.
કયા વનસ્પતિજ રેસા કાપડ બનાવવા માટે વપરાય છે?
ઉત્તરઃ
કપાસના રેસા અને શણના રેસા કાપડ બનાવવા માટે વપરાય છે.

પ્રશ્ન ૩.
કયા પ્રાણિજ રેસા કાપડ બનાવવા માટે વપરાય છે?
ઉત્તર:
રેશમ અને ઊનના રેસા કાપડ બનાવવા માટે વપરાય છે.

પ્રશ્ન 4.
શાને લીધે દોરાનું સોયના કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે?
ઉત્તર:
દોરાનો છેડો થોડા પાતળાં તાંતણામાં વિભાજિત થઈ જાય છે જેને લીધે દોરાનું સોયના કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે.

પ્રશ્ન 5.
કયાં કયાં પ્રાણીઓમાંથી ઊન મેળવાય છે?
ઉત્તર:
ઘેટાં, બકરાં, સસલાં, યાક અને ઊંટના વાળમાંથી ઊન મેળવાય છે.

પ્રશ્ન 6.
રેશમના રેસા શામાંથી મળે છે?
ઉત્તરઃ
રેશમના કીડાના કોશેટામાંથી રેશમના રેસા મળે છે.

પ્રશ્ન 7.
સિક્વેટિક રેસાનાં ત્રણ ઉદાહરણ આપો.
ઉત્તરઃ
નાયલૉન, પૉલિએસ્ટર અને એક્રેલિક એ સિક્વેટિક રેસાનાં ઉદારણ છે.

પ્રશ્ન 8.
કપાસના રેસા(રૂ)નો ઉપયોગ શામાં થાય છે?
ઉત્તરઃ
કપાસના રેસા(રૂ)નો ઉપયોગ ગાદલાં, ઓશીકાં અને રજાઈ ભરવામાં થાય છે.

પ્રશ્ન 9.
કપાસના છોડને ઊગવા માટે કઈ જમીન અને કેવું હવામાન અનુકૂળ છે?
ઉત્તરઃ
કપાસના છોડને ઊગવા માટે કાળી જમીન અને ગરમ આબોહવાવાળી જગ્યા અનુકૂળ છે.

પ્રશ્ન 10.
કપાસના છોડના ફળને શું કહે છે?
ઉત્તરઃ
કપાસના છોડના ફળને જીંડવા કહે છે.

GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન 11.
કપાસના બીજને શું કહે છે?
ઉત્તરઃ
કપાસના બીજને કપાસિયાં કહે છે.

પ્રશ્ન 12.
કપાસના જીંડવામાંથી રૂ કેવી રીતે મળે છે?
ઉત્તર:
કપાસના જીંડવા પરિપક્વ થયા બાદ ફાટે છે અને તેમાંથી રૂ મળે છે.

પ્રશ્ન 13.
ભારતના કયાં રાજ્યોમાં મુખ્યત્વે શણ ઉગાડવામાં આવે છે?
ઉત્તર:
ભારતના પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ રાજ્યોમાં મુખ્યત્વે શણ ઉગાડવામાં આવે છે.

પ્રશ્ન 14.
વણાટ કોને કહે છે?
ઉત્તરઃ
જે પદ્ધતિ દ્વારા તાંતણાનાં બે જૂથ આડા અને ઊભા એકસાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ કહે છે.

પ્રશ્ન 15.
કાપડ વણવા માટે કયું સાધન વપરાય છે?
ઉત્તર:
કાપડ વણવા માટે વપરાતું સાધન સાળ છે.

પ્રશ્ન 16.
સીવ્યા વગરનાં કાપડનાં ચાર વસ્ત્રોનાં નામ આપો.
ઉત્તરઃ
સીવ્યા વગરનાં કાપડનાં ચાર વસ્ત્રો: સાડી, ધોતિયું, લંગી અને પાઘડી છે.

(B) ટૂંકજવાબી પ્રશ્નો

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
કુદરતી રેસા એટલે શું? તેના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:
વનસ્પતિમાંથી અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવતા રેસાઓને કુદરતી રેસા કહે છે.
કુદરતી રેસાના બે પ્રકાર છે:

  1. વનસ્પતિજ રેસા ઉદા., સૂતર, શણ
  2. પ્રાણિજ રેસા ઉદા., રેશમ, ઊન

પ્રશ્ન 2.
સૂતર, શણ, રેશમ અને ઊનના રેસા એ દરેક શામાંથી મેળવાય છે તે જણાવો.
ઉત્તરઃ
સૂતરના રેસા કપાસના છોડના ફળ(જીંડવા)માંથી મેળવાય છે. શણના રેસા શણના છોડના પ્રકાંડમાંથી મેળવાય છે. રેશમના રેસા રેશમના કીડાના કોશેટામાંથી મેળવાય છે. ઊનના રેસા ઘેટાં, બકરાં, યાક, ઊંટના વાળમાંથી મેળવાય છે.

પ્રશ્ન ૩.
કપાસના રેસા કેવી રીતે મેળવવામાં આવે છે?
ઉત્તરઃ
ખેતરમાં કપાસના છોડ ઉગાડવામાં આવે છે. કપાસનો છોડ પુખ્ત થતાં તેના પર લીલા રંગનાં ફળ બેસે છે, જેને જીંડવાં કહે છે. પરિપક્વ થયા બાદ જીંડવા ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલા બીજ સાથે બહાર દેખાય છે. સૂકાયેલા જીંડવામાંથી રૂ હાથ વડે ચૂંટીને કાઢવામાં આવે છે.

પ્રશ્ન 4.
શણના છોડમાંથી શણના રેસા કેવી રીતે મેળવવામાં આવે છે?.
ઉત્તર:
શણના છોડને જ્યારે ફૂલ આવવાનો તબક્કો હોય છે, ત્યારે શણના છોડની લણણી (કાપણી) કરવામાં આવે છે. લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસ પાણીમાં ડુબાડેલા રાખવામાં આવે છે. આથી પ્રકાંડ સડી જાય છે. સડેલા . પ્રકાંડ પરથી હાથ વડે શણના રેસા છૂટા પાડવામાં આવે છે. આ રેસાઓને ભેગા ‘કરી સૂકવવામાં આવે છે. આ રીતે શણના રેસા મેળવવામાં આવે છે.

પ્રશ્ન 5.
રેશમ અને ઊનના રેસાનો ઉપયોગ જણાવો.
ઉત્તરઃ
રેશમના રેસામાંથી રેશમી કાપડ બને છે. તેનો ઉપયોગ કિંમતી સાડી, ઝભ્ભા, ટાઈ તથા સ્કાર્ફ બનાવવા થાય છે.
ઊનના રેસામાંથી સ્વેટર, ટોપી, શાલ, મફલર, ધાબળા, મોજાં, તથા ગ્લોઝ બનાવવામાં આવે છે.

પ્રશ્ન 6.
શણના રેસા અને નાળિયેરના રેસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે?
ઉત્તરઃ
શણના રેસામાંથી શણનું કાપડ બને છે. શણનું કાપડ અનાજ ભરવાના કોથળા અને ખરીદેલી વસ્તુઓ ભરવા કૅરિ-બૅગ તરીકે થાય છે. શણના રેસા પગલુછણિયાં બનાવવા તથા દોરડાં અને ચટાઈ તરીકે થાય છે.
નાળિયેરના રેસામાંથી કાથી, કાથીનાં દોરડાં, પગલુછણિયાં વગેરે બનાવવા થાય છે.

પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો:

પ્રશ્ન 1.
આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીજીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો.
ઉત્તરઃ
આઝાદી પહેલાં અંગ્રેજોનું રાજ હતું. તે વખતે બ્રિટનની મિલોમાં તૈયાર થતું કાપડ ભારતમાં આવતું. ગાંધીજીએ આયાતી કાપડ ન પહેરવા લોકોને જણાવ્યું અને સ્વદેશી કાપડ પહેરવા ભલામણ કરી. આ માટે ચરખાનો ઉપયોગ કરી કપાસના રેસામાંથી તાંતણા બનાવી તેમાંથી હાથે વણેલું કાપડ (ખાદી) પહેરવાનો : આગ્રહ રાખ્યો. આમ, ગાંધીજીએ આયાતી કાપડનો બહિષ્કાર કરી ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો.

GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન 2.
ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવાં વધુ અનુકૂળ છે.
ઉત્તરઃ
ઉનાળામાં ગરમીને લીધે આપણને પરસેવો વળે છે. સુતરાઉ કપડાં પરસેવો શોષી લે છે. વળી, તેમાં હવાની અવરજવર સારી રીતે જળવાય છે. સુતરાઉ કપડાં ધોવાં સરળ છે. તેથી ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવાં વધુ અનુકૂળ છે.

પ્રશ્ન 3.
તફાવત આપોઃ
(1) કપાસના રેસા અને શણના રેસા
(2) સુતરાઉ કાપડ અને ઊનનું કાપડ
(3) કાંતણ અને વણાટ
ઉત્તર:

(1) કપાસના રેસા શણના રેસા
1. કપાસના રેસા કપાસના છોડના ફળ-(જીંડવા)માંથી મળે છે. 1. શણના રેસા શણના છોડના પ્રકાંડમાંથી મળે છે.
2. કપાસના છોડનાં જીંડવાં પરિપક્વ અને સૂકા થતાં ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલા બીજ બહાર આવે છે. 2. શણના છોડની લણણી કરી તેના પ્રકાંડને પાણીમાં સડાવવાથી શણના રેસા છૂટા પડે છે.
3. કપાસના રેસાનો ઉપયોગ ગાદલાં, ઓશીકાં અને રજાઈ ભરવામાં તથા સુતરાઉ કાપડ બનાવવામાં થાય છે. ૩. શણના રેસાનો ઉપયોગ અનાજ ભરવાના કોથળા, બૅગ, દોરડાં, શેતરંજી બનાવવા થાય છે.
(2) સુતરાઉ કાપડ

ઊનનું કાપડ

1. તે વનસ્પતિજ રેસામાંથી બને છે. 1. તે પ્રાણિજ રેસામાંથી બને છે.
2. તે કપાસના છોડના ફળ(જીંડવા)માંથી મળતા કપાસના રેસામાંથી બને છે. 2. તે ઘેટાં, બકરાં, યાક અને ઊંટના વાળમાંથી મળતા ઊનના રેસામાંથી બને છે.

(૩) કાંતણ

વણાટ

1. તે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા છે. 1. તે તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયા છે.
2. તેના માટે તકલી અને ચરખાનો ઉપયોગ થાય છે. 2. તેને માટે હાથથી ચાલતી સાળ કે વીજળીથી ચાલતી સાળનો ઉપયોગ થાય છે.

પ્રશ્ન 4.
જોડકાં જોડોઃ

વિભાગ “A”

વિભાગ “B”

(1) સૂતર (a) સ્વેટર
(2) રેશમ (b) ટુવાલ
(3) ઊન (c) કિંમતી સાડી
(4) શણ (d) કાથીનાં દોરડાં
(e) કોથળા

ઉત્તરઃ
(1) → (b), (2) → (c), (3) → (a), (4) → (e).

(C) વિસ્તૃત પ્રશ્નો:
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
તાંતણામાંથી કાપડ કેવી રીતે વણવામાં આવે છે?
ઉત્તરઃ
તાંતણામાંથી કાપડ વણવા માટે હાથસાળ કે વીજળીથી ચાલતી પાવરલૂમનો ઉપયોગ થાય છે.
GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી 1
હાથસાળ પર તાંતણા ઊભા લાઇનમાં પાસપાસે ગોઠવવામાં આવે છે. ઊભા લાઇનના તાંતણાની વચ્ચે આડા તાંતણા એવી રીતે ક્રમાનુસાર પસાર કરવામાં આવે છે. જેથી ચટાઈ જેવી રચના થાય.
આમ, તાંતણાનાં બે જૂથની ઊભી આકૃતિ 3.1: હાથસાળ]. અને આડી ગોઠવણી વડે કાપડ તૈયાર થાય છે. આ પદ્ધતિને વણાટ કહે છે.
એક જ તાંતણાનો ઉપયોગ કરી ગૂંથણ સોયાની મદદથી કાપડ બનાવવામાં આવે છે. આ પદ્ધતિને ગૂંથણ કહે છે.
આમ, કાપડ બનાવવા માટે વણાટ અને ગૂંથણ એમ બે રીતો વપરાય છે.

GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન 2.
કાપડના મટીરિયલનો ઇતિહાસ વર્ણવો.
ઉત્તર:
પ્રાચીન સમયના લોકો વૃક્ષની છાલ અને મોટાં પાંદડાં કે પ્રાણીઓનું ચામડું અને તેમની રુંવાટીનો ઉપયોગ પોતાનું શરીર ઢાંકવા માટે કરતા હતા.
કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ તેઓ વેલાઓ, પ્રાણીઓની રુંવાટી કે વાળને એકબીજા સાથે વીંટાળીને લાંબા તાંતણા બનાવતા હતા. તેમાંથી તે કાપડ વણતા.
અગાઉના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી કાપડ બનાવતા.

પ્રાચીન ઇજિપ્તમાં નાઈલ નદીની નજીક કપાસ સાથે શણ પણ ઉગાડવામાં આવતું અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો.
તે સમયમાં સીવવાની કળા જાણમાં ન હતી. લોકો પોતાના શરીરના વિવિધ ભાગને ફરતે કાપડ વીંટાળી ઢાંકતાં. કાપડને વીંટાળવાની ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવતી હતી.

સીવવાની સોયની શોધ થતાં લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી. આ શોધ બાદ સીવેલાં કપડાંઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળી. આધુનિક સમયમાં ડિઝાઇનરે ડિઝાઇન કરેલાં સીવેલાં કપડાંનો વપરાશ થાય છે.

HOTs પ્રકારના પ્રસ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી 2માં લખોઃ

પ્રશ્ન 1.
સૂતર, શણ, રેશમ અને ઊન એ કેવા પ્રકારના રેસા છે? GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી 2
A. વનસ્પતિજ રેસા
B. પ્રાણિજ રેસા
C. સિન્વેટિક રેસા
D. કુદરતી રેસા
ઉત્તરઃ
D. કુદરતી રેસા

પ્રશ્ન 2.
કપાસના છોડના કયા ભાગમાંથી કપાસના રેસા મળે છે? GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી 2
A. પ્રકાંડ
B. પર્ણ
C. ફળ
D. ફૂલ
ઉત્તરઃ
C. ફળ

પ્રશ્ન 3.
કપાસના રેસામાંથી તેના તાંતણા (તાર) બનાવવા માટે કયું સાધન વપરાય છે? GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી 2
A. હાથસાળ
B. પાવરલુમ
C. ચરખો
D. સોય
ઉત્તરઃ
C. ચરખો

પ્રશ્ન 4.
હાથસાળનો ઉપયોગ શો છે? GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી 2
A. કપાસને બીજથી અલગ કરવા
B. રેસામાંથી તાંતણા બનાવવા
C. તાંતણામાંથી કાપડ વણવા
D. કાપડ સીવી કપડાં બનાવવા
ઉત્તરઃ
C. તાંતણામાંથી કાપડ વણવા

GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન 5.
નીચેનામાંથી શણ વિશેનું કયું વિધાન સાચું નથી? GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી 2
A. શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય છે.
B. લણણી કરેલા શણના પ્રકાંડને થોડા દિવસ પાણીમાં ડુબાડેલા રાખવામાં આવે છે.
C. સડાવેલા શણના પ્રકાંડ પરથી રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે.
D. શણના છોડને ઉનાળામાં ઉગાડવામાં આવે છે.
ઉત્તરઃ
D. શણના છોડને ઉનાળામાં ઉગાડવામાં આવે છે.

પ્રશ્ન 6.
કપાસના છોડમાંથી સુતરાઉ કાપડ બનાવવા થતી પ્રક્રિયાનો સાચો ક્રમ કયો છે? GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી 2
A. પીંજવું → ગૂંથવું → કાંતવું
B. પીંજવું → કાંતવું → વણવું
C. કાંતવું → ગૂંથવું → પીંજવું
D. કાંતવું → પીંજવું → વણવું
ઉત્તરઃ
B. પીંજવું → કાંતવું → વણવું

પ્રશ્ન 7.
નીચેના કયા પ્રાણીમાંથી ઊન મેળવવામાં આવે છે? GSEB Class 6 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી 2
A. બકરી
B. ઘેટું
C. ઊંટ
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *