GSEB Solutions Class 6 Science Chapter 3 રેસાથી કાપડ સુધી

Gujarat Board GSEB Solutions Class 6 Science Chapter 3 રેસાથી કાપડ સુધી Textbook Questions and Answers, Textbook Activities Pdf.

રેસાથી કાપડ સુધી Class 6 GSEB Solutions Science Chapter 3

GSEB Class 6 Science રેસાથી કાપડ સુધી Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર

પ્રશ્ન 1.
નીચેના રેસાઓને કુદરતી રેસા અને સિક્વેટિક રેસામાં વર્ગીકૃત કરો:
નાયલોન, ઊન, સૂતર, રેશમ, પૉલિએસ્ટર, શણ.
ઉત્તરઃ
કુદરતી રેસાઃ ઊન, સૂતર, રેશમ, શણ
સિક્વેટિક રેસાઃ નાયલૉન, પૉલિએસ્ટર

પ્રશ્ન 2.
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે કહોઃ

પ્રશ્ન 1.
તાંતણા રેશમમાંથી બનાવાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 2.
કાંતવું એ રેસા બનાવવાની ક્રિયા છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Solutions Class 6 Science Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન 3.
નાળિયેરનું બહારનું આવરણ એ શણ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 4.
કપાસમાંથી બીજ દૂર કરવાની ક્રિયાને પીંજણ કહે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 5.
તાંતણાના વણાટથી કાપડ બને છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 6.
વનસ્પતિના પ્રકાંડમાંથી રેશમના રેસા મેળવાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 7.
પૉલિએસ્ટર એ કુદરતી રેસા છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન ૩.
ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
વનસ્પતિજ રેસા …….. અને ……… એમાંથી મેળવવામાં આવે છે.
ઉત્તરઃ
કપાસના છોડ, શણના છોડ

પ્રશ્ન 2.
……… અને ……….. પ્રાણિજ રેસા છે.
ઉત્તરઃ
રેશમ, ઊન

પ્રશ્ન 4.
કપાસ અને શણને વનસ્પતિના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?
ઉત્તરઃ
કપાસને કપાસના છોડના ફળમાંથી મેળવવામાં આવે છે. શણને શણના છોડના પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે.

GSEB Solutions Class 6 Science Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન 5.
નાળિયેરના રેસામાંથી બનતી કોઈ બે વસ્તુનાં નામ આપો.
ઉત્તરઃ
નાળિયેરના રેસામાંથી બનતી બે વસ્તુઓ કાથીના ઘેરડાં, પગલુછણિયાં, ચટ્ટાઈ વગેરે છે.

પ્રશ્ન 6.
રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા વર્ણવો.
ઉત્તરઃ
રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાંતવું કહે છે. કાપડ બનાવવાની પ્રક્રિયાનો આ પ્રથમ તબક્કો છે. રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી તેને વળ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાંતણા બને છે. કાંતવા માટે વપરાતું સાદું સાધન હાથ-ધરી છે, જેને તક્લી પણ કહે છે. હાથથી કાંતવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો છે. કાપડની મિલોમાં આ ક્રિયા મશીનો વડે થાય છે.

GSEB Class 6 Science રેસાથી કાપડ સુધી Textbook Activities

પાઠચપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1.
જુદાં જુદાં કાપડનો પરિચય કરવો.
સાધન-સામગ્રી: વિવિધ કાપડના ટુકડા.

પદ્ધતિઃ

  1. નજીકમાં આવેલી દરજીની દુકાનની મુલાકાત લો.
  2. સીવ્યા પછી વધેલાં કાપડના ટુકડા એકઠા કરો.
  3. સ્પર્શ કરીને દરેક ટુકડામાં કાપડનો અનુભવ કરો.
  4. દરજીની મદદથી દરેક કાપડનો ટુકડો સુતરાઉ, રેશમ, ઊન કે પૉલિએસ્ટર કાપડ છે તે જાણો અને તેનું નામ લખો.

અવલોકનઃ રેશમ અને પૉલિએસ્ટર સ્પર્શે લીસા, મુલાયમ અને ચળકાટવાળા જણાય છે. સુતરાઉ કાપડ નરમ જણાય છે. ઊન નરમ અને રુવાવાળું જણાય છે.
નિર્ણયઃ જુદા જુદા પ્રકારનાં કાપડને સ્પર્શીને તે કયું કાપડ છે તે જાણી શકાય છે.

પ્રવૃત્તિ 2:
કાપડ તાંતણાઓમાંથી બને છે તે સમજવું.
સાધન-સામગ્રીઃ સુતરાઉ કાપડનો ટુકડો, પિન કે સોય.
GSEB Solutions Class 6 Science Chapter 3 રેસાથી કાપડ સુધી 1

પદ્ધતિઃ

  1. સુતરાઉ કાપડનો ટુકડો લો.
  2. તેના કોઈ એક છેડેથી કોઈ છૂટો દેખાતો દોરો કે તાંતણો ખેંચીને બહાર કાઢો.
  3. જો કોઈ છૂટો દોરો કે તાંતણો ન દેખાય તો પિન કે સોયની મદદથી હળવેથી ખેંચી કાઢો.

અવલોકન: કાપડમાં આડા અને ઊભા તાંતણાઓ જણાય છે.
નિર્ણયઃ કાપડ તાંતણાઓમાંથી બને છે.

GSEB Solutions Class 6 Science Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રવૃત્તિ ૩:
કાપડનો દરેક તાંતણો રેસાઓનો બનેલો છે તે સમજવું.
સાધન-સામગ્રીઃ સુતરાઉ કાપડ.

પદ્ધતિઃ

  1. સુતરાઉ કાપડમાંથી એક તાંતણો બહાર કાઢો.
    GSEB Solutions Class 6 Science Chapter 3 રેસાથી કાપડ સુધી 2
  2. આ તાંતણાને ટેબલ પર મૂકો.
  3. તાંતણાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો.
  4. તાંતણાના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો.
  5. હવે તાંતણાના બીજા છેડાનું નિરીક્ષણ કરો.

અવલોકન: બીજા છેડે તાંતણો પાતળા રેસાઓમાં વિભાજિત થાય છે.
નિર્ણયઃ દરેક તાંતણો રેસાઓનો બનેલો છે.

પ્રવૃત્તિ 4.
રૂના રેસાઓમાંથી તાંતણો બનાવવો.
સાધન-સામગ્રી: રૂ (કે રૂની પૂણી).

પદ્ધતિઃ

  1. એક હાથમાં રૂ (કે રૂની પૂણી) લો.
  2. બીજા હાથની ચપટી વડે રૂને પકડી તેને વળ ચડાવતાં-ચડાવતાં હળવેથી બહાર તરફ ખેંચવાની શરૂઆત કરો. શું થાય છે તે જુઓ.

અવલોકનઃ રેસાઓ જોડાઈ મજબૂત તાંતણો બને છે.
નિર્ણયઃ રૂના રેસાઓમાંથી તાંતણો બને છે.

પ્રવૃત્તિ 5:
કાગળની પટ્ટીઓની ચટાઈ બનાવી વણવાની ક્રિયા સમજવી.
સાધન-સામગ્રી: જુદા જુદા રંગની કાગળની બે શીટ, કાતર.

પદ્ધતિઃ

  1. જુઘ જુઘ રંગની કાગળની બે શીટ લો.
  2. બંનેમાંથી 30 સેમી લંબાઈ અને તેટલી જ પહોળાઈ ધરાવતો ચોરસ કાપો.
    GSEB Solutions Class 6 Science Chapter 3 રેસાથી કાપડ સુધી 3
  3. બંને સીટને બરાબર અડધી ગડી કરો.
  4. એક રંગની કાગળની શીટને કાપી 1 સેમી પહોળાઈની પટ્ટીઓ બનાવો. (જુઓ આકૃતિ(a)].
    GSEB Solutions Class 6 Science Chapter 3 રેસાથી કાપડ સુધી 4
  5. બીજા રંગની કાગળની શીટના વાળેલ ભાગથી શરૂ કરી સામેના છેડાના \(\frac{1}{2}\) સેમી આગળ સુધી. સ્લીટ બને તેમ કાપો. [જુઓ આકૃતિ (b)].
  6. ગડી ખોલો.
    GSEB Solutions Class 6 Science Chapter 3 રેસાથી કાપડ સુધી 5
  7. બીજી શીટમાં કપાયેલી જગ્યાએથી એક પછી એક પટ્ટીને વણી લો.
  8. આથી બનતી રચના કાગળની પટ્ટીઓની બનેલી ચટાઈ છે.
  9. તેનું નિરીક્ષણ કરો.

અવલોકન: કાગળની પટ્ટીઓની ગોઠવણી કાપડની બનાવટ જેવી છે.
નિર્ણય: આવી જ રીતે તાંતણાઓનાં બે જૂથ વડે કાપડ બનાવવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *