GSEB Class 9 Social Science Notes Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

This GSEB Class 9 Social Science Notes Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય covers all the important topics and concepts as mentioned in the chapter.

ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય Class 9 GSEB Notes

→ પ્રાચીન સમયથી યુરોપમાં ભારતના મરી-મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કીમતી ચીજવસ્તુઓની ખૂબ માંગ રહેતી.

→ તુર્કસ્તાનમાં આવેલા કૉન્સેન્ટિનોપલ (ઇસ્તંબૂલ) મારફતે પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીનમાર્ગે ચાલતો.

→ ઈ. સ. 1453માં તુર્ક મુસ્લિમોએ ખ્રિસ્તીઓના તાબા હેઠળનું કૉન્સેન્ટિનોપલ (ઇસ્તંબૂલ) જીતી લીધું. આથી યુરોપના લોકોને ભારત આવવા માટે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ.

→ ઈ. સ. 1498માં પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો-દ-ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. એ પછી ફિરંગીઓ, ડચ, અંગ્રેજો, ફ્રેંચો વગેરે યુરોપીય પ્રજા ક્રમશઃ ભારતમાં વેપારી કરવા આવી.

→ છે ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓએ ભારત અને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે (ઈ. સ. 1599માં) “ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. આ વેપારી પેઢીના અંગ્રેજ વેપારીઓએ ભારતમાં આવીને પોતાનાં વેપારીમથકો સ્થાપ્યાં (કોઠીઓ સ્થાપી).

→ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રક્ષણના બહાના નીચે કોલકાતાની પોતાની કોઠીની ફરતે કિલ્લેબંધી કરી. બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલાએ એ કિલ્લેબંધી તોડી નાખી.

→ પણ પરિણામે ઈ. સ. 1757માં પ્લાસીના મેદાનમાં સિરાજ-ઉદ્-દૌલા અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું, જેમાં અંગ્રેજોની જીત થઈ. આ યુદ્ધથી અંગ્રેજોને ચોવીસ પરગણાની જાગીર મળી. આ યુદ્ધ દ્વારા ભારતમાં અંગ્રેજી સત્તાનો પાયો નંખાયો.

GSEB Class 9 Social Science Notes Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

→ ઈ. સ. 1764ના બક્સરના યુદ્ધમાં વિજેતા બનેલા અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા(ઓરિસ્સા)માં જમીનમહેસૂલ ઉઘરાવવાની સત્તા (દીવાની સત્તા) મળી.

→ ઈ. સ. 1773માં અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. આ ધારા મુજબ વૉરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો.

→ ગવર્નર જનરલ કૉર્નવોલિસે ત્રીજા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનને હરાવી કંપનીના પ્રદેશમાં વધારો કર્યો.

→ ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજનાનો અમલ કરીને કંપનીની સવપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરી. સાત વર્ષના ટૂંકા સમયગાળા દરમિયાન તેણે કંપનીનો રાજ્યવિસ્તાર બમણો કયોં.

→ ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ ગુરખાઓ, પીંઢારાઓ અને મરાઠાઓને હરાવી કંપનીની સત્તા સર્વોપરી બનાવી.

→ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાયેલા વિલિયમ બેન્ટિકે ભારતમાં સર્વોપરી બનેલી કંપનીની સત્તાને સ્થિર કરવામાં મહત્ત્વની કામગીરી કરી.

→ ગવર્નર જનરલ ડેલહાઉસીએ ‘જીત, જપ્તી અને ખાલસાની નીતિ’ દ્વારા ભારતનાં અનેક દેશી રાજ્યોને કંપની સરકારના પ્રદેશો સાથે જોડી દઈ, અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો. તેણે અનેક સુધારા
કર્યા હોવાથી તે ‘સુધારાવાદી ગવર્નર જનરલ’ તરીકે ઓળખાય છે.

→ કંપની શાસનનાં 100 વર્ષના શાસનકાળમાં ભારતદેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ પેદા કરનાર અને સામ્રાજ્યના તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયો.

→ અંગ્રેજ સરકારની અન્યાયી મહેસૂલનીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા.

→ અંગ્રેજ સરકારની આર્થિક શોષણનીતિ તેમજ ભેદભાવભરી વેપાર અને જકાતનીતિને કારણે ભારતીય ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા. તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા.

→ પ્રાચીન સમયમાં ભારતનાં ગામડાં સ્વાવલંબી અને સમૃદ્ધ હતાં, પરંતુ અંગ્રેજી શાસનની અસરથી તે ગરીબ અને પરાધીન બન્યાં.

→ બ્રિટિશકાળ દરમિયાન ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીનમાર્ગો વગેરેનો વિકાસ થયો. ભારતના દરિયાકિનારે મુંબઈ, ચેન્નઈ (મદ્રાસ) અને કોલકાતા જેવાં મહાબંદરો વિકસ્યાં.

GSEB Class 9 Social Science Notes Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

→ અંગ્રેજ સરકારના વહીવટ દરમિયાન વર્તમાનપત્રોનો વિકાસ થયો. તેનાથી ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી.

→ અંગ્રેજી કેળવણી અને અંગ્રેજો સાથેના સંપર્કને પરિણામે ભારતમાં કેટલાક સમાજસુધારકો પેદા થયા. તેમણે સતીપ્રથા, જન્મતાંવેંત દીકરીને દૂધ પીતી કરવી, દહેજપ્રથા, બાળલગ્ન વગેરે સામાજિક
કુરિવાજો નાબૂદ કરવા અનેક કાયદા પસાર કરાવ્યા.

→ મેકોલેના પ્રયત્નોને લીધે ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ સ્થપાઈ. કન્યાકેળવણી શરૂ થઈ. અંગ્રેજી શિક્ષણ પામેલો એક વર્ગ અસ્તિત્વમાં આવ્યો. તેણે સ્વાતંત્ર્યની લડત શરૂ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *