Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ Textbook Questions and Answers

ઘોડીની સ્વામીભક્તિ સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :

પ્રશ્ન 1.
આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી ?
(A) ખડ
(B) રેવાળ
(C) ઉભડક
(D) ઠેકતી
ઉત્તરઃ
(A) ખડ
(B) રેવાળ
(C) ઉભડક
(D) ઠેકતી

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

પ્રશ્ન 2.
‘ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંત્યા શાની ?” આ વાકય કોણ બોલે છે?
(A) ગામ લોકો
(B) મામાં
(C) ગણેશની બા
(D) આંબા પટેલ
ઉત્તરઃ
(A) ગામ લોકો
(B) મામાં
(C) ગણેશની બા
(D) આંબા પટેલ

2. એક-એક વાકયમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
‘પટલાણીની દીકરી થૈ ને મને મોળું ઓહાણ આલો છો?”- આ વાત આંબા પટેલ કોને કહે છે?
ઉત્તર :
“ગણેશની બા, હાંભળો છો કે?’ … આ વાક્ય આંબા પટેલ એમની પત્નીને કહે છે.

પ્રશ્ન 2.
‘શેત્રુંજી જેવી સાત નદિયું આડી અમ નથી પડી?”- આ વાકય કોણ બોલે છે?
ઉત્તરઃ
‘શેત્રુંજી જેવી સાત નદિયું આડી એમ નથી પડી?” આ છે વાક્ય આંબા પટેલ બોલે છે.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
આંબા પટેલને મણાર શા માટે જવું પડયું ?
ઉત્તરઃ
આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો હતો. સંદેશામાં ભાણાને જે કામ કરતા હોય તે પડતાં મૂકીને મણાર (ગામ) આવીને રોટલા શિરાવવા જણાવ્યું હતું. મામાનો આ સંદેશો સાંભળીને આંબા પટેલને મણાર જવું પડ્યું.

પ્રશ્ન 2.
પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું ?
ઉત્તર:
કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ પર આંબા પટેલ નથી એટલે નસકોરાં ફુલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી. સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી.

ઘોડીને જોતાં જ આંબા પટેલ તેના ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડીઆંબા પટેલને લઈ પાણીના વહેણને ફંગોળતી ફંગોળતી મહામુસીબતે કાંઠે આવી. આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવતદાન મળ્યું.

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

4. નીચેના પ્રશ્નનો સાત-આઠ લીટીમાં જવાબ આપો.

પ્રશ્ન 1.
ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો.
ઉત્તર :
આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી ઘેર જવા ઉપડ્યા. ચોમાસાના દિવસો હતા. વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિમાસણમાં હતા.

મામાને ત્યાં પાછા જવાય તેમ નહોતું અને ઘેર પહોંચ્યા વિના છૂટકો નહોતો, એમ વિચારીને આંબા પટેલે કેદ્ય બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી; પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું.

ઢેલ ઘોડી તો જેમતેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે એટલે ઘોડી નસકોરાં ફલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધવા નીકળી. તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા.

તરવામાં તેમની એક પણ કારી ફાવતી નહોતી. તેમનામાં હિંમત રહી નહોતી. ત્યાં તો સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલમાં હિંમત આવી અને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો.

પાણીમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહામુસીબતે નદીના કાંઠે આવી. આમ, જાતવાન ઢેલ ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો. ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાની દર્શાવી.

Std 10 Gujarati Textbook Solutions Chapter 1 વૈષ્ણવજન Important Questions and Answers

ઘોડીની સ્વામીભક્તિ પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના દસ – બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
આંબા પટેલે ઢેલ ઘોડીને કઈ રીતે ઉછેરી હતી?
ઉત્તરઃ
ઘોડાના શોખીન આંબા પટેલ છ મહિનાની ઢેલ ઘોડીને પોતાને ઘેર લઈ આવ્યા. પોતાના સગા દીકરાની જેમ તેનું જીવની જેમ જતન કર્યું. ભરવાડના ઝોકમાંથી બે – ત્રણ બકરી લાવીને, બકરીને દોહીને તેનું દૂધ ઘોડીને પાતા.

તેમની આટલી કાળજીથી બે વરસમાં તો ઘોડી પર કોઈ પણ સવારી કરી શકે તેવી તૈયાર થઈ ગઈ. આંબા પટેલે તેને હોંશે હોંશે રેવાલ ચાલ શીખવી. ઢેલ ઘોડી જાણે માના કોઠા(ગર્ભ)માંથી જ બધું શીખીને આવી હતી.

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

એ રેવાલ ચાલમાં એટલી નિષ્ણાત થઈ ગઈ કે તેના પર સવારી કરનાર હાથમાં દૂધની ટબુડી લઈને બેસે અને ઢેલ ઘોડી પાંચ ગાઉ રેવાલમાં દોડે તોપણ દૂધનું એક ટીપું પણ નીચે ન પડે. આનો યશ આંબા પટેલનાં વહાલ, જતન અને ઉછેરને દેવો ઘટે.

પ્રશ્ન 2.
આંબા પટેલનું પાત્રાલેખન કરો.
ઉત્તરઃ
આંબા પટેલને અર્થાત્ આંબા વછાણીને ગામ અને પરગામના સૌ આંબાઅદા(દાદા)ના નામથી બોલાવતા. ઘોડાના શોખીન આંબા પટેલ અસલ ઓલાદની જાતવાન છ મહિનાની વછેરી મૂલવીને પોતાના ઘેર લઈ આવ્યા હતા. પોતાના દીકરાની જેમ તેને વહાલથી ઉછેરી હતી.

તેને હોંશે હોંશે રેવાલ ચાલ શીખવી હતી. તેઓ માનતા હતા કે આ જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચિંતા કરવાની જ ન હોય. આંબા પટેલ તેમના મામાને લાખ રૂપિયાના માણસ એટલે કે પ્રતિષ્ઠિત માણસ ગણતા હતા એટલે મામાનો સંદેશો આવે કે તરત જ ભર્યું ભાણું એક બાજુ હડસેલીને પણ મામાને મળવા જવું એમ આંબા પટેલ માનતા હતા.

મામાને પણ તેમના ભાણેજ પર વિશ્વાસ હતો એટલે જ તેમણે ભાણેજ આંબા પટેલને પોતાની દીકરીની સગાઈ અંગે ભલામણ કરી. મામાને ત્યાંથી ઘેર પાછા ફરતાં શેત્રુંજી નદીમાં પૂર આવ્યું ત્યારે તેમની જાતવાન ઢેલ ઘોડીની ખાનદાની અને વફાદારીને કારણે તેમને જીવતદાન મળ્યું હતું.

એ માટે તેમણે ઢેલ ઘોડી અને ગામના ઠાકોરજીનો આભાર માન્યો હતો.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ઢેલ ઘોડીનું વર્ણન કરો.
ઉત્તર :
ઢેલ ઘોડી અસલ ઓલાદની જાતવાન વછેરી હતી. તે રૂપાળી હતી. તેના ચારેય પગ ને કપાળ ધોળેલાં હતાં. તેના કાનની ટીસિયું બેવડ વળી જતી હતી. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોંસરવી નીકળતી ત્યારે ગામના લોકો ફાટી આંખે વિસ્મયથી જોઈ રહેતા.

પ્રશ્ન 2.
વછેરીની રેવાળ વિશે ટૂંકમાં લખો.
ઉત્તરઃ
ચારે પગની ચોગઠ પડતી જાય તેવી ઘોડા કે ઘોડીની ઝડપી સ્થિર ચાલને રેવાળ કહે છે. આંબા પટેલ વછેરી(ઘોડી)ને રેવાળ શીખવી. જોકે આ ઘોડી અસલ ઓલાદની હતી. જાણે એ તો માના કોઠામાંથી જ અનોખી રેવાળ શીખીને આવી હતી.

માથે અસવાર બેઠો હોય, એના હાથમાં દૂધની ટબુડી હોય ને પાંચ ગાઉ જવાનું હોય, તોપણ દૂધનું ટીપુંય ન પડવા દે એવી વછેરી(ઘોડી)ની રેવાળ હતી.

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

પ્રશ્ન 3.
મામાનો સંદેશો સાંભળીને આંબા પટેલના મનમાં ચાલતા વિચારો જણાવો.
ઉત્તરઃ
મામાનો સંદેશો સાંભળીને આંબા પટેલના મનમાં સારા’ માઠા વિચારો આવવા લાગ્યા. તેમને થયું કે કોઈ દિવસ નહિ ને આજે મામાએ આવા સમાચાર કેમ કહેવડાવ્યા હશે? નક્કી કાંઈક નવા – જૂની થઈ હશે, નહિતર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહિ.

પ્રશ્ન 4.
મામાને ગામ જવા નીકળેલા આંબા પટેલને ઘરવાળાએ છે શા માટે રોક્યા?
ઉત્તરઃ
મામાને ગામ જવા નીકળેલા આંબા પટેલને ઘરવાળાએ રોક્યા, કારણ કે આંબા પટેલ અસૂરવેળાએ જવા નીકળ્યા હતા એટલે એમનાં ઘરવાળાંનું મન કબૂલ કરતું નહોતું. મામાને ત્યાં જવામાં શેત્રુંજી નદી ઓળંગવી પડે.

ચોમાસાના દિવસો હતા અને નદીમાં પાણી ભરાયાં હશે, પણ તેઓ આબરૂને ખાતર પણ ગયા વિના નહિ રહે. ઘરવાળાંને ચિંતા કરાવશે.

પ્રશ્ન 5.
પત્નીને આંબા પટેલે કેવી રીતે સમજાવ્યાં?
ઉત્તરઃ
મણાર જવામાં જોખમ હોવાથી આંબા પટેલની પત્ની તેમને રોકતાં હતાં, પણ આંબા પટેલ સાથે ઢેલ જેવી ઘોડી હતી તેથી પૂરની એમને ચિંતા નહોતી. લાખ રૂપિયાના મામાનો સંદેશો આવે ને પોતે ન જાય તો મામા – ભાણાનો વિશ્વાસ તૂટે ને લોકો આંબા પટેલને બીકણ કહી ટોણો મારે!

તેથી આંબા પટેલે પત્નીને આ સઘળી વાત કહીને સમજાવ્યાં! “પટલાણી ચૈને મોળું ઓહાણ આલો છો?”

પ્રશ્ન 6.
ઘોડાપૂર જોઈને આંબા પટેલે શી મૂંઝવણ અનુભવી?
ઉત્તરઃ
શેત્રુંજી નદીનાં ઘોડાપૂર આંબા પટેલે જોયાં. પોતે મૂંઝવણના વમળમાં ઘેરાયા. શું કરવું? વાવડી પહોંચાય એમ નહોતું ને માર પાછા જવાય એમ નહોતું. વિકટ સંજોગોમાં, એમનું બળ વધી ગયું.

ઘેર પહોંચ્યા વિના છૂટકો નહોતો – સૌ ઘેર ચિંતા કરતાં હશે. આખરે નદીમાં ઘોડીને વિશ્વાસે ઝંપલાવવા વિચાર્યું.

પ્રશ્ન 7.
“આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે.” આ વાક્ય કોણ બોલે છે? શા માટે?
ઉત્તરઃ
“આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે.” આ વાક્ય આંબા પટેલનાં ઘરવાળાં બોલે છે. ઘોડીએ ઘરવાળાંના પતિ આંબા પટેલને મોતના મુખમાંથી બચાવ્યા હતા. પોતાના સુહાગનું રક્ષણ કરનાર ઘોડી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરતાં તેઓ આ વાક્ય બોલે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
“ઘોડીની સ્વામીભક્તિ’ એ કયા પ્રદેશની લોકકથા છે?
ઉત્તરઃ
ઘોડીની સ્વામીભક્તિ’ એ ગોહિલવાડની લોકકથા છે.

પ્રશ્ન 2.
આંબા પટેલને ગામના અને પરગામના સૌ કયા નામથી બોલાવતા?
ઉત્તરઃ
આંબા પટેલને ગામના અને પરગામના સી આંબાઅદા (દાદા) નામથી બોલાવતા.

પ્રશ્ન 3.
આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને કયો શોખ વળગેલો?
ઉત્તરઃ
આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો શોખ વળગેલો.

પ્રશ્ન 4.
ઘરનો કારભાર હાથમાં આવતાં આંબા પટેલ બાબરા જઈને શું મૂલવી લાવ્યા?
ઉત્તરઃ
ઘરનો કારભાર હાથમાં આવતાં આંબા પટેલ બાબરા જઈને છ મહિનાની વછેરી લઈ આવ્યા.

પ્રશ્ન 5.
આંબા પટેલ ભરવાડની ઝોકમાંથી શા માટે બે બકરીઓ લઈ આવ્યા?
ઉત્તર :
આંબા પટેલ ભરવાડની ઝોકમાંથી વછેરીને દૂધ પાવા માટે બે બકરીઓ લઈ આવ્યા.

પ્રશ્ન 6.
આંબા પટેલના બળદને કોનાં હડિયાએ ભારે કાહરી કરી?
ઉત્તરઃ
આંબા પટેલના બળદને ભાયા ભરવાડનાં હડિયાએ ભારે કાહરી કરી.

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

પ્રશ્ન 7.
મામાએ પોતાની જુવાન દીકરી અંગે ભાણેજને શી ભલામણ કરી?
ઉત્તરઃ
મામાએ પોતાની જુવાન દીકરી અંગે ભાણેજને સગાઈ(સગપણ)ની ભલામણ કરી.

પ્રશ્ન 8.
ઉપરવાસમાં કઈ નદીમાં ઘોડાપૂર આવ્યાં હતાં?
ઉત્તર :
ઉપરવાસમાં શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યાં હતાં.

પ્રશ્ન 9.
આંબા પટેલની ઘોડી શેત્રુંજી નદીમાં ખાબકી ત્યારે ગામના લોકોએ આંબા પટેલને કેવા કહ્યા?
ઉત્તરઃ
આંબા પટેલની ઘોડી શેત્રુંજી નદીમાં ખાબકી ત્યારે ગામના લોકોએ આંબા પટેલને છાતીચલો (હિંમતવાળો) કહ્યો.

પ્રશ્ન 10.
શેત્રુંજી નદીને કાંઠે પહોંચતાં જ આંબા પટેલે ઢેલ ઘોડીને શું કહીને આંસુ સાય?
ઉત્તર:
“બાપ ઢેલ, તેં આજ જીવતરનાં દાન દીધાં છે.” એમ કહીને શેત્રુંજી નદીને કાંઠે પહોંચતાં જ આંબા પટેલે આંસુ સાર્યા.

પ્રશ્ન 11.
ભાણેજના હાથમાંથી ઘોડી ઘેરીને કોણ ઢાળિયામાં લઈ ગયું?
ઉત્તરઃ
ભાણેજના હાથમાંથી ઘોડી દોરીને મામા ઢાળિયામાં લઈ ગયા.

પ્રશ્ન 12.
મામાએ ઘોડીનાં દળી, તંગ ને પેંગડાં ઉતારીને ક્યાં મૂક્યાં?
ઉત્તરઃ
મામાએ ઘોડીનાં દળી, તંગ ને પેંગડાં ઉતારીને ગમાણમાં મૂક્યાં.

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

પ્રશ્ન 13.
ઘોડીને ઢાળિયામાં લઈ જઈને, મામા સુંડલો ભરીને શું લઈ આવ્યા?
ઉત્તર:
ઘોડીને ઢાળિયામાં લઈ જઈને, મામા સુંડલો ભરીને ઘઉં લઈ આવ્યા.

પ્રશ્ન 14.
વાળુ કરતાં કરતાં મામા – ભાણેજે શી શી વાતો કરી?
ઉત્તર :
વાળુ કરતાં કરતાં મામા – ભાણેજે સુખદુઃખ ને વહેવારની વાતો કરી.

પ્રશ્ન 15.
નીચેનું વર્ણન કોના સંદર્ભમાં કરવામાં આવ્યું છે?
ડોકના ત્રણ – ત્રણ કટકા કરીને “મેઆઉ’, “મેઆઉ’ કરતા મોરલા ગહેકી ઊઠ્યા.
પહાડોએ પડઘા દીધા. આકાશમાં કાળાભઠ વાદળાં હડિયાપાટી લેવા માંડ્યાં…’
ઉત્તરઃ
ડોકના ત્રણ – ત્રણ કટકા કરીને ‘મેઆઉ”, “મેઆઉ’ કરતા મોરલા ગહેકી ઊઠ્યા.

પહાડોએ પડઘા દીધા. આકાશમાં કાળાભઠ વાદળાં હડિયાપાટી લેવા માંડ્યાં…” આ વર્ણન મેહુલાના સંદર્ભમાં કરવામાં આવ્યું છે.

પ્રશ્ન 16.
નીચેનું વર્ણન કોના વિશેનું છે?
આઈ શેતલ જાણે માથાના વાળ છુટ્ટા મેલીને રમણે ના ચડી હોય એમ એનાં પાણી ઘુઘવાટા મારે છે.’
ઉત્તરઃ
“આઈ શેતલ જાણે માથાના વાળ છુટ્ટા મેલીને રમણે ના ચડી હોય એમ એનાં પાણી ઘુઘવાટા મારે છે. આ વર્ણન શેત્રુજીનાં ઘોડાપૂર વિશેનું છે.

પ્રશ્ન 17.
સતલાંગ મારીને કાંઠે પડેલી ઘોડી શું કળી ગઈ?
ઉત્તરઃ
સતલાંગ મારીને કાંઠે પડેલી ઘોડી કળી ગઈ કે પોતાનો ધણી પાણીમાં રહી ગયો છે.

પ્રશ્ન 18.
“ઘોડીની સ્વામીભક્તિ’ પાઠ ક્યા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે?
ઉત્તરઃ
ઘોડીની સ્વામીભક્તિ’ પાઠ લોકસાહિત્યની અશ્વકથાઓ’માંથી લેવામાં આવ્યો છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

5. નીચે આપેલાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

પ્રશ્ન 1.

“અ” ઉક્તિ) “બ” (પાત્ર)
1. “કાલ્યનું વાળું ઘર્યે આવીને કરીશ.” a. આંબા પટેલનાં ઘરવાળાં
2. ‘ભલા થઈને હવારે મોહૂંઝણામાં જાવ તો? b. મામા
3. “ભાણા ભૈ, ઘરે હંધાય છે તો હાજાં નરવાં ને?’ c. આંબા પટેલ
4. “માળો ભારે છાતીસલો આદમી…!” e. સૌ (લોકો)

ઉત્તર :

“અ” ઉક્તિ) “બ” (પાત્ર)
1. “કાલ્યનું વાળું ઘર્યે આવીને કરીશ.” c. આંબા પટેલ
2. ‘ભલા થઈને હવારે મોહૂંઝણામાં જાવ તો? a. આંબા પટેલનાં ઘરવાળાં
3. “ભાણા ભૈ, ઘરે હંધાય છે તો હાજાં નરવાં ને?’ d. સૌ (લોકો)
4. “માળો ભારે છાતીસલો આદમી…!” b. મામા

પ્રશ્ન 2.

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી તું ને?” a. આંબા પટેલ
2. “પણ ભાયા ભરવાડનાં ઓહડિયાએ ભારે કાહરી કરી? b. પટલાણી
3. “આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે.” c. મામા
4. “.. જે કામ હોય ઈ પડતા મૂકીને મણાર (ગામ) આવીને રોટલા શિરાવજો.” d. મામી
e. સૌ (લોકો)

ઉત્તર :

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી તું ને?” d. મામી
2. “પણ ભાયા ભરવાડનાં ઓહડિયાએ ભારે કાહરી કરી? a. આંબા પટેલ
3. “આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે.” b. પટલાણી
4. “.. જે કામ હોય ઈ પડતા મૂકીને મણાર (ગામ) આવીને રોટલા શિરાવજો.” c. મામા

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

પ્રશ્ન 3.

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. “માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કંઈ!’ a. આંબા પટેલ
2. પટલાણીની દીકરી ને મને મોળું ઓહાણ આલો છો?” b. પટલાણી
3. “… ત્યાં લગણ હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લાવું છું.’ c. મામા
4. … રામ … રામ ! આવી પોગ્યો કે?’ d. મામી
e. લોકો

ઉત્તરઃ

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. “માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કંઈ!’ e. લોકો
2. પટલાણીની દીકરી ને મને મોળું ઓહાણ આલો છો?” a. આંબા પટેલ
3. “… ત્યાં લગણ હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લાવું છું.’ b. પટલાણી
4. … રામ … રામ ! આવી પોગ્યો કે?’ c. મામા

ઘોડીની સ્વામીભક્તિ વ્યાકરણ

માગ્યા પ્રમાણે ઉત્તર લખો:
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો:

  1. મૂશ્કેલ – (મુશ્કેલ, મૂશ્કેલ, મુશ્કેલ)
  2. રૂપિયા – (રૂપિયા, રુપીયા, રૂપીયા)
  3. વિજળી – (વીજળિ, વિજળ, વીજળી)
  4. પત્થર – (પથ્થર, પથ્થર, પત્થર)
  5. ઊંમરલાયક – (ઉમ્મરલાયક, ઊમ્મરલાયક, ઉંમરલાયક)
  6. ફળીયું – (ફળિઉં, ફળિયું, ફળીઉં)
  7. દિકરી – (દિકરિ, દીકરિ, દીકરી)
  8. ઉપાધી – (ઉપાધિ, ઉપાધિ, ઉપાધી)
  9. ઢાળીયું – (ઢાળિયું, ઢાળિયું, ઢાળીયું)
  10. ટિપુ – (ટીપું, ટિપું, ટીપું)

ઉત્તરઃ

  1. મુશ્કેલ
  2. રૂપિયા
  3. વીજળી
  4. પથ્થર
  5. ઉંમરલાયક
  6. ફળિયું
  7. દીકરી
  8. ઉપાધિ
  9. ઢાળિયું
  10. ટીપું

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ

  1. સમ્ + આચાર = (સમ્યાચાર, સદાચાર, સમાચાર)
  2. ઉપ + આધિ = (ઉપાધિ, ઉપાધિ, ઉપાધી)

ઉત્તરઃ

  1. સમાચાર
  2. ઉપાધિ

3. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

  1. કાળાભઠ – (મધ્યમપદલોપી, કર્મધારય, તપુરુષ)
  2. ઘોડાપૂર – (તપુરુષ, વન્દ્ર, મધ્યમપદલોપી)
  3. ગામલોકો – (દ્વન્દ્ર, ઉપપદ, તપુરુષ)
  4. પરગામ – (બહુવ્રીહિ, કર્મધારય, તપુરુષ)
  5. મહામુસીબત – (તપુરુષ, બહુવ્રીહિ, કર્મધારય)
  6. સવારસાંજ – (દ્વિગુ, કન્દ, તપુરુષ)
  7. સ્વામીભક્તિ – (બહુવ્રીહિ, ઉપપદ, તપુરુષ)
  8. રાત – વરત – (ઉપપદ, મધ્યમપદલોપી, કન્દ્ર)
  9. મધરાત – (મધ્યમપદલોપી, ઉપપદ, કર્મધારય)
  10. વીતકકથા – (ઉપપદ, કર્મધારય, મધ્યમપદલોપી)
  11. મામા – મામી – (કર્મધારય, હિંગુ, કન્ડ)
  12. ઉંમરલાયક – (કર્મધારય, તપુરુષ, દ્વન્દ્ર)

ઉત્તરઃ

  1. કર્મધારય
  2. મધ્યમપદલોપી
  3. તત્પરુષ
  4. કર્મધારય
  5. કર્મધારય
  6. હન્ડ
  7. પુરુષ
  8. દ્વન્દ્ર
  9. કર્મધારય
  10. મધ્યમપદલોપી
  11. દ્વન્દ્ર
  12. તપુરુષ

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

4. નીચેના શબ્દોને કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

  1. ચારેય
  2. પટલાણી
  3. દીવડો
  4. ઢાળિયું
  5. ઓળખાણ
  6. ઘડીભર
  7. મહારાજ
  8. ઓડિયો

ઉત્તરઃ

  1. પરપ્રત્યય
  2. પરપ્રત્યય
  3. પરપ્રત્યય
  4. પરપ્રત્યય
  5. પરપ્રત્યય
  6. પરપ્રત્યય
  7. એક પણ પ્રત્યય નહિ
  8. પરપ્રત્યય

5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

  1. માવજત = (સારસંભાળ, માવતર, ધ્યાન)
  2. સંધાય = (બધાં, જોડાણ, ભેગાં)
  3. સંધેવો = (સંદેશો, વિગત, હકીકત)
  4. મઝરો = (સ્પષ્ટ, ઝાંખો, આરપાર)
  5. ધરાહાર = (બિલકુલ, જમીનનું, ભૂમિદાન)
  6. અહૂરવેળા = (શત્રુસમય, શત્રુસંહાર, કસમય)

ઉત્તરઃ

  1. સારસંભાળ
  2. બધાં
  3. સંદેશો
  4. ઝાંખો
  5. બિલકુલ
  6. કસમય

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

6. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ

  1. વછેરી – (જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક)
  2. દૂધ – (દ્રવ્યવાચક, ભાવવાચક, જાતિવાચક)
  3. ભય – (ભાવવાચક, જાતિવાચક, વ્યક્તિવાચક)
  4. શેતરંજી – (વ્યક્તિવાચક, જાતિવાચક, ભાવવાચક)
  5. બાજરો – (દ્રવ્યવાચક, ભાવવાચક, જાતિવાચક)
  6. ઘી – (ભાવવાચક, દ્રવ્યવાચક, જાતિવાચક)
  7. નદી – (જાતિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક)
  8. તળાજા – (દ્રવ્યવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક)

ઉત્તર :

  1. જાતિવાચક
  2. દ્રવ્યવાચક
  3. ભાવવાચક
  4. વ્યક્તિવાચક
  5. દ્રવ્યવાચક
  6. દ્રવ્યવાચક
  7. જાતિવાચક
  8. વ્યક્તિવાચક

7. નીચેનાં વાક્યોમાંના અલંકારનો પ્રકાર લખોઃ

  1. આંબા પટેલે વછેરીનું જીવની જેમ જતન કરવા માંડ્યું. – (ઉપમા, રૂપક, ઉન્મેલા)
  2. આઈ શેતલ જાણે માથાના વાળ છુટ્ટા મેલીને રમણે ના ચડી હોય એમ એનાં પાણી ઘુઘવાટા મારે છે. – (ઉપમા, રૂપક, ઉન્મેલા)
  3. પાણીનાં મોજાં ઘોડીને દડાની જેમ ઉછાળે છે. – (ઉપમા, અનન્વય, સજીવારોપણ)
  4. ઢેલ મણાર ગામને મારગે વીજળીના સળાવાની જેમ વહેતી થઈ. – (યમક, શ્લેષ, ઉપમા)
  5. … વછેરી દીએ નો વધે એટલી રાતે ને રાતે નો વધે ? એટલી દીએ ઝપાટા મોઢે વળે ચડી. – (અતિશયોક્તિ, ઉપમા, યમક)

ઉત્તરઃ

  1. ઉપમા
  2. ઉમ્બેલા
  3. ઉપમા
  4. ઉપમા
  5. અતિશયોક્તિ

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

નીચેના પ્રશ્નોને માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ

8. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખોઃ

  • આડાં ફરી વળવું – રોકવું, ન જવા દેવું
  • ચૂડલો અમર રાખવો – સ્ત્રીનું અખંડ સૌભાગ્ય જાળવવું
  • રમણે ચડવું – જોસમાં આવવું
  • શોખ વળગવો – મનગમતી વસ્તુની ચાહ કે ઇચ્છા થવી
  • કારભાર હાથમાં આવવો – વહીવટ સંભાળવાની જવાબદારી આવી પડવી
  • ઝપાટા મોઢે વળે જવું – ખૂબ ઝડપથી મોટા થવું
  • સારાં – મોળાં ઓહાણ આવવાંસાચા – ખોટા વિચાર આવવા
  • મન પાછું પડવું – હા ન પાડવી, કબૂલ ન થવું
  • ખાટું – મોળું થઈ જવું – બગડી જવું, ફરક પડવો
  • ઉપાધિનો પાર કરાવી મૂકવું મુશ્કેલીમાં આવી પડવું
  • મોળું ઓહાણ આલવું – કમજોર કરવો
  • ગજર ભાંગવો – (અહીં) સમય પૂરો થવો
  • બાથમાં ઘાલવું – ભેટવું, આલિંગન આપવું
  • ઘોડીને રમતી કરવી – ઘોડીને દોડતી કરવી
  • મૂંઝવણના વમળમાં ફસાવું – મૂંઝવણથી ઘેરાઈ જવું
  • કાહરી ન ફાવવી – કરામત કે કુશળતા વ્યર્થ જવી, નાઇલાજ થઈ જવું
  • સાંબેલાની ધારે માથે મંડાવો – સાંબેલાની ધાર જેવો જાડી ધારે પુષ્કળ વરસાદ પડવો
  • કળી જવું – સમજાઈ જવું
  • જીવની જેમ જતન કરવું – વહાલથી કે મનથી સંભાળ લેવી
  • દીએ નો વધે એટલી રાતે વધે ને રાતે નો વધે એટલી દીએ વધે – ખૂબ ઝડપથી મોટા થવું
  • પેટ દેવું – મનની વાત કહેવી
  • લીલાલહેર કરવી – મોજમજા કરવી
  • મનનો ભાર હળવો કરવો – ચિંતા દૂર કરવી
  • એકના બે ન થવું – વાત પર મક્કમ રહેવું
  • છોકરમત કરવી – બાળક જેવી હઠ પકડવી
  • બોર આંસુ સરી પડવાં – બોર જેવડાં આંસુ સરી પડવાં, પુષ્કળ રડવું
  • જીવતરનાં દાન દેવાં – કુરબાન થઈ જવું
  • બે ઘોડે વાટ જોવી – આતુરતાથી રાહ જોવી

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

9. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

  • કાઠિયાવાડનો ભાવનગર આસપાસનો પ્રદેશ – ગોહિલવાડ
  • માટીની ભીંત કે ગારવાળું નાનું મકાન – ખોરડું
  • સાંજ પછીનું ભોજન – વાળું
  • ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ – જોગાણ
  • ઊછળે નહિ, છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ – રેવાળ કે રેવાલ
  • ઘેટાં – બકરાંનો વાડો – ઝોક
  • ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું – પેંગડું
  • ઘોડાના જીન (પલાણ)ની રૂ કે ઊનની ગાદી – દળી
  • જીન ખસી ન જાય તે માટે ઘોડાના પેટને કસીને બાંધેલો પટ્ટો – તંગ
  • ઢોરની નીરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા – ગમાણ

10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ

  1. મુશ્કેલ
  2. નવું
  3. એક
  4. ઓતરાદી
  5. ધરતી
  6. દયા

ઉત્તરઃ

  1. મુશ્કેલ ✗ સરળ
  2. નવું ✗ જૂનું
  3. એક ✗ અનેક
  4. ઓતરાદી ✗ દખણાદી
  5. ધરતી ✗ આસમાન
  6. દયા ✗ ક્રૂરતા

11. નીચેના શબ્દોના અર્થ આપોઃ

  1. પૂર – પુર
  2. પાણી – પાણિ
  3. શિલા – શીલા
  4. શોખ – શોક – શૉક્ય
  5. ચોકડું – ચોકઠું
  6. આંખો – આખો

ઉત્તરઃ

  1. પૂર – પૂરેપૂર, રેલ
  2. પાણી – જળ
    પુર – શહેર
    પાણિ – હાથ
  3. શિલા – મોટો પથ્થર
  4. શોખ – હાંસ, ઇચ્છા
    શીલા – ચારિત્ર્યવાન સ્ત્રી
    શોક – ખેદ, દિલગીરી
    શૉક્સ – પતિની બીજી સ્ત્રી
  5. ચોકડું – કાનનું એક ઘરેણું
    ચોકઠું – ચોખંડો ઘાટ
  6. આંખો – નેત્ર, ચક્ષુ (બ.વ.)
    આખો – અખંડ

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

12. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ

  1. મોર્ય
  2. મલક
  3. ટીસિયું
  4. ગોતવું
  5. પંડ્યા
  6. કાલ્ય
  7. ચડવ
  8. ખાંત
  9. વહ્યા જવું
  10. હેઠું
  11. વાવડ
  12. નકર
  13. કામજોગ
  14. ધોડાવવું
  15. વાળું
  16. અટાણે
  17. ઘર્યો
  18. આયું
  19. હુરમત કરવી
  20. વન્યા
  21. નૈ રો
  22. લાખ રૂપિયાનું
  23. થાતીકને
  24. પોગવું
  25. હાલવું
  26. ઈમાંનો
  27. ખડકી
  28. હાજા – નરવાં
  29. પનરક દી
  30. ધોડવું
  31. બારામાં
  32. ઓતરાદી
  33. ગદરો
  34. દેખાણો
  35. બઘડાટી
  36. ખાબકવું
  37. અરેકારો
  38. તાણ
  39. કાહરી
  40. ગણ
  41. હેમખેમ
  42. રહોડું
  43. અહૂરવેળા
  44. હડિયાપાટી
  45. હડિયાં
  46. કોર્ય
  47. ટૂંકડું

ઉત્તરઃ

  1. પહેલાં
  2. પ્રદેશ
  3. અણીદાર છેડો
  4. શોધવું
  5. પોતાના
  6. કાલ
  7. સવાર
  8. હોંશે
  9. ચાલ્યા જવું
  10. નીચે
  11. સમાચાર
  12. નહિતર
  13. કામસર
  14. દોડાવવું
  15. રાતનું ભોજન
  16. અત્યારે
  17. ઘરે
  18. આવ્યું
  19. આબરૂ સાચવવી
  20. વગર
  21. નહિ રહો
  22. પ્રતિષ્ઠિત
  23. થઈને
  24. પહોંચવું
  25. ચાલવું
  26. એમાંનો
  27. ડેલીનો દરવાજો
  28. તાજામાજા
  29. પંદરેક દિવસ
  30. દોડવું
  31. વિષયમાં
  32. ઉત્તર દિશાનું
  33. કાદવ
  34. દેખાયો
  35. ધાંધલધમાલ
  36. ઊંચેથી કૂદવું
  37. અરેરાટી
  38. ખેંચાણ
  39. યુક્તિ કે પ્રયત્ન
  40. આભાર
  41. ક્ષેમકુશળ, સુખરૂપ
  42. રસોડું
  43. કસમયે
  44. દોડાદોડ
  45. ઔષધિ
  46. બાજુ
  47. નજીક

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

13. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો:

  1. પચાસેક વરસ મોર્યની વાત છે.
  2. “અટાણે તો ચારે પગે ધોડતો થૈ ગ્યો સે.’
  3. આકાશમાં કાળાભંઠ વાદળાં હડિયાપાટી લેવા માંડ્યાં.
  4. ત્યાં જાતવાન ઘોડી કળી ગઈ.
  5. “માળો ભારે છાતીસલો આદમી …”

ઉત્તરઃ

  1. પચાસેક – સંખ્યાવાચક
  2. ચારે – સંખ્યાવાચક
  3. કાળાંમંઠ – ગુણ(રંગ)વાચક
  4. જાતવાન – ગુણવાચક
  5. ભારે છાતીસલો – ગુણવાચક

14. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખો:

  1. કોઈ દી નઈ ને મામાએ આજ આવા વાવડ કેમ કેવરાવ્યા હશે?
  2. મામા હડી કાઢીને મેડીએથી હેઠે ઊતર્યા.
  3. ‘બાપડી ઢેલ, પાણીમાં બહુ મઉ થે ગઈ હશે…”
  4. “મારું બેટું, તાણ ભારે છે. આવા તાણમાં ઘોડી બાપડી તાકાતેય કેટલી કરે?
  5. “બાપ ઢેલ, તેં આજ જીવતરનાં દાન દીધાં છે.’

ઉત્તરઃ

  1. આજ – સમયવાચક
  2. હડી કાઢીને – રીતિવાચક
  3. બહુ – માત્રાસૂચક
  4. ભારે – માત્રાસૂચક, કેટલી – રીતિવાચક
  5. આજ – સમયવાચક

15. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language) 1

16. નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

પ્રશ્ન 1.

“અ” “બ”
1. કર્તરિરચના 1. ઘોડીથી મહામુસીબતે કાંઠે અવાયું.
2. કર્મણિરચના 2. મામાએ મનનો ભાર હળવો કર્યો.
3. આંબા પટેલથી ખાંતે ખાંતે એને રેવાળ શીખવવામાં આવી.

ઉત્તરઃ

“અ” “બ”
1. કર્તરિરચના મામાએ મનનો ભાર હળવો કર્યો.
2. કર્મણિરચના ઘોડીથી મહામુસીબતે કાંઠે અવાયું.

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

પ્રશ્ન 2.

“અ” “બ”
1. કર્તરિરચના 1. આંબા પટેલથી વાવડીના મારગે ઘોડી રમતી મુકાઈ.
2. કર્મણિરચના 2. મેડીએ ખાટલા ઢાળીને બેય સૂતા.
3. ભાણેજ ઘોડી પરથી નીચે ઊતર્યો.

ઉત્તરઃ

“અ” “બ”
1. કર્તરિરચના ભાણેજ ઘોડી પરથી નીચે ઊતર્યો.
2. કર્મણિરચના આંબા પટેલથી વાવડીના મારગે ઘોડી રમતી મુકાઈ.

પ્રશ્ન 3.

“અ” “બ”
1. ભાવેરચના 1. એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો.
2. પ્રેરકરચના 2 પાણીનાં મોજાં ઘોડીને દડાની જેમ ઉછાળે છે.
3. ઘોડીથી મહામુસીબતે કાંઠે અવાયું.

ઉત્તરઃ

“અ” “બ”
1. ભાવેરચના ઘોડીથી મહામુસીબતે કાંઠે અવાયું.
2. પ્રેરકરચના એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો.

17. નીચેનાં વાક્યોની પ્રેરક વાક્યરચના બનાવોઃ

  1. રૂપાળી વછેરીના ચારેય પગ ને કપાળ ધોળેલાં હતાં.
  2. કોઈ દી નઈ ને મામાએ આજ આવા વાવડ કેમ કહ્યા હશે?
  3. દળી, તંગ ને પેંગડાં ઉતારીને ગમાણમાં મૂક્યાં.
  4. મામીએ તૈયાર રાખેલાં વાળુ કાઢ્યાં.

ઉત્તર :

  1. રૂપાળી વછેરીના ચારેય પગ ને કપાળ (કોઈની પાસે) ધોળાવેલાં હતાં.
  2. કોઈ દી નઈ ને મામાએ આજ આવા વાવડ કેમ કેવરાવ્યા હશે?
  3. દળી, તંગ ને પેંગડાં ઉતારીને ગમાણમાં મુકાવ્યાં.
  4. મામીએ તૈયાર રાખેલાં વાળુ દીકરી પાસે કાઢાવ્યાં.

ઘોડીની સ્વામીભક્તિ Summary in Gujarati

ઘોડીની સ્વામીભક્તિ પાઠ – પરિચય
Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language) 2
– જોરાવરસિંહ જાદવ [જન્મ: 10 – 02 – 1940].

ઘોડીની સ્વામીભક્તિ’, લોકકથામાં ગોહિલવાડમાં આવેલ વાવડી ગામના વતની અને અશ્વના શોખીન આંબા વાછાણીની કથાને નિરૂપી છે. પોતાનો શોખ પૂરો કરવા આંબા પટેલ બાબરાથી ઢેલ(ઘોડીની જાત)ની અસલ ઓલાદની છ મહિનાની વછેરીને ખરીદીને લઈ આવ્યા.

Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)

એ વછેરીનું જીવની જેમ જતન કર્યું, એને પોતાના સંતાનની જેમ વહાલથી ઉછેરી, એને રેવાળની ચાલ શીખવી. આ જાતવાન ઘોડીએ પણ પોતાના માલિક પ્રત્યે વફાદારી અને સ્વામીભક્તિ દર્શાવવામાં કોઈ કચાશ રાખી નહિ.

લેખકે આ લોકકથામાં વિષયને અનુરૂપ સૌરાષ્ટ્રની તળપદી બોલીનું જોમ, ખમીર, મીઠાશ અને પ્રેમાળ જીવનને પણ વણી લીધા. માણસ અને પશુ બંને એકબીજા સાથે પ્રેમ અને વફાદારી કેવાં નિભાવે છે એનું સચોટ દષ્ટાંત આંબા વાછાણી અને ઘોડી પૂરું પાડે છે.

ઘોડીની સ્વામીભક્તિ શબ્દાર્થ

  1. મોર્ય – પહેલાં.
  2. ગોહિલવાડ – કાઠિયાવાડનો ભાવનગર આસપાસના પ્રદેશ.
  3. મલક – પ્રદેશ.
  4. સંધાય – બધાય.
  5. જબરો – ભારે.
  6. અસલ – મૂળ, (અહીં) ઉત્તમ.
  7. ઓલાદ – સંતતિ, વંશ, (અહીં) જાત.
  8. વછેરી – નાની ઘોડી.
  9. મૂલવવું – કિંમત આંકવી.
  10. જોટો – જોડ.
  11. પંથક – પ્રદેશ.
  12. સોંસરવું – આરપાર.
  13. જતન – કાળજી.
  14. ઝોક – ઘેટાં – બકરાંનો વાડો.
  15. રેવાળ – ઊછળે નહિ, છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ.
  16. કોઠો – (અહીં) ગર્ભ.
  17. અવતરવું – જન્મવું.
  18. માલૂમ – જાણ. Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)
  19. શિરાવવું – નાસ્તો કરવો.
  20. ઓહાણ – ખ્યાલ.
  21. આગંતુક – આવી ચડેલું.
  22. ઢાળિયો – ઢાળવાળું છાપરું.
  23. ફળિયું – આંગણું, મહોલ્લો.
  24. સાદ દેવો – બૂમ પાડવી.
  25. રાત – વરત – રાત.
  26. ચોકડું – ઘોડાના મોંમાં રહેતો લગામનો લોઢાનો ભાગ.
  27. રાંગમાં રમવી – વ્યવસ્થિત રીતે દોડવી.
  28. ટોણો – મહેણું, મર્મવચન.
  29. સળાવા – ઝબકારા.
  30. ગાઉ – દોઢેક માઈલ કે અઢી કિલોમીટરનું અંતર.
  31. પંથ – રસ્તો.
  32. સૂંડલો – ટોપલો.
  33. સંબંધ – સગાઈ, સગપણ, સાબદા
  34. થવું – તૈયાર થવું.
  35. તાણ કરવી – આગ્રહ કરવો.
  36. કચવાવું – દિલગીર થવું, મનમાં મૂંઝાવું.
  37. કાળું ડિબાંગ – તદ્દન કાળું.
  38. મેહુલો – વરસાદ, મેવલો.
  39. મેઆઉ મેઆઉ – મોરના ટહુકવાનો અવાજ.
  40. ગહેકવું – મોરનું ટકવું.
  41. પડઘા દેવા – સામો અવાજ આવવો, પ્રતિઘોષ થવો.
  42. કાળાંબંઠ – તદ્દન કાળું.
  43. ઘૂઘવાટા મારવા – ઘૂ ઘૂ એવો અવાજ કરવો.
  44. પગના સેલારા મારવા – પાણીમાં પડી આગળ વધવા માટે પગથી આંચકો આપવો.
  45. તાણ ભારે હોવી – પાણીના વહેણનું પુષ્કળ જોર હોવું.
  46. તાકાતેય કેટલી કરે? – જોર પણ કેટલું કરે?
  47. સાંબેલું – ખાંડવાનું એક સાધન.
  48. પાણીના લોહ – પાણીનાં લાટ જેવાં મોજાં.
  49. મૂંઝવણ – અકળામણ, ગભરાટ, ઉચાટ, વમળ વહેતાં પાણીમાં થતું કુંડાળું, ભમરી.
  50. ફસાવું – સપડાવું.
  51. છોકરમત – બાળક જેવી હઠ.
  52. સઘળી – સંપૂર્ણ, બધી. Class 10 Gujarati Textbook Solutions Chapter 24 ઘોડીની સ્વામીભક્તિ (First Language)
  53. વીતકકથા – વીતેલા સંકટની વાત.
  54. ચૂડલો – ચૂડો, સ્ત્રીઓના હાથનું એક ઘરેણું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *