Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 13 ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – I Important Questions and Answers.
GSEB Class 9 Social Science Important Questions Chapter 13 ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – I
નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો: [પ્રત્યેકનો 1 ગુણ]
પ્રશ્ન 1.
ભારતની મધ્યમાંથી અ …………………. વૃત્ત પસાર થાય છે.
A. વિષુવ
B. કર્ક
C. મકર
ઉત્તરઃ
B. કર્ક
પ્રશ્ન 2.
ભારતમાં સૂર્યોદયનો આરંભ …………………….. માં થાય છે.
A. ગુજરાત
B. અસમ
C. અરુણાચલ પ્રદેશ
ઉત્તરઃ
C. અરુણાચલ પ્રદેશ
પ્રશ્ન 3.
ભારતની પ્રમાણસમય રેખા ……………………… રાજ્યોમાંથી પસાર થાય છે.
A. પાંચ
B. સાત
C. નવ
ઉત્તરઃ
A. પાંચ
પ્રશ્ન 4.
ક્ષેત્રફળની દષ્ટિએ જગતમાં ભારત …………………….. ક્રમે આવે છે.
A. ચોથા
B. છઠ્ઠા
C. સાતમા
ઉત્તરઃ
C. સાતમા
પ્રશ્ન 5.
ભારતની દક્ષિણે ……………………… મહાસાગર આવેલો છે.
A. હિંદ
B. પૅસિફિક
C. ઍટલૅન્ટિક
ઉત્તરઃ
A. હિંદ
પ્રશ્ન 6.
ભારત અને યુરોપ વચ્ચેનું અંતર ………………………. નહેરને કારણે 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે.
A. યમુના
B. પનામા
C. સુએઝ
ઉત્તરઃ
C. સુએઝ
પ્રશ્ન 7.
બંગાળની ખાડીમાં ભારતના ………………… ટાપુઓ આવેલા છે.
A. અંદમાન-નિકોબાર
B. લક્ષદ્વીપ
C. માલદીવ
ઉત્તરઃ
A. અંદમાન-નિકોબાર
પ્રશ્ન 8.
ક્ષેત્રફળની દષ્ટિએ વિશ્વના ……………………….. દેશો ભારતથી મોટા છે.
A. ચાર
B. પાંચ
C. છ
ઉત્તરઃ
C. છ
પ્રશ્ન 9.
ભારત ……………………… મહાસાગરના શીર્ષસ્થ સ્થાને આવેલો છે.
A. હિંદ
B. ઍટલૅન્ટિક
C. પૅસિફિક
ઉત્તરઃ
A. હિંદ
પ્રશ્ન 10.
ભારતમાં …………………. રાજ્યો અને ……………………. કેન્દ્રશાસિત પ્રદેશો છે. 3
A. 26, 9
B. 28, 7
C. 29, 6
ઉત્તરઃ
C. 29, 6
પ્રશ્ન 11.
ભારત અને શ્રીલંકા ……………………….. ની સામુદ્રધુની દ્વારા અલગ પડે છે.
A. પાલ્ક
B. મનાર
C. કુક
ઉત્તરઃ
A. પાલ્ક
પ્રશ્ન 12.
મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા …………………….. છે.
A. પાંચ
B. છ
C. સાત
ઉત્તરઃ
C. સાત
પ્રશ્ન 13.
અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર ……………………….. થાય છે.
A. ગેડીકરણ
B. સ્વરભંગ
C. હલનચલન
ઉત્તરઃ
B. સ્વરભંગ
પ્રશ્ન 14.
દક્ષિણનો …………………… પ્રદેશ ભારતનો પ્રાચીનતમ પ્રદેશ છે.
A. ભૂકંપીય
B. દ્વીપકલ્પીય
C. જ્વાળામુખીય
ઉત્તરઃ
B. દ્વીપકલ્પીય
પ્રશ્ન 15.
ભારત અને શ્રીલંકા વચ્ચે ………………….. નો અખાત આવેલો છે.
A. મેક્સિકો
B. બેરિંગ
C. અનાર
ઉત્તરઃ
C. અનાર
(અ) નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખો [પ્રત્યેકનો 1 ગુણ]
પ્રશ્ન 1.
ભારતની મધ્યમાં થઈને કયું વૃત્ત પસાર થાય છે?
A. કર્કવૃત્ત
B. વિષુવવૃત્ત
C. મકરવૃત્ત
D. દક્ષિણ ધ્રુવવૃત્ત
ઉત્તર:
A. કર્કવૃત્ત
પ્રશ્ન 2.
ભારતીય દ્વિીપકલ્પની દક્ષિણે ક્યો મહાસાગર આવેલો છે?
A. ઍટલૅટિક મહાસાગર
B. પૅસિફિક મહાસાગર
C. આટિક મહાસાગર
D. હિંદ મહાસાગર
ઉત્તર:
D. હિંદ મહાસાગર
પ્રશ્ન 3.
ઇન્ડોનેશિયાની કઈ સામુદ્રધુનીમાં થઈને પૅસિફિક મહાસાગર પસાર કરીએ તો કેનેડા અને યુ.એસ.એ. પહોંચી શકાય છે?
A. મલાક્કા
B. બેરિંગ
C. પાલ્ક
D. ડેઇક
ઉત્તર:
A. મલાક્કા
પ્રશ્ન 4.
લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે?
A. બંગાળની ખાડીમાં
B. હિંદ મહાસાગરમાં
C. ખંભાતના અખાતમાં
D. અરબ સાગરમાં
ઉત્તર:
D. અરબ સાગરમાં
પ્રશ્ન 5.
અંદમાન-નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે?
A. બંગાળની ખાડીમાં
B. અરબ સાગરમાં
C. હિંદ મહાસાગરમાં
D. ખંભાતના અખાતમાં
ઉત્તર:
A. બંગાળની ખાડીમાં
પ્રશ્ન 6.
ભારત કરોડો વર્ષ પહેલાં કયા પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો?
A. અપસારી પ્લેટ
B. યુરેશિયન પ્લેટ
C. અભિસારી પ્લેટ
D. ગોંડવાનાલૅન્ડ
ઉત્તર:
D. ગોંડવાનાલૅન્ડ
પ્રશ્ન 7.
જગતમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?
A. ચીન
B. યુ.એસ.એ.
C. ભારત
D. રશિયા
ઉત્તર:
C. ભારત
પ્રશ્ન 8.
ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો આશરે કેટલા અંશ જેટલા છે?
A. 30
B. 35
C. 25
D. 20
ઉત્તર:
A. 30
પ્રશ્ન 9.
ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે?
A. 2933
B. 3070
C. 3120
D. 3214
ઉત્તર:
D. 3214
પ્રશ્ન 10.
ભારતનો પૂર્વ-પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે?
A. 3214
B. 3180
C. 2933
D. 3030
ઉત્તર:
C. 2933
પ્રશ્ન 11.
ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલા સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક છે?
A. અડધા કલાકનો
B. બે કલાકનો
C. દોઢ કલાકનો
D. એક કલાકનો
ઉત્તર:
C. દોઢ કલાકનો
પ્રશ્ન 12.
પશ્ચિમ ગુજરાતમાં રાત બાકી હોય છે એ જ સમયે ભારતના પૂર્વ ભાગના ક્યા પ્રદેશમાં સૂર્યોદય થાય છે?
A. અરુણાચલ પ્રદેશ
B. ઉત્તર પ્રદેશ
C. આંધ્ર પ્રદેશ
D. હિમાચલ પ્રદેશ
ઉત્તર:
A. અરુણાચલ પ્રદેશ
પ્રશ્ન 13.
ભારતનો પ્રમાણસમય કયા રેખાંશવૃત્ત પરથી ગણાય છે?
A. 80° પૂર્વ રેખાંશવૃત્ત
B. 78°5′ પૂર્વ રેખાંશવૃત્ત
C. 82°30′ પૂર્વ રેખાંશવૃત્ત
D. 85° પૂર્વ રેખાંશવૃત્ત
ઉત્તર:
C. 82°30′ પૂર્વ રેખાંશવૃત્ત
પ્રશ્ન 14.
ભારતની પ્રમાણસમય રેખા કેટલાં રાજ્યોમાંથી પસાર થાય છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
D. પાંચ
પ્રશ્ન 15.
ક્ષેત્રફળની દષ્ટિએ જગતમાં ભારત કયા ક્રમે આવે છે?
A. છઠ્ઠા
B. પાંચમા
C. સાતમા
D. આઠમા
ઉત્તર:
C. સાતમા
પ્રશ્ન 16.
વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે?
A. સાત
B. છ
C. આઠ
D. નવ
ઉત્તર:
B. છ
પ્રશ્ન 17.
ભારતીય દ્વિીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે?
A. લૅબ્રડૉર સાગર
B. બાંદા સાગર
C. બેરિંગ સાગર
D. અરબ સાગર
ઉત્તર:
D. અરબ સાગર
પ્રશ્ન 18.
ભારતમાં આજે (ઈ. સ. 2016) કુલ કેટલાં રાજ્યો અને કેટલા સંઘ શાસિત પ્રદેશો છે?
A. 32 રાજ્યો અને 10 સંઘશાસિત પ્રદેશો
B. 31 રાજ્યો અને 9 સંઘશાસિત પ્રદેશો
C. 28 રાજ્યો અને 6 સંઘશાસિત પ્રદેશો
D. 29 રાજ્યો અને 6 સંઘશાસિત પ્રદેશો
ઉત્તર:
D. 29 રાજ્યો અને 6 સંઘશાસિત પ્રદેશો
પ્રશ્ન 19.
મુખ્ય મૃદાવરણીય પ્લેટો કેટલી છે?
A. પાંચ
B. છ
C. સાત
D. આઠ
ઉત્તર:
C. સાત
પ્રશ્ન 20.
ઈન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી ટેથિસ સમુદ્રમાંથી કઈ પર્વતશ્રેણીનું નિર્માણ થયું હતું?
A. હિમાલય
B. ઍન્ડીઝ
C. રૉકી
D. અલ્સ
ઉત્તર:
A. હિમાલય
પ્રશ્ન 21.
ભારતનો કયો પ્રાકૃતિક પ્રદેશ પ્રાચીનતમ પ્રદેશ છે?
A. દ્વીપસમૂહો
B. દક્ષિણની દ્વીપકલ્પીય પ્રદેશ
C. ઉત્તરનો મેદાની પ્રદેશ
D. ઉત્તરનો પર્વતીય પ્રદેશ
ઉત્તર:
B. દક્ષિણની દ્વીપકલ્પીય પ્રદેશ
પ્રશ્ન 22.
કઈ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે?
A. અગ્નિત પ્લેટો
B. પ્રસ્તર પ્લેટો
C. રૂપાંતરિત પ્લેટો
D. વિકત પ્લેટો
ઉત્તર:
C. રૂપાંતરિત પ્લેટો
પ્રશ્ન 23.
કયું અક્ષાંશવૃત્ત ભારતને બે ભાગોમાં વિભાજિત કરે છે?
A. વિષુવવૃત્ત
B. મકરવૃત્ત
C. કર્કવૃત્ત
D. ઉત્તર ધ્રુવવૃત્ત
ઉત્તર:
C. કર્કવૃત્ત
(બ) માગ્યા મુજબ ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]
પ્રશ્ન 1.
નીચે આપેલાં રાજ્યોનો ઉત્તરથી દક્ષિણ દિશા તરફનો સાચો ક્રમ જણાવો.
A. કેરલ, આંધ્ર પ્રદેશ, દિલ્લી, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ
B. આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી, કેરલ
C. કેરલ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ
D. ઉત્તરાખંડ, દિલ્લી, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરલ
ઉત્તર:
D. ઉત્તરાખંડ, દિલ્લી, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરલ
પ્રશ્ન 2.
નીચે આપેલા રાજ્યોનો પૂર્વથી પશ્ચિમ દિશા તરફનો સાચો ક્રમ જણાવો.
A. મધ્ય પ્રદેશ, ઝારખંડ, મણિપુર, ગુજરાત
B. ઝારખંડ, મણિપુર, ગુજરાત, મધ્ય પ્રદેશ
C. મણિપુર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ગુજરાત
D. ગુજરાત, મધ્ય પ્રદેશ, મણિપુર, ઝારખંડ
ઉત્તરઃ
C. મણિપુર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ગુજરાત
પ્રશ્ન 3.
નીચે આપેલાં રાજ્યોનો પશ્ચિમથી પૂર્વ દિશા તરફનો સાચો ક્રમ જણાવો.
A. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મેઘાલય
B. બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મેઘાલય
C. મેઘાલય, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન
D. રાજસ્થાન, મેઘાલય, બિહાર, ઉત્તર પ્રદેશ
ઉત્તરઃ
A. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મેઘાલય
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ [પ્રત્યેકનો 1 ગુણ]
(1) ભારતદેશ ઉત્તર ગોળાર્ધમાં આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે.
ઉત્તર:
ખોટું
(2) ભારતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ આશરે 2933 કિલોમીટર છે.
ઉત્તર:
ખરું
(3) ભારતનું ક્ષેત્રફળ જગતના ભૂ-ક્ષેત્રના આશરે 2.42 % છે.
ઉત્તર:
ખરું
(4) ઇન્ડોનેશિયા ભારતના પાડોશી દેશ છે.
ઉત્તર:
ખોટું
(5) ભારતના લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં આવેલા છે.
ઉત્તર:
ખરું
(6) ભારતની પ્રમાણસમય રેખા 80°30′ પૂર્વ રેખાંશવૃત્ત છે.
ઉત્તર:
ખોટું
(7) ભારતની પ્રમાણસમય રેખા પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે.
ઉત્તર:
ખરું
(8) ભારતની દક્ષિણે પૅસિફિક મહાસાગર આવેલો છે.
ઉત્તર:
ખોટું
(9) ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે.
ઉત્તર:
ખરું
(10) ક્ષેત્રફળની દષ્ટિએ વિશ્વના સાત દેશો ભારતથી મોટા છે.
ઉત્તર:
ખોટું
(11) દિલ્લીનું રાજ્ય ભારતની રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ છે.
ઉત્તર:
ખરું
(12) અંદમાન-નિકોબાર ટાપુઓ હિંદ મહાસાગરમાં આવેલા છે.
ઉત્તર:
ખોટું
(13) ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાનાલૅન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો.
ઉત્તર:
ખરું
(14) સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે લગભગ 6000 કિલોમીટરનું અંતર ઘટી ગયું છે.
ઉત્તર:
ખોટું
(15) ભારત સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.
ઉત્તર:
ખરું
નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખોઃ [પ્રત્યેકનો 1 ગુણ]
(1) ભારતીય સંસ્કૃતિ કઈ ભાવના ધરાવે છે? – સમન્વયકારી
(2) ભૌગોલિક દષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? – ઉત્તર
(3) ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? – કર્કવૃત્ત
(4) ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં સૂર્યોદય થાય છે? – અરુણાચલ પ્રદેશ
(5) ક્ષેત્રફળની દષ્ટિએ વિશ્વમાં ભારત ક્યા ક્રમે આવે છે? – સાતમા
(6) વિશ્વમાં કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે? – છ
(7) ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે? – અરબ સાગર
(8) ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? – હિંદ
(9) ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં કઈ ખાડી આવેલી છે? – બંગાળાની
(10) ભારત કયા ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે? – પૂર્વ
(11) હિંદ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને કયો દેશ આવેલો છે? – ભારત
(12) ઈ. સ. 1869માં કઈ નહેર શરૂ થઈ હતી? – સુએઝ
(13) ઇન્ડોનેશિયાની કઈ સામુદ્રધુની થઈને પૅસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યૂ.એસ.એ. પહોંચી શકાય છે? – મલાક્કાની
(14) ભારતની જમીન સીમા ઉત્તર-પશ્ચિમમાં કયા દેશો સાથે જોડાયેલી છે? – પાકિસ્તાન અને અફઘાનિસ્તાન
(15) ભારતની જમીન સીમા પૂર્વમાં કયા દેશો સાથે જોડાયેલી છે? – બાંગ્લાદેશ અને મ્યાનમાર
(16) ભારતની દક્ષિણ દિશામાં સમુદ્રકિનારે કયા પડોશી દેશો આવેલા છે? – શ્રીલંકા અને માલદીવ
(17) ભારત અને શ્રીલંકા કઈ સામુદ્રધુની દ્વારા એકબીજાથી અલગ પડે છે? – પાલ્ક(PALK)ની
(18) ભારત અને શ્રીલંકા કયા અખાત દ્વારા એકબીજાથી અલગ પડે છે? – મન્નારના
(19) અરબ સાગરમાં કયા ટાપુઓ આવેલા છે? – લક્ષદ્વીપ
(20) બંગાળની ખાડીમાં કયા ટાપુઓ આવેલા છે? – અંદમાન અને નિકોબાર
(21) પૃથ્વીનો ઉપરનો પોપડો કયા અર્ધ-દ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે? – એસ્ટેનોસ્ફિયર
(22) પૃથ્વીના પેટાળમાં થતી કઈ પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે? – કિરણોત્સર્ગી
(23) ભૂ-કવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. તેને શું કહે છે? – મૃદાવરણીય પ્લેટ
(24) એકબીજાથી દૂર થઈ રહેલી ભૂસંચલનીય પ્લેટોને શું કહેવામાં આવે છે? – અપસારી પ્લેટ
(25) એકબીજાની નજીક આવી રહેલી ભૂસંચલનીય પ્લેટોને શું કહેવામાં આવે છે? – અભિસારી પ્લેટ
(26) અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર શું થાય છે? – સ્તરભંગ અને ગેડીકરણ
(27) કરોડો વર્ષ પહેલાં ભારત કયા નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો? – ગોંડવાનાલૅન્ડ
(28) હિમાલય પર્વતશ્રેણીનું નિર્માણ શામાંથી થયેલું છે? – ટેથિસ સમુદ્રમાંથી
યોગ્ય જોડકાં બનાવો: [પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ]
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. ભારતની પ્રમાણસમય રેખા | 1. મલાક્કાની સામુદ્રધુની |
2. કર્કવૃત્ત | 2. 82°30′ પૂર્વ રેખાંશવૃત્ત |
3. ઈન્ડોનેશિયા | 3. દક્ષિણની દ્વીપકલ્પીય પ્રદેશ |
4. ભારતનો પ્રાચીનતમ પ્રદેશ | 4. 23°30′ ઉત્તર અક્ષાંશવૃત્ત |
5. પાલ્કની સામુદ્રધુની |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. ભારતની પ્રમાણસમય રેખા | 2. 82°30′ પૂર્વ રેખાંશવૃત્ત |
2. કર્કવૃત્ત | 4. 23°30′ ઉત્તર અક્ષાંશવૃત્ત |
3. ઈન્ડોનેશિયા | 1. મલાક્કાની સામુદ્રધુની |
4. ભારતનો પ્રાચીનતમ પ્રદેશ | 3. દક્ષિણની દ્વીપકલ્પીય પ્રદેશ |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ | 1. અરુણાચલ પ્રદેશ |
2. ભારતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ | 2. ઈ. સ. 1869 |
3. ભારતમાં સૂર્યોદયની પ્રથમ શરૂઆત | 3. 3214 કિમી |
4. સુએઝ નહેરની શરૂઆત | 4. ઈ. સ. 1902 |
5. 2933 કિમી |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ | 3. 3214 કિમી |
2. ભારતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ | 5. 2933 કિમી |
3. ભારતમાં સૂર્યોદયની પ્રથમ શરૂઆત | 1. અરુણાચલ પ્રદેશ |
4. સુએઝ નહેરની શરૂઆત | 2. ઈ. સ. 1869 |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ | 1. ભારત |
2. સંસ્કૃતિનું સંગમતીર્થ | 2. અરબ સાગર |
3. ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં | 3. ટેથિસ સાગર |
4. ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમમાં | 4. દિલ્લી |
5. બંગાળની ખાડી |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ | 4. દિલ્લી |
2. સંસ્કૃતિનું સંગમતીર્થ | 1. ભારત |
3. ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં | 5. બંગાળની ખાડી |
4. ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમમાં | 2. અરબ સાગર |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. અરબ સાગર | 1. અભિસારી પ્લેટ |
2. બંગાળની ખાડી | 2. યુરેશિયન પ્લેટ |
3. એકબીજાની નજીક આવી રહેલી પ્લેટો | 3. અંદમાન-નિકોબાર ટાપુઓ |
4. એકબીજાથી દૂર થઈ રહેલી પ્લેટો | 4. લક્ષદ્વીપ ટાપુઓ |
5. અપસારી પ્લેટો |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. અરબ સાગર | 4. લક્ષદ્વીપ ટાપુઓ |
2. બંગાળની ખાડી | 3. અંદમાન-નિકોબાર ટાપુઓ |
3. એકબીજાની નજીક આવી રહેલી પ્લેટો | 1. અભિસારી પ્લેટ |
4. એકબીજાથી દૂર થઈ રહેલી પ્લેટો | 5. અપસારી પ્લેટો |
કારણો આપી વિધાનો પૂરાં કરો: [પ્રત્યેકનો 1 ગુણ]
પ્રશ્ન 1.
ભારત ‘સંસ્કૃતિનું સમન્વયતીર્થ’ બન્યું છે, કારણ કે……….
ઉત્તર:
ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાનાં સાંસ્કૃતિક તત્ત્વોનું સંયોજન જોવા મળે છે.
પ્રશ્ન 2.
ભારતનો પ્રમાણસમય 82°30′ પૂર્વ રેખાંશના સ્થાનિક સમય મુજબ નક્કી કરવામાં આવ્યો છે, કારણ કે…………
ઉત્તર:
ભારતનો પૂર્વ-પશ્ચિમ રેખાંશીય વિસ્તાર આશરે 29° હોવાથી ભારતના પૂર્વ અને પશ્ચિમનાં દૂરનાં સ્થળોના સ્થાનિક સમયમાં આશરે બે કલાકનો ફરક છે. તેથી સમગ્ર ભારતનો પ્રમાણસમય 68° અને 97° થી સરખા અંતરે આવેલા મધ્યવર્તી 82°30′ પૂર્વ રેખાંશ પરના સ્થાનિક સમય મુજબ નક્કી કરવામાં આવ્યો છે.
પ્રશ્ન 3.
ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે, કારણ કે…………
ઉત્તરઃ
પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયા અને ઑસ્ટ્રેલિયાથી સુએઝ | માર્ગે યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગો ભારત પરથી કે ભારત પાસેથી પસાર થાય છે.
પ્રશ્ન 4.
ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે, કારણ કે………….
ઉત્તરઃ
ભારત લગભગ 7500 કિમી લાંબો સમુદ્રકિનારો અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે.
પ્રશ્ન 5.
સુએઝ નહેર શરૂ થવાથી ભારતને લાભ થયો છે, કારણ કે………….
ઉત્તરઃ
રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેર ઈ. સ. 1869માં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિમી જેટલું ઓછું થયું છે. તેથી જળમાર્ગે યુરોપ, યુ.એસ.એ. અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે.
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]
પ્રશ્ન 1.
ભારત દેશ કયાં કયાં અક્ષાંશવૃત્તો અને રેખાંશવૃત્તો વચ્ચે આવેલો છે?
ઉત્તરઃ
ભારતદેશ 8°4થી 37°6′ ઉત્તર અક્ષાંશવૃત્ત વચ્ચે અને 687થી 97°25′ પૂર્વ રેખાંશવૃત્ત વચ્ચે આવેલો છે.
પ્રશ્ન 2.
ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?
ઉત્તર:
ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે.
પ્રશ્ન 3.
કયા અક્ષાંશવૃત્તને કર્કવૃત્ત કહે છે?
ઉત્તર:
23°30′ ઉત્તર અક્ષાંશવૃત્તને કર્કવૃત્ત કહે છે.
પ્રશ્ન 4.
ભારતમાં સૂર્યોદયની શરૂઆત કયા રાજ્યમાં થાય છે?
ઉત્તર:
ભારતમાં સૂર્યોદયની શરૂઆત ‘અરુણાચલ પ્રદેશ’માં થાય છે.
પ્રશ્ન 5.
ભારતનો પ્રમાણસમય કઈ રેખાંશ રેખા પરથી ગણાય છે?
ઉત્તર:
ભારતનો પ્રમાણસમય 82°30’ પૂર્વ રેખાંશવૃત્ત પરથી ગણાય છે.
પ્રશ્ન 6.
ભારતનું ક્ષેત્રફળ કેટલું છે?
ઉત્તર:
ભારતનું ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે.
પ્રશ્ન 7.
કયા કયા દેશો વિસ્તારમાં ભારતથી મોટા છે?
ઉત્તરઃ
રશિયા, કૅનેડા, યુ.એસ.એ., ચીન, બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયા દેશો વિસ્તારમાં ભારતથી મોટા છે.
પ્રશ્ન 8.
ભારતીય દ્વીપકલ્પની આસપાસ કયા કયા સમુદ્રો છે?
ઉત્તર:
ભારતીય દ્વીપકલ્પની પૂર્વે બંગાળની ખાડી, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિંદ મહાસાગર છે.
પ્રશ્ન 9.
ભારત કયા ગોળાર્ધમાં આવેલો દેશ છે? ઉત્તર ભારત
ઉત્તર:
અને પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે.
પ્રશ્ન 10.
ભારતનું સ્થાન ટૂંકમાં જણાવો.
ઉત્તર:
ભારત દક્ષિણ એશિયાની મધ્યમાં હિંદ મહાસાગરના શીર્ષસ્થ કેન્દ્રીય સ્થાને આવેલો છે.
પ્રશ્ન 11.
કયા કયા દેશોની સાથે સમુદ્રમાર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે?
ઉત્તરઃ
પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્રમાગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે.
પ્રશ્ન 12.
ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કઈ નહેરથી ઓછું થયું છે?
ઉત્તરઃ
ભારત અને યુરોપ વચ્ચેનું અંતર સુએઝ નહેરના માર્ગને લીધે આશરે 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે. (આ નહેર ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડે છે.)
પ્રશ્ન 13.
ભારતમાં કુલ કેટલાં રાજ્યો અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે?
ઉત્તર:
ભારતમાં કુલ 29 રાજ્યો અને 6 સંઘશાસિત પ્રદેશો છે. (દિલ્લીનું રાજ્ય રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ છે.)
પ્રશ્ન 14.
ભારતની જમીનસીમાં કયાં ક્યાં રાજ્યો સાથે જોડાયેલી છે?
ઉત્તર:
ભારતની જમીનસીમા ઉત્તર-પશ્ચિમે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે, ઉત્તર-પૂર્વે ચીન, તિબેટ, નેપાળ અને ભૂતાન સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે.
પ્રશ્ન 15.
ભારતના પાડોશી દેશો કયા કયા છે?
ઉત્તર:
ભારતના પાડોશી દેશો : પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, તિબેટ, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને માલદીવ
પ્રશ્ન 16.
ભારત અને શ્રીલંકા કઈ રીતે અલગ પડે છે?
ઉત્તરઃ
ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્રધુની અને મનારના અખાત દ્વારા અલગ પડે છે.
પ્રશ્ન 17.
અરબ સાગરમાં ભારતનો કયો દ્વીપસમૂહ આવેલો છે?
ઉત્તર:
અરબ સાગરમાં ભારતનો ‘લક્ષદ્વીપ’ દ્વીપસમૂહ આવેલો છે.
પ્રશ્ન 18.
બંગાળની ખાડીમાં ભારતના કયા ટાપુઓ આવેલા છે?
ઉત્તર:
બંગાળની ખાડીમાં ભારતના ‘અંદમાન-નિકોબાર’ ટાપુઓ આવેલા છે.
પ્રશ્ન 19.
કઈ ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડ થાય છે?
ઉત્તર:
અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડ થાય છે.
પ્રશ્ન 20.
ગોંડવાનાલૅન્ડ નામના ભૂમિખંડમાં આજના કયા કયા : ખંડોનો સમાવેશ થયો હતો?
ઉત્તર:
ગોંડવાનાલૅન્ડ નામના ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ઍન્ટાર્કટિકા ખંડોનો સમાવેશ થયો હતો.
પ્રશ્ન 21.
ગોંડવાનાલૅન્ડમાંથી કઈ મૃદાવરણીય પ્લેટ છૂટી પડી?
ઉત્તર:
ગોંડવાનાલૅન્ડમાંથી ‘ઇન્ડો-ઑસ્ટ્રેલિયન’ નામની મૃદાવરણીય પ્લેટ છૂટી પડી.
પ્રશ્ન 22.
હિમાલય પર્વતશ્રેણીનું નિર્માણ શામાંથી થયું?
ઉત્તર:
ઇન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવાથી ટેથિસ સમુદ્રમાંથી હિમાલય પર્વતશ્રેણીનું નિર્માણ થયું.
નીચેના શબ્દોની સંકલ્પનાઓ સમજાવોઃ [પ્રત્યેકના 1 કે 2 ગુણો]
પ્રશ્ન 1.
ઉચ્ચપ્રદેશ અથવા ઉચ્ચપ્રદેશ એટલે શું?
ઉત્તર:
મેદાન કરતાં વધુ ઊંચાઈએ આવેલો સપાટ પ્રદેશ ઉચ્ચપ્રદેશ’ કહેવાય છે. દા. ત., દખ્ખણનો ઉચ્ચપ્રદેશ. કેટલાક ઉચ્ચપ્રદેશો સામાન્ય પર્વતો કરતાં પણ ઊંચા હોય છે. દા. ત., પામીર, તિબેટ અને બોલિવિયાના ઉચ્ચપ્રદેશો.
પ્રશ્ન 2.
સ્થાનિક સમય
અથવા
સ્થાનિક સમય એટલે શું?
ઉત્તર:
કોઈ પણ સમયે સૂર્ય આકાશમાં બરાબર માથા પર કે મહત્તમ ઊંચાઈએ આવે ત્યારે ત્યાં બપોરના 12 વાગ્યા ગણાય છે. આ પ્રમાણે ગણવામાં આવતા સમયને તે સ્થળનો “સ્થાનિક સમય’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 3.
દ્વીપ અથવા ‘દ્વિીપ’નો અર્થ સમજાવો.
ઉત્તર:
જેની બધી બાજુઓ સમુદ્ર કે પાણીથી ઘેરાયેલી હોય એવો ભૂખંડ ‘દીપ’, ‘ટાપુ’ કે ‘બેટ’ કહેવાય છે. દા. ત., દીવનો ટાપુ, લક્ષદ્વીપ ટાપુઓ.
પ્રશ્ન 4.
સમુદ્ર અથવા સમુદ્રની વ્યાખ્યા આપો.
ઉત્તરઃ
પાણીનો ખૂબ વિશાળ અને વિસ્તૃત જથ્થો ‘સમુદ્ર’, ‘સાગર’ કે ‘દરિયો’ કહેવાય છે. દા. ત., અરબ સાગર, રાતો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર.
પ્રશ્ન 5.
વિષુવવૃત્ત અથવા વિષુવવૃત્ત એટલે કયું વૃત્ત?.
ઉત્તરઃ
પૃથ્વીની સપાટી પર મધ્યમાં પૂર્વ-પશ્ચિમ દિશામાં જતું 0° અક્ષાંશવૃત્ત વિષુવવૃત્ત’ કહેવાય છે. તે પૃથ્વીનું બે સરખા ગોળાર્ધમાં વિભાજન કરે છે. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ.
પ્રશ્ન 6.
ઘાટ
ઉત્તરઃ
પર્વતને ઓળંગીને તેની આરપાર જવા માટે પહાડોની ખીણોનો માર્ગ ‘ઘાટ’ કહેવાય છે. દા. ત., થળઘાટ, બોરઘાટ, જેલાપલા, શિખી લો.
પ્રશ્ન 7.
સામુદ્રધુની
ઉત્તર:
બે મોટા સમુદ્રોને જોડતી ખાડી કે સમુદ્રની સાંકડી પટ્ટી ‘સામુદ્રધુની’ કહેવાય છે. દા. ત., પાલ્કની સામુદ્રધુની, મલાક્કાની સામુદ્રધુની.
પ્રશ્ન 8.
દશાંશપદ્ધતિ
ઉત્તર:
- વિવિધ પરિમાણો(માપ)ને દશકથી ગણવાની પદ્ધતિ ‘દશાંશપદ્ધતિ’ કહેવાય છે.
- સંખ્યાલેખનની દશાંશપદ્ધતિમાં આંકડાઓની કિંમત ડાબી બાજુએથી જમણી બાજુએ સ્થાન પ્રમાણે અનુક્રમે દશ દશ ગણી ઓછી થતી જાય છે, અર્થાત્ જમણી બાજુએથી ડાબી બાજુએ દશ દશ ગણી વધતી જાય છે.
પ્રશ્ન 9.
મૃદાવરણીય પ્લેટ
અથવા
મૃદાવરણીય પ્લેટનું નિર્માણ સમજાવો.
ઉત્તરઃ
- પૃથ્વીના પેટાળમાં થતા કિરણોત્સર્ગી ક્ષયને પરિણામે ઉદ્ભવતી ગરમી ઍસ્ટેનોસ્ફિયર(મિશ્રાવરણ)ના દ્રવિત ખડકોમાં ઉષ્ણતાનયનની ક્રિયાથી સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે.
- તેના દબાણથી ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થાય છે. આ ટુકડાઓ ‘મૃદાવરણીય (લિથોસ્ફિરિક) પ્લેટ’ કહેવાય છે.
પ્રશ્ન 10.
ગોંડવાનાલૅન્ડ
અથવા
ગોંડવાનાલૅન્ડ કયા ખંડનું નામ હતું?
ઉત્તર:
- વિરાટ ભૂખંડ પેજીઆના પ્રથમ વિભાજનથી છૂટા પડેલા બે વિશાળ ખંડો પૈકી દક્ષિણ ગોળાર્ધમાં આવેલા ખંડને ભૂસ્તરશાસ્ત્રીઓએ ‘ગોંડવાનાલૅન્ડ’ નામ આપ્યું છે.
- તેમાં દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ઍન્ટાર્કટિકાનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 11.
નિમજ્જન અથવા નિમજ્જન એટલે શું?
ઉત્તરઃ
- પૃથ્વીના પોપડાના કોઈ પણ ભાગનું પેટાળ તરફ નીચે બેસી જવું ‘નિમજ્જન’ કહેવાય છે.
- ભારતીય ઉચ્ચપ્રદેશના પશ્ચિમ ભાગનું નિમજ્જન થવાથી અરબ સાગરનું નિર્માણ થયું છે.
પ્રશ્ન 12.
મેદાન અથવા કેવું ભૂમિસ્વરૂપ મેદાન કહેવાય છે?
ઉત્તરઃ
- સામાન્ય રીતે સમથળ અથવા બહુ ધીમા ઢોળાવવાળી જમીન ‘મેદાન’ કહેવાય છે.
- મોટા ભાગનાં મેદાનોની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધારે હોતી નથી. દા. ત., ઉત્તર ભારતનું મેદાન અને સમુદ્રકિનારાનાં મેદાનો.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો [પ્રત્યેકના 2 ગુણો]
પ્રશ્ન 1.
ભારતનો પ્રમાણસમય 8230′ પૂર્વ રેખાંશના સ્થાનિક સમય મુજબ કેમ નક્કી કરવામાં આવ્યો છે?
ઉત્તરઃ
- ભારતનો પૂર્વ-પશ્ચિમ રેખાંશીય વિસ્તાર આશરે 29° (97° પૂ.રે. – 68° પૂ.રે.) છે. તેના કારણે ભારતનાં પૂર્વ અને પશ્ચિમનાં દૂરનાં સ્થળોના સ્થાનિક સમયમાં આશરે બે કલાકનો ફરક છે.
- તેથી સમગ્ર ભારતનો પ્રમાણસમય 68° અને 97થી સરખા અંતરે આવેલા મધ્યવર્તી 82°30′ પૂર્વ રેખાંશ પરના સ્થાનિક સમય પ્રમાણે રાખવામાં આવ્યો છે. આમ કરવાથી ભારતના કોઈ પણ સ્થળના સ્થાનિક સમય અને ભારતના પ્રમાણસમય વચ્ચે એક કલાકથી વધારે ફરક પડતો નથી.