GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન Important Questions and Answers.

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

વિશેષ પ્રશ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
કોષોમાં, ઑક્સિજનની મદદથી ખોરાક(ગ્યુકોઝ)નું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની પ્રક્રિયાને શું કહે છે?
A. જારક શ્વસન
B. અનારક શ્વસન
C. પોષણ
D. શ્વાસોચ્છવાસ
ઉત્તર:
A. જારક શ્વસન

પ્રશ્ન 2.
નીચેનામાંથી કયું સજીવ માત્ર અનારક શ્વસન કરે છે?
A. મનુષ્ય
B. દેડકો
C. યીસ્ટ
D. વંદો
ઉત્તર:
C. યીસ્ટ

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 3.
કોષીય શ્વસનમાં ઑક્સિજનના ઉપયોગથી કયા પદાર્થનું વિઘટન થઈ કાર્બન ડાયૉક્સાઈડ, પાણી અને શક્તિ મુક્ત થાય છે?
A. સ્ટાર્ચનું
B. ડ્યુકોઝનું
C. લેક્ટિક ઍસિડનું
D. આલ્કોહોલનું
ઉત્તર:
B. ડ્યુકોઝનું

પ્રશ્ન 4.
ભારે કસરત કરતી વખતે શા માટે થાક લાગે છે?
A. જારક શ્વસન વધવાથી
B. સ્નાયુઓમાં અનારક શ્વસન થવાથી
C. ચરબીનું વિઘટન થવાથી
D. એમિનો ઍસિડ ઉત્પન્ન થવાથી
ઉત્તર:
સ્નાયુઓમાં થતા અજારક શ્વસન દ્વારા

પ્રશ્ન 5.
જાવક શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થાય છે?
A. કાર્બન ડાયૉક્સાઈડ અને ઑક્સિજન
B. કાર્બન ડાયોક્સાઈડ, પાણી અને શક્તિ
C. આલ્કોહોલ, કાર્બન ડાયૉક્સાઈડ અને શક્તિ
D. લૅક્ટિક ઍસિડ અને શક્તિ
ઉત્તર:
B. કાર્બન ડાયોક્સાઈડ, પાણી અને શક્તિ

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 6.
શ્વાસ દરમિયાન થતા ફેરફાર પૈકી કયું વિધાન ખોટું છે?
A. પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે.
B. ઉરોદરપટલ નીચે જાય છે.
C. ઉરસગુહાનું કદ ઘટે છે.
D. હવા ફેફસાંની અંદરની તરફ જાય છે.
ઉત્તર:
C. ઉરસગુહાનું કદ ઘટે છે.

પ્રશ્ન 7.
શ્વાસ લેવાની ક્રિયા વખતે હવાના પસાર થવાનો માર્ગ કયો સાચો છે?
A. નાસિકાછિદ્ર → નાસિકાકીટર → શ્વાસનળી → ફેફસાં
B. નાસિકાકોટર → નાસિકાછિદ્ર → શ્વાસનળી → ફેફસાં
C. નાસિકાછિદ્ર → ફેફસાં → શ્વાસનળી
D. નાસિકાકોદર → શ્વાસનળી → ફેફસાં → નાસિકાછિદ્ર
ઉત્તર:
A. નાસિકાછિદ્ર → નાસિકાકીટર → શ્વાસનળી → ફેફસાં

પ્રશ્ન 8.
અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે?
A. ભીની ત્વચા
B. શ્વસનછિદ્રો
C. શ્વાસનળી
D. ફેસાં
ઉત્તર:
A. ભીની ત્વચા

પ્રશ્ન 9.
માછલી શાના દ્વારા શ્વસન કરે છે?
A. શ્વસનછિદ્રો
B. શ્વાસનળી
C. ત્વચા
D. ઝાલર
ઉત્તર:
D. ઝાલર

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 10.
વનસ્પતિ શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લે છે?
A. ઑક્સિજન
B. કાર્બન ડાયૉક્સાઈડ
C. હાઈડ્રોજન
D. નાઈટ્રોજન
ઉત્તર:
A. ઑક્સિજન

2. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા …………………….. કરે છે.
ઉત્તર:
શ્વસન

પ્રશ્ન 2.
આપણે ઉચ્છવાસ દરમિયાન ……………………….. વાયુ બહાર કાઢીએ છીએ.
ઉત્તર:
કાર્બન ડાયૉક્સાઇડ

પ્રશ્ન 3.
હવામાં કાર્બન ડાયૉક્સાઈડ વાયુનું પ્રમાણ ………………. % છે.
ઉત્તર:
0.04

પ્રશ્ન 4.
ઉરસગુહાના તળિયે પડદા જેવી રચનાને ……………………… કહે છે.
ઉત્તર:
ઉરોદરપટલ

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 5.
વનસ્પતિનાં પર્ણોમાં આવેલાં નાનાં છિદ્રો જેવી રચનાને …………………….. કહે છે.
ઉત્તર:
પર્ણરંધ્રો

3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે?
ઉત્તર:
કોષ

પ્રશ્ન 2.
આપણને કાર્યો કરવા માટે જરૂરી શક્તિ શામાંથી મળે છે?
ઉત્તર:
ખોરાકમાંથી

પ્રશ્ન 3.
કોષીય શ્વસનમાં ઑક્સિજનની મદદથી ગ્યુકોઝનું વિઘટન થતાં કયા પદાર્થો ઉત્પન્ન થાય છે?
ઉત્તર:
કાર્બન ડાયોક્સાઇડ અને પાણી

પ્રશ્ન 4.
હવાની ગેરહાજરીમાં જીવી શકે તેવા એક સજીવનું નામ આપો.
ઉત્તર:
યીસ્ટ

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 5.
યીસ્ટ ઑક્સિજનની ગેરહાજરીમાં ગ્યુકોઝનું વિઘટન કરી કયા પદાર્થો ઉત્પન્ન કરે છે?
ઉત્તર:
આલ્કોહોલ અને કાર્બન ડાયૉક્સાઈડ

પ્રશ્ન 6.
સ્નાયુઓમાં થતા અનારક શ્વસન દરમિયાન કયો પદાર્થ ઉત્પન્ન થાય છે?
ઉત્તર:
લેક્ટિક ઍસિડ

4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

પ્રશ્ન 1.
અનારક શ્વસન ઑક્સિજનની હાજરીમાં થાય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 2.
આપણે સૂઈ ગયા હોઈએ ત્યારે શક્તિની જરૂર પડતી નથી.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 3.
ખોરાકમાં રાસાયણિક ઊર્જા સ્વરૂપે ઊર્જા સંગૃહીત હોય છે.
ઉત્તર:
ખરું

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 4.
યીસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 5.
પ્રાણી કોષોમાં થતા અનારક શ્વસન દરમિયાન લૅક્ટિક ઍસિડ ઉત્પન્ન થાય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 6.
વનસ્પતિ કોષોમાં થતા અનારક શ્વસન દરમિયાન આલ્કોહોલ ઉત્પન્ન થાય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 7.
શ્વાસ લેતી વખતે ઉરોદરપટલ ઉપર તરફ જાય છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 8.
ગરોળી શ્વસનછિદ્રો દ્વારા શ્વસન કરે છે.
ઉત્તર:
ખોટું

5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
કોષને શક્તિની જરૂર શા માટે પડે છે?
ઉત્તર:
કોષને પોષણ, પરિવહન, ઉત્સર્જન, પ્રજનન વગેરે જેવાં કાર્યો કરવા શક્તિની જરૂર પડે છે.

પ્રશ્ન 2.
કોષીય શ્વસન એટલે શું?
ઉત્તર:
કોષમાં ખોરાકના કણને તોડી ઊર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે.

પ્રશ્ન 3.
કોષીય શ્વસનના મુખ્ય બે પ્રકાર કયા કયા છે?
ઉત્તર:
કોષીય શ્વસનના મુખ્ય બે પ્રકાર જારક શ્વસન અને અનારક શ્વસન છે.

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 4.
જારક શ્વસન એટલે શું?
ઉત્તરઃ
ઑક્સિજનની હાજરીમાં થતા શ્વસનને ચારક શ્વસન કહે છે.

પ્રશ્ન 5.
અનારક શ્વસન એટલે શું?
ઉત્તરઃ
ઑક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે.

પ્રશ્ન 6.
જારક શ્વસનનું રાસાયણિક સમીકરણ શબ્દોમાં આપો.
ઉત્તરઃ
ગ્યુકોઝ GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન 1 કાર્બન ડાયૉક્સાઇડ + પાણી + શક્તિ

પ્રશ્ન 7.
અજારક શ્વસન કોનામાં થાય છે?
ઉત્તરઃ
અનારક શ્વસન યીસ્ટ અને અન્ય ફૂગમાં, કેટલાક બૅક્ટરિયામાં, અંતઃ પરોપજીવીઓમાં તેમજ અમુક સંજોગોમાં પ્રાણીઓના સ્નાયુમાં થાય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 8.
યીસ્ટ જેવા વનસ્પતિ માધ્યમમાં થતા અનારક શ્વસનમાં લૂકોઝનું.. અપૂર્ણ દહન થઈ શું બને છે?
ઉત્તરઃ
યીસ્ટ જેવા વનસ્પતિ માધ્યમમાં થતા અનારક શ્વસનમાં લૂકોઝનું અપૂર્ણ દહન થઈ આલ્કોહોલ અને કાર્બન ડાયૉક્સાઈડ બને છે અને શક્તિ છૂટી પડે છે.

પ્રશ્ન 9.
પ્રાણીઓના સ્નાયુઓમાં થતા અજારક શ્વસનમાં લૂકોઝનું અપૂર્ણ દહન થઈ શું બને છે?
ઉત્તરઃ
પ્રાણીઓના સ્નાયુઓમાં થતા અનારક શ્વસનમાં લૂકોઝનું અપૂર્ણ દહન થઈ લૅક્ટિક ઍસિડ બને છે અને શક્તિ છૂટી પડે છે.

પ્રશ્ન 10.
પ્રાણીઓના સ્નાયુઓમાં થતા અનારક શ્વસનનું રાસાયણિક સમીકરણ શબ્દોમાં આપો.
ઉત્તરઃ
GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન 2

પ્રશ્ન 11.
યીસ્ટમાં થતા અનારક શ્વસનનું રાસાયણિક સમીકરણ શબ્દોમાં આપો.
ઉત્તર:
GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન 3

પ્રશ્ન 12.
આપણે ઝડપી શ્વાસ ક્યારે લઈએ છીએ?
ઉત્તરઃ
જ્યારે આપણે વધારે પરિશ્રમ પડે તેવું કાર્ય કરવું પડે ત્યારે વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય છે તે વખતે આપણે ઝડપી શ્વાસ લઈએ છીએ.

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 13.
આપણે શ્વાસમાં લીધેલી હવા કયા માર્ગે ફેફસાંમાં પહોંચે છે?
ઉત્તરઃ
આપણે શ્વાસમાં લીધેલી હવા નાસિકાછિદ્રમાં થઈ નાસિકાકોટરોમાં અને ત્યાંથી શ્વાસનળી દ્વારા ફેફસાંમાં પહોંચે છે.

પ્રશ્ન 14.
ઉરોદરપટલ શું છે?
ઉત્તરઃ
ઉરસગુહાના તળિયે એક મોટા પડદા જેવી રચના આવેલી છે, જેને ઉરોદરપટલ (Diaphragm) કહે છે.

પ્રશ્ન 15.
શ્વાસ લેતી વખતે પાંસળીઓ અને ઉરોદરપટલની સ્થિતિમાં થતો ફેરફાર જણાવો.
ઉત્તરઃ
શ્વાસ લેતી વખતે પાંસળીઓ (Ribs) ઉપર તરફ બહાર નીકળે છે અને ઉરોદરપટલ નીચે જાય છે.

પ્રશ્ન 16.
ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ અને ઉરોદરપટલની સ્થિતિમાં થતો ફેરફાર જણાવો.
ઉત્તરઃ
ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ નીચેની તરફ અંદર જાય છે અને ઉરોદરપટલ ઉપરની તરફ ખસી પોતાના મૂળ સ્થાને આવે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 17.
શ્વાસ લેતી વખતે અને શ્વાસ છોડતી વખતે લીધેલા છાતીનાં માપ પૈકી કયું માપ વધારે હોય છે?
ઉત્તરઃ
શ્વાસ લેતી વખતે અને શ્વાસ છોડતી વખતે લીધેલા છાતીનાં માપ પૈકી શ્વાસ લેતી વખતે લીધેલું છાતીનું માપ વધારે હોય છે.

પ્રશ્ન 18.
આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ?
ઉત્તરઃ
આપણે ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયૉક્સાઈડ અને બાષ્પ સહિતની હવા બહાર કાઢીએ છીએ.

પ્રશ્ન 19.
શ્વાસમાં લીધેલ અને ઉચ્છવાસમાં બહાર કાઢેલ હવામાં કાર્બન ડાયૉક્સાઈડનું પ્રમાણ જણાવો.
ઉત્તરઃ
શ્વાસમાં લીધેલ હવામાં કાર્બન ડાયૉક્સાઈડનું પ્રમાણ 0.04% હોય છે અને ઉચ્છવાસમાં બહાર કાઢેલ હવામાં કાર્બન ડાયૉક્સાઈડનું પ્રમાણ 4.4% હોય છે.

પ્રશ્ન 20.
વનસ્પતિના મૂળના કોષો ક્યાંથી ઑક્સિજન મેળવે છે?
ઉત્તરઃ
વનસ્પતિના મૂળના કોષો જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઑક્સિજન મેળવે છે.

(B) ટૂંકજવાબી પ્રશ્નો

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
કોષો કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ કેવી રીતે મેળવે છે?
ઉત્તરઃ
આપણે શ્વાસમાં જે હવા લઈએ છીએ તે હવામાંથી ઑક્સિજન રુધિરના વહન સાથે શરીરના વિવિધ ભાગોમાંના કોષોમાં પહોંચે છે. કોષોમાં ખોરાક(ગ્યુકોઝ)ના કણને તોડવામાં ઑક્સિજન મદદરૂપ થાય છે. કોષમાં ખોરાકના કણને તોડી શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. આ મુક્ત થયેલી શક્તિ કાર્ય કરવામાં ઉપયોગી બને છે. આમ, કોષીય શ્વસન દ્વારા કોષો કાર્ય કરવાની જરૂરી શક્તિ મેળવે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 2.
શ્વસનના બે પ્રકાર ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તરઃ
શ્વસન એટલે કોષીય શ્વસન. તેના બે પ્રકાર છે:
(1)જારક શ્વસન
(2) અજારક શ્વસન.

  1. જારક શ્વસન ઑક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે — છે. મોટા ભાગના સજીવો કારક શ્વસન કરે છે. જારક શ્વસનમાં લૂકોઝનું પૂર્ણ દહન થતું હોવાથી વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે.
    ગ્યુકોઝ GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન 4 કાર્બન ડાયૉક્સાઇડ + પાણી + શક્તિ
  2. અનારક શ્વસનઃ ઑક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે. યીસ્ટ અને અન્ય ફૂગ તથા કેટલાક બૅક્ટરિયા અજારક શ્વસન કરે છે. પ્રાણીઓના સ્નાયુઓમાં પણ અનારક શ્વસન થાય છે. અનારક શ્વસનમાં ડ્યુકોઝનું અપૂર્ણ દહન થતું હોવાથી પ્રમાણમાં ઓછી શક્તિ મુક્ત થાય છે.
    GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન 5

પ્રશ્ન 3.
આપણા સ્નાયુઓમાં અનારક શ્વસન ક્યારે થાય છે? તેની શી અસર થાય છે?
ઉત્તર:
જ્યારે થોડા સમય માટે ઑક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓમાં અનારક શ્વસન થાય છે. ભારે કસરત દરમિયાન, સતત દોડવું, સાઈકલિંગ કરવું, ભારે વજન ઊંચકવું – આ બધી ક્રિયાઓમાં વધુ શક્તિની જરૂર પડે છે. પરંતુ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઑક્સિજનનો પુરવઠો શ્વાસોચ્છવાસ દ્વારા મળતો હોવાથી મર્યાદિત છે. આ સમયે શક્તિની જરૂરિયાત પૂરી પાડવા માટે ઑક્સિજનના ઉપયોગ વિના સ્નાયુકોષોમાં અનારક શ્વસન થાય છે.

અનારક શ્વસનની અસર : અનારક શ્વસન દરમિયાન લૂકોઝનું વિઘટન થઈ લૅક્ટિક ઍસિડ ઉત્પન્ન થાય છે. સ્નાયુઓમાં લૅક્ટિક ઍસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 4.
ભારે કસરત દરમિયાન સ્નાયુઓ ખેંચાઈ જાય છે. શા માટે? તેમાંથી રાહત મેળવવા માટે શું કરવામાં આવે છે?
ઉત્તરઃ

  1. ભારે કસરત દરમિયાન સ્નાયુઓમાં અનારક શ્વસન થાય છે ત્યારે લૂકોઝનું વિઘટન થવાથી લૅક્ટિક ઍસિડ ઉત્પન્ન થાય છે. લૅક્ટિક ઍસિડ સ્નાયુઓમાં એકઠો થવાથી સ્નાયુઓ ખેંચાઈ જાય છે.
  2. જ્યારે સ્નાયુઓ ખેંચાઈ જાય છે ત્યારે તેમાંથી રાહત મેળવવા માટે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આ સ્નાયુખેંચાણથી રાહત મળે છે.
  3. ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી બનાવે છે. પરિણામે સ્નાયુઓને મળતા ઑક્સિજનનું પ્રમાણ વધે છે. વધતો ઑક્સિજનનો જથ્થો લૅક્ટિક ઍસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયૉક્સાઈડ અને પાણીમાં રૂપાંતર કરે છે. આમ, સ્નાયુઓમાં લૅક્ટિક ઍસિડ દૂર થતા સ્નાયુખેચાણથી રાહત મળે છે.

પ્રશ્ન 5.
શ્વસનદર એટલે શું? જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવતા શ્વસનદરમાં ફેરફાર કેમ થાય છે?
ઉત્તરઃ
વ્યક્તિ સામાન્ય (આરામદાયી) સ્થિતિમાં એક મિનિટમાં જેટલી વાર શ્વાસોચ્છવાસ કરે છે તેને શ્વસનદર કહે છે.

જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં શક્તિની જરૂરિયાત જુદી જુદી હોય છે. વધતીઓછી શક્તિની જરૂરિયાત મુજબ વધારે-ઓછા ઝડપથી શ્વાસોચ્છવાસ કરવો પડે છે. આથી જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવતા શ્વસનદરમાં ફેરફાર થાય છે.

પ્રશ્ન 6.
અળસિયામાં થતી શ્વાસોચ્છવાસની ક્રિયા સમજાવો.
ઉત્તરઃ
અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. તેની ત્વચા ભીની અને ચીકણી રહે છે. ત્વચાની ભીની સપાટી દ્વારા હવામાંનો ઑક્સિજન સીધો રુધિરમાં ભળે છે – અને કાર્બન ડાયૉક્સાઈડ બહાર નીકળે છે. આ રીતે અળસિયામાં શ્વાસોચ્છવાસની ક્રિયા થાય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 7.
વનસ્પતિમાં શ્વસનક્રિયા સમજાવો.
ઉત્તરઃ
બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઑક્સિજનનો ઉપયોગ શ્વસન માટે કરે છે અને કાર્બન ડાયૉક્સાઈડ બહાર કાઢે છે. વનસ્પતિનાં પર્ણોમાં આવેલાં નાનાં છિદ્રો જેવી રચના હોય છે, જેને પર્ણરંધ્રો કહે છે. તેના દ્વારા ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઈડની અદલાબદલી (વાતવિનિમય) થાય છે. કોષોમાં લૂકોઝના દહન માટે ઑક્સિજન વપરાય છે અને કાર્બન ડાયૉક્સાઈડ ઉત્પન્ન થાય છે. વનસ્પતિનો દરેક ભાગ સ્વતંત્રપણે આ ક્રિયા કરી શકે છે. વનસ્પતિના મૂળના કોષો પણ શક્તિ મેળવવા .. માટે ઑક્સિજનની જરૂરિયાત રહે છે. મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઑક્સિજન લે છે.

2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ

પ્રશ્ન 1.
ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધુ ખોરાક લેવાની જરૂર પડે છે.
ઉત્તરઃ

  1. ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધારે શક્તિની જરૂર પડે છે.
  2. આ માટે તે વધારે ઝડપથી શ્વાસ લે છે અને કોષોને વધારે ઑક્સિજન પહોંચાડે છે.
  3. આને લીધે ખોરાકનું દહન ઝડપી બને છે. પરિણામે ખોરાકમાંનો લૂકોઝ વપરાઈ જાય છે.
  4. આથી વધારે ખોરાક લેવાની જરૂર પડે છે. આમ, ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધુ ખોરાકની જરૂર પડે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 2.
માછલીને પાણીની બહાર કાઢતાં તે તરફડે છે.
ઉત્તરઃ

  1. માછલીનું શ્વસન અંગ ઝાલર છે.
  2. માછલી જળચર પ્રાણી છે. તે પાણીમાં ઓગળેલો ઑક્સિજન શ્વસનમાં ઉપયોગમાં લે છે.
  3. માછલી મોં વાટે પાણી લઈ ઝાલર પરથી પસાર કરે છે. આ વખતે ઝાલરનું ઢાંકણ બંધ રહે છે.
  4. આમ કરવાથી પાણીમાં ઓગળેલો ઑક્સિજન વાતવિનિમય દ્વારા ઉપયોગમાં લેવાય છે અને કાર્બન ડાયૉક્સાઈડ બહાર નીકળે છે. આમ, માછલી પાણીમાં ઓગળેલા ઑક્સિજન વડે શ્વસન કરી શકે છે.
  5. માછલીને પાણીની બહાર કાઢતાં તે હવામાંના ઑક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી. તેથી તે ઑક્સિજન વિના તરફડે છે.

પ્રશ્ન 3.
વહેલ અને ડૉલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે.
ઉત્તરઃ

  1. વહેલ અને ડૉલ્ફિન સસ્તન વર્ગનાં પ્રાણી છે. તેમનાં શ્વસન અંગ ફેફસાં છે.
  2. તેઓ હવામાંનો ઑક્સિજન શ્વાસમાં લે છે.
  3. તેઓ પાણીમાં રહેતાં હોવા છતાં શ્વાસ લેવા માટે મોંને પાણીની સપાટી બહાર લાવવું પડે છે. તેથી વહેલ અને ડૉલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે.

3. તફાવતના મુદ્દા આપોઃ

પ્રશ્ન 1.
શ્વાસોચ્છવાસ અને શ્વસન
ઉત્તરઃ

શ્વાસોચ્છવાસ શ્વસન
1. તે એક ભૌતિક કે યાંત્રિક ક્રિયા છે. 1. તે એક દેહધાર્મિક ક્રિયા છે.
2. તે શ્વસન અંગો દ્વારા થાય છે. 2. તે શરીરના બધા જ જીવિત કોષોમાં થાય છે.
3. તેમાં શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયાનો સમાવેશ થાય છે. 3. તેમાં કોષોમાં ઑક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં લૂકોઝનું વિઘટન થાય છે.
4. આ ક્રિયા દરમિયાન શક્તિ મુક્ત થતી નથી. 4. તે શક્તિ મુક્ત થવાની ક્રિયા છે.

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 2.
કારક શ્વસન અને અજારક શ્વસન
ઉત્તરઃ

જારક શ્વસન અજારક શ્વસન
1. તે ઑક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે. 1. તે ઑક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન
2. તેમાં ગ્યુકોઝનું સંપૂર્ણ દહન થાય છે. 2. તેમાં લૂકોઝનું અપૂર્ણ દહન થાય છે.
3. આ પ્રકારના શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે. 3. આ પ્રકારના શ્વસન અંતે પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે.
4. આ ક્રિયાને અંતે કાર્બન ડાયૉક્સાઈડ અને પાણી ઉત્પન્ન થાય છે. 4. આ ક્રિયાને અંતે પ્રાણી માધ્યમમાં લૅક્ટિક ઍસિડ તથા વનસ્પતિ માધ્યમમાં આલ્કોહોલ અને કાર્બન ડાયૉક્સાઇડ ઉત્પન્ન થાય છે.

(C) વિસ્તૃત પ્રશ્નો

પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો?

પ્રશ્ન 1.
મનુષ્યનું શ્વસનતંત્ર આકૃતિ દોરી ટૂંકમાં સમજાવો.
ઉત્તરઃ
મનુષ્યના શ્વસનતંત્રનાં અંગો નીચે મુજબ છે :

  1. નાસિકાછિદ્ર
  2. નાસિકાકોટર
  3. શ્વાસનળી
  4. ફેફસાં

શ્વાસોચ્છવાસમાં મદદ કરતાં અંગો પાંસળીઓ અને ઉરોદરપટલ છે.
GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન 6
નાસિકાછિદ્રઃ તે શ્વસનદ્વાર છે. તેના દ્વારા શ્વાસમાં લીધેલી હવા નાસિકાકોટરમાં જાય છે.

નાસિકાકોટર: નાસિકાકોટર હવાને કંઠનળી દ્વારા શ્વાસનળીમાં મોકલે છે.

શ્વાસનળીઃ શ્વાસનળી સ્નાયુની બનેલી છે. તેના પર ‘C’ આકારની કાસ્થિ : આવેલી છે. શ્વાસનળી શ્વાસની હવાને ફેફસાંમાં મોકલે છે.

ફેફસાં: તે ઉરસગુહામાં આવેલા છે. તે શ્વસનતંત્રનો મુખ્ય અવયવ છે. ત્યાં ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઈડ વચ્ચે વાતવિનિમય થાય છે.
ઉરોદરપટલ તે ઉરસગુહાના તળિયે આવેલ મોટા પડદા જેવી રચના છે.

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 2.
મનુષ્યમાં શ્વાસોચ્છવાસની ક્રિયાવિધિ સમજાવો.
ઉત્તર:
જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકાછિદ્રમાં થઈને નાસિકાકોટરમાં જાય છે. ત્યાંથી હવા શ્વાસનળી દ્વારા ફેફ્સામાં પહોંચે છે. ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસાંમાંથી ઊલટા માર્ગે નાસિકાછિદ્રમાંથી બહાર નીકળે છે. આ એક ભૌતિક ક્રિયા છે. શ્વાસોચ્છવાસ થવા માટે પાંસળીઓ અને ઉરોદરપટલ અગત્યનો ભાગ ભજવે છે. હવા અંદર જાય છે
GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન 7

  • શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે. આ હલનચલન આપણી ઉરસગુહાના અવકાશમાં વધારો કરે છે. આથી ઉરસગુહામાં દબાણ ઘટતાં હવા નાસિકાછિદ્ર દ્વારા ફેફસાંની અંદરની તરફ જાય છે. આથી ફેફસાં હવાથી ભરાય છે.
  • ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે. ઉરોદરપટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે. આ વખતે ઉરસગુહાનું કદ ઘટે છે. આથી તેમાં દબાણ વધતા ફેફસાંમાંથી હવા બહાર નીકળી નાસિકાછિદ્ર વાટે વાતાવરણમાં મુક્ત થાય છે.

આ રીતે શ્વાસોચ્છવાસની ક્રિયા નિરંતર ચાલ્યા કરે છે.

પ્રશ્ન 3.
વંદામાં થતી શ્વાસોચ્છવાસની ક્રિયા સમજાવો.
ઉત્તર:
વંદો શરીરની બંને બાજુએ નાનાં છિદ્રો ધરાવે છે. (તીડ, વીંછી, કીડી, મંકોડા વગેરે પણ આવાં છિદ્રો ધરાવે છે.)
GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન 8
આ નાનાં છિદ્રોને શ્વસનછિદ્ર કહે છે. વાતવિનિમય માટે વંદો નળીઓનું જાળું ધરાવે છે, જેને ‘શ્વાસનળી’ તરીકે ઓળખવામાં આવે છે. ઑક્સિજનથી ભરપૂર હવા શ્વસનછિદ્રો દ્વારા શ્વાસનળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષમાં પહોંચે છે. આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયૉક્સાઇડ શ્વાસનળીઓમાં જાય છે અને શ્વસનછિદ્રો દ્વારા બહાર નીકળે છે. આ શ્વાસનળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે. બીજા કોઈ વર્ગનાં પ્રાણીઓમાં જોવા મળતી નથી.

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 4.
માછલીમાં થતી શ્વાસોચ્છવાસની ક્રિયા સમજાવો.
ઉત્તરઃ
માછલીનું શ્વસન અંગ ઝાલરો છે. માછલીના માથાની બંને બાજુએ બે ઝાલરો આવેલી છે. ઝાલરો એ બહારની તરફ નીકળેલી (પ્રલંબિત) ત્વચા છે. ઝાલરો રુધિરવાહિનીઓ સાથે સંકળાયેલી હોય છે, જેનાથી વાતવિનિમય થાય છે.
GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન 9
માછલી મોં ખોલી મુખગુહામાં ઝાલર પાણી ભરે છે અને ઝાલર પરથી પસાર કરે છે. આ વખતે ઝાલરનું ઢાંકણ બંધ રહે છે. આ વખતે પાણીમાં ઓગળેલો ઑક્સિજન ઝાલર સાથે સંકળાયેલી રુધિરવાહિનીઓમાં જાય છે અને કાર્બન ડાયૉક્સાઇડ બહાર નીકળે છે. માછલી મોં બંધ કરે છે ત્યારે ઝાલરનું ઢાંકણ ખુલતાં પાણી સાથે કાર્બન ડાયૉક્સાઇડ બહાર નીકળે છે. આ રીતે માછલી ઝાલર દ્વારા શ્વાસોચ્છવાસ કરે છે અને પાણીમાં ઓગળેલા ઑક્સિજનનો ઉપયોગ કરે છે. માછલી પાણીમાં ઓગળેલા ઑક્સિજનનો જ ઉપયોગ કરી શકે છે. તેથી માછલીને પાણીની બહાર કાઢતાં તે હવામાંનો ઑક્સિજન લઈ શકતી ન હોવાથી તરફડીને મરી જાય છે.

HOTS પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન 10 માં લખો

પ્રશ્ન 1.
યીસ્ટ દ્વારા થતા અનારક શ્વસનમાં વુકોઝનું વિઘટન થઈ કયો પદાર્થ ઉત્પન્ન થાય છે, જે સજીવો દ્વારા થતા જારક શ્વસનમાં ઉત્પન્ન થતો નથી?
A. કાર્બન ડાયોક્સાઈડ
B. આલ્કોહોલ
C. પાણી
D. લૅક્ટિક ઍસિડ
ઉત્તરઃ
B. આલ્કોહોલ

પ્રશ્ન 2.
ભારે કસરત કરતી વખતે આપણા સ્નાયુઓમાં ક્યો પદાર્થ એકત્ર થતો જાય છે?
A. આલ્કોહોલ
B. લેક્ટિક ઍસિડ
C. કાર્બન ડાયૉક્સાઇડ
D. ડ્યુકોઝ
ઉત્તરઃ
B. લેક્ટિક ઍસિડ

GSEB Class 7 Science Important Questions Chapter 10 સજીવોમાં શ્વસન

પ્રશ્ન 3.
માછલી શાના વડે શ્વસન કરે છે?
A. ઝાલરો વડે પાણીમાં ઓગળેલો ઑક્સિજન લે છે.
B. ઝાલરો વડે હવામાંનો ઑક્સિજન લે છે.
C. શ્વસનછિદ્રો વડે હવામાંનો ઑક્સિજન લે છે.
D. ભીંગડા વડે પાણીમાં ઓગળેલો ઑક્સિજન લે છે.
ઉત્તરઃ
A. ઝાલરો વડે પાણીમાં ઓગળેલો ઑક્સિજન લે છે.

પ્રશ્ન 4.
ઉચ્છવાસની ક્રિયા માટે કઈ વિગત સાચી નથી?
A. પાંસળીઓ નીચે તરફ અને અંદરની તરફ જાય છે.
B. ઉરોદરપટલ ઉપરની તરફ મૂળ સ્થાન સુધી ખસે છે.
C. પાંસળીઓ ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે.
D. ઉદરગુહાનું કદ ઘટે છે.
ઉત્તરઃ
C. પાંસળીઓ ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે.

પ્રશ્ન 5.
દેડકો શાના વડે વાયુવિનિમય કરે છે?
A. ઝાલર
B. શ્વસનછિદ્રો અને શ્વાસનળી
C. શ્વસનછિદ્રો અને ફેફસાં
D. ભીની ત્વચા અને ફેફસાં
ઉત્તરઃ
D. ભીની ત્વચા અને ફેફસાં

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *