This GSEB Class 9 Science Notes Chapter 8 ગતિ covers all the important topics and concepts as mentioned in the chapter.
ગતિ Class 9 GSEB Notes
→ ગતિનો ખ્યાલ (Concept of Motion):
- ગતિ જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે, ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય.
- સંદર્ભબિંદુ (Reference Point) પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયતબિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તેને સંદર્ભબિંદુ કહે છે.
→ અંતર અને સ્થાનાંતર (Distance and Displacement):
- અંતર: આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થો કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે. અંતરનો SI એકમ મીટર (m) છે. અંતરનો મોટો એકમ કિલોમીટર (km) છે.
- સ્થાનાંતરઃ આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. તેનો SI એકમ મીટર (m) છે.
→ નિયમિત અને અનિયમિત ગતિ (Uniform and Non uniform Motion):
- નિયમિત ગતિઃ જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એકસરખા ગાળામાં એકસરખું અંતર (એક દિશામાં) કાપતો હોય, તો તે પદાર્થની ગતિ નિયમિત ગતિ કહેવાય.
- અનિયમિત ગતિ જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એકસરખા ગાળામાં એકસરખું અંતર (એક દિશામાં) કાપતો ન હોય, તો તે પદાર્થની ગતિ અનિયમિત ગતિ કહેવાય. પાન દિશામાં
→ ઝડપ (Speed) : ગતિમાન પદાર્થો એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. ઝડપનો SI એકમ: મીટર / સેકન્ડ (m/s) કે m s-1
- સરેરાશ ઝડપ (Average speed) પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને તે પદાર્થની સરેરાશ ઝડપ કહેવાય.
- નિયમિત ઝડપ (Uniform speed): જ્યારે પદાર્થ એકસરખા સમયગાળામાં એકસરખું અંતર કાપે ત્યારે પદાર્થ નિયમિત ઝડપે (અચળ ઝડપે) ગતિ કરે છે એમ કહેવાય.
→ વેગ (Velocity) : ગતિમાન પદાર્થો એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. વેગ માટેની સંજ્ઞા ઓ છે. વેગ એ સદિશ રાશિ છે. તેનો SI એકમ m/s કે m s-1 છે.
- સરેરાશ વેગ (Average velocity): ગતિમાન પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા કુલ સમયગાળાના ગુણોત્તરને તે પદાર્થનો સરેરાશ વેગ કહે છે. સરેરાશ વેગ માટેની સંજ્ઞા છay છે.
- નિયમિત વેગ (Uniform velocity) : જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય, તો તે પદાર્થ નિયમિત વેગથી (અચળ વેગથી) ગતિ કરે છે એમ કહેવાય.
→ પ્રવેગ (Acceleration): એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. પ્રવેગનો SI એકમ m/s અથવા ms-2
- નિયમિત પ્રવેગી ગતિ (Motion with Uniform Acceleration): સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો વધારો સમયના એકસરખા ગાળામાં સમાન રહેતો હોય, તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય.
- નિયમિત પ્રતિપ્રવેગી ગતિઃ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો ઘટાડો સમયના એકસરખા ગાળામાં સમાન રહેતો હોય, તો તે પદાર્થ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય.
→ આલેખ અને તેના ઉપયોગો (Graphs and their Uses) : અંતર– સમયનો આલેખ અને વેગ – સમયનો આલેખ એ કોઈ પદાર્થની ગતિ ચિત્ર-પદ્ધતિ દ્વારા દર્શાવે છે.
- આલેખની મદદથી પદાર્થની ગતિ નિયમિત છે કે નહિ તે જાણી શકાય છે.
- નિયમિત ગતિ કરતા પદાર્થના અંતર– સમયના આલેખના ઢાળ પરથી ઝડપ શોધી શકાય છે.
- વેગ- સમયના આલેખ અને સમય-અક્ષ વડે ઘેરાતા બંધગાળાના ક્ષેત્રફળ પરથી પદાર્થો અમુક સમયમાં કાપેલું અંતર જાણી શકાય છે.
→ નિયમિત રેખીય પ્રવેગી ગતિનાં સમીકરણો (Equations of Motion along a Straight Line with Uniform Acceleration):
- v = u + at
- s = \(\left(\frac{u+v}{2}\right)\)t
- s = at + \(\frac{1}{2}\)at2
- u2 = u2 + 2as
→ નિયમિત વર્તુળમય ગતિ (Uniform circular Motion): જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય, તો તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે એમ કહેવાય. રેખીય ઝડપ v = \(\frac{2πr}{t}\)