GSEB Class 7 Science Notes Chapter 1 વનસ્પતિમાં પોષણ

This GSEB Class 7 Science Notes Chapter 1 વનસ્પતિમાં પોષણ covers all the important topics and concepts as mentioned in the chapter.

વનસ્પતિમાં પોષણ Class 7 GSEB Notes

→ બધા જ સજીવો ખોરાક લે છે અને તેનો ઉપયોગ શક્તિ મેળવવા, વૃદ્ધિ કરવા, ઘસારો પામેલા ભાગોની સુધારણા માટે કરે છે.

→ પોષણ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં તેનો ઉપયોગ . કરવાની પ્રક્રિયાને પોષણ (Nutrition) કહે છે.

→ પોષણના મુખ્ય બે પ્રકાર છે:

  • સ્વાવલંબી પોષણ (Autotrophic Nutrition)
  • પરાવલંખી પોષણ (Heterotrophic Nutrition)

→ સ્વાવલંબી પોષણઃ લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે.

→ પરાવલંબી પોષણઃ પ્રાણીઓ અને બીજા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ કે અન્ય સજીવ પાસેથી મેળવે તેને પરાવલંબી પોષણ કહે છે.

→ વનસ્પતિનાં પર્ણોમાં થતી ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશસંશ્લેષણ ભાગે લીલાં પણમાં થાય છે. પર્ણ સિવાય વનસ્પતિના લીલા પ્રકાંડ અને તેની શાખાઓમાં પણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા થાય છે. રણમાં ઊગતી વિજ્ઞાન નવનીતઃ ધોરણ 7 વનસ્પતિ જેવી કે ફાફડાકોરમાં પર્ણનું રૂપાંતર કંટકમાં થાય છે. આથી તેનું લીલા રંગનું પ્રકાંડ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે. સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય (Chlorophyll), કાર્બન ડાયૉક્સાઈડ અને પાણી
એ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યનાં છે.

GSEB Class 7 Science Notes Chapter 1 વનસ્પતિમાં પોષણ

→ વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો પરોપજીવી (Parasite) પોષણ, કટાહારી (Insectivorous) પોષણ અને મૃતોપજીવી (Saprotrophic) પોષણ. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે, કળશપર્ણ કીટાહારી વનસ્પતિ છે અને બિલાડીનો ટોપ તથા ફૂગ મૃતોપજીવી વનસ્પતિ છે.

→ સહજીવન કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્ત્વો માટે સહભાગી બને છે. આ પ્રકારના આંતરસંબંધને સહજીવન કહે છે. લાઈન એ લીલ (algae અને ફૂગ(fund)નો સહજીવી સંબંધ છે. ફૂગ વસવાટ, પાણી અને ખનીજ તત્ત્વો લીલને આપે છે. તેના બદલામાં લીલ પ્રકાશસંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક ફૂગને આપે છે. તેમના સહજીવનમાં બંનેને લાભ થાય છે.

→ ચણા, વટાણા, વાલ અને મગ એ કઠોળ વર્ગની (શિબીકૂળની) વનસ્પતિઓ છે. તેમના મૂળમાં રાઇઝોબિયમ બૅક્ટરિયા વસવાટ કરે છે. રાઈઝોબિયમ બૅક્ટરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ તેને દ્રાવ્ય ક્ષાર સ્વરૂપમાં ફેરવી શકે છે. આમ, તે કઠોળ વર્ગની વનસ્પતિને નાઈટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. બદલામાં કઠોળ વર્ગની વનસ્પતિ રાઈઝોબિયમ બૅક્ટરિયાને ખોરાક અને વસવાટ આપે છે. આમ, કઠોળ વર્ગની વનસ્પતિ અને રાઇઝોબિયમ બૅક્ટરિયા વચ્ચે પણ સહજીવન સંબંધ કહેવાય. તેમનો આ સહસંબંધ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે.

→ કોષ વિશે સામાન્ય સમજ દરેક સજીવનું શરીર ખૂબ જ નાના એકમોનું , બનેલું હોય છે. જેને કોષ (cell) કહે છે. કોષ એ સજીવનો રચનાત્મક તેમજ ક્રિયાત્મક એકમ છે. કોષ માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ જોઈ શકાય છે. યીસ્ટ, અમીબા જેવા સજીવો એક જ કોષના બનેલા છે. કોષના મુખ્ય ત્રણ ભાગો છે :

  • કોષકેન્દ્ર
  • કોષરસસ્તર
  • કોષરસ. વનસ્પતિકોષને વધારામાં કોષદીવાલ પણ હોય છે.

GSEB Class 7 Science Notes Chapter 1 વનસ્પતિમાં પોષણ 1

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *