GSEB Class 9 Science Notes Chapter 7 સજીવોમાં વિવિધતા

This GSEB Class 9 Science Notes Chapter 7 સજીવોમાં વિવિધતા covers all the important topics and concepts as mentioned in the chapter.

સજીવોમાં વિવિધતા Class 9 GSEB Notes

→ ભિન્નતા (Variation) સજીવોમાં જોવા મળતી લક્ષણોની | વિવિધતાને ભિન્નતા કહે છે.

  • ભિન્નતા સજીવોના વર્ગીકરણનો આધાર બને છે.
  • સજીવોનાં વિભિન્ન સ્વરૂપોની ભિન્નતાના અભ્યાસ માટે વિશિષ્ટ લક્ષણોને અનુરૂપ સમૂહ બનાવવામાં આવે છે.

→ એરિસ્સેટલ ગ્રીક તત્ત્વચિંતકે સજીવોનું વર્ગીકરણ (Classification) તેમના નિવાસસ્થાનને આધારે કર્યું.

→ સજીવોના વર્ગીકરણ માટે મૂળભૂત લક્ષણ કોષીય સંરચના (Cellular Structure) છે.

GSEB Class 9 Science Notes Chapter 7 સજીવોમાં વિવિધતા

→ વનસ્પતિઓ અને પ્રાણીઓને મુખ્યત્વે પ્રકાશસંશ્લેષણ (Photosynthesis) ક્રિયા આધારે અલગ કરવામાં આવે છે.

→ સજીવોના વર્ગીકરણનો તેમના ઉદ્વિકાસ (Evolution) સાથે નજીકનો સંબંધ છે. વર્ગીકરણના અભ્યાસ સાથે સજીવોના – ઉદ્રિકાસની સમજ મળે છે.

→ ચાર્લ્સ ડાર્વિને તેમના પુસ્તક “The Origin of species by Means of Natural Selection Hi (Rescul ziscual રજૂ કરી.

→ આર. એચ. વીટેકરે સજીવોનું પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રજૂ કર્યું. હીટેકરે સજીવોની કોષીય રચના, દેહરચના, પોષણ પદ્ધતિ, કોષદીવાલ વગેરે લક્ષણોના આધારે પાંચ સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટ, ફૂગ, વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ રજૂ કરી.

→ મોનેરા (Monera) સૃષ્ટિમાં આદિકોષકેન્દ્રી સજીવો બૅક્ટરિયા, માયકોપ્લાઝમા, નીલહરિત લીલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

→ પ્રોટિસ્ટા (Protista) સૃષ્ટિમાં એકકોષી લીલ, સુકોષકેન્દ્રી સજીવો ડાયેટમ્સ, પ્રજીવો, યુગ્લિનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

→ ફૂગ Fung) સૃષ્ટિમાં વિષમપોષી, સુકોષકેન્દ્રી સજીવો યીસ્ટ, મશરૂમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

→ વનસ્પતિસૃષ્ટિ(Plant Kingdom)માં બહુકોષી, સ્વયંપોષી સુકોષકેન્દ્રી સજીવો લીલ, દ્ધિઅંગી, ત્રિભંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • લીલ (Algae) નો દેહ સુકાય સ્વરૂપે, દ્ધિઅંગી વનસ્પતિદેહ પ્રકાંડ અને પર્ણ જેવી રચનામાં વિભેદિત જ્યારે ત્રિઅંગી વનસ્પતિદેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત છે.
  • અનાવૃત બીજધારી (Gymnosperm) અને આવૃત બીજધારી (Angiosperm) સપુષ્પી વનસ્પતિઓ છે. અનાવૃત બીજધારીમાં નગ્ન બીજ જ્યારે આવૃત બીજધારીમાં બીજ ફળની અંદર ઢંકાયેલા હોય છે.

GSEB Class 9 Science Notes Chapter 7 સજીવોમાં વિવિધતા

→ પ્રાણીસૃષ્ટિ(Animal Kingdom)માં બહુકોષી, વિષમપોષી, સુકોષકેન્દ્રી સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
GSEB Class 9 Science Notes Chapter 7 સજીવોમાં વિવિધતા 1

→ કેરોલસ લિનિયસે સજીવોના વૈજ્ઞાનિક નામ માટેની ઢિનામી નામકરણ પદ્ધતિ (Binomial Nomenclature system). રજૂ કરી. આ પદ્ધતિ મુજબ પ્રથમ નામ પ્રજાતીય અને બીજું નામ જાતીય હોય છે. હિનામી નામકરણ દ્વારા સજીવોની ચોક્કસ વેજ્ઞાનિક ઓળખ શક્ય બને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *