GSEB Class 9 Gujarati Vyakaran શબ્દસમૂહ માટે એક શબ્દ

   

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Vyakaran Shabd Samuh Mate Ek Shabd શબ્દસમૂહ માટે એક શબ્દ Questions and Answers, Notes Pdf.

GSEB Std 9 Gujarati Vyakaran Shabd Samuh Mate Ek Shabd

Std 9 Gujarati Vyakaran Shabd Samuh Mate Ek Shabd Questions and Answers

શબ્દસમૂહ કે પદસમૂહ દ્વારા જે અર્થનો નિર્દેશ થતો હોય તે અર્થને કોઈ એક જ શબ્દ દ્વારા રજૂ કરીએ છીએ, તેનાથી તે વધુ સ્પષ્ટ થાય છે.

GSEB Class 9 Gujarati Vyakaran શબ્દસમૂહ માટે એક શબ્દ

આવા કેટલાક શબ્દસમૂહ માટે એક શબ્દ નીચે આપ્યા છે, તેનો અભ્યાસ કરો:

  • જે સ્થિર બુદ્ધિ ધરાવે છે તે જ્ઞાની – સ્થિતપ્રજ્ઞ
  • વસ્તુનિર્દેશવાળો નાટકનો પ્રારંભનો શ્લોક – નાન્દી
  • અરસપરસ કરેલી ચર્ચાવિચારણા – મસલત
  • નાટકની ભજવણી માટેનું સ્થાન – રંગમંચ
  • સાચવી રાખવા સોંપેલી થાપણ – અમાનત
  • ફાડ્યા વિનાનું લાંબું લૂગડાનું થાન – તાકો
  • ત્રણ ફૂટ જેટલું માપ – વાર
  • પાણી ભરવાનું સાંકડા મોંનું વાસણ – ગાગર
  • સાંકડો પગરસ્તો – કેડી
  • ગાય, ભેંસ આદિ પ્રાણીને હાંક્યાં કરાતો અવાજ – ડચકારો
  • શુભપ્રસંગે ભેટની વહેંચણી – લહાણી
  • ખોટી રીતે પડાવી લેવું – ઉચાપતા
  • પંખીઓને દાણા નાખવાની ઊંચી જગ્યા – ચબૂતરો
  • પશુપક્ષીઓ નિર્ભય રીતે ફરી શકે તેવો આરક્ષિત વિસ્તાર – અભયારણય
  • ઇચ્છા અનુસાર આપનાર વૃક્ષ – કલ્પવૃક્ષ
  • કન્યા પોતે વર પસંદ કરે તે – સ્વયંવર
  • કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ, ભેટસોગાતની ચીજ – સંપેતરું
  • ખપ કરતાં ઓછો ખર્ચ કરનાર – કંજૂસ GSEB Class 9 Gujarati Vyakaran શબ્દસમૂહ માટે એક શબ્દ
  • ખપ કરતાં વધારે ખર્ચ કરનાર – ઉડાઉ
  • જરૂરી ખર્ચ જ કરવું – થવા દેવું તે – કરકસર
  • જેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેવો મણિ – પારસમણિ
  • જ્યાં પૃથ્વી અને આકાશ અડે છે તેવી કલ્પિત રેખા – ક્ષિતિજ
  • ટચલી આંગળી પાસેની આંગળી – અનામિકા
  • નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ – અનાથાશ્રમ
  • પથ્થર ઉપર કોતરેલો લેખ – શિલાલેખ
  • પહેલાંના સમયમાં થઈ ગયેલું – પુરોગામી
  • પોતાના હાથે લખાયેલું પોતાનું જીવનવૃત્તાંત – આત્મકથા
  • યુદ્ધમાં પ્રાણ અર્પણ કરનાર – શહીદ
  • લેખકે ધારણ કરેલું બીજું નામ – ઉપનામ, તખલ્લુસ
  • સમુદ્રમાંથી ડૂબકી મારી મોતી કાઢનાર – મરજીવો
  • સોંપેલા કામમાં ઓછું કરવાની વૃત્તિવાળું – કામચોર
  • હવાઈ કિલ્લા બાંધનાર – શેખચલ્લી

GSEB Class 9 Gujarati Vyakaran શબ્દસમૂહ માટે એક શબ્દ

શબ્દસમૂહ માટે એક શબ્દ સ્વાધ્યાય

પ્રશ્ન. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :

(1) અરસપરસ કરેલી ચર્ચાવિચારણા
(અ) મંત્રણા
(બ) મસલત
(ક) નિંદા
ઉત્તરઃ
(બ) મસલત

(2) ઇચ્છા અનુસાર આપનાર વૃક્ષ
(અ) વટવૃક્ષ
(બ) કલ્પવૃક્ષ
(ક) જાદુઈ વૃક્ષ
ઉત્તરઃ
(બ) કલ્પવૃક્ષ

(3) જેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેવો મણિ
(અ) પારસમણિ
(બ) ભાગ્યમણિ
(ક) સૂરજમણિ
ઉત્તરઃ
(અ) પારસમણિ

GSEB Class 9 Gujarati Vyakaran શબ્દસમૂહ માટે એક શબ્દ

(4) પહેલાંના સમયમાં થઈ ગયેલું
(અ) અનુગામી
(બ) પુરોગામી
(ક) અર્વાચીન
ઉત્તરઃ
(બ) પુરોગામી

(5) સોંપેલા કામમાં ઓછું કરવાની વૃત્તિવાળું
(અ) ડહાપણ
(બ) લાચારી
(ક) કામચોર
ઉત્તરઃ
(ક) કામચોર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *