GSEB Class 8 Social Science Notes Chapter 9 સંસાધન

This GSEB Class 8 Social Science Notes Chapter 9 સંસાધન covers all the important topics and concepts as mentioned in the chapter.

સંસાધન Class 8 GSEB Notes

→ સંસાધન માનવસમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધારે છે.

→ સંસાધનો દ્વારા આપણી જરૂરિયાતો કે આવશ્યકતાઓ સંતોષી શકાય છે,

→ માનવી પોતાની આવડત કે કૌશલથી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કુદરતનાં તત્ત્વોને ઉપયોગમાં લે ત્યારે તે સંસાધન કહેવાય.

→ ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે.

GSEB Class 8 Social Science Notes Chapter 9 સંસાધન

→ માનવી જ્યારથી ખનીજોને ખોદી, શુદ્ધ કરીને પોતાની જરૂરિયાતો સંતોષતો થયો છે ત્યારથી ખનીજ સંસાધનો બન્યાં છે. પવનચક્કી વડે વીજળી ઉત્પન્ન કરવાની ટેક્નોલૉજીનો વિકાસ થવાથી આજના યુગમાં પવન એક મહત્ત્વનું સંસાધન બન્યું છે.

→ સંસાધનોના નિમશિને આધારે તેના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે :

  • કુદરતી સંસાધનો (Natural Resources) અને
  • માનવસર્જિત સંસાધનો (Man Made Resources).

→ કુદરતમાંથી મળતાં અને વધારે પ્રક્રિયા કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય તેવાં તત્ત્વોને કુદરતી સંસાધનો’ કહે છે. હવા, પાણી, જમીન, ખનીજો, ઊર્જાસોતો વગેરે કુદરતી સંસાધનો છે,

→ પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનો છે,

→ વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિસ્થાનોને આધારે સંસાધનોના ચાર પ્રકાર પાડવામાં આવે છે :

  • સર્વસુલભ સંસાધનો (Obliqities)
  • સામાન્ય સુલભ સંસાધનો (Commonalities),
  • વિરલ સંસાધનો (Rarettes) અને
  • એકલ કે દુર્લભ સંસાધન (Uniquelities).

→ જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયગાળામાં વપરાશી જથ્થાની પૂર્તિ કરે છે અર્થાત્ અખૂટ હોય છે, તેને ‘નવીનીકરણીય (પુનઃપ્રાપ્ય -Renewable) સંસાધનો કહેવાય, દા. ત., જંગલો, પ્રાણીઓ, પશુ-પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે.

→ જે સંસાધનો એક વાર વપરાઈ ગયા પછી નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય છે, તેને ‘બિનનવીનીકરણીય’ પુનઃઅપ્રાપ્ય – Nonrenewable) સંસાધનો કહેવાય. દા. ત., ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનીજો વગેરે.

→ કુદરતી તત્ત્વોને માનવી પોતાના જ્ઞાન અને કૌશલ વડે પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરીને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવે તેને “માનવસર્જિત” કે “માનવનિર્મિત’ સંસાધનો (Man Made Resources) કહેવાય. કુદરતી રીતે મળી આવતાં ચૂનો, ચિરોડી વગેરે તત્ત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી બનાવાતો સિમેન્ટ એ માનવસર્જિત કહેવાય છે. વિદ્યુત, મકાનો, સડક, પુલો, પગથિયાં આકારનાં ખેતરો, બહુહેતુક યોજનાઓ, બોગદાં, ટેક્નોલૉજી વગેરે માનવસર્જિત સંસાધનો છે.

→ માનવ સંસાધન (Human Resources) : માનવે જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. તેથી માનવી પોતે જ એક શક્તિશાળી સંસાધન છે. તે પોતાનાં જ્ઞાન અને કૌશલ વડે કુદરતનાં વિવિધ તત્ત્વોને સંસાધનોના સ્વરૂપે વાપરે છે. આમ, માનવી સંસાધનોનો બનાવનાર અને વાપરનાર બંને છે.

→ શિક્ષણ અને આરોગ્યની સેવાઓ માનવીને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ વિકાસ સંસાધન” કહેવાય છે.

→ ભૂમિ (Land) બધાં સંસાધનોમાં ઉપયોગિતાની દષ્ટિએ મોખરાના સ્થાને છે. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળનો લગભગ 29 % હિસ્સો ભૂમિ દ્વારા રોકાયેલો છે.

→ ભૂમિ અને આબોહવાની વિવિધતા આ બે પરિબળો દુનિયાની વસ્તીગીચતા પર અસર કરે છે. દુનિયાના જે પ્રદેશો માનવવસવાટ માટે અનુકૂળ છે ત્યાં વસ્તીગીચતા વધારે હોય છે; જ્યારે માનવવસવાટ માટે પ્રતિકૂળ એવા રણપ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા વિસ્તારોમાં વસ્તીગીચતા ઓછી હોય છે,

→ આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની છે. શહેરોમાં મકાનો બાંધવા અને ગામડાંમાં ખેતી યોગ્ય ભૂમિ વધારવાની પ્રવૃત્તિએ અનેક પર્યાવરણીય સમસ્યાઓ સર્જી છે. ભૂમિની જરૂરિયાત સંતોષવા માનવીએ જંગલોનું નિકંદન કાઢયું છે.

GSEB Class 8 Social Science Notes Chapter 9 સંસાધન

→ “જળ છે તો જીવન છે.’ જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની સજીવસૃષ્ટિ અશક્ય છે. દુનિયાના તમામ જીવોનો આધાર જળ જ છે. જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે. પૃથ્વી સપાટીના લગભગ ભાગ પર પાણી અને લગભગ 4 ભાગ પર ભૂમિ છે. એકંદરે પૃથ્વી પર જળનો જથ્થો વધારે છે, પરંતુ સમુદ્રો અને મહાસાગરોનું પાણી ખારું છે, જે ખૂબ ઓછું ઉપયોગી છે. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો માત્ર 2.7 % જેટલો જ છે. વળી, આ જથ્થામાંથી મોટો હિસ્સો ઊંચા પર્વત શિખરોમાં, હિમનદીઓમાં તેમજ ઍન્ટાટિકા અને આર્ટિકના વિસ્તારોમાં બરફરૂપે છે, તેમાંથી આપણી પાસે માત્ર 1% જેટલો અલ્પ મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ, નદીઓ, સરોવરો, ઝરણાં વગેરે રૂપે ઉપલબ્ધ છે. તે મુખ્યત્વે ખેતી માટે, સિંચાઈ, પીવા, વાપરવા અને ઉદ્યોગો માટે વપરાય છે.

→ આજે દુનિયાના દક્ષિણ અમેરિકા, આફ્રિકાના મોટા ભાગના પ્રદેશ, મધ્યપૂર્વ એશિયા, ઑસ્ટ્રેલિયા વગેરે પ્રદેશોમાં પીવાના પાણીની ભારે અછત વર્તાઈ રહી છે. ભારતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત, રાજસ્થાનના જેસલમેર અને બાડમેર જિલ્લાઓ તેમજ દખ્ખણના ઉચ્ચપ્રદેશનો મધ્યભાગ વગેરે વિસ્તારો ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે,

→ નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, વધતું જતું શહેરીકરણ, આધુનિક જીવનશૈલી, નિર્વનીકરણ – જંગલોનો વિનાશ વગેરે પરિબળોને પરિણામે ભારતમાં જળતંગી (પાણીની અછત) નિરંતર વધતી જાય છે.

→ જે વનસ્પતિ માનવીની મદદ વિના, પોતાની મેળે જાતે જ ઊગે છે તેને કુદરતી વનસ્પતિ (Natural Vegetation) કહેવાય,

→ જંગલનો સામાન્ય અર્થ વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂ-ભાગ એવો થાય છે.

→ વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્રસપાટીથી જે-તે સ્થળની ઊંચાઈ અને તેની આબોહવાની વિવિધતા – આ બે બાબતોના આધારે થાય છે.

→ જીવાવરણ(Biosphere)માં માનવો, વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ વગેરે સજીવોનો સમાવેશ થાય છે. તેમાં એક સજીવ બીજા સજીવ સાથે જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, જેને “પરિસરતંત્ર’ (Ecosystem) તરીકે ઓળખવામાં આવે છે.

→ વનસ્પતિ આપણને અનેકવિધ જરૂરિયાતો પૂરી પાડે છે. તે પ્રાણીસૃષ્ટિને કુદરતી આવાસ – રહેઠાણ અને ખોરાક પૂરાં પાડે છે. વનસ્પતિ વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. જમીનનું ધોવાણ અટકાવે છે. ભૂગર્ભજળની જાળવણી કરે છે. વનસ્પતિ – જંગલો ઈમારતી અને બળતણનું લાકડું, વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદર તેમજ કાગળ અને દવાસળી જેવા ઉદ્યોગો માટે કાચો માલ આપે છે.

→ વન્ય જીવોમાં વિવિધ પ્રાણીઓ, પશુ-પક્ષીઓ અને કીટકો(જીવજંતુઓ)નો સમાવેશ થાય છે. તે આપણને માંસ, ચામડાં, રુંવાટીવાળી ખાલ, ઊન વગેરે આપે છે. મધમાખી એક કીટક છે. તે ફૂલોનાં પરાગનયનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યાને નિયંત્રિત કરે છે.

→ છેલ્લાં બસો વર્ષથી માનવીની જમીન મેળવવાની તીવ્ર લાલસાને કારણે વૃક્ષછેદનની પ્રવૃત્તિ ખૂબ વધી ગઈ છે, તેથી જંગલોનું આચ્છાદન સતત ઘટી રહ્યું છે,

→ જંગલો નષ્ટ થવાથી વૃક્ષો અને વન્ય જીવોની અસંખ્ય પ્રજાતિઓનો વિનાશ થયો છે કે વિનાશના આરે ઊભેલી છે. તદુપરાંત, આબોહવામાં પણ પરિવર્તન થયું છે.

→ જંગલોનો વિનાશ થવાથી તેમજ શિંગડાં, દાંત, ચામડાં, રૂંવાટીવાળી ખાલ (ચામડી), હાડકાં, નખ વગેરે મેળવવા વન્ય જીવોના થતા બેફામ શિકારથી તેમની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.

→ સંસાધનોનું સંરક્ષણ (Conservation of Resources) : વધતી જતી વસ્તી અને વિજ્ઞાન તથા ટેક્નોલૉજીનો અસાધારણ વિકાસ થવાથી સંસાધનોનો વપરાશ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.

→ ભવિષ્યમાં સંસાધનોની અછત ન સર્જાય તે માટે સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ. એ માટે સંસાધનોનો આયોજનપૂર્વક, કરકસરભર્યો અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.

GSEB Class 8 Social Science Notes Chapter 9 સંસાધન

→ સંસાધનોના સંરક્ષણ માટેના ઉપાયો :

  • જમીનના ધોવાણથી તેની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, તેથી જમીનનું ધોવાણ અટકાવવું.
  • ખેતરમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ લાંબાગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે. તેથી તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. શક્ય હોય તો જમીનના પોષણ માટે છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.
  • ખેતરમાં અતિશય સિંચાઈ કરવાથી જમીનની ઉત્પાદન શક્તિમાં ઘટાડો થાય છે. તેથી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ વધારવો.
  • પાકમાં જંતુનાશકોનો ઉપયોગ કરવાથી જમીન અને જળસોતો પ્રદૂષિત થાય છે. તેથી તેને બદલે જેવજેતુનાશકોના ઉપયોગને ઉત્તેજન આપવું.
  • વન્ય જીવો પરિતંત્રની સમતુલા માટે મહત્ત્વના છે. તેથી તેમનો શિકાર રોકવા માટે કડક કાયદા બનાવવા.
  • જંગલ વિસ્તારોમાં પશુચરાણ અને વૃક્ષછેદનની પ્રવૃત્તિઓ અટેકાવવા ખાસ પગલાં ભરવાં.
  • ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરી, તેનો ઉનાળાની ઋતુમાં ઉપયોગ કરવાથી પાણીની અછત નિવારી શકાય,
  • તળાવો કે સરોવરોમાં જમા થયેલ કાંપ અને કાદવ-ક્ટરો દૂર કરી તેમને ઊંડો કરવાથી પાણીનો સંગ્રહ વધારી શકાય છે.
  • વરસાદી પાણી રોકવા માટે ચેકડેમો બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે.
  • ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા.
  • ઘરમાંથી નીકળતા વપરાયેલ પાણીથી ચિન ગાર્ડન બનાવી તાજા શાકભાજી ઊગાડી ઘરખર્ચમાં બચત કરી શકાય.
  • પરંપરાગત ઊર્જા સંસાધનોના વિકલ્પ સૂર્ય ઊર્જા (સૌર ઊજ), પવન ઊર્જા, ભરતી ઊર્જા, ભૂતાપીય ઊર્જા વગેરે ઊર્જા સંસાધનોનો ઉપયોગ કરવાનું વિચારવું જોઈએ.
  • ફરી ઉપયોગમાં લઈ શકાય તેવાં સંસાધનોને પુનઃઉપયોગમાં લેવાં જોઈએ. બિનનવીનીકરણીય સંસાધનોના વિકલ્પો શોધવા જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *