GSEB Class 8 Social Science Notes Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન

This GSEB Class 8 Social Science Notes Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન covers all the important topics and concepts as mentioned in the chapter.

ખનિજ અને ઊર્જા-સંસાધન Class 8 GSEB Notes

→ પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને કારણે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ (ગુણધર્મો ધારણ કરે છે તેવા ઘન, પ્રવાહી કે વાયુસ્વરૂપના પદાર્થોને “ખનીજ’ કહે છે.

→ પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી અશુદ્ધ સ્વરૂપે મળતાં ખનીજોને અયસ્ક’ કહે છે. અયસ્કોનું શુદ્ધીકરણ કર્યા પછી જ તેમાંથી વિવિધ ખનીજો શુદ્ધ સ્વરૂપે મળે છે.

→ ખનીજો કુદરતી બક્ષિસ છે. તે કુદરતી રીતે જ નિર્માણ પામે છે. ખનીજોને તેમના રંગ, ચમક, ઘનતા, નક્કરતા વગેરે રાસાયણિક ગુણધર્મોના આધારે ઓળખી શકાય છે.

→ ખનીજો ઉદ્યોગોને કિંમતી કાચો માલ પૂરો પાડે છે અને તેમાંથી બનતાં ઉત્પાદનોથી રાષ્ટ્ર સમૃદ્ધ બને છે. તેથી ખનીજો રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ ગણાય છે.

GSEB Class 8 Social Science Notes Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન

→ ખનીજોને તેમની સંરચનાના આધારે મુખ્યત્વે ધાતુમય (ધાત્વિક) અને અધાતુમય (અધાવિક) ખનીજોમાં વર્ગીક્ત કરવામાં આવે છે.

→ ધાતુમય (ધાવિક) ખનીજો (Metallic Minerals) : ધાતુમય ખનીજોમાં ધાતુઓ કાચા સ્વરૂપ(અયસ્ક)માં હોય છે. તેમને ઓગાળવાથી ધાતુઓ મળે છે. દા. ત., સોનું, ચાંદી, જસત, તાંબું. બૉક્સાઇટ, લોખંડ વગેરે. આ ધાતુઓને ટીપીને કે ઓગાળીને વિવિધ આકારોમાં ઢાળી શકાય છે. તેમની પર પ્રહાર કરવાથી તે તૂટતી નથી. ધાતુમય ખનીજો આગ્નેય કે અનિત અને રૂપાંતરિત ખડકસમૂહોમાંથી મળે છે. તે કઠોર પદ્યર્થ છે. તે ઉષ્મા અને વિદ્યુતની વાહક હોય છે અને તેમાં ચમક અથવા તેજ હોય છે.

→ અધાતુમય (અધાત્વિક) ખનીજો (Non-Metallic Mine rals) : અધાતુમય ખનીજોમાં ધાતુઓ હોતી નથી. તેમાં મુખ્યત્વે સંચાલનશક્તિ માટે ઉપયોગમાં લેવાતાં ખનીજો હોય છે. દા. ત., કોલસો અને પેટ્રોલિયમ. આ ઉપરાંત, તેમાં ચૂનાનો પથ્થર, અબરખ, જિપ્સમ વગેરે ખનીજો હોય છે. કેટલાંક અધાતુમય ખનીજોને કાપીને, ઉખાડીને કે તોડીને જુદા જુદા આકારોમાં ઢાળી શકાય છે. તેમની પર પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. અધાતુમય ખનીજો મેદાનો અને ગેડ પર્વતોના કાંપના ખડકસમૂહો(નિક્ષેપકૃત ખડકો)નાં ક્ષેત્રોમાંથી મળે છે.

→ ઉદ્યોગો, ખેતી, પરિવહન, સંદેશાવ્યવહાર, સંરક્ષણ વગેરે ક્ષેત્રોમાં ઊર્જાની જરૂરિયાત હોય છે.

→ જે સાધનો વડે યંત્રોને ચલાવવા અને ચીજવસ્તુઓના ઉત્પાદન માટે ઊજાં પ્રાપ્ત થાય છે તેને “ઊર્જા-સંસાધન’ કહે છે.

→ ઊર્જા-સંસાધનોને વિસ્તૃત રૂપે પરંપરાગત (Conventional) અને બિનપરંપરાગત (Non-Conventional) સંસાધનોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

→ જે સ્ત્રોતોનો લાંબા સમયથી ઉપયોગ થઈ રહ્યો છે તેને ઊર્જાના પરંપરાગત સ્રોતો કહે છે.

→ પરંપરાગત ઊર્જાના મુખ્ય બે તો લાકડું અને અશ્મિભૂત ઈંધણ (બળતણં) છે.

→ કોલસો (coal) : તે વિપુલ પ્રમાણમાં મળી આવતું અશ્મિભૂત ઈંધણ (બળતરા) છે. કોલસાનો ઘરેલું બળતણ તરીકે, લોખંડપોલાદના ઉદ્યોગમાં, વરાળ એન્જિનના સંચાલનમાં, તાપવિદ્યુતના ઉત્પાદનમાં, કારખાનાંઓમાં ઊર્જાના સ્ત્રોત તરીકે વગેરેમાં ઉપયોગ કરવામાં આવે છે. કોલસાનો ઉપયોગ કરીને ઉત્પન્ન કરવામાં આવતી વિદ્યુતને ‘તાપવિદ્યુત’ કહે છે, કોલસાની ઊર્જાથી દેશનો ઔદ્યોગિક વિકાસ થયો છે.

→ ચીન, યુ.એસ.એ., જર્મની, રશિયા, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ વગેરે કોલસાના અગ્રણી ઉત્પાદક દેશો છે.

→ પશ્ચિમ બંગાળમાં રાનીગંજ અને ઝારખંડમાં ઝરિયા, ધનબાદ તથા બોકારો એ ભારતનાં કોલસાનાં મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો છે.

→ ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો કચ્છમાં પાંધો; સુરતમાં તડકેશ્વર; ભરૂચમાં રાજપારડી; ભાવનગરમાં થોરડી, તગડી અને સામતપર તથા મહેસાણામાં કડી આ બધાં ક્ષેત્રોમાંથી મળી આવે છે.

→ ખનીજ તેલ (Crude oil) : તે બરતર ખડકો(જળકૃત ખડકો) – માંથી મળે છે. તે અર્ધપ્રવાહી સ્વરૂપે હોય છે, તેમાં ઘણા પદાર્થો ભળેલા હોય છે. રિફાઇનરીમાં ખનીજ તેલ પર પ્રક્રિયા દ્વારા ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક, ઊંજણ તેલ લુબ્રિકન્ટ) વગેરે ઉત્પાદનો મેળવવામાં આવે છે. આ ઉત્પાદનોનો વ્યાપારી ધોરણે બહોળો ઉપયોગ થાય છે. તેથી ખનીજ તેલને કાળું સોનું કહેવામાં આવે છે.

→ ઈરાન, ઇરાક, સઉદી અરેબિયા અને કતાર ખનીજ તેલના મુખ્ય ઉત્પાદક દેશો છે; જ્યારે યુ.એસ.એ., રશિયા, વેનિઝુએલા અને અલ્જિરિયા ખનીજ તેલના અન્ય ઉત્પાદક દેશો છે.

→ ભારતમાં અસમમાં દિગ્બોઈ, મુંબઈમાં બૉમ્બે હાઈ તેમજ કૃણા અને ગોદાવરી નદીઓના મુખત્રિકોણ પ્રદેશો એ પેટ્રોલિયમનાં મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો છે.

GSEB Class 8 Social Science Notes Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન

→ ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી પ્રાપ્ત થયું હતું.

→ ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું અંક્લેશ્વર ખનીજ તેલનું સૌથી મોટું

→ ગુજરાતમાં ખનીજ તેલ અંકલેશ્વર, મહેસાણા, કલોલ, કડી, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, ભાવનગર વગેરે ક્ષેત્રોમાંથી મળી આવે છે.

→ કુદરતી વાયુ (Natural Gas) : તે ખનીજ તેલની સાથે મળી આવે છે. તે ખનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયુ છે. તે સૌથી સસ્તો, વાપરવામાં સરળ અને પ્રદૂષણરહિત ઊર્જાસ્ત્રોત છે.

→ કુદરતી વાયુનો ઉપયોગ ઘરેલું બળતણ તરીકે અને ઉદ્યોગોમાં ઈંધણ તરીકે થાય છે.

→ રશિયા, નૉર્વે, યુ.કે, (ગ્રેટ બ્રિટન) અને નેધરલૅન્ડ કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો છે.

→ ભારતમાં જેસલમેર, ખંભાત બેસીન, કૃષજ્ઞા અને ગોદાવરી નદીઓના મુખત્રિકોણ પ્રદેશો, ત્રિપુરા, બૉમ્બે હાઈ વગેરે કુદરતી વાયુનાં ઉત્પાદક ક્ષેત્રો છે.

→ ગુજરાતમાં અંકલેશ્વર અને ગાંધાર ખનીજ તેલ અને કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતું ક્ષેત્ર છે.

→ ઊર્જાના બિનપરંપરાગત સ્રોતો (Non-Conventional Sources of Energy) : કોલસો કે ખનીજ તેલ જેવા ઊર્જાના પરંપરાગત સ્રોતોનો જથ્થો મર્યાદિત હોવાથી તેનો ભંડાર સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત તેના વપરાશથી પક્ષવિરણીય પ્રદૂષણ પણ થાય છે. આથી આ સ્રોતોના વિકલ્પે સૌર ઊર્જા, પવન ઊર્જા, ભરતી ઊજ, ભૂતાપીય ઊજાં જેવા બિનપરંપરાગત સ્રોતોનો ઉપયોગ જરૂરી બન્યો છે.

→ ઊર્જાના બિનપરંપરાગત સ્રોતો વિકસાવવા માટે ભારતમાં કમિશન ફૉર એડિશનલ સોર્સિસ ઑફ એનર્જી” (Commission for Additional Sources of Energy-CASE) નામની સંસ્થાની રચના કરવામાં આવી છે; જ્યારે ગુજરાતમાં ‘ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી’ (Gujarat Energy Development Agency – GEDA) કામ કરી રહી છે.

→ સૌર ઊર્જા (solar Energy) : સૂર્ય પૃથ્વી પરની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. સૌર ઊર્જા અખૂટ અને પ્રદૂષણમુક્ત છે. તેનો ઉપયોગ સોલર વૉટર હીટર (પાણી ગરમ કરવા), સોલર કૂકર (રસોઈ કરવા), સોલર ડ્રાયર્સ (કપડાં સૂકવવા) તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે (સોલર પૅનલ) અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં થાય છે.

→ મધ્ય પ્રદેશ રાજ્યના રેવામાં આવેલી ‘સૌર ઊર્જા પરિયોજના’ની ગણના એશિયાની મોટી સૌર ઊર્જા યોજનામાં થાય છે. ગુજરાતમાં 590 મેગાવૉટની ક્ષમતાનો સોલર પાર્ક પાટણ જિલ્લામાં ચારણકા ગામ ખાતે આવેલો છે. ગુજરાતમાં 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી(GEDA)એ વડોદરા પાસે છાણી ખાતે સ્થાપ્યું છે.

→ સૉલર રૂફ ટોપ સિસ્ટમ લગાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર સબસીડી આપે છે.

→ ગુજરાતમાં સૌર ઊજાં પ્લાન્ટ ભુજ પાસે દરિયાના ખારા પાણીને ડિસેલિનેશન કરવા (મીઠું પાણી બનાવવા માટે સ્થાપવામાં આવ્યો છે. હાલના સમયમાં ગામડાંઓમાં દીવાબત્તી (સ્ટ્રીટ લાઇટ).
અને ખેતરોમાં સિંચાઈ માટે સોલર પેનલ ગોઠવવામાં આવે છે.

→ પવન ઊર્જા (wind Energy) : તે એક અખૂટ અને પ્રદૂષણરહિત ઊર્જાસ્ત્રોત છે. પવનચક્કીઓ દ્વારા ઓછા ખર્ચે વિદ્યુત મેળવી શકાય છે.

→ પવનચક્કીનો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં અને કૂવામાંથી પાણી કાઢવા માટે ઘણાં વર્ષોથી થાય છે. વર્તમાન સમયમાં પવનચક્કીને જનરેટર સાથે જોડીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. પવનચક્કીઓના સમૂહને વિન્ડ (પવન) ફાર્મ કહે છે.

→ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ પર્વત-ખીલના વિસ્તારમાં કે જ્યાં વેગીલો અને સતત પવન ફૂંકાતો હોય ત્યાં વિન્ડ ફાર્મ ઊભા કરવામાં આવે છે.

→ જર્મની, યુ.એસ.એ., ડેન્માર્ક, સ્પેઇન, ભારત વગેરે પવન | ઊર્જા ઉત્પન્ન કરનારા અગ્રગણ્ય દેશ છે,

→ ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે અને કચ્છ જિલ્લાના માંડવીના સમુદ્રકિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે. આ ઉપરાંત, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે.

→ ભૂતાપીય ઊર્જા (Geo-Thermal Energy) તે ઊર્જાનો બિનપરંપરાગત સૌત છે. તે પ્રદૂષણમુક્ત, પર્યાવરણને અનુકૂળ અને હંમેશાં ઉપલબ્ધ હોય છે. ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાળ પૃથ્વી સપાટી પર આવે છે, એ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઊર્જાને “ભૂ-તાપીય ઊર્જા’ કહે છે.
– વર્ષોથી ગરમ પાણીના સ્ત્રોતોના રૂપમાં ભૂ-તાપીય ઊર્જાનો ઉપયોગ રસોઈ કરવા, ગરમી મેળવવા અને નાહવા માટે થાય
– વિશ્વનો સૌથી મોટો ભૂ-તાપીય ઊર્જા પ્લાન્ટ યુ.એસ.એ.માં વેલો છે. દુનિયામાં ન્યૂ ઝીલેન્ડ, આઇસલૅન્ડ, ફિલિપીન્ઝ અને મધ્ય અમેરિકામાં ભૂ-તાપીય ઊર્જાનો ઉપયોગ થાય છે.

→ ભારતમાં ભૂ-તાપીય ઊર્જા પ્લાન્ટ્સ હિમાચલ પ્રદેશ રાજ્યના મણિકરણ અને કેન્દ્રશાસિત પ્રદેશ લડાખના ગાઘાટી ખાતે આવેલા છે.

→ ગુજરાતમાં લસુન્દ્રા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે.

GSEB Class 8 Social Science Notes Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન

→ ભરતી ઊર્જા (Tidal Energy) : સમુદ્રની ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઊજને “ભરતી ઊજ’ કહે છે. તે ઊર્જાનો અખૂટ અને પ્રદૂષણમુક્ત સૌત છે.

→ ભરતી ઊર્જા મેળવવા માટે સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધવામાં આવે છે, મોટી ભરતી વખતે ભરતીના પાણીને બંધ વડે અવરોધીને ઓટ વખતે નીચાણમાં ગોક્વેલા ટર્બાઇન પર ધોધ રૂપે વહેવડાવીને વિદ્યુત મેળવવામાં આવે છે.

→ ભરતી ઊર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના યૂ.એસ.એ., રશિયા, ફ્રાન્સ, ચીન, ભારત વગેરે દેશોએ અમલમાં મૂકી છે.

→ ગુજરાત રાજ્યમાં ભરતી ઊર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજનાનો આરંભ કચ્છના અખાતમાં અને ખંભાતના અખાતમાં કરવામાં આવ્યો છે.

→ બાયોગેસ (Blogas) : ખેતરનો કચરો, નકામા કૃષિપદાર્થો, પશુઓનું છાણ, રસોઈઘરનો કચરો, માનવ મળમૂત્ર, ખાંડનાં કારખાનાંનો કચરો વગેરેને કોહવડાવી, તેમાંથી મેળવવામાં આવતો ગૅસ “બાયોગેસ’ કહેવાય છે. તે બૅક્ટરિયાની મદદથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે. તેમાંથી મિથેન અને કાર્બન ડાયૉક્સાઇડ વાયુ છુ પડે છે. મિથેન દહનશીલ વાયુ છે.

→ બાયોગેસ રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ (ઈંધણે) છે, તે સસ્તો અને ઉપયોગમાં સરળ છે. બાયોગેસથી ઊર્જા અને નિંદણમુક્ત જૈવિક ખાતર મેળવી શકાય છે.

→ ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્ય અને ગુજરાત રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે.

→ ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના રૂદાતલ અને બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે બાયોગેસ પ્લાન્ટ્સ કાર્યરત છે.

→ ખનીજોની ઉપયોગિતાઃ
મેગેનીઝનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે. આ ઉપરાંત, રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓ, કાચ, વાનિશ અને છાપકામ વગેરેના ઉદ્યોગોમાં મેંગેનીઝનો ઉપયોગ થાય છે. તાંબાનો ઉપયોગ વીજળીના તાર, સ્ફોટક પદાર્થો, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં થાય છે, તદુપરાંત, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન (TV), રેફ્રિજરેટર, ઍર કંડિશનર વગેરેની બનાવટમાં તાંબાનો ઉપયોગ થાય છે. પિત્તળ અને કાંસા જેવી મિશ્ર ધાતુઓ બનાવવા માટે તાંબાનો ઉપયોગ થાય છે, જેમ કે, તાંબામાં જસત ભેળવતાં પિત્તળ અને કલાઈ ભેળવતાં કાંસું બને છે.

→ ઍલ્યુમિનિયમ બૉક્સાઇટમાંથી મેળવવામાં આવે છે. એલ્યુમિનિયમનો ઉપયોગ વિધુતનાં સાધનો, રંગો, હવાઈજહાજનું બાંધકામ, કેરોસીનનું શુદ્ધીકરણ, ઘરવપરાશનાં વાસણો, સિમેન્ટ વગેરે બનાવવામાં થાય છે.

→ અબરખ અનિરોધક વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો, રેડિયો, ટૅલિફોન, વિમાનો, ડાયનેમો, મોટરગાડીઓ, વિદ્યુતમોટર, ગ્રામોફોન વગેરેની બનાવટમાં થાય છે.

→ ફ્લોરસ્પારનો ઉપયોગ ધાતુગાળણ ઉદ્યોગમાં, પ્લાસ્ટિક ઉદ્યોગમાં, હાઇડ્રક્લોરિક ઍસિડ અને ચિનાઈ માટીની વસ્તુઓની બનાવટમાં થાય છે.

→ ચૂનાનો પથ્થર સિમેન્ટ, લોખંડ-પોલાદ, સોડાએંશ, સાબુ, કાગળ, રંગો, ખાંડ-શુદ્ધીકરણ વગેરે ઉદ્યોગોમાં વપરાય છે,

→ સીસાનો ઉપયોગ સ્ટોરેજ બૅટરી અને ઝિંક ઑક્સાઈડની બનાવટમાં થાય છે.

→ જસતનો ઉપયોગ ગેલ્વેનાઇઝ પતરા પર ઢોળ ચઢાવવા માટે અને વાસણો બનાવવામાં થાય છે.

→ લોખંડ(લોહ-અયસ્ક)નો ઉપયોગ યંકણીથી માંડીને મોટાં યંત્રો, મોટરગાડીઓ, જહાજો, રેલવે, પુલો, મકાનો, શઓ વગેરે બનાવવામાં થાય છે.

→ કોલસાનો સૌથી વધુ ઉપયોગ તાપવિદ્યુતના ઉત્પાદનમાં, ધાતુ ગાળવાનાં કારખાનાંઓમાં તેમજ રેલવે અને આગબોટ જેવાં પરિવહન સાધનોમાં થાય છે,

→ ખનીજોનું સંરક્ષણ: ખનીજોના નિર્માણ અને તેના સંગ્રહમાં હજારો વર્ષ લાગે છે. તેથી ખનીજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરીને તેનો આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.

→ ધાતુઓનું રિસાયક્લિંગઃ લોખંડ, તાંબુ, ઍલ્યુમિનિયમ, કલાઈ વગેરે ધાતુઓના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવો જોઈએ.

GSEB Class 8 Social Science Notes Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન

→ ઓછા પ્રમાણમાં મળતાં કે ખલાસ થવાની અણી પર હોય તેવાં ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ, જેથી આવાં ખનીજોને લાંબા સમય સુધી બચાવી શકાય. ઉદાહરણ તરીકે, વિદ્યુતને સ્થાને સૌર વિદ્યુતનો, તાંબાના સ્થાને ઍલ્યુમિનિયમનો, પેટ્રોલને બદલે સી.એન.જી.નો ઉપયોગ કરવો જોઈએ.

→ જળવિદ્યુત, સૌર ઊર્જા, પવન ઊર્જા, બાયોગૅસ, ભરતી ઊર્જા, ભૂ-તાપીય ઊર્જા વગેરે બિનપરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ.

→ પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખીને ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો. આ માટે પ્રદૂષણમુક્ત પર્યાવરણ જાળવવા પ્રયત્નો કરવા જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *