GSEB Class 8 Social Science Notes Chapter 18 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા

This GSEB Class 8 Social Science Notes Chapter 18 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા covers all the important topics and concepts as mentioned in the chapter.

સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા Class 8 GSEB Notes

→ આજે ભારતનો સમાજ પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે.

→ આધુનિક સમાજમાં આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે બાબતોમાં પરિવર્તનો થઈ રહ્યાં છે.

→ સામાજિક ન્યાય માટે જ્ઞાતિ, લિંગ, જાતિ કે વંશનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના સમાજના બધા લોકોના વ્યક્તિત્વના વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જોઈએ.

→ ‘સામાજિક ન્યાય’ એ શબ્દપ્રયોગમાં ‘સામાજિક’ શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે વપરાય છે.

→ “સામાજિક ન્યાય’ એ શબ્દપ્રયોગમાં ‘ન્યાય’ શબ્દ સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો સાથે સંબંધિત છે,

→ સામાન્ય ન્યાય એ સમાજની દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા, સમાનતા પૂરી પાડવા અને વ્યક્તિગત હકોની જાળવણી કરવા માટે છે.

GSEB Class 8 Social Science Notes Chapter 18 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા

→ સામાજિક ન્યાયનો હેતુ સમાજની નવરચના કરવાનો છે.

→ સામાજિક અસમાનતા વ્યક્તિને મળતા અધિકારો અને તકોના સંદર્ભે સમાન ન હોવાની સ્થિતિ સાથે સંકળાયેલ છે.

→ આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે બાબતોમાં સામાજિક અસમાનતાઓ જોવા મળે છે.

→ અગાઉ સમાજમાં લિંગના આધારે સ્ત્રી-પુરુષને તેના સમાન કામના આધારે ચૂકવવામાં આવતા વેતનમાં તેમજ મોટા ભાગે દીકરા-દીકરીઓનો ઉછેર કરવામાં અને તેમને શિક્ષણ આપવામાં ભેદભાવ કરવામાં આવતા હતા.

→ શિક્ષણના અભાવને લીધે લોકો સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે.

→ ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની સ્થિતિ સર્જાય છે.

→ સમાજમાં જોવા મળતા કુરિવાજોને લીધે અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ નીચો જોવા મળે છે.

→ સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે લોકો નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે. આથી, સમાજનો વિકાસ રૂંધાય છે.

→ ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વિચરતી જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો, અલ્પ સંખ્યક સમુદાયો વગેરેના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કરવામાં આવેલી બંધારણીય જોગવાઈઓ :

 • ભારતનું બંધારણ દેશના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે
 • દેશની દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે.
 • બંધારણીય હકો દ્વારા આ સમુદાયોને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યાં છે.
 • આ સમુદાયોના ઉત્કર્ષ માટે પંચવર્ષીય યોજનાઓમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.

→ સામાજિક અસમાનતાની વ્યક્તિની આર્થિક સ્થિતિ પર થતી અસરો :

 • ઓછી આવક ધરાવતા ગરીબ લોકો અને પછાત વર્ગો પ્રગતિ કરી ન શકે એવી સ્થિતિમાં મુકાઈ જાય છે.
 • એ લોકો પાસે વિકાસ કરવાની સુવિધા હોતી નથી.
 • તે અન્યાયની સામે પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતા નથી.
 • તેઓ શોષિત અને વંચિત રહી જાય છે.
 • તેઓ વંશપરંપરાગત ગરીબીનો ભોગ બને છે.

→ સમાજના પછાત વર્ગોના સામાજિક ન્યાય માટે સરકારે અમલમાં મૂકેલી યોજનાઓ :

 • સમાજના પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાય અને તેમની માગણીઓ રજૂ થઈ શકે તે માટે દેશની સંસદ, રાજ્યોની વિધાનસભા અને પંચાયતી સંસ્થાઓમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે.
 • સમાજના વંચિત અને શોષિત વગોંમાં શિક્ષણનું પ્રમાણ વધે અને તેનાથી તેમની સામાજિક સ્થિતિમાં સુધારો ’ થાય એ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના પ્રવેશ માટે કેટલીક જગ્યામો અનામત રાખવામાં આવે છે.
 • સામાજિક પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે કેટલાક નાના વ્યવસાયો, ગૃહઉદ્યોગો, કુટિરઉદ્યોગો, લઘુઉદ્યોગો વગેરે શરૂ કરવા વ્યાજમુક્ત કે ઓછા વ્યાજથી લોન આપવામાં આવે છે. રીક્ષા જેવાં વાહનો ખરીદવા માટે પણ તેમને લોન આપવામાં આવે છે.

→ દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાઇ વિના સમ્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારીને “માનવ અધિકારો’ કહે છે, સંયુક્ત રાષ્ટ્ર(United Nations-UN)એ માનવ અધિકારોની ઘોષણા કરી છે.

GSEB Class 8 Social Science Notes Chapter 18 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા

→ માનવ અધિકારો:

 • પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર
 • કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર
 • શિક્ષણ મેળવવાનો અધિકાર
 • અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર
 • સંપત્તિનો અધિકાર
 • ગોપનીયતાનો અધિકાર

→ બાળકોના કલ્યાણ અને તેમનો વિકાસ સાધવા માટે તેમજ તેમની શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરી તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિકો બનાવવા માટે જરૂરી અધિકારોને “બાળ અધિકારો કહે છે, બાળ અધિકારો :

 • જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર
 • માતાપિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલનપોષણનો અધિકાર
 • પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર
 • તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર
 • પોતાના ધર્મ સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર
 • પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર
 • શારીરિક કે માનસિક હિંસા, શોષણ, યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર
 • સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવનધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *