GSEB Class 8 Science Notes Chapter 5 કોલસો અને પેટ્રોલિયમ

This GSEB Class 8 Science Notes Chapter 5 કોલસો અને પેટ્રોલિયમ covers all the important topics and concepts as mentioned in the chapter.

પદાર્થોનું અલગીકરણ Class 8 GSEB Notes

→ કુદરતી રીતે મળી આવતાં સંસાધનોને કુદરતી સંસાધનો કહે છે.

→ કુદરતી સંસાધનો

  • પુનઃપ્રાપ્ય અને
  • પુનઃઅપ્રાપ્ય છે.

→ પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો અમર્યાદિત જથ્થામાં છે, જ્યારે પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો મર્યાદિત જથ્થામાં છે.

→ સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલાં બળતણને અશ્મિબળતણ કહે છે.

→ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ અશ્મિબળતણો છે.

GSEB Class 8 Science Notes Chapter 5 કોલસો અને પેટ્રોલિયમ

→ કોલસો બનતાં લાખો વર્ષ લાગ્યાં છે. જમીનમાં દટાઈ ગયેલી મૃત વનસ્પતિ પર દબાણ અને તાપમાનની અસરથી મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતર થયું.

→ કોલસામાં ધીમી રૂપાંતરની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે.

→ કોલસા પર પ્રક્રિયા કરી કોક, કોલટારકોલગેસ મેળવવામાં આવે છે.

→ કોક એ સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં તેનો ઉપયોગ થાય છે. તે કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે.

→ કોલટાર કાળું, ઘટ્ટ અને વિશિષ્ટ વાસ ધરાવતું પ્રવાહી છે. ઘણા બધા ઉદ્યોગોમાં પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે.

→ કોલગેસ એ કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન આડપેદાશ તરીકે મેળવવામાં આવે છે. તે બળતણ તરીકે ઉપયોગી છે.

→ પેટ્રોલિયમ એ ઘેરું તૈલી પ્રવાહી છે. તેની વાસ અણગમતી છે.

→ પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને પેટ્રોલિયમનું શુદ્ધીકરણ કહે છે.

→ આ ઘટકો અને તેના ઉપયોગો નીચે મુજબ છેઃ

ક્રમ  પેટ્રોલિયમના ઘટકો ઉપયોગો
(1) પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ નું (LPG) ઘર અને ઉદ્યોગો માટેનું બળતણ
(2) પેટ્રોલ મોટર અને હવાઈજહાજનાં બળતણ, ડ્રાયક્લિનિંગ માટે દ્રાવક તરીકે
(3) કેરોસીન સ્ટવ, દીવા અને જેટપ્લેન માટેનું બળતણ
(4) ડીઝલ ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ
(5) ઊંજણ તેલ ઊંજવા માટે
(6) પેરાફિન મીણ મલમ, મીણ, વૈસેલીન વગેરે
(7) બિટ્યુમિન રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે

→ કુદરતી વાયુ અગત્યનું વાયુરૂપ અશ્મિબળતણ છે.

→ LPG (Liquefied Petroleum Gas) : પેટ્રોલિયમ વાયુને દબાણપૂર્વક પ્રવાહી સ્વરૂપમાં ફેરવી નળાકારમાં ભરવામાં આવે છે.

→ CNG (Compressed Natural Gas) : દબાણયુક્ત કુદરતી વાયુ તરીકે સ્વચ્છ બળતણ છે. પાઇપલાઇન દ્વારા ઘર કે કારખાનામાં મોકલી શકાય છે.

→ અશ્મિબળતણ, જંગલ, ખનીજો વગેરે કુદરતી સંસાધનો મર્યાદિત છે. આ સંસાધનોનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો હિતાવહ છે.

→ PCRA સંસ્થા વાહનમાં પેટ્રોલ/ડીઝલની બચત કરવા માટેનાં સલાહસૂચનો આપે છે.

→ કોલસો Coal) અશ્મિબળતણ છે. જમીનમાં દટાયેલા મૃત વનસ્પતિઓની લાખો વર્ષો સુધીની જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓથી બનેલો છે.

→ કોલગેસ (Coal Gas) : કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મળતી આડપેદાશ છે.

→ કોલટાર (Coal Tar) : કાળું, ઘટ્ટ, અણગમતી વાસવાળું પ્રવાહી છે.

GSEB Class 8 Science Notes Chapter 5 કોલસો અને પેટ્રોલિયમ

→ કોક (Coke) સખત, છિદ્રાળુ, કાળા રંગનો પદાર્થ છે: કોલસા પરની પ્રક્રિયા દ્વારા મળે છે.

→ અશ્મિબળતણ (Fossil fuel) સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા છે.

→ કુદરતી વાયુ (Natural Gas) : અગત્યનું અશ્મિબળતણ છે. તે સ્વચ્છ બળતણ છે.

→ પેટ્રોલિયમ Petroleum) : ઘેરું, તેલી પ્રવાહી છે. તેના શુદ્ધીકરણ દ્વારા અગત્યના ઘટકો મેળવાય છે.

→ પેટ્રોલિયમ રિફાઈનરિ (Petroleum Refinery)ઃ પેટ્રોલિયમના શુદ્ધીકરણ દ્વારા વિવિધ ઘટકો મેળવવાની જગ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *