GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

Gujarat Board GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) Important Questions and Answers.

GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

વિશેષ પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
તફાવત આપો:

પ્રશ્ન 1.
પુનઃચક્રીયકરણ (Recycle) અને પુનઃઉપયોગિતા (Reuse)
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 7

પ્રશ્ન 2.
કોલસો અને પેટ્રોલિયમ
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 8

GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન 2.
નીચેના વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપો:

પ્રશ્ન 1.
કેટલાંક સામાન્ય પગલાં / ઉપાય ઊર્જાસ્રોતોના સંરક્ષણમાં મદદરૂપ થઈ શકે છે.
ઉત્તરઃ

 1. જરૂર ન હોય ત્યારે લાઇટ, પંખા, ટેલિવિઝન અને અન્ય ઇલેક્ટ્રૉનિક ઉપકરણોની સ્વિચ બંધ કરવી.
 2. બેથી ત્રણ માળનાં મકાનોમાં લિફટની જગ્યાએ પગથિયાંનો ઉપયોગ કરવો.
 3. પ્રેશર કૂકરનો ઉપયોગ કરી બળતણનો બચાવ કરવો.
 4. ટૂંકા અંતરે જવા સાઇકલનો ઉપયોગ કરવો.
 5. અંગત વાહનોના બદલે જાહેર પરિવહન સેવાનો ઉપયોગ હું કરવો.
  આ સામાન્ય પગલાં ઊર્જાસ્રોતોના સંરક્ષણમાં મદદરૂપ થઈ શકે છે.

પ્રશ્ન 2.
આપેલી આકૃતિઓ/ ચાર્ટનું કાળજીપૂર્વક અવલોકન કરી તેને સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપોઃ

(1)
GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 9

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
ગંગા નદીના પાણીમાં સલામત સ્તર કરતાં અધિકતમ પ્રમાણમાં જોવા મળતા રોગકારક સૂક્ષ્મ જીવાણુનું નામ આપો.
ઉત્તરઃ
મનુષ્યના આંતરડામાં રહેલા કોલિફૉર્મ રોગકારક સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ ગંગા નદીના પાણીમાં સલામત સ્તર કરતાં અધિકતમ માત્રામાં છે.

પ્રશ્ન 2.
ગંગા નદી પ્રદૂષિત થવાનું મુખ્ય કારણ કયું છે?
ઉત્તરઃ
ગંગા નદીના કિનારે આવેલાં 100થી વધારે શહેરો ઉત્સર્જિત કચરો તેમજ સારવાર કર્યા વગરનો મળ ગંગાના પ્રવાહમાં વહેવડાવે છે. તે ગંગા નદી પ્રદૂષિત થવાનું મુખ્ય કારણ છે.

પ્રશ્ન 3.
કયા સ્ત્રોત દ્વારા આપણે માહિતગાર થઈએ છીએ કે ગંગા નદીમાં પ્રદૂષણનું સ્તર ખૂબ ઊંચું છે?
ઉત્તરઃ
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ – CPCB (Central Pollution Control Board)

(2)
GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 10

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
(a) અને (b) જલ-સંગ્રાહકનાં નામ આપો.
ઉત્તર:
(a) જલ-સંગ્રાહક – તળાવ જલ-સંગ્રહ
(b) જલ-સંગ્રાહક – ભૂગર્ભ જલ-સંગ્રહ

પ્રશ્ન 2.
(a) જલ-સંગ્રાહક કરતાં (b) જલ-સંગ્રાહકનો શો લાભ ૨ છે? શા માટે?
ઉત્તર:
તળાવ જલ-સંગ્રહ કરતાં ભૂગર્ભ જલ-સંગ્રહ વધારે લાભદાયી છે, કારણ કે તે બાષ્પરૂપે ઊડી જતું નથી. તે પ્રદૂષકો વડે સરળતાથી પ્રદૂષિત થતું નથી. તે મોટા વિસ્તારો સુધી પ્રસરી કૂવાના જલસ્તરમાં વધારો કરે છે.

પ્રશ્ન 3.
GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 11

પ્રશ્નો:

પ્રશ્ન 1.
આકૃતિમાં કઈ પરંપરાગત પદ્ધતિ દર્શાવી છે?
ઉત્તર:
ખાદીન પદ્ધતિ

પ્રશ્ન 2.
કયા રાજ્યમાં અને શાના માટે આ પદ્ધતિ વ્યવસ્થા અપનાવવામાં આવી છે?
ઉત્તર:
રાજસ્થાનમાં પાણીના સંગ્રહણ માટે આ પદ્ધતિ / વ્યવસ્થા અપનાવવામાં આવી છે.

પ્રશ્ન 3.
જલ-સંગ્રહણની પ્રાચીન પદ્ધતિઓનાં નામ આપો.
ઉત્તર :
કુલહ, કટ્ટા, તાલ (તળાવ), બંધીશ, અહાર, એરિસ, 3 સુરંગમ્ વગેરે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે?
ઉત્તરઃ
પૃથ્વી પર નૈસર્ગિક સોતો મર્યાદિત છે. વસતિ-વધારાને કારણે વિવિધ નૈસર્ગિક સ્રોતોની માંગ ખૂબ ઝડપથી વધતી જાય છે.

 • નૈસર્ગિક સ્રોતોનું વ્યવસ્થાપન લાંબા સમયગાળાને દષ્ટિકોણમાં રાખી કરવું જોઈએ. જેથી ભવિષ્યની વધુમાં વધુ પેઢીઓ સુધી સોતો પ્રાપ્ત થાય અને ટૂંકા ગાળાના લાભ માટે તેનું અતિશોષણ ન થાય.
 • આ વ્યવસ્થાપનમાં એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે, તેનું વિતરણ સમાજના બધા વગોંમાં સમાન રીતે થાય.
 • સ્ત્રોત મેળવતી વખતે કે તેના ઉપયોગ દરમિયાન પર્યાવરણને નુકસાન ન પહોંચે. દા. ત., ખનનથી પ્રદૂષણ થાય છે, કારણ કે ધાતુ નિષ્કર્ષણની સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે. આથી સુપોષિત નૈસર્ગિક સ્રોતના વ્યવસ્થાપનમાં નકામા પદાર્થોના નિકાલની વ્યવસ્થા પણ થવી જોઈએ.

પ્રશ્ન 2.
જૈવ-વિવિધતા (Biodiversity) એટલે શું? જૈવવિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ કયો છે? જૈવ-વિવિધતાનું વિશિષ્ટ સ્થળ કયું છે?
ઉત્તર:
કોઈ વિસ્તારમાં મળી આવતા વિવિધ જાતિનાં સજીવસ્વરૂપો (જીવાણુઓ, ફૂગ, ત્રિઅંગીઓ, સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિઓ, કીટકો, સરીસૃપો, પક્ષીઓ વગેરે) અને તેમની સંખ્યાને જૈવ-વિવિધતા કહે છે.
જૈવ-વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ આપણને વારસામાં મળેલી જૈવ-વિવિધતાની જાળવણી કરવાનો છે.
જૈવ-વિવિધતાનું વિશિષ્ટ સ્થળ જંગલો છે.

GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન 3.
વન-સંરક્ષણ માટે તેની સાથે સંકળાયેલ કઈ વ્યક્તિઓ કે સંસ્થાઓ તરફ ધ્યાન રાખવું જરૂરી છે, તે જણાવો.
ઉત્તર:
વન-સંરક્ષણ માટે તેની સાથે સંકળાયેલ નીચેની વ્યક્તિઓ કે સંસ્થાઓ તરફ ધ્યાન રાખવું જરૂરી છે:

 1. જંગલની અંદર તેમજ તેની નજીક રહેતા લોકો તેઓ પોતાની અનેક જરૂરિયાતો માટે જંગલ પર આધારિત હોય છે.
 2. સરકારનો વનવિભાગ તેની પાસે જંગલોનું નિયંત્રણ છે -. અને તે જંગલોમાંથી પ્રાપ્ત સ્રોતોનું નિયંત્રણ કરે છે.
 3. ઉદ્યોગપતિઓઃ તેઓ ઉદ્યોગો માટે કાચા પદાર્થો મેળવે છે, પરંતુ જંગલના કોઈ એક વિસ્તાર પર આધારિત નથી. તેઓ જંગલના ગમે તે વિસ્તારોમાંથી શોષણ કરે છે.
 4. વન્ય જીવન અને પ્રકૃતિપ્રેમીઓ તેઓ પ્રકૃતિ(કુદરત)નું તેની મૂળભૂત અવસ્થામાં સંરક્ષણ અને જાળવણી ઇચ્છે છે.

પ્રશ્ન 4.
જંગલ સ્ત્રોતો કેવી રીતે મુખ્ય દાવેદારો / ભાગીદારો દ્વારા અસર પામે છે, તે સમજાવો.
ઉત્તર:
જંગલ સ્ત્રોતો મુખ્ય દાવેદારો | ભાગીદારો દ્વારા વિવિધ રીતે અસર પામે છે.

(1) સ્થાનિક લોકો તેઓ જંગલમાં કે જંગલની આસપાસ રહે છે.

 • તેઓ જીવનની વિવિધ જરૂરિયાતો માટે જંગલની નીપજો/વસ્તુઓ પર આધારિત હોય છે.
 • તેઓને મોટી માત્રામાં બળતણનાં લાકડાં, નાની લાકડીઓ તેમજ છાપરાંની જરૂરિયાત હોય છે.
 • તેઓ વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા; ફળ, શાકભાજી અને ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા; ખેતીનાં સાધનો ઉપરાંત માછલી પકડવાનાં તેમજ શિકાર કરવાનાં સાધનો બનાવવા માટે કરે છે.
 • તેઓ મોટા ભાગે જંગલમાંથી ફળો, કવચવાળાં ફળ, ચારો, ઔષધિઓ વગેરે એકત્ર કરવામાં વ્યસ્ત રહે છે.
 • તેઓ જંગલમાં પશુઓ ચરાવે છે.
 • આમ, સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિઓ વડે સામાન્ય સુપોષિત રીતે જંગલ સ્ત્રોતોનો ઉપયોગ થાય છે અને જંગલોને કોઈ રીતે નુકસાન થતું નથી.

(2) સરકારી વનવિભાગ સરકારી વનવિભાગે સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી વહીવટ મેળવ્યો.

 • અંગ્રેજો અને ત્યારબાદ સરકારી વનવિભાગે સ્થાનિક લોકોની જરૂરિયાતોની ઉપેક્ષા કરી અને જંગલના મોટા વિસ્તારમાં એક જ પ્રકારનાં વૃક્ષો પાઇન, સાગ કે નીલગિરિનું વાવેતર કર્યું.
 • આ વૃક્ષોના ઉછેર માટે સમગ્ર વિસ્તારમાંથી અન્ય વનસ્પતિઓ દૂર કરવામાં આવી.
 • તેથી આવા વિસ્તારની જૈવ-વિવિધતા મોટા પાયે નાશ પામતી ગઈ.
 • આ વાવેતરથી કેટલાક ઉદ્યોગોને લાભ થયો અને સરકારી વનવિભાગ માટે આવકનો મુખ્ય સ્ત્રોત બન્યો.

(3) ઉદ્યોગપતિઓઃ ઉદ્યોગપતિઓ જંગલોને પોતાની ફેક્ટરીઓ માટે માત્ર કાચા માલનો સ્રોત ગણે છે. તેમની પ્રવૃત્તિઓથી જંગલની જૈવ-વિવિધતાને ખૂબ સહન કરવું પડે છે.

 • તેમને જંગલોની જાળવણી કે આસપાસના વિસ્તારોમાં ઊભી થતી – પર્યાવરણીય સમસ્યાઓ સાથે કોઈ નિસ્બત નથી.
 • તેઓ ભવિષ્યની પેઢીઓ માટે સુપોષિત વિકાસ કરવાના બદલે જંગલોમાંથી તેમની જરૂરિયાતના કાચા પદાર્થોનું અતિશોષણ કરે છે.
  ઉદા., જંગલના એક વિસ્તારમાં સાગનાં બધાં વૃક્ષોની કરાઈ કરાવ્યા પછી નવી યોજના માટે બીજા વિસ્તારમાં સાગનાં વૃક્ષોની કટાઈ શરૂ કરાવે છે.

(4) પ્રકૃતિ અને વન્ય જીવ પ્રેમીઓ તેઓ જંગલો અને વન્ય જીવોની જાળવણી અને સંરક્ષણનું વ્યવસ્થાપન કરે છે.

 • તેઓ જંગલ પર નિર્ભર નથી, પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં છે તેઓની ઘણી બધી બાબતોને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે.
 • જંગલોની જાળવણી માટે પરંપરાગત કાર્ય કરતાં સ્થાનિક લોકોને પણ તેમાં સમાવાય છે.

પ્રશ્ન 5.
ટૂંક નોંધ લખો ચીપકો આંદોલન
ઉત્તર:
ચીપકો આંદોલન વૃક્ષોને ભેટવાની ચળવળ તરીકે પણ 3 ઓળખાય છે.

 • આ આંદોલન 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાના ગઢવાલના “રેની’ ગામના લોકો દ્વારા શરૂ કરાયું હતું.
 • “ચીપકો આંદોલન’ સ્થાનિક નિવાસીઓને જંગલોથી દૂર કરવાની નીતિના પરિણામે શરૂ થયું હતું.
 • ગામની નજીક જંગલ વિસ્તારનાં વૃક્ષોના માલિકોએ વૃક્ષો કાપવાનો અધિકાર કૉન્ટ્રાક્ટરને આપ્યો હતો. તેથી સ્થાનિક લોકો અને કૉન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણ અને વિવાદ સર્જાયા હતા.
 • એક નિશ્ચિત દિવસે વૃક્ષોના માલિકોના માણસો કૉન્ટ્રાક્ટર સાથે વૃક્ષો કાપવા આવ્યા ત્યારે સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા.
 • ત્યાંની સ્ત્રીઓ કોઈ પણ પ્રકારના ભય વગર વૃક્ષો પાસે પહોંચી ગઈ અને વૃક્ષોને ભેટી વૃક્ષોની ફરતે ઊભી રહી ગઈ અને મજૂરોને વૃક્ષ કાપતા અટકાવ્યા.
 • ચીપકો આંદોલન માનવ-સમુદાયો અને લોકસંચારમાં ખૂબ ઝડપથી પ્રસરી ગયું. પરિણામે ભારત સરકારને જંગલના સ્રોતોના સઉપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા પુર્નવિચારણા કરવાની ફરજ પડી.

GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન 6.
ચીપકો આંદોલન પાછળ કયું કારણ જવાબદાર હતું હું અને તે દરમિયાન શું થયું? આ આંદોલનનું શું પરિણામ આવ્યું?
ઉત્તરઃ
ચીપકો આંદોલન પાછળ કૉન્ટ્રાક્ટર અને તેના માણસો દ્વારા રેની ગામ નજીક જંગલનાં વૃક્ષોને કપાતાં અટકાવવાનું કારણ જવાબદાર હતું.

આ ઘટના દરમિયાન, જ્યારે કૉન્ટ્રાક્ટર તેના માણસો સાથે વૃક્ષો : કાપવા માટે આવ્યા ત્યારે ગામની સ્ત્રીઓ વૃક્ષોના થડને ભેટી વીંટળાઈને ઊભી રહી અને મજૂરોને વૃક્ષો કાપતા અટકાવ્યા.

આ ચળવળને પરિણામે માલિકોએ વૃક્ષો કાપવાનું કામ બંધ કરાવવું પડ્યું. ભારત સરકારને પણ જંગલના સ્ત્રોતોના ઉપયોગ માટે તેમજ તેની જાળવણી માટે પુર્નવિચારણા કરવાની ફરજ પાડી.

પ્રશ્ન 7.
ઉદાહરણ વડે સમજાવો કે સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન કાર્યદક્ષતાથી અસરકારક રીતે થઈ શકે છે.
ઉત્તરઃ
સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન અસરકારક રીતે થઈ શકે છે.

1972માં પશ્ચિમ બંગાળના વનવિભાગને સમજાયું કે, રાજ્યના દક્ષિણ-પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલ (શોરિયા રોબોટા – Shorea robusta) નાં જંગલોની પુનઃસ્થાપનની યોજના નિષ્ફળ થઈ રહી છે.

આથી વનવિભાગના અધિકારી એ. કે. બેનર્જીએ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા મિદનાપુર જિલ્લાના અરાબારીના 1272 હેક્ટર વિસ્તારના સાલ જંગલની જાળવણી માટે સ્થાનિક ગામવાસીઓનો સમાવેશ કર્યો.

તેના બદલામાં ગામવાસીઓને આ વિસ્તારની દેખભાળની જવાબદારી માટે રોજગારી તેમજ ત્યાંની 25 % નીપજનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ઉપરાંત, તેમને ખૂબ ઓછી કિંમતે બળતણ માટેનાં લાકડાં અને પશુઓને ચરાવવાની સંમતિ આપવામાં આવી.
સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારીથી 1983 સુધી અરાબારીનાં સાલનાં જંગલો સમૃદ્ધ થઈ ગયાં.

પ્રશ્ન 8.
બંધ બાંધવાના ફાયદા અને ગેરફાયદા જણાવો.
ઉત્તર:
બંધ બાંધવાના ફાયદાઓઃ

 1. બંધમાં પર્યાપ્ત માત્રામાં પાણીના સંગ્રહને કારણે સમગ્ર વર્ષ દરમિયાન કૃષિ-પાક માટે સિંચાઈનું પાણી પૂરું પાડી શકાય છે.
 2. બંધમાં સંગૃહીત પાણીનો વિદ્યુત-ઉત્પાદન માટે ઉપયોગ થાય છે.
 3. વરસાદી પાણીને સમુદ્રમાં વહી જતું અટકાવી શકાય છે. તેમજ કેટલાક અંશે પૂરનું નિયંત્રણ કરી શકાય છે.
 4. બંધમાંથી નહેરો દ્વારા વધુ માત્રામાં પાણી દૂરના અર્ધશુષ્ક અને શુષ્ક વિસ્તારો સુધી પહોંચાડી શકાય છે.

બંધ બાંધવાના ગેરફાયદાઓઃ

 1. ગરીબ સ્થાનિક લોકો તેમના વસવાટ ગુમાવે છે.
 2. મોટા પ્રમાણમાં કૃષિ-જમીન ડૂબી જાય છે.
 3. મોટા નિવસનતંત્રનો નાશ થાય છે.
 4. પાણીનું સમાન વિતરણ થતું નથી. તેથી પાણીના વ્યવસ્થાપનના લાભથી ઘણા લોકો વંચિત રહે છે. પાણીના સ્ત્રોતની નજીક રહેતા લોકો ડાંગર, શેરડી જેવા વધારે પાણી દ્વારા ઊગતા પાકો લઈ શકે છે, જ્યારે પાણીના સ્રોતથી દૂર રહેતા લોકોને પાણી મળી શકતું નથી.

પ્રશ્ન 9.
મોટા બંધની પરિયોજનાઓના વિરોધમાં કઈ પાયાની સમસ્યાઓ કારણભૂત છે? સમજાવો. (કોઈ પણ બે) (March 20)
ઉત્તર:
મોટા બંધની પરિયોજનાઓના વિરોધમાં નીચેની ત્રણ છે પાયાની સમસ્યાઓ કારણભૂત છે :

 1. સામાજિક સમસ્યાઓ : બંધના નિર્માણથી મોટી સંખ્યામાં છે ખેડૂતો અને આદિવાસી વિસ્થાપિત થાય છે અને તેઓને પૂરતું વળતર મળતું નથી.
 2. આર્થિક સમસ્યાઓ તેમાં રોકાયેલા નાણાંના પ્રમાણમાં લોકોને પૂરતા લાભ મળતા નથી.
 3. પર્યાવરણીય સમસ્યાઓ બંધ-નિર્માણથી મોટા સ્તરે જંગલોનો વિનાશ થાય છે અને જૈવ-વિવિધતાને નુકસાન થાય છે.

પ્રશ્ન 10.
જળ-સંગ્રહણના વ્યવસ્થાપનના ઉદ્દેશ કયા કયા છે?
ઉત્તર:
જળ-સંગ્રહણના વ્યવસ્થાપનના ઉદ્દેશ નીચે મુજબ છે :

 1. ભૂમિ અને પાણીના વૈજ્ઞાનિક સંરક્ષણને પ્રાધાન્ય આપી, જૈવભાર ઉત્પાદનનો વધારો કરવો.
 2. ભૂમિ અને પાણીના પ્રાથમિક સ્રોતોનો વિકાસ કરવો.
 3. દ્વિતીય સ્ત્રોત વનસ્પતિઓ અને પ્રાણીઓનું ઉત્પાદન એ રીતે કરવું કે જેથી પરિસ્થિતિકીય અસંતુલન ઉત્પન્ન ન થાય.
 4. પાણીનો સંગ્રહ કરતા સમુદાય ક્ષેત્રના ઉત્પાદન તેમજ આવકમાં વધારો કરવો.
 5. શુષ્કતા (દુકાળ) અને પૂરનો પ્રભાવ ઘટાડવો.
 6. બંધમાંથી વહેતા પાણીના પ્રવાહમાં તેમજ જળાશયોના આયુષ્યમાં વધારો કરવો.

પ્રશ્ન 11.
પાણીના સંગ્રહ માટે સ્થાનિક સમુદાયોએ કઈ કઈ રીતો વિકસાવી છે?
ઉત્તરઃ
સ્થાનિક સમુદાયોએ તેમની જમીન પર પડતા પાણીના દરેક ટીપાના સંરક્ષણ – સંગ્રહ માટે સૌથી વધારે રીતો વિકસાવી છે. તે પૈકી કેટલીક રીતો નીચે મુજબ છે :

 • નાના ખાડા અને સરોવર ખોદવા.
 • પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થાની સ્થાપના કરવી.
 • માટીના નાના બંધ બનાવવા.
 • રેતી અને ચૂનાના પથ્થરોનો ઉપયોગ કરી જળાશય બનાવવા.
 • ઘરના ધાબાઓ પરથી પાણી એકત્ર કરવું.

GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન 12.
પાણીનો સંગ્રહ એટલે શું? આ તકનિક પાણીની જાળવણીમાં કેવી રીતે મદદ કરે છે?
ઉત્તર:
વરસાદી પાણીને મોટી રચના / વિશાળ સ્થાનમાં ભેગું કરી, સમગ્ર વર્ષ દરમિયાન પાણી પૂરું પાડવું તેને પાણીનો સંગ્રહ કહે છે. ભારતમાં પાણીનો સંગ્રહ કરવો એ ખૂબ પ્રાચીન સંકલ્પના છે.
આ તકનિકનો મુખ્ય ઉદ્દેશ સપાટીય જળ (સપાટીની ઉપરનું) જાળવી રાખવાનો અને ભૂમીય જળસ્તરમાં (સપાટીની નીચેનું) વધારો કરવાનો છે.

પ્રશ્ન 13.
પાણી-સંગ્રહણની સ્થાનિક તકનિકોથી સ્થાનિક નિવાસીઓને કયા લાભ થાય છે?
ઉત્તર:
પાણીના સંગ્રહણની સ્થાનિક તનિકોથી સ્થાનિક નિવાસીઓને નીચેના લાભ થાય છે:

 1. પાણીના સંગ્રહણ અને સંરક્ષણનું નિયમન સ્થાનિક નિવાસીઓ પાસે હોવાથી આ સ્રોતોનું સક્ષમ વ્યવસ્થાપન વધે છે.
 2. પાણીનું અતિશોષણ દુરુપયોગ ઘટે છે. ભૂગર્ભમાં સંગ્રહાતા પાણીથી મોટા વિસ્તારમાં વનસ્પતિઓને ભેજ પ્રાપ્ત થાય છે. મનુષ્ય અને પ્રાણીઓનાં ઉત્સર્ગ દ્રવ્યોથી પાણી પ્રદૂષિત થતું અટકે છે.

પ્રશ્ન 14.
પાણીના ભૂમીય જળસ્વરૂપમાં સંરક્ષણના લાભ / ફાયદા જણાવો.
ઉત્તર:
પાણીના ભૂમીય જળસ્વરૂપમાં સંરક્ષણના લાભ નીચે મુજબ છેઃ

 1. તે બાષ્પ બનીને ઊડી જતું નથી.
 2. તેમાં મચ્છરોના પ્રજનનની સમસ્યા ઉદ્ભવતી નથી.
 3. તે મનુષ્ય અને પ્રાણીઓનાં ઉત્સર્ગ દ્રવ્યોથી પ્રદૂષિત થતું નથી.
 4. તે મોટા વિસ્તારમાં વનસ્પતિને ભેજ પૂરો પાડે છે.
 5. તે ભૂમિમાં પ્રસરીને કૂવાઓના જળસ્તરમાં વધારો કરે છે.

પ્રશ્ન 15.
ટૂંક નોંધ લખોઃ પાણીના સંગ્રહની પારંપરિક ખાદીન પદ્ધતિ
ઉત્તર:
મોટા સમતલીય ભૂમીય ભાગ પાણી-સંગ્રહણ સ્થળ તરીકે ઉપયોગી છે. તે મુખ્યત્વે અર્ધચંદ્રાકાર માટીના ખાડા સ્વરૂપે અથવા વર્ષાઋતુમાં પૂરી રીતે ભરાઈ જતા નાળા (નીચાણવાળા ભાગ) સ્વરૂપે અથવા કુદરતી જળમાર્ગ પર ક્રોંક્રીટ અને નાના કાંકરા, પથ્થરોથી બનાવેલા ચેકૉમ સ્વરૂપે હોય છે.

આ નાના અવરોધોને કારણે ચોમાસામાં તળાવો પાણીથી ભરાઈ જાય છે. મોટાં જળાશયોમાં પાણી સમગ્ર વર્ષ દરમિયાન રહે છે. પરંતુ નાનાં જળાશયોમાં આ પાણી છ મહિના કે તેનાથી ઓછા સમય સુધી રહે છે અને પછી તે સુકાઈ જાય છે.

આ પારંપરિક પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વીની સપાટીની નીચે રે ભૂમીય જળસ્તરમાં વધારો કરવાનો છે.

પ્રશ્ન 16.
પાણી-સંગ્રહણના ચાર ફાયદા જણાવો.
ઉત્તર:
પાણી-સંગ્રહણના ફાયદા નીચે મુજબ છે :

 1. ભૂગર્ભીય જળસ્તરમાં વધારો કરે છે.
 2. પીવા માટે પાણી પૂરું પાડે છે.
 3. સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે.
 4. વનસ્પતિઓની વૃદ્ધિ માટે પાણી પૂરું પાડે છે.

પ્રશ્ન 17.
ભારતના જુદા જુદા વિસ્તારમાં પાણીના સંગ્રહણની / વ્યવસ્થાપનની પરંપરાગત પદ્ધતિઓ વિશે જણાવો.
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 6

પ્રશ્ન 18.
ભવિષ્યમાં ઉત્પન્ન થનારી પાણીની ગંભીર સમસ્યાના 3 નિવારણ માટે આપણે શું કરવું જોઈએ? (August 20)
ઉત્તર:
ભવિષ્યમાં ઉત્પન્ન થનારી પાણીની ગંભીર સમસ્યાના કે નિવારણ માટે આપણે નીચે મુજબના પ્રયત્નો કરવા જોઈએ :

 1. પાણીના સંગ્રહની પારંપરિક પદ્ધતિઓ વિકસાવવી.
 2. પાણીના પ્રદૂષણને અટકાવવું જોઈએ.
 3. વરસાદી પાણીને ભૂગર્ભીય કૂવા બનાવી સંગ્રહ કરવો.
 4. ઘરવપરાશ(કપડાં, વાસણ, વાહનો, ઘર તેમજ શરીર સફાઈ)માં પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવો.
 5. બાગ તેમજ ખેતીમાં ટપક પદ્ધતિ – ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો.
 6. પાણી વપરાશના મીટર મૂકવા.
 7. વપરાયેલ પાણીના શુદ્ધીકરણની તનિક વિકસાવવી.
 8. સમુદ્રના જળનું વિક્ષારીકરણ કરવાની તનિક વિકસાવવી.

પ્રશ્ન 19.
આપણે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ. શા માટે?
ઉત્તર:
આપણે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ, કારણ કે

 1. કોલસો અને પેટ્રોલિયમ અમી બળતણ છે. તે ખૂટી જાય તેવા અને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે.
 2. તેના ભંડારો મર્યાદિત છે.
 3. કુદરતમાં આ સ્ત્રોતોના નિર્માણ માટે લાખો વર્ષો થાય છે.
 4. તેમના દહનથી મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ વાતાવરણને પ્રદૂષિત કરે છે.
 5. તેમના દહનથી વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતાં ગ્રીનહાઉસ અસર અને તેના પરિણામે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન 20.
વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડના નિયંત્રણ માટેનાં પગલાં સૂચવો.
ઉત્તર:
વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડના નિયંત્રણ માટેનાં ? પગલાં આ મુજબ છેઃ

 1. પેટ્રોલ, ડીઝલ સંચાલિત વ્યક્તિગત વાહનો અને અશ્મી બળતણનો ઉપયોગ ઘટાડવો. જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો.
 2. અશ્મી બળતણના બદલે વૈકલ્પિક બળતણ CNGનો ઉપયોગ કરવો.
 3. કચરો સળગાવવાને બદલે તેનો ખાતર અને બાયોગેસ ઉત્પાદન માટે ઉપયોગ કરવો.
 4. મોટી છે સંખ્યામાં વૃક્ષોનો ઉછેર કરવો.
 5. થર્મલ પાવર સ્ટેશન અને અન્ય ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતા ધુમાડામાંથી હાનિકારક તત્ત્વો દૂર કરી, પછી જ વાતાવરણમાં મુક્ત કરવો.

પ્રશ્ન 21.
નૈસર્ગિક સ્ત્રોતોના સુપોષિત વ્યવસ્થાપનની નિષ્ફળતાનાં બે કારણો સમજાવો.
ઉત્તરઃ

 1. વસતિવધારોઃ વસતિમાં થતા વધારાને કારણે દિન-પ્રતિદિન નૈસર્ગિક સ્ત્રોતોની માંગમાં વધારો થતો જાય છે. મર્યાદિત સ્રોતો માટે વધતી માંગના દબાણને કારણે વ્યવસ્થાપન નિષ્ફળ થઈ રહ્યું છે.
 2. સ્વાર્થ / લાલચ: કેટલાક લોકો પોતાનો સ્વાર્થ પૂર્ણ કરવા માટે ઘણી મોટી સંખ્યાના લોકો માટે દુઃખનું કારણ બને છે અને આપણા પર્યાવરણનો સંભવતઃ પૂર્ણ વિનાશ કરે છે. તેનાથી સ્રોતોની અછત સર્જાય છે.

હેતુલક્ષી પ્રોત્તર

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
પર્યાવરણ બચાવવા માટેના પાંચ પૈકી કોઈ પણ ત્રણ ? R જણાવો.
ઉત્તર:
પર્યાવરણ બચાવવા માટેના ત્રણ R :

 1. Reduce (ઓછો ઉપયોગ),
 2. Recycle (પુનઃચક્રીયકરણ) અને
 3. Reuse (પુનઃઉપયોગ).

પ્રશ્ન 2.
કોલસા અને પેટ્રોલિયમના મુખ્ય ઘટક તત્ત્વોનાં નામ આપો.
ઉત્તરઃ
કોલસા અને પેટ્રોલિયમના મુખ્ય ઘટક તત્ત્વો કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર વગેરે છે.

પ્રશ્ન ૩.
ખનનથી કઈ રીતે પ્રદૂષણ થાય છે?
ઉત્તર:
ખનન દરમિયાન ધાતુના નિષ્કર્ષણની સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો નીકળે છે. તેના દ્વારા પ્રદૂષણ થાય છે.

પ્રશ્ન 4.
જંગલ જૈવ-વિવિધતાના “વિશિષ્ટ સ્થળ’ શા માટે કહેવાય છે?
ઉત્તર:
જંગલ જૈવ-વિવિધતાના વિશિષ્ટ સ્થળ’ કહેવાય છે, કારણ કે તેમાં વિવિધ જાતિનાં સજીવ-સ્વરૂપો જેવાં કે જીવાણુઓ, ફૂગ, ત્રિભંગીઓ, સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિઓ, કીટકો, સરીસૃપો, પક્ષીઓ વગેરેની વિશાળ શ્રેણી આવેલી હોય છે.

પ્રશ્ન 5.
સુપોષિત વિકાસના મુખ્ય ધ્યેય કયા છે?
ઉત્તરઃ
સુપોષિત વિકાસના મુખ્ય બે ધ્યેય છેઃ

 1. આર્થિક સમૃદ્ધિ મેળવવી તથા
 2. ભવિષ્યની પેઢી માટે તંદુરસ્ત પર્યાવરણ જાળવી રાખવું.

પ્રશ્ન 6.
જંગલમાં એક જ પ્રકારના વૃક્ષ ઉછેરના ગેરફાયદા જણાવો.
ઉત્તર:
જંગલમાં એક જ પ્રકારના વૃક્ષ ઉછેરના ગેરફાયદા નીચે મુજબ છે :

 1. મોટા પાયે જૈવ-વિવિધતાનો નાશ થાય છે.
 2. સ્થાનિક લોકોની વિભિન્ન જરૂરિયાતો પૂરી થતી નથી.

પ્રશ્ન 7.
કયાં વૃક્ષોના વાવેતરથી ઉદ્યોગોને લાભ થાય છે?
ઉત્તરઃ
પાઇન (ચીડ), સાગ, નીલગિરિનાં વૃક્ષોના વાવેતરથી ઉદ્યોગોને લાભ થાય છે.

પ્રશ્ન 8.
જલ-સંગ્રહણનો શો હેતુ છે?
ઉત્તરઃ
જલ-સંગ્રહણનો હેતુ વરસાદી પાણીને સપાટી પર 3 એકત્ર કરી, તેને ભૂમિમાં ઊંડે ઊતારી, ભૂમિના જલસ્તરમાં વધારો કરવાનો છે.

પ્રશ્ન 9.
જંગલની નીપજો પર આધારિત ઉદ્યોગોનાં નામ આપો.
ઉત્તર:
કાગળ, ઇમારતી લાકડું, બીડી, લાખ અને રમતગમતનાં સાધનોના ઉદ્યોગો.

પ્રશ્ન 10.
ઊર્જાની માંગમાં થતો વધારો પર્યાવરણને કેવી રીતે અસર કરે છે?
ઉત્તરઃ
ઊર્જાની માંગમાં વધારો થતાં અશ્મી બળતણનો વપરાશ વધે છે. અશ્મી બળતણના દહનથી ઉત્પન્ન થતા CO2, SO2 અને નાઈટ્રોજનના ઑક્સાઈડ જેવા પ્રદૂષિત વાયુઓ વાતાવરણમાં ઉમેરાય છે. તેના કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો તથા ઍસિડ વર્ષા જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે.

પ્રશ્ન 11.
કોઈ બે બંધનાં નામ આપો જેના સામે વિરોધ ઊભા થયા છે?
ઉત્તરઃ

 1. ગંગા નદી પર તેહરી બંધ
 2. નર્મદા નદી પર સરદાર સરોવર બંધ

પ્રશ્ન 12.
કોલસો અને પેટ્રોલિયમ અશ્મી બળતણ તરીકે શા માટે ઓળખાય છે?
ઉત્તર:
કોલસો અને પેટ્રોલિયમ અશ્મી બળતણ તરીકે ઓળખાય છે, કારણ કે લાખો વર્ષ પહેલાં પૃથ્વીના પેટાળમાં દટાયેલા સજીવો પર તાપમાન અને દબાણની અસરથી તેમનું નિર્માણ થયેલું છે.

પ્રશ્ન 13.
ગ્રીનહાઉસ વાયુનું નામ આપો. વાતાવરણમાં તેનું પ્રમાણ વધવાથી શું થાય છે?
ઉત્તરઃ
CO2 ગ્રીનહાઉસ વાયુ છે. વાતાવરણમાં CO2નું પ્રમાણ વધવાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે અને આબોહવામાં ફેરફાર થાય છે.

પ્રશ્ન 14.
જંગલની નજીક રહેતી વ્યક્તિ તેની દૈનિક જરૂરિયાતની કઈ વસ્તુઓ જંગલમાંથી પ્રાપ્ત કરે છે?
ઉત્તર:
બળતણ માટેનું લાકડું, ચારો, ફળ, શાકભાજી, ઔષધિ, વગેરે.

પ્રશ્ન 15.
જો તમે એકત્રિત કરેલા નદીના પાણીના નમૂનામાં કોલિફૉર્મ બૅક્ટરિયાની હાજરી મેળવો છો, તો તે શું સૂચવે છે? તેનું કયું કારણ તમે વિચારો છો?
ઉત્તર:
પાણીના નમૂનામાં કોલિફૉર્મ બૅક્ટરિયાની હાજરી, પાણી રોગજન્ય બૅક્ટરિયા દ્વારા દૂષિત હોવાનું સૂચવે છે.
તેનું મુખ્ય કારણ સારવાર કરાયા વગરનો સુએજ કચરો પાણીમાં ઠાલવવો છે.

પ્રશ્ન 16.
પુનઃઉપયોગ શા માટે પુનઃચક્રીયકરણ કરતાં વધારે સારું ગણાય છે?
ઉત્તરઃ
પુનઃઉપયોગ એ પુનઃચક્રીયકરણ કરતાં વધારે સારું ગણાય. છે, કારણ કે

 1. વસ્તુના પુનઃઉપયોગમાં ઊર્જાનો વ્યય થતો નથી.
 2. તે પર્યાવરણ પરનું ભારણ ઘટાડે છે અને નૈસર્ગિક સ્રોતોનું સંરક્ષણ કરે છે.

પ્રશ્ન 17.
ગંગા સફાઈ યોજના શરૂ કરવાનાં બે કારણ જણાવો.
ઉત્તર:
ગંગા સફાઈ યોજના શરૂ કરવાનાં બે કારણ છે :

 1. પાણીની ગુણવત્તામાં સુધારો કરવો.
 2. ગંગાના પાણીમાં રહેલા રોગજન્ય કોલિફૉર્મ બૅક્ટરિયા દૂર કરવા.

પ્રશ્ન 18.
માનવ આંતરડામાં કયા પ્રકારના જીવાણુ મળી આવે છે? (March 20)
ઉત્તર:
કોલિફૉર્મ જીવાણુ

પ્રશ્ન 2.
વ્યાખ્યા આપો અથવા શબ્દ સમજાવોઃ

પ્રશ્ન 1.
નૈસર્ગિક સ્ત્રોતો
ઉત્તર:
જુઓ પ્રકરણસારમાં મુદ્દા 1ની સમજૂતી.
[અથવા કુદરતમાંથી મેળવાતા સોત, જેમનો બધા જ સજીવો જીવન ટકાવવા માટે ઉપયોગ કરે છે, તેને નૈસર્ગિક સ્રોત કહે છે.]

પ્રશ્ન 2.
સુપોષિત વ્યવસ્થાપન
ઉત્તરઃ
પર્યાવરણને નુક્સાન કર્યા વગર, પર્યાવરણના સ્ત્રોતોનો નિયંત્રિત ઉપયોગ એ રીતે કરવામાં આવે કે જેથી વર્તમાન પ્રાપ્તિની સાથે ભવિષ્યની પેઢીઓ માટે તેનો સતત પ્રવાહ મળતો રહે, તેને સુપોષિત વ્યવસ્થાપન કહે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન 3.
બંધ
ઉત્તરઃ
વિવિધ હેતુ માટે નદી પર અવરોધ બાંધી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થાને બંધ કહે છે.

પ્રશ્ન 4.
જલ-સંગ્રહણ
ઉત્તરઃ
વરસાદી પાણીને સપાટી પર સંગ્રહ કરી, તેને ભૂમિમાં ઊંડે ઊતારી, ભૂગર્ભ જળના સ્તરમાં વધારો કરવાની પદ્ધતિને જલસંગ્રહણ કહે છે.

પ્રશ્ન 5.
જૈવ-વિવિધતા
ઉત્તર:
કોઈ વિસ્તારમાં મળી આવતા વિવિધ જાતિનાં સજીવસ્વરૂપો (જીવાણુઓ, ફૂગ, ત્રિભંગીઓ, સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિઓ, કીટકો, સરીસૃપો, પક્ષીઓ, વગેરે) અને તેમની સંખ્યાને જેવ-વિવિધતા કહે છે.

પ્રશ્ન 6.
અશમી બળતણ
ઉત્તર:
લાખો વર્ષ પૂર્વે ભૂમિમાં દટાયેલા વનસ્પતિ અને પ્રાણીના અવશેષો ગરમી અને દબાણની અસરથી બળતણમાં રૂપાંતર પામ્યા, તેને અશ્મી બળતણ કહે છે.

પ્રશ્ન 3.
ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
પુનઃચક્રીયકરણની પ્રક્રિયા ………….. નો ઉપયોગ કરતી હોવાથી પુનઃઉપયોગની પદ્ધતિ ઉત્તમ ગણાય છે.
ઉત્તરઃ
ઊર્જા

પ્રશ્ન 2.
………ના વધારા સાથે ગ્રીનહાઉસ અસર સંકળાયેલી છે.
ઉત્તરઃ
CO2

પ્રશ્ન 3.
રાજસ્થાનમાં …………. સમુદાય જંગલો અને વન્ય સજીવોના સંરક્ષણ માટેની ધાર્મિક માન્યતા ધરાવે છે.
ઉત્તરઃ
બશ્નોઈ

પ્રશ્ન 4.
વન્ય જીવો નિવસનતંત્રમાં ……… ની મહત્ત્વની કડીઓ છે.
ઉત્તરઃ
આહારશૃંખલા

પ્રશ્ન 5.
બીડી બનાવવા ………… પાનનો ઉપયોગ થાય છે.
ઉત્તરઃ
ટીમરુ

પ્રશ્ન 6.
પશ્ચિમ બંગાળના મિદનાપુરના …….. વનવિસ્તાર સાલનાં વૃક્ષોથી સમૃદ્ધ છે.
ઉત્તરઃ
અરાબારી

પ્રશ્ન 7.
જંગલો ………. ના વિશિષ્ટ સ્થળ (Hot spot) છે.
ઉત્તરઃ
જૈવ-વિવિધતા

પ્રશ્ન 8.
ચીપકો આંદોલન ગઢવાલના ……. આ ગામથી શરૂ થયું.
ઉત્તરઃ
રેની

પ્રશ્ન 9.
…………… નહેરથી રાજસ્થાનના ઘણા મોટા વિસ્તારમાં હરિયાળી આવી છે.
ઉત્તરઃ
ઇંદિરા ગાંધી

પ્રશ્ન 10.
જૈવ-વિવિધતાનો નાશ થવાથી ……… સ્થાયિતા (સ્થિરતા) નાશ પામી શકે છે.
ઉત્તરઃ
પરિસ્થિતિકીય

પ્રશ્ન 11.
પાણીની ……… સાર્વત્રિક સૂચકની મદદથી સરળતાથી માપી શકાય છે.
ઉત્તરઃ
pH

પ્રશ્ન 12.
કોલિફૉર્મ જીવાણુનો વર્ગ માનવના ……… માં મળી આવે છે.
ઉત્તરઃ
આંતરડા

GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન 13.
ઉપયોગમાં લીધેલી વસ્તુઓમાંથી નવી વસ્તુઓનું નિર્માણ કરવાની ક્રિયાને …….. કહે છે.
ઉત્તરઃ
પુનઃચક્રીયકરણ

પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

પ્રશ્ન 1.
જંગલો વન્ય જીવોના કુદરતી વસવાટસ્થાન છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 2.
જંગલોમાં રહેતા કે તેની આસપાસ રહેતા લોકો જંગલના સંરક્ષણ માટેના ભાગીદાર છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 3.
ખનનથી પ્રદૂષણ થાય છે, કારણ કે ધાતુના નિષ્કર્ષણ સાથે વધુ માત્રામાં ધુમ્મસ નીકળે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 4.
વિવિધ ખાદ્ય પદાર્થોની પ્લાસ્ટિકની શીશીઓ, ડબાઓ વગેરેનો ઉપયોગ રસોડામાં જામ કે અથાણાં ભરવા માટે કરી શકાય છે. તે પુનઃઉપયોગિતાનું ઉદાહરણ છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 5.
જંગલના મોટા વિસ્તારમાં એક જ પ્રકારનાં વૃક્ષોના ઉછેરથી જૈવ-વિવિધતામાં વધારો થાય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 6.
ખંજરી વૃક્ષોને બચાવવાના હેતુથી અમૃતાદેવી બશ્નોઈએ 363 લોકોની સાથે જીવનનું બલિદાન આપ્યું.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 7.
ચીપકો આંદોલન મૂળભૂત રીતે મિદનાપુર જિલ્લામાં સાલનાં જંગલો બચાવવા માટે હતું.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 8.
નર્મદા બચાવો આંદોલન નર્મદા નદી પર બનાવેલા બંધની ઊંચાઈ વધારવાના વિરોધમાં હતું.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 9.
આપણે નૈસર્ગિક સ્રોતોની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પૃથ્વી પર તેમની અખૂટ પ્રાપ્તિ છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 10.
જલ-સંગ્રહણનો મુખ્ય ગેરફાયદો પર્યાવરણનું અસંતુલન થવાનો છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 11.
લાખો વર્ષ પૂર્વે જૈવભારના થયેલા વિઘટનને પરિણામે કોલસો અને પેટ્રોલિયમ ઉત્પન્ન થયા છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 12.
અશ્મી બળતણનું અપૂરતા ઑક્સિજનની હાજરીમાં દહન થવાથી કાર્બન મોનૉક્સાઇડના બદલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે.
ઉત્તર :
ખોટું

પ્રશ્ન 5.
જોડકાં જોડોઃ
(1)
GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 12
ઉત્તર:
(1 – r),
(2 – p),
(3 – q),
(4 – t).

GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

(2)
GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 13
ઉત્તરઃ
(1 – q),
(2 – s),
(3 – p),
(4 – r).

(૩)
GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 14
ઉત્તર:
(1 – s),
(2 – r),
(3 – q),
(4 – p).

(4)
GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 15
ઉત્તરઃ
(1 – q),
(2 – p),
(3 – s),
(4 – r).

પ્રશ્ન 6.
આકૃતિ આધારિત પ્રશ્નો :

પ્રશ્ન 1.
GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 16
ઉત્તરઃ
a – પાક-વિસ્તાર,
b – ક્ષારીય વિસ્તાર3

GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન 2.
GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 17
ચિત્રમાં કયું વૃક્ષ દર્શાવ્યું છે? તેનું મૂળ નિવાસ જણાવો. કયા સમુદાયે તેના બચાવ માટે બલિદાન આપ્યું?
ઉત્તર:
ચિત્રમાં ખેજરી (ખીજડો) વૃક્ષ દર્શાવ્યું છે. તેનું મૂળ નિવાસ રાજસ્થાનના જોધપુર પાસે આવેલું એજરાલી ગામ છે. બશ્નોઈ સમુદાયે તેને બચાવવા બલિદાન આપ્યું.

પ્રશ્ન 7.
નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
અમૃતાદેવી બશ્નોઈને કારણે કયું ગામ ખ્યાતિ પામ્યું?
A. રેની
B. ખેરાલી
C. મિદનાપુર
D. અરાબારી
ઉત્તર:
ખેરાલી

પ્રશ્ન 2.
જંગલ આધારિત ઉદ્યોગ કયા છે?
A. માંસ અને ચામડાં
B. કોલસો અને લોખંડ
C. પેટ્રોલિયમ અને લાકડું
D. ઇમારતી લાકડું, લાખ અને કાગળ
ઉત્તર:
ઇમારતી લાકડું, લાખ અને કાગળ

પ્રશ્ન 3.
બીડી બનાવવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ થાય છે?
A. ટીમરુ
B. નાગરવેલ
C. વડ
D. ખાખરો
ઉત્તર:
ટીમરુ

GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન 4.
નીચેમાંથી અસંગત વિધાન કયું છે?
A. જંગલો વિવિધતાસભર નીપજો પૂરી પાડે છે.
B. જંગલોની જૈવ-વિવિધતા ઘણી વધારે હોય છે.
C. પર્યાવરણ-સંરક્ષણમાં જંગલો અગત્યનાં નથી.
D. જંગલો વાતાવરણમાં CO2નું પ્રમાણ જાળવે છે.
ઉત્તર:
પર્યાવરણ સંરક્ષણમાં જંગલો અગત્યનાં નથી.

પ્રશ્ન 5.
નીચેના પૈકી કયો બંધ ગુજરાતમાં છે?
A. તેહરી બંધ
B. સરદાર સરોવર બંધ
C. તવા બંધ
D. ભાખરા બંધ
ઉત્તર:
સરદાર સરોવર બંધ

પ્રશ્ન 6.
નીચેના પૈકી કયો એક નૈસર્ગિક સ્રોત નથી?
A. ભૂમિ
B. પાણી
C. વિદ્યુત
D. હવા
ઉત્તર:
વિદ્યુત

પ્રશ્ન 7.
વિશ્વમાં ઝડપથી ઘટી રહેલો નૈસર્ગિક સ્ત્રોત કયો છે?
A. પાણી
B. જંગલો
C. પવન
D. સૂર્યપ્રકાશ
ઉત્તર:
જંગલો

પ્રશ્ન 8.
નૈસર્ગિક સ્રોતની સૌથી યોગ્ય સમજૂતી નીચેના પૈકી કયો વિકલ્પ સૂચવે છે?
A. માનવ દ્વારા સર્જિત કરાતા અને માનવ દ્વારા ઉપયોગમાં લેવાતા સ્ત્રોત
B. માનવ દ્વારા સર્જિત કરાતા અને બધા સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતા સ્ત્રોત
C. ફક્ત જંગલમાંથી મળતી નીપજો
D. કુદરતી રીતે બનતા અને બધા સજીવો માટે ઉપયોગી સાત
ઉત્તર:
કુદરતી રીતે બનતા અને બધા સજીવો માટે ઉપયોગી સ્રોત

પ્રશ્ન 9.
પર્યાવરણ બચાવવા માટેના પાંચ ર કયા છે?
A. Recycle, Regenerate, Reuse, Redistribute, Reform
B. Reduce, Regenerate, Redistribute, Refuse, Reform
C. Reduce, Reuse, Redistribute, Refuse, Regether
D. Reduce, Recycle, Reuse, Refuse, Repurpose
ઉત્તર:
Reduce, Recycle, Reuse, Refuse, Repurpose

પ્રશ્ન 10.
પર્યાવરણ બચાવવા માટે ક્યો વિકલ્પ પુનઃચક્રીયકરણમાં સમાવેશ પામતો નથી?
A. મીણિયા, કાચ, ધાતુ-કચરાને યોગ્ય રીતે અલગ કરવો.
B. ઘન કચરાને યોગ્ય તાપમાને ગરમ કરી, ગાળણ કરવું.
C. LPGનો વપરાશ ઘટાડવા સૌર-ઊર્જાથી ચાલતાં સાધનોનો ઉપયોગ કરવો.
D. કચરામાંથી નવી ચીજવસ્તુઓ બનાવવી.
ઉત્તર:
LPGનો વપરાશ ઘટાડવા સૌર-ઊર્જાથી ચાલતાં સાધનોનો ઉપયોગ કરવો.

પ્રશ્ન 11.
પુનઃચક્રીયકરણની પ્રક્રિયા કરતાં પુનઃઉપયોગની પદ્ધતિ હંમેશાં ઉત્તમ ગણાય છે, કારણ કે…
A. પુનઃઉપયોગની પદ્ધતિમાં ઊર્જાનો ઉપયોગ કરાતો નથી.
B. પુનઃ ઉપયોગની પદ્ધતિમાં નવી ચીજવસ્તુઓ ઉત્પન્ન કરાય છે.
C. પુનઃઉપયોગની પદ્ધતિ કુદરતી સ્ત્રોતનું યોગ્ય વિતરણ કરી શકે છે.
D. પુનઃ ઉપયોગની પદ્ધતિથી વસ્તુ કે સાધનની જાળવણી લાંબો સમય કરાય છે.
ઉત્તર:
પુનઃઉપયોગની પદ્ધતિમાં ઊર્જાનો ઉપયોગ કરાતો નથી.

પ્રશ્ન 12.
જંગલોની જાળવણીની સફળતા માટે કયો ઉપાય વધારે યોગ્ય છે?
A. ઉચ્ચ પોષક સ્તરે રહેલા ઉપભોગીઓનું રક્ષણ કરવું.
B. માત્ર ઉત્પાદકોનું રક્ષણ કરવું.
C. જંગલોની નીપજોનો ઉપયોગ બંધ કરવો.
D. યોગ્ય વ્યવસ્થાપન દ્વારા બધા અજૈવિક અને જૈવિક સ્ત્રોતોનું રક્ષણ કરવું.
ઉત્તર:
યોગ્ય વ્યવસ્થાપન દ્વારા બધા અજૈવિક અને જૈવિક સ્રોતોનું રક્ષણ કરવું.

પ્રશ્ન 13.
ચીપકો આંદોલન શાના સંરક્ષણ માટેના પ્રકૃતિવિદોનું ઉદાહરણ છે?
A. જંગલ
B. પાણી
C. કોલસો
D. પેટ્રોલિયમ
ઉત્તર:
જંગલ

GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન 14.
જંગલો અને વન્ય જીવો કયા પ્રકારના નૈસર્ગિક સ્રોત છે?
A. જૈવિક અને પુનઃપ્રાપ્ય
B. જૈવિક અને પુનઃ અપ્રાપ્ય
C. અજૈવિક અને પુનઃપ્રાપ્ય
D. અજૈવિક અને પુનઃ અપ્રાપ્ય
ઉત્તર:
જૈવિક અને પુન:પ્રાપ્ય

પ્રશ્ન 15.
નીચેનામાંથી કયું અશ્મી બળતણ નથી?
A. કુદરતી વાયુ
B. પેટ્રોલિયમ
C. ખનીજ કોલસો
D. લાકડું
ઉત્તર:
લાકડું

પ્રશ્ન 16.
નૈસર્ગિક સ્રોતની વધતી માંગ માટે કઈ બાબત જવાબદાર છે?
A. પર્યાવરણીય પ્રદૂષણ
B. માનવવસતિનો વધારો
C. જૈવ અવિઘટનીય દ્રવ્યોનો ઉપયોગ
D. જંગલના આવરણમાં ઘટાડો
ઉત્તર:
માનવવસતિનો વધારો

પ્રશ્ન 17.
વનવિભાગના કાર્ય માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે?
A. જંગલમાં અને તેની આજુબાજુ રહેતા લોકોમાં જંગલની નીપજોનું વિતરણ કરવું.
B. સરકારી માલિકીનાં જંગલોમાંથી મળતા સ્ત્રોતોનું નિયંત્રણ કરવું.
C. ઉદ્યોગપતિઓને તેમના ઉદ્યોગો માટે જંગલમાંથી કાચો માલ પૂરો પાડવો.
D. પ્રકૃતિપ્રેમીઓના અધિકારોનું રક્ષણ કરવું અને પર્યાવરણની જાળવણી કરવી.
ઉત્તર:
સરકારી માલિકીનાં જંગલોમાંથી મળતા સ્ત્રોતોનું નિયંત્રણ કરવું.

પ્રશ્ન 18.
નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ પર્યાવરણના સંરક્ષણમાં મદદરૂપ નથી?
A. વૃક્ષારોપણ
B. પ્લાસ્ટિક પર પ્રતિબંધ
C. સુએજ કચરાનું શુદ્ધીકરણ
D. વનકટાઈ
ઉત્તર:
વનકટાઈ

પ્રશ્ન 19.
અમૃતાદેવીએ કયાં વૃક્ષોના રક્ષણ માટે જીવનનું બલિદાન આપ્યું હતું?
A. ખેજરી
B. વડ
C. પીપળો
D. કેવડો
ઉત્તર:
ખેજરી

પ્રશ્ન 20.
અમૃતાદેવી બશ્નોઈ નૅશનલ અવૉર્ડ શાના સંલગ્ન છે?
A. બાળ-ભૃણહત્યા રોકવા
B. વન્ય જીવોના સંરક્ષણ
C. બિનપ્રણાલીગત ઊર્જાસ્રોતનો વ્યાપ વધારવા
D. સામાજિક વનીકરણ
ઉત્તર:
વન્ય જીવોના સંરક્ષણ

પ્રશ્ન 21.
રાજસ્થાન સાથે સંબંધિત નીચેના પૈકી શું છે?
A. ઇંદિરા ગાંધી કૅનાલ
B. ખાદીન, ટૅન્ક, નાલિ
C. ખેજરી વૃક્ષ
D. આપેલ તમામ
ઉત્તર:
આપેલ તમામ

પ્રશ્ન 22.
એક વિદ્યાર્થી પોતાનું વાહન લઈને સ્કૂલે જવા નીકળ્યો છે. ચાર રસ્તા પાસે પહોંચે છે ત્યારે સિગ્નલ લાલ લાઇટ બતાવે છે. પોતાની સાઇડ ચાલુ થાય ત્યાં સુધી તે પોતાનું વાહન બંધ રાખે છે. પર્યાવરણ બચાવવા માટે તેણે કયા Rનો ઉપયોગ કર્યો ગણાય?
A. ઓછો ઉપયોગ
B. પુનઃચક્રીયકરણ
C. પુનઃઉપયોગિતા
D. ના પાડવી
ઉત્તર:
ઓછો ઉપયોગ

પ્રશ્ન 23.
વધતી જતી વસ્તીને પરિણામે જરૂરિયાતો વધી છે. આજે સમગ્ર વિશ્વ ઊર્જાની કટોકટી અનુભવી રહ્યું છે ત્યારે આપણે પણ ઊર્જાનું સંરક્ષણ કરવું જોઈએ. નીચેના વિધાનો પૈકી કયું વિધાન ઊર્જાસંરક્ષણનો અભિગમ નથી?
A. જરૂર ન હોય ત્યારે લાઇટ, પંખા, ટેલિવિઝન અને અન્ય સાધનોની સ્વિચ બંધ રાખવી.
B. રસોઈ માટે પ્રેશર કુકરનો ઉપયોગ કરવો.
C. પબ્લિક ટ્રાન્સપોર્ટના બદલે પોતાના અંગત વાહનનો ઉપયોગ કરવો.
D. શાળાએ જવા માટે સાઇકલનો ઉપયોગ કરવો.
ઉત્તર:
પબ્લિક ટ્રાન્સપોર્ટના બદલે પોતાના અંગત વાહનનો ઉપયોગ કરવો.

પ્રશ્ન 24.
જૈવ-વિવિધતાની સંકલ્પના સંદર્ભે સાચું વિધાન પસંદ કરો.
A. કોઈ વિસ્તારની વિવિધ વનસ્પતિ અને પ્રાણીજાતિનાં સ્વરૂપો અને સંખ્યા રજૂ કરે છે.
B. કોઈ વિસ્તારની માત્ર વનસ્પતિજાતિઓ રજૂ કરે છે.
C. તે જંગલોમાં સૌથી વધુ હોય છે.
D. કોઈ વિસ્તારની માનવવસતિની કુલ સંખ્યા રજૂ કરે છે.
ઉત્તર:
કોઈ વિસ્તારની વિવિધ વનસ્પતિ અને પ્રાણીજાતિનાં સ્વરૂપો અને સંખ્યા રજૂ કરે છે. તે જંગલોમાં સૌથી વધુ હોય છે.

પ્રશ્ન 25.
ભૂમિ જળ સંપોષણ માટે નીચેના પૈકી કયું ઉત્તરદાયી થઈ શકે?
A. વનસ્પતિ આચ્છાદનનો ક્ષય
B. વધુ પાણીનું શોષણ કરતા પાક તરફ ઝુકાવ
C. શહેરી અવશિષ્ટો(કચરા)થી પ્રદૂષણ
D. વૃક્ષારોપણ
ઉત્તર:
વૃક્ષારોપણ

GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન 26.
પૂરના પાણીથી ઉભરાતાં નાળા પર નાના ચેકડેમ બનાવવા અગત્યના છે, કારણ કે તેઓ
A. સિંચાઈ માટે પાણીનો સંગ્રહ કરે છે.
B. પાણીનો સંગ્રહ કરી, ભૂમિનું ધોવાણ અટકાવે છે.
C. ભૂમીય જળસ્તરમાં વધારો કરે છે.
D. પાણીનો કાયમી સંગ્રહ કરે છે.
ઉત્તર:
સિંચાઈ માટે પાણીનો સંગ્રહ કરે છે. ભૂમીય જળસ્તરમાં વધારો કરે છે.

પ્રશ્ન 27.
કોલિફૉર્મ શું છે?
A. મનુષ્યના આંતરડામાં મળી આવતા સૂક્ષ્મ જીવાણુનો વર્ગ છે.
B. પ્રાણીઓના છાણમાં મળી આવતા સૂક્ષ્મ જીવાણુનો વર્ગ છે.
C. કઠોળ વનસ્પતિની મૂળચંડિકાઓમાં મળી આવતા સૂક્ષ્મ જીવાણુનો વર્ગ છે.
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
મનુષ્યના આંતરડામાં મળી આવતા સૂક્ષ્મ જીવાણુનો વર્ગ છે.

પ્રશ્ન 28.
વિધાન A: પાઇન, સાગ કે નીલગિરિના વાવેતર માટે જંગલના મોટા વિસ્તારમાંથી અન્ય બધી વનસ્પતિઓ દૂર કરવામાં આવે છે.
કારણ R : એક જ પ્રકારનાં આવાં વૃક્ષોના વાવેતર ઉદ્યોગો તેમજ વનવિભાગ માટે લાભકારક સ્ત્રોત છે. વિધાન A અને કારણ R માટે ક્યો વિકલ્પ સાચો છે?
A. A અને B બંને સાચાં તથા R એ Aની સાચી સમજૂતી છે.
B. A અને B બંને સાચાં, પરંતુ R એ Aની સાચી સમજૂતી નથી.
C. A સાચું અને R ખોટું છે.
D. A ખોટું અને R સાચું છે.
ઉત્તર:
A અને B બંને સાચાં તથા R એ Aની સાચી સમજૂતી છે.

પ્રશ્ન 29.
સુપોષિત વિકાસની સંકલ્પના માટે કયો વિકલ્પ સાચો છે?
A. બધા ભાગીદારોને તેમનો યોગ્ય લાભ મળવો જોઈએ.
B. પર્યાવરણના સંરક્ષણ માટે બધાં વિકાસાત્મક કાર્યો બંધ કરવાં.
C. પર્યાવરણના નુકસાનના ભોગે વિકાસ કરવો.
D. પર્યાવરણનું સંરક્ષણ થાય તેવો આયોજિત વિકાસ કરવો.
ઉત્તર:
બધા ભાગીદારોને તેમનો યોગ્ય લાભ મળવો જોઈએ. પર્યાવરણનું સંરક્ષણ થાય તેવો આયોજિત વિકાસ કરવો.

પ્રશ્ન 30.
મોટા બંધના નિર્માણના વિરોધમાં કઈ સમસ્યાની વિશેષ ચર્ચા થાય છે?
A. સામાજિક સમસ્યાઓ
B. આર્થિક સમસ્યાઓ
C. પર્યાવરણીય સમસ્યાઓ
D. આપેલ તમામ
ઉત્તર:
આપેલ તમામ

પ્રશ્ન 31.
કોલસા અને પેટ્રોલિયમ નીપજોના અપૂર્ણ દહનથી ………..
p. હવાઈ પ્રદૂષણનો વધારો
q. યંત્રોની કાર્યક્ષમતામાં વધારો
r. વૈશ્વિક ઉષ્ણતામાં ઘટાડો
s. ઝેરી વાયુઓનો ઉમેરો
A. p અને q
B. p અને s
C. q અને r
D. r અને s
ઉત્તર :
p અને s

પ્રશ્ન 8.
માગ્યા મુજબ ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
પૂર્ણ નામ આપોઃ CPCB, MPN
ઉત્તરઃ
CPCB – સેન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ (કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)
MPN – મોસ્ટ પ્રોબેબલ નંબર (મહત્તમ સંભવિત સંખ્યા)

પ્રશ્ન 2.
પાણીમાં કોલિફૉર્મ સંખ્યા પ્રમાણના માપનનો એકમ જણાવો.
ઉત્તર:
MPN / 100 mL

પ્રશ્ન 3.
અસંગત જોડ શોધો :
(i) પ્લાસ્ટિકની કોથળી – ઉપયોગ ન કરવો
(ii) ટપકતા નળનું સમારકામ – ઓછું કરવું
(iii) જામની ખાલી થયેલી શીશીમાં કઠોળ ભરવા–પુનઃચક્રીયકરણ
(iv) તૂટેલી ક્રૉકરીનો પક્ષીઓના દાણા મૂકવા ઉપયોગ – પુનઃ – ઉપયોગ
ઉત્તરઃ
(iii) જામની ખાલી થયેલી શીશીમાં કઠોળ ભરવા – પુનઃચક્રીયકરણ

પ્રશ્ન 4.
ગંગાના જળમાં કોલિફૉર્મનું ઇચ્છિત ન્યૂનતમ સ્તર…
ઉત્તર:
500 MPN / 100 mL

પ્રશ્ન 5.
હું કોણ છું? હું વિશાળ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાનના સુરક્ષિત ક્ષેત્રમાં આવેલું જંગલ, જ્યાં ગ્રીષ્મઋતુમાં ભરવાડ ઘેટાંઓ ચરાવવા આવે છે.
ઉત્તરઃ
આલ્પાઇન

પ્રશ્ન 6.
મધ્ય પ્રદેશ : બંધીશ :: હિમાચલ પ્રદેશ: …
ઉત્તર:
કુલહ

પ્રશ્ન 7.
અસંગત જોડ શોધો :
(i) કર્ણાટક – કટ્ટા
(ii) તમિલનાડુ – એરિસ
(iii) બિહાર – સુરંગમ્
(iv) મહારાષ્ટ્ર- બંધારણ
ઉત્તરઃ
(ii) બિહાર-સુરંગમ્

GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન 8.
મને ઓળખો: હું પશ્ચિમ બંગાળના દક્ષિણ-પશ્ચિમ જિલ્લામાં લગભગ નષ્ટ થવાની તૈયારીએ પહોંચેલ જંગલ, જેના વ્યવસ્થાપનમાં સ્થાનિક લોકોએ સક્રિય સહયોગ અને ભાગીદારી કરતાં પુનઃ સમૃદ્ધ બન્યાં.
ઉત્તરઃ
સાલનાં જંગલ

પ્રશ્ન 9.
સાલનું વૈજ્ઞાનિક નામ જણાવો.
ઉત્તર:
સાલ – Shorea robusta

મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર (Value Based Questions with Answers)

પ્રશ્ન 1.
મ્યુનિસિપલ કોર્પોરેશન નગર નિગમ લોકોને સૂચિત કરે છે કે, તેમના ઘરવપરાશમાં ઉત્પન્ન થતા કચરા પૈકી ભીનો કચરો લીલા રંગના ડબ્બામાં અને સૂકો કચરો વાદળી રંગના ડબ્બામાં અલગ અલગ એકત્ર કરે.
ભીનો અને સૂકો કચરો અલગ હશે, તો જ મ્યુનિસિપાલિટીની કચરો લઈ જતી વાન ઘરે ઘરેથી કચરો લઈ જશે.

પ્રશ્નો:

પ્રશ્ન 1.
ભીનો અને સૂકો કચરો અલગ રાખવાની પદ્ધતિ પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ છે?
ઉત્તર:
આ પદ્ધતિ જેવ-વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ કરવાનો સમય બચાવે છે. આથી આ કચરાના નિકાલ માટેનો યોગ્ય ઉપાય તરત જ લાગુ પાડી શકાય છે. આ
રીતે પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ છે.

પ્રશ્ન 2.
સામાન્ય રીતે ભીના કચરામાં શું હોય છે?
ઉત્તર:
સામાન્ય રીતે ભીના કચરામાં વધેલો ખોરાક (એઠવાડ), શાકભાજીનો કચરો, ફળની છાલ તથા બી, વગેરે હોય છે.

પ્રશ્ન 3.
ભીના કચરાનો ઉત્પાદક ઉપયોગ કયો છે?
ઉત્તર:
ભીનો કચરો જૈવ-વિઘટનીય દ્રવ્યો ધરાવે છે. તેની ખાતર અને બળતણ વાયુ ઉત્પન્ન કરવા ઉપયોગ કરી શકાય છે.

પ્રશ્ન 4.
સૂકા કચરાનો શો ઉપયોગ થાય છે? પર્યાવરણ બચાવવાના પાંચ ‘R પૈકી તમે કયો R વિચારો છો?
ઉત્તર:
પ્લાસ્ટિક, તૂટેલા કાચના ગ્લાસ, ધાતુનો ભંગાર વગેરે સૂકા કચરાનું તેના સંબંધિત એકમમાં પુનઃચક્રીયકરણ કરી તાજું પ્લાસ્ટિક, કાચની વસ્તુ, ધાતુની વસ્તુ વગેરે બનાવાય છે. પર્યાવરણ બચાવવાના પાંચ ‘R પૈકી Recycle સિદ્ધાંત વિચારી શકાય.

પ્રશ્ન 2.
કૉલેજના વિદ્યાર્થીઓના એક જૂથે તેમના મોબાઇલ નંબર પ્રસાર માધ્યમ(Social media)માં મૂક્યા. તેમણે લોકોને વિનંતી કરી કે, તેઓ તેમણે ઉપયોગમાં લીધેલા અને હવે ઉપયોગ ન કરતા હોય તેવાં કપડાં, પુસ્તકો, રમકડાં અને અન્ય વસ્તુઓ દાનમાં આપે.

મોબાઇલ નંબર પર એક સંદેશો મોકલતાં તેઓ ઘરે આવી વસ્તુઓ લઈ જશે અને જરૂરતમંદ લોકોને પહોંચાડશે.

રાષ્ટ્રીય સ્તરે ‘રોબિન હૂડ (Robin Hood)’ ખૂબ જાણીતું નામ છે. આ જૂથના સભ્યો રેસ્ટોરન્ટમાં તેમજ લગ્નપ્રસંગમાં વધેલો ખોરાક ભેગો કરીને જરૂરતમંદ લોકોમાં વહેચે છે.

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
આ પ્રકારની શરૂઆતમાં પર્યાવરણ બચાવવાના કેટલા અને કયા પ્રકારના “R સંકળાયેલા છે?
ઉત્તર:
આ પ્રકારની શરૂઆતમાં પર્યાવરણ બચાવવાના પાંચ “R પૈકી બે ‘R એટલે કે Reduce અને Reuse સંકળાયેલા છે.

પ્રશ્ન 2.
આ પ્રકારની પ્રવૃત્તિઓથી કયા ઉદ્દેશો સંતોષાય છે?
ઉત્તર:
આ પ્રકારની પ્રવૃત્તિઓથી સામાજિક જવાબદારી, પર્યાવરણ પ્રત્યે સભાનતા, ખોરાકનો વ્યય અટકાવવો, વગેરે ઉદ્દેશો સંતોષાય છે.

પ્રશ્ન 3.
શું આ પર્યાવરણમિત્ર (અનુકૂલિત) પ્રવૃત્તિ ગણી શકાય?
ઉત્તર :
હા, આ પર્યાવરણમિત્ર (અનુકૂલિત) પ્રવૃત્તિ ગણી શકાય.

પ્રશ્ન ૩.
છેલ્લાં ત્રણેક વર્ષથી સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે. વર્તમાન સમયમાં આપણે પાણીની અછતની સમસ્યા અનુભવી રહ્યા છીએ.
તમારી સોસાયટીના ચૅરમૅન દરેક સભ્યને પાણીનો વપરાશ ઘટાડવાની તેમજ વ્યય રોકવાની તાકીદ કરી છે. મ્યુનિસિપલ કૉપોરેશને ઘરે ઘરે પાણીના વપરાશના મીટરની યોજના નક્કી કરી છે. આ સ્થિતિમાં તમારા ચૅરમૅને સોસાયટીમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ કૂવો (Percoating well) બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
ભૂગર્ભ કૂવાનો શો ફાયદો છે?
ઉત્તરઃ
ભૂગર્ભ કૂવામાં પાણીનો સંગ્રહ કરી શકાય છે. ભૂગર્ભય જળસ્તરમાં વધારો કરી શકાય છે. સંગૃહીત પાણીનું બાષ્પીભવન થતું અટકાવી શકાય છે. તેને પ્રદૂષણથી બચાવી શકાય છે.

પ્રશ્ન 2.
તમે વરસાદી પાણીનો અન્ય કઈ વૈકલ્પિક રીતે સંગ્રહ કરશો કે જેથી તે પ્રદૂષિત થયા વગર સુરક્ષિત રહી શકે?
ઉત્તરઃ
બંધ ટાંકી અને ભૂગર્ભીય ટાંકી

પ્રશ્ન 3.
સોસાયટીના ચૅરમૅનનાં કયાં મૂલ્યો દષ્ટિગોચર થાય છે?
ઉત્તરઃ
સોસાયટીના ચૅરમૅનનાં પર્યાવરણ પ્રત્યે સભાનતા, પાણીનો બચાવ કરવો, પાણીનો સંગ્રહ કરવો, વગેરે મૂલ્યો દષ્ટિગોચર થાય છે.

પ્રાયોગિક કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તર (Practical Skill Based Questions with Answers)

ચાર વિવિધ જળસ્રોત – સાબરમતી નદી, II- કાંકરિયા તળાવ, II – ચંડોળા તળાવ અને IV – નર્મદા કેનાલમાંથી પાણીના નમૂના એકત્ર કરવામાં આવ્યા છે.
GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 18

પ્રશ્નો :

પ્રશ્ન 1.
જળસ્રોતમાં કોલિફોર્મ કેવી રીતે પ્રવેશે છે?
ઉત્તર:
સારવાર કર્યા વગરના સુએજ કચરાનો જળસ્રોતમાં સીધો નિકાલ કરતાં તેમાં કોલિફૉર્મ પ્રવેશે છે.

પ્રશ્ન 2.
ઉપરોક્ત પૈકી કોઈ સ્ત્રોતનું પાણી આપણે સીધું પીવા માટે ઉપયોગ કરી શકીએ? શા માટે?
ઉત્તર:
ના, કારણ કે કોઈ પણ સ્ત્રોતનું પાણી પીવા માટે સલામત નથી.

પ્રશ્ન 3.
પાણીનો પીવા માટે ઉપયોગ કરતાં પહેલાં કઈ બાબત જરૂરી છે?
ઉત્તર:
પાણીનો પીવા માટે ઉપયોગ કરતાં પહેલાં તેને સારી રીતે ઉકાળવું અને ત્યારબાદ ગાળવું આ બાબત જરૂરી છે.

પ્રશ્ન 4.
પાણીના નમૂનાની pH કેવી રીતે નક્કી કરી શકાય?
ઉત્તર:
સાર્વત્રિક સૂચક અથવા લિટમસપત્રનો ઉપયોગ કરી પાણીના નમૂનાની pH નક્કી કરી શકાય.

GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 19
GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 20
GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 21

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *