GSEB Class 8 Science Notes Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ

This GSEB Class 8 Science Notes Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ covers all the important topics and concepts as mentioned in the chapter.

તારાઓ અને સૂર્યમંડળ Class 8 GSEB Notes

→ આકાશમાં રહેલા તારા, સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો (ચંદ્રો), ધૂમકેતુઓ, લઘુગ્રહો, ઉલ્કાઓ અને ઉલ્કાશિલાઓ જેવા પદાર્થોને આકાશી પદાર્થો (Celestial Objects) કહે છે.

→ ચંદ્ર તે પૃથ્વીની નજીકનો આકાશી પદાર્થ છે. તે પૃથ્વીનો ઉપગ્રહ છે. તે પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી. તે પરપ્રકાશિત છે. સૂર્યપ્રકાશ તેના પર પડે છે અને તે આપણી તરફ પરાવર્તિત થાય છે. તેથી ચંદ્ર આપણને પ્રકાશિત લાગે છે.

GSEB Class 8 Science Notes Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ

→ ચંદ્રના આકારમાં દરરોજ ફેરફાર થાય છે. પૂનમના દિવસે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય છે. પૂનમ પછી તેના આકારમાં ઘટાડો થતો જાય છે. અમાસના દિવસે ચંદ્ર બિલકુલ દેખાતો નથી. અમાસના દિવસ પછીના દિવસોમાં પૂનમ સુધી તેના પ્રકાશિત ભાગમાં ક્રમશઃ વધારો થતો જાય છે. ચંદ્રના તેજસ્વી ભાગમાં મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને ચંદ્રની કળાઓ (Phases of the Moon) કહે છે.

→ ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્ર સહિત પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ચંદ્રની ધરતી પર ખાડાઓ અને ઊંચા પર્વતો છે. ચંદ્ર પર પાણી નથી તેમજ વાતાવરણ નથી. તેથી ચંદ્ર પર જીવન શક્ય નથી.

→ 21 જુલાઈ, 1969ના દિવસે અમેરિકાના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ | ચંદ્ર પર સૌપ્રથમ ઊતર્યા હતા.

→ તારાઓ (Stars) : રાત્રિ આકાશમાં અસંખ્ય તારાઓ દેખાય છે. સૂર્ય તેમાંનો એક તારો છે. સૂર્ય અને અન્ય તારાઓ પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. સૂર્ય પૃથ્વીની નજીક હોવાથી તેના તેજસ્વી પ્રકાશને લીધે તારાઓ દિવસે દેખાતા નથી. સૂર્ય એક એવો તારો છે, જે દિવસે દેખાય છે. તારાઓ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતાં દેખાય છે. ફક્ત ધ્રુવનો તારો સ્થિર દેખાય છે, તે ઉત્તર દિશામાં દેખાય છે. તેનું સ્થાન અચળ છે.

→ નક્ષત્રો (Constellations) તારાઓનો સમૂહ કે જે ઓળખી શકાય તેવા કોઈ આકાર બનાવે છે, તેને નક્ષત્રો કહે છે. સપ્તર્ષિ, શર્મિષ્ઠા, મૃગશીર્ષ, મઘા વગેરે નક્ષત્રો છે. સપ્તર્ષિમાં સાત મુખ્ય તારાઓ છે. શર્મિષ્ઠામાં પાંચ મુખ્ય તારાઓ છે.

→ સૂર્યમંડળ (The solar system) સૂર્ય અને તેની આસપાસ ભ્રમણ કરતાં આકાશી પદાર્થો મળીને સૂર્યમંડળ બને છે. સૂર્યમંડળમાં સૂર્ય ઉપરાંત ગ્રહો, તેમના ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ અને ઉલ્કાશિલાઓનો સમાવેશ થાય છે.

→ સૂર્ય (The sun): તે આપણી સૌથી નજીકનો તારો છે. તે સતત ઉષ્મા અને પ્રકાશનું ઉત્સર્જન કરે છે. તે પૃથ્વી સહિત બધા ગ્રહો માટે ઉષ્મા અને પ્રકાશનો મુખ્ય સ્ત્રોત છે.

→ સૂર્યમંડળના ગ્રહોઃ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેગૂન સૂર્યમંડળના ગ્રહો છે.

→ બુધ (Mercury): તે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. તે સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે. તેને ઉપગ્રહ નથી.

→ શુક્ર Venus) ઃ તે પૃથ્વીનો સૌથી નજીકનો પડોશી ગ્રહ છે. તે આકાશમાં દેખાતો સૌથી તેજસ્વી ગ્રહ છે. શુક્રને ઉપગ્રહ નથી. તેને સવારનો તારો કે સાંજનો તારો કહે છે. બુધ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ હોવા છતાં શુક્ર સૌથી ગરમ ગ્રહ છે.

→ પૃથ્વી (The Earth) : પૃથ્વી પર સજીવસૃષ્ટિનું અસ્તિત્વ છે. પૃથ્વીની ભ્રમણની ધરી તેના કક્ષીય સમતલને લંબ નથી. પૃથ્વી પર ઋતુઓના ફેરફાર માટે આ ઝુકાવ જવાબદાર છે. પૃથ્વીને એક ઉપગ્રહ છે, જેને આપણે ચંદ્ર કહીએ છીએ.

→ મંગળ (Mars): તે લાલ રંગનો ગ્રહ છે. તે પૃથ્વીની કક્ષાની બહારનો પ્રથમ ગ્રહ છે. તેને બે ઉપગ્રહો છે.

→ ગુરુ Jિupiter) ઃ તે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. તે પૃથ્વી કરતાં કદમાં લગભગ 1300 ગણો મોટો છે. ગુરુનું દળ પૃથ્વીના દળ કરતાં 318 ગણું છે. ગુરુને મોટી સંખ્યામાં ઉપગ્રહો છે.

→ શનિ (Saturn) ઃ તે સૂર્યમંડળનો ગુરુ પછીનો બીજા નંબરનો મોટો ગ્રહ છે, તે પીળાશ પડતો દેખાય છે. તેનાં સુંદર વલયોને લીધે સુંદર દેખાતો ગ્રહ છે. તે મોટી સંખ્યામાં ઉપગ્રહો ધરાવે છે. તેની ઘનતા પાણીની ઘનતા કરતાં પણ ઓછી છે.

GSEB Class 8 Science Notes Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ

→ યુરેનસ અને નેપ્યુન (Uranus and Neptune) તે સૂર્યમંડળના સૌથી બહારના ગ્રહો છે. યુરેનસ પણ શુક્રની જેમ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. તેઓ શક્તિશાળી ટેલિસ્કોપથી જ જોઈ શકાય છે. સૂર્યમંડળના અન્ય સભ્યો સૂર્યમંડળના ગ્રહો અને તેમના ઉપગ્રહો ઉપરાંત લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાશિલાઓ અને ઉલ્કા પણ સૂર્યમંડળના સભ્યો છે. તેઓ પણ સૂર્યની આસપાસ પરિક્રમણ કરતાં હોય છે.

→ લઘુગ્રહો (Asteroids) મંગળ અને ગુરુની કક્ષાઓ વચ્ચે ખૂબ મોટી સંખ્યામાં લઘુગ્રહો આવેલા છે.

→ ધૂમકેતુઓ (Comets) તેઓ સૂર્યની આસપાસ ખૂબ જ લંબવૃત્તીય કક્ષામાં પરિક્રમણ કરે છે. સામાન્ય રીતે ધૂમકેતુ એક તેજસ્વી શીર્ષની સાથે લાંબી પૂંછડી ધરાવે છે. હેલીનો ધૂમકેતુ દર 76 વર્ષે દેખાય છે.

→ ઉલ્કા અને ઉલ્કાશિલા (Meteors and Meteorites): સ્વચ્છ આકાશમાં પ્રકાશનો તેજસ્વી લિસોટો દેખાય છે તે ઉલ્કા છે. તેને ખરતો તારો કહે છે. ખૂબ જ મોટી ઉલ્કાઓ પૃથ્વી પર પડે છે તેને ઉલ્કાશિલા કહે છે. કૃત્રિમ ઉપગ્રહો (Artificial satellites): ભારતે તેમ જ બીજા દેશોએ કૃત્રિમ ઉપગ્રહો બનાવીને અવકાશમાં છોડ્યા છે. કૃત્રિમ ઉપગ્રહો પણ કુદરતી ઉપગ્રહ ચંદ્રની જેમ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે.

→ ભારતે છોડેલો પહેલો કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ હતો. ભાસ્કર અને બીજા ઘણા કૃત્રિમ ઉપગ્રહો ભારતે છોડેલા છે. INSAT (ઇન્સેટ) શ્રેણી, IRS શ્રેણી, રોહિણી શ્રેણી, વગેરે ભારતે છોડેલા કૃત્રિમ ઉપગ્રહો છે.

→ કૃત્રિમ ઉપગ્રહો હવામાનની આગાહી, ટેલિવિઝન અને રેડિયો તરંગોના પ્રસારણ માટે ઉપયોગી છે.

→ કૃત્રિમ ઉપગ્રહો (Artificial satellites) : માનવસર્જિત ઉપગ્રહો જે પૃથ્વીની આજુબાજુ વિવિધ કક્ષાઓમાં ફરે છે તેમને કૃત્રિમ ઉપગ્રહો કહે છે.

→ લઘુગ્રહો (Asteroids) સૂર્યમંડળના ગ્રહોના નિર્માણ સમયે ગ્રહો બનવામાં નિષ્ફળ ગયેલા નાના નાના આકાશી પદાર્થોને લઘુગ્રહો કહે છે.

→ શર્મિષ્ઠા (Cassioneia) નક્ષત્રઃ શિયાળામાં ઉત્તર આકાશમાં દેખાતું વિકૃત થયેલા અક્ષર કે M જેવો આકાર ધરાવતું નક્ષત્ર.

→ આકાશી પદાર્થો (Celestial Objects) : આકાશમાં રહેલા તારા, સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુઓ જેવા પદાર્થોને આકાશી પદાર્થો કહે છે.

→ ધૂમકેતુ (Comets) સૂર્યની આસપાસ ખૂબ જ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરતો આકાશી પદાર્થ.

→ નક્ષત્રો (Constellations) તારાઓના સમૂહ કે જે ઓળખી શકાય તેવા આકાર બનાવે છે તેમને નક્ષત્રો કહે છે.

→ પ્રકાશવર્ષ (Light Year) : ઘણાં જ મોટાં અંતરો (તારાઓ વચ્ચેનાં અંતરો) માપવા માટેનો એકમ છે. એક પ્રકાશવર્ષ એટલે પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર.

→ ઉલ્કાઓ (Meteors)ઃ ઉલ્કા એ નાનો આકાશી પદાર્થ છે, જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય, ત્યારે અતિ ઝડપને કારણે વાતાવરણ સાથે ઘર્ષણ પામી ગરમ થઈ સળગી ઊઠે છે, જેથી લિસોટો દેખાય છે.

GSEB Class 8 Science Notes Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ

→ ઉલ્કાશિલાઓ (Meteorites) : કેટલીક ખૂબ જ મોટી ઉલ્કાઓ સંપૂર્ણ સળગી જાય તે પહેલાં પૃથ્વી પર પહોંચે છે, જેમને ઉલ્કાશિલાઓ કહે છે.

→ કુદરતી ઉપગ્રહો (Natural satellites) કુદરતી આકાશી પદાર્થો જે ગ્રહની આસપાસ પરિક્રમણ કરે છે, તેમને કુદરતી ઉપગ્રહો કહે છે.

→ કક્ષા (Orbit): ગ્રહો જે નિશ્ચિત માર્ગ પર સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, તે માર્ગને કક્ષા કહે છે.

→ મૃગશીર્ષ (Orion) નક્ષત્રઃ 7 કે 8 તેજસ્વી અગ્રગણ્ય તારાઓનું નક્ષત્ર છે, જેની નજીકમાં વ્યાધ નામનો સૌથી તેજસ્વી તારો આવેલો છે.

→ ચંદ્રની કળાઓ (Phases of the Moon) ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને ચંદ્રની કળાઓ કહે છે.

→ ગ્રહો (Planets): એક નિશ્ચિત માર્ગ પર સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા પૃથ્વી સહિત આઠ આકાશી પદાર્થોને ગ્રહો કહે છે.

→ દૂરસંવેદન (Remote sensing) કોઈ પણ પદાર્થના સીધા સંપર્કમાં આવ્યા વગર તેના અંગે માહિતી એકત્રિત કરવાની યુક્તિને દૂરસંવેદન કહે છે.

GSEB Class 8 Science Notes Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ

→ સૌરમંડળ (Solar system) સૂર્ય અને તેની આસપાસ પરિક્રમણ કરતાં આકાશી પદાર્થો મળીને સૌરમંડળ બને છે.

→ તારાઓ stars): આકાશી પદાર્થો જે સ્વયં પ્રકાશ ઉત્સર્જિત કરે છે તેમને તારાઓ કહે છે.

→ સપ્તર્ષિ (Ursa Major) નક્ષત્રઃ સાત અગ્રગણ્ય તારાઓનું બનેલું નક્ષત્ર, સપ્તર્ષિ તરીકે ઓળખાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *