GSEB Class 8 Science Notes Chapter 14 વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરો

This GSEB Class 8 Science Notes Chapter 14 વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરો covers all the important topics and concepts as mentioned in the chapter.

વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરો Class 8 GSEB Notes

→ વિદ્યુતવાહકતાના આધારે પદાર્થોને સુવાહકો અને અવાહકોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

→ જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુતપ્રવાહ સરળતાથી પસાર થવા દે છે તેમને વિદ્યુતના સુવાહકો કહે છે. દા. ત., કૉપર, લોખંડ.

→ જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુતપ્રવાહ પસાર થવા દેતા નથી તેમને વિદ્યુતના અવાહકો કહે છે. દા. ત., લાકડું, રબર.

→ વિશિષ્ટ પરિસ્થિતિમાં કેટલાક પદાર્થોમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ નિર્બળ હોય છે તેમને વિદ્યુતના મંદવાહકો કહે છે. દા. ત., નળનું પાણી, લીંબુનો રસ.

GSEB Class 8 Science Notes Chapter 14 વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરો

→ સામાન્ય પરિસ્થિતિમાં વિદ્યુતપ્રવાહની ભાળ મેળવવા માટે ટૉર્ચ-બલ્બની મદદથી બનાવેલા ટેસ્ટરને ટૉર્ચ-બલ્બ ટેસ્ટર કહે છે.

→ નિર્બળ વિદ્યુતપ્રવાહની ભાળ મેળવવા માટે LEDની મદદથી બનાવેલા ટેસ્ટરને LED ટેસ્ટર કહે છે.

→ નિર્બળ વિદ્યુતપ્રવાહની ભાળ મેળવવા માટે ચુંબકીય સોય(કંપાસ)ની મદદથી બનાવેલા ટેસ્ટરને ઇલેક્ટ્રોમૅગ્નેટિક ટેસ્ટર કહે છે.

→ જે દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે તેને વિદ્યુતદ્રાવણ (Electrolyte) કહે છે.

→ વિદ્યુતદ્રાવણોમાં વિદ્યુતપ્રવાહના વહનના કારણે રાસાયણિક ફેરફાર ઉદ્ભવે છે જેને વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસર કહે છે. જેને વિદ્યુત-પૃથક્કરણ (Electrolysis) પણ કહેવામાં આવે છે.

→ વિદ્યુતદ્રાવણમાં રાખેલ વાહક પ્લેટો (અથવા સળિયાઓ) કે જેમનું જોડાણ બાહ્ય બૅટરીના ધન અને ઋણ ધ્રુવો સાથે કરેલ હોય છે તેમને ઈલેક્ટ્રૉન્ટ્સ (વિદ્યુત ધ્રુવો) કહે છે.

→ ઇલેક્ટ્રૉન્ટ્સ બે પ્રકારના હોય છે ઍનોડ અને કૅથોડ.

→ બૅટરીના ધન ધ્રુવ સાથે જોડાતા ઇલેક્ટ્રૉડને ઍનોડ અને ઋણ ધ્રુવ સાથે જોડાતા ઇલેક્ટ્રૉડને કૅથોડ કહે છે.

→ ઈલેક્ટ્રૉડ, વિદ્યુતદ્રાવણ અને પાત્રથી બનતી રચનાને રાસાયણિક કોષ (Chemical Cell) કહે છે.

→ વિદ્યુતદ્રાવણમાં વિદ્યુતપ્રવાહ પસાર થવાને કારણે રાસાયણિક ક્રિયાઓ પ્રક્રિયાઓ થાય છે, જેના સ્વરૂપે…

  • ઇલેક્ટ્રૉન્ટ્સ પાસે વાયુના પરપોટા બની શકે છે.
  • દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે.
  • ઇલેક્ટ્રૉસ પર ધાતુ જમા થઈ શકે છે.

→ વિદ્યુતદ્રાવણોમાં વિદ્યુતપ્રવાહ પસાર થવાથી થતી રાસાયણિક ક્રિયાઓ / પ્રક્રિયાઓનો આધાર ઉપયોગમાં લેવાતાં દ્રાવણના પ્રકાર અને ઇલેક્ટ્રૉલ્સની જાત પર છે.

→ વિદ્યુતવહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચઢાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે.

→ ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાના ઉપયોગો :

  • વસ્તુઓને ચળકાટવાળી બનાવવી.
  • વસ્તુઓને કાટ લાગતી અટકાવવી.
  • વસ્તુઓ પર પડતા ઉઝરડાઓને રોકવા.
  • ક્રિયાશીલ ધાતુઓથી બનેલી વસ્તુઓ પર ઓછી ક્રિયાશીલ ધાતુઓનું પડ ચઢાવી તેમને બગડતી અટકાવવી.
  • સસ્તી ધાતુઓ વડે બનાવેલાં આભૂષણો પર ચાંદી અને સોનાનું આવરણ ચઢાવી તેમને ભપકાદાર બનાવવાં.

→ ઇલેક્ટ્રૉડ (વિદ્યુત વ) (Electrode) વિદ્યુતદ્રાવણમાં ડુબાડેલ તથા બૅટરીના ધન અને ત્રણ ધ્રુવ સાથે જોડવામાં આવતી વસ્તુઓ દા. ત., સળિયા, પ્લેટ.

→ ઈલેક્ટ્રોપ્લેટિંગ (વિદ્યુત ઢોળ) (Electroplating) : વિદ્યુતપ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું આવરણ ચઢાવવાની પ્રક્રિયા

→ સુવાહક (Conductor) : જે પદાર્થમાંથી વિદ્યુતપ્રવાહનું વહન ખૂબ સરળતાથી થાય તે પદાર્થ

GSEB Class 8 Science Notes Chapter 14 વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરો

→ LED (Light Emitting Diode) : પરિપથમાં વહેતા નિર્બળ વિદ્યુતપ્રવાહની જાણકારી મેળવવા ટૉર્ચ-બલ્બના સ્થાને વિદ્યુત ટેસ્ટરમાં વપરાય છે.

→ મંદવાહક (Poor conductor) : વિદ્યુતનું વહન અલ્પ પ્રમાણમાં થાય તેવો પદાર્થ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *