This GSEB Class 8 Science Notes Chapter 13 ધ્વનિ covers all the important topics and concepts as mentioned in the chapter.
ધ્વનિ Class 8 GSEB Notes
→ કંપન કરતી વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરે છે.
→ પદાર્થની આગળ-પાછળ (back and forth) કે ઉપર-નીચે (up and down) થતી પુનરાવર્તિત ઝડપી ગતિને કંપન કહે છે.
→ સમતોલન સ્થાનની આસપાસ (to and fro) થતી પદાર્થની પુનરાવર્તિત ધીમી ગતિને દોલન કહે છે.
→ મનુષ્યોમાં ધ્વનિ સ્વરપેટીમાંથી ઉત્પન્ન થાય છે. તેનું બીજું નામ કંઠસ્થાન (larynx) છે.
→ સ્વરપેટીની આજુબાજુ આવેલ તંતુઓ સ્વરતંતુઓ કહેવાય છે. આ સ્વરતંતુઓ સ્વરપેટીની આજુબાજુ એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી તેમના વડે એક સાંકડી તિરાડ (જેને સ્લિટ કહે છે), હવાની અવરજવર માટે બંનેની વચ્ચે રહે. જ્યારે ફેફસાં, આ સ્લિટ મારફતે હવા ધકેલે છે, ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે.
→ ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યક્તા છે.
→ બહારથી કાનમાં ધ્વનિ પ્રવેશે છે, પછી કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે. કર્ણપટલ એટલે કાનનો પડદો જે ચુસ્ત રીતે ખેચાયેલ રબરના પાતળા પડદા જેવો હોય છે.
→ ધ્વનિ કાનના પડદા પર પડે છે જેના કારણે તે કંપન અનુભવે છે. કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી પહોંચાડે છે. ત્યાંથી ધ્વનિનાં તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. આ રીતે ધ્વનિ મનુષ્યને સંભળાય છે.
→ સમતોલન સ્થાનથી કોઈ એક તરફના વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપિત વસ્તુનો કંપવિસ્તાર કહે છે.
→ એકમ સમયમાં (1 સેકન્ડમાં) થતાં કંપનોની સંખ્યાને આવૃત્તિ કહેવામાં આવે છે. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ (H2) છે.
→ 1 કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવામાં આવે છે. આવર્તકાળને એકમ સેકન્ડ (s) છે.
→ કંપવિસ્તાર અને આવૃત્તિ બંને ધ્વનિની અગત્યની લાક્ષણિકતાઓ છે.
→ કંપન કરતી વસ્તુનો કંપવિસ્તાર ઉત્પન્ન થતા ધ્વનિની પ્રબળતા નક્કી કરે છે. કંપન કરતી વસ્તુનો કંપવિસ્તાર જેટલો મોટો તેટલો ઉત્પન્ન થતો ધ્વનિ વધુ પ્રબળ.
→ કંપન કરતી વસ્તુની આવૃત્તિ અવાજનું તીણાપણું અથવા ધ્વનિની પિચ નક્કી કરે છે. કંપન કરતી વસ્તુની આવૃત્તિ જેટલી વધુ તેટલો અવાજ તીણો અને ધ્વનિની પિચ વધારે.
→ ધ્વનિને મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચવામાં આવે છે. શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ
→ 20 Hz(કંપન / સેકન્ડ)થી 20,000 Hz (કંપન / સેકન્ડ) જેટલી આવૃત્તિની મર્યાદા (રેન્જ) ધરાવતો ધ્વનિ શ્રાવ્ય ધ્વનિ કહેવાય છે.
→ 20 Hzથી ઓછી અને 20,000 Hz(20 kHz)થી વધારે આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે સાંભળી શકાતા નથી, તેને અશ્રાવ્ય ધ્વનિ કહે છે.
→ કર્ણપ્રિય અને કાનને ખુશી આપતા ધ્વનિને સંગીતનો ધ્વનિ કહે છે.
→ અસુખદ ધ્વનિને ઘોંધાટ કહે છે.
→ આપણી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અનેક સ્વાથ્ય સંબંધિત સમસ્યાઓનું નિર્માણ કરે છે. જેમ કે, અનિંદ્રા, ચિંતા, હાઈપર ટેન્શન (હાઈ બ્લડ પ્રેશર) વગેરે …
→ સતત ઘોંઘાટના પ્રભાવ હેઠળ રહેવાવાળા મનુષ્યોની સાંભળવાની ક્ષમતા કામચલાઉ (અસ્થાયી) કે કાયમી રીતે ઓછી થઈ જાય છે.
→ આપણાં રહેઠાણ, વ્યવસાય કરવાના સ્થળની આસપાસ અને રસ્તાઓની બંને બાજુએ વૃક્ષો વાવીને તથા ઉછેરીને ઘોંઘાટ ઘટાડી શકાય છે.
→ કંપવિસ્તાર (Amplitude) : સમતોલન સ્થાનથી કોઈ એક તરફના વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપિત વસ્તુનો કંપવિસ્તાર કહે છે.
→ શ્રાવ્ય (Audible) સંભળાય તેવું.
→ કાનનો પડદો (Eardrum): બહારથી કાનમાં કર્ણનાળ મારફતે પ્રવેશતો જેના પર પડે છે તે ચુસ્ત રીતે ખેંચાયેલો રબર જેવો પાતળો પડદો.
→ હર્ટ્ઝ (Hertz) (Hz) : આવૃત્તિનો SI એકમ.
→ કંઠસ્થાન (Larynx) : શ્વાસનળીના ઉપલા છેડા પર આવેલ અવયવ, જે સ્વરપેટી પણ કહેવાય છે.
→ અવાજની પ્રબળતા (Loudness) : પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે, તેને અવાજની પ્રબળતા કહે છે.
→ ઘોંઘાટ (Noise) અસુખદ ધ્વનિ.
→ દોલન (Oscillation) : સમતોલન સ્થાનની આસપાસ (to and fro) થતી પુનરાવર્તિત ધીમી ગતિ.
→ પિચ (Pitch): ધ્વનિનો જે ગુણધર્મ તેની મહત્તા (Highness) અને ન્યૂનતા (Lowness) રજૂ કરે છે, તેને પિચ કહેવામાં આવે છે.
→ તીણાપણું (Shrillness) : ધ્વનિની આવૃત્તિ દ્વારા નક્કી થાય છે.
→ આવર્તકાળ (Time Period): કંપિત વસ્તુને 1 કંપન પૂર્ણ કરવા માટે લાગતો સમય (સેકન્ડમાં).
→ કંપન [vibration) : પદાર્થની આગળ-પાછળ (back and forth) કે ઉપર-નીચે (up and down) થતી ઝડપી ગતિ.
→ સ્વરપેટી (Voice Box) : જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તે ઇન્દ્રિય.
→ શ્વાસનળી (wind Pipe) પ્રાણીદેહની નળી જેના દ્વારા શ્વાસોચ્છવાસ થાય છે.