GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

   

Gujarat Board GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ Important Questions and Answers.

GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

વિશેષ પ્રશ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો:

પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
નીચે પૈકી કયું ધાતુ તત્ત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે?
A. સોડિયમ
B. કૅલ્શિયમ
C. ઍલ્યુમિનિયમ
D. પારો
ઉત્તરઃ
પારો

પ્રશ્ન 2.
નીચે પૈકી કયું અધાતુ તત્ત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે?
A. સલ્ફર
B. બ્રોમિન
C. આયોડિન
D. કાર્બન
ઉત્તરઃ
બ્રોમિન

GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

પ્રશ્ન 3.
કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે?
A. નિકલ
B. ફૉસ્ફરસ
C. સોડિયમ
D. મૅગ્નેશિયમ
ઉત્તરઃ
સોડિયમ

પ્રશ્ન 4.
કયું ધાતુ તત્ત્વ રાસાયણિક દષ્ટિએ ઘણું જ સક્રિય છે?
A. પોટેશિયમ
B. ચાંદી
C. કેલ્શિયમ
D. તાંબુ
ઉત્તરઃ
પોટેશિયમ

પ્રશ્ન 5.
નીચે પૈકી ધાતુ તત્ત્વ કર્યું છે?
A. કાર્બન
B. ફૉસ્ફરસ
C. સલ્ફર
D. ઍલ્યુમિનિયમ
ઉત્તરઃ
એલ્યુમિનિયમ

પ્રશ્ન 6.
નીચે પૈકી અધાતુ તત્ત્વ કર્યું છે?
A. કાર્બન
B. તાંબું
C. કૅલ્શિયમ
D. પોટેશિયમ
ઉત્તરઃ
કાર્બન

પ્રશ્ન 7.
કઈ ધાતુના બારીક તાર ખેંચી શકાય છે? (તણાઉપણાનો ગુણ)
A. તાંબુ
B. ઍલ્યુમિનિયમ
C. ચાંદી
D. સોનું
ઉત્તરઃ
સોનું

પ્રશ્ન 8.
કઈ ધાતુ ચપ્પા વડે કાપી શકાય એવી નરમ હોય છે?
A. કૉપર
B. મૅગ્નેશિયમ
C. સોડિયમ (અથવા પોટેશિયમ)
D. ઍલ્યુમિનિયમ
ઉત્તરઃ
સોડિયમ (અથવા પોટેશિયમ)

પ્રશ્ન 9.
સામાન્ય રીતે ધાતુ તત્ત્વ મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે પ્રક્રિયા કરી ક્યો વાયુ ઉત્પન્ન કરે છે?
A. ઑક્સિજન
B. હાઇડ્રોજન
C. ક્લોરિન
D. નાઈટ્રોજન
ઉત્તરઃ
હાઈડ્રોજન

GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

પ્રશ્ન 10.
કઈ ધાતુની પટ્ટીને જ્યોત પર ગરમ કરવાથી સફેદ પ્રકાશિત જ્યોતથી સળગે છે?
A. કૉપર
B. મૅગ્નેશિયમ
C. ચાંદી
D. સોનું
ઉત્તરઃ
મૅગ્નેશિયમ

પ્રશ્ન 11.
સામાન્ય રીતે ધાતુના ઑક્સાઈડ કઈ પ્રકૃતિ ધરાવે છે?
A. તટસ્થ
B. ઍસિડિક
C. બેઝિક
D. આ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
બેઝિક

પ્રશ્ન 12.
સામાન્ય રીતે અધાતુના ઑક્સાઈડ કઈ પ્રકૃતિ ધરાવે છે?
A. તટસ્થ
B. ઍસિડિક
C. બેઝિક
D. આ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
ઍસિડિક

પ્રશ્ન 13.
કઈ ધાતુ ઠંડા પાણી સાથે તરત જ રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે?
A. સોનું
B. ચાંદી
C. મૅગ્નેશિયમ
D. કૅલ્શિયમ
ઉત્તરઃ
કેલ્શિયમ

પ્રશ્ન 14.
કઈ ધાતુ ઉત્તમ વિદ્યુતવાહક છે?
A. ચાંદી
B સોનું
C. લોખંડ
D. ઍલ્યુમિનિયમ
ઉત્તરઃ
ચાંદી

પ્રશ્ન 15.
કયો ઑક્સાઈડ ભીના લાલ લિટમસને ભૂરો બનાવે છે?
A. કાર્બન ડાયોક્સાઈડ
B. મૅગ્નેશિયમ ઑક્સાઈડ
C. સલ્ફર ડાયૉક્સાઈડ
D. નાઈટ્રોજન પેન્ટૉક્સાઈડ
ઉત્તરઃ
મૅગ્નેશિયમ ઑક્સાઈડ

પ્રશ્ન 2.
યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
……….. નાં ફૉઇલ ખાદ્ય પદાર્થોને પૅક કરવા માટે વપરાય છે.
ઉત્તરઃ
ઍલ્યુમિનિયમ

પ્રશ્ન 2.
વનસ્પતિના વિકાસ માટે બનાવવામાં આવતાં ખાતરોમાં અધાતુ તત્ત્વ ……….. નો ઉપયોગ થાય છે.
ઉત્તરઃ
નાઇટ્રોજન

પ્રશ્ન 3.
અધાતુ તત્ત્વ ………… નો ઉપયોગ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં થાય છે.
ઉત્તરઃ
ક્લોરિન

પ્રશ્ન 4.
અધાતુ તત્ત્વ ………… નો ઉપયોગ ફટાકડા બનાવવા થાય છે.
ઉત્તરઃ
સલ્ફર

પ્રશ્ન 5.
ધાતુ તત્ત્વો …….. અને ………… નો ઉપયોગ વિદ્યુતવાહક તાર બનાવવા થાય છે.
ઉત્તરઃ
તાંબું, ઍલ્યુમિનિયમ

પ્રશ્ન 6.
આભૂષણો બનાવવા ધાતુ તત્ત્વો ……… અને …………. નો બહોળો ઉપયોગ થાય છે.
ઉત્તરઃ
સોનું, ચાંદી

પ્રશ્ન 7.
તત્ત્વના સૌથી નાના એકમને ……… કહે છે.
ઉત્તરઃ
પરમાણુ

પ્રશ્ન 8.
થોડાંક તત્ત્વો જે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે તેને ……….. કહે છે.
ઉત્તરઃ
ઉપધાતુ

GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

પ્રશ્ન 9.
બહુમાળી મકાનો બનાવવા સિમેન્ટ અને ધાતુ તત્ત્વ ……….. વપરાય છે.
ઉત્તરઃ
લોખંડ

પ્રશ્ન 10.
ઝિક ધાતુ આયર્ન કરતાં ……….. સક્રિય છે.
ઉત્તરઃ
વધારે

પ્રશ્ન 3.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખો:

(1) બ્રોમિન પ્રવાહી ધાતુ છે.
(2) સલ્ફરને ખેંચીને તાર બનાવી શકાય છે.
(3) સામાન્ય રીતે ધાતુઓમાં ટિપાઉપણાનો ગુણ છે.
(4) પોટેશિયમ ઘણી જ સક્રિય ધાતુ છે.
(5) ઝિંક સલ્ફટના જલીય દ્રાવણમાંથી કૉપર ઝિકને વિસ્થાપિત કરે છે.
(6) અધાતુના ઑક્સાઈડ સામાન્ય રીતે ઍસિડિક પ્રકૃતિ દર્શાવે છે.

ઉત્તરઃ

ખરાં વિધાનો (3), (4), (6).
ખોટાં વિધાનો (1), (2), (5).
સુધારીને લખેલાં વિધાનો?
(1) બ્રોમિન પ્રવાહી અધાતુ છે.
(2) સલ્ફરને ખેંચીને તાર બનાવી શકાતા નથી.
(5) ઝિંક સલ્ફટના જલીય દ્રાવણમાંથી કૉપર ઝિંકને વિસ્થાપિત કરી શકે નહિ.
અથવા
કૉપર સલ્ફટના જલીય દ્રાવણમાંથી ઝિક કૉપરને વિસ્થાપિત કરે છે.

પ્રશ્ન 4.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો?

પ્રશ્ન 1.
દેખાવમાં ધાતુઓ કેવી હોય છે?
ઉત્તરઃ
ચળકાટવાળી

પ્રશ્ન 2.
પાણી કરતાં હલકા ધાતુ તત્ત્વનું નામ આપો.
ઉત્તરઃ
સોડિયમ (અથવા પોટૅશિયમ)

પ્રશ્ન 3.
ધાતુ અથવા અધાતુ પૈકી કોને અથડાવવાથી રણકાર ઉત્પન્ન થાય છે?
ઉત્તરઃ
ધાતુ

પ્રશ્ન 4.
ચપ્પા વડે કાપી શકાય તેવી મૃદુ ધાતુ કઈ છે?
ઉત્તરઃ
સોડિયમ (અથવા પોટેશિયમ અથવા સીસું)

પ્રશ્ન 5.
લોખંડની ઑક્સિજન અને પાણી સાથેની પ્રક્રિયાથી બનતા લોખંડના સંયોજનને શું કહે છે?
ઉત્તરઃ
કાટ

પ્રશ્ન 6.
કઈ અધાતુ ચળકાટ ધરાવે છે?
ઉત્તરઃ
આયોડિન

પ્રશ્ન 7.
કઈ અધાતુ વિદ્યુતવાહક છે?
ઉત્તરઃ
ગ્રેફાઇટ

પ્રશ્ન 8.
અધાતુ તત્ત્વોની સંખ્યા લગભગ કેટલી છે?
ઉત્તરઃ
20 કરતાં ઓછી

પ્રશ્ન 9.
સલ્ફરની ઑક્સિજન વાયુ સાથે પ્રક્રિયાથી શું બને છે?
ઉત્તરઃ
સલ્ફર ડાયૉક્સાઈડ વાયુ

પ્રશ્ન 10.
ધાતુમાંથી પાતળા તાર ખેંચી શકાવાના ગુણધર્મને શું કહે છે?
ઉત્તરઃ
તણાઉપણું

GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

પ્રશ્ન 11.
ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવતા તત્ત્વને શું કહે છે?
ઉત્તરઃ
ઉપધાતુ

પ્રશ્ન 12.
કયું અધાતુ તત્ત્વ પાણીમાં રાખવામાં આવે છે?
ઉત્તરઃ
ફૉસ્ફરસ

પ્રશ્ન 13.
સોડિયમની સંજ્ઞા કઈ છે?
ઉત્તરઃ
Na

પ્રશ્ન 14.
કયું અધાતુ તત્ત્વ સખત છે?
ઉત્તરઃ
હીરો

પ્રશ્ન 15.
કયું અધાતુ તત્ત્વ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં વપરાય છે?
ઉત્તરઃ
ક્લોરિન (અથવા છિદ્રાળુ કોલસો)

પ્રશ્ન 16.
ખાતર બનાવવા વપરાતા એક અધાતુ તત્ત્વનું નામ જણાવો.
ઉત્તરઃ
નાઇટ્રોજન

પ્રશ્ન 17.
અધાતુ તત્ત્વ જે સજીવોની શ્વસનક્રિયા માટે ઉપયોગી છે.
ઉત્તરઃ
ઑક્સિજન

પ્રશ્ન 18.
કૉપર, લોખંડ અને ઝિંક પૈકી સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે?
ઉત્તરઃ
ઝિંક

પ્રશ્ન 19.
ઍલ્યુમિનિયમ, લોખંડ અને કૉપર પૈકી સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે?
ઉત્તરઃ
ઍલ્યુમિનિયમ

પ્રશ્ન 20.
આપણા શરીરમાં લોહતત્ત્વ શામાં હોય છે?
ઉત્તરઃ
હીમોગ્લોબિનમાં

પ્રશ્ન 21.
વનસ્પતિમાં મૅગ્નેશિયમ કયા સ્વરૂપે જોવા મળે છે?
ઉત્તરઃ
હરિતદ્રવ્ય (ક્લોરોફિલ)

પ્રશ્ન 22.
કાર્બન ડાયૉક્સાઈડને પાણીમાં ઓગાળવાથી કયો ઍસિડ બને છે?
ઉત્તરઃ
કાબોનિક ઍસિડ

પ્રશ્ન 23.
કાજુકતરી પર જે વરખ હોય છે, તે કઈ ધાતુના હોય છે?
ઉત્તરઃ
ચાંદી

પ્રશ્ન 24.
ધાતુમાંથી પાતળાં પતરાં બનાવી શકવાના ગુણધર્મને શું કહે છે?
ઉત્તરઃ
ટિપાઉપણું

પ્રશ્ન 25.
ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે?
ઉત્તરઃ
હાઇડ્રોજન

પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ઘન સ્વરૂપ ધરાવતાં અધાતુ તત્ત્વોનાં ચાર નામ આપો.
ઉત્તરઃ
કાર્બન, સલ્ફર, ફૉસ્ફરસ, આયોડિન ઘન સ્વરૂપ ધરાવતાં અધાતુ તત્ત્વો છે.

GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

પ્રશ્ન 2.
વાયુ સ્વરૂપ ધરાવતાં અધાતુ તત્ત્વોનાં ચાર નામ આપો.
ઉત્તરઃ
ઑક્સિજન, હાઈડ્રોજન, નાઈટ્રોજન, ક્લોરિન વાયુ સ્વરૂપ ધરાવતાં અધાતુ તત્ત્વો છે.

પ્રશ્ન ૩.
ધાતુ તત્ત્વોનાં ચાર નામ આપો.
ઉત્તર:
લોખંડ, ઍલ્યુમિનિયમ, તાંબું, નિકલ ધાતુ તત્ત્વો છે.

પ્રશ્ન 4.
પ્રવાહી સ્વરૂપ ધરાવતાં ધાતુ અને અધાતુ તત્ત્વો કયાં છે?
ઉત્તરઃ
પ્રવાહી સ્વરૂપ ધરાવતું ધાતુ તત્ત્વ પારો છે, જ્યારે અધાતુ તત્ત્વ બ્રોમિન છે.

પ્રશ્ન 5.
ટિપાઉપણું એટલે શું?
ઉત્તરઃ
જે ગુણધર્મને લીધે ધાતુને ટીપીને પાતળાં પતરાં બનાવી શકાય છે, તે ગુણધર્મને ટિપાઉપણું કહે છે.

પ્રશ્ન 6.
બે ધાતુ તત્ત્વોનાં નામ આપો જેમાંથી બારીક પતરાં (વરખ) બનાવી શકાય છે.
ઉત્તરઃ
ચાંદી અને સોનામાંથી બારીક પતરાં (વરખ) બનાવી શકાય છે.

પ્રશ્ન 7.
તાંબાના વાસણોને કાટ લાગતાં શું જોવા મળે છે?
ઉત્તર:
તાંબાના વાસણોને કાટ લાગતાં લીલાશ પડતા રંગનાં ધબ્બાં જોવા મળે છે.

પ્રશ્ન 8.
તાંબાના વાસણ પર ઝાંખું લીલાશ પડતું પડ એ કયું રસાયણ છે?
ઉત્તર:
તાંબાના વાસણ પર ઝાંખું લીલાશ પડતું પડ એ કૉપર હાઇડ્રૉક્સાઇડ અને કૉપર કાર્બોનેટ રસાયણોનું મિશ્રણ છે.

પ્રશ્ન 9.
તાંબાના વાસણની કટાવાની ક્રિયા શાને આભારી છે?
ઉત્તરઃ
તાંબાના વાસણની કટાવાની ક્રિયા ભેજયુક્ત હવા(હવામાંનો ભેજ, કાર્બન ડાયૉક્સાઈડ, ઑક્સિજન)ને આભારી છે.

પ્રશ્ન 10.
સલ્ફર ડાયોક્સાઈડ વાયુને પાણીમાં ઓગાળતાં શું બને છે?
ઉત્તરઃ
સલ્ફર ડાયોક્સાઈડ વાયુને પાણીમાં ઓગાળતાં સક્યુરસ એસિડ બને છે.

પ્રશ્ન 11.
વિદ્યુતવાહક તાર બનાવવા કઈ બે ધાતુઓનો બહોળો ઉપયોગ થાય છે?
ઉત્તરઃ
વિદ્યુતવાહક તાર બનાવવા ઍલ્યુમિનિયમ અને તાંબાનો બહોળો ઉપયોગ થાય છે.

પ્રશ્ન 12.
સક્યુરસ ઍસિડની લિટમસપત્ર પર શી અસર થાય છે?
ઉત્તરઃ
સક્યુરસ ઍસિડ ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે.

પ્રશ્ન 13.
અધાતુના ઑક્સાઈડની પ્રકૃતિ સામાન્ય રીતે કેવી હોય છે?
ઉત્તરઃ
અધાતુના ઑક્સાઈડ સામાન્ય રીતે ઍસિડિક પ્રકૃતિ ધરાવે છે.

પ્રશ્ન 14.
ઉપધાતુનાં ત્રણ નામ આપો.
ઉત્તરઃ
આર્સેનિક, ઍન્ટિમની, જર્મોનિયમ ઉપધાતુઓ છે.

પ્રશ્ન 15.
ધાતુના ઑક્સાઈડની પ્રકૃતિ સામાન્ય રીતે કેવી હોય છે?
ઉત્તરઃ
ધાતુના ઑક્સાઈડ સામાન્ય રીતે બેઝિક પ્રકૃતિ ધરાવે છે.

(B) ટૂંકજવાબી પ્રશ્નો:

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
પદાર્થોના દેખાવ અને સખતપણા આધારિત નીચેનું કોષ્ટક પૂર્ણ કરો:
ઉત્તર:
GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 2

પ્રશ્ન 2.
લુહાર લોખંડના ટુકડાને ટીપે ત્યારે શું જોવા મળે? લાકડાના ટુકડાને ટીપતાં તેમાં પણ આવો જ ફેરફાર થાય?
ઉત્તર:
લુહાર લોખંડના ટુકડાને ટીપે ત્યારે તેના આકારમાં ફેરફાર થાય છે. તેના કદમાં વધારો થાય છે, પરંતુ ટુકડો તૂટતો નથી.
લાકડાના ટુકડાને ટીપવામાં આવે, તો તેના આકારમાં ફેરફાર થતો નથી. લાકડાનો ટુકડો તૂટી તેના નાના ટુકડા થાય છે.

GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

પ્રશ્ન 3.
ટિપાઉપણું, તણાઉપણું અને વાહકતાના ગુણધર્મોના આધારે ધાતુ અને અધાતુ તત્ત્વની તુલના કરોઃ
ઉત્તરઃ

ધાતુ અધાતુ
1. ટિપાઉપણું – પાતળાં પતરાં બનાવી શકાય છે. 1. ટિપાઉપણું – બરડ, પાતળાં પતરાં બનાવી શકાતાં નથી.
2. તણાઉપણું – ખેંચીને તાર બનાવી શકાય છે. 2. તણાઉપણું નથી – તાર બનાવી શકાતા નથી.
3. વાહકતા – ઉષ્મા અને વિદ્યુતના સુવાહક 3. વાહકતા – ઉષ્મા અને વિદ્યુતના અવાહક

પ્રશ્ન 4.
તણાઉપણું (તન્યતા) એટલે શું? બે ધાતુનાં નામ આપો જેમાં તણાઉપણાનો ગુણ ઘણો જ હોય.
ઉત્તર:
તણાઉપણું (તન્યતા)ઃ ધાતુના જે ગુણધર્મને લીધે તેને ખેંચીને તાર બનાવી શકાય છે તે ગુણધર્મને તણાઉપણું (તન્યતા) કહે છે. ચાંદી અને સોનામાં તણાવપણાનો ગુણ ઘણો જ હોવાથી આ બંને ધાતુઓના બારીક તાર ખેંચી શકાય છે.

પ્રશ્ન 5.
મૅગ્નેશિયમની પટ્ટીને હવામાં ગરમ કરતાં શું થાય છે?
ઉત્તર:
મૅગ્નેશિયમની પટ્ટીને હવામાં ગરમ કરતાં ઑક્સિજન સાથે સંયોજાઈ સફેદ ઝગારા મારતી પ્રકાશિત જ્યોત સાથે સળગે છે અને મૅગ્નેશિયમ ઑક્સાઇડનો ભૂકો મળે છે.

પ્રશ્ન 6.
સલ્ફર અને ઑક્સિજનની પ્રક્રિયાથી બનતી નીપજ જણાવો. તેને પાણીમાં ઓગાળવાથી શું બને છે? રાસાયણિક પ્રક્રિયાનાં સમીકરણ આપો.
ઉત્તરઃ
સલ્ફર અને ઑક્સિજનની પ્રક્રિયાથી સલ્ફર ડાયૉક્સાઈડ વાયુ ઉત્પન્ન થાય છે. તેનું રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે.
સલ્ફર (S) + ઑક્સિજન (O2) → સલ્ફર ડાયૉક્સાઈડ (SO2)
સલ્ફર ડાયોક્સાઈડને પાણીમાં ઓગાળતાં સક્યુરસ ઍસિડ મળે છે. તેનું રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે :
GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 3

પ્રશ્ન 7.
ધાતુ અને લાકડામાંથી બનાવેલી બે પેટીઓ એકસરખા દેખાવવાળી છે. આ પેટીઓમાંથી કઈ પેટી ધાતુની છે, તે કેવી રીતે નક્કી કરશો?
ઉત્તરઃ
આ બંને પેટીઓને લાકડાની નાની લાકડી વડે અફાળો. જે પેટી રણકાર ઉત્પન્ન કરે તે ધાતુની હોય. લાકડાને અફાળતાં રણકાર ઉત્પન્ન થતો નથી.

પ્રશ્ન 8.
તાંબું, સલ્ફર, કોલસો, ચાંદી, સોનું આ પૈકી કયાં ટિપાઉપણું ધરાવે છે અને કયાં બરડ છે?
ઉત્તર:
તાંબું, ચાંદી અને સોનું ટિપાઉપણું ધરાવે છે, જ્યારે સલ્ફર, કોલસો બરડ છે.

પ્રશ્ન 9.
સોડિયમ, સલ્ફર, કોલસો અને લોખંડ. આ ચાર તત્ત્વો પૈકી કયાં તત્ત્વો ઍસિડિક ઑક્સાઈડ બનાવશે? કયાં તત્ત્વો બેઝિક ઑક્સાઈડ બનાવશે?
ઉત્તરઃ
સલ્ફર અને કોલસો આ બંને તત્ત્વો ઍસિડિક ઑક્સાઈડ બનાવશે. સોડિયમ અને લોખંડ આ બંને તત્ત્વો બેઝિક ઑક્સાઈડ બનાવશે.

પ્રશ્ન 10.
ઝિંક સલ્ફટના દ્રાવણને ઍલ્યુમિનિયમના પાત્રમાં રાખી શકાય? શા માટે?
ઉત્તરઃ
ના, ઝિંક કરતાં ઍલ્યુમિનિયમ વધુ સક્રિય ધાતુ છે. ઍલ્યુમિનિયમના પાત્રમાં ઝિંક સલ્લેટનું દ્રાવણ રાખતાં, ઍલ્યુમિનિયમ ઝિંક સલ્ફટના દ્રાવણમાંથી ઝિકનું વિસ્થાપન કરે છે અને ઍલ્યુમિનિયમના પાત્રમાં કાણાં પડે છે.

પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો:

પ્રશ્ન 1.
વીજવાહક તાર બનાવવા તાંબા કરતાં ઍલ્યુમિનિયમનો વપરાશ વધવા માંડ્યો છે.
ઉત્તરઃ

  1. તાંબું અને ઍલ્યુમિનિયમ બંને વિદ્યુત સુવાહકો છે.
  2. તાંબા કરતાં ઍલ્યુમિનિયમ સસ્તુ છે.
  3. તાંબા કરતાં ઍલ્યુમિનિયમ વજનમાં હલકું હોવાથી લાંબા અંતરના વિદ્યુતવાહક તાર બનાવવા એલ્યુમિનિયમ વધુ સુગમભર્યું છે.

પ્રશ્ન 2.
તાંબાના વાસણો પર સમય જતાં લીલાશ પડતા ડાઘ જોવા મળે છે.
ઉત્તરઃ
તાંબાના વાસણો સમય જતાં ભેજયુક્ત હવામાંના ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઈડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કૉપર હાઈડ્રૉક્સાઈડ (Cu(OH)2) અને કૉપર કાર્બોનેટ(CaCO3)ના મિશ્રણનું પડ તાંબાના વાસણ પર જમા થાય છે. આ મિશ્રણનો રંગ લીલો છે. જેથી તાંબાનાં વાસણો પર સમય જતાં લીલાશ પડતા ડાઘ જોવા મળે છે.

પ્રશ્ન 3.
ફૉસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે.
ઉત્તરઃ

  1. ફૉસ્ફરસ એ ક્રિયાશીલ અધાતુ છે.
  2. સામાન્ય તાપમાને હવામાંના ઑક્સિજન સાથે સંયોજાઈ ફૉસ્ફરસ પેન્ટૉક્સાઇડ વાયુ બનાવે છે.
  3. ફૉસ્ફરસ પાણી કરતાં ભારે છે અને પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું નથી.
  4. તેને પાણીમાં રાખવાથી હવા સાથે સંપર્ક થતો નથી. આ કારણે ફૉસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે.

પ્રશ્ન 3.
નીચેના તત્ત્વોનું ધાતુઓ અને અધાતુઓમાં વર્ગીકરણ કરો:
લોખંડ, સલ્ફર, કાર્બન, એલ્યુમિનિયમ, તાંબું ફૉસ્ફરસ, ઑક્સિજન, મૅગ્નેશિયમ, સોડિયમ, બ્રોમિન, ક્લોરિન, કેલ્શિયમ, હાઈડ્રોજન, ઝિંક, આયોડિન, સોનું
ઉત્તરઃ
ધાતુઓ લોખંડ, ઍલ્યુમિનિયમ, તાંબુ, મૅગ્નેશિયમ, સોડિયમ, કૅલ્શિયમ, ઝિંક, સોનું
અધાતુઓઃ સલ્ફર, કાર્બન, ફોસ્ફરસ, ઑક્સિજન, બ્રોમિન, ક્લોરિન, હાઈડ્રોજન, આયોડિન

GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

પ્રશ્ન 4.
યોગ્ય જોડકાં બનાવોઃ

(1)

વિભાગ A વિભાગ B
(1) ધાતુના ઑક્સાઈડ (a) કેરોસીનમાં રાખવામાં આવે છે.
(2) અધાતુના ઑક્સાઈડ (b) બેઝિક પ્રકૃતિ ધરાવે છે.
(3) સોડિયમ (c) પાણીમાં રાખવામાં આવે છે.
(4) ફૉસ્ફરસ (d) ઍસિડિક પ્રકૃતિ ધરાવે છે.

ઉત્તરઃ
(1) → (b), (2) → (c), (3) → (d), (4) → (a).

(2)

વિભાગ A

વિભાગ B

(1) પ્રવાહી ધાતુ (a) અધાતુ તત્ત્વ
(2) સોડિયમ અને પોટેશિયમ (b) પારો
(3) પ્રવાહી અધાતુ (c) નરમ ધાતુ તત્ત્વો
(4) ક્લોરિન (d) બ્રોમિન

ઉત્તરઃ
(1) → (b), (2) → (c), (3) → (d), (4) → (a).

(C) વિસ્તૃત પ્રોઃ

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
પ્રયોગશાળામાં વપરાતા બેઇઝ અને ઍસિડનાં પાંચ-પાંચ ઉદાહરણો આપી તે દરેકમાં રહેલા ધાતુ અને અધાતુ તત્ત્વોનાં નામ જણાવો.
ઉત્તર:
GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 4
[નોંધઃ દરેક હાઈડ્રૉક્સાઇડમાં હાઈડ્રોજન અને ઑક્સિજન અધાતુ તત્ત્વો].

પ્રશ્ન 2.
ધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો.
ઉત્તરઃ
ધાતુના ભૌતિક ગુણધર્મો નીચે મુજબ છે:

  1. ધાતુઓ ઘન સ્વરૂપમાં હોય છે. (અપવાદઃ પારો)
  2. તે ભારે અને સખત હોય છે. (અપવાદઃ સોડિયમ, પોટેશિયમ, મૅગ્નેશિયમ અને ઍલ્યુમિનિયમ. આ ધાતુઓ હલકી છે.)
  3. તેની સપાટી ચળકાટવાળી હોય છે.
  4. તેને અથડાવવાથી રણકાર ઉત્પન્ન થાય છે. (Sonorous)
  5. તેને ખેંચીને પાતળો તાર બનાવી શકાય છે. (તણાઉપણું કે તન્યતાનો ગુણ)
  6. તેને ટીપીને પાતળાં પતરાં બનાવી શકાય છે. (ટિપાઉપણાનો ગુણ)
  7. તે ઉષ્મા અને વિદ્યુતનાં સુવાહકો હોય છે.

પ્રશ્ન 3.
અધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો.
ઉત્તરઃ
અધાતુના ભૌતિક ગુણધર્મો નીચે મુજબ છે :

  1. અધાતુઓ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોય છે.
  2. ધાતુઓની સરખામણીએ હલકી અને નરમ હોય છે.
  3. તેની સપાટી ચળકાટરહિત હોય છે. [અપવાદ: ગ્રેફાઇટ (કોલસાનું એક સ્વરૂપ) અને આયોડિન]
  4. તેને અથડાવવાથી રણકાર ઉત્પન્ન થતો નથી.
  5. તેને ખેંચીને તાર બનાવી શકાતા નથી કે ટીપીને પતરાં બનાવી શકાતાં નથી. ટીપવાથી તૂટી જાય છે.
  6. તે ઉષ્મા અને વિદ્યુતની અવાહક છે. (અપવાદઃ ગ્રેફાઈટ)

GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

પ્રશ્ન 4.
ધાતુઓના રાસાયણિક ગુણધર્મો રાસાયણિક સમીકરણ (શક્ય હોય ત્યાં) આપી જણાવો.
ઉત્તર:
ધાતુઓના રાસાયણિક ગુણધર્મો નીચે મુજબ છે :

(1) ધાતુઓની ઑક્સિજન સાથે પ્રક્રિયા:
ધાતુઓ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુના ઑક્સાઇડ બનાવે છે.
GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 5

(2) ધાતુઓની ઍસિડ સાથે પ્રક્રિયાઃ
સામાન્ય રીતે ધાતુ ઍસિડ સાથે પ્રક્રિયા કરી ધાતુનો ક્ષાર બનાવે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે.
GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 6

(3) પાણી સાથેની પ્રક્રિયા: સોડિયમ પાણી સાથે ઉગ્ર રાસાયણિક પ્રક્રિયા કરી હાઈડ્રોજન વાયુ મુક્ત કરે છે.
GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 7
મોટા ભાગની ધાતુઓ સામાન્ય તાપમાને પાણી સાથે પ્રક્રિયા કરતાં નથી.

(4) કેટલીક ધાતુઓ સોડિયમ હાઇડ્રૉક્સાઈડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે.
GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 8

પ્રશ્ન 5.
અધાતુઓના રાસાયણિક ગુણધર્મો જણાવો.
ઉત્તરઃ
અધાતુઓના રાસાયણિક ગુણધર્મો નીચે મુજબ છે :

  1. અધાતુઓ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી અધાતુના ઑક્સાઈડ બનાવે છે.
    GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 9
    • અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા અનુભવતી નથી.
    • અધાતુઓ મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ અથવા મંદ સક્યુરિક ઍસિડ સાથે પ્રક્રિયા અનુભવતી નથી.

પ્રશ્ન 6.
ધાતુઓના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
ધાતુઓના ઉપયોગો નીચે મુજબ છે :

  1. વાસણો બનાવવા માટે (તાંબું, ઍલ્યુમિનિયમ, લોખંડ)
  2. વિદ્યુતવાહક તાર બનાવવા (તાંબું, ઍલ્યુમિનિયમ)
  3. પુલો અને બહુમાળી ઇમારતોના બાંધકામમાં. (લોખંડ તથા અન્ય ધાતુઓ)
  4. આભૂષણો બનાવવાં (સોનું, ચાંદી)
  5. હવાઈજહાજ, ટ્રેન, ઉપગ્રહો બનાવવા

પ્રશ્ન 7.
અધાતુઓના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
અધાતુઓના ઉપયોગો નીચે મુજબ છે :

  1. કોલસો (કાર્બન) : ગ્રેફાઇટ પેન્સિલ બનાવવા, વિદ્યુતધ્રુવ (ઇલેક્ટ્રોડ) બનાવવા
  2. ફૉસ્ફરસ : દીવાસળીની બનાવટમાં, વિસ્ફોટકો, જંતુનાશકો, ખાતરની બનાવટમાં
  3. સલ્ફર : સફ્યુરિક ઍસિડની બનાવટમાં, ફટાકડા બનાવવા, રાસાયણિક – ખાતરો બનાવવા
  4. આયોડિન : ઍન્ટિસેપ્ટિક તરીકે ઘા પર લગાડવા (ટિચર આયોડિન તરીકે)

પ્રશ્ન 8.
સોના-ચાંદીનાં આભૂષણો બનાવવા માટે તેમાં થોડું તાંબું શા માટે ઉમેરવામાં આવે છે?
ઉત્તરઃ

  1. સોનું અને ચાંદી નરમ ધાતુઓ છે. તે સહેલાઈથી વળી શકે છે, તેમજ તે જલદી ઘસાઈ જાય છે.
  2. સોના-ચાંદીમાં થોડું તાંબું ઉમેરવાથી તેમાં સખતાઈનો ગુણ આવે છે.
  3. આ કારણે આભૂષણો જલદી ઘસાઈ જતાં નથી, તેમજ તેમનો આકાર જળવાઈ રહે છે.

[સામાન્ય રીતે 22 કેરેટનાં સોનાનાં આભૂષણોમાં 22 ભાગ સોનું અને 2 ભાગ તાંબું હોય છે.]

HOTs પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 1 માં લખો

પ્રશ્ન 1.
કઈ ધાતુ ઘણી જ સક્રિય છે? GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 1
A. લોખંડ
B. ઍલ્યુમિનિયમ
C. પોટેશિયમ
D. ઝિંક
ઉત્તર:
C. પોટેશિયમ

પ્રશ્ન 2.
અધાતુઓ સામાન્ય રીતે કયા સ્વરૂપમાં હોય છે? GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 1
A. ઘન
B. પ્રવાહી
C. વાયુ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન ૩.
કઈ ધાતુને ચપ્પા વડે કાપી શકાય છે? GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 1
A. સોડિયમ અને પોટેશિયમ
B. સોડિયમ અને કેલ્શિયમ
C. ઝિંક અને પોટેશિયમ
D. લોખંડ અને ઝિક
ઉત્તર:
A. સોડિયમ અને પોટેશિયમ

GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ

પ્રશ્ન 4.
કઈ અધાતુ હવા સાથે ઝડપી રાસાયણિક ક્રિયા કરે છે? GSEB Class 8 Science Important Questions Chapter 4 પદાર્થો ધાતુ અને અધાતુ 1
A. સલ્ફર
B. ફૉસ્ફરસ
C. કાર્બન
D. નાઇટ્રોજન
ઉત્તર:
B. ફૉસ્ફરસ

પ્રશ્ન 5.
ખોરાકના પૅકિંગ માટે કઈ ધાતુ ઉપયોગી છે?
A. ઝિક
B. તાંબું
C. ઍલ્યુમિનિયમ
D. કૅલ્શિયમ
ઉત્તર:
C. ઍલ્યુમિનિયમ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *