GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

Gujarat Board GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન Important Questions and Answers.

GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

વિશેષ પ્રશ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો

પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
(1) રાઈના પાકને ક્યા વર્ગમાં વર્ગીકૃત કરાય?
A. ખરીફ પાક
B. રવી પાક
C. અનાજ
D. ઉનાળુ પાક
ઉત્તર:
B. રવી પાક

(2) નીચેના પૈકી કયો ખરીફ પાક છે?
A. મકાઈ
B. ચણા
C. વટાણા
D. અળસી
ઉત્તર:
A. મકાઈ

(3) ઘઉં અને ડાંગરને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય?
A. રવી પાક
B. ખરીફ પાક
C. અનાજ
D. કઠોળ
ઉત્તર:
C. અનાજ

GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

(4) નીચેના પૈકી કઈ ખેતપદ્ધતિ નથી?
A. લણણી
B. રોપણી
C. સિંચાઈ
D. પશુપાલન
ઉત્તર:
D. પશુપાલન

(5) જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે?
A. વાવણિયો
B. ઓરણી
C. ખૂરપી
D. હળ
ઉત્તર:
D. હળ

(6) ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીનાં ઢેફાં ભાંગવાં કયું સાધન વપરાય છે?
A. દાંતી
B. હળ
C. સમાર
D. હાર્વેસ્ટર
ઉત્તર:
C. સમાર

(7) સીડ-ડિલનું કાર્ય શું છે?
A. જમીન સમથળ કરવાનું
B. જમીન ખેડવાનું
C. બીજની વાવણી કરવાનું
D. ખાતર મિશ્ર કરવાનું
ઉત્તર:
C. બીજની વાવણી કરવાનું

GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

(8) કુદરતી ખાતર કેવો પદાર્થ છે?
A. કાર્બનિક
B. અકાર્બનિક
C. અસેન્દ્રિય
D. ખનિજ
ઉત્તર:
A. કાર્બનિક

(9) નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી?
A. યૂરિયા
B. NPK
C. સુપર ફોસ્ફટ
D. વર્મી કમ્પોસ્ટ
ઉત્તર:
D. વર્મી કમ્પોસ્ટ

(10) સિંચાઈની પરંપરાગત રીત કઈ નથી?
A. ચેનપંપ
B. ઢેકલી
C. રહેંટ
D. ટપક પદ્ધતિ
ઉત્તર:
D. ટપક પદ્ધતિ

(11) સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે?
A. ક્યારા પદ્ધતિ
B. ધોરિયા પદ્ધતિ
C. ટપક પદ્ધતિ
D. ફુવારા પદ્ધતિ
ઉત્તર:
C. ટપક પદ્ધતિ

(12) 2, 4-D કયા પ્રકારનું રસાયણ છે?
A. જંતુનાશક
B. નીંદણનાશક
C. ફૂગનાશક
D. પેસ્ટનાશક
ઉત્તર:
B. નીંદણનાશક

GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ
(1) ખરીફ પાકનો સમયગાળો સામાન્ય રીતે ………………………… હોય છે.
ઉત્તર:
જૂનથી સપ્ટેમ્બર

(2) જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ………………….. પાક કહે છે.
ઉત્તર:
ખરીફ

(3) …………………… ને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તે પાકને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે.
ઉત્તર:
ડાંગર

(4) માટીને ઉપર-નીચે અને પોચી કરવાની ક્રિયાને ……………………….. કહે છે.
ઉત્તર:
ખેડાણ

(5) આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત ………………………… વડે કરવામાં આવે છે.
ઉત્તર:
દાંતી

(6) ખેતરની જમીનને સમથળ કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન ………………………… છે.
ઉત્તર:
સમાર

(7) લાકડાના હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે, જેને …………………….. કહે છે.
ઉત્તર:
ફાલ

(8) પાકને સમયાંતરે પાણી પૂરું પાડવાની ક્રિયાને ……………………… કહે છે.
ઉત્તર:
સિંચાઈ

GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

(9) અનાજના કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને …………………………. કહે છે.
ઉત્તર:
શ્રેશિંગ

(10) હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત કામ કરતું …………………… સશીન છે.
ઉત્તર:
કમ્બાઇન

પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
(1) જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે તેને શું કહે છે?
ઉત્તર:
રવી પાક

(2) રવી પાકનો સમયગાળો કયા માસથી કયા માસનો હોય છે?
ઉત્તર:
ઓક્ટોબરથી માર્ચ

(3) પાક ઉછેરતા પહેલાં કરવામાં આવતી ખેતપદ્ધતિ કઈ છે?
ઉત્તર:
ભૂમિ તૈયાર કરવી

(4) ખેતરની માટીનાં ઢેફાં ભાંગવાં કયું પરંપરાગત ઓજાર વપરાય છે?
ઉત્તર:
સમાર

(5) જમીનમાં બીજની રોપણી કરવા આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત કયું સાધન વપરાય છે?
ઉત્તર:
વાવણિયો

(6) જે ખાતરમાં નાઈટ્રોજન, ફૉસ્ફરસ અને પોટેશિયમ તત્ત્વો હોય તેવા કૃત્રિમ ખાતરને શું કહે છે?
ઉત્તર:
NPK

(7) શિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળચંડિકાઓમાં રહેલા કયા બૅક્ટરિયા : જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે?
ઉત્તર:
રાઇઝોબિયમ

(8) ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઊગી નીકળે છે તેને શું કહે છે?
ઉત્તર:
નીંદણ

GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

(9) હાથ વડે લણણી કરવા કયું સાધન વપરાય છે?
ઉત્તર:
દાતરડું

(10) લણણી માટે વપરાતું યાંત્રિક સાધન કયું છે?
ઉત્તર:
હાર્વેસ્ટર

પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખોઃ
(1) મગફળી ખરીફ પાક છે.
(2) મકાઈ રવી પાક છે.
(3) વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક છે.
(4) વાવણિયો નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે.
(5) વાવણી પહેલાં ખેડૂત સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરે છે.
(6) કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનના બંધારણમાં તેમજ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે.
(7) વનસ્પતિમાં લગભગ 90 % પાણી હોય છે.
ઉત્તરઃ
ખરાં વિધાનો : (1), (3), (5), (7)
ખોટાં વિધાનો : (2), (4), (6)
સુધારીને લખેલાં વિધાનો :
(2) મકાઈ ખરીફ પાક છે.
(4) વાવણિયો બીજ વાવવા માટે વપરાય છે.
(6) કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણમાં તેમજ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે.

પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
(1) એક વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે કઈ બાબતો આવશ્યક છે?
ઉત્તર:
એક વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે.

(2) તુને આધારે પાકને કયા બે વર્ગમાં વહેંચવામાં આવે છે?
ઉત્તરઃ
ઋતુને આધારે પાકને ખરીફ પાક અને રવી પાક એમ બે વર્ગમાં વહેંચવામાં આવે છે.

GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

(૩) અળસિયાં અને સૂક્ષ્મ જીવો ખેડૂતને કઈ રીતે મદદરૂપ છે?
ઉત્તરઃ
અળસિયાં અને સૂક્ષ્મ જીવો માટીને ઉપર-નીચે કરી જમીનને પોચી બનાવે છે તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે અને તે રીતે ખેડૂતને મદદરૂપ બને છે.

(4) આપણા દેશમાં વિવિધ પ્રકારના પાક શા માટે ઉછેરવામાં આવે છે?
ઉત્તરઃ
ભારત દેશમાં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોવાથી દેશના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે.

(5) જમીનમાંના સૂક્ષ્મ જીવો કેવી રીતે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે?
ઉત્તરઃ
જમીનમાંના સૂક્ષ્મ જીવો જમીનમાં રહેલા મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓનું વિઘટન કરી તેમના મૃતદેહમાં રહેલા પોષક તત્ત્વોનો સેન્દ્રિય પદાર્થોના રૂપમાં જમીનમાં ભેળવે છે.

(6) જમીનને ઉપર-નીચે અને પોચી કરવી પાક રોપવા માટે કઈ રીતે મહત્ત્વપૂર્ણ છે?
ઉત્તર:
જમીનને ઉપર-નીચે અને પોચી કરવાથી પોષક તત્ત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે અને પાક આ પોષક તત્ત્વોનો ઉપયોગ કરી શકે છે.

(7) હળના પ્રકાર કેટલા અને કયા કયા છે?
ઉત્તરઃ
હળના બે પ્રકાર છેઃ

  1. લાકડાનું હળ
  2. લોખંડનું હળ.

(8) જો ખેતરની માટી અત્યંત સૂકી હોય, તો ખેડની અગાઉ શું કરવામાં આવે છે?
ઉત્તરઃ
જો ખેતરની માટી અત્યંત સૂકી હોય, તો ખેડની અગાઉ પાણી આપવામાં આવે છે.

(9) વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ?
ઉત્તરઃ
વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું રહે, તો પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકે છે.

(10) સમારનો ઉપયોગ શો છે?
ઉત્તર:
સમારનો ઉપયોગ ખેતરની જમીનમાં ઢેફાં મોટા હોય, તો તેને તોડવા (ભાંગવા) અને જમીનને સમથળ કરવા માટે થાય છે.

(11) જમીનમાં કુદરતી ખાતર ઉમેરવાનું હોય, તો તેને જમીન ખેડતાં પહેલાં નાખવું જોઈએ. કેમ?
ઉત્તર:
જમીન ખેડતાં પહેલાં કુદરતી ખાતર નાખવાથી જમીનમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત રીતે થઈ શકે છે.

(12) સારાં બીજથી ક્ષતિગ્રસ્ત બીજ અલગ કરવાની રીત કઈ છે?
ઉત્તર:
બીજને પાણીમાં નાખતાં ક્ષતિગ્રસ્ત બીજ પાણી ઉપર તરે છે. આ રીતે પાણીમાં તરતાં ક્ષતિગ્રસ્ત બીજને અલગ કરી શકાય.

(13) કૃત્રિમ ખાતરનાં ચાર નામ જણાવો.
ઉત્તરઃ
કૃત્રિમ ખાતરનાં ચાર નામ યુરિયા, એમોનિયમ સલ્ફટ, સુપર ફૉસ્ફટ અને પોટાશ છે.

GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

(14) NPK ખાતર એટલે શું?
ઉત્તરઃ
જે ખાતરમાં નાઈટ્રોજન, ફૉસ્ફરસ અને પોટેશિયમ તત્ત્વો હોય તેવા ખાતરને NPK ખાતર કહે છે.

(15) સિંચાઈના સ્ત્રોત જણાવો.
ઉત્તરઃ
કૂવાઓ, બોરકૂવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ અને નહેરો સિંચાઈના સ્ત્રોત છે.

(16) સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો.
ઉત્તર:
સિંચાઈની આધુનિક પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ છે.

(17) નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરવો જોઈએ?
ઉત્તરઃ
નીંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમયે, પુષ્પ અને બીજ બનતા પહેલાં નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ.

(18) ભારતમાં ઉજવાતા લણણીના ઉત્સવો જણાવો.
ઉત્તર:
ભારતમાં ઉજવાતા લણણીના ઉત્સવો પોંગલ, બૈશાખી, બિહુ, ઓણમ, હોળી અને દિવાળી છે.

(19) સંગ્રહ કરેલા અનાજને નુકસાન કરતાં સજીવો જણાવો.
ઉત્તરઃ
સંગ્રહ કરેલા અનાજને નુકસાન કરતાં સજીવો કેટલાંક કીટકો, ઉપદ્રવી ફૂદાં, બૅક્ટરિયા અને ફૂગ છે.

(20) સાઇલો કોને કહે છે?
ઉત્તરઃ
મોટા પાયા પર અનાજનો સંગ્રહ કરવા વપરાતા ધાતુનાં ઊંચાં પાત્રોને સાઇલો કહે છે.

પ્રશ્ન 6.
વ્યાખ્યા આપોઃ

  1. ખાતર
  2. સિંચાઈ
  3. નીંદણ
  4. લણણી

ઉત્તરઃ

  1. ખાતરઃ વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને જમીનમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે.
  2. સિંચાઈ: સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે.
  3. નીંદણઃ ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઊગી નીકળે છે તેને નીંદણ કહે છે.
  4. લણણી પૂર્ણ પરિપક્વ થયેલ પાકને કાપવાની ક્રિયાને લણણી કહે છે.

(B) ટૂંકજવાબી પપ્રશ્નોઃ

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
(1) જમીન ખેડવાથી થતા ફાયદા જણાવો.
ઉત્તરઃ
જમીન ખેડવાથી થતા ફાયદા નીચે મુજબ છેઃ

  1. જમીન ઉપર-નીચે તથા પોચી થાય છે. તેથી પાકના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે.
  2. જમીનમાં હવાની અવરજવર સહેલાઈથી થાય છે.
  3. ખેડ કરવાથી નીંદણ દૂર થાય છે.
  4. જમીનમાં નાખેલ ખાતર સારી રીતે મિશ્ર થાય છે.
  5. જમીનની ભેજધારણ ક્ષમતા વધે છે.
  6. પોચી જમીન વાવણી માટે અનુકૂળ છે.

GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

(2) હળના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
હળના ઉપયોગો આ પ્રમાણે છેઃ

  1. હળનો મુખ્ય ઉપયોગ જમીન ખેડવા થાય છે.
  2. આ ઉપરાંત જમીનમાં ખાતર નાખ્યા બાદ હળ ચલાવવાથી જમીનમાં ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત રીતે થઈ શકે છે.
  3. હળ ફેરવવાથી જમીનમાં ઊગેલું નીંદણ દૂર થાય છે.
  4. કઠણ કે પડતર જમીનને ખેડવાથી ઢેફાં ભાંગી જાય છે તથા સરખી બને છે.

(૩) કુદરતી ખાતરનાં અને કૃત્રિમ ખાતરનાં નામ જણાવો.
ઉત્તર:
કુદરતી ખાતરનાં નામ આ પ્રમાણે છે :

  1. છાણિયું ખાતર
  2. કમ્પોસ્ટ ખાતર તથા વર્મી કમ્પોસ્ટ ખાતર
  3. લીલો પડવાસ
  4. ખોળનું ખાતર
  5. ગોબર ગેસ પ્લાન્ટમાંથી મળતું ખાતર.

કૃત્રિમ ખાતર(રાસાયણિક ખાતરોનાં નામ આ પ્રમાણે છે :

  1. ચૂરિયા
  2. એમોનિયમ સલ્ફટ
  3. સુપર ફૉસ્ફટ
  4. ડાયએમોનિયમ ફૉસ્ફટ (DAP).
  5. પોટાશ
  6. NPK ખાતર.

(4) કુદરતી ખાતરના ફાયદા જણાવો.
ઉત્તરઃ
કુદરતી ખાતરના ફાયદાઃ

  1. કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે.
  2. જમીનની જળસંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે.
  3. પાકને બધાં પોષક તત્ત્વો મળે છે.
  4. જમીન છિદ્રાળુ બને છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે.
  5. તે ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે.
  6. કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે, તેથી તેને વારંવાર નાખવું પડતું નથી.
  7. આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી.
  8. તે પ્રમાણમાં સસ્તું પડે છે.

GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

(5) કૃત્રિમ ખાતર વાપરવાના ફાયદા અને ગેરફાયદા જણાવો.
ઉત્તરઃ
કૃત્રિમ ખાતરના ફાયદાઃ

  1. પાણીમાં દ્રાવ્ય હોવાથી જમીનને જરૂરી પોષક તત્ત્વો ઝડપથી મળે છે. આથી તેની તરત અસર જણાય છે અને પાકઉત્પાદન વધે છે.
  2. વળી જમીનમાં જે પોષક તત્ત્વ ઓછું જણાય તે મુજબનું કૃત્રિમ ખાતર આપી શકાય છે.

કૃત્રિમ ખાતરના ગેરફાયદાઃ

  1. કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનનું બંધારણ બગડે છે તથા જળસંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે.
  2. કૃત્રિમ ખાતર પાણીમાં દ્રાવ્ય હોવાથી વરસાદમાં ધોવાઈ જાય છે તથા જળ-પ્રદૂષણ થાય છે.
  3. કૃત્રિમ ખાતર દરેક પાક લેતી વખતે કે દર વર્ષે આપવું પડે છે, જે મોંઘું પડે છે.

(6) સિંચાઈની પરંપરાગત રીતો અને આધુનિક પદ્ધતિઓ જણાવો.
ઉત્તરઃ
સિંચાઈની પરંપરાગત રીતો નીચે મુજબ છે :

  1. મોટ (ગરગડીયુક્ત વ્યવસ્થા)
  2. ચેનપંપ
  3. ઢેલી
  4. રોંટ.

સિંચાઈની અન્ય રીતો:

  1. ક્યારા પદ્ધતિ
  2. ધોરિયા પદ્ધતિ.

સિંચાઈની આધુનિક પદ્ધતિઓઃ

  1. ફુવારા પદ્ધતિ
  2. ટપક પદ્ધતિ.

(7) નીંદણથી પાકને શું નુકસાન થાય છે? નીંદણ દૂર કરવા માટે ક્યા કયા ઉપાયો કરવામાં આવે છે?
ઉત્તરઃ
નીંદણ પાકને જમીનમાંથી જે પોષક તત્ત્વો મળતાં હોય તેમાં ભાગ પડાવે છે. પરિણામે મુખ્ય પાકને પોષક તત્ત્વો પૂરતા પ્રમાણમાં મળતાં નથી. આ ઉપરાંત નીંદણ પાકને મળતાં સૂર્યપ્રકાશ અને પાણીમાં પણ ભાગ પડાવે છે. આથી મુખ્ય પાક ઓછો ઉતરે છે.
નીંદણ દૂર કરવાના ઉપાયોઃ

  1. ખૂરપી, કોદાળી જેવાં સાધનો વડે નીંદણ દૂર કરી શકાય છે.
  2. દાંતી (દાંતાવાળા કરબ) વડે આંતરખેડ કરવાથી નીંદણ દૂર કરી શકાય છે.
  3. 2, 4-D જેવા નીંદણનાશક રસાયણના ઉપયોગથી નીંદણ દૂર કરી શકાય છે.

GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

(8) ખેતીમાં આધુનિક ખેત-ઓજારોનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?
ઉત્તર:
ખેતીમાં આધુનિક ખેત-ઓજારો જેવાં કે દાંતી, વાવણિયો, હાર્વેસ્ટર, થ્રેશર, કમ્બાઇન તથા બધામાં ઉપયોગી ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. આવાં ખેતઓજારોનો ઉપયોગ કરવાથી ઓછા સમયમાં વધુ કામ લઈ શકાય છે. વળી, તેમાં માનવબળ કે પ્રાણીબળનો ઉપયોગ થતો ન હોવાથી ખેડૂતને ભારે પરિશ્રમ કરવામાંથી મુક્તિ મળે છે અને સમયસર કામ પાર પડે છે. ખેતરમાં એક કરતાં વધુ વખત પાક-ઉત્પાદન કરી આર્થિક લાભ પણ વધુ મેળવી શકાય છે. આથી પાક-ઉત્પાદન વધે છે અને પાકનો બગાડ થતો નથી. તેથી ખેતીમાં આધુનિક ખેત-ઓજારોનો ઉપયોગ કરવો જોઈએ.

(9) ટ્રેક્ટરનો ઉપયોગ ખેતીમાં ક્યાં ક્યાં થાય છે?
ઉત્તરઃ
ટ્રેક્ટરનો ઉપયોગ ખેતીના દરેક તબક્કે થઈ શકે છે. આ માટે ટ્રેક્ટર સાથે વિવિધ ખેતીના ઓજારો જોડવામાં આવે છે. ટ્રેક્ટર સાથે જરૂરી ખેત-ઓજારો જોડી તેનો ઉપયોગ જમીન સમથળ કરવામાં, ખેડવામાં, વાવણી કરવામાં, નીંદણ દૂર કરવામાં, જંતુનાશક દવા છાંટવામાં, લણણીમાં તેમજ કણસલામાંથી અનાજ છૂટું પાડવામાં વગેરે કાર્યો માટે થઈ શકે છે. વળી, જમીનમાં સેન્દ્રિય ખાતર ઉમેરવામાં , તથા અનાજને વેચાણકેન્દ્ર સુધી પહોંચાડવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
(1) અળસિયાં ખેડૂતના મિત્રો કહેવાય છે.
ઉત્તર:

  1. અળસિયાં જમીનમાં રહી જમીનને ઉપર-નીચે કરે છે અને પોચી બનાવે છે.
  2. અળસિયાં જમીનમાં રહી સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરતાં રહે છે.
  3. તેઓ કેટલાક નકામા પદાર્થો વગેરેમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે.
  4. આમ, અળસિયાં જમીન ઉપર-નીચે અને પોચી કરવાનું તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરવાનું કાર્ય કરી ખેડૂતને મદદરૂપ બને છે.
  5. તેથી અળસિયાં ખેડૂતના મિત્રો કહેવાય છે.

(2) જમીનની ખેડ કરવી જોઈએ.
ઉત્તરઃ

  1. જમીનની ખેડ કરવાથી જમીનમાં રહેલા ઢેફાં ભાંગીને જમીનના કણ છૂટા પડે છે.
  2. વળી, ખેડ કરવાથી જમીનની માટી ઉપર-નીચે થાય છે.
  3. આથી, જમીનમાં હવાની અવરજવર વધે છે અને જમીન પોચી બને છે.
  4. પોચી જમીનમાં વાવેલાં બીજ સરળતાથી ઊગી શકે છે.
  5. બીજના અંકુર તથા જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવો અને અળસિયાંને શ્વસન માટે જરૂરી હવા મળી શકે છે. આથી, જમીનની ખેડ કરવી જરૂરી છે.

(૩) પાકની ફેરબદલી કરવી જોઈએ.
ઉત્તરઃ

  1.  એક જ જાતનો પાક સતત લેવામાં આવે, તો જમીનમાં રહેલાં પાકને જરૂરી એવાં ચોક્કસ પોષક તત્ત્વો તે પાક દ્વારા સતત શોષાય છે.
  2. તેથી જમીનમાં તે ચોક્કસ પોષક તત્ત્વોની ઊણપ પેદા થાય છે અને પાક ઓછો ઊતરે છે.
  3. અનાજ અને કઠોળનો પાક વારાફરતી લેવાથી એટલે કે પાકની ફેરબદલી કરવાથી જમીનનો કસ જળવાઈ રહે છે.
  4. કઠોળનો પાક વાવવાથી તેના મૂળમાં આશ્રય લેતાં રાઇઝોબિયમ નામના બૅક્ટરિયા (જીવાણ) નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારવાનું મહત્ત્વનું કાર્ય કરે છે.
  5. વળી પાકની ફેરબદલીથી પાકને નુકસાનકર્તા જીવાતો પર નિયંત્રણ આવે છે. આથી, પાકની ફેરબદલી કરવી જોઈએ.

GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

(4) કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ.
ઉત્તરઃ

  1. કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે.
  2. કૃત્રિમ ખાતરના વધુ પ્રમાણથી કેટલીક વાર પાક બળી જાય છે અથવા પાક ઓછો ઊતરે છે.
  3. કૃત્રિમ ખાતરની અસરથી જમીન પ્રદૂષિત થાય છે તથા જમીનમાં રહેલાં ઉપયોગી સૂક્ષ્મ જીવો નાશ પામે છે. પરિણામે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઘટવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ.

પ્રશ્ન 3.
તફાવત આપો (1) કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર (2) ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ
ઉત્તરઃ
(1) કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર

કુદરતી ખાતર કૃત્રિમ ખાતર
1. વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે. 1. કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે.
2. તેના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે. 2. તેના ઉપયોગથી લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ બગડે છે.
3. તેની અસર જમીનમાં લાંબા સમય સુધી રહે છે. તેથી તેને જમીનમાં દર વર્ષે નાખવું પડતું નથી. 3. તેની અસર જમીનમાં લાંબો સમય રહેતી નથી. તેથી તેને જમીનમાં દર વર્ષે કે દરેક પાક લેતી વખતે નાખવું પડે છે.
4. તેમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. 4. તેમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો – નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.

(2) ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ

ટપક પદ્ધતિ ફુવારા પદ્ધતિ
1. આ પદ્ધતિ વડે સિંચાઈ કરવાથી પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે. 1. આ પદ્ધતિ વડે ટપક સિંચાઈ પદ્ધતિ કરતાં પાણીનો વ્યય જરા વધુ થાય છે.
2. દરેક છોડ આગળથી પાઈપ પસાર થાય તેવી ગોઠવણ કરવી પડતી હોવાથી પાઈપનો ખર્ચ વધુ થાય છે. 2. એક ફુવારો આજુબાજુના ઘણા છોડને પાણી સિંચી શકે છે, તેથી ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે.
3. આ પદ્ધતિમાં છોડને પાણી મળતું હોવાથી બાકીની જમીન કોરી રહે છે. આથી નીંદણ ઉત્પન્ન થતું નથી. 3. આ પદ્ધતિમાં છોડને અને તેની આસપાસની જમીનને પાણી મળતું હોવાથી નીંદણ ઊગી નીકળે છે.

પ્રશ્ન 4.
(1) નીચેનાનું રવી પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરો:
મગફળી, ઘઉં, રાઈ, મકાઈ, ડાંગર, ચણા, સોયાબીન, વટાણા.
ઉત્તરઃ
રવી પાક ઘઉં, રાઈ, ચણા, વટાણા. ખરીફ પાક મગફળી, મકાઈ, ડાંગર, સોયાબીન.

(2) નીચે આપેલાં ખાતરનું કુદરતી ખાતર અને કૃત્રિમ (રાસાયણિક ખાતરમાં વર્ગીકરણ કરો:
કમ્પોસ્ટ ખાતર, યૂરિયા, છાણિયું ખાતર, મગફળીનો ખોળ, એમોનિયમ સલ્ફટ, લીલો પડવાસ, ડાયએમોનિયમ ફૉસ્ફટ (DAP), NPK ખાતર.
ઉત્તરઃ
કુદરતી ખાતર : કમ્પોસ્ટ ખાતર, છાણિયું ખાતર, મગફળીનો ખોળ, લીલો પડવાસ.
કૃત્રિમ (રાસાયણિક) : ખાતર યુરિયા, એમોનિયમ સલ્ફટ, ડાયએમોનિયમ ફૉસ્ફટ (DAP), NPK ખાતર.

GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

પ્રશ્ન 5.
કૉલમ ની વિગતોને કૉલમ B સાથે જોડોઃ

કૉલમ A કૉલમ B
(1) ખેડવું (a) દાતરડું
(2) નીંદણ (b)સુપર ફૉસ્ટ્રેટ
(3) લણણી (c) કમ્પોસ્ટ
(4) કુદરતી ખાતર (d) ખૂરપી
 (5) કૃત્રિમ ખાતર (e ) ઐયર
(f) હળ

ઉત્તરઃ
(1) → (f), (2) → (d), (3) → (a), (4) → (c), (5) → (b).

(C) વિસ્તૃત પ્રસ્તો

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ
(1) ખેતીનાં ઓજારો તરીકે હળ, ખરપિયો અને દાંતી વિશે માહિતી આપો.
ઉત્તરઃ
હળઃ પ્રાચીન કાળથી હળનો ઉપયોગ જમીનની ખેડ કરવા, ખાતર ભેળવવા, નીંદણ દૂર કરવા માટે થાય છે. લાકડાનું હળ અને લોખંડનું હળ એમ બે પ્રકારના હળ હોય છે. હળ ખેંચવા બે બળદની જોડ કે અન્ય પ્રાણીઓની સહાયતા જરૂરી છે. હળ લોખંડની ત્રિકોણાકાર પટ્ટીને ફાલ, હળનો લાંબા લાકડાનો બનેલ ભાગ હળશાફ્ટ તથા મોટો ધરી જેવો ભાગ જોત છે.
GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન 1
ખરપિયોઃ તે સરળ ઓજાર છે. તે નીંદણ દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો ઠંડો આવેલ હોય છે. એક મજબૂત, પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલ હોય છે, જે બ્લેડની માફક કામ કરે છે. તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે.
GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન 2
દાંતી (Cultivator): આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી (કલ્ટિવેટર) વડે કરવામાં આવે છે. તેના દાંતા બે હરોળમાં હોય છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે.
GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન 3

(2) ખેતીકામમાં વપરાતાં ઓજારોનાં નામ આપી દરેકનો ઉપયોગ જણાવો.
ઉત્તર:
ખેતીકામમાં વપરાતાં ઓજારો અને દરેકનો ઉપયોગ નીચે મુજબ છે :
(1) હળ : જમીનની ખેડ કરવા માટે (2) સમાર : ઢેફાં ભાંગવાં અને જમીન સપાટ કરવા માટે (3) વાવણિયો : બિયારણ વાવવા માટે (4) ખૂરપી નીંદણ દૂર કરવા માટે ( 5) દાતરડું : પાકની લણણી કરવા તથા નીંદણ દૂર કરવા માટે (6) દાંતાવાળો કરબ: નીંદણ દૂર કરવા માટે, ખેડ સારી અને જમીન પોચી કરવા ‘ , (7) થ્રેશર : અનાજનાં કણસલાં કે કૂંડાંમાંથી દાણા છૂટા પાડવા માટે
GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન 4

(3) અનાજના સંગ્રહ વિશે વિસ્તારથી સમજાવો.
ઉત્તર:
લણણી બાદ મેળવેલ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહ કરતાં પહેલાં તેને સૂર્યના તાપમાં બરાબર તપાવવામાં આવે છે, જેથી દાણામાં રહેલો ભેજ દૂર થાય. જો દાણામાં ભેજ રહી જાય તો અનાજ બગડવાની સંભાવના રહે છે. આવું અનાજ અખાદ્ય અને બીજાંકુરણ માટે બિનઉપયોગી બને છે. સૂર્યના તાપમાં સૂકવેલ અનાજ બગડતું નથી, તેમજ કીટકો, બૅક્ટરિયા અને ફૂગથી રક્ષણ પામે છે.

આ પછી અનાજને કોથળામાં કે ધાતુના મોટા પીપડાઓમાં સંગ્રહ કરવામાં આવે છે. મોટા પાયે અનાજનો સંગ્રહ સાઇલો(ધાતુનાં ઊંચાં પાત્રો)માં અથવા કોઠારમાં કરવામાં આવે છે. આ રીતે અનાજનું સૂક્ષ્મ જીવો, ઉંદરો અને કીટકોથી સુરક્ષિત રાખી શકાય છે. અનાજના સંગ્રહ માટે મોટા સંગ્રહગૃહ(Storage)માં અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. ઘરગથ્થુ જરૂર જેટલા અનાજનો સંગ્રહ કરવા પારાની ગોળીઓ કે લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરવામાં આવે છે.

GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખો લણણી અને ગ્રેશિંગ
ઉત્તરઃ
લણણીઃ પૂર્ણ પરિપક્વ થયેલ પાકને કાપવાની ક્રિયાને લણણી કહે છે. લણણી એક અગત્યનું કામ છે. લણણી દરમિયાન છોડને જમીનની નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે અથવા છોડને ખેંચીને ઉખાડી લેવાય છે. અનાજ પાકને પરિપક્વ થતા 3થી 4 મહિના લાગે છે. આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે. હાલમાં લણણી માટેના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેને હાર્વેસ્ટર કહે છે.

શ્રેશિંગઃ લણણી કર્યા પછી છોડને સૂકવવા દેવામાં આવે છે. પછી છોડના કણસલાંમાંથી દાણા છૂટા કરવાના હોય છે. તેને માટે જુદી જુદી રીતો છે. ડાંગરને શ્રેશિંગ ક્રિયા વડે દાણા છૂટા પાડવામાં આવે છે. આ માટે ડાંગરને પાટિયા પર ઝૂડવામાં આવે છે. આથી ડાંગર છૂટી પડે છે. કણસલાંમાંથી અનાજ છૂટું કરવાની આ રીતને શ્રેશિંગ કહે છે. આ માટે યાંત્રિક સાધન બ્રેશર વપરાય છે. લણણી કરવા અને પ્રેશિંગ એમ બંને ક્રિયાઓ કરવા “કમ્બાઇન’ મશીન વપરાય છે.

HOTs પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન 5 માં લખો

પ્રશ્ન 1.
નીચેના પૈકી કયો હળનો ભાગ નથી?
A. ફાલ
B. જોત
C. હળશાફ્ટ
D. ઓરણી
ઉત્તરઃ
D. ઓરણી

પ્રશ્ન 2.
નીચેના પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ નથી?
A. બૈશાખી
B. પોંગલ
C. નાતાલ
D. બિહુ
ઉત્તરઃ
C. નાતાલ

પ્રશ્ન 3.
નીચેના પૈકી કયું લણણીનું ઓજાર છે?
A. ખૂરપી
B. દાતરડું
C. દાંતી
D. ખરડિયું
ઉત્તરઃ
B. દાતરડું

GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

પ્રશ્ન 4.
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
A. છાણિયું ખાતર કુદરતી ખાતર છે.
B. યુરિયા કૃત્રિમ ખાતર છે.
C. શિમ્બી કુળની વનસ્પતિના મૂળની મૂળચંડિકાઓમાં રાઈઝોબિયમ બૅક્ટરિયા હોય છે.
D. હાર્વેસ્ટર એ જમીન ખેડવા માટેનું યાંત્રિક ઓજાર છે.
ઉત્તરઃ
D. હાર્વેસ્ટર એ જમીન ખેડવા માટેનું યાંત્રિક ઓજાર છે.

પ્રશ્ન 5.
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી?
A. લણણી – ખૂરપી
B. ખેડ – હળ
C. કૃત્રિમ ખાતર – NPK
D. સિંચાઈ – રહેંટ
ઉત્તર:
A. લણણી – ખૂરપી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *