GSEB Class 7 Social Science Notes Chapter 17 જાતિગત ભિન્નતા

This GSEB Class 7 Social Science Notes Chapter 17 જાતિગત ભિન્નતા covers all the important topics and concepts as mentioned in the chapter.

જાતિગત ભિન્નતા Class 7 GSEB Notes

→ આપણા દેશમાં છોકરા અને છોકરીઓના ઉછેરમાં કેટલીક બાબતોમાં સમાનતા તો કેટલીક બાબતોમાં અસમાનતા જોવા મળે છે.

→ આપણો દેશ અનેક પ્રકારની ભિન્નતા ધરાવતો દેશ છે.

→ આજે છોકરા-છોકરીઓને શિક્ષણની બાબતમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ રૂઢિગત માન્યતા પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરવામાં મુશ્કેલી કે અગવડ પડે છે.

→ બાળલગ્નો થવાનું એક કારણ છોકરીઓને શિક્ષણનો સમાન અધિકાર પ્રાપ્ત કરવામાં પડતી મુશ્કેલી કે અગવડ છે. – બાળલગ્નોને પરિણામે છોકરીઓ વધુ અભ્યાસ કરી શકતી નથી. તેમનો વિકાસ રુંધાઈ જાય છે તેમજ તેમનું સ્વાથ્ય પણ કથળી જાય છે.

→ એક જ કામ માટે સ્ત્રીઓને ક્યારેક પુરુષો કરતાં ઓછું મહેનતાણું આપવામાં આવે છે.

GSEB Class 7 Social Science Notes Chapter 17 જાતિગત ભિન્નતા

→ તબીબ, ઇજનેર, વકીલ, વિમાનચાલક, સરકારી નોકરીઓ વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે.

→ જાતીય ભિન્નતાની અસર ગામડાંમાં જોવા મળતી હતી.

→ ક્યાંક દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતી વખતે વાલીઓમાં કચવાટ જોવા મળતો હતો; પરંતુ હવે સરકાર દ્વારા વિશેષ આર્થિક મદદ અને લોકોમાં આવેલી જાગૃતિને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે. દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવાને લીધે છોકરા-છોકરીઓની સંખ્યામાં અસમાનતા સર્જાઈ. તેથી સરકારે ભૂણહત્યા વિરોધી કાયદો બનાવ્યો અને દીકરા કે દીકરીના ગર્ભના પરીક્ષણને કાનૂની ગુનો જાહેર કર્યો.

→ ભારતીય સમાજના લોકો પોતાનો વંશ-વારસો જાળવી રાખવા માટે સંતાનમાં પુત્રને જ મહત્ત્વ આપતા હતા.

→ ભારતીય સમાજમાં દીકરા-દીકરી વચ્ચે કપડાં પહેરવામાં, રમતો રમવામાં, વાહન ચલાવવામાં, ખોરાકની બાબતમાં,

હરવા-ફરવામાં, આચાર-વિચાર અને વ્યવહારમાં, ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ જોવા મળે છે.

→મહિલા દ્વારા જ મકાનને ઘર બનાવવાનું શક્ય બને છે. મહિલાઓ ઘરની સંભાળ અને બાળકોના ઉછેરની જવાબદારીઓ નિભાવવાની સાથે આર્થિક ઉપાર્જનમાં પણ મહિલાઓ સહભાગી બને છે.

→ આધુનિક સમયમાં મહિલાઓ આ પડકારનો સામનો કરી રહી છે. ઘરની પોતાની તમામ જવાબદારીઓ નિભાવવી તેમજ ઘરના સંચાલનમાં પણ આર્થિક જવાબદારી નિભાવવી.

→ આધુનિક સમયમાં મહિલાઓ રમતગમત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ, વિજ્ઞાન અને સંશોધન, સંરક્ષણ વગેરે ક્ષેત્રોમાં જોડાઈ રહી છે.

→ નારી સશક્તીકરણ માટે “સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અને “મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે તેમજ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ કાર્ય કરે છે.

→ શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ હતાં. તેમની સરળતા અને સાદી જીવનશૈલી માટે તેમને યાદ કરવામાં આવે છે.

→ શ્રીમતી ઇન્દિરા ગાંધી આપણા દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન હતાં. ઈ. સ. 1971માં તેમણે પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.

→ શ્રીમતી સુષ્મા સ્વરાજ આપણા દેશના પ્રથમ મહિલા વિદેશમંત્રી હતાં. તેમણે નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કૅબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.

→ લતા મંગેશકર વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે ઓળખાય છે. તેમણે વિવિધ ભાષામાં 40 હજાર કરતાં વધારે ગીતો ગાયાં છે. ભારત સરકારે લતા મંગેશકરને ભારતરત્ન’ના સર્વોચ્ચ અવૉર્ડથી સમ્માનિત કર્યા છે.

→ ભારતીય મૂળનાં અવકાશયાત્રી કલ્પના ચાવલાનું નામ અવકાશ સાથે હંમેશાં જોડાયેલ રહેશે. અવકાશયાત્રા પૂર્ણ કરીને પરત ફરતાં થયેલા અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું.

→ સરિતા ગાયકવાડે કૉમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. ગુજરાત સરકારે તેમને કન્યા-કેળવણી માટેના ઍમ્બેસેડર તરીકે પસંદ કર્યા છે.

→ આપણા દેશમાં જે વર્ષમાં એકમનો અંક એક હોય તે વર્ષમાં વસ્તીગણતરી કરવામાં આવે છે.

→ ભારતમાં પ્રથમ વસ્તીગણતરી ઈ. સ. 1881માં થઈ હતી. છેલ્લી વસ્તીગણતરી ઈ. સ. 2011માં થઈ હતી.

→ ઈ. સ. 1901માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972 હતી. ઈ. સ. 2011માં તે સંખ્યા 940 થઈ હતી.

→ આઝાદી મેળવવા માટે અંગ્રેજોની સામે મહાત્મા ગાંધીજીના નેતૃત્વ નીચે આંદોલનો થયાં હતાં. કસ્તૂરબા સાથે ગુજરાત સહિત દેશભરની અનેક મહિલાઓ એ આંદોલનમાં જોડાઈ હતી.

GSEB Class 7 Social Science Notes Chapter 17 જાતિગત ભિન્નતા

→ બિહારમાં મહિલાઓએ સરકાર સામે દારૂબંધી કરાવવા માટે સફળ આંદોલન કર્યું હતું.

→ મુખ્યત્વે ઉનાળામાં શહેર વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલન કરતી હોય છે. મહિલાઓ પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ માટે આંદોલનો કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *