Gujarat Board GSEB Class 7 Social Science Important Questions Chapter 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ Important Questions and Answers.
GSEB Class 7 Social Science Important Questions Chapter 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
ભારત કેવો વારસો ધરાવતો દેશ છે?
A. વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો
B. વૈવિધ્યપૂર્ણ ધાર્મિક વારસો
C. વૈવિધ્યપૂર્ણ સામાજિક વારસો
D. વૈવિધ્યપૂર્ણ ઐતિહાસિક વારસો
ઉત્તરઃ
A. વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો
પ્રશ્ન 2.
1857ના સંગ્રામમાં કઈ જાતિઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ કરી હતી?
A. ગુરખાઓએ
B. શીખોએ
C. વિચરતી અને વિમુક્ત જાતિઓએ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
C. વિચરતી અને વિમુક્ત જાતિઓએ
પ્રશ્ન 3.
વિચરતી અને વિમુક્ત જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા અંગ્રેજ સરકારે કયો કાયદો બનાવ્યો?
A. ‘કોસ્ક્રિપ્શન ટ્રાઇન્ઝ ઍક્ટ’ – 1875
B. ‘ક્રિમિનલ ટ્રાઇન્ઝ ઍક્ટ’ – 1871
C. ‘કરશન ટ્રાઇલ્ડ એક્ટ’ – 1876
D. ‘કન્વિક્શન ટ્રાઇલ્ડ એક્ટ’ – 1878
ઉત્તરઃ
B. ‘ક્રિમિનલ ટ્રાઇન્ઝ ઍક્ટ’ – 1871
પ્રશ્ન 4.
ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને અંગ્રેજોના કાળા કાયદાથી ક્યારે મુક્ત કરી?
A. ઈ. સ. 1952માં
B. ઈ. સ. 1955માં
C. ઈ. સ. 1961માં
D. ઈ. સ. 1962માં
ઉત્તરઃ
A. ઈ. સ. 1952માં
પ્રશ્ન 5.
ભારત સરકારે ઈ. સ. 1952માં કઈ જાતિઓને અંગ્રેજોના કાળા કાયદાથી મુક્ત કરી હતી?
A. અનુસૂચિત જાતિઓને
B. વિહરતી જાતિઓને
C. અનુસૂચિત જનજાતિઓને
D. વિચરતી અને વિમુક્ત જાતિઓને
ઉત્તરઃ
D. વિચરતી અને વિમુક્ત જાતિઓને
પ્રશ્ન 6.
વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન કોના પર આધારિત હતું?
A. સ્થળાંતરિત ખેતી પર
B. લોકોના મનોરંજન પર
C. વન્ય પેદાશોના વેચાણ પર
D. વન્ય સંસાધન અને પશુપાલન પર
ઉત્તરઃ
D. વન્ય સંસાધન અને પશુપાલન પર
પ્રશ્ન 7.
કયા અહેવાલના આધારે વિચરતી અને વિમુક્ત જાતિઓને બંધારણીય રીતે માનવ અધિકાર આપ્યો છે?
A. ઈ. સ. 2005ના અહેવાલના આધારે
B. ઈ. સ. 2008ના અહેવાલના આધારે
C. ઈ. સ. 2012ના અહેવાલના આધારે
D. ઈ. સ. 2018ના અહેવાલના આધારે
ઉત્તરઃ
B. ઈ. સ. 2008ના અહેવાલના આધારે
પ્રશ્ન 8.
ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?
A. બજાણિયા જાતિનો
B. બહુરૂપી જાતિનો
C. વણજારા જાતિનો
D. ભામટા જાતિનો
ઉત્તરઃ
A. બજાણિયા જાતિનો
પ્રશ્ન 9.
ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?
A. ચિતોડીયા જાતિનો
B. કાંગસિયા જાતિનો
C. વાંસફોડા જાતિનો
D. સલાટ જાતિનો
ઉત્તરઃ
A. ચિતોડીયા જાતિનો
પ્રશ્ન 10.
ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?
A. મિયાણા જાતિનો
B. દેવીપૂજક જાતિનો
C. ડફેર જાતિનો
D. ભવૈયા જાતિનો
ઉત્તર:
D. ભવૈયા જાતિનો
પ્રશ્ન 11.
વિચરતી અને વિમુક્ત જાતિઓનાં બાળકોના શિક્ષણ માટે સરકારે શાની સ્થાપના કરી છે?
A. ફરતી શાળાઓની
B. અદ્યતન શાળાઓ અને છાત્રાલયોની
C. માન્ય ઓપન શાળાઓ અને છાત્રાલયોની
D. આશ્રમશાળાઓ અને છાત્રાલયોની
ઉત્તરઃ
D. આશ્રમશાળાઓ અને છાત્રાલયોની
પ્રશ્ન 12.
ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી કઈ જાતિ મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે?
A. દેવીપૂજક જાતિ
B. ડફેર જાતિ
C. મિયાણા જાતિ
D. છારા જાતિ
ઉત્તરઃ
A. દેવીપૂજક જાતિ
પ્રશ્ન 13.
શાકભાજીના ઉત્પાદન અને વેપાર ઉપરાંત, કેટલાક પરંપરાગત વ્યવસાયોમાં ગુજરાતની કઈ વિમુક્ત જાતિ સંકળાયેલી છે?
A. વાઘેર જાતિ
B. મિયાણા જાતિ
C. દેવીપૂજક જાતિ
D. સંધિ જાતિ
ઉત્તરઃ
C. દેવીપૂજક જાતિ
પ્રશ્ન 14.
દેવીપૂજક સમાજની કૌટુંબિક સમસ્યાઓ ઉકેલવામાં લવાદની મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે?
A. સગા-સંબંધીઓ
B. જ્ઞાતિપંચ
C. જ્ઞાતિના વડીલો
D. લોકઅદાલત
ઉત્તરઃ
B. જ્ઞાતિપંચ
પ્રશ્ન 15.
કઈ વિમુક્ત જાતિના આંતરિક પ્રશ્નોના મુકદમા (કેસો) અદાલતોમાં ભાગ્યે જ જોવા મળે છે?
A. વણજારા જાતિના
B. નટ જાતિના
C. માલધારી જાતિના
D. દેવીપૂજક જાતિના
ઉત્તરઃ
D. દેવીપૂજક જાતિના
પ્રશ્ન 16.
ભારતની વિચરતી-વિમુક્ત જાતિઓમાં કઈ જાતિનું સ્થાન મહત્ત્વનું હતું?
A. વણજારા જાતિનું
B. મિયાણા જાતિનું
C. માલધારી જાતિનું
D. પારધી જાતિનું
ઉત્તરઃ
A. વણજારા જાતિનું
પ્રશ્ન 17.
પ્રાચીન કાળથી ભારતીય સમાજવ્યવસ્થામાં કઈ વિચરતીવિમુક્ત જાતિનું નામ જાણીતું છે?
A. ઈરાની જાતિનું
B. વણજારા જાતિનું
C. બહુરૂપી જાતિનું
D. જાતિગર જાતિનું
ઉત્તરઃ
B. વણજારા જાતિનું
પ્રશ્ન 18.
વણજારાઓ મુખ્યત્વે શું લાવવા-લઈ જવાનું કાર્ય કરતા હતા?
A. અધિકારીઓને
B. જૈન સાધુઓને
C. રાજસેવકોને
D. વેપારી પોઠોને
ઉત્તરઃ
D. વેપારી પોઠોને
પ્રશ્ન 19.
વણજારાઓની પોઠનો સમૂહ શું કહેવાતો?
A. વણજાર (મંડી)
B. વણજાર (ટાંડું)
C. વણજાર (મંડી)
D. વણજાર (ટાંડા)
ઉત્તરઃ
B. વણજાર (ટાંડું)
પ્રશ્ન 20.
દિલ્લી સલ્તનતનો ક્યો સુલતાન દિલ્લીનાં બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા-લઈ જવા માટે વણજારાઓનો ઉપયોગ કરતો હતો?
A. જીયાઉદ્દીન
B. જલાલુદ્દીન
C. આબુઉદ્દીન
D. અલાઉદ્દીન
ઉત્તર:
D. અલાઉદ્દીન
પ્રશ્ન 21.
કયા મુઘલ બાદશાહે વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે?
A. બહાદુરશાહે
B. ઔરંગઝેબે
C. અકબરે
D. જહાંગીરે
ઉત્તરઃ
D. જહાંગીરે
પ્રશ્ન 22.
યુદ્ધ દરમિયાન વણજારાઓ કોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા?
A. ગધેડાં
B. બળદો
C. ગાયો
D. ભેંસો
ઉત્તરઃ
B. બળદો
પ્રશ્ન 23.
વણજારાઓ કયા પ્રદેશથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા અને ભારતમાંથી બહાર લઈ જતા?
A. મધ્ય એશિયાથી
B. યુરોપથી
C. ચીનથી
D. રશિયાથી
ઉત્તરઃ
A. મધ્ય એશિયાથી
પ્રશ્ન 24.
વણજારા ભારત ઉપરાંત કયા દેશો સુધી જોવા મળે છે?
A. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી
B. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી
C. પાકિસ્તાન અને મ્યાનમાર સુધી
D. પાકિસ્તાન અને શ્રીલંકા સુધી
ઉત્તરઃ
A. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી
પ્રશ્ન 25.
અંગ્રેજ શાસન પછી ગરીબ વણજારા કઈ વસ્તુઓના વેપારી બન્યા?
A. ઘાસની ચટાઈઓ અને મોટા થેલાના
B. દોરડાં અને મોટા થેલાના
C. બંગડીઓ અને કાંગસીઓના
D. ચાદરો અને દોરડાંના
ઉત્તરઃ
C. બંગડીઓ અને કાંગસીઓના
પ્રશ્ન 26.
ગીર અને બરડા ડુંગરના જંગલમાં રહેતા માલધારીઓનો વસવાટ કયા નામે ઓળખાય છે?
A. પાઇક
B. બેરાદ
C. ગડરિયો
D. નેસ
ઉત્તરઃ
D. નેસ
પ્રશ્ન 27.
ગુજરાતમાં કયા વિસ્તારના માલધારીઓ – રબારીઓ ઉનાળામાં સ્થળાંતર કરે છે?
A. ગીરના
B. કચ્છના
C. બરડાના
D. આલેચના
ઉત્તરઃ
B. કચ્છના
પ્રશ્ન 28.
કઈ વિચરતી અને વિમુક્ત જાતિ અંગકરતબની અનેક કલાઓ જાણે છે?
A. નટ કે બજાણિયા
B. દેવીપૂજક
C. કાંગસિયા
D. મદારી
ઉત્તરઃ
A. નટ કે બજાણિયા
પ્રશ્ન 29.
કાંગસિયા, મોડવા, મદારી, ડફેર વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી મોટે ભાગે કઈ પ્રથાની જોવા મળે છે?
A. સમન્વયકારી
B. સાંસ્કૃતિક
C. કબીલાઈ
D. વર્ણાશ્રમ
ઉત્તરઃ
C. કબીલાઈ
પ્રશ્ન 30.
સરકારે કોની સાથે સાંકળીને વિચરતી અને વિમુક્ત જાતિઓનો યથોચિત વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે?
A. પરંપરાગત વ્યવસાયો સાથે
B. પ્રાકૃતિક સંસાધનો સાથે
C. રીતરિવાજો અને ઉત્સવો સાથે
D. વિજ્ઞાન અને ટેક્નોલૉજી સાથે
ઉત્તરઃ
D. વિજ્ઞાન અને ટેક્નોલૉજી સાથે
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેનાં વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. ભારત વૈવિધ્યપૂર્ણ …………………….. વારસો ધરાવે છે.
ઉત્તરઃ
સાંસ્કૃતિક
2. વિચરતી અને વિમુક્ત જાતિઓએ …………………….. ના વિપ્લવમાં ભાગ લીધો હતો.
ઉત્તરઃ
1857
3. અંગ્રેજ સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા માટે ઈ. સ ……………………… માં કાયદો બનાવ્યો.
ઉત્તરઃ
1871
4. ભારત સરકારે ઈ. સ ………………………. માં વિચરતી અને વિમુક્ત જાતિઓને ‘ક્રિમિનલ ટ્રાઇન્ઝ ઍક્ટ- 1871’થી મુક્ત કરી.
ઉત્તરઃ
1952
5. ભારત સરકારે ઈ. સ. 1952માં વિચરતી અને વિમુક્ત જાતિઓને ‘…………………………’ તરીકે સમ્માનભર્યું સ્થાન આપ્યું.
ઉત્તરઃ
વિમુક્ત જાતિઓ
6. વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન મોટા ભાગે ……………………….. અને પશુપાલન પર આધારિત હતું.
ઉત્તરઃ
વન્ય સંસાધન
7. સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓના વિકાસ માટે અને તેમની સંસ્કૃતિની જાળવણી માટે ઈ. સ ………………………. માં એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરાવ્યો હતો.
ઉત્તરઃ
2008
8. સ્થાયી ………………….. ના અભાવે વિચરતી અને વિમુક્ત જાતિઓ અન્ય સમાજો કરતાં ભિન્ન કક્ષાનું જીવન જીવતી હતી.
ઉત્તરઃ
સમાજવ્યવસ્થા
9. ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી …………………….. જાતિ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે.
ઉત્તરઃ
દેવીપૂજક
10. દેવીપૂજક વિમુક્ત જાતિના સમાજમાં સામાજિક વિખવાદો કે કૌટુંબિક સમસ્યાઓમાં ……………………… લવાદની મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ઉત્તર:
જ્ઞાતિપંચ
11. વણજાર સાથે સંકળાયેલા લોકો એટલે ……………………..
ઉત્તરઃ
વણજારા
12. વિચરતી અને વિમુક્ત જાતિઓમાં …………………. સૌથી અગત્યનું સ્થાન ધરાવતી હતી.
ઉત્તરઃ
વણજારા
13. પ્રાચીન કાળથી ભારતીય સમાજમાં …………………… જાતિનું નામ જાણીતું છે.
ઉત્તરઃ
વણજારા
14. વણજારાઓ મોટા ભાગે …………………….. ને લાવવા-લઈ જવાનું કામ કરતા હતા.
ઉત્તરઃ
વેપારી પોઠો
15. સુલતાન …………………….. ખલજી દિલ્લીનાં બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણજારાઓનો ઉપયોગ કરતો હતો.
ઉત્તરઃ
અલાઉદ્દીન ખલજી
16. મુઘલ બાદશાહ ………………………. ના સમયમાં વણજારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા.
ઉત્તરઃ
જહાંગીર
17. બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં …………………….. ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા.
ઉત્તરઃ
વણજારા
18. વણજારાઓ ………………………. થી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા અને ભારતમાંથી બહાર લઈ જતા.
ઉત્તરઃ
મધ્ય એશિયા
19. અંગ્રેજ શાસન પછી …………………….. જાતિનો સમાજ વેરવિખેર થઈ ગયો.
ઉત્તરઃ
વણજારા
20. ગીર અને બરડાના ડુંગરના જંગલમાં ………………………. નેસમાં રહેતા હોય છે.
ઉત્તર:
માલધારીઓ
21. માલધારીઓ મુખ્યત્વે ……………………. પર જીવનનિર્વાહ ચલાવે છે.
ઉત્તરઃ
પશુપાલન
22. કચ્છના રબારીઓ ઉનાળામાં કચ્છથી …………………….. સુધી સ્થળાંતરિત થતા રહેતા હોય છે.
ઉત્તરઃ
મધ્ય ગુજરાત
23. માલધારી પુરુષો અને સ્ત્રીઓ ઘેટાંનાં ઊન અને બકરાંના વાળ ……………………… નું કાર્ય કરે છે.
ઉત્તરઃ
કાંતવા
24 નટ અને બજાણિયા નામની વિચરતી અને વિમુક્ત જાતિઓ ………………………. ની અનેક કલાઓ જાણતા હોય છે.
ઉત્તરઃ
અંગકસરત
25. નટ અને બજાણિયા નામની વિચરતી અને વિમુક્ત જાતિઓ વિવિધ …………………….. થી લોકોનું મનોરંજન કરે છે.
ઉત્તરઃ
કરતબો
26. કાંગસિયા નામની વિચરતી અને વિમુક્ત જાતિ મુખ્યત્વે કાંસકી અને …………………… વેચવાનું કામ કરે છે.
ઉત્તરઃ
સૌંદર્ય પ્રસાધનો
27. કાંગસિયા, મોડવા, મદારી, ડફેર વગેરે જાતિઓની જીવનશૈલી મોટે ભાગે ………………………… પ્રથાની જોવા મળે છે.
ઉત્તરઃ
કબીલાઈ
28. સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને ……………………….. અને ……………………. સાથે સાંકળીને તેમનો યથોચિત વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે.
ઉત્તરઃ
વિજ્ઞાન, ટેક્નોલૉજી
29. શિક્ષણ અને જાગૃતિના અભાવે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ………………………… અને …………………… જોવા મળે છે.
ઉત્તર:
ગરીબી, બેરોજગારી
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે.
ઉત્તર:
ખરું
2. વર્ષોથી આપણે આપણાથી ભિન્ન ભાષા કે રહેણીકરણી ધરાવનાર પ્રત્યે પોતાપણાની ભાવનાથી જોડાયેલા રહ્યા છીએ.
ઉત્તર:
ખરું
૩. 1857ના સંગ્રામમાં વિચરતી અને વિમુક્ત જાતિઓએ અંગ્રેજોને સાથ આપ્યો હતો.
ઉત્તર:
ખોટું
4. અંગ્રેજ સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને અન્ય સમુદાયો સાથે જોડવા કાયદો બનાવ્યો હતો.
ઉત્તર:
ખોટું
5. ભારત સરકારે સ્વતંત્રતા બાદ વિચરતી અને વિમુક્ત જાતિઓને વિમુક્ત જાતિઓ’ તરીકે સમ્માન આપ્યું હતું.
ઉત્તર:
ખરું
6. વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન મોટે ભાગે ઔદ્યોગિક એકમ પર આધારિત હતું.
ઉત્તર:
ખોટું
7. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા હતા.
ઉત્તર:
ખરું
8. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો અન્ય સમાજો જેવું જીવન જીવતા હતા.
ઉત્તર:
ખોટું
9. સરકારે વણજારા, કર્કમંડી, હરણશિકારી જેવી જાતિઓને વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સ્થાન આપેલ છે.
ઉત્તર:
ખરું
10. સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને બંધારણીય દરજ્જો આપી માનવ અધિકાર આપવાનો પ્રયત્ન કર્યો છે.
ઉત્તર:
ખરું
11. ભારત સરકારે ઈ. સ. 2008માં અનુસૂચિત જનજાતિઓ માટે એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરાવ્યો હતો.
ઉત્તર:
ખોટું
12. ડફેર, મિયાણા અને દેવીપૂજક જાતિઓનો સમાવેશ વિમુક્ત જાતિઓમાં થતો નથી.
ઉત્તર:
ખોટું
13. ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે.
ઉત્તર:
ખરું
14. ગુજરાતમાં વસતી દેવીપૂજક જાતિ કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલ છે.
ઉત્તર:
ખોટું
15. વિચરતી વિમુક્ત જાતિઓમાં બજાણિયા સૌથી અગત્યના હતા.
ઉત્તરઃ
ખોટું
16. દેશ આઝાદ થયા પછી વણજારા શિક્ષણ અને સરકારની યોજનાઓનો લાભ લઈને વિકસિત થયા છે.
ઉત્તરઃ
ખરું
17. ગુજરાતમાં શહેરોમાં વસતા માલધારીઓને વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સ્થાન આપવામાં આવેલ છે.
ઉત્તરઃ
ખોટું
18. ગીરના માલધારીઓ ઉનાળામાં સ્થળાંતર કરે છે.
ઉત્તરઃ
ખોટું
19. વિચરતી અને વિમુક્ત જાતિના લોકોનું જીવન મોટે ભાગે ખેતી પર આધારિત હતું.
ઉત્તરઃ
ખોટું
20. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો વસ્તુ-વિનિમયનો અને વસ્તુઓના ખરીદ-વેચાણનો વ્યવસાય કરતા હતા.
ઉત્તર:
ખરું
21. વણજારાઓનો સમૂહ ‘ટાંડું’ કહેવાતો હતો.
ઉત્તરઃ
ખરું
22. વણજારા ભારત અને રશિયા વચ્ચેની કડી હતા.
ઉત્તરઃ
ખોટું
23. વણજારા ભારત ઉપરાંત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી જોવા મળે છે.
ઉત્તરઃ
ખોટું
24. નટ કે બજાણિયા જાતિના લોકો જુદા જુદા કરતબો કરી જીવનનિર્વાહ ચલાવે છે.
ઉત્તરઃ
ખરું
25. નટ કે બજાણિયા જાતિના લોકો અશિક્ષિત અને ગરીબ હોવાથી સમાજ સાથે જોડાયેલા રહે છે.
ઉત્તરઃ
ખોટું
26. કાંગસિયા, વડવા, મદારી, ડફેર વગેરેનો વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સમાવેશ થાય છે.
ઉત્તરઃ
ખરું
27. કાંગસિયા, વડવા, મદારી, ડફેર વગેરે જાતિઓની જીવનશૈલી મોટે ભાગે કબીલાઈ પ્રથાની જોવા મળે છે.
ઉત્તરઃ
ખરું
28. કાંગસિયા, વડવા, મદારી, ડફેર વગેરે જાતિઓ દૂર દૂરના વિસ્તારમાં રહેતી હોવાથી તેમની ભાષા અને જીવનશૈલી સમાન જોવા મળતી નથી.
ઉત્તરઃ
ખોટું
29. સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને શિક્ષણ, સ્વાચ્ય, સ્વચ્છતા, મકાનો વગેરેની સગવડો પૂરી પાડીને તેમને રોજગારી મળે તેવું વાતાવરણ ઊભું કર્યું છે.
ઉત્તરઃ
ખરું
30. સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને તેમના પરંપરાગત વ્યવસાયો સાથે સાંકળીને તેમનો યથોચિત વિકાસ કરવા પ્રયત્ન કર્યો છે.
ઉત્તર:
ખોટું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઈ. સ. 1857 | (1) વિચરતી અને વિમુક્ત જાતિઓ માટેનો અહેવાલ (રિપોર્ટ) |
(2) ઈ. સ. 1871 | (2) વિચરતી અને વિમુક્ત જાતિઓ અંગ્રેજોના કાળા કાયદાથી મુક્ત થયા. |
(3) ઈ. સ. 1952 | (3) વણજારાઓનો વિમુક્ત જાતિઓમાં સમાવેશ |
(4) ઈ. સ. 2008 | (4) ક્રિમિનલ ટ્રાઇન્ઝ ઍક્ટ |
(5) પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ (વિપ્લવ) |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઈ. સ. 1857 | (5) પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ (વિપ્લવ) |
(2) ઈ. સ. 1871 | (4) ક્રિમિનલ ટ્રાઇન્ઝ ઍક્ટ |
(3) ઈ. સ. 1952 | (2) વિચરતી અને વિમુક્ત જાતિઓ અંગ્રેજોના કાળા કાયદાથી મુક્ત થયા. |
(4) ઈ. સ. 2008 | (1) વિચરતી અને વિમુક્ત જાતિઓ માટેનો અહેવાલ (રિપોર્ટ) |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) શાકભાજીનું ઉત્પાદન અને વેપાર કરનાર | (1) કચ્છના માલધારીઓ |
(2) ભારત અને વિશ્વની કડીરૂપ | (2) મદારી |
(3) ઉનાળામાં સ્થળાંતર કરનાર | (3) નટ કે બજાણિયા |
(4) દોરડાં ઉપર કરતબ કરનાર | (4) દેવીપૂજક |
(5) વણજારા |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) શાકભાજીનું ઉત્પાદન અને વેપાર કરનાર | (4) દેવીપૂજક |
(2) ભારત અને વિશ્વની કડીરૂપ | (5) વણજારા |
(3) ઉનાળામાં સ્થળાંતર કરનાર | (1) કચ્છના માલધારીઓ |
(4) દોરડાં ઉપર કરતબ કરનાર | (3) નટ કે બજાણિયા |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે. | (1) વણજારા |
(2) વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યની જાતિ | (2) માલધારીઓ |
(3) વિવિધ કરતબો કરી લોકોનું મનોરંજન કરનાર | (3) દેવીપૂજક |
(4) સૌંદર્ય પ્રસાધનો વેચનાર | (4) નટ કે બજાણિયા |
(5) કાંગસિયા |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે. | (3) દેવીપૂજક |
(2) વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યની જાતિ | (1) વણજારા |
(3) વિવિધ કરતબો કરી લોકોનું મનોરંજન કરનાર | (4) નટ કે બજાણિયા |
(4) સૌંદર્ય પ્રસાધનો વેચનાર | (5) કાંગસિયા |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
ભારત કેવો વારસો ધરાવતો દેશ છે?
ઉત્તર:
ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે.
પ્રશ્ન 2.
વિચરતી અને વિમુક્ત જાતિઓ કોને કહેવાય?
ઉત્તર:
પોતાના વ્યવસાય માટે તેમજ જીવનનિર્વાહ માટે એક સ્થળેથી બીજે સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી જાતિઓને વિચરતી અને વિમુક્ત જાતિઓ કહેવાય.
પ્રશ્ન 3.
અંગ્રેજ સરકારે ‘ક્રિમિનલ ટ્રાઇન્ઝ ઍક્ટ-1871’ શા માટે બનાવ્યો? આ કાયદા અંતર્ગત અંગ્રેજ સરકારે શું કર્યું?
ઉત્તર:
1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ(વિપ્લવ)માં વિચરતી અને વિમુક્ત જાતિઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ કરી હતી. આથી, અંગ્રેજ સરકારે આ જાતિઓને બીજા સમુદાયોથી અલગ કરવા ‘ક્રિમિનલ ટ્રાઇન્ઝ ઍક્ટ- 1871’ બનાવ્યો. આ કાયદા અંતર્ગત અંગ્રેજ સરકારે કેટલીક જાતિઓ પર ખોટો આરોપ મૂકી તેમને ગુનેગાર સમુદાય તરીકે જાહેર કરી.
પ્રશ્ન 4.
વિચરતી અને વિમુક્ત જાતિઓને વિમુક્ત જાતિઓ તરીકે ક્યારે સમ્માનભર્યું સ્થાન મળ્યું?
ઉત્તર:
ભારત સરકારે ઈ. સ. 1952માં અંગ્રેજ સરકારે બનાવેલ ‘ક્રિમિનલ ટ્રાઇ% ઍક્ટ- 1871’ના કાળા કાયદામાંથી વિચરતી અને વિમુક્ત જાતિઓને મુક્ત કરતાં, તેમને વિમુક્ત જાતિઓ’ તરીકે સમ્માનભર્યું સ્થાન મળ્યું.
પ્રશ્ન 5.
કેટલીક વિચરતી જાતિઓ ચીજવસ્તુઓનું ખરીદ-વેચાણ કેવી રીતે કરતી હતી?
ઉત્તર:
કેટલીક વિચરતી જાતિઓ પોતાનાં પશુઓ પર ચીજવસ્તુઓ લાદી, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ તેનું ખરીદ-વેચાણ કરતી હતી.
પ્રશ્ન 6.
કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓ કયાં કયાં પશુઓનો વેપાર કરતી હતી?
ઉત્તર:
કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓ ઘેટાં-બકરાં, ઘોડા, ગાય, ભેંસ, ગધેડા, ઊંટ, પાડા, બળદ વગેરે પશુઓનો વેપાર કરતી હતી.
પ્રશ્ન 7.
કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓના ફેરિયાઓ કઈ કઈ ચીજવસ્તુઓનું વેચાણ કરતા?
ઉત્તર:
કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓના ફેરિયાઓ એક ગામથી બીજા ગામે જઈને જાતે બનાવેલાં દોરડાં, ઘાસની ચટાઈઓ અને મોટા થેલાઓનું વેચાણ કરતા.
પ્રશ્ન 8.
કાંગસિયા અને મોડવા વિચરતી અને વિમુક્ત જાતિઓ કઈ કઈ વસ્તુઓનો વેપાર કરતી હતી?
ઉત્તર:
કાંગસિયા અને મોડવા વિચરતી અને વિમુક્ત જાતિઓ બંગડીઓ, કાંસકીઓ અને સૌંદર્ય પ્રસાધનો વગેરે વસ્તુઓનો વેપાર કરતી હતી.
પ્રશ્ન 9.
કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓની વિશિષ્ટ ઓળખ કઈ હતી?
ઉત્તરઃ
કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓની ભાષા, સામાજિક બાબતો અને રહેણીકરણી સમાન હતી; પરંતુ સ્થાયી સમાજવ્યવસ્થાના અભાવે તેઓ બીજા સમાજો કરતાં ભિન્ન કક્ષાનું જીવન જીવતા હતા એ તેમની વિશિષ્ટ ઓળખ હતી.
પ્રશ્ન 10.
સરકારે કઈ કઈ જાતિઓ અને સમૂહોને વિચરતી અને વિમુક્ત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે ખાસ પગલાં ભર્યા છે?
ઉત્તર:
સરકારે સાન્સી અને કંજર જેવી જાતિઓ અને વણજારા, કર્કમંડી તથા હરણશિકારી જેવા સમૂહોને વિચરતી અને વિમુક્ત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે ખાસ પગલાં ભર્યા છે.
પ્રશ્ન 11.
ભારતની વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ભારતની વિચરતી જાતિઓમાં અઘોરી, બહુરૂપી, વણજારા, બરંડા, ભામટા, ભોવી, ચિતોડીયા, હેલવા, ઈરાની, જાતિગર, કોટવાળિયા, બેરાગી, પારધી, તલવાર, કામતી વગેરે જાતિઓનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 12.
ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ગુજરાતની વિચરતી જાતિઓમાં બજાણિયા, ગારુડી, વાંસફોડા, ભવૈયા, રાવળિયા, કાંગસિયા, ચામઠા, સલાટ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 13.
ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
ગુજરાતની વિમુક્ત જાતિઓમાં છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવીપૂજક, સંધિ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 14.
ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે શું કર્યું છે?
ઉત્તર:
ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી, તેમના વિકાસ માટે ખાસ યોજનાઓ અમલમાં મૂકી છે.
પ્રશ્ન 15.
વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે બનાવેલી યોજનાઓમાં કઈ બાબતોનો સમાવેશ કરેલો છે?
ઉત્તર:
વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે બનાવેલી યોજનાઓમાં તેમને સ્થાયી કરવા માટેની બાબતોનો સમાવેશ કરેલો છે. આ યોજનાઓ અન્વયે એ જાતિઓનાં બાળકો માટે ખાસ આશ્રમશાળાઓ અને છાત્રાલયો સ્થાપવામાં આવ્યાં છે.
પ્રશ્ન 16.
ગુજરાતમાં દેવીપૂજક વિમુક્ત જાતિ ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ગુજરાતમાં દેવીપૂજક વિમુક્ત જાતિ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે.
પ્રશ્ન 17.
દેવીપૂજક વિમુક્ત જાતિ કયા કયા વ્યવસાયો કરે છે?
ઉત્તરઃ
દેવીપૂજક વિમુક્ત જાતિ શાકભાજીનું ઉત્પાદન અને તેનો વેપાર કરે છે. આ ઉપરાંત, તે કેટલાક પરંપરાગત વ્યવસાયો પણ કરે છે.
પ્રશ્ન 18.
દેવીપૂજક સમાજમાં અંધશ્રદ્ધા અને કુપ્રથાઓ શાથી પ્રવર્તે છે?
ઉત્તરઃ
દેવીપૂજક સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે તેમજ તેમનામાં જાગૃતિનો પણ અભાવ છે. તેથી દેવીપૂજક સમાજમાં અંધશ્રદ્ધા અને કુપ્રથાઓ પ્રવર્તે છે.
પ્રશ્ન 19.
દેવીપૂજક સમાજના આંતરિક પ્રશ્નો અંગેના મુકદમા અદાલતોમાં શાથી ભાગ્યે જ જોવા મળે છે?
ઉત્તરઃ
દેવીપૂજક સમાજના સામાજિક વિખવાદો અને કૌટુંબિક સમસ્યાઓ તેમના જ્ઞાતિપંચ દ્વારા ઉકેલવામાં આવે છે. તેથી તેમના આંતરિક પ્રશ્નો અંગેના મુકદ્દમા અદાલતોમાં ભાગ્યે જ જોવા મળે છે.
પ્રશ્ન 20.
વણજારા કોને કહેવામાં આવે છે?
ઉત્તરઃ
વણજાર સાથે સંકળાયેલા લોકોને ‘વણજારા’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 21.
ભારતની વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યની જાતિ કઈ હતી?
ઉત્તર:
ભારતની વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યની જાતિ વણજારા જાતિ હતી.
પ્રશ્ન 22.
વણજારાઓ મુખ્યત્વે શું કામ કરતા હતા? તેમની પોઠનો સમૂહ શું કહેવાતો?
ઉત્તરઃ
વણજારાઓ મુખ્યત્વે વેપારી પોઠોને લાવવા-લઈ જવાનું કામ કરતા હતા. તેમની પોઠનો સમૂહ ‘વણજાર’ એટલે કે ટાંડું કહેવાતો.
પ્રશ્ન 23.
અલાઉદ્દીન ખિલજી વણજારાઓનો ઉપયોગ કયા કામ માટે કરતો હતો?
ઉત્તરઃ
અલાઉદ્દીન ખિલજી વણજારાઓનો ઉપયોગ દિલ્લીનાં બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા-લઈ જવા માટે કરતો હતો.
પ્રશ્ન 24.
મુઘલ બાદશાહ જહાંગીરે વણજારાઓ વિશે શો ઉલ્લેખ કર્યો છે?
ઉત્તરઃ
વણજારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચતા હતા; વણજારાના એ કાર્યનો ઉલ્લેખ મુઘલ બાદશાહ જહાંગીરે કર્યો છે.
પ્રશ્ન 25.
યુદ્ધ દરમિયાન વણજારાઓ મુગલ સૈન્ય માટે શું કાર્ય કરતા હતા?
ઉત્તરઃ
યુદ્ધ દરમિયાન વણજારાઓ મુગલ સૈન્ય માટે બળદોની પોઠ દ્વારા અનાજ અને ચીજવસ્તુઓ લાવવાનું કાર્ય કરતા હતા.
પ્રશ્ન 26.
વણજારા ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ હતા એમ શાથી કહી શકાય?
ઉત્તર:
વણજારા મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા હતા અને અનેક ચીજવસ્તુઓ ભારત બહારના દેશોમાં લઈ જતા હતા. આ પરથી કહી શકાય કે, વણજારા ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ હતા.
પ્રશ્ન 27.
વણજારા જાતિના લોકો કયા દેશો સુધી જોવા મળે છે?
ઉત્તરઃ
વણજારા જાતિના લોકો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે.
પ્રશ્ન 28.
અંગ્રેજ શાસન પછી વણજારા કયા કયા વ્યવસાયોમાં જોડાયા?
ઉત્તરઃ
અંગ્રેજ શાસન પછી કેટલાક વણજારા બંગડીઓ અને કાંગસીઓનો વેપાર કરવા લાગ્યા, તો કેટલાક વણજારા મજૂરીકામ અને માટીકામના વ્યવસાયમાં જોડાયા.
પ્રશ્ન 29.
ગુજરાતમાં માલધારીઓ ક્યાં ક્યાં વસે છે?
ઉત્તર:
ગુજરાતમાં માલધારીઓ ગીર, બરડા, આલેચ અને કચ્છના રણપ્રદેશમાં વસે છે.
પ્રશ્ન 30.
ગીર અને બરડાના ડુંગરોનાં જંગલમાં માલધારીઓ ક્યાં રહે છે? તેઓ શાના પર જીવનનિર્વાહ ચલાવે છે?
ઉત્તરઃ
ગીર અને બરડાના ડુંગરોનાં જંગલમાં માલધારીઓ નેસમાં રહે છે. તેઓ પશુપાલન પર જીવનનિર્વાહ ચલાવે છે.
પ્રશ્ન 31.
કચ્છના માલધારીઓ ક્યારે, શું લઈને, ક્યાં સુધી સ્થળાંતરિત થાય છે?
ઉત્તર:
કચ્છના માલધારીઓ ઉનાળામાં તેમનાં ઘેટાં-બકરાં અને ઊંટ લઈને મધ્ય ગુજરાત સુધી સ્થળાંતરિત થાય છે.
પ્રશ્ન 32.
કચ્છના માલધારી સ્ત્રી-પુરુષો જીવનનિર્વાહ માટે શું કામ કરે છે?
ઉત્તરઃ
કચ્છના માલધારી સ્ત્રી-પુરુષો જીવનનિર્વાહ માટે ઘેટાંના ઊનને અને બકરાંના વાળને કાંતવાનું કામ કરે છે.
પ્રશ્ન 33.
નટ-બજાણિયા જાતિના લોકો શાની કલાઓ જાણતા હોય છે?
ઉત્તરઃ
નટ-બજાણિયા જાતિના લોકો અંગકરતબની કલાઓ જાણતા હોય છે.
પ્રશ્ન 34.
નટ-બજાણિયા જાતિના લોકો સમાજના મૂળ પ્રવાહથી શાથી દૂર રહ્યા છે?
ઉત્તરઃ
નટ-બજાણિયા જાતિના લોકો અશિક્ષિત અને ગરીબ હોવાથી સમાજના મૂળ પ્રવાહથી દૂર રહ્યા છે.
પ્રશ્ન 35.
કાંગસિયા જાતિના લોકો કયો વ્યવસાય કરે છે?
ઉત્તરઃ
કાંગસિયા જાતિના લોકો મુખ્યત્વે કાંસકીઓ અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનો વ્યવસાય કરે છે.
પ્રશ્ન 36.
કાંગસિયા જાતિના લોકો શાથી અવિકસિત પરિસ્થિતિમાં જીવે છે?
ઉત્તરઃ
કાંગસિયા જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થતા રહેતા હોવાથી તેમજ તેમનો પરંપરાગત વ્યવસાય બંધ થઈ ગયો હોવાથી અવિકસિત પરિસ્થિતિમાં જીવે છે.
પ્રશ્ન 37.
કાંગસિયા અને અન્ય વિચરતી અને વિમુક્ત જાતિઓની 3 જીવનશૈલી કયા પ્રકારની જોવા મળે છે?
ઉત્તર:
કાંગસિયા અને અન્ય વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી કબીલાઈ (પરિવાર અથવા કુટુંબ) પ્રથાની જોવા મળે છે.
પ્રશ્ન 38.
કાંગસિયા અને અન્ય વિચરતી અને વિમુક્ત જાતિઓની કઈ કઈ બાબતો સમાન હોય છે?
ઉત્તરઃ
કાંગસિયા અને અન્ય વિચરતી અને વિમુક્ત જાતિઓની કુટુંબપ્રથા, ભાષા, ખોરાક, પહેરવેશ અને અન્ય જીવનશૈલી સમાન હોય છે.
પ્રશ્ન 39.
સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને કઈ કઈ સવલતો પૂરી પાડી છે?
ઉત્તર:
સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને શિક્ષણ, સ્વાસ્થ, સ્વચ્છતા, મકાનો વગેરે સગવડો પૂરી પાડી છે. તેમને વિજ્ઞાન અને ટેક્નોલૉજી સાથે સાંકળીને તેમનો યથોચિત વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે.
પ્રશ્ન 40.
વિચરતી અને વિમુક્ત જાતિઓમાં હજુ પણ ગરીબી અને બેરોજગારી શાથી જોવા મળે છે?
ઉત્તર:
વિચરતી અને વિમુક્ત જાતિઓમાં શિક્ષણ અને જાગૃતિનો અભાવ હોવાથી તેમનામાં હજુ પણ ગરીબી અને બેરોજગારી જોવા મળે છે.
નીચેના પ્રશ્નનો ઉત્તર આપોઃ
વિચરતી અને વિમુક્ત જાતિના લોકો કયા કયા વ્યવસાયો કરતા હતા?
અથવા
ટૂંક નોંધ લખો વિચરતી અને વિમુક્ત જાતિના વ્યવસાયો
ઉત્તર:
વિચરતી અને વિમુક્ત જાતિના લોકો નીચે જણાવેલા વ્યવસાયો કરતા હતા:
- પશુપાલન પ્રવૃત્તિ કરતી વિચરતી જાતિના લોકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને એના બદલામાં તેઓ તેમને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા. આમ, તેઓ વસ્તુ-વિનિમયનો વ્યવસાય કરતા હતા.
- કેટલીક વિચરતી જાતિઓ પશુઓ પર સરસામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ એ સામાનનું વેચાણ કરતી હતી.
- વણજારા જાતિના લોકો અનાજ અને અન્ય ચીજવસ્તુઓ બળદો પર લાદીને શહેરોમાં વેચતા હતા. આ ઉપરાંત, તેઓ મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા અને અનેક ચીજવસ્તુઓ ભારત બહાર લઈ જતા.
- કેટલીક વિચરતી જાતિઓ ઘેટાં-બકરાં, ઘોડા, ગાય, ભેંસ, ગધેડા, ઊંટ, પાડા અને બળદોનો વેપાર કરતી હતી.
- નાના-મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલાં દોરડાં, ઘાસની ચટાઈ-ચાદર અને મોટા થેલા વેચતા હતા.
- કાંગસિયા અને મોડવા નામની વિચરતી જાતિઓ કાંસકીઓ અને સૌંદર્ય-પ્રસાધનોનો વેપાર કરતી હતી.
- નટ-બજાણિયા નામની વિચરતી જાતિઓ વિભિન્ન અંગકરતબો દ્વારા લોકોનું મનોરંજન કરતી હતી.
પરિચય આપોઃ
પ્રશ્ન 1.
દેવીપૂજક
ઉત્તર:
દેવીપૂજક એ ગુજરાતની વિમુક્ત જાતિ છે. તે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે. તે મુખ્યત્વે શાકભાજીનું ઉત્પાદન અને તેનો વેપાર કરે છે. આ ઉપરાંત, તે કેટલાક પરંપરાગત વ્યવસાયો પણ કરે છે. દેવીપૂજક સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે તેમજ તેમનામાં જાગૃતિનો પણ અભાવ છે. તેથી તેમના સમાજમાં આજે પણ અંધશ્રદ્ધા અને કેટલીક કુપ્રથાઓ પ્રવર્તે છે. પરિણામે સમાજમાં ગરીબી જોવા મળે છે.
દેવીપૂજક સમાજના સામાજિક ઝઘડાઓ અને કૌટુંબિક તેમના જ્ઞાતિપંચ દ્વારા ઉકેલવામાં આવે છે. તેથી તેમના આંતરિક પ્રશ્નો અંગેના મુકદમા અદાલતોમાં ભાગ્યે જ જોવા મળે છે. વર્તમાન સમયમાં દેવીપૂજક સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. તેથી તેમની સામાજિક અને આર્થિક બાબતોમાં સુધારાત્મક પરિવર્તન આવ્યું છે.
પ્રશ્ન 2.
વણજારા
ઉત્તર:
‘વણજાર’ સાથે સંકળાયેલા લોકોને વણજારા કહેવામાં આવે છે. તે ભારતની વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સૌથી મહત્ત્વની જાતિ હતી. પ્રાચીન કાળથી ભારતીય સમાજવ્યવસ્થામાં વણજારા જાતિનું નામ જાણીતું છે. વણજારાઓ મુખ્યત્વે વેપારી પોઠોને લાવવા-લઈ જવાનું કામ કરતા હતા. તેમની પોઠનો સમૂહ ‘વણજાર’ એટલે કે ટાંડું કહેવાતો.
અલાઉદ્દીન ખિલજી વણજારાઓનો ઉપયોગ દિલ્લીનાં બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા-લઈ જવા માટે કરતો હતો. વણજારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચતા હતા; વણજારાઓના એ કાર્યનો ઉલ્લેખ મુઘલ બાદશાહે કર્યો છે. યુદ્ધ દરમિયાન વણજારાઓ મુઘલ સૈન્ય માટે બળદોની પોઠ દ્વારા અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. વણજારા મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા અને અનેક ચીજવસ્તુઓ ભારત બહારના દેશોમાં લઈ જતા હતા. આ રીતે તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ હતા. તેઓ ભારત ઉપરાંત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે.
અંગ્રેજ શાસન પછી વણજારા સમાજ વેરવિખેર થઈ ગયો. ગરીબ વણજારા બંગડીઓ અને કાંગસીઓના વેપારી થયા, તો કેટલાક મજૂરીકામ અને માટીકામ કરવા લાગ્યા. સ્વતંત્ર ભારતમાં વણજારાઓ સરકારની શિક્ષણ અને અન્ય યોજનાઓનો લાભ લઈને વિકસિત થયા છે.
પ્રશ્ન 3.
માલધારીઓ
ઉત્તર:
ગુજરાતમાં ગીર, બરડા, આલેચ અને કચ્છના રણપ્રદેશમાં વસતા માલધારીઓ વિચરતી અને વિમુક્ત જાતિ ગણાય છે. ગીર અને બરડાના ડુંગરોનાં જંગલમાં તેઓ નેસમાં રહી પશુપાલન પર જીવનનિર્વાહ ચલાવે છે. કચ્છના રણપ્રદેશના માલધારીઓ ઉનાળામાં તેમનાં ઘેટાં-બકરાં અને ઊંટ લઈને કચ્છથી મધ્ય ગુજરાત સુધી સ્થળાંતરિત થતા રહે છે. તેઓ જીવનનિર્વાહ માટે ઘેટાના ઊનને અને બકરાંના વાળને કાંતવાનું કામ કરે છે.
પ્રશ્ન 4.
નટ-બજાણિયા
ઉત્તર:
નટ-બજાણિયા એ ગુજરાતની વિચરતી જાતિ છે. તેઓ અંગકરતબની અનેક કલાઓ જાણતા હોય છે. તેઓ બજારમાં કે રસ્તા પર જાદુ કરવા, દોરડા અને લાકડી પર ચાલવું વગેરે કરતબો કરીને લોકોનું મનોરંજન કરતા હોય છે. એ કરતબો કરીને તેઓ ગુજરાન ચલાવે છે. તેઓ અશિક્ષિત અને ગરીબ હોવાથી સમાજના મૂળ પ્રવાહથી દૂર રહ્યા છે. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે સતત ફરતા રહેતા હોવાથી પ્રગતિ કરી શક્યા નથી. હવે તો તેમનો પરંપરાગત વ્યવસાય પણ બંધ થઈ ગયો છે. તેથી તેઓ દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ ગયા છે.
પ્રશ્ન 5.
કાંગસિયા
ઉત્તર:
કાંગસિયા એ ગુજરાતની વિચરતી જાતિ છે. તેઓ મુખ્યત્વે કાંસકીઓ અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનો વ્યવસાય કરે છે. તેઓ એક જગ્યાથી બીજી જગ્યાએ ફરતા રહેતા હોવાથી તેમજ તેમનો પરંપરાગત વ્યવસાય બંધ થઈ ગયો હોવાથી અવિકસિત પરિસ્થિતિમાં જીવન ગુજારે છે. તેઓની જીવનશૈલી મોટે ભાગે કબીલા (પરિવાર અથવા કુટુંબ) પ્રથાની જોવા મળે છે. તેઓ એકબીજાથી દૂર રહેવા છતાં તેમની ભાષા, ખોરાક, પહેરવેશ 5 વગેરે બાબતો લગભગ સમાન છે.
નીચેના વિધાનોનાં કારણો આપો:
પ્રશ્ન 1.
અંગ્રેજ સરકારે ‘ક્રિમિનલ ટ્રાઈબ્ન ઍક્ટ1871’ બનાવ્યો.
ઉત્તર:
1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ(વિપ્લવ)માં વિચરતી અને વિમુક્ત જાતિઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ કરી હતી. આથી, અંગ્રેજ સરકારે આ જાતિઓને બીજા સમુદાયોથી અલગ કરવા ‘ક્રિમિનલ ટ્રાઇન્ઝ ઍક્ટ- 1871’ બનાવ્યો. આ કાયદા અંતર્ગત અંગ્રેજ સરકારે કેટલીક જાતિઓ પર ખોટો આરોપ મૂકી તેમને ગુનેગાર સમુદાય તરીકે જાહેર કરી.
પ્રશ્ન 2.
દેવીપૂજક સમાજમાં અંધશ્રદ્ધા અને કુપ્રથાઓ પ્રવર્તે છે.
ઉત્તરઃ
દેવીપૂજક સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે તેમજ તેમનામાં જાગૃતિનો પણ અભાવ છે. તેથી દેવીપૂજક સમાજમાં અંધશ્રદ્ધા અને કુપ્રથાઓ પ્રવર્તે છે.
પ્રશ્ન 3.
દેવીપૂજક સમાજના આંતરિક પ્રશ્નો અંગેના મુકદમા અદાલતોમાં ભાગ્યે જ જોવા મળે છે.
ઉત્તર:
દેવીપૂજક સમાજના સામાજિક વિખવાદો અને કૌટુંબિક સમસ્યાઓ તેમના જ્ઞાતિપંચ દ્વારા ઉકેલવામાં આવે છે. તેથી તેમના આંતરિક પ્રશ્નો અંગેના મુકદ્દમા અદાલતોમાં ભાગ્યે જ જોવા મળે છે.
પ્રશ્ન 4.
વણજારા ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ હતા.
ઉત્તરઃ
વણજારા મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા હતા અને અનેક ચીજવસ્તુઓ ભારત બહારના દેશોમાં લઈ જતા હતા. આ પરથી કહી શકાય કે, વણજારા ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ હતા.
પ્રશ્ન 5.
વણજારા દેશના અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ હતા.
ઉત્તરઃ
વણજારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી. દિલ્લી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજી દિલ્લીનાં બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણજારાઓનો ઉપયોગ કરતો. મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં વણજારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા. યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા. તદુપરાંત, વણજારાઓ ભારતમાં અનેક ચીજવસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા હતા. આમ, તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ કામ કરતા હતા.
આમ, અનાજ અને જરૂરી ચીજવસ્તુઓ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી લાવવા-લઈ જવાનું કામ કરીને વણજારાઓ અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવતા હતા.
પ્રશ્ન 6.
કચ્છના માલધારીઓને ઉનાળામાં સ્થળાંતર કરવું પડે છે.
ઉત્તરઃ
કચ્છના રબારીઓ પશુપાલન પર જીવનનિર્વાહ ચલાવે છે. તેઓ ઘેટાં, બકરાં અને ઊંટ પાળે છે. કચ્છનો મોટો ભાગ રણપ્રદેશ છે. અહીં ચોમાસામાં વરસાદ ખૂબ ઓછો પડે છે. તેથી – ઉનાળામાં કચ્છમાં પાણી અને ઘાસચારાની ભારે અછત સર્જાય છે. આથી પોતાના પશુધનને બચાવવા પાણી અને ઘાસચારાની શોધમાં કચ્છના રબારીઓને સ્થળાંતર કરવાની ફરજ પડે છે.
પ્રશ્ન 7.
કાંગસિયા જાતિના લોકો અવિકસિત પરિસ્થિતિમાં જીવે છે.
ઉત્તરઃ
કાંગસિયા અને અન્ય વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી કબીલાઈ (પરિવાર અથવા કુટુંબ) પ્રથાની જોવા મળે છે.
વિચારો પ્રસ્નોત્તર
કલ્પના કરો દર ત્રણ મહિને રહેઠાણ બદલતી વિચરતી જાતિ / સમુદાયના તમે સભ્ય છો. આની તમારા જીવન પર શી અસર થશે?
ઉત્તર:
પોતાના વ્યવસાયના કારણે વિચરતી જાતિના લોકો સતત ફરતા રહે છે. તેઓ કોઈક જગ્યાએ કેટલાક દિવસો સુધી રોકાઈને ત્યાંથી ફરી બીજી જગ્યાએ જાય છે. આ પ્રકારની વિચરતી જાતિનો હું સભ્ય છું. દર ત્રણ મહિને રહેઠાણ બદલવાથી મારા જીવન પર નીચે પ્રમાણે અસરો થશે:
- સતત ફરતા રહેવાથી સ્થાયી જીવનનો અનુભવ થતો નથી.
- વારંવાર મિત્રો બદલાય છે. જોકે નવા સંબંધો બંધાય છે.
- રમતગમત, મનોરંજન, કલા-કૌશલ્યનાં સ્થળો બદલાય છે. ફરીથી નવી જગ્યાએ અનુકૂળ થવું પડે છે.
- મારા અભ્યાસનાં સ્થળો બદલાતાં રહેવાથી અભ્યાસમાં સાતત્ય જળવાતું નથી.
- દરેક જગ્યાએ વાતાવરણને અનુકૂળ થવું પડે છે. કોઈક જગ્યાએ વરસાદ, કોઈક જગ્યાએ આકરો તાપ તો કોઈક જગ્યાએ તીવ્ર ઠંડીમાંથી પસાર થવું પડે છે. તેથી શરીરના વિકાસ પર માઠી અસર થાય છે.
- અનેક મુશ્કેલીઓથી હું હવે ટેવાઈ ગયો છું.
- સતત ફરતા રહેવાથી નવાં સ્થળો જોવાની ૨ મજા આવે છે.
પ્રવૃત્તિઓ
1. આ પ્રકરણમાં જણાવેલી વિચરતી અને વિમુક્ત જાતિઓ સિવાયની અન્ય વિચરતી અને વિમુક્ત જાતિઓ વિશેની માહિતી ઇન્ટરનેટના માધ્યમથી કે શાળા-પુસ્તકાલયમાંથી મેળવો.
2. કોઈ પણ બે વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી વિશે સચિત્ર માહિતી એકત્ર કરીને તેની વર્ગખંડમાં જૂથ ચર્ચા કરો.
3. વર્તમાન સમયમાં સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે અમલમાં મૂકેલી વિશિષ્ટ યોજનાઓની વધુ જાણકારી તમારા વિષયશિક્ષક પાસેથી મેળવો.
4. ગુજરાત સરકારના પછાત વર્ગોના કલ્યાણ વિભાગમાં કામ કરતા અધિકારીશ્રીને શાળામાં આમંત્રિત કરો અને તેમની પાસેથી વિચરતી અને વિમુક્ત જાતિઓના કલ્યાણ માટે થતી પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવો.
5. પ્રોજેક્ટ કાર્યઃ
ઊંટ પર ઘરવખરી લઈને પોતાનાં ઘેટાં-બકરાં સાથે સ્થળાંતર કરતા કચ્છી માલધારીઓને કદાચ તમે જોયા હશે. તેમના વિશે તમારા વિષયશિક્ષક કે વાલી પાસેથી અથવા શક્ય હોય તો તેમની રૂબરૂ મુલાકાત લઈ નીચેની માહિતી એકઠી કરી તમારી નોંધપોથીમાં તેની નોંધ કરો:
(1) તેઓ ક્યાંથી આવે છે અને ક્યાં જવાના છે?
(2) તેઓ કયા સમયે સ્થળાંતર કરે છે?
(3) તેઓ કયા સ્થળે વધુ રોકાય છે? શા માટે?
(4) તેઓ નવા સ્થળે કેવી રીતે અનુકૂલન સાધે છે?
(5) તેમના અનુભવોમાંથી એક અનુભવ નોંધો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:
પ્રશ્ન 1.
વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કઈ એક બાબતમાં સમાનતા હતી?
A. ભાષા, ખોરાક અને વ્યવસાય
B. ભાષા, વ્યવસાય અને કુટુંબપ્રથા
C. ભાષા, ખોરાક અને પહેરવેશ
D. ખોરાક, વ્યવસાય અને કુટુંબપ્રથા
ઉત્તર:
C. ભાષા, ખોરાક અને પહેરવેશ
પ્રશ્ન 2.
ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થાય છે?
A. ભવૈયા
B. રાવળિયા
C. કાંગસિયા
D. વણજારા
ઉત્તર:
D. વણજારા
પ્રશ્ન 3.
ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?
A. દેવીપૂજક
B. અઘોરી
C. હેલવા
D. બૈરાગી
ઉત્તર:
A. દેવીપૂજક
પ્રશ્ન 4.
ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ જાતિનો સમાવેશ થાય છે?
A. ડફેર
B. ગારુડી
C. વાઘેર
D. કામતી
ઉત્તર:
B. ગારુડી
પ્રશ્ન 5.
ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?
A. ભવૈયા
B. રાવળિયા
C. મિયાણા
D. ચામઠા
ઉત્તર:
C. મિયાણા
પ્રશ્ન 6.
ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી?
A. છારા
B. ડફેર
C. દેવીપૂજક
D. પારધી
ઉત્તર:
D. પારધી
પ્રશ્ન 7.
વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે નીચેનામાંથી કયું વિધાન બંધબેસતું નથી?
A. તેઓ જીવનનિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા.
B. તેમનું જીવન પશુપાલન અને વન્ય સંસાધન પર આધારિત હતું.
C. તેઓ ગળીકામ, રંગકામ, છાપકામ વગેરે વ્યવસાયો સાથે સંકળાયેલા હતા.
D. તેઓ સ્થાયી ખેડૂતો (લોકો) સાથે વસ્તુઓનો વિનિમય કરતા.
ઉત્તર:
C. તેઓ ગળીકામ, રંગકામ, છાપકામ વગેરે વ્યવસાયો સાથે સંકળાયેલા હતા.
પ્રશ્ન 8.
નીચે આપેલ ચિત્ર કઈ વિચરતી અને વિમુક્ત જાતિના વ્યવસાયનું દર્શન કરાવે છે?
A. વણજારા જાતિના વ્યવસાયનું
B. બહુરૂપી જાતિના વ્યવસાયનું
C. કાંગસિયા જાતિના વ્યવસાયનું
D. રાવળિયા જાતિના વ્યવસાયનું
ઉત્તર:
A. વણજારા જાતિના વ્યવસાયનું