GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

Gujarat Board GSEB Class 7 Social Science Important Question Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો Important Questions and Answers.

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી હું સાચો વિકલ્પ શોધીને લખો:

વાતાવરણનું નિર્માણ

પ્રશ્ન 1.
પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં કેટલા ટકા જેટલી હવા સમાયેલી છે?
A. 90 %
B. 92 %
C. 95 %
D. 99 %
ઉત્તર:
D. 99 %

પ્રશ્ન 2.
વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા જેટલું છે?
A. 78 %
B. 76 %
C. 72 %
D. 70 %
ઉત્તર:
A. 78 %

પ્રશ્ન 3.
વાતાવરણમાં ઑક્સિજનનું પ્રમાણ કેટલા ટકા જેટલું છે?
A. 32 %
B. 18 %
C. 21 %
D. 28 %
ઉત્તર:
C. 21 %

પ્રશ્ન 4.
નાઇટ્રોજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે?
A. 130
B. 120
C. 110
D. 100
ઉત્તર:
A. 130

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

પ્રશ્ન 5.
ઑક્સિજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે?
A. 130
B. 120
C. 110
D. 100
ઉત્તર:
C. 110

પ્રશ્ન 6.
કાર્બન ડાયૉક્સાઈડ વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે?
A. 18
B. 20
C. 22
D. 26
ઉત્તર:
B. 20

પ્રશ્ન 7.
પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે?
A. ક્ષોભ આવરણ
B. ઉષ્માવરણ
C. મધ્યાવરણ
D. સમતાપ આવરણ
ઉત્તર:
A. ક્ષોભ આવરણ

પ્રશ્ન 8.
ક્ષોભ આવરણ સમશીતોષ્ણ કટિબંધમાં કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે?
A. 10
B. 12
C. 16
D. 18
ઉત્તર:
B. 12

પ્રશ્ન 9.
ક્ષોભ આવરણ ધ્રુવો પર કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે?
A. 14
B. 12
C. 16
D. 8
ઉત્તર:
D. 8

પ્રશ્ન 10.
ક્ષોભ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે કેટલા સે.ના દરે તાપમાન ઘટે છે?
A. 6.5°
B. 7.7°
C. 8.6°
D. 9.2°
ઉત્તર:
A. 6.5°

પ્રશ્ન 11.
ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વાતાવરણનું કયું આવરણ વિસ્તરેલું હોય છે?
A. ક્ષોભ આવરણ
B. મધ્યાવરણ
C. ઉષ્માવરણ
D. સમતાપ આવરણ
ઉત્તર:
D. સમતાપ આવરણ

પ્રશ્ન 12.
સમતાપ આવરણમાં આશરે 15થી 35 કિલોમીટરની ઊંચાઈએ કયા વાયુનું પ્રમાણ જોવા મળે છે?
A. ઓઝોન
B. નાઈટ્રોજન
C. કાર્બન ડાયૉક્સાઈડ
D. ઑક્સિજન
ઉત્તર:
A. ઓઝોન

પ્રશ્ન 13.
કયો વાયુ સૂર્યનાં અત્યંત ગરમ પારજાંબલી (Ultra Violet) કિરણોનું શોષણ કરે છે?
A. નાઇટ્રોજન
B. ઑક્સિજન
C. ઓઝોન
D. હાઈડ્રોજન
ઉત્તર:
C. ઓઝોન

પ્રશ્ન 14.
સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને શું કહે છે?
A. મધ્યાવરણ
B. સમતાપ આવરણ
C. ક્ષોભ આવરણ
D. ઉષ્માવરણ
ઉત્તર:
A. મધ્યાવરણ

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને ……………………………… કહે છે.
ઉત્તર:
વાતાવરણ

2. પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા ……………………………… થતી જાય છે.
ઉત્તર:
પાતળી

૩. પૃથ્વી સપાટીથી આશરે 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણમાં ……………………….. ટકા જેટલી હવા સમાયેલી છે.
ઉત્તર:
99

4. …………………………….. વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ ? અશક્ય છે.
ઉત્તર:
વાતાવરણ

5. વાતાવરણમાં રહેલા …………………………………. અને ………………………………… વાયુઓ જીવસૃષ્ટિને જીવંત રાખે છે.
ઉત્તર:
ઑક્સિજન, નાઇટ્રોજન

6. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ………………………………………. તત્ત્વો આવેલાં ભાગર છે.
ઉત્તર:
ઘન

7. વાતાવરણમાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ આશરે …………………………….. ટકા જેટલું છે.
ઉત્તર:
78

8. વાતાવરણમાં ઑક્સિજન વાયુનું પ્રમાણ આશરે …………………………………. ટકા જેટલું છે.
ઉત્તર:
21

9. ઑક્સિજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે ……………………………… કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે.
ઉત્તર:
110

10. નાઈટ્રોજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે ………………………………… કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે.
ઉત્તર:
130

11. કાર્બન ડાયૉક્સાઈડ વાયુ પૃથ્વી સપાટીથી આશરે …………………………. કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે.
ઉત્તર:
20

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

12. વાતાવરણની સ્તરરચનાના મુખ્ય …………. પેટા આવરણો પાડવામાં આવે છે.
ઉત્તર:
12

13. પૃથ્વી સપાટીથી આશરે ………. કિલોમીટરની ઊંચાઈ પછીનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનું બનેલું છે.
ઉત્તર:
130

14. પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ………………………….. કહે છે.
ઉત્તર:
ક્ષોભ આવરણ

15. ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર આશરે …………………. કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે.
ઉત્તર:
16

16. ક્ષોભ આવરણ સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આશરે ………………………… કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે.
ઉત્તર:
12

17. ક્ષોભ આવરણ ધ્રુવો પર આશરે ………………………. કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે.
ઉત્તર:
8

18. ક્ષોભ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે ………………………… સે.ના દરે તાપમાન ઘટે છે.
ઉત્તર:
6.5

19. જે ઊંચાઈએ પહોંચતાં તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ……………………………….. કહે છે.
ઉત્તર:
ક્ષોભ સીમા

20. ક્ષોભ સીમાથી 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલા આવરણને ‘……………………………..’ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તર:
સમતાપ આવરણ

21. સમતાપ આવરણમાં આશરે 15થી 35 કિલોમીટરની ઊંચાઈએ – વાયુ જોવા મળે છે.
ઉત્તર:
ઓઝોન

22. ‘………………………………………….’ વાયુ સૂર્યનાં અત્યંત ગરમ પારજાંબલી (Ultra Violet) કિરણો શોષી લે છે.
ઉત્તર:
ઓઝોન

23. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને ‘…………………………………’ કહે છે.
ઉત્તર:
મધ્યાવરણ

24 મધ્યાવરણમાં 80 કિલોમીટરથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી ‘…………………………….’ વિસ્તરેલું છે.
ઉત્તર:
ઉષ્માવરણ

25. ……………………………………… મધ્યાવરણની ઉપર આવેલું છે.
ઉત્તર:
ઉષ્માવરણ

26. ટીવી અને રેડિયોનું પ્રસારણ તેમજ ઈન્ટરનેટનો લાભ ………………………………. ને આભારી છે.
ઉત્તર:
આયનાવરણ

27. આનાવરણની ઉપરના આવરણને ………………………….. કહે છે.
ઉત્તર:
બાહ્યાવરણ

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

પ્રશ્ન 1.
પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા ઘટ્ટ બનતી જાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 2.
વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્ત્વો આવેલાં છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન ૩.
વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે 21% જેટલું છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

પ્રશ્ન 4.
વાતાવરણમાં ઑક્સિજન વાયુનું પ્રમાણ આશરે 78 % જેટલું છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 5.
પૃથ્વી સપાટીથી આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછીનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમનું બનેલું છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 6.
પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ‘ક્ષોભ આવરણ’ કહે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 7.
ઑક્સિજન વાયુ સૂર્યનાં અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 8.
જે ઊંચાઈએ પહોંચતાં તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ‘સમતાપ સીમા’ કહે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 9.
સમતાપ આવરણમાં જેટ વિમાનો વિના અવરોધે, ઝડપથી ઊડી શકે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 10.
ક્ષોભ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 8.5 °સેના દરે તાપમાન ઘટે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 11.
ઉખાવરણ સમતાપ આવરણની ઉપર આવેલું છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 12.
પૃથ્વીનાં રેડિયો-પ્રસારણો વાતાવરણના મધ્યાવરણને આભારી છે.
ઉત્તરઃ
ખોટું

બંધબેસતાં જોડકાં જોડોઃ

પ્રશ્ન 1.

વિભાગ ‘અ’ (વાયુ) વિભાગ ‘બ’ (વાયુની ઊંચાઈ)
(1) નાઈટ્રોજન (1) 110 કિલોમીટરની ઊંચાઈ સુધી
(2) ઑક્સિજન (2) 15થી 35 કિલોમીટરની ઊંચાઈ સુધી
(3) કાર્બન (3) 130 કિલોમીટરની ઊંચાઈ ડાયૉક્સાઈડ સુધી
(4) હાઇડ્રોજન અને (4) 130 કિલોમીટરની ઊંચાઈ હિલિયમ સુધી
(5) 20 કિલોમીટરની ઊંચાઈ સુધી

ઉત્તર:

વિભાગ ‘અ’ (વાયુ) વિભાગ ‘બ’ (વાયુની ઊંચાઈ)
(1) નાઈટ્રોજન (4) 130 કિલોમીટરની ઊંચાઈ હિલિયમ સુધી
(2) ઑક્સિજન (1) 110 કિલોમીટરની ઊંચાઈ સુધી
(3) કાર્બન (5) 20 કિલોમીટરની ઊંચાઈ સુધી
(4) હાઇડ્રોજન અને (3) 130 કિલોમીટરની ઊંચાઈ ડાયૉક્સાઈડ સુધી

પ્રશ્ન 2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) ક્ષોભ આવરણ (1) તે આયનાવરણની ઉપરનું આવરણ છે.
(2) સમતાપ (2) અહીં હવા અતિશય પાતળી આવરણ હોય છે.
(3) ઉષ્માવરણ (3) અહીં હવાનું તાપમાન – 90° થી – 100° સે. જેટલું હોય છે.
(4) બાહ્યાવરણ (4) અહીં ઋતુઓ થતી નથી.
(5) વાતાવરણનાં તોફાનો અનુભવાય છે.

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) ક્ષોભ આવરણ (5) વાતાવરણનાં તોફાનો અનુભવાય છે.
(2) સમતાપ (4) અહીં ઋતુઓ થતી નથી.
(3) ઉષ્માવરણ (2) અહીં હવા અતિશય પાતળી આવરણ હોય છે.
(4) બાહ્યાવરણ (1) તે આયનાવરણની ઉપરનું આવરણ છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો :
પ્રશ્ન 1.
વાતાવરણ કોને કહે છે?
ઉત્તરઃ
પૃથ્વીની ચોતરફ વીંટળાઈને આવેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ’ કહે છે.

પ્રશ્ન 2.
વાતાવરણમાં શું શું ભળેલું હોય છે?
ઉત્તરઃ
વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધુમ્મસ, ઝાકળ, વાદળાં, ધૂળના રજકણો, બરફકણો, સૂક્ષ્મ જીવજંતુઓ વગેરે ભળેલાં હોય છે.

પ્રશ્ન 3.
જો વાતાવરણ ન હોય તો શું થાય?
ઉત્તરઃ
જો વાતાવરણ ન હોય તો પૃથ્વી દિવસે ખૂબ ગરમ અને રાત્રે ખૂબ ઠંડી થઈ જાય. વળી, વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ જ ન હોત.

પ્રશ્ન 4.
વાતાવરણનાં વાયુ, પ્રવાહી અને ઘન તત્ત્વોમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
વાતાવરણનાં વાયુ તત્ત્વોમાં વિવિધ વાયુઓ, વરાળ અને ભેજનો; પ્રવાહી તત્ત્વોમાં મુખ્યત્વે પાણીનો અને ઘન તત્ત્વોમાં સૂક્ષ્મ રજકણો, બરફકણો તેમજ સૂક્ષ્મ જીવજંતુઓનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 5.
વાતાવરણમાં કયા કયા વાયુઓ છે?
ઉત્તરઃ
વાતાવરણમાં નાઈટ્રોજન, ઑક્સિજન, આગન, કાર્બન ડાયૉક્સાઈડ, ઓઝોન, હાઈડ્રોજન, હિલિયમ વગેરે વાયુઓ છે.

પ્રશ્ન 6.
વાતાવરણમાં વિવિધ વાયુઓનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર:
વાતાવરણમાં વિવિધ વાયુઓનું પ્રમાણ આ પ્રમાણે છે : નાઇટ્રોજન આશરે 78 %, ઑક્સિજન આશરે 21 %, આર્ગોન 00.94 %, કાર્બન ડાયૉક્સાઈડ 00.03 % અને બાકીના અન્ય વાયુઓ 0.01 %.

પ્રશ્ન 7.
વિવિધ વાયુઓ પૃથ્વી સપાટીથી કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે?
ઉત્તરઃ
નાઇટ્રોજન પૃથ્વી સપાટીથી આશરે 130 કિલોમીટરની ૨ ઊંચાઈ સુધી, ઑક્સિજન 110 કિલોમીટરની ઊંચાઈ સુધી અને કાર્બન ડાયૉક્સાઈડ 20 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઈડ્રોજન અને હિલિયમ વાયુઓ આવેલા છે.

પ્રશ્ન 8.
તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે વાતાવરણને કેટલા પેટા આવરણોમાં વિભાજિત કરવામાં આવે છે? કયા કયા?
ઉત્તર:
તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે વાતાવરણને ચાર પેટા આવરણોમાં વિભાજિત કરવામાં આવે છે :

  • ક્ષોભ આવરણ,
  • સમતાપ આવરણ,
  • મધ્યાવરણ અને
  • ઉષ્માવરણ.

પ્રશ્ન 9.
ક્ષોભ આવરણ કોને કહે છે? તે ક્યાં સુધી ફેલાયેલું છે?
ઉત્તર:
પૃથ્વી સપાટીથી શરૂ થતા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ’ કહે છે. તે વિષુવવૃત્ત પર 16 કિલોમીટરની ઊંચાઈ સુધી, સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો પર 12 કિલોમીટરની ઊંચાઈ સુધી અને ધ્રુવીય પ્રદેશો પર 8 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે.

પ્રશ્ન 10.
જીવસૃષ્ટિ માટે કહ્યું આવરણ ખૂબ જ મહત્ત્વનું છે?
ઉત્તર:
જીવસૃષ્ટિ માટે ક્ષોભ આવરણ ખૂબ જ મહત્ત્વનું છે.

પ્રશ્ન 11.
ક્ષોભ આવરણમાં શું શું અનુભવાય છે?
ઉત્તર:
ક્ષોભ આવરણમાં વાતાવરણનાં તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વાદળાં, વરસાદ વગેરે અનુભવાય છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

પ્રશ્ન 12.
ક્ષોભ સીમા કોને કહે છે?
ઉત્તરઃ
ક્ષોભ આવરણમાં જે ઊંચાઈએ પહોંચતાં તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ‘ક્ષોભ સીમા’ કહે છે.

પ્રશ્ન 13.
સમતાપ આવરણ કોને કહે છે?
ઉત્તર:
ક્ષોભ સીમાથી 50 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાતાવરણના સ્તરને સમતાપ આવરણ’ કહે છે.

પ્રશ્ન 14.
સમતાપ આવરણમાં જેટ વિમાનો શાથી ઓછા અવરોધ અને ઝડપથી ઊડી શકે છે?
ઉત્તર:
સમતાપ આવરણમાં ઋતુઓ થતી નથી તેમજ વાદળાં, વંટોળિયા, વરસાદ વગેરે હોતાં નથી. અહીં હવા સ્વચ્છ અને પાતળી હોય છે. આ કારણોસર સમતાપ આવરણમાં જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઊડી શકે છે.

પ્રશ્ન 15.
સમતાપ આવરણમાં કેટલી ઊંચાઈએ, કયા વાયુનું પ્રમાણ વધારે હોય છે?
ઉત્તરઃ
સમતાપ આવરણમાં 15થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધારે હોય છે.

પ્રશ્ન 16.
મધ્યાવરણ કોને કહે છે?
ઉત્તરઃ
સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરને ‘મધ્યાવરણ’ કહે છે.

પ્રશ્ન 17.
રેડિયો-પ્રસારણ માટે આયનાવરણ શા માટે મહત્ત્વનું છે?
ઉત્તર:
રેડિયો-પ્રસારણનાં મોજાં આયનાવરણ ઝીલીને તેમને પૃથ્વી પર પાછાં મોકલે છે. તેથી રેડિયો-પ્રસારણ માટે આયનાવરણ મહત્ત્વનું છે.

પ્રશ્ન 18.
બાહ્યાવરણ કોને કહે છે?
ઉત્તર:
આયનાવરણની ઉપર આવેલા આવરણને બાહ્યાવરણ કહે છે.

નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

વાતાવરણની સ્તરરચના સમજાવો.
ઉત્તર:
વાતાવરણનું તાપમાન પૃથ્વી સપાટીથી બધી ઊંચાઈએ એકસરખું હોતું નથી. તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે વાતાવરણના મુખ્ય ચાર પેટા આવરણો પડે છેઃ

  1. ક્ષોભ આવરણ
  2. સમતાપ આવરણ
  3. મધ્યાવરણ અને
  4. ઉષ્માવરણ.

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો 1

(1) ક્ષોભ આવરણઃ
પૃથ્વીસપાટીથી શરૂ થતા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. તે વિષુવવૃત્ત પર 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો પર 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. ક્ષોભ આવરણમાં ઋતુઓ છે પ્રમાણે ફેરફાર થાય છે. આ આવરણની જીવસૃષ્ટિ પર ખૂબ છે અસર થાય છે. આ આવરણમાં વાતાવરણનાં તોફાનો, ઘોંઘાટો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વાદળાં, વરસાદ વગેરે અનુભવાય છે. આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 સે.ના દરે તાપમાન ઘટે છે. જે ઊંચાઈએ તાપમાન ઊંચાઈ સાથે ઘટતું અટકી જાય તે સીમાને ‘ક્ષોભ સીમા’ કહે છે.

(2) સમતાપ આવરણઃ ઉત્તર માટે જુઓ સ્વાધ્યાય પ્રશ્નોત્તરના પ્રશ્ન ની ટૂંક નોંધ (3)નો ઉત્તર: સમતાપ આવરણ.
(૩) મધ્યાવરણ સમતાપ આવરણની ઉપર આશરે 50થી 80 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાતાવરણના ભાગને મધ્યાવરણ’ કહે છે.
(4) ઉષ્માવરણઃ મધ્યાવરણની ઉપર આશરે 80 કિલોમીટરથી શરૂ કરીને જ્યાં વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી વિસ્તરેલા હવાના આવરણને ‘ઉષ્માવરણ’ કહે છે. વાતાવરણના આ સ્તરમાં હવા અત્યંત પાતળી અને અતિશય ગરમ હોય છે. આ આવરણમાં જેમ-જેમ ઊંચાઈએ જઈએ તેમ-તેમ તાપમાન વધતું જાય છે. આ આવરણના બે પેટા વિભાગો છે: આયનાવરણ અને બાહ્યાવરણ. આયનાવરણમાંથી રેડિયોનાં તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, રેડિયો-પ્રસારણ, ઈન્ટરનેટ વગેરેનો લાભ આ આવરણને આભારી હે છે. આયનાવરણની ઉપરના આવરણને “બાહ્યાવરણ” કહે છે.

ટૂંક નોંધ લખોઃ

પ્રશ્ન 1.
ક્ષોભ આવરણ
ઉત્તરઃ
ક્ષોભ આવરણઃ
પૃથ્વીસપાટીથી શરૂ થતા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. તે વિષુવવૃત્ત પર 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો પર 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. ક્ષોભ આવરણમાં ઋતુઓ છે પ્રમાણે ફેરફાર થાય છે. આ આવરણની જીવસૃષ્ટિ પર ખૂબ છે અસર થાય છે. આ આવરણમાં વાતાવરણનાં તોફાનો, ઘોંઘાટો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વાદળાં, વરસાદ વગેરે અનુભવાય છે. આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 સે.ના દરે તાપમાન ઘટે છે. જે ઊંચાઈએ તાપમાન ઊંચાઈ સાથે ઘટતું અટકી જાય તે સીમાને ‘ક્ષોભ સીમા’ કહે છે.

પ્રશ્ન 2.
ઉષ્માવરણઃ
ઉત્તર:
ઉષ્માવરણઃ મધ્યાવરણની ઉપર આશરે 80 કિલોમીટરથી શરૂ કરીને જ્યાં વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી વિસ્તરેલા હવાના આવરણને ‘ઉષ્માવરણ’ કહે છે. વાતાવરણના આ સ્તરમાં હવા અત્યંત પાતળી અને અતિશય ગરમ હોય છે. આ આવરણમાં જેમ-જેમ ઊંચાઈએ જઈએ તેમ-તેમ તાપમાન વધતું જાય છે. આ આવરણના બે પેટા વિભાગો છે: આયનાવરણ અને બાહ્યાવરણ. આયનાવરણમાંથી રેડિયોનાં તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, રેડિયો-પ્રસારણ, ઈન્ટરનેટ વગેરેનો લાભ આ આવરણને આભારી હે છે. આયનાવરણની ઉપરના આવરણને “બાહ્યાવરણ” કહે છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
પૃથ્વી પર ચાર આવરણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યાં?
ઉત્તર:
પૃથ્વી પ્રથમ વાયુમય અગનગોળા સ્વરૂપે હતી. એ – અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતાં તેમાંના કેટલાંક તત્ત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આ પ્રક્રિયા દરમિયાન જે તત્ત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તે ‘મૃદાવરણ’. જે તત્ત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તે ‘જલાવરણ’. જે તત્ત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તે વાતાવરણ’ કહેવાય છે. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જે જીવસૃષ્ટિ વિકાસ પામી તે ‘જીવાવરણ’ કહેવાય છે. આ રીતે પૃથ્વી પર ચાર આવરણો અસ્તિત્વમાં આવ્યાં.

પ્રશ્ન 2.
વાતાવરણ એટલે શું? સમજાવો
ઉત્તર:
પૃથ્વીની ચોતરફ વીંટળાઈને આવેલા વિવિધ વાયુઓના આવરણને ‘વાતાવરણ’ કહે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી થાય છે ત્યાં સુધી વાતાવરણનું અસ્તિત્વ છે એમ માનવામાં આવે છે. પૃથ્વી સપાટીથી આશરે 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણમાં 99 % હવા સમાયેલી છે. પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ હોય છે; જ્યારે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે.

પ્રશ્ન 3.
વાતાવરણમાં શું શું હોય છે?
ઉત્તર:
વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્ત્વો આવેલાં છે. વાતાવરણનાં વાયુ તત્ત્વોમાં હવાના જુદા જુદા વાયુઓ, વરાળ અને ભેજનો સમાવેશ થાય છે. પ્રવાહી તત્ત્વોમાં વાદળ, ધુમ્મસ, ઝાકળ વગેરે પાણીનાં સ્વરૂપોનો સમાવેશ થાય છે, જ્યારે ઘન તત્ત્વોમાં સૂક્ષ્મ રજકણો, બરફ કણો, ક્ષાર કણો, સૂક્ષ્મ જીવજંતુઓ વગેરેનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 4.
વાતાવરણમાં વિવિધ વાયુઓનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર :
GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો 5
વાતાવરણમાં નાઇટ્રોજન, ઑક્સિજન, આર્ગોન, કાર્બન ડાયૉક્સાઇડ, હાઇડ્રોજન, હિલિયમ વગેરે વાયુઓનો સમાવેશ થાય છે. વાતાવરણના નીચલા સ્તરોમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ વધારે આશરે 78 % છે. વાતાવરણમાં ઑક્સિજનનું પ્રમાણ આશરે 21 % જેટલું છે. બાકીના વાયુઓમાં આગનનું પ્રમાણ 00.94 % જેટલું અને કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ 0.03 % જેટલું છે. અન્ય વાયુઓ 00.01 % જેટલા છે.

પ્રશ્ન 5.
વાતાવરણમાં વાયુઓ પૃથ્વી સપાટીથી કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે?
ઉત્તર :
GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો 6
કાર્બન ડાયૉક્સાઇડ પૃથ્વી સપાટીથી આશરે 20 કિલોમીટરની ઊંચાઈ સુધી, ઑક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ સુધી અને નાઇટ્રોજન 130 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. ઓઝોન વાયુ આશરે 15થી 35 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. 130 કિલોમીટરની ઊંચાઈ પછીનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનું બનેલું છે.

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી હું સાચો વિકલ્પ શોધીને લખો:

હવામાન અને આબોહવા

પ્રશ્ન 1.
સામાન્ય રીતે કોઈ પ્રદેશની કેટલાં વર્ષોની સરેરાશ હવામાન સ્થિતિને આબોહવા કહે છે?
A. 40 કે તેથી વધુ
B. 35 કે તેથી વધુ
C. 45 કે તેથી વધુ
D. 50 કે તેથી વધુ
ઉત્તરઃ
B. 35 કે તેથી વધુ

પ્રશ્ન 2.
હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે?
A. સૂર્યાઘાત
B. હવામાન
C. તાપમાન
D. આબોહવા
ઉત્તરઃ
C. તાપમાન

પ્રશ્ન ૩.
તાપમાનના વિતરણને અસર કરતું પરિબળ કયું છે?
A. સૂર્યાઘાત
B. હવામાન
C. આબોહવા
D. તાપમાન
ઉત્તરઃ
A. સૂર્યાઘાત

પ્રશ્ન 4.
પૃથ્વીની આસપાસની હવાના સ્તરને શું હોય છે?
A. તાપમાન
B. વજન
C. દબાણ
D. ભેજ
ઉત્તરઃ
B. વજન

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

પ્રશ્ન 5.
વાતાવરણનું દબાણ સૌથી વધુ ક્યાં હોય છે?
A. પૃથ્વીસપાટી પર
B. વિષુવવૃત્ત પર
C. ધ્રુવો પર
D. સમુદ્રની સપાટી પર
ઉત્તરઃ
D. સમુદ્રની સપાટી પર

યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. ………………………………….. એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ.
ઉત્તર:
હવામાન

2. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી ……………………………….. માં આવેલી છે.
ઉત્તર:
દિલ્લી

૩. સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે ………………………….. .
ઉત્તર:
આબોહવા

4. હવામાં રહેલી ગરમીની સપાટીને ………………………………… કહે છે.
ઉત્તર:
તાપમાન

5. તાપમાન ………………………………. પ્રમાણે બદલાય છે.
ઉત્તર:
ઋતુઓ

6. શિયાળા કરતાં ……………………………….. માં તાપમાન વધુ હોય છે.
ઉત્તર:
ઉનાળા

7. ………………………….. નું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે.
ઉત્તર:
સૂર્યઘાત

8. …………………………………….. માં ગામડાં કરતાં વધુ તાપમાન અનુભવાય છે.
ઉત્તર:
શહેરો

9. પૃથ્વીની આસપાસની હવાના સ્તરને ………………………………….. હોય છે.
ઉત્તર:
વજન

10. …………………………………… પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે.
ઉત્તર:
સમુદ્રસપાટી

11. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણનું દબાણ ……………………………. છે.
ઉત્તર:
ઘટે

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

પ્રશ્ન 1.
હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 2.
આબોહવા એટલે કોઈ પ્રદેશની 52 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
દેશનું પર્યાવરણ ખાતું હવામાન સમાચાર પ્રસારિત કરે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 4.
ભારતમાં હવામાન ખાતાની કચેરી મુંબઈમાં આવેલી છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

પ્રશ્ન 5.
હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 6.
તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 7.
સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ વધે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 8.
ગામડાં કરતાં શહેરોમાં ઓછું તાપમાન અનુભવાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 9.
શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન ઓછું હોય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 10.
સમુદ્રસપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 11.
હલકું દબાણ વાદળછાયી અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 12.
ઓછા વરસાદવાળા પ્રદેશમાં મકાનો તીવ્ર ઢોળાવવાળાં હોય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 13.
લડાખના લોકો ગરમ ઊની કપડાં પહેરે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 14.
દક્ષિણ ભારતના લોકો સુતરાઉ અને ખૂલતાં વસ્ત્રો પહેરે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 15.
સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોના લોકોની કાર્યક્ષમતા ઓછી હોય છે.
ઉત્તરઃ
ખોટું

બંધબેસતાં જોડકાં જોડોઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) આબોહવા (1) ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ
(2) હવામાન (2) લાંબા સમયગાળાની હવામાનની સ્થિતિ
(3) તાપમાન (3) પૃથ્વીની ચોતરફ વીંટળાયેલું હવાનું આવરણ
(4) વાતાવરણ (4) હવામાં રહેલી ગરમીની સપાટી
(5) મહાસાગરો અને સમુદ્રોનાં પાણીનું – બાષ્પીભવન

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) આબોહવા (2) લાંબા સમયગાળાની હવામાનની સ્થિતિ
(2) હવામાન (1) ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ
(3) તાપમાન (4) હવામાં રહેલી ગરમીની સપાટી
(4) વાતાવરણ (3) પૃથ્વીની ચોતરફ વીંટળાયેલું હવાનું આવરણ

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો :

પ્રશ્ન 1.
હવામાન એટલે શું?
ઉત્તરઃ
હવામાન એટલે કોઈ સ્થળની, કોઈ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ.

પ્રશ્ન 2.
કોઈ પણ સ્થળ કે પ્રદેશનું હવામાન કયાં પરિબળોના આધારે નક્કી થાય છે?
ઉત્તર:
કોઈ પણ સ્થળ કે પ્રદેશનું હવામાન તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, વાદળાં વગેરે પરિબળોના આધારે નક્કી થાય છે.

પ્રશ્ન 3.
ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? તેનાં પ્રાદેશિક કેન્દ્રો કયાં શહેરોમાં આવેલાં છે?
ઉત્તર:
ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્લી શહેરમાં આવેલી છે. તેનાં પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણેમાં આવેલાં છે.

પ્રશ્ન 4.
આબોહવા એટલે શું?
ઉત્તર:
આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની પરિસ્થિતિ.

પ્રશ્ન 5.
આબોહવા કોને કોને અસર કરે છે?
ઉત્તરઃ
આબોહવા જે-તે પ્રદેશની સજીવસૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ અને માનવજીવન તથા તેની પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ અસર કરે છે.

પ્રશ્ન 6.
તાપમાન કોને કહે છે?
ઉત્તર:
હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન’ કહે છે.

પ્રશ્ન 7.
સૂર્યઘાત કોને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે?
ઉત્તરઃ
સૂર્યઘાત તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે.

પ્રશ્ન 8.
ધ્રુવપ્રદેશો શાથી બરફથી ઢંકાયેલા હોય છે?
ઉત્તર:
સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધુવો તરફ ઘટે છે. આથી ધ્રુવપ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે.

પ્રશ્ન 9.
શહેરોમાં ગામડાં કરતાં વધારે અનુભવાય છે, કારણ કે.
ઉત્તર:
શહેરોમાં પાકી સડકો અને સિમેન્ટથી બનાવેલી ઇમારતો હોય છે.

પ્રશ્ન 10.
વાતાવરણનું દબાણ કોને કહેવામાં આવે છે?
ઉત્તરઃ
ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો થર વજન ધરાવે છે. હવાનો વિશાળ થર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે.

પ્રશ્ન 11.
વાતાવરણના દબાણ પર અસર કરતાં પરિબળો જણાવો.
ઉત્તર:
ઊંચાઈ, હવાનું તાપમાન, હવામાં ભેજનું પ્રમાણ વગેરે વાતાવરણના દબાણ પર અસર કરતાં પરિબળો છે.

હવામાન અને આબોહવા

પ્રશ્ન 1.
હવામાન એટલે શું? સમજાવો.
અથવા
ટૂંક નોંધ લખોઃ હવામાન
ઉત્તર:
હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. કોઈ પણ સ્થળ કે પ્રદેશનું હવામાન તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળાંના આધારે નક્કી થાય છે. હવામાન સવાર, બપોર, સાંજ કે રાત્રિનું જુદું જુદું હોઈ શકે છે.
હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોવાથી તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો તે હવામાનમાં શક્ય છે. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય છે. દેશનું હવામાનખાતું હવામાન સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે. ભારતના હવામાનખાતાની મુખ્ય કચેરી દિલ્લીમાં આવેલી છે. તે IMD (ઇન્ડિયન મટિરિયોલૉજી ડીપાર્ટમેન્ટ) તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 2.
તાપમાન એટલે શું? સમજાવો. અથવા ટૂંક નોંધ લખોઃ તાપમાન
ઉત્તર:
હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. તાપમાન સ્તુઓ પ્રમાણે પણ બદલાય છે. શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધારે હોય છે. સૂર્યઘાત (Insolation) એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં ઘટે છે. તેથી ધ્રુવપ્રદેશો હંમેશાં બરફથી ઢંકાયેલા રહે છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતીપાકો ઊગી શકે નહિ. શહેરોમાં ગામડાં કરતાં વધારે તાપમાન અનુભવાય છે, કારણ કે શહેરોમાં પાકી સડકો અને સિમેન્ટથી બનેલી ઇમારતો હોય છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી હું સાચો વિકલ્પ શોધીને લખો:

પવનો

પ્રશ્ન 1.
કયા પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે?
A. મોસમી પવનો
B. પશ્ચિમિયા પવનો
C. વ્યાપારી પવનો
D. સ્થાનિક પવનો
ઉત્તર:
A. મોસમી પવનો

પ્રશ્ન 2.
નીચેના પૈકી કયો દેશ મોસમી પવનોનો દેશ છે?
A. સ્પેન
B. ફ્રાન્સ
C. જર્મની
D. ભારત
ઉત્તર:
D. ભારત

પ્રશ્ન 3.
નીચેના પૈકી કયો દેશ મોસમી પવનોનો દેશ છે?
A. ન્યૂ ઝીલૅન્ડ
B. શ્રીલંકા
C. ઇટાલી
D. રશિયા
ઉત્તર:
B. શ્રીલંકા

પ્રશ્ન 4.
નીચેના પૈકી કયા પવનો સ્થાનિક પવનો છે?
A. દરિયાઈ અને જમીનની લહેરો
B. વ્યાપારી પવનો
C. ધ્રુવીય પવનો
D. પશ્ચિમિયા પવનો
ઉત્તર:
A. દરિયાઈ અને જમીનની લહેરો

પ્રશ્ન 5.
બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં શું ઉમેરાય છે?
A. ગરમી
B. વરસાદ
C. ભેજ
D. વાદળાં
ઉત્તર:
C. ભેજ

પ્રશ્ન 6.
પર્વતીય ક્ષેત્રના લોકોનો મુખ્ય ખોરાક …………………………….. છે.
A. મકાઈ
B. ઘઉં
C. ચોખા
D. બાજરી
ઉત્તર:
A. મકાઈ

પ્રશ્ન 7.
……………………………….. ના લોકો ગરમ ઊની પોશાક પહેરે છે.
A. લડાખ
B. કેરલ
C. કર્ણાટક
D. ગુજરાત
ઉત્તર:
A. લડાખ

પ્રશ્ન 8.
ગરમ અને ભેજવાળી આબોહવાવાળા પ્રદેશોના લોકો સ્વભાવે …………………………… હોય છે.
A. શાંત
B. ક્રોધી
C. મહેનતુ
D. આળસુ
ઉત્તર:
D. આળસુ

યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને …………………………… કહે છે.
ઉત્તર:
પવન

2. ………………………………. પવનોમાં વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે.
ઉત્તર:
કાયમી

3. ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો ………………………… કહેવાય છે.
ઉત્તર:
મોસમી

4. ભારત ………………………………. પવનોનો દેશ છે.
ઉત્તર:
મોસમી

5. બાંગ્લાદેશ ……………………………….. પવનોનો દેશ છે.
ઉત્તર:
મોસમી

6. ઉનાળામાં મોસમી પવનો ……………………………. ખૂણામાંથી વાય છે. હું
ઉત્તર:
મૈત્ય

7. શિયાળામાં મોસમી પવનો ………………………………… દિશામાંથી વાય છે.
ઉત્તર:
ઈશાન

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

8. દરિયાઈ અને જમીનની લહેરો એ ……………………………………. પવનો છે. ?
ઉત્તર:
સ્થાનિક

9. પર્વત અને ખીણની લહેરો એ ……………………………. પવનો છે.
ઉત્તર:
સ્થાનિક

10. લૂ અને શીતલહેર એ ………………………. પવનો છે.
ઉત્તર:
સ્થાનિક

11. ……………………………….. પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે.
ઉત્તર:
ભેજ

12. વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરનાં છાપરાં ………………………………….. હોય
ઉત્તર:
તીવ્ર ઢોળાવવાળાં

13. મેદાની પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક …………………………………… છે.
ઉત્તર:
ઘઉં

14. ………………………………………… આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલતાં વસ્ત્રો પહેરે છે.
ઉત્તર:
ગરમ

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

પ્રશ્ન 1.
કાયમી પવનો બારેમાસ નિશ્ચિત દિશામાંથી વાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 2.
ઉનાળામાં વાતા નૈઋત્યના પવનો કાયમી પવનો કહેવાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
શિયાળામાં વાતા ઈશાની પવનો મોસમી પવનો કહેવાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 4.
મોસમી પવનો ઋતુ પ્રમાણે દિશા બદલે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 5.
ભારત મોસમી પવનોનો દેશ કહેવાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 6.
દરિયાઈ લહેરો અને જમીનની લહેરો એ કાયમી પવનો છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 7.
લૂ અને શીતલહેર એ સ્થાનિક કે દૈનિક પવનો છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

બંધબેસતાં જોડકાં જોડોઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) વ્યાપારી પવનો (1) દૈનિક કે સ્થાનિક પવનો
(2) કાયમી પવનો (2) કાયમી પવનો
(3) મોસમી પવનો (3) ધ્રુવીય પવનો
(4) દરિયાઈ અને (4) પશ્ચિમિયા પવનો જમીનની લહેરો
(5) ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) વ્યાપારી પવનો (2) કાયમી પવનો
(2) કાયમી પવનો (4) પશ્ચિમિયા પવનો જમીનની લહેરો
(3) મોસમી પવનો (5) ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો
(4) દરિયાઈ અને (1) દૈનિક કે સ્થાનિક પવનો

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો :

પ્રશ્ન 1.
પવન એટલે શું?
ઉત્તરઃ
પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ક્ષિતિજ સમાંતર : ગતિ કરતી હવાને ‘પવન’ (Wind) કહે છે.

પ્રશ્ન 2.
કાયમી પવનો કોને કહે છે?
ઉત્તર:
પૃથ્વી સપાટીના કેટલાક વિસ્તારોમાં બારેમાસ નિશ્ચિત દિશામાં પવનો વાય છે. આ પવનોને કાયમી પવનો કહે છે.

પ્રશ્ન 3.
મોસમી પવનો એટલે શું?
ઉત્તરઃ
મોસમ કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને ‘મોસમી છે પવનો’ કહે છે.

પ્રશ્ન 4.
મોસમી પવનોના દેશો કયા કયા છે?
ઉત્તર:
ભારત, શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે મોસમી છે પવનોના દેશો છે.

પ્રશ્ન 5.
ઉનાળાના મોસમી પવનોને નૈઋત્યના મોસમી પવનો છે કેમ કહે છે?
ઉત્તર:
ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તેને ‘મૈત્યના મોસમી પવનો’ કહે છે.

પ્રશ્ન 6.
શિયાળાના મોસમી પવનોને ઈશાની મોસમી પવનો કેમ કહે છે?
ઉત્તરઃ
શિયાળાના મોસમી પવનો ઈશાન દિશામાંથી વાતા હોવાથી તેને ઈશાની મોસમી પવનો’ કહે છે.

પ્રશ્ન 7.
દૈનિક કે સ્થાનિક પવનો કોને કહે છે?
ઉત્તરઃ
પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં દરરોજ કે થોડા સમય માટે હવાના દબાણમાં ફેરફાર થાય છે. પરિણામે પવનો ઉત્પન્ન થાય છે. આ પવનોને દેનિક’ કે સ્થાનિક પવનો કહે છે.

પ્રશ્ન 8.
દૈનિક કે સ્થાનિક પવનોનાં ત્રણ ઉદાહરણો આપો.
ઉત્તરઃ
દૈનિક કે સ્થાનિક પવનોનાં ત્રણ ઉદાહરણો:

  1. દરિયાઈ અને જમીનની લહેરો,
  2. પર્વત અને ખીણની લહેરો અને
  3. લૂ અને શીતલહેર.

પ્રશ્ન 9.
ભેજ કોને કહે છે?
ઉત્તર:
મહાસાગરો, સમુદ્રો અને જળાશયોના પાણીનું બાષ્પીભવન થતાં બનેલી વરાળને ભેજ’ (Humidity) કહે છે.

પવનોના પ્રકારો વિશે માહિતી આપો.
ઉત્તર:
હવાના દબાણ આધારિત પવનોના મુખ્ય ત્રણ પ્રકારો છે. :
(1) કાયમી પવનો
(2) મોસમી પવનો અને
(3) દૈનિક કે સ્થાનિક પવનો.
GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો 2

  • કાયમી પવનોઃ પૃથ્વીની સપાટી ઉપર કેટલાક વિસ્તારમાં છે બારેમાસ નિશ્ચિત દિશામાંથી વાતા પવનોને કાયમી પવનો’ કહે છે. વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનો એ કાયમી પવનો છે.
  • મોસમી પવનોઃ પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે. ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને ‘મોસમી પવનો’ કહે છે. ઉનાળામાં મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી અને શિયાળામાં મોસમી પવનો ઈશાન દિશામાંથી વાય છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં મોસમી પવનો વાય છે. તેથી આ દેશોને મોસમી પવનોના દેશો કહે છે.
  • દૈનિક કે સ્થાનિક પવનોઃ પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દેનિક કે ‘સ્થાનિક પવન’ કહે છે. દરિયાઈ લહેરો અને જમીનની લહેરો, પર્વતની લહેરો અને ખીણની લહેરો, લૂ’ અને ‘શીતલહેર વગેરે દૈનિક કે સ્થાનિક પવનો છે.

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી હું સાચો વિકલ્પ શોધીને લખો:

કુદરતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ

પ્રશ્ન 1.
કુદરતી વનસ્પતિનું મુખ્ય કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે?
A. બે
B. ત્રણ
C. ચાર.
D. પાંચ
ઉત્તર:
B. ત્રણ

પ્રશ્ન 2.
નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલો જોવા મળે છે?
A. ઉત્તર પ્રદેશમાં
B. ગુજરાતમાં
C. છત્તીસગઢમાં
D. અંદમાન અને નિકોબારમાં
ઉત્તર:
D. અંદમાન અને નિકોબારમાં

પ્રશ્ન ૩.
મહોગની અને રોઝવુડ કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?
A. કાંટાળાં
B. બારેમાસ લીલાં
C. ખરાઉ
D. શંકુદ્રુમ
ઉત્તર:
B. બારેમાસ લીલાં

પ્રશ્ન 4.
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોને કયાં જંગલો પણ કહે છે?
A. પહાડી
B. વરસાદી
C. પાનખર
D. બારેમાસ લીલાં
ઉત્તર:
C. પાનખર

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

પ્રશ્ન 5.
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં ઉનાળાની ઋતુમાં કેટલાં અઠવાડિયાં દરમિયાન વૃક્ષોનાં પાંદડાં ખરી પડે છે?
A. 7થી 9
B. 6થી 8
C. 8થી 10
D. 9થી 12.
ઉત્તર:
B. 6થી 8

પ્રશ્ન 6.
સાગ અને સાલ કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?
A. ખરાઉ જંગલોનાં
B. શંકુદ્રુમ જંગલોનાં
C. બારેમાસ લીલાં જંગલોનાં
D. સમશીતોષ્ણ કટિબંધના
ઉત્તર:
A. ખરાઉ જંગલોનાં

પ્રશ્ન 7.
કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર) જંગલોનું વૃક્ષ છે?
A. રોઝવુડ
B. ચીડ
C. સીસમ
D. દેવદાર
ઉત્તર:
C. સીસમ

પ્રશ્ન 8.
કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોનું વૃક્ષ છે?
A. ચીડ
B. અબનૂસ
C. વાંસ
D. સીસમ
ઉત્તર:
B. અબનૂસ

પ્રશ્ન 9.
ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?
A. સિંહ
B. વાઘ
C. હાથી
D. ગાય
ઉત્તર:
B. વાઘ

પ્રશ્ન 10.
ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે?
A. મોર
B. કબૂતર
C. ગરુડ
D. સુરખાબ
ઉત્તર:
A. મોર

પ્રશ્ન 11.
હાથી અને એકશિંગી ગેંડા કયાં જંગલોમાં જોવા મળે છે?
A. સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલોમાં
B. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં
C. શંકુદ્રુમ જંગલોમાં
D. સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં
ઉત્તર:
A. સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલોમાં

પ્રશ્ન 12.
સમશીતોષ્ણ ખરાઉ જંગલો કયા દેશમાં જોવા મળતાં નથી?
A. ઉત્તર ભારતમાં
B. ચીનમાં
C. ફ્રાન્સમાં
D. ન્યૂ ઝીલૅન્ડમાં
ઉત્તર:
C. ફ્રાન્સમાં

પ્રશ્ન 13.
વાંસ, ચીડ અને નીલગિરિ જેવી વનસ્પતિ કયાં જંગલોમાં જોવા મળે છે?
A. શંકુદ્રુમ જંગલોમાં
B. સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલોમાં
C. ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોમાં
D. સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં
ઉત્તર:
B. સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલોમાં

પ્રશ્ન 14.
હરણ, શિયાળ, વરુ વગેરે પ્રાણીઓ કયાં જંગલોમાં જોવા મળે છે?
A. શંકુદુમ જંગલોમાં
B. ભૂમધ્યસાગરનાં જંગલોમાં
C. સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં
D. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં
ઉત્તર:
C. સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં

પ્રશ્ન 15.
ઓક અને મેપલ જેવાં વૃક્ષો કયાં જંગલોમાં જોવા મળે છે? ‘
A. સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલોમાં
B. સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં
C. શંકુદ્રમ જંગલોમાં
D. ભૂમધ્ય સાગરનાં જંગલોમાં
ઉત્તર:
B. સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં

પ્રશ્ન 16.
ખટાશવાળાં ફળો કયા દેશોમાં થાય છે?
A. ભૂમધ્યસાગરની નજીકના દેશોમાં
B. ન્યૂ ઝીલેન્ડ અને ચીનમાં
C. દક્ષિણ-પૂર્વ અમેરિકાના દેશોમાં
D. ચીન અને રશિયામાં
ઉત્તર:
A. ભૂમધ્યસાગરની નજીકના દેશોમાં

પ્રશ્ન 17.
અંજીર, ઑલિવ (જૈતુન), દ્રાક્ષ વગેરે ફળો કયા પ્રદેશોમાં થાય છે?
A. શંકુતુમ જંગલોના પ્રદેશોમાં
B. ભૂમધ્યસાગરની નજીકના પ્રદેશોમાં
C. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોના પ્રદેશોમાં
D. સમશીતોષ્ણ ખરાઉ જંગલોના પ્રદેશોમાં
ઉત્તર:
B. ભૂમધ્યસાગરની નજીકના પ્રદેશોમાં

પ્રશ્ન 18.
ચીડ, દેવદાર અને ફર કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?
A. ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોનાં
B. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોનાં
C. શંકુદ્રુમ જંગલોનાં
D. સમશીતોષ્ણ ખરાઉ જંગલોનાં
ઉત્તર:
C. શંકુદ્રુમ જંગલોનાં

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

પ્રશ્ન 19.
કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષોનું લાકડું કાગળ બનાવવામાં ઉપયોગી છે?
A. સમશીતોષ્ણ ખરાઉ જંગલોનાં
B. શંકુદ્રુમ જંગલોનાં
C. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોનાં
D. ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોનાં
ઉત્તર:
B. શંકુદ્રુમ જંગલોનાં

પ્રશ્ન 20.
કયા પ્રકારનાં જંગલોમાં વાંદરા, ધ્રુવીય રીંછ (સફેદ રીંછ), કસ્તુરી મૃગ, યાક વગેરે પ્રાણીઓ જોવા મળે છે?
A. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં
B. ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોમાં
C. સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં
D. શંકુદ્રુમ જંગલોમાં
ઉત્તર:
D. શંકુદ્રુમ જંગલોમાં

પ્રશ્ન 21.
ઉષ્ણ કટિબંધીય ઘાસનાં મેદાનોમાં આવેલ સવાનાનું ઘાસનું વિશ્વવિખ્યાત મેદાન કયા ખંડમાં આવેલું છે?
A. આફ્રિકામાં
B. યુરોપમાં
C. એશિયામાં
D. ઑસ્ટ્રેલિયામાં
ઉત્તર:
A. આફ્રિકામાં

પ્રશ્ન 22.
સિંહ, ચિત્તા, હાથી, ઝિબ્રા, જિરાફ, હરણ વગેરે પ્રાણીઓ કયા ઘાસના મેદાનમાં જોવા મળે છે?
A. વેલ્ડ
B. સવાના
C. કૅમ્પોઝ
D. લાનોસ
ઉત્તર:
B. સવાના

પ્રશ્ન 23.
જંગલી ભેંસ, બાયસન, કાળિયાર વગેરે પ્રાણીઓ કયા પ્રદેશમાં જોવા મળે છે?
A. સમશીતોષ્ણ ઘાસનાં મેદાનોમાં
B. ઉષ્ણ કટિબંધીય ઘાસના પ્રદેશોમાં
C. સમશીતોષ્ણ કટિબંધના રણપ્રદેશોમાં
D. સમશીતોષ્ણ કટિબંધના ખરાઉ જંગલોના પ્રદેશોમાં
ઉત્તર:
A. સમશીતોષ્ણ ઘાસનાં મેદાનોમાં

પ્રશ્ન 24.
સમશીતોષ્ણ ઘાસનાં મેદાનોમાં થતું ટૂંકું અને પૌષ્ટિક ઘાસ ગુજરાતના કયા વિસ્તારમાં થાય છે?
A. જૂનાગઢના ગીર વિસ્તારમાં
B. ભાવનગરના વેળાવદર વિસ્તારમાં
C. ડાંગ જિલ્લાના બરડીપાડા વિસ્તારમાં
D. રાજપીપળા પાસે ડેડિયાપાડા વિસ્તારમાં
ઉત્તર:
B. ભાવનગરના વેળાવદર વિસ્તારમાં

પ્રશ્ન 25.
બોરડી, થોર, બાવળ, ખીજડો વગેરે વનસ્પતિ કયા પ્રદેશમાં જોવા મળે છે?
A. સમશીતોષ્ણ કટિબંધનાં ઘાસનાં મેદાનોના પ્રદેશમાં
B. સમશીતોષ્ણ ખરાઉ જંગલોના પ્રદેશમાં
C. ભૂમધ્યસાગરની નજીકના પ્રદેશમાં
D. રણપ્રદેશમાં
ઉત્તર:
D. રણપ્રદેશમાં

પ્રશ્ન 26.
ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે?
A. કચ્છના મોટા રણમાં
B. જૂનાગઢના ગીરપ્રદેશમાં
C. કચ્છના નાના રણમાં
D. ડાંગ જિલ્લાના બરડીપાડા વિસ્તારમાં
ઉત્તર:
C. કચ્છના નાના રણમાં

પ્રશ્ન 27.
ગુજરાતમાં સુરખાબ પક્ષીઓ ક્યાં જોવા મળે છે?
A. કચ્છના મોટા રણના કાદવ-કીચડવાળા વિસ્તારમાં
B. કચ્છના નાના રણમાં
C. જૂનાગઢના ગીરપ્રદેશમાં
D. વેળાવદરના વિસ્તારમાં
ઉત્તર:
A. કચ્છના મોટા રણના કાદવ-કીચડવાળા વિસ્તારમાં

પ્રશ્ન 28.
ભારતમાં હીમદીપડા અને પાડા પ્રાણીઓ ક્યાં જોવા મળે છે?
A. રાજસ્થાનમાં
B. પશ્ચિમ ઘાટમાં
C. હિમાલય અને લડાખમાં
D. હિમાલય અને ઓડિશામાં
ઉત્તર:
C. હિમાલય અને લડાખમાં

પ્રશ્ન 29.
ભારતમાં પશ્મિનો બકરી ક્યાં જોવા મળે છે?
A. કશ્મીરમાં
B. અસમમાં
C. ગુજરાતમાં
D. સુંદરવનમાં
ઉત્તર:
A. કશ્મીરમાં

યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોને ઉષ્ણ કટિબંધીય ……………………………….. જંગલો પણ કહે છે.
ઉત્તર:
વરસાદી

2. ભારતમાં ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલો …………………………… અને ……………………………….. દ્વીપસમૂહોમાં જોવા મળે છે.
ઉત્તર:
અંદમાન, નિકોબાર

3. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોને …………………………………. જંગલો પણ કહે છે.
ઉત્તર:
પાનખર

4. ……………………………….. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે.
ઉત્તર:
વાઘ

5. …………………………….. ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.
ઉત્તર:
મોર

6. સમશીતોષ્ણ ખરાઉ જંગલો ની ઉત્તરે અને ……………………………… ની દક્ષિણે આવેલાં છે.
ઉત્તર:
કર્કવૃત્ત, મકરવૃત્ત

7. ઉષ્ણ કટિબંધીય ઘાસનાં મેદાનોમાં આફ્રિકામાં આવેલું ……………………………. ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે.
ઉત્તર:
સવાના

8. ગુજરાતમાં ભાવનગરના ……………………………. અને કચ્છના ……………………………… વિસ્તારમાં સમશીતોષ્ણ ઘાસનાં મેદાનોમાં થતું ઘાસ થાય છે.
ઉત્તર:
વેળાવદર, બન્ની

9. ………………………… પ્રાણી ગુજરાતમાં કચ્છના નાના રણમાં જોવા મળે છે.
ઉત્તર:
ઘુડખર

10. ગુજરાતમાં કચ્છના મોટા રણના કાદવ-કીચડવાળા વિસ્તારમાં ………………………………… પક્ષીઓ જોવા મળે છે.
ઉત્તર:
સુરખાબ

11. ભારતમાં …………………………… બકરી જોવા મળે છે.
ઉત્તર:
પશ્મિનો

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

પ્રશ્ન 1.
ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોને વરસાદી જંગલો ‘ પણ કહે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 2.
મહોગની વૃક્ષ ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોનું વૃક્ષ છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

પ્રશ્ન 3.
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોને પાનખર જંગલો પણ કહે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 4.
સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 5.
વાંસ, નીલગિરિ, ચીડ વગેરે સમશીતોષ્ણ બારેમાસ લીલાં – જંગલોનાં વૃક્ષો છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 6.
ભૂમધ્ય સાગર નજીકના દેશોમાં ખટાશવાળાં ફળો થાય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 7.
સવાનાનું વિશ્વભરમાં પ્રખ્યાત ઘાસનું મેદાન એશિયામાં આવેલું છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 8.
રણપ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 9.
ઘુડખર પ્રાણી કચ્છના મોટા રણમાં જોવા મળે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 10.
સુરખાબ પક્ષીઓ કચ્છના મોટા રણના કાદવ-કીચડવાળા વિસ્તારમાં જોવા મળે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 11.
કશ્મીરમાં કશ્મીરી બકરીઓ જોવા મળે છે.
ઉત્તર:
ખોટું

બંધબેસતાં જોડકાં જોડોઃ

વિભાગ ‘અ’ (જંગલો) વિભાગ ‘બ’ (વૃક્ષો)
(1) ઉષ્ણ કટિબંધીય બારેમાસ (1) ચેર, સુંદરી, કેવડો લીલાં જંગલો
(2) ચીડ, દેવદાર, ફરી (2) ઉષ્ણ કટિબંધીય ખરાઉ
(3) રોઝવુડ, અબનૂસ, જંગલો મહોગની (3) સમશીતોષ્ણ બારેમાસ
(4) વાંસ, ચીડ, નીલગિરિ લીલાં જંગલો (4) શંકુદુમ જંગલો
(5) સાગ, સાલ, સીસમ

ઉત્તર:

વિભાગ ‘અ’ (જંગલો) વિભાગ ‘બ’ (વૃક્ષો)
(1) ઉષ્ણ કટિબંધીય બારેમાસ (3) સમશીતોષ્ણ બારેમાસ
(2) ચીડ, દેવદાર, ફરી (5) સાગ, સાલ, સીસમ
(3) રોઝવુડ, અબનૂસ, જંગલો મહોગની (4) શંકુદુમ જંગલો
(4) વાંસ, ચીડ, નીલગિરિ લીલાં જંગલો (2) ઉષ્ણ કટિબંધીય ખરાઉ

‘કુદરતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ

પ્રશ્ન 1.
કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર કોની પર રહેલો છે?
ઉત્તર:
કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર જમીન, તાપમાન અને ભેજ પર રહેલો છે. આ ઉપરાંત, જમીનનો ઢોળાવ અને માટીની ઊંડાઈ કે માટીના થરની જાડાઈ પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિને અસર કરે છે.

પ્રશ્ન 2.
કુદરતી વનસ્પતિનું મુખ્ય કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે? કયા કયા?
ઉત્તરઃ
કુદરતી વનસ્પતિનું મુખ્ય ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે:
1. જંગલો
2. ઘાસનાં મેદાનો અને
3. કાંટાળી વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાં.

પ્રશ્ન 3.
કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ શું છે?
ઉત્તરઃ
કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ આબોહવામાં ફેરફાર છે.

પ્રશ્ન 4.
ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલો બારેમાસ લીલાં શા માટે રહે છે?
ઉત્તરઃ
ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોનાં વૃક્ષોનાં પાંદડાં ક્યારેય એકસાથે ખરતાં નથી. તેથી અહીંનાં વૃક્ષો બારેમાસ લીલાં રહે છે.

પ્રશ્ન 5.
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોને પાનખર જંગલો શા માટે કહે છે?
ઉત્તરઃ
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોના પ્રદેશમાં આબોહવા ગરમ હોય છે, પરંતુ વરસાદ ઓછો પડે છે. પરિણામે ઉનાળાના 6થી 8 અઠવાડિયા દરમિયાન અહીંનાં વૃક્ષોનાં બધાં પાંદડાં ખરી પડે છે. આથી ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોને પાનખર જંગલો’ કહે છે.

પ્રશ્ન 6.
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં ક્યાં કયાં વૃક્ષો જોવા મળે છે?
ઉત્તરઃ
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં સાગ, સાલ, સીસમ, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

પ્રશ્ન 7.
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં કયાં કયાં પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે?
ઉત્તર:
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરાં, માંકડાં વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત, અહીંનાં જંગલોમાં ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર, મેના, બાજ, પોપટ, કાબર, કબૂતર વગેરે પક્ષીઓ જોવા મળે છે.

પ્રશ્ન 8.
સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલો મુખ્યત્વે કયા વિસ્તારોમાં જોવા મળે છે?
ઉત્તર:
સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલો મુખ્યત્વે દક્ષિણપૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન, દક્ષિણ-પૂર્વ બ્રાઝિલ તેમજ ભારતના ઉત્તર-પૂર્વ પર્વતીય પ્રદેશમાં જોવા મળે છે.

પ્રશ્ન 9.
સમશીતોષ્ણ ખરાઉ જંગલો મુખ્યત્વે કયા વિસ્તારોમાં જોવા મળે છે?
ઉત્તરઃ
સમશીતોષ્ણ ખરાઉ જંગલો મુખ્યત્વે ઉત્તર-પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂ ઝીલૅન્ડ, ચીલી, પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં જોવા મળે છે.

પ્રશ્ન 10.
ભૂમધ્ય સાગરના પ્રદેશની આબોહવા કેવી હોય છે? :
ઉત્તર:
ભૂમધ્ય સાગરના પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ અને શુષ્ક (સૂકી) અને શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે.

પ્રશ્ન 11.
ભૂમધ્ય સાગરનાં જંગલોના પ્રદેશો ક્યાં ક્યાં જોવા : મળે છે?
ઉત્તરઃ
ભૂમધ્ય સાગરનાં જંગલોના પ્રદેશો ભૂમધ્ય સાગરના નજીકના પ્રદેશોમાં જોવા મળે છે કે જે યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડમાં આવેલા છે.

પ્રશ્ન 12.
ભૂમધ્ય સાગરનાં જંગલોના પ્રદેશોમાં મુખ્યત્વે કયાં ફળો થાય છે?
ઉત્તર:
ભૂમધ્ય સાગરનાં જંગલોના પ્રદેશોમાં મુખ્યત્વે સંતરાં, અંજીર, ઑલિવ (જૈતુન), દ્રાક્ષ વગેરે ખટાશવાળાં ફળો થાય છે.

પ્રશ્ન 13.
શંકુમ જંગલોમાં કયાં કયાં વૃક્ષો થાય છે?
ઉત્તર:
શંકુદ્રુમ જંગલોમાં ચીડ, દેવદાર, ફર, ટૂસ વગેરે વૃક્ષો થાય છે.

પ્રશ્ન 14.
દેવદાર અને ચીડના લાકડાની ઉપયોગિતા જણાવો.
ઉત્તરઃ
દેવદાર અને ચીડનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે. તેથી તે કાગળ અને દીવાસળી બનાવવામાં તેમજ ચા અને દવાના પૅકિંગની પેટીઓ બનાવવામાં ઉપયોગી છે.

પ્રશ્ન 15.
ઉષ્ણ કટિબંધીય ઘાસનાં મેદાનોમાં કયાં કયાં પ્રાણીઓ જોવા મળે છે?
ઉત્તર:
ઉષ્ણ કટિબંધીય ઘાસનાં મેદાનોમાં સિંહ, ચિત્તા, હાથી, ઝિબ્રા, જિરાફ, હરણ વગેરે પ્રાણીઓ જોવા મળે છે.

પ્રશ્ન 16.
સમશીતોષ્ણ ઘાસનાં મેદાનોમાં કયાં પ્રાણીઓ જોવા મળે છે?
ઉત્તર:
સમશીતોષ્ણ ઘાસનાં મેદાનોમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવાં પ્રાણીઓ જોવા મળે છે.

પ્રશ્ન 17.
રણપ્રદેશની આબોહવા કેવી હોય છે?
ઉત્તરઃ
રણપ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક (સૂકી) હોય છે.

પ્રશ્ન 18.
રણપ્રદેશોમાં મુખ્યત્વે કઈ કઈ વનસ્પતિ જોવા મળે છે? છે
ઉત્તર:
રણપ્રદેશોમાં મુખ્યત્વે બોરડી, થોર, બાવળ, ખીજડો વગેરે વનસ્પતિ જોવા મળે છે. આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે અહીંની વનસ્પતિઓની છાલ પર કાંટા હોય છે.

પ્રશ્ન 19.
દુનિયામાં અજોડ ગણાતું ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
દુનિયામાં અજોડ ગણાતું ઘુડખર પ્રાણી ગુજરાતમાં કચ્છના નાના રણમાં જોવા મળે છે.

પ્રશ્ન 20.
ગુજરાતમાં કચ્છના મોટા રણના કાદવ-કીચડવાળા વિસ્તારમાં કયાં પક્ષીઓ જોવા મળે છે?
ઉત્તર:
ગુજરાતમાં કચ્છના મોટા રણના કાદવ-કીચડવાળા વિસ્તારમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે.

પ્રશ્ન 21.
હિમાલય અને લડાખમાં કઈ વનસ્પતિ જોવા મળે છે?
ઉત્તર:
હિમાલય અને લડાખમાં ઝાડી-ઝાંખરાં અને ટૂંકું ઘાસ જોવા મળે છે.

પ્રશ્ન 22.
હિમાલયના ઊંચાઈવાળા પ્રદેશમાં કયાં કયાં પ્રાણીઓ જોવા મળે છે?
ઉત્તર:
હિમાલયના ઊંચાઈવાળા પ્રદેશમાં હિમદીપડા, ચિત્તા, પાન્ડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

‘કુદરતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ

પ્રશ્ન 1.
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો
ઉત્તર:
ઉષ્ણ કટિબંધના આ પ્રદેશમાં ગરમી વધુ અને વરસાદ ઓછો પડે છે. આથી પાનખર ઋતુમાં 6થી 8 અઠવાડિયાં દરમિયાન અહીંનાં વૃક્ષોનાં બધાં પાંદડાં ખરી પડે છે. તેથી આ જંગલો પાનખર’ કે “ખરાઉ જંગલો’ કહેવાય છે. સાગ, સાલ, સીસમ, લીમડો વગેરે અહીંનાં મહત્ત્વનાં વૃક્ષો છે. આ વૃક્ષોનું લાકડું કઠણ અને વજનદાર હોય છે. તે ઇમારતોના બાંધકામમાં વપરાય છે.
ઉષ્ણ કટિબંધીય જંગલો ઉત્તર ઑસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગના વિસ્તારમાં તેમજ ભારતના ઉચ્ચ પ્રદેશ અને ડુંગરાળ પ્રદેશમાં જોવા મળે છે. આ જંગલોમાં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માંકડાં વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત, અહીંનાં જંગલોમાં ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર, મેના, બાજ, પોપટ, કાબર, કબૂતર વગેરે પક્ષીઓ પણ જોવા મળે છે.

પ્રશ્ન 2.
સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલો
ઉત્તર:
સમશીતોષ્ણ કટિબંધના આ પ્રદેશમાં આબોહવા સમઘાત રે હોય છે અને વરસાદ વધારે પડે છે. તેથી અહીં બારેમાસ લીલાં જંગલો જોવા મળે છે. આ જંગલો મુખ્યત્વે દક્ષિણ-પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન, દક્ષિણ-પૂર્વ બ્રાઝિલ તેમજ ભારતના ઉત્તર-પૂર્વ પર્વતીય પ્રદેશમાં જોવા મળે છે. વાંસ, ચીડ, નિલગિરિ વગેરે અહીંનાં મુખ્ય વૃક્ષો છે. આ જંગલોમાં હાથી અને એકલિંગી ગેંડો જેવાં પ્રાણીઓ જોવા મળે છે.

પ્રશ્ન 3.
શંકુદુમ જંગલો
ઉત્તર:
શંકુદ્રુમ જંગલોનો પ્રદેશ માત્ર ઉત્તર ગોળાર્ધમાં 50થી 70° ઉત્તર અક્ષાંશવૃત્તોની વચ્ચે તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આવેલો છે. અહીંનાં જંગલોનાં વૃક્ષોનો આકાર શંકુ જેવો હોવાથી અને ડાળીઓ જમીન તરફ ઢળેલી હોવાથી હિમવર્ષા વખતે બરફ સરળતાથી નીચે સરી પડે છે. તેથી બરફના ભારથી ડાળીઓ તૂટી પડતી નથી. ચીડ, દેવદાર, હર, પ્રૂસ વગેરે અહીંનાં મુખ્ય વૃક્ષો છે. આ વૃક્ષોનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે. તેથી તે કાગળ અને દીવાસળી બનાવવામાં તેમજ ચા અને દવાના પૅકિંગની પેટીઓ બનાવવામાં ઉપયોગી છે. શંકુદ્રમ જંગલોમાં વાંદરા, ધ્રુવીય (સફેદ) રીંછ, કસ્તુરી મૃગ, યાક (રેન્ડિયર અને કેરિબૂ વગેરે પ્રાણીઓ જોવા મળે છે. વસંતઋતુમાં અહીં જાતજાતનાં પક્ષીઓ આવે છે. અહીંના ભેજવાળા વિસ્તારોમાં મચ્છરો અને ઝેરી જંતુઓનો ઘણો ઉપદ્રવ રહે છે.
GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો 3

પ્રશ્ન 4.
રણપ્રદેશ
ઉત્તર:
રણપ્રદેશની આબોહવા એકંદરે ગરમ, સૂકી અને અતિ વિષમ છે. બહુ ઓછો વરસાદ અને લાંબી સૂકી ઋતુને કારણે અહીં વનસ્પતિ બહુ ઓછી જોવા મળે છે. અહીં લાંબો સમય ભેજ સંગ્રહી શકે એવી કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. થોર, બાવળ, બોરડી, ખીજડો, ખજૂરી વગેરે અહીંનાં મુખ્ય વૃક્ષો છે. આ રણપ્રદેશોમાં ઊંટ, શિયાળ, ઝરખ, ઘેટાં, બકરાં, ઘોડા, ગધેડાં, હું ખચ્ચર વગેરે પ્રાણીઓ જોવા મળે છે. (ઊંટ તેની ઉપયોગિતાને કારણે ‘રણપ્રદેશનું જહાજ’ કહેવાય છે.)
GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો 4
ગુજરાતમાં કચ્છના નાના રણમાં ઘુડખર પ્રાણી (જંગલી ગધેડું) જોવા મળે છે, જે વિશ્વમાં અજોડ મનાય છે. કચ્છના મોટા રણના – કાદવ-કીચડવાળા વિસ્તારમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે. અહીંના રણવિસ્તારમાં સાપ, ગરોળી અને સાંઢા જેવાં પેટે : ચાલનારાં પ્રાણીઓ તેમજ વીંછી, ઉંદર અને રેતીમાં છુપાઈ શકે – એવાં જીવજંતુઓ પણ જોવા મળે છે.

કુદરતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ

પ્રશ્ન 1.
કુદરતી વનસ્પતિને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? કયા કયા? સમજાવો.
ઉત્તર:
કુદરતી વનસ્પતિને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. કુદરતી વનસ્પતિના વિભાગો મુખ્યત્વે આબોહવા અને 3 વરસાદ પર આધારિત છે.

  • જંગલોઃ જંગલો વનસ્પતિ માટે અનુકૂળ તાપમાન અને ૬ સારા પ્રમાણમાં વરસાદ થતો હોય એવા પ્રદેશોમાં થાય છે. તાપમાન અને વરસાદના પ્રમાણ મુજબ ગીચ કે છૂટાંછવાયાં રે જંગલો જોવા મળે છે.
  • ઘાસનાં મેદાનો : મધ્યમ વરસાદવાળા વિસ્તારોમાં ઘાસનાં મેદાનો હોય છે.
  • કાંટાળી વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાં ગરમ અને શુષ્ક આબોહવા તેમજ ઓછા વરસાદવાળા પ્રદેશોમાં કાંટાળી વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાં જોવા મળે છે.

પ્રશ્ન 2.
સમશીતોષ્ણ ખરાઉ જંગલો વિશે માહિતી આપો.
ઉત્તરઃ
સમશીતોષ્ણ ખરાઉ જંગલો કર્કવૃત્તની ઉત્તરે અને મકરવૃત્તની દક્ષિણે આવેલાં છે. આ જંગલો ઉત્તર-પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂ ઝીલૅન્ડ, ચીલી, પશ્ચિમ યુરોપ અને ઉત્તર ભારતમાં જોવા મળે છે. આ જંગલોમાં ઑક, મેપલ વગેરે વૃક્ષો થાય છે. આ પ્રદેશોમાં હરણ, શિયાળ અને વરુ જેવાં પ્રાણીઓ જોવા મળે છે.

નોંધઃ પાઠ્યપુસ્તકના પાના નં. 69 ઉપર આપેલા પ્રવૃત્તિના
પ્રશ્નનો ઉત્તર નીચે આપવામાં આવ્યો છે.
(1)
GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો 7
ઉપરની આકૃતિ વિશેની માહિતીઃ
પવન કઈ દિશામાંથી વાય છે તે જાણવા માટે ઉપર દર્શાવેલા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તેને પવનકુફ્ફટ’ પણ કહે છે. ઉપરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે દિશામાંથી પવન ફૂંકાતો હોય તે તરફ તીરની અણી રહે છે. તીરની નીચે લોખંડના દંડ ઉપર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એ ચાર દિશા દર્શાવતા પ્રથમ અક્ષરો – NESWવાળા ચાર સળિયા જોડેલા હોય છે. હું
જ્યારે પવન વાય છે ત્યારે તીર ફરે છે. તીરની અણી જે ? દિશામાં સ્થિર રહે એ સળિયા પર લખેલા અક્ષર પરથી પવન કઈ દિશામાંથી વાય છે તે જાણી શકાય છે. દા.ત., સળિયાના છેડા પર ‘S’ હોય તો પવન દક્ષિણ દિશામાંથી વાય છે એમ કહી શકાય.

(2)
GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો 8
ઉપરની આકૃતિ વિશેની માહિતી :
પવનની ગતિને પવનનો વેગ (ઝડ૫)’ પણ કહે છે. પવનનો – વેગ (ઝડપ) જાણવા માટે પવન વેગમાપક (ઍનિમોમીટર) નામનું સાધન વપરાય છે. ઉપરની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ સાધનમાં એક ઊભી લોખંડની ધરી ઉપર આડા દંડ સાથે ચાર અર્ધગોળાકાર વાડકા જોડેલા હોય છે. જ્યારે પવન વાય છે ત્યારે વાડકાઓ અને દંડ ફરે છે. તેને લીધે ઊભી ધરી પણ ફરે છે. ધરીની નીચે યાંત્રિક રચના હોય છે. તેમાં વાડકા અને દંડની ભ્રમણસંખ્યા નોંધાય છે. એ સંખ્યા પરથી પવનનો વેગ જાણી શકાય છે.
હવામાન ખાતાની કચેરી અને કૃષિ સંશોધન કેન્દ્રો પર પવન વેગમાપક સાધન રાખવામાં આવે છે.

પ્રવૃત્તિઓ.
1. તમે તમારા વિષયશિક્ષક કે વાલી સાથે કરેલા પ્રવાસમાં વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિમાં જોવા મળેલ વિવિધતાની વર્ગખંડમાં ચર્ચા કરો.
2. તમે રહેતા હોવ તે મકાનનું રેખાચિત્ર તમારી નોટબુકમાં દોરો.
3. તમારી શાળાની વિજ્ઞાન-પ્રયોગશાળાની મુલાકાત લઈ વાયુભારમાપક યંત્ર(બેરોમીટર)ને ઓળખો.
4. તમારાં મમ્મી કે પપ્પા કયા મહિનાના બધા દિવસોએ ઉપવાસ કરે છે? તેમની પાસેથી ઉપવાસનું મહત્ત્વ જાણો.
5. તમે જોયેલાં પ્રાણીઓની યાદી બનાવો.
6. તમારા વિષયશિક્ષક પાસેથી દિલ્લીમાં આવેલી ભારતના હવામાનખાતાની મુખ્ય કચેરીની કામગીરીની માહિતી મેળવો.
7. પૃથ્વીના ગોળા તેમજ દુનિયાના નકશા ઉપર વિવિધ પ્રકારનાં જંગલો અને ઘાસનાં મેદાનો દર્શાવી તેની આબોહવાના પ્રકાર વિશે ચર્ચા કરો.

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો :

પ્રશ્ન 1.
વાતાવરણ માટે કયું વિધાન અયોગ્ય છે?
A. વાતાવરણ એટલે ટૂંકા સમયની સ્થિતિ.
B. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે.
C. પૃથ્વી પરનું વાતાવરણ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે.
D. વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે.
ઉત્તર:
A. વાતાવરણ એટલે ટૂંકા સમયની સ્થિતિ.

પ્રશ્ન 2.
વાતાવરણમાં વાયુઓના પ્રમાણની કઈ જોડ ખોટી છે?
A. નાઇટ્રોજન – 78.00 ટકા
B. ઑક્સિજન -21.00 ટકા
C. કાર્બન ડાયોક્સાઇડ- 50.00 ટકા
D. આર્ગોન – 00.94 ટકા
ઉત્તર:
C. કાર્બન ડાયોક્સાઇડ- 50.00 ટકા

GSEB Class 7 Social Science Important Questions Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો

પ્રશ્ન ૩.
પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને કયું આવરણ કહેવામાં આવે છે?
A. ક્ષોભ આવરણ
B. મધ્યાવરણ
C. ઉષ્માવરણ
D. આનાવરણ
ઉત્તર:
A. ક્ષોભ આવરણ

પ્રશ્ન 4.
રેડિયો પ્રસારણ માટે કયું આવરણ મહત્ત્વનું ગણવામાં આવે છે?
A. મધ્યાવરણ
B. ઉષ્માવરણ
C. આયનાવરણ
D. ક્ષોભ આવરણ
ઉત્તર:
C. આયનાવરણ

પ્રશ્ન 5.
કઠણ અને ઈમારતી લાકડું આપતાં સાગ, સાલ, લીમડો જેવાં વૃક્ષો કયાં જંગલોમાંથી મળી આવે છે?
A. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાંથી
B. સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલોમાંથી
C. સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાંથી
D. ભૂમધ્ય સાગરનાં જંગલોમાંથી
ઉત્તર:
A. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાંથી

પ્રશ્ન 6.
મોસમી પવનોના દેશોમાં ક્યા દેશનો સમાવેશ કરી શકાય નહિ?
A. ભારતનો
B. નૉર્વેનો
C. શ્રીલંકાનો
D. મ્યાનમારનો
ઉત્તર:
B. નૉર્વેનો

પ્રશ્ન 7.
દરિયાઈ અને જમીનની લહેરોને કયા પવનો ગણવામાં આવે છે?
A. મોસમી પવનો
B. વ્યાપારી પવનો
C. સ્થાનિક પવનો
D. ધ્રુવીય પવનો
ઉત્તર:
C. સ્થાનિક પવનો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *