This GSEB Class 7 Science Notes Chapter 9 ભૂમિ covers all the important topics and concepts as mentioned in the chapter.
ભૂમિ Class 7 GSEB Notes
→ પૃથ્વી પરના જીવન માટે ભૂમિ એ ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે.
→ ભૂમિ મનુષ્ય, અન્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિનું આશ્રયસ્થાન છે. તે ખેતી માટે જરૂરી છે. ખેતી દ્વારા આપણને ખોરાક, વસ્ત્રો તથા આપણી જીવનજરૂરી વસ્તુઓ મળી રહે છે.
→ પવન, પાણી અને હવામાનની અસરથી ખડકો તૂટે છે અને ઘસારાને લીધે તેના નાના કણો બને છે. આ રીતે ભૂમિનું નિર્માણ થાય છે.
→ ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો (Humus) કહે છે.
→ ભૂમિનો લંબરૂપ છેદ જોતાં તેનાં વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ‘ભૂમિની રૂપરેખા’ (Soil Profile) કહે છે.
→ ભૂમિનું સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો અને ખનીજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ (Fertile) બનાવે છે. આ સ્તરને ઉપરી ભૂમિ (Top-Soil) અથવા A સ્તર કહે છે.
→ તેના પછીના સ્તરમાં ખનીજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. તેને B સ્તર અથવા મધ્યસ્તર Sub-Soil) કહે છે.
→ ત્રીજું સ્તર C સ્તર કહેવાય છે, જે ફાંટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. આ સ્તરનું નીચે આધાર ખડક (Bedrock) હોય છે, જે ખૂબ જ સખત હોય છે.
→ ભૂમિના ત્રણ પ્રકાર છે રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ, ગોરાડુ ભૂમિ જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય, તો તેને રેતાળ ભૂમિ (Sandy soil) કહે છે.
→ જો ભૂમિમાં ખૂબ જ નાના કણો પ્રમાણમાં વધારે હોય, તો તેને ચીકણી ભૂમિ કે માટીવાળી ભૂમિ (Clayey Soil) કહે છે.
→ જો ભૂમિમાં મોટા તેમજ નાના કણો એકસાથે રહેલા હોય, તો તેને ગોરાડુ ભૂમિ (Loamy soil) કહે છે. પાણીની માત્રા (મિલિ)
→ ભૂમિમાં પાણીનો અનુસ્ત્રવણ દર = \(\frac{\text { પાણીની માત્રા (મિલિ) }}{\text { અનુસ્રવણ સમય (મિનિટ) }}\)
→ રેતાળ ભૂમિનો અનુરાવણ દર (Percolation rate) સૌથી વધુ અને ચીકણી ભૂમિનો અનુસવણ દર સૌથી ઓછો હોય છે.
→ રેતાળ ભૂમિ દ્વારા પાણીનું શોષણ (Absorption) સૌથી વધુ અને ચીકણી ભૂમિ દ્વારા સૌથી ઓછું થાય છે.
→ ભૂમિ પર પવન, વરસાદ, તાપમાન, પ્રકાશ અને ભેજની અસર જોવા મળે છે. ભૂમિના ગુણધર્મો અને પર્યાવરણીય પરિબળો તે પ્રદેશની વનસ્પતિઓ અને પાક નક્કી કરે છે.
→ ચીકણી અને ગોરાડુ એમ બંને પ્રકારની ભૂમિ ઘઉં અને ચણાના પાક માટે અનુકૂળ છે. ચોખા જેવા પાક માટે ભૂમિ ચીકણી અને ઊંચી જલધારક ક્ષમતા(water Retention)વાળી હોવી જોઈએ.
→ ગોરાડુ (Loamy) ભૂમિ એ રેતી, માટી, કાંપ (Silt) અને અન્ય પ્રકારના ભૂમિ-કણોની બનેલી હોય છે.
→ પાણી, પવન અને વરસાદ ભૂમિનું ધોવાણ (Soil Erosion) કરતાં પરિબળો છે.