This GSEB Class 7 Science Notes Chapter 2 પ્રાણીઓમાં પોષણ covers all the important topics and concepts as mentioned in the chapter.
પ્રાણીઓમાં પોષણ Class 7 GSEB Notes
→ પ્રાણી પોષણમાં પોષકતત્ત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને શરીરમાં તેનો વપરાશ વગેરેનો સમાવેશ થાય છે.
→ કાર્બોદિત, ચરબી, પ્રોટીન જેવા ખોરાકના ઘટકો જટિલ હોય છે. આવા જટિલ ઘટકો તે જ સ્વરૂપમાં ઉપયોગમાં લઈ શકાતાં નથી. તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવું જરૂરી છે.
→ ખોરાકના જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહે છે.
→ ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ ચાવીને, ગળીને, ચૂસીને, નળી જેવાં મુખાંગો દ્વારા પકડીને.
→ મનુષ્યમાં પાચનતંત્ર એ પાચનનળી અને સ્ત્રાવી ગ્રંથિઓ ધરાવે છે. પાચનમાર્ગ મુખગુદાથી શરૂ થાય છે અને મળદ્વારમાં અંત પામે છે. આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છેઃ
- મુખગુહા (Buccal cavity)
- અનનળી (Oesophagus)
- જઠર (Stomach)
- નાનું આંતરડું Small intestine)
- મોટું આંતરડું (Large intestine)
- મળાશય અને મળદ્વાર.
→ લાળગ્રંથિ (Salivary glands), યકૃત (Liver) અને સ્વાદુપિંડ (Pancreas) પાચન ગ્રંથિઓ છે, જે અનુક્રમે લાળરસ, પિત્તરસ અને સ્વાદુરસ નામના પાચકરસોનો સ્ત્રાવ કરે છે.
→ જઠરની અને નાના આંતરડાની અંદરની દીવાલમાંથી અનુક્રમે જઠરરસ અને આંત્રરસ નામના પાચકરસોનો સ્ત્રાવ થાય છે.
→ પોષણ તે જટિલ પ્રક્રિયા છે. તેના તબક્કા પાંચ છે :
- અંતઃગ્રહણ
- પાચન
- શોષણ
- સ્વાંગીકરણ (પરિપાચન)
- મળોત્સર્જન.
→ મનુષ્યમાં મુખગુહામાં કાબોદિતનું અંશતઃ પાચન, જઠરમાં પ્રોટીનનું અંશતઃ પાચન અને નાના આંતરડામાં કાબોદિત, ચરબી અને પ્રોટીનનું સંપૂર્ણ પાચન થાય છે.
→ પાચનને અંતે કાબૉદિતનું લૂકોઝમાં, ચરબીનું ફેટિ ઍસિડ અને ગ્લિસરોલમાં તથા પ્રોટીનનું એમિનો ઍસિડમાં રૂપાંતર થાય છે.
→ ઘાસ ખાતાં પ્રાણીઓ ઘાસ ઝડપથી ખાઈ ગળી જાય છે અને આમાશય(Rumen)માં સંગ્રહ કરે છે. નવરાશના સમયે તે ખોરાકને આમાશયમાંથી ફરી મોંમાં લાવી ચાવે છે. આને “વાગોળવું’ કહે છે.
→ અમીબા એકકોષી સૂક્ષ્મ જીવ છે. તે ખોટા પગ (Pseudopodia) દ્વારા સૂક્ષ્મ કણ જેવો ખોરાક ગ્રહણ કરે છે. અન્નધાનીમાં તેનું પાચન થાય છે. અપાચિત દ્રવ્યોનો શરીરમાંથી બહાર નિકાલ થાય છે.
→ તારામાછલી કૅલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓને આરોગે છે. તે પ્રાણીના કવચને ખોલીને તેમાંના નરમ પ્રાણીને ખાય છે. આ માટે તે પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢે છે અને પ્રાણીને ખાઈ જઠર શરીરમાં પાછું લઈ જાય છે. આ રીતે તારામાછલી ખોરાક અંતઃગ્રહણ કરે છે.