GSEB Class 12 Biology Important Questions Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

Gujarat Board GSEB Class 12 Biology Important Questions Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति Important Questions and Answers.

GSEB Class 12 Biology Important Questions Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 1.
પશુપાલનમાં સમાવિષ્ટ થતાં ઉધોગો વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:

  1. પશુપાલન એ સંવર્ધન અને પશુધન વધારવાની કૃષિપદ્ધતિ છે જે ખેડૂતો માટે એક આવશ્યક કૌશલ્ય અને કળા છે તેમજ વિજ્ઞાન પણ છે.
  2. પશુપાલનનો સંબંધ ભેંસ, ગાય, ભૂંડ, ઘોડા, ઢોર, ઘેટાં, ઊંટ, બકરી વગેરે જેવા પશુધનના પ્રજનન અને તેમના ઉછેર સાથે છે જે મનુષ્ય માટે લાભદાયી છે.
  3. વિસ્તૃતરૂપે તેમાં મરઘાંઉછેર અને મત્સ્યઉદ્યોગ પણ સમાવાય છે.
  4. મત્સ્યઉદ્યોગ એટલે માછલીઓ, મૃદુકાય (કવચધારી માછલી- shell fish) અને સ્તરકવચીઓ (ઝિંગા, કરચલા)ને ઉછેરવા, પકડવા અને તેમના વેચાણનો સમાવેશ થાય છે.
  5. અતિ પ્રાચીન કાળથી મનુષ્ય દ્વારા મધમાખી, રેશમ-કીડા, ઝિંગા, કરચલાં, માછલીઓ, પક્ષીઓ, ઘેટાં વગેરેનો ઉપયોગ તેમનાં ઉત્પાદનો જેવા કે દૂધ, ઈંડાં, માંસ, ઊન, રેશમ, મધ વગેરે મેળવવા માટે કરવામાં આવે છે.
  6. વિશ્વનું 70 ટકા પશુધન ભારત અને ચીન પાસે છે. તેમ છતાં વિશ્વસ્તરે તેમનું ઉત્પાદન સ્તર 25 ટકા છે. જે એકમ દીઠ ઉત્પાદન દર ઘણો ઓછો છે.
  7. તેથી પ્રાણી-સંવર્ધન અને સંભાળની પારંપરિક પદ્ધતિઓ ઉપરાંત ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારો લાવવા માટે નવી તક્નીકનો પ્રયોગ કરવામાં આવે છે.
  8. માનવ સંસ્કૃતિના વિકાસમાં પ્રથમથી જ પશુપાલન વિકાસના ભાગરૂપઘટક બન્યું છે.
  9. આજે પણ તે એક અનિવાર્યઘટક છે જે માનવજાત માટે ખોરાક પેદા કરવા માટે અગત્યનું છે.
  10. કૃષિવ્યવસ્થાપનની પારંપરિક પદ્ધતિઓમાં વ્યવસાયિક દૃષ્ટિ હોવી જોઈએ. જેથી આપણા ખાદ્ય-ઉત્પાદનને વધુ આવશ્યક વેગ આપી શકાય.

પ્રશ્ન 2.
ડેરીઉધોગ અને તેનું વ્યવસ્થાપન સમજાવો.
ઉત્તર:

  • ડેરીઉદ્યોગમાં મનુષ્યના વપરાશ માટે દૂધ તેમજ તેનાં ઉત્પાદનો માટે પ્રાણીઓનું વ્યવસ્થાપન થાય છે.
  • ડેરીઉદ્યોગ વ્યવસ્થાપનમાં પ્રક્રિયાઓ અને પ્રણાલીઓનું અધ્યયન કરવામાં આવે છે. જેથી દૂધની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો કરી શકાય.
  • ડેરી વ્યવસાયમાં દૂધ ઉત્પાદન પ્રાથમિક રીતે કૃષિ જાતની ગુણવત્તા પર આધાર રાખે છે.
  • સારી જાત જેમાં ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળી સારી નસલનો ઉપયોગ અને તેમની રોગો સામેની પ્રતિકારક ક્ષમતાને અગત્યની ગણવામાં આવે છે.
  • સારી ઉત્પાદન ક્ષમતા મેળવવા માટે પશુઓની સારસંભાળ કે જેમાં તેમને રાખવાની સારી વ્યવસ્થા, પૂરતું પાણી તેમજ રોગમુક્ત વાતાવરણ હોવું જરૂરી છે. – પશુઓને આહાર આપવામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ હોવો જોઈએ. જેમાં ઢોરને આપવામાં આવતા ચારાની ગુણવત્તા અને તેની માત્રા પર વધુ ભાર આપવો જોઈએ.
  • આ ઉપરાંત પશુઓને દોહવાની, દૂધ તેમજ દૂધમાંથી બનતી બનાવટનો સંગ્રહ અને તેના પરિવહન દરમિયાન ચોક્કસપણે સફાઈ જરૂરી છે.
  • હાલના સમયમાં આ બધી પ્રક્રિયાઓ યંત્રો દ્વારા થઈ ગઈ છે. જેથી વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાની તક રહેતી નથી.
  • તેના કડકપણે અમલીકરણ માટે તેમનો યોગ્ય રેકૉર્ડ (સૂચિઆંક) રાખવાની અને સમયાંતરે તેના નિયમિત નિરીક્ષણની આવશ્યકતા રહે છે. જેથી શક્ય હોય એટલા વહેલા સમસ્યાઓને ઓળખી તેમનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે છે.
  • પશુચિકિત્સક(veterinary doctor)ની નિયમિત મુલાકાત પણ અનિવાર્ય બની રહે છે.

વિશેષ જાણકારી (More Information):

  • ડેરી ઉદ્યોગ પશુપાલકો, ખેડૂતો, કામદારો, વેપારી અધિકારીઓના સર્વગ્રાહી સહકારનું સફળ પરિણામ છે.
  • પશુપાલકો પશુઓની સારી ઓલાદો રાખતા થયા છે. તેઓ દૂધમાંથી ઘર-વપરાશની જરૂરિયાતો સ્વયં તૈયાર કરે છે તથા વધારાનું દૂધડેરીઓમાં વેચાણ કરે છે.
  • ગ્રામ્ય ડેરીઓએ એકઠું કરેલ દૂધમુખ્ય ડેરીઓમાં જાય છે જ્યાં તેમાંથી વિવિધ પ્રોડક્ટસ તૈયાર કરવામાં આવે છે અને દેશ-વિદેશમાં વેચાણ થાય છે.
  • આ ઉદ્યોગથી દેશ હૂંડિયામણ કમાય છે અને જેને લીધે શ્વેતક્રાંતિ આવી છે.
  • તેના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનને ગણાવી શકાય.

GSEB Class 12 Biology Important Questions Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 3.
મરઘાં-ઉછેર વ્યવસ્થાપનવિશે સમજાવો.
ઉત્તર:

  • મરઘાં – ઉછેર એ ખોરાક કે તેમના ઈંડાં માટે ઉપયોગમાં લેવાતા પાલતુ પક્ષીઓનો વર્ગ છે જેમાં મરઘાં, બતક, ટર્કી અને હંસનો સમાવેશ થાય છે.
  • મોટે ભાગે ‘poultry’ શબ્દનો ઉપયોગ માત્ર આ પક્ષીઓના માંસ મેળવવા સંબંધિત જ કરવામાં આવે છે.
  • રોગમુક્ત અને યોગ્ય નસલ (જાતોની પસંદગી, યોગ્ય અને સલામત ફાર્મની પરિસ્થિતિ, યોગ્ય ખોરાક અને પાણી તેમજ સ્વચ્છતા તથા સ્વાથ્ય એ મરઘાં-ઉછેર વ્યવસ્થાપનના અગત્યના પાસાં છે.
  • ભારતમાં મરઘી સારા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ બીજા દેશોની સાપેક્ષમાં મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં ઓછું ધ્યાન અપાય છે.
  • મરઘા પાલન ઉદ્યોગના લીધે ઈંડાંનો વપરાશ પણ વધ્યો છે. ઈંડાં એ પોષણ માટે ખૂબ જ જરૂરી છે.

વિશેષ જાણકારી (More Information):

  • ઇમ્પરિયલ વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IVRI) ઇજ્જત નગરે કરેલા સંશોધનને આધારે દર્શાવ્યું છે કે, ઈંડાંમાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે. તેના માટે તેના વપરાશની ભલામણ પણ કરેલ છે.
  • ઈંડાં માટે ઉછેરાતી જાતોને લેયર’ કહે છે જ્યારે માંસ માટે ઉછેરાતી જાતોને “બ્રોઇલર’ કહે છે.
  • ક્રિસ્ટીન. જે. નિકોલના મતાનુસાર વિશ્વભરમાં મરઘીની 500 જેટલી જાતો જોવા મળે છે.
  • ભારતમાં મરઘાની અસીલ, ચીતગોંગ, બસરા જેવી દેશી જાતો અને હોડ આયલેન્ડ રેડ, કોર્નીસ, મેડીટેરીયન જેવી વિદેશી જાતો જોવા મળે છે.

પ્રશ્ન 4.
પ્રાણીસંવર્ધન શું છે? સમજાવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति 1

  1. પ્રાણી-સંવર્ધન એ પશુપાલનનું એક અગત્યનું પાસું છે.
  2. પ્રાણી-સંવર્ધનનો હેતુ તેમના ઉત્પાદનમાં વધારો કરવો અને તેમના ઉત્પાદનની ઉત્કૃષ્ટ ગુણવત્તા સુધારવી.
  3. પશુઓનો એવો સમૂહ જે પૂર્વજો સાથે વંશપરંપરાગત રીતે સંકળાયેલ હોય અને તેમનો સામાન્ય દેખાવ, લક્ષણો, રૂપ-રેખાંકન વગેરે જેવા મોટાભાગનાં લક્ષણોમાં સમાન હોય તેઓને એક જ જાત કે નસલના કહેવાય.
  4. જો એક જ જાતના પ્રાણીઓ વચ્ચે સંવર્ધન કરાવવામાં આવે, તો તેને અંતઃસંવર્ધન કહે છે. જ્યારે બે ભિન્ન જાતો વચ્ચે કરવામાં આવતું સંકરણ બહિર્સવર્ધન કહે છે.

પ્રશ્ન 5.
અંતઃસંવર્ધન વિશે માહિતી આપો.
ઉત્તર:

  1. સંવર્ધન એટલે એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4-6 પેઢીઓ સુધી કરવામાં આવતું પ્રજનન.
  2. પ્રજનન પ્રેરવા માટે સૌપ્રથમ એક જ જાતના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા શોધી તેમની વચ્ચે સમાગમ કરાવવામાં આવે છે.
  3. ફળ સ્વરૂપે પ્રાપ્ત સંતતિનું મૂલ્યાંકન કરી અને તેમાંથી શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા શોધી આગામી સમાગમ કરવા માટે પસંદ કરવામાં આવે છે.
  4. શ્રેષ્ઠ માદા તરીકે ગાય કે ભેંસ હોઈ શકે જે પ્રત્યેક દૂધન્નવણે વધુ દૂધ આપે.
  5. જ્યારે બીજી બાજુ શ્રેષ્ઠનર એટલે આખલો (bull)જે અન્ય નરની સાપેક્ષે શ્રેષ્ઠતમ સંતતિ ઉત્પન્ન કરી શકે.
  6. મૅન્ડલે વટાણાની શુદ્ધ જાતો મેળવવા જે કાર્ય પ્રણાલીનો ઉપયોગ કર્યો હતો તેવી જ કાર્ય પ્રણાલીનો ઉપયોગ પશુઓની શુદ્ધ જાતો મેળવવા માટે થાય છે.
  7. અંતઃસંવર્ધનથી સમયુગ્મતાનું પ્રમાણ વધે છે. આથી જો કોઈ પ્રાણીમાં તેની શુદ્ધ જાત મેળવવા માંગીએ તો અંતઃ સંવર્ધન જરૂરી છે.
  8. અંતઃસંવર્ધનનુકસાનકારક પ્રચ્છન્ન જનીનોને બહાર લાવે છે જેને પસંદગી દ્વારા દૂર કરી શકાય છે.
  9. તે શ્રેષ્ઠ જનીનોની જમાવટ કરવામાં અને અનિશ્ચિત જનીનોને દૂર કરવામાં મદદ કરે છે.
  10. અંતઃસંવર્ધન વસ્તીની ઉત્પાદકતામાં વધારો કરે છે. તેમ છતાં સતત અંતઃસંવર્ધન, ખાસ કરીને નિકટતમ અંતઃસંવર્ધન ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઘટાડો પ્રેરે છે જેને અંતઃસંવર્ધનદબાણ (inbreeding depression) કહે છે.
  11. આવી સમસ્યા ઊભી થાય ત્યારે અંતઃ સંવર્ધિત વસ્તીનાં પ્રાણીઓનું તે જ જાતનાં અસંબંધિત શ્રેષ્ઠ પ્રાણીઓ સાથે સમાગમ કરવાથી, ફળદ્રુપતા અને ઉત્પાદકતાને પુનઃસ્થાપિત કરી શકાય છે.

પ્રશ્ન 6.
બહિર્તવર્ધન સમજાવો.
અથવા
અસંબંધિત પ્રાણીઓના સંકરણની પદ્ધતિઓના પ્રકારો વર્ણવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति 2
બહિર્સવર્ધન અસંબંધિત પ્રાણીઓનું સંકરણ છે. જે 4-6 પેઢીઓ સુધી સમાન પૂર્વજ ન ધરાવતા હોય તેવા પ્રાણીઓ વચ્ચે (outcrossing -વિજાતીય કે બહિર્સસ્કરણ) અથવા ભિન્ન જાત વચ્ચે (cross breeding – પરસંવર્ધન) અથવા ભિન્ન જાતિઓ વચ્ચે (આંતરજાતીય સંવર્ધન-inter specific hybridisation) હોઈ શકે છે.

(i) બહિર્સવર્ધન (outcrossing) (a) તે એક જ જાતનાં એવા પ્રાણીઓ વચ્ચે કરાતો સમાગમછે, જેમાં વંશાવલી અનુસાર46પેઢીઓ સુધી બંને પ્રાણીઓના કોઈ સામાન્ય પૂર્વજ હોવા ન જોઈએ. (b) આ પ્રકારે ઉત્પન્ન થતી સંતતિ સીધી જ બહિર્મકર જાત તરીકે ઓળખાય છે. (c) આ પદ્ધતિ એવાં પશુઓ માટે ઉપયોગી છે, જેઓની દૂધ ઉત્પાદનક્ષમતા ઓછી હોય તેમજ માંસ માટે ઉપયોગી હોય તેવાં પ્રાણીઓના માંસનો દર વધારે છે. (d) માત્ર એકવારનું બહિર્સવર્ધન એ અંતઃસંવર્ધન દબાણને દૂર કરવામાં ઉપયોગી છે.

(ii) પર સંવર્ધન (cross breeding) (a) આ પદ્ધતિમાં એક જાતના શ્રેષ્ઠ નર ને અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથે સમાગમ કરાવવામાં આવે છે. (b) પર સંવર્ધન દ્વારા બે ભિન્ન જાતનાં ઇચ્છિત લક્ષણોનો સમન્વય સાધી શકાય છે. આ રીતે મળતી સંતતિ સીધી જ વ્યવસાયિક ઉત્પાદનમાં ઉપયોગી છે. (c) નવી સ્થાયી જાતોના વિકાસ માટે તેઓ અંતઃસંકરણ અને પસંદગીના સ્વરૂપે ઉપયોગી છે. જેથી આ નવી સ્થાયી જાતો એ વર્તમાન જાતોથી શ્રેષ્ઠ હોઈ શકે. (d) આ અભિગમ દ્વારા ઘણી નવી પ્રાણીજાતો આ રીતે વિકસાવવામાં આવી છે.પંજાબમાં વિકસિત હિસારડેલ ઘેટાંની નવી જાત છે જે બિકાનેરી અને મરીનો ઘેટા (marino rams) વચ્ચેના સંકરણની નીપજ છે.

(iii) આંતરજાતીય સંકરણ: (a) આ પદ્ધતિમાં, બે ભિન્ન સંબંધિત જાતિઓનાં નર અને માદા વચ્ચે સમાગમ કરાવવામાં આવે છે. (b) કેટલાક કિસ્સાઓમાં, સંતતિમાં બંને પિતૃઓનાં ઇચ્છિત લક્ષણો જોવા મળે છે અને તેનું એક આગવું આર્થિક મહત્ત્વ હોય છે. (c)દા.ત., ખચ્ચર (mule) જે માદા ઘોડા અને નર ગધેડાનું સંકરણ છે.

પ્રશ્ન 7.
નિયંત્રિત સંવર્ધનપ્રયોગો સમજાવો.
ઉત્તર:

  1. નિયંત્રિત સંવર્ધન પ્રયોગો કૃત્રિમ વીર્યસેચન (artificialinsemination) દ્વારા કરવામાં આવે છે.
  2. સંકરણ માટે પસંદ કરેલનરનું વીર્ય, પસંદ કરેલા માદાના પ્રજનનમાર્ગમાં સંવર્ધક (breeder) દ્વારા દાખલ કરાવવામાં આવે છે.
  3. વીર્યનો ઉપયોગ તરત જ કે તેને થીજવીને (frozen) પછી ઉપયોગમાં લેવામાં આવે છે.
  4. તે વીર્યને થીજવેલા સ્વરૂપે માદાને જયાં રાખવામાં આવેલ હોય તે સ્થળે સ્થળાંતરિત કરીને લઈ જઈ શકાય છે અને આ રીતે ઇચ્છનીય સમાગમ કરાવી શકાય છે.
  5. કૃત્રિમવીર્યસેચન દ્વારા સામાન્ય સમાગમથી ઉત્પન્ન થતી સમસ્યાઓને નિવારી શકાય છે.
  6. કૃત્રિમ વીર્યસેચન કરવા છતાં પણ ઘણી વખત પુખ્ત માદા અને નરવચ્ચે કરવામાં આવતા સંકરણની સફળતાનો દર ઘટી જાયછે.
  7. સંકર જાતો hybrids)ના સફળ ઉત્પાદન માટે અન્ય પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
  8. multiple ovulation embryo transfer technology (MOET) એ એવો કાર્યક્રમ છે જેના દ્વારા ગૌ-પશુ સુધારણા કરી શકાયછે.
  9. આ પદ્ધતિમાં ગાયને, FSH – (Follicle Stimulating Hormone) જેવા અંત:સ્રાવની સારવાર આપવામાં આવે છે. જેથી અંડપુટિકાઓનું પરિપકવનપ્રેરાય અને વધુ અંડસર્જન (superovulation) થાય છે.
  10. સામાન્ય રીતે દરેકચક્ર ઉત્પન્ન થતા એક અંડકોષના સ્થાને 6-8 અંડકોષો સર્જાય છે.
  11. પ્રાણીને સર્વશ્રેષ્ઠ આખલા સાથે કે કૃત્રિમ વીર્યસેચન દ્વારા સમાગમિત કરાય છે. 8-32 કોષીય અવસ્થાના ફલિત અંડકોષોને શસ્ત્રક્રિયા વગર મેળવી તેને સરોગેટમાતા (ભાડતી માતા)માં સ્થળાંતરિત કરાય છે.
  12. આ પદ્ધતિનો ઉપયોગ ઢોરઢાંખર, ઘેટાં, સસલાં, ભેંસ, ઘોડા વગેરેમાં કરાઈચૂક્યો છે.
  13. માદાની વધુ દૂધ આપતી જાતો અને ઉચ્ચ ગુણવત્તા (ઓછું મેદવાળું માંસ)વાળા માંસ આપતા આખલા વગેરેને સફળતાપૂર્વક સંવર્ધિત કરી શકાય છે. જેથી ટૂંક સમયમાં ટોળાનું કદ (સંખ્યા) વધે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 8.
એપીકલ્ચર સમજાવો.
અથવા
મધમાખી- ઉછેર વિશે માહિતી આપો.
ઉત્તર:

  • મધમાખી-ઉછેર એટલે મધ-ઉત્પાદન માટે મધમાખીના મધપૂડાની માવજત. તે પ્રાચીનકાળથી ચાલતો આવતો એક કુટિર ઉદ્યોગ છે.
  • મધએ ઉચ્ચ પોષણમૂલ્ય ધરાવતો આહાર છે તેમજ ઔષધોનીદેશી પ્રણાલી (આયુર્વેદ)માં પણ તેનો ઉપયોગ કરવામાં આવેછે.
  • મધમાખીનું અન્ય ઉત્પાદન માખીનું મીણ (bees wax) છે, જે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે. જેમ કે, સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં અને વિવિધ પ્રકારની પૉલિશમાં.
  • મધની વધતી જતી માંગને કારણે મધમાખી-ઉછેરને મોટા પાયે વિકસાવવાની જરૂર પડી છે.
  • મધમાખી ઉછેર જંગલી ઝાડીઓ, ફળના બગીચા અને ખેતરોમાં વાવેલા પાક હોય એવાં સ્થળોએ થઈ શકે છે.
  • મધમાખીની કેટલીક જાતિઓને ઉછેરી શકાય છે. જેમાંની સૌથી સામાન્ય જાતિ એપિસ ઇન્ડિકા (apis indica)છે.
  • મધપૂડાને ઘરના આંગણામાં, વરંડામાં કે છત ઉપર પણ ઉછેરી શકાય છે. મધમાખી-ઉછેરમાં શ્રમિકકાર્ય હોતું નથી.
  • મધમાખી-ઉછેર એક સરળ વ્યવસ્થા છે છતાં તેના માટે કેટલુંક વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે. સરળ મધમાખી – ઉછેર માટે નીચેના મુદ્દા અગત્યના છે:
    1. મધમાખીઓના સ્વભાવ અને આદતો/પ્રકૃતિનું જ્ઞાન.
    2. મધપૂડાને રાખવા માટે યોગ્ય સ્થળની પસંદગી
    3. મધમાખીના ઝૂંડ (swarms)ને પકડવું અને તેને મધપૂડામાં ઉછેરવું.
    4. ભિન્ન ઋતુઓમાં મધપૂડાનું વ્યવસ્થાપન
    5. મધ અને માખીનામીણને જાળવવું અને એકત્રિત કરવું.
  • મધમાખીઓ આપણા ઘણા પાક માટે પરાગવાહકો તરીકે વર્તે છે જેવાં કે, સૂર્યમૂખી, રાઈ (Brassica) સફરજન અને નાસપતિ.
  • પાક પર પુષ્પોદ્ભવ સમય દરમિયાન જો મધપૂડાને ખેતરમાં રાખવામાં આવે, તો પરાગનયનની ક્ષમતા વધી જાય છે. આમ પાક અને મધ બંનેનાં ઉત્પાદનમાં લાભ થાય છે.

પ્રશ્ન 9.
મત્સ્યઉધોગવિશે માહિતી આપો.
ઉત્તર:

  1. મત્સ્યઉદ્યોગ મલ્યો, કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી સજીવો અને અન્ય જલીય પ્રાણીઓને પકડવા, પ્રક્રિયા કરવા કે વેચાણ કરવા સાથે સંકળાયેલ છે.
  2. આપણી વસ્તીનો મોટો ભાગ મત્સ્ય, તેની પેદાશો અને અન્ય જલીય પ્રાણીઓ જેવાં કે, ઝિંગા, કરચલાં, લોલ્ટર (સાંઢો), ખાદ્ય છીપ (edible oyster) વગેરે પર ખોરાક માટે આધારિત છે.
  3. કટલા, રોહ, બ્રિગલ વગેરે મીઠા પાણીની સામાન્ય મત્સ્યો છે.
  4. જ્યારે હિલ્સા, સારડિન્સ, મેકેરલ અને પોસ્ફટદરિયાઈમસ્યો છે.
  5. ભારતીય અર્થવ્યવસ્થામાં મત્સ્યઉદ્યોગનું અગત્યનું સ્થાન છે. દરિયાકિનારાનાં રાજયોના લાખો માછીમારો અને ખેડૂતોને તે આવક અને રોજગાર પૂરો પાડે છે.
  6. વધતી જતી માંગને પહોંચી વળવા માટે તેનું ઉત્પાદન વધારવા માટે મત્સ્ય ઉદ્યોગમાં વિવિધ તકનીકીનો ઉપયોગ કરવામાં આવે છે.
  7. ઉદાહરણ તરીકે જલસંવર્ધન અને મત્સ્યસંવર્ધન દ્વારા મીઠા જળ અને દરિયાઈ જળનાં પ્રાણીઓ અને વનસ્પતિનું સંવર્ધન કરી શકાય છે.
  8. મત્સ્યઉદ્યોગ ખારા પાણીનો અથવા મીઠા પાણીનો હોય છે. દુનિયાનું લગભગ 90 ટકા મત્સ્ય ઉત્પાદન દરિયામાંથી આવે છે.
  9. મત્સ્યઉદ્યોગને “બ્યુરીવોલ્યુશન” કે “નીલક્રાંતિ” તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 10.
વનસ્પતિ- સંવર્ધન સમજાવો.
ઉત્તર:

  • પારંપરિક ખેતી દ્વારા મનુષ્ય અને પ્રાણીઓ માટે સીમિત માત્રામાં જૈવભાર ઉત્પાદન થાય છે.
  • પાક સારા વ્યવસ્થાપન દ્વારા અને ભૂમિનો ક્ષેત્રવિસ્તાર વધારીને ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. પરંતુ સીમિત માત્રામાં (એક હદ સુધી જ).
  • મા એકતનીકીના રૂપમાં વનસ્પતિ સંવર્ધને મોટે પાયે ઉત્પાદન વધારવામાં મદદ કરી છે.
  • હરિયાળી ક્રાંતિ મોટે ભાગે વનસ્પતિ સંવર્ધનની તકનીકી પર આધારિત ઘઉં, ચોખા, મકાઈ વગેરેના વધુ ઉત્પાદન તથા રોગપ્રતિકારક જાતોના વિકાસ પર આધારિત છે.
  • વનસ્પતિ – સંવર્ધન વનસ્પતિની જાતિઓનો ઇરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે જેથી યોગ્ય રીતે ઇચ્છિત વનસ્પતિઓ મેળવી શકાય છે.
  • આ રીતે મળતી વનસ્પતિઓ વધુ ખેતીલાયક, સારું ઉત્પાદન અને રોગપ્રતિરોધક હોય છે.
  • માનવસંસ્કૃતિના આરંભથી, હજારો વર્ષો પૂર્વે પારંપરિક રૂપમાં વાનસ્પતિક સંવર્ધન કરવામાં આવતું હતું. તેના 9000-11,000 વર્ષો પૂર્વેના લેખિત પુરાવાઓ આજે પણ ઉપલબ્ધ છે.
  • હાલના કેટલાક પાક પ્રાચીનકાળની વ્યવહારિક કેળવણી – પ્રક્રિયાઓ (domestication)નું પરિણામ છે. આજના આપણા બધા મોટા ભાગના ખાદ્ય પાકો, વ્યવહારુ જાતિઓ (domisticatedvarieties)માંથી ઉત્પન્ન થયેલા છે.
  • ઉત્કૃષ્ટવનસ્પતિ-સંવર્ધનમાં શુદ્ધ વંશક્રમોનું સંસ્કરણ અને સંકરણ સમાવેશિત છે. ત્યારબાદ તેને અનુસરીને વધુ ઉત્પાદન, પોષણ અને રોગપ્રતિરોધકતાના ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિઓની કૃત્રિમ પસંદગી તેને અનુસરીને ઉત્પન્ન કરવાનો સમાવેશ છે.
  • વનસ્પતિ સંવર્ધન દ્વારા વધુ પાક ઉત્પાદન અને સુધારેલી ગુણવત્તા મેળવી શકાય છે. તેમજ પર્યાવરણીય તણાવ (ક્ષારતા, ઉચ્ચ તાપમાન, શુષ્કતા) સામે સહનશીલ અને રોગકારકો સામે પ્રતિકારકતા દર્શાવતી વનસ્પતિઓ તૈયાર કરી શકાય છે.

પ્રશ્ન 11.
જનીનિકરીતે ભિન્નતા ધરાવતી પાક-સંવર્ધિત જાતિ માટેના વિવિધ તબક્કાઓ વર્ણવો.
ઉત્તર:
જનીનિકરીતે ભિન્નતા ધરાવતી પાકસંવર્ધિત જાતિ માટેના તબક્કા નીચે પ્રમાણે છે:
(i) ભિન્નતાનું એકત્રીકરણ
(a) જનીનિક ભિન્નતા, સંવર્ધન કાર્યક્રમનો આધાર છે. ઘણા પાકોને જનીનિક ભિન્નતા તેમની જંગલી સંબંધિત પ્રજાતિમાંથી પ્રાપ્ત થઈ શકે છે.
(b) તેમાં વિવિધ પ્રકારની જંગલી જાતિઓ, પ્રજાતિઓ અને સંવર્ધિત જાતિઓનું એકત્રીકરણ અને સંકરણ એ પૂર્વ જરૂરિયાત છે.
(c) કોઈ પાકમાં જોવા મળતા બધા જનીનોના વિવિધ વૈકલ્પિક કારકો (alleles)ના સંગ્રહણને જનનરસ સંગ્રહણ (germplasm collection) કહે છે.

(ii) મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગીઃ
(a) જનનરસનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેથી ઇચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓને ઓળખી શકાય.
(b) આ રીતે પસંદગી કરેલ વનસ્પતિઓનું બહુગુણન કરી, તેમનો ઉપયોગ સંકરણ માટે કરવામાં આવે છે. આ પ્રકારે જ્યાં ઇચ્છનીય અને શક્ય હોય ત્યાં શુદ્ધ સંતતિ ઉત્પન્ન કરી શકાય છે.

(iii) પસંદ કરેલપિતૃઓ વચ્ચેપર-સંકરણ
(a)ઘણી વાર ઇચ્છિત લક્ષણોનો સમન્વય બે ભિન્ન પિતૃઓ (વનસ્પતિ)ના ઉપયોગ દ્વારા મેળવવામાં આવે છે.
(b) જેમ કે, એક પિતૃ ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવે છે અને બીજો પિતૃકે જે રોગપ્રતિકારકતા ધરાવે છે. આ બે પિતૃઓના સંકરણથી સંકરજાતિ પેદા કરી શકાય છે.
(c) આ ખૂબ જ કંટાળાજનક અને સમય વેડફતી પ્રક્રિયા છે કારણ કે તેમાં ઇચ્છિત નર પિતૃમાંથી પરાગરજ પસંદ કરી એકત્ર કરાય છે અને પસંદ કરેલ માદા વનસ્પતિમાં પરાગાસન પર સ્થાપિત કરાય છે.
(d) એવું પણ જરૂરી નથી કે સંકરણમાં ઇચ્છિત લક્ષણોનું જ જોડાણ થાય છે. આવા હજારો સંકરણ પૈકી કોઈ એકમાં જ આવો ઇચ્છનીય સમન્વય જોવા મળે છે.

(iv) ઉચ્ચ પુનઃ સંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ
(a) આ તબક્કામાં સંકરણ દ્વારા સર્જાયેલ સંતતિઓમાંથી ઇચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓની પસંદગી કરવામાં આવેછે.
(b) સંકરણના ઉદેશની પ્રાપ્તિ માટે પસંદગીની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તેમાં સંતતિનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન કરવામાં આવેછે.
(c) આ તબક્કાના પરિણામરૂપે એવી વનસ્પતિઓ પ્રાપ્ત થાય છે જે બંને પિતૃઓ કરતાં શ્રેષ્ઠ હોય છે.
(d) કેટલીક પેઢીઓ સુધી તેઓનાં સ્વપરાગનયન કરાવવામાં આવે છે કે જ્યાં સુધી સમરૂપકતા પ્રાપ્ત ન થાય (સમયુગ્મતા) જેથી સંતતિઓમાં તેઓને આ લક્ષણોનું વિશ્લેષણ ન થાય.

(v) નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ:
(a) નવી પસંદ કરેલ જાતિઓના વંશક્રમોનું તેમનાં ઉત્પાદન અને અન્ય ગુણવત્તાસભર પાકની પેદાશો, રોગપ્રતિકારકતા વગેરે માટે મૂલ્યાંકન કરવામાં આવે છે.
(b) તેમના મૂલ્યાંકન માટે તેમને સંશોધનક્ષેત્રો (ખેતરો)માં ઉગાડવામાં આવે છે અને તે દરમિયાન યોગ્ય ખાતર, સિંચાઈ અને અન્ય પાક જાળવણી હેઠળ તેમના વિકાસની નોંધણી કરવામાં આવે છે.
(C) સંશોધનક્ષેત્રોમાં તેના મૂલ્યાંકન બાદ વનસ્પતિઓનું પરીક્ષણ દેશનાં વિવિધ સ્થાનોએ ખેડૂતના ખેતરોમાં ઓછામાં ઓછી ત્રણ ઋતુઓ સુધી કરવામાં આવે છે.
(d) જ્યાં પાક ઉછેરી શકાય તેવા બધા જ કૃષિ આબોહવાકીય સ્થાનોએ તેમને હંમેશાં ઉછેરવામાં આવે છે.
(e) આ રીતે મળતા પાકની તુલના ત્યાંના શ્રેષ્ઠ સ્થાનિક પાક સાથે કરવામાં આવે છે. જેના માટે ચકાસણી કે તેના સંવર્ધકનો સંદર્ભ લેવાય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 12.
ભારતમાં કૃષિનું મહત્ત્વ તેમજ લેવાતા વિવિધ પાકો વિશે માહિતી આપો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति 3

  • ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ખેતી ભારતના કુલ ઘરેલું ઉત્પાદન (GDP)નો 33 ટકા હિસ્સો છે અને વસ્તીના 62 ટકા લોકોને તે રોજગાર પૂરો પાડે છે.
  • ભારતની સ્વતંત્રતા પછી, દેશ સામે મુખ્ય પડકાર વધતી જતી જનસંખ્યા માટે પૂરતું ખોરાક-ઉત્પાદન કરવાનું હતું.
  • આપણે જાણીએ છીએ કે, ખેતી માટે જમીન મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે.
  • તેવા સંજોગોમાં ઉપલબ્ધ જમીનમાં પ્રતિ એકમ પાક ઉત્પાદન વધે તેવા પ્રયાસો કરવા જરૂરી છે.
  • 1960ના મધ્યમાં ઘઉં અને ચોખાની વધુ ઉચ્ચ ઉત્પાદન આપતી જાતોના વિકાસમાં વનસ્પતિ સંવર્ધનની તક્નીકીઓનો ઉપયોગ કરવાના પરિણામ સ્વરૂપે ખાદ્ય-ઉત્પાદનમાં અત્યાધિક વૃદ્ધિ થઈ. આ તબક્કાને હરિયાળી ક્રાંતિ (Green revolution) તરીકે ઓળખવામાં આવે છે.
  • ભારતમાં ઘણીબધી ઉચ્ચ ઉત્પાદનવાળી સંકર જાતો જોવા મળે છે.
  • ઘઉં અને ચોખાઃ 1960થી 2000ના સમયગાળામાં ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટનથી વધીને 75 મિલિયન ટન થયું, જ્યારે ચોખાનું ઉત્પાદન 35 મિલિયનટનથી વધીને 89.5 મિલિયન ટન થયું છે.
  • ઘઉં અને ચોખાની અર્ધ-વામન જાતોના વિકાસને કારણે આમ થયું છે.
  • નોબલ પારિતોષિક નોર્મન ઇ-બોરલોગે ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર, (International Centre for Wheat and Maize Improvement) મેક્સિકોમાં અર્ધવામન ઘઉંની જાત વિકસાવી.
  • 1963માં ભારતના ઘઉં ઉગાડતા વિસ્તારોમાં ઉચ્ચ નીપજ આપતી અને રોગપ્રતિરોધક સોનાલિકા અને કલ્યાણ સોના જેવી જાતોને ઉગાડવામાં આવી.
  • ચોખાની અર્ધવામન જાતો IR-8માંથી (આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાન International Rice Research Institute IRRI, ફિલિપાઇન્સ ખાતે) અને Taichung Native – 1માંથી (તાઈવાન ખાતે) વિકસાવવામાં આવી.
  • 1966માં આ વ્યુત્પનોનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવામાં આવ્યો. ત્યાર બાદ ભારતમાં વધુ સારું ઉત્પાદન આપતી જયા અને રત્નાવિકસાવવામાં આવી.
  • શેરડી સેકેરમબારબેરીને મૂળરૂપે ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવતી હતી. પરંતુ તેમાં શર્કરાનું પ્રમાણ ખૂબ ઓછું હતું.
  • જ્યારે દક્ષિણ ભારતમાં ઉષ્ણકટિબંધમાં ઊગતી સેકેરમ ઓફિસિનેરમ જાડું પ્રકાંડ અને વધુ શર્કરાની માત્રા ધરાવતી હતી. પરંતુ તે ઉત્તર ભારતમાં સારો વિકાસ દર્શાવી શકી નથી. આ બંને જાતિઓનું સફળ રીતે સંકરણ યોજીને, તેમના ઇચ્છિત લક્ષણોનો સમન્વય સાધીને, વધુ ઉત્પાદન, જાડું પ્રકાંડ, ઉચ્ચ શર્કરા અને ઉત્તર ભારતમાં ઊગી શકવાની ક્ષમતા ધરાવતી જાત વિકસાવવામાં આવી.
  • જુવાર ભારતમાં મકાઈ, જુવાર અને બાજરીની સંકર જાતો સફળતાપૂર્વક વિકસાવાઈ છે. સંકરિતસંવર્ધનના કારણે વધુ ઉત્પાદન કરતી અને પાણીની ખેંચ સામે પ્રતિરોધ ધરાવતી જાતોના વિકાસમાં વધારો થયો છે.

પ્રશ્ન 13.
સૂક્ષ્મજીવો પાકને કઈરીતેનુક્સાન પહોંચાડે છે?
ઉત્તર:

  1. ફૂગ, બૅક્ટરિયા અને વાઇરસ રોગકારકોની વિશાળ શ્રેણી ખાસ કરીને ઉષ્ણકટિબંધના વાતાવરણમાં પાક-જાતિઓનાં ઉત્પાદન પર અસર કરે છે.
  2. પાકનું આ નુકસાન ઘણીવાર 20-30% સુધીનું અથવા અથવા ક્યારેક તો સંપૂર્ણ નુકસાન પણ થાય છે.
  3. આ પરિસ્થિતિમાં, ખેતી વિષયક જાતોમાં રોગના પ્રતિકાર અને સંવર્ધનના વિકાસથી ખાદ્ય-ઉત્પાદનમાં વધારો થાય છે. જે ફૂગનાશક અને જીવાણુનાશકના ઉપયોગની આશ્રિતા ઘટાડવામાં મદદ કરે છે.
  4. યજમાન વનસ્પતિનો પ્રતિકારક એ રોગ ઉત્પન્ન થવાથી લઈ રંગકારકના અટકાવવાની ક્ષમતા છે અને તે યજમાન વનસ્પતિના જનીનિક બંધારણને આધારે નિર્ધારિત થાય છે.
  5. સંવર્ધનની પ્રક્રિયા અપનાવતા પહેલાં, રોગકારકો વિશે જાણકારી મેળવવી તેમજ તેમના પ્રસારની ક્રિયાવિધિ જાણવી અગત્યનીછે.
  6. ફૂગ દ્વારા થતા કેટલાક રોગો ગેરુ (rust) પ્રેરે છે. દા.ત., ઘઉંનો ભૂરો ગેરુ, શેરડીનો લાલ સડો અને બટાકાનો પાછોતરો સુકારો તેમજ બેક્ટરિયા દ્વારા થતો કુસફરનો કાળો ગેરુ અને વિષાણુ દ્વારા થતો તમાકુનો કિમિર રોગ, સલગસનો કિર્મિર રોગવગેરે.

પ્રશ્ન 14.
રોગ-પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ સમજાવો.
ઉત્તર:

  • સંવર્ધનનો હેતુ પરંપરાગત સંવર્ધનની તકનીકીઓ કે વિકૃત કે પરિવર્તિત સંવર્ધન દ્વારા સિદ્ધ કરવામાં આવે છે.
  • સંકરણ અને પસંદગી એ પ્રતિરોધકો મેળવવા માટેની પરંપરાગત સંવર્ધન પદ્ધતિ છે. તેના માટેના તબક્કાઓ અને સંવર્ધન દ્વારા વધુ ઉત્પાદન મેળવવા જેવા અન્ય કોઈ પણ કૃષિવિદ્યાકીય લક્ષણો માટેના તબક્કાઓ આવશ્યક રીતે સમાન છે.
  • આ તબક્કાઓમાં ક્રમશઃ પ્રતિરોધકતાના સ્રોત માટે જનનરસની તારવણી, પસંદગી કરેલ પિતૃઓનું સંકરણ, સંકર જાતોની પસંદગી અને મૂલ્યાંકન તથા નવી જાતોનું પરીક્ષણ અને મુક્તિનો સમાવેશ થાય છે.
  • સંકરણ તેમજ પસંદગી દ્વારા ઉગાડવામાં આવતા ફૂગ, બૅક્ટરિયા અને વાઇરલ રોગો પ્રત્યે પ્રતિરોધક અને બહાર પાડવામાં આવેલ પાકની વિવિધ જાતો જોવા મળે છે. જેમાંની કેટલીક નીચે પ્રમાણે છે:

GSEB Class 12 Biology Important Questions Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति 4

  • વિવિધ પાકની ભિન્ન જાતો કે સંબંધિત જંગલી જાતોમાં હાજર અને ઓળખાયેલા રોગ-પ્રતિરોધક જનીનોની સીમિત સંખ્યાને કારણે પરંપરાગત સંવર્ધન મોટે ભાગે નીરસ બની જાય છે.
  • વિવિધ ઉપાયો દ્વારા વનસ્પતિમાં વિકૃતિઓ પ્રેરવાથી અને ત્યાર બાદ પ્રતિકારકતા માટે વનસ્પતિજન્ય પદાર્થોને જુદા તારવવાથી ક્યારેક ઇચ્છિત જનીનોની ઓળખ કરી શકાય છે.
  • ઇચ્છિત લક્ષણો ધરાવતી આવી વનસ્પતિઓનું સીધું જ બહુગુણન કરી શકાય છે અથવા તેમનો સંવહન માટે ઉપયોગ કરી શકાય છે.
  • સંવહન માટે વિવિધ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે જેમાં સોમાક્લોનલ વેરિયન્ટ અને જીનેટિક એન્જિનિયરિંગનો સમાવેશ થાયછે.

પ્રશ્ન 15.
રોગપ્રતિરોધકતામાટેની પદ્ધતિ તરીકે ઉત્પરિવર્તન અથવાવિકૃતિ સમજાવો.
ઉત્તર:

  • આનુવંશિક ભિન્નતા માટે જનીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરવો તેને વિકૃતિ કહે છે, જેના પરિણામે નવાં લક્ષણો વિકસિત થાય છે, તે તેમના પિતૃઓમાં હોતા નથી.
  • કૃત્રિમ રીતે રસાયણો કે વિકિરણો જેવા કે ગામા-કિરણો)નો ઉપયોગ કરવાથી વિકૃતિ કે પરિવર્તન મેરી શકાય છે, તેમજ સંવર્ધનમાં સ્રોત તરીકે ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગી અને ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ઉત્પરિવર્તન સંવર્ધન (mutation breeding) કહે છે.
  • ઉત્પરિવર્તિત મગમાંયલો મોઝેઇક વાઇરસ અને પાવડરી મીલ્કયુ સામે પ્રતિરોધકતા પ્રેરી શકાઈ હતી.
  • વનસ્પતિઓની કેટલીક કૃષિજન્ય જંગલી જાતો પ્રતિરોધક લક્ષણો ધરાવે છે, પરંતુ તેઓની ઉત્પાદન ક્ષમતા બહુ ઓછી હોય છે.
  • આથી ઊંચા ઉત્પાદન માટે આવી કૃષિજન્ય જંગલી જાતોમાંથી ઉચ્ચઉત્પાદકતાવાળી જાતોમાં પ્રતિરોધક જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે.
  • ભીંડા (Abelmoschus esculentus)માં યલો મોઝેઇક વાઇરસ સામે પ્રતિરોધકતા મેળવવા જંગલી જાતમાંથી તેને તબદીલ કરવામાં આવ્યા છે. જેના પરિણામે એ એક્યુલેટ્સ (A.esculentus)ની નવી જાત પ્રાપ્ત થઈ, જેને પરભાણી ક્રાંતિ કહે છે.
  • ઉપર્યુક્ત બધાં ઉદાહરણોમાં પ્રતિરોધક જનીનોના સ્રોત સામેલ થાય છે. આ સજીવો એ જ પાકની જાત કે તેને સંબંધિત જંગલી જાતના હોય છે કે જેમને રોગ-પ્રતિકારકતા માટે સંવર્ધિત કરવામાં આવે છે.
  • પ્રતિરોધક જનીનોનું સ્થળાંતરણ લક્ષ્ય વનસ્પતિ અને સ્રોત વનસ્પતિ વચ્ચે લિંગી-સંકરણ કરવાથી થાય છે અને તેને પસંદગીની ક્રિયા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

પ્રશ્ન 16.
કીટકો સામે પ્રતિરોધકતા મેળવવા વનસ્પતિસંવર્ધન કઈ રીતે ઉપયોગી છે?
ઉત્તર:

  1. પાક-વનસ્પતિ અને પાક-ઉત્પાદનનું મોટા પાયે વિનાશનું અન્ય મુખ્ય કારણ કીટક અને કીટકોનો ઉપદ્રવ છે.
  2. યજમાન પાકવનસ્પતિઓમાં કીટ પ્રતિરોધકતા બાહ્યાકાર, જૈવરસાયણ કે દેહધાર્મિકીય લક્ષણોને કારણે હોય છે.
  3. કેટલીક વનસ્પતિઓમાં રોમમયપણે કીટકોના પ્રતિકાર સાથે સંકળાયેલા હોય છે. દા.ત., કપાસમાં જેસિડ અને ઘઉંમાં ધાન્યપર્ણ ભંગ કીટકો.
  4. ઘઉંમાં વિશિષ્ટ પ્રકારના પ્રકાંડને કારણે સ્ટેમ સોફલાય તેમની નજીક જતી નથી તથા લીસાં પર્ણવાળી અને મધુરસવિહીન કપાસની જાતો બૉલવર્મ્સને આકર્ષી શકતી નથી.
  5. મકાઈમાં ઉચ્ચ એસ્પાર્ટિક ઍસિડ, નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ તેના પ્રકાંડમાં કાણાં પાડતા કીટકો સામે પ્રતિરોધકતા સર્જે છે.
  6. કીટ પ્રતિરોધકતા માટેની સંવર્ધન પદ્ધતિઓમાં અન્ય કોઈ પણ કૃષિ વિષયક લક્ષણ જેમ કે ઉત્પાદન કે ગુણવત્તા વગેરે તે જ પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
  7. કૃષિ તથા તેની જંગલી જાતોના પ્રતિરોધક જનીનોનો સ્રોત કૃષિજન્ય જાતો તેમજ સંચિત જનનરસ છે.
  8. કીટકો પ્રત્યે પ્રતિરોધકતા વિકસાવવા માટે સંકરણ અને પસંદગી દ્વારા ઘણીબધી પ્રજનનિત પાકની જાતિઓ જોવા મળે છે જેમાંની કેટલીક નીચે આપેલ કોષ્ટકમાં છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति 5

પ્રશ્ન 17.
ખાધગુણવત્તા સુધારવા માટે વનસ્પતિ સંવર્ધનકઈ રીતે ઉપયોગી છે?
અથવા
સુધારેલખાધગુણવત્તામાટે વનસ્પતિ સંવર્ધન સમજાવો.
ઉત્તર:
– વિશ્વમાં લગભગ 840 લાખથી પણ વધુ લોકોને તેમની દૈનિક ખાદ્ય તથા પોષણ સંબંધી જરૂરિયાતોની પૂર્તિ કરવા ખોરાક પ્રાપ્ત થતો નથી.

  • મોટી સંખ્યામાં લગભગ 3 કરોડલોકો લઘુપોષક તત્ત્વો, પ્રોટીન અને વિટામિનની ઊણપ સહન કરે છે કે છુપાયેલી ભૂખ (hidden hunger)નો શિકાર છે. કારણ કે, તેઓને શાકભાજી, કઠોળ, માછલી અને માંસની ખરીદી પરવડી શકતી નથી.
  • એવો ખોરાક કે જેમાં આવશ્યક લઘુ પોષકતત્ત્વો જેવા કે આયર્ન, વિટામિન A, આયોડિન અને ઝિંકનો અભાવ હોય છે તેને લીધે રોગ થવાનું જોખમ વધી જાય છે. જેથી જીવનકાળમાં ઘટાડો અને માનસિક ક્ષમતા ઘટી જાય છે.
  • જૈવિક રક્ષણાત્મકતા (બાયોફોર્ટિફિકેશન): લોકતંદુરસ્તીમાં સુધારો કરવા માટે સંવર્ધિત પાકોમાં વિપુલ માત્રામાં વિટામિન્સ અને ખનીજ તત્ત્વો તેમજ સ્વાથ્યવર્ધક પ્રોટીન હોવા જરૂરી છે.
  • સુધારેલ પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનમાં નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે:
    1. પ્રોટીન-પ્રમાણ અને ગુણવત્તા સુધારવી
    2. તૈલ-પ્રમાણ અને ગુણવત્તા સુધારવી
    3. વિટામિનનું પ્રમાણ વધારવું
    4. લઘુ પોષકતત્ત્વો તથા ખનીજોનું પ્રમાણ સુધારવું.
  • વર્ષ 2000માં, વિકસિત મકાઈની સંકર જાતમાં હાલની મકાઈની જાત કરતાં એમિનો ઍસિડ, લાયસિન અને ટ્રિટોફેનનું બે ગણું પ્રમાણ નોંધાયું.
  • ઘઉંની જાત, એટલાસ 66તેના ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે, ઘઉંનો સુધારેલ પાક મેળવવા માટે દાતા તરીકે ઉપયોગી છે.
  • સામાન્ય વપરાશમાં લેવાતી ચોખાની જાતમાં હોય તેના કરતાં પાંચ ગણું આયર્ન-મૂલ્ય ધરાવતી ચોખાની જાત વિકસાવવાનું શક્ય બન્યું છે.
  • ભારતીય કૃષિ-સંશોધન સંસ્થા (Indian Agricultural Research Institute, IARI) ન્યૂ દિલ્હી ખાતે શાકભાજીના એવા પાકો બહાર પાડ્યા છે જે વિટામિન-A અને ખનીજની વિપુલ માત્રા ધરાવે છે.
  • દા.ત., વિટામિન-Aથી ભરપૂર ગાજર, પાલક, કોળું, વિટામિન-C થી સમૃદ્ધ કારેલાં, ચીલની ભાજી (Bathua), રાઈ, ટામેટા, આયર્ન અને કૅલ્શિયમથી ભરપૂર પાલક અને ચીલની ભાજી તથા પ્રોટીનથી સમૃદ્ધ કઠોળ (શિમ્બ) જેવા કે વાલ, વાલોળ, ફણસી અને વટાણા.

પ્રશ્ન 18.
SCP વિશે માહિતી આપો.
અથવા
એકકોષજન્ય પ્રોટીન સમજાવો.
ઉત્તર:

  1. ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળ વગેરેના પારંપરિક કૃષિ-ઉત્પાદનનો દર એટલો નથી કે તે મનુષ્ય અને પ્રાણીઓની વધતી જતી જનસંખ્યાની જરૂરિયાતને પૂર્ણ કરી શકે.
  2. શાકાહારથી માંસાહારમાં પરિવર્તન પણ ધાન્યની માંગને પહોંચી વળે એમ નથી; કારણ કે, 1 કિગ્રા માંસ ઉત્પન્ન કરવા માટે પ્રાણી ઉછેરમાં 3-10 કિગ્રા અનાજની આવશ્યકતા રહે છે.
  3. 25 ટકાથી પણ વધુ માનવવસ્તી ભૂખમરા અને કુપોષણનો શિકાર છે.
  4. મનુષ્ય અને પ્રાણીઓમાં પ્રોટીન પોષણ માટેના વૈકલ્પિકસ્રોતોમાંનો એકસ્રોત એકકોષજન્ય પ્રોટીન (SCP) છે.
  5. ઔદ્યોગિક સ્તરે સંવર્ધિત કરવામાં આવતા સૂક્ષ્મજીવો પ્રોટીનનો એક સારો સ્રોત છે.
  6. નીલહરિતલીલ જેવી કે સ્પાયરુલિનાને બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટ (જેમાં સ્ટાર્ચ હોય છે), વાંસના પૂડા, મોલાસીસ, પ્રાણીજ ખાતર અને ગટરનાં પાણી વગેરે જગ્યા પર સરળતાથી ઉછેરી શકાય છે.
  7. જે વિપુલ માત્રામાં પ્રોટીન, ખનીજ, મેદ, કાર્બોદિત અને વિટામિનથી ભરપૂર ખોરાક તરીકે ગરજ સારે છે અને આકસ્મિક રીતે તેઓ પર્યાવરણીય પ્રદૂષણને પણ ઘટાડે છે.
  8. કેટલાક બૅક્ટરિયા જેવા કે, મિથાયલોફિલસ મિથાયલોટ્રોફસ (Methylophilus methylotrophus) બૅક્ટરિયા તેમના ઉચ્ચ જૈવભાર ઉત્પાદન અને વૃદ્ધિને કારણે 25 ટન પ્રોટીન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.
  9. ઘણા લોકો મશરૂમનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને મોટા પાયે તેનું ઔદ્યોગિક ઉત્પાદન થાય છે.

પ્રશ્ન 19.
પેશી-સંવર્ધનપદ્ધતિ પાક સુધારણા માટે કઈ રીતે ઉપયોગી છે?
અથવા
પેશી સંવર્ધન સમજાવો.
અથવા
પેશી સંવર્ધન પદ્ધતિ વિશે સવિસ્તર વર્ણન કરો.
ઉત્તર:

  • જયારે આપણી પારંપરિક કૃષિ પદ્ધતિઓ પર્યાપ્ત માત્રામાં ખોરાકની માંગને પહોંચી વળવા અસમર્થ બની છે ત્યારે પાક-સુધારણા માટેની એક નવી તક્નીક વિકસાવવામાં આવી છે જે પેશી – સંવર્ધન તરીકે ઓળખાય છે.
  • 1950 દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે નિવેશ્ય (વનસ્પતિનો કોઈ ભાગ-explant)માંથી સંપૂર્ણછોડ વિકસાવી શકાય છે.
  • તે માટે વનસ્પતિના કોઈ પણ ભાગ લઈને તેને જંતુમુક્ત પરિસ્થિતિમાં ટેસ્ટટ્યૂબમાં સંવર્ધિત કરવામાં આવે છે.
  • કોઈ પણ કોષ/નિવેશ્યમાંથી સમગ્ર છોડને સર્જવાની ક્ષમતાને પૂર્ણક્ષમતા (totipotency) કહે છે.
  • પોષક માધ્યમમાં કાર્બન સ્રોત જેવા કે સુક્રોઝ તેમજ અકાર્બનિક ક્ષાર, વિટામિન્સ, એમિનો ઍસિડ તથા ઝિન, સાયટોકાઈનીન જેવા વૃદ્ધિ નિયામકો પૂરા પાડવામાં આવે છે.
  • આ પદ્ધતિઓના ઉપયોગ દ્વારા ખૂબ જ ઓછા સમયમાં વનસ્પતિઓનું પ્રસર્જન મેળવી શકાય છે. આમ, પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની આ પદ્ધતિને સૂક્ષ્મ સંવર્ધન (micro propagation) કહે છે.
  • આ રીતે ઉત્પન્ન થતી વનસ્પતિઓ તેમની મૂળ વનસ્પતિઓને મળતી આવે છે કે જેમાંથી તેમને વિકસાવી હોય એટલે કે તેઓ સોમાક્લોન્સ છે.
  • મહત્ત્વની ખાદ્યપેદાશો જેવી કે ટામેટા, કેળાં, સફરજન વગેરેનું મોટા પાયે ઉત્પાદન આ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.
  • આ પદ્ધતિનો મહત્ત્વનો અન્ય ઉપયોગ એ છે કે, રોગિષ્ટવનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓની પુનઃપ્રાપ્તિ થઈ શકે છે.
  • વનસ્પતિ વાઇરસથી ગ્રસ્ત હોવા છતાં, તેનોવર્ધનશીલ પ્રદેશ વાઇરસથી અપ્રભાવિત હોયછે.
  • આ માટે વધુનશીલ પ્રદેશને દૂર કરીને તેને પ્રયોગશાળામાં (in vitro)માં ઉછેરી વાઇરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય છે.
  • વૈજ્ઞાનિકોને કેળાં, શેરડી અને બટાટાના વર્ધનશીલ પ્રદેશને સંવર્ધિત કરવામાં સફળતા મળી છે.
  • વનસ્પતિમાંથી એકાકી કોષોને અલગ તારવી તેમની કોષદીવાલનું પાચન કરી ખુલ્લું પ્રોટોપ્લાઝમ મેળવી શકાય છે જે કોષરસપટલથી આવરિત હોય છે.
  • આ રીતે બે ભિન્ન જાતોના જીવરસ (પ્રોટોપ્લાઝમ) જે ઇચ્છિત લક્ષણો ધરાવે છે તેમને સંયોજિત કરીને સંકર જીવરસ મેળવી શકાય છે. જેનો નવી વનસ્પતિના સર્જન માટે ઉપયોગ કરી શકાય છે. આવા સંકરોને દૈહિક સંકર, જ્યારે તેની પદ્ધતિને દૈહિક સંકરણ કહે છે.
  • ટામેટાના જીવરસનું જોડાણ બટાટાના જીવરસ સાથે કરી નવી સંકર વનસ્પતિ પોમેટો’નું નિર્માણ કરી શકાયું છે જે ટામેટાં અને બટાટા એમ બંનેનાં લક્ષણો ધરાવે છે.
  • પરંતુ દુર્ભાગ્યવશ આ વનસ્પતિમાં વ્યવસાયિક ઉપયોગ માટે ઇચ્છિત લક્ષણોનો સમન્વય સાધી શકાયો નથી.

GSEB Class 12 Biology Important Questions Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति

તફાવત આપો. (2 ગુણ)

પ્રશ્ન 1.
અંત સંવર્ધન અને બહિર્તવર્ધન
ઉત્તર:

અંતઃસંવર્ધન બહિર્તવર્ધન
(1) એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4-6 પેઢીઓ સુધી કરવામાં આવતું પ્રજનન એટલે અંતઃ સંવર્ધન. (1) 4-6 પેઢીઓ સુધી સમાન પૂર્વજ ન ધરાવતા હોય તેવાં પ્રાણીઓ વચ્ચે કરવામાં આવતું પ્રજનન એટલે બહિર્સવર્ધન.
(2) અંતઃસંવર્ધનથી સમયુગ્મતાનું પ્રમાણ વધે છે. (2) બહિર્સવર્ધનથી સમયુગ્મતાનું પ્રમાણ ઘટે છે.
(3) અંતઃસંવર્ધન શુદ્ધ જાત મેળવવા ઉપયોગી છે. (3) બહિર્સવર્ધન ઇચ્છિત લક્ષણો ધરાવતી સંકરણ જાતો મેળવવા ઉપયોગી છે.
(4) સતત અંતઃસંવર્ધન એ અંતઃસંવર્ધનદબાણને પ્રેરે છે. (4) એકવારનું બહિર્સવર્ધન અંતઃસંવર્ધન દબાણને દૂર કરે છે.

વૈજ્ઞાનિક કારણો આપો. (2 ગુણ)

પ્રશ્ન 1.
શુદ્ધ જાત મેળવવા અંતઃસંવર્ધન જરૂરી છે.
ઉત્તર:
અંતઃસંવર્ધન એ એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે કરાવવામાં આવતું પ્રજનન છે તેમજ અંતઃસંવર્ધનથી સમયુગ્મતાનું પ્રમાણ વધે છે આથી કોઈ પણ પ્રાણીની શુદ્ધ જાત મેળવવા અંતઃસંવર્ધન જરૂરી છે.

પ્રશ્ન 2.
ભારતમાં મોટી સંખ્યામાં લોકો છુપાયેલી ભૂખનો શિકાર બને છે.
ઉત્તર:
ભારતના ભૌગોલિક વિસ્તારની સાપેક્ષે દેશની વસ્તી ખૂબ જ વધારે છે. પરિણામે આટલી મોટી સંખ્યાને જરૂરી એવો અનાજનો પુરવઠો પ્રાપ્ત કરી શકાતો નથી. લગભગ 3 કરોડ લોકો લઘુપોષકતત્ત્વો, પ્રોટીન અને વિટામિનની ઊણપ સહન કરે છે. તેઓને શાકભાજી, કઠોળ, માછલી અને માંસની ખરીદી પરવડી શકતી નથી માટે દેશમાં મોટી સંખ્યામાં લોકો છુપાયેલી ભૂખના શિકાર બનેછે.

પ્રશ્ન 3.
ખેતરની નજીક મધપૂડો એ ખેડૂત માટે ફાયદાકારક છે.
ઉત્તર:
મધપૂડામાંથી ખેડૂતને મધ અને મીણ બંને વસ્તુ મળી રહે છે જે તેને આર્થિક રીતે ઉપયોગી છે તેમજ મધમાખીઓ ઘણાબધા પાકોમાં પરાગનયન કરે છે. આમ જો ખેતરની નજીક મધપૂડો હોય તો પરાગનયનની ક્ષમતા વધી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *