GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન

Gujarat Board GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન Important Questions and Answers.

GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 1.
સજીવોના જીવનકાળ અંગે માહિતી આપો.
ઉત્તર:

 • સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુને આવરતો સમય તેનો જીવનકાળ (life span) દર્શાવે છે. વિવિધ સજીવોમાં જીવનકાળ થોડાકદિવસોનો ટૂંકો અથવા હજાર વર્ષ સુધી લાંબો પણ જોવા મળે છે.
 • મોટા ભાગના સજીવોનો જીવનકાળ આ બંને સિમાંતો (extremes)ની વચ્ચે જોવા મળે છે.
 • સજીવનો જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલ હોય તે જરૂરી નથી. ઉદાહરણઃ કાગડો અને પોપટના કદમાં કોઈ ખાસ તફાવત નથી છતાં તેમના જીવનકાળમાં બહોળો તફાવત જોવા મળે છે. તે જ રીતે પીપળાના વૃક્ષની સાપેક્ષે આંબાના વૃક્ષનો જીવનકાળ ઘણો ટૂંકો છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન 1

 • સજીવોનો જીવનકાળ ભલે ગમે તે હોય પરંતુ દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે કે, એકકોષી સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી.
 • આપણે શા માટે કહી શકીએ કે એકકોષી સજીવોમાં નૈસર્ગિક મૃત્યુ થતું નથી. પૃથ્વી ઉપર ઘણાં હજારો વર્ષો સુધી વનસ્પતિઓ અને પ્રાણીઓ કોઈ એવી પ્રક્રિયા દ્વારા ખૂબ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે. તે પ્રક્રિયા પ્રજનન છે અને તે દ્વારા જીવસાતત્ય જળવાઈ રહે છે

પ્રશ્ન 2.
પ્રજનન એટલે શું? તેના પ્રકાર અને મહત્ત્વ જણાવો.
ઉત્તર:

 • જે પ્રક્રિયા દ્વારા સજીવ પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે તેને પ્રજનન કહે છે.
 • આસંતતિ વૃદ્ધિ પામે, પુખ્ત બને અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે છે. આમ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા કરે છે.
 • પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા સમર્થ બને છે.
 • વિશ્વમાં દરેક સજીવે બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા પોતાની આગવી ક્રિયાવિધિવિકસિત કરી છે.
 • સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેનું નિવાસસ્થાન, તેની આંતરિક દેહધર્મ ક્રિયા અને બીજા પરિબળો સામૂહિક રીતે – જવાબદાર છે.
 • પ્રજનનના પ્રકાર: પ્રજનનની ક્રિયામાં એક સજીવ કે બે સજીવો ભાગ લે છે. તેને આધારે તેના બે પ્રકાર છે:
  1. અલિંગી પ્રજનન (asexual reproduction): જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન (asexualreproduction) કહે છે.
  2. લિંગી પ્રજનન (sexual reproduction): જ્યારે બે વિરુદ્ધ જાતિના પિતુ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તો તેને લિંગી પ્રજનન (sexualreproduction) કહે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 3.
વનસ્પતિઓ અને પ્રાણીઓમાં અલિંગી પ્રજનન (Asexualreproduction) ઉદાહરણ સહિત સમજાવો.
ઉત્તર:
આ પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. પરિણામે સર્જાતી નવી સંતતિ એકબીજાના જેવી જ નહીં, પરંતુ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે.

આ સંતતિઓ જનીનિક દૃષ્ટિએ સમાન (identicle) હોય છે. આવા બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે જનીનિક પ્રતિકૃતિ (clone) શબ્દ વપરાય છે.
GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન 2
જુદા જુદા સજીવોમાં અલિંગી પ્રજનન: એકકોષી સજીવો અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓમાં અલિંગી પ્રજનન સામાન્ય છે.

પ્રોટીસ્ટા અને મોનેરામાં સજીવ કે પિતૃકોષ વિભાજન પામીને બે કોષો સર્જે છે. જે નવા સજીવ તરીકે વર્તે છે. આ સજીવોમાં કોષ વિભાજન પોતે પ્રજનનની પ્રક્રિયા છે.

દ્વિભાજન: ઘણા એકકોષી સજીવો દ્વિભાજન (binary fission) દ્વારા પ્રજનન કરે છે. જેમાં કોષ બે અર્ધભાગમાં વિભાજિત થાય છે અને દરેક ભાગઝડપી વૃદ્ધિ પામી પુખ્ત બને છે. ઉદાહરણ : અમીબા, પેરામિશિયમ.

કલિકાસર્જન યીસ્ટમાં વિભાજન અસમાન હોય છે અને નાની કલિકાઓ (buds) સર્જે છે. જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે. આ કલિકાઓ છેવટે છૂટી પડી નવી યીસ્ટ (સજીવ કોષ) તરીકે પુખ્ત બને છે.

કોષ્ઠન અને બીજાણુ નિર્માણ (encystation and sporulation): પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોઇ (cyst)નો સ્રાવ કરે છે. આ ક્રિયાને કોઇન (encystation) કહે છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોઇન પામેલ અમીબા બહુભાજન પામે છે અને ઘણા કૂટપાદીય બીજાણુ (pseudopodiospores) સર્જે છે. કોઇની દીવાલ તૂટે છે અને બીજાણુઓ આસપાસના માધ્યમમાં મુક્ત થઈ અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. આ ક્રિયાને બીજાણુ નિર્માણ (sporulation) કહે છે.

ફૂગ અને લીલમાં અલિંગી પ્રજનનઃ ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરતી રચનાઓ દ્વારા પ્રજનન કરે છે.
GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન 3

ચલબીજાણુઓ (zoospores): ચલબીજાણુઓ સર્વસામાન્ય છે. તે સૂક્ષ્મદર્શી ચલિત રચના છે.

બીજી, અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓ કણબીજાણુઓ (conidia) ઉદાહરણ : પેનિસિલિયમ, કલિકાઓ (buds)
ઉદાહરણ : હાઇડ્રા અને અંતઃકલિકાઓ (gemmules): ઉદાહરણ વાદળી છે.

વિશેષ જાણકારી (More Information)
GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન 4

પ્રશ્ન 4.
વનસ્પતિઓમાં વાનસ્પતિકપ્રજનન ઉદાહરણ સહિત સમજાવો.
ઉત્તર:

 • પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં સુસ્પષ્ટ રીતે અલિંગી શબ્દ વપરાય છે. જયારે વનસ્પતિઓમાં સામાન્યતઃ વાનસ્પતિક પ્રજનન શબ્દ વારંવાર વપરાય છે.
 • વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનનની રચનાઓ જેવી કે ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો (Vegetative Propagules) કહે છે.
 • આ રચનાઓના સર્જનમાં બે પિતૃઓ ભાગ લેતાં નથી. તેથી તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા અલિંગી છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન 5

 • અવખંડનઃ કેટલાક સજીવોમાં સજીવ દેહ, અલગ ભાગો કે ટુકડાઓમાં તૂટીને વિભાજિત થાય અને દરેક ટુકડો પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે. ઉદાહરણ હાઇડ્રા, પ્લેનેરીયા. આ પણ અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે. જેને અવખંડન કહે છે.

વિશેષ જાણકારી (More Information):
GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન 6

પ્રશ્ન 5.
જળાશયોમાં શાપ (scourge) કે ટેરર ઓફ બેંગાલ(Terror of Bangal) એ શું છે? ટૂંકમાં જણાવો.
ઉત્તર:

 1. સ્થગિત પાણીમાં ઊગતી જળકુંભી મોટા ભાગના અતિક્રમણ પામતા નીંદણ પૈકીની એક છે. તે પાણીમાંનો O2 દૂર કરે છે જેને કારણે માછલીઓ મૃત્યુ પામે છે.
 2. આવનસ્પતિનો પ્રવેશ ભારતમાં તેના સુંદર પુષ્પો અને પર્ણના આકારને કારણે કરવામાં આવ્યો હતો.
 3. આ વનસ્પતિ ઘટનાકીય દરે (phenomenal rate) વાનસ્પતિક પ્રસર્જન કરી ખૂબ જ ઝડપથી પાણીની સપાટી પર છવાઈ જાય છે. જેનાથી છૂટકારો પામવો ખૂબ જ અઘરો છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન 7

GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 6.
કલિકા દ્વારા વાનસ્પતિકપ્રજનન વિશે માહિતી આપો.
અથવા
બટાટા, શેરડી, કેળાં, આદું, ડહાલિયા વગેરેમાં કઈ રીતે વાનસ્પતિકપ્રજનન થાય છે? તે સમજાવો.
ઉત્તર:

 • બટાટાના ગ્રંથિલ પરની કલિકા (આંખ), કેળાં અને આદુની ગાંઠામૂળી વગેરેમાંથી નવા છોડ ઊગે છે. આ વનસ્પતિઓમાં ઉદભવે છે રૂપાંતરિત પ્રકાંડમાં રહેલી ગાંઠોમાંથી પ્રાંફૂર (નવી વનસ્પતિ) ઉદ્દભવે છે. જયારે ગાંઠ (nodes) ભીની જમીન કે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે મૂળ અને નવા છોડ વિકસાવે છે.
 • એ જ રીતે, પાનફૂટીના પર્ણની કિનારીએ રહેલી આવી ખાંચોમાંથી અસ્થાનિક કલિકાઓ ઉભવે છે.
 • આ વાનસ્પતિક પ્રજનન સર્જવાની ક્ષમતાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વનસ્પતિઓના વ્યાપારિક ધોરણે ઉત્પાદન કે પ્રસર્જન માટે માળીઓ કે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે.

પ્રશ્ન 7.
લિંગી પ્રજનન એટલે શું? અલિંગી પ્રજનન કરતાંnકઈ રીતે જુદું પડે છે? સમજાવો.
ઉત્તર:

 • લિંગી પ્રજનનમાં એક પિતૃ અથવા બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે છે. આ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે. જેનવાસજીવમાં પરિણમે છે.
 • અલિંગી પ્રજનનની સાપેક્ષે તે એકવિસ્તૃત જટિલ અને ધીમી પ્રક્રિયા છે.
 • નર અને માદા જન્યુઓના જોડાણને કારણે લિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃપેઢીને અથવા એકબીજાને મળતી આવતી નથી.
 • વિવિધ સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ કે ફૂગ તેમની બાહ્યાકાર વિદ્યા, અંતઃસ્થ રચના અને દેહધર્મવિદ્યામાં જુદાપણું દર્શાવે છે. જયારે લિંગી પ્રજનનની પદ્ધતિ માટે તેઓ આ બાબતે સરખાપણું દર્શાવે છે.
 • બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. વૃદ્ધિના જુવેનાઇલ તબક્કો કોને કહે સમયગાળાને જુવેનાઇલ તબક્કો (Juvenile phase) કહે છે. વનસ્પતિમાં તેને વાનસ્પતિક તબક્કો કહે છે. વિવિધ સજીવોમાં તેનો સમયગાળો જુદો જુદો હોયછે.

પ્રશ્ન 8.
ઉચ્ચકક્ષાની વનસ્પતિઓમાં પુષ્પસર્જન સાથે પ્રાજનનીયતબક્કાની માહિતી ઉદાહરણો સહિત આપો.
ઉત્તર:

 • ઉચ્ચકક્ષાની વનસ્પતિઓમાં પુષ્પસર્જન સાથે પ્રાજનનીય તબક્કાની શરૂઆત થાય છે. જે જુવેનાઇલ | વાનસ્પતિક તબક્કાનો અંત છે. ઉદાહરણ : ગલગોટા (હજારી ગલગોટા – Marigold). ઘઉં, ચોખા, નારિયેળ, કેરી વગેરેમાં પુષ્પસર્જન માટે વિવિધ સમય લાગે છે. ઘણી વનસ્પતિઓમાં પુષ્પસર્જન એક કરતાં વધુ વખત જોવા મળે છે.
 • કેટલીક વનસ્પતિ (ઉદાહરણ : કેરી, સફરજન, ફણસ – Jackfruit)) અમુક ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત થાય છે. કેટલીક વનસ્પતિ ચોક્કસ ઋતુમાં સળંગ વર્ષ દરમિયાન પુષ્પસર્જનદર્શાવે છે અને કેટલીક ઋતુકીય પુષ્પસર્જન દાખવે છે.
 • એકવર્ષાયુ અને દ્વિવર્ષાયુ પ્રકારની વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રાજનનિક અને પતન અવસ્થાઓ સ્પષ્ટ જોવા મળે છે. પરંતુ બહુવર્ષાયુ વનસ્પતિઓમાં આ અવસ્થાઓને સ્પષ્ટ વ્યાખ્યાયિત કરવી અઘરી છે.
 • કેટલીક વનસ્પતિઓ અસમાન (unequal) પ્રક્રિયા દર્શાવે છે. જેમ કે વાંસ (Bamboo) જાતિની વનસ્પતિઓ પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પસર્જન દાખવે છે. સામાન્ય રીતે 50-100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળો સર્જે છે અને પછી મૃત્યુ પામે છે.
 • નીલ કુરજીત (strobilanthuskunthiana) દર 12 વર્ષે એક વખત પુષ્પ સર્જે છે. આ વનસ્પતિમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર 2006માં વનસ્પતિ વિશે તમિલનાડુ અને કર્ણાટકમાં પુષ્પસર્જન થયું હતું. તેમના પુષ્પોના સમૂહોએ કેરલ, તમિલનાડુ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશોમાં વાદળી પટ્ટો (strecher) બનાવ્યો હતો અને મોટી સંખ્યામાં પર્યટકો આકર્ષાયા હતા.
 • પ્રાણીઓમાં સક્રિય પ્રાજનનિક વર્તણૂક પૂર્વે જુવેનાઇલ તબક્કો બાહ્યકારવિદ્યાકીય અને દેહધાર્મિક ફેરફારોને અનુસરે છે. વિવિધ સજીવોમાં પ્રાજનનિક તબક્કો જુદી-જુદી અવધિ ધરાવે છે.

પ્રશ્ન 9.
વિવિધ પ્રાણીઓમાં પ્રાજનનીયતબક્કાની માહિતી ઉદાહરણ સહિત આપો.
ઉત્તર:

 • કુદરતી વસવાટમાં પક્ષીઓ ઋતુકીય રીતે જ ઈંડાં મૂકે છે. તેમ છતાં બંધનાવસ્થાનાં પક્ષીઓ (મરઘાંઉછેર કેન્દ્રમાં) (આખા વર્ષ દરમિયાન) ઈંડાં આપે તે રીતે કેળવવામાં આવે છે. આ કિસ્સામાં ઈંડાં મૂકવા એ પ્રજનનલક્ષી નથી પરંતુ માનવકલ્યાણ અર્થે વ્યાપારિક હેતુ માટે છે.
 • જરાયુ ધરાવતાં માદા સસ્તનો પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાયક ગ્રંથિઓ તેમજ અંતઃસ્ત્રાવોની પ્રવૃત્તિમાં ચક્રીય ફેરફારો દર્શાવે છે. ગાય, ઘેટાં, ઉંદર, હરણ, કૂતરાં, વાઘ વગેરે જેવા પ્રાઇમેટમાં ન હોય (non primates) તેવાં સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતા ફેરફારોને ઋતુકીય ઋતુચક્ર (oestras cycle) કહે છે.
 • વાંદરા, એપ, મનુષ્ય જેવા પ્રાઇમેટમાં તેને માસિક ઋતુચક્ર (Menstrual cycle) કહે છે.
 • કુદરતમાં જંગલી પરિસ્થિતિમાં વસતાં પ્રાણીઓમાં આ ચક્ર માત્ર તેમના પ્રાજનનિક તબક્કામાં સાનુકૂળ ઋતુ (favourable season)દરમિયાન જોવા મળે છે. આથી તેઓને ઋતુકીય સંવર્ધકો (seasonal breeders) કહે છે.
 • ઘણાં સસ્તનો તેમના સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે. આથી તેઓને સતત સંવર્ધકો (continuousbreeders) કહેછે.

પ્રશ્ન 10.
વૃદ્ધ થવું એટલે શું? તે માટે કોણ જવાબદાર છે?
ઉત્તર:

 • પ્રાજનનિક તબક્કાનો અંત એ જીર્ણતા કે વૃદ્ધ વય માટેના એક પરિમાપન (parameter) તરીકે લઈ શકાય.
 • જીવનકાળના અંતિમ તબક્કામાં શરીરમાં આનુષંગિક (concomitant) ફેરફારો થાય છે. (જેવાં કે ચયાપચયનું ધીમું થવું) વૃદ્ધત્વ મૃત્યુ તરફ દોરી જાયછે.
 • વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં ત્રણ તબક્કાઓ વચ્ચેની સંક્રાંતિ (transition) માટે અંતઃસ્ત્રાવો જવાબદાર છે. અંતઃસ્ત્રાવો અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરપ્રક્રિયા પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે અને સજીવોની વર્તણૂકીય અભિવ્યક્તિને સાંકળે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 11.
લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ(તબક્કાઓ) (Eventsin Sexual Reproduction) વિશે માહિતી આપો.
ઉત્તર:

 1. પુખ્તતાએ પહોંચ્યા બાદ, લિંગી પ્રજનન કરતાં બધા જ સજીવો વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે છે. જે બંધારણીય રીતે સમાનતા દર્શાવે છે. તેમ છતાં લિંગી પ્રજનન સાથે સંકળાયેલ રચનાઓમાં સ્પષ્ટપણે જુદાપણું હોય છે.
 2. લિંગી પ્રજનનની ઘટનાઓ વિસ્તૃત રીતે જટિલ છે અને નિયમિત ક્રમને અનુસરે છે કે, તેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ (અથવા ફલન), યુગ્મનજનું નિર્માણ અને ભૂણજનન એ લિંગી પ્રજનનની લાક્ષણિકતા છે.
 3. સાનુકૂળતા માટે આ ઘટનાઓને ત્રણ તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. જેમ કે, પૂર્વફલન, ફલન અને પશ્ચફલન ઘટનાઓ.

પ્રશ્ન 12.
પૂર્વફલન ઘટનાઓના (pre-fertilization events) પ્રકાર જણાવી જન્યુજનન (gametogenesis) વિશે માહિતી આપો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન 8

 1. જન્યુઓના જોડાણ પહેલાં જોવા મળતી તમામ ઘટનાઓ જેવી કે જન્યુજનન (gametogenesis) અને જન્યવહન (gamete transfer) એ બે મુખ્ય પૂર્વફલન ઘટનાઓ છે.
 2. જન્યુજનન (Gametogenesis): જન્યુજનન દરમિયાન બે પ્રકારના જન્યુઓ નર અને માદા જન્યુઓ સર્જાય છે. જન્યુઓ એકકીય (n) હોય છે.
 3. સમજન્યુઓ (homogamous અથવા isogamous): કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય છે. જેથી તેમને નર કે માદા જન્યુ તરીકે જુદા તારવી શકાતા નથી. તેથી તેમને સમજન્યુઓ કહે છે.
 4. વિષમજન્યુઓ heterogamous અથવા amisogamous): મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યકારવિદ્યાની દષ્ટિએ અલગ પ્રકારના હોય છે જેમને વિષમજન્યુઓ કહે છે.
 5. આવા સજીવોમાં નરજન્યુઓને ચલપુંજન્ય (Antherozoid) અથવા શુક્રકોષો (sperms) અને માદાજન્યુને અંડકોષ (egg અથવા ovum) કહે છે.

પ્રશ્ન 13.
સજીવોમાં જાતીયતા (Sexuality in Organisms) વિશેનોંધ લખો.
ઉત્તર:
સામાન્યતઃ લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ થાય છે. પરંતુ દરેક વખતે આ સાચું જ હોય એવું નથી.
GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન 9

 • વનસ્પતિમાં જાતીયતા: વનસ્પતિમાં નર અને માદા પ્રાજનનિક રચના એક જ વનસ્પતિમાં જોવા મળે તો તેને ક્રિલિંગી કહે છે અથવા ભિન્ન વનસ્પતિઓમાં જોવા મળે તો તેને એકલિંગી કહે છે.
 • કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી પરિસ્થિતિ માટે સમસુકાયક (homothalle) અને એકસદની (monoecious) શબ્દ વપરાય છે.
 • જ્યારે એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ વિષમસુકાયક (heterothalic) અને દ્વિસદની (dioecious) છે.
 • સપુષ્પ વનસ્પતિમાં, એકલિંગી નર પુષ્પને પુંકેસરીય પુષ્પ (staminate) એટલે કે પુંકેસરો ધરાવતું પુષ્પ, જયારે માદા પુષ્પને સ્ત્રીકેસરીય (Pistillate) અથવા સ્ત્રીકેસર ધરાવતું પુષ્પ કહે છે.
 • કેટલીક સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ (એકસદની) પર ઊગે છે અથવા ભિન્ન વનસ્પતિઓ (દ્ધિસદની) પર ઊગે છે. કાકડી અને નાળિયેર એકસદની વનસ્પતિઓનાં ઉદાહરણો છે. જ્યારે પપૈયું અને ખજૂર (date palm) દ્વિસદની વનસ્પતિનાં ઉદાહરણો છે.

પ્રાણીઓમાં જાતીયતા:

 1. ઉભયલિંગી પ્રાણીઓ કેટલાંક પ્રાણીઓ નર અને માદા બંને પ્રકારનાં પ્રજનનાંગો (ક્રિલિંગી) ધરાવે છે. ઉદાહરણ : અળસિયું, વાદળી, ચપટા કૃમિ અને જળો. તેમને ઉભયલિંગી કે બ્રિલિંગી (hermaphrodites) કહે છે.
 2. એકલિંગી પ્રાણીઓ જે પ્રાણીઓ ફક્ત નર કે માદા પ્રજનન અંગો (બેમાંથી કોઈ એક જ પ્રકારનાં પ્રજનન અંગો ધરાવે તેમને
  એકલિંગી પ્રાણી કહે છે. ઉદાહરણ :વંદો.

પ્રશ્ન 14.
જન્યનિર્માણ દરમિયાન કોષવિભાજન (Cell Division During Gamete Formation)ના પ્રકાર વિશે માહિતી આપો.
અથવા
જન્યુ નિર્માણ દરમિયાન કોષવિભાજન સમજાવો.
ઉત્તર:

 1. તમામ વિષમજવુક જાતિઓમાં બે પ્રકારના જન્યુઓ નર અને માદા હોય છે. જન્યુઓ એકકીય (n) છે. પરંતુ પિતૃવનસ્પતિદેહ કે જેમાંથી તેઓ સર્જાય છે તે એકકીય (n) અથવા કિકીય (2n) હોઈ શકે છે.
 2. એકકીય પિતૃસમભાજન દ્વારાજન્યુઓ ઉત્પન્ન કરે છે.
 3. મોનેરા, ફૂગ, લીલ અને દ્ધિઅંગીમાં સમાયેલ ઘણા સજીવો એકકીય વનસ્પતિ દેહ ધરાવે છે. પરંતુ ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી તથા મનુષ્ય સહિતનાં અનેક પ્રાણીઓમાં પિતૃદેહ દિકીય (2n) હોય છે.
 4. આથી દ્વિકીય દેહમાંથી એકકીય જન્યુઓના નિર્માણ માટે અર્ધીકરણ કે અવનત વિભાજન (Reductional Division) થાય છે.
 5. કિંકીય સજીવોમાં, જન્યુમાતૃકોષો (meiocytes) તરીકે ઓળખાતા વિશિષ્ટ કોષો અર્ધીકરણમાં પ્રવેશે છે.
 6. અર્ધીકરણને અંતે રંગસૂત્રોનું એક જૂથ (n) દરેક જન્યુમાં દાખલ થાય છે.

કોષ્ટકઃ કેટલાક સજીવોના જન્યુ માતૃકોષમાં (meiocytes)માં રંગસૂત્રની સંખ્યા (દ્વિકીય, 2n) અને જન્યૂ (એકકીય, n)માં રંગસૂત્રની સંખ્યા ખાલી જગ્યામાં પૂરો.
GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન 10

GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 15.
જાન્યુવહન (Gamete transfer) એટલે શું? તેની આવશ્યકતા જણાવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન 11

 • નર જન્યુઓનું માદા જન્યુ તરફ વહન થવાની ક્રિયાને જન્યવહન કહે છે.
 • જન્યુઓના નિર્માણ બાદ નર અને માદા જન્યુઓ તેમનાં સાનુકૂળ જોડાણ (લન) માટે ભૌતિક રીતે ભેગા થાય છે.
 • મોટા ભાગના સજીવોમાં નર જન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત હોય છે. અપવાદરૂપે, કેટલીક ફૂગ અને લીલમાં બંને પ્રકારના જન્યુઓચલિત હોયછે.
 • આથી, એવા માધ્યમની જરૂર પડે છે કે જેથી નરજન્યુનું વહન થાય. લીલ, દ્ધિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુઓ સ્થાનફેર પામે છે.
 • મોટી સંખ્યામાં નરજન્યુઓ, માદા જન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે. વહન દરમિયાન ગુમાવાતા નર જન્યુઓની પૂર્તતા માદાજેન્યુની કરવા માટે માદા જન્યુની સરખામણીમાં નર જન્યુઓની સંખ્યા હજારો ગણી વધારે હોય છે.
 • આવૃત બીજધારીઓમાં પરાગરજ એ નર જન્યુઓનું અને અંડક એ અંડકોષનું વહન કરે છે. માટે પરાગાશયમાં સર્જાતી પરાગરજનું ફલન પહેલાં પરાગાસન પરસ્થળાંતરણ થવું જરૂરી છે.
 • વટાણા જેવી સ્વફલિત દ્વિલિંગી વનસ્પતિઓમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોવાને કારણે પરાગરજનું પરાગાસન પર સ્થાપન પ્રમાણમાં સરળ છે જેથી પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તરત જ પરાગાસનના સંપર્કમાં આવે છે.
 • પરંતુ પરફલન દર્શાવતી વનસ્પતિઓ (દ્ધિસદની વનસ્પતિઓ સહિત) પરાગરજનું પરાગાસન પર સ્થાપન કરવા માટે એક ખાસ પ્રકારની ઘટના દર્શાવે છે. જેને પરાગનયન (Pollination) કહે છે.
 • પરાગરજનું પરાગાસન પર અંકુરણ થાય છે અને પરાગનલિકા નરજન્યુઓનું વહન કરીને અંડક સુધી પહોંચે છે અને નરજન્યુઓને અંડકોષ નજીકમુક્ત કરે છે.
 • એકલિંગી પ્રાણીઓમાં જન્યવહનઃ દ્વિસદની (એકલિંગી) પ્રાણીઓમાં નર અને માદા જન્યુઓ સ્વતંત્ર રીતે જુદા જુદા સજીવોમાં સર્જાય છે. તેથી આવા સજીવોમાં જન્યવહન માટે ખાસ પ્રકારની ક્રિયાવિધિ વિકસાવવામાં આવેલી હોય છે.
 • જન્યુઓનું સફળતાપૂર્વક વહન અને તેઓનું એકબીજાની નજીક આવવું એ લિંગી પ્રજનનમાં સૌથી જટિલ (critical) ઘટના ફલન માટે આવશ્યક છે.

પ્રશ્ન 16.
ફલન (Fertilisation) એટલે શું? ફલનના પ્રકારો વર્ણવો.
ઉત્તર:

 • લિંગી પ્રજનન માટેની સૌથી આવશ્યક જીવંત ઘટના હોય તો તે કદાચ જન્યુઓનું જોડાણ છે. આ પ્રક્રિયાને જન્યુયુશ્મન (syngamy) કહે છે. જેના પરિણામે દ્વિતીય યુગ્મનજ (diploidzygote) સર્જાય છે. ફલન (fertilization) પણ આ પ્રક્રિયા માટે વપરાતો શબ્દ છે. જન્યુયુગ્મન અને ફલન એકબીજા માટેવપરાતા રૂપાંતરિત (interchangeably) શબ્દો છે.
 • કેટલાક સજીવો જેવા કે રોટીફર્સ, મધમાખી અને કેટલીક ગરોળીઓ તથા પક્ષીઓ (turkey) વગેરેમાં માદાજન્ય ફલન વગર વિકાસ પામી નવો સજીવ ઉત્પન્ન કરે છે. આ ઘટનાને અસંયોગીજનન (parthenogenesis) કહે છે (અફલિત અંડકોષમાંથી).

પ્રશ્ન 17.
ભિન્ન સજીવોમાંથતા જન્ફયુમ્નનું સ્થાન અને તેના પ્રકારો જણાવો.
ઉત્તર:
કેટલાક સજીવોમાં જન્યુયુગ્મન શરીરની બહાર અને કેટલાકમાં શરીરની અંદર ફલન થાય છે. તેને આધારે તેને અનુક્રમે બાહ્યફલન કે અંતઃફલન કહે છે.

બાહ્યફલન: મોટા ભાગના જલજ સજીવો કે જેવા કે મોટા ભાગની લીલ અને માછલીઓ તેમજ ઉભયજીવીઓમાં જન્યુયુગ્મન બાહ્ય માધ્યમમાં (પાણી)માં થાય છે. એટલે કે સજીવદેહની બહાર આ પ્રકારના જન્યુઓના જોડાણને બાહ્યફલન (external fertilisation) કહે છે. બાહ્યફલન દર્શાવતા સજીવોમાં જાતિઓ (sexes) વચ્ચે અગત્યનો તાલમેલ (synchrony) જોવા મળે છે અને આસપાસના માધ્યમમાં (પાણી) મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરે છે. જેથી જન્યુયુગ્મનની તક વધે છે.

અસ્થિમત્સ્ય (bony fish) અને દેડકામાં મોટી સંખ્યામાં આ રીતે સંતતિઓ સર્જાય છે. આ પદ્ધતિનો મુખ્ય ગેરફાયદો એ છે કે, સંતતિઓનો ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ વધી જાય છે. આમ તેઓને પુખ્તતા સુધી પહોંચતા પહેલાં ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે.

અંતઃફલન: ઘણા સ્થળજ સજીવો જેવા કે ફૂગ, ઉચ્ચ પ્રાણીઓ, જેવાં કે સરિસૃપ, વિહગ, સસ્તન અને મોટા ભાગની વનસ્પતિઓ (દ્ધિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી)માં સજીવ દેહની અંદર જન્યુયુમ્ન થાય છે. તેથી આ ક્રિયાને અંતઃફલન (internal fertilisation) કહે છે.

આ બધા સજીવોમાં અંડકોષમાદાના દેહની અંદર સર્જાય છે. જ્યાં તેઓનું નરજન્ય સાથે જોડાણ થાય છે.

અંતઃફલન દર્શાવતા સજીવોમાં નર જન્યુચલિત હોય છે અને જોડાણ માટે અંડકોષસુધી પહોંચે છે.

અહીં પણ મોટી સંખ્યામાં શુક્રકોષો સર્જાય છે. પરંતુ તેની સામે સર્જાતા અંડકોષોની સંખ્યા ઘણી ઓછી હોય છે.

બીજધારી વનસ્પતિઓમાં અચલિત નર જન્યુઓ પરાગનલિકાઓ દ્વારા માદા જન્યુ સુધી વહન પામે છે.

પ્રશ્ન 18.
પશ્ચફલન(Post fertilization) ઘટનાઓ એટલે શું? તેના તબક્કાવર્ણવો.
અથવા
પશ્વફલનઘટનાના પ્રથમતબક્કાનું વર્ણનકરો.
ઉત્તર:

 • યુમ્નજનું નિર્માણ અને ભૂણવિકાસની પ્રક્રિયા (ધૂણજનન)એ પશ્ચફલન ઘટનાઓ છે.
 • યુગ્મનજ (Zygote) લિંગી પ્રજનન દર્શાવતાબધા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ થવું એ સાર્વત્રિક (universal) ઘટના છે.
 • બાહ્યફલન કરતા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ બાહ્ય માધ્યમ (પાણી)માં થાય છે. જ્યારે અંતઃફલન દર્શાવતા સજીવોમાં યુમ્નજનું નિર્માણ સજીવદેહની અંદરની બાજુએ થાય છે.
 • યુગ્મનજનો આગળનો વિકાસ સજીવ કયા પ્રકારનું જીવનચક્ર ધરાવે છે તેમજ કયા પર્યાવરણમાં રહે છે તેના પર આધારિત છે.
 • લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજ જાડી દીવાલ વિકસાવે છે જે શુષ્કતા અને ઇજા (નુકસાન) સામે પ્રતિકાર કરે છે. તે અંકુરણ પામતા પહેલાં વિરામના સમયગાળામાંથી પસાર થાય છે.
 • એકવિધ (haplentic) જીવનચક્ર ધરાવતા સજીવોમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુઓ સર્જે છે. જે એકકીય સજીવમાં વૃદ્ધિ પામે છે.
 • યુગ્મનજ, એકપેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે.
 • માનવસહિત બધા જલિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન એકજ કોષ તરીકેયુમ્નજથી શરૂ થાય છે.
 • ભૂણજનન (Embryogenesis): ભૂરજનન એયુમનજમાંથી ભૂણના વિકાસની પ્રક્રિયા છે.
 • ભૂજનન દરમિયાનયુગ્મનજ કોષવિભાજન (સમભાજન) અને કોષવિભેદન પામે છે.
 • કોષ વિભાજનથી વિકાસ પામતા ધૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય છે. જ્યારે કોષવિભેદન દરમિયાન કોષોના સમૂહો કેટલાક રૂપાંતરણોમાંથી પસાર થઈને વિશિષ્ટ પેશીઓ અને અંગો રચી સજીવનું નિર્માણ કરે છે.
 • અંડપ્રસવી પ્રાણીઓ : આ પ્રાણીઓમાં તેમના યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય તો તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. તેઓ ફલિત | અફલિત ઈંડાં મૂકશે. સરિસૃપ અને પક્ષીઓ જેવા અંડપ્રસવી પ્રાણીઓ કૅલ્શિયમયુક્ત કવચથી આવરિત ઇંડાં પર્યાવરણમાં સુરક્ષિત સ્થાને મૂકે છે.
 • અપત્યપ્રસવી પ્રાણીઓ: અપત્યપ્રસવી પ્રાણીઓ જેવાં કે મનુષ્ય સહિત સસ્તનમાં માદા સજીવના દેહમાં યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકાસ પામે છે. વૃદ્ધિની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવ પામે છે તેને અપત્યપ્રસવી પ્રાણીઓ કહે છે.
 • યોગ્ય ભૂણીય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તરજીવિતતાની તકો અપત્યપ્રસવી સજીવોમાં વધુ હોય છે.
 • સપુષ્પી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ સપુષ્પી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય છે.
 • ફલન બાદ, પુષ્પનાવજપત્રો, દલપત્રો અને પુંકેસરો ખરી પડે છે.
 • યુમ્નજનો વિકાસ ભૂણમાં અને અંડકનો વિકાસ બીજમાં તથા બીજાશયનો વિકાસ ફળમાં થાય છે. જેમાં જાડી દીવાલ વિકસે છે જેને ફલાવરણ (pericarp) કહે છે. જે કાર્યાત્મક રીતે રક્ષણાત્મક છે.
 • વિકિરણ બાદ, બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામીને નવી વનસ્પતિ સર્જે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન 12

GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન

તફાવત આપો. (2 ગુણ)

પ્રશ્ન 1.
અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન
ઉત્તર:

અલિંગી પ્રજનન લિંગી પ્રજનન
(1) તેમાં જન્યુઓનું નિર્માણ અને સંયોજન થતું નથી. (1) તેમાં જન્યુઓનું નિર્માણ અને સંયોજન થાય છે.
(2) હંમેશાં એકપિતૃસજીવની આવશ્યકતા છે. (2) સામાન્ય રીતે બે પિતૃસજીવની આવશ્યકતા છે.
(3) પ્રજનન એકમો દૈહિક કોષોના બનેલા છે. (3) પ્રજનન એકમો જનનકોષ ધરાવે છે. જે તેમની પદ્ધતિ અનુસાર હોય છે.
(4) સંતતિ પિતૃ કરતાં ભિન્ન હોય છે. (4) સંતતિ આબેહૂબ પિતૃ જેવી જ હોય છે.

પ્રશ્ન 2.
પૂર્વકલન ઘટનાઓ અને પશ્ચકલન ઘટનાઓ
ઉત્તર:

પૂર્વફલન ઘટનાઓ પશ્ચકલન ઘટનાઓ
(1) તેમાં જન્યુજનન અને જન્યવહન એમ બે ઉપતબક્કાનો સમાવેશ થાય છે. (1) તેમાં યુગ્મનજનું નિર્માણ અને ભૂણજનન જેવાબે ઉપતબક્કાનો સમાવેશ થાય છે.
(2) તેમાં જન્યુઓ – સમજવુ કે વિષમજન્યુઓ ઉદ્ભવે છે. (2) તેમાં ભૂણનો વિકાસ થાય છે.
(3) તેનો પહેલાનો તબક્કો જુવેનાઇલ કે વાનસ્પતિક તબક્કો છે. (3) તેનો પહેલાનો તબક્કો ફલનનો છે.

પ્રશ્ન 3.
કુદરતી અને કૃત્રિમવાનસ્પતિકપ્રજનન
ઉત્તર:

કુદરતી વાનસ્પતિકપ્રજનન કૃત્રિમવાનસ્પતિકપ્રજનન
(1) આ વાનસ્પતિક પ્રજનનની કુદરતી પદ્ધતિ છે જે પર્યાવરણમાં જોવા મળે છે. (1) આ વાનસ્પતિક પ્રજનનની પ્રેરિત પદ્ધતિ છે જે વિશિષ્ટ હેતુસર કરવામાં આવે છે.
(2) તેમાં વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકાઓ ભાગ લે છે. (2) તેમાં મોટેભાગે વનસ્પતિના પ્રકાંડનો ઉપયોગ થાય છે.
(3) તે કુદરતમાં સામાન્ય તેમજ વિશિષ્ટ સ્વરૂપે જોવા મળે છે. (3) તે કૃત્રિમ રીતે પ્રેરિત કરવામાં આવે છે. દા.ત., દાબકલમ, કલમ કરવી, આરોપણ વગેરે.
(4) તેના દ્વારા ઉત્પાદકતા જળવાયછે. (4) તેના દ્વારા ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો કરાય છે.

વૈજ્ઞાનિક કારણો આપો. (2 ગુણ)

પ્રશ્ન 1.
પ્રજનન દ્વારા પેઢીઓનું સાતત્ય જળવાયછે તેમજ જનીનિક ભિન્નતાપેદા કરવામાં મદદરૂપ થાય છે.
ઉત્તર:

 • બધા સજીવો પ્રજનન કરે છે. તે સજીવોની એક અગત્યની જૈવિક ક્રિયા છે. પ્રજનન દ્વારા સંતતિ ઉત્પન્ન થાય છે. આમ, વારસો જળવાઈ રહે છે.
 • અલિંગી પ્રજનન દ્વારા સજીવ આબેહુબ પોતાની પ્રતિકૃતિ ઉત્પન્ન કરી શકે છે. જ્યારે લિંગી પ્રજનન દ્વારા બે વિજાતીય જન્યુઓના ફલન દ્વારા યુગ્મનજના કોષકેન્દ્રમાં પિતૃકરતાં કંઈક અંશે ભિન્ન જનીન દ્રવ્ય હોવાથી તેમાં લાક્ષણિક ભિન્નતા ઉદ્ભવે છે.
 • આમ, પ્રજનન દ્વારા પેઢીઓનું સાતત્ય જળવાય છે. તેમજ જનીનિક ભિન્નતા પેદા કરવામાં મદદ કરે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 2.
લિંગી પ્રજનન કરતાં વાનસ્પતિકપ્રજનન વધુ ઇચ્છનીય છે.
ઉત્તર:

 • વાનસ્પતિક પ્રજનનમાં એક જ પિતૃ ભાગ ભજવે છે. તેથી વનસ્પતિના પિતૃઓમાં જે ઇચ્છનીય લક્ષણો હોય તેમને તેમની સંતતિમાં જેમ છે તેમ જાળવી રાખે છે, જ્યારે લિંગી પ્રજનનમાં બે ભિન્ન જાતિઓના જન્યુઓનું સંયોજન થતું હોવાથી બંને પિતૃઓનાં સારાં કે ખરાબ લક્ષણો એકત્રિત થાય છે.
 • લિંગી પ્રજનનની કાર્યક્ષમતામાં ઘટાડો દર્શાવતી બીજની લાંબી સુષુપ્તાવસ્થા કે નબળી ઉત્તરજીવિતા ધરાવતી વનસ્પતિઓમાં પણ આ પદ્ધતિ દ્વારા બહુગુણિત કરી શકાય છે.
 • પિતૃવનસ્પતિઓમાં થતા સામાન્ય ચેપ પણ વાનસ્પતિક પ્રજનનથી દૂર કરી શકાય છે.
 • આરોપણ પદ્ધતિ વડે ઉછેરાતા છોડમાં તો બે અલગ વનસ્પતિનાં ઇચ્છનીય લક્ષણો પણ એકઠાં કરી શકાય છે.
 • આમ, વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ વનસ્પતિ ઉછેરમાં આશીર્વાદરૂપ છે.

પ્રશ્ન 3.
બીજાણુ નિર્માણની અલિંગી પ્રજનન પદ્ધતિ સજીવો માટે પ્રતિકૂળ સંજોગોમાં જીવિતતા જાળવવામાં આશીર્વાદરૂપ છે.
ઉત્તર:

 1. બીજાણુ નિર્માણ એટલે કે પ્રતિકૂળ સંજોગોમાં બીજાણુઓની ઉત્પત્તિ કરવી કહેવાય છે.
 2. અમીબા જેવા સજીવો પોતાના આકારમાં ફેરફાર કરે છે અને ગોળ બીજાણુમાં ફેરવાયછે.
 3. અમીબા પોતાના ફૂટપાદનું સંકોચન કરી ગોળ આકાર ધારણ કરે છે. તે પોતાની આસપાસ મજબૂત, રક્ષણાત્મક અને ત્રિસ્તરીય કવચ સર્જે છે. આ ક્રિયાને કોઇન કહે છે.
 4. અનુકૂળ પરિસ્થિતિ સર્જાતાં કોષ્ઠન પામેલ અમીબાના કોષકેન્દ્રનું વિભાજન થાય છે અને અસંખ્ય અમીબા સર્જાય છે.
 5. કોઇનનું સ્ફોટન થતાં બીજા નવા અમીબા મુક્ત થાય છે.
 6. આમ, નીચલી કક્ષાના સજીવો બીજાણુ નિર્માણ દ્વારા પ્રતિકૂળ સંજોગોનો સામનો કરી શકે છે. જે તેમને માટે આશીર્વાદ સમાનછે.

પ્રશ્ન 4.
ભાજનની ક્રિયા દ્વારા અલિંગી પ્રજનન કરતાપિતૃઓની જનીનિકપ્રતિકૃતિઓ (clones) સર્જાતી હોય છે.
ઉત્તર:

 • નીચલી કક્ષાના સજીવો (ઉદા. અમીબા)માં ભાજનની ક્રિયા દ્વારા અલિંગી પ્રજનન થાય છે. ભાજનની દ્વિભાજનની ક્રિયામાં એક જ કોષકેન્દ્રનું વિભાજન થઈ બે બાળકોષો બને છે. તે જ રીતે બહુભાજનની ક્રિયામાં એક જ કોષકેન્દ્રનું વારંવાર વિભાજન થતાં બહુકોષકેન્દ્રીય રચના બને છે.
 • ભાજનની ક્રિયામાં કોષરસની સમાન વહેંચણી થવાને પરિણામે કોષોની રચના થાય છે.
 • પ્રત્યેક બાળ કોષકેન્દ્ર પુખ્તતા પ્રાપ્ત કરતાં પહેલાં કોષરસપટલનું નિર્માણ થઈ સ્વતંત્ર બાળકોષોમાં પરિણમે છે. આ કોષો એકબીજાની જનીનિક પ્રતિકૃતિ સ્વરૂપે જોવા મળે છે. પરંતુ બે ભિન્ન જન્યુઓના જનીન દ્રવ્યનું સંયોજનન થતાં જનીનિક ભિન્નતા સર્જાતી નથી.
 • આથી, ભાજનની ક્રિયા દ્વારા અલિંગી પ્રજનન થતાં પિતૃઓની જનીનિક પ્રતિકૃતિઓ સર્જાતી હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *