GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

Gujarat Board GSEB Textbook Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

GSEB Class 12 Biology निવસનતંત્ર Text Book Questions and Answers

પ્રશ્ન 1.
ખાલી જગ્યા પૂરો.
(a) વનસ્પતિઓ ………………….. કહેવાય છે; કારણ કે તેઓ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાયીકરણ કરે છે.
ઉત્તર:
ઉત્પાદકો

(b) વૃક્ષો દ્વારા પ્રભાવિત નિવસનતંત્રમાં સંખ્યાનો પિરામિડ ……………………. પ્રકારનો હોય છે.
ઉત્તર:
સીધા

(c) જલીય નિવસનતંત્રમાં ઉત્પાદકતા માટે સિમાંતક કારક ………………………… છે.
ઉત્તર:
સૂર્યપ્રકાશની પ્રાપ્યતા

(d) આપણા નિવસનતંત્રમાં સામાન્ય મૃતભક્ષીઓ ………………………………… છે.
ઉત્તર:
અળસિયું

(e) પૃથ્વી પર કાર્બનનું મુખ્યસંચયસ્થાન (ભંડાર) …………………….. છે.
ઉત્તર:
સમુદ્ર

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

પ્રશ્ન 2.
એક આહારશૃંખલામાં નીચેના પૈકી કયું એક સૌથી મોટી વસ્તી ધરાવે છે?
(a) ઉત્પાદકો
(b) પ્રાથમિક ઉપભોક્તાઓ
(c) દ્વિતીયક ઉપભોક્તાઓ
(d) વિઘટકો
ઉત્તર:
(d) વિઘટકો

પ્રશ્ન 3.
તળાવમાં દ્વિતીય પોષકસ્તર એ………………………
(a) વનસ્પતિપ્લવકો
(b) પ્રાણીપ્લવકો
(c) સમુદ્રના તળિયાની જીવસૃષ્ટિ
(d) માછલીઓ
ઉત્તર:
(b) પ્રાણીપ્લવકો

પ્રશ્ન 4.
તે દ્વિતીયક ઉત્પાદકો છે.
(a) તૃણાહારીઓ
(b) ઉત્પાદકો
(c) માંસાહારીઓ
(d) ઉપરનું એક પણ નહીં
ઉત્તર:
(d) ઉપરનું એકપણ નહીં

પ્રશ્ન 5.
પ્રાસંગિક સૌરવિકિરણમાં પ્રકાશસંશ્લેષણીય સક્રિય વિકિરણ (PAR)ના કેટલા % હોય છે?
(a) 100 %
(b) 50%
(c) 1 – 5 %
(d) 2 – 10%
ઉત્તર:
(b) 50%

પ્રશ્ન 6.
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
(a) ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
(b) ઉત્પાદન અને વિઘટન
(c) ઊર્વવર્તી(સીધો) અને અધોવર્તી(ઊલટો) પિરામિડ
(d) આહારશૃંખલા અને આહારજાળ
(e) કચરો અને મૃતદ્રવ્યો
(f) પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા
ઉત્તર:
(a)

ચરીય આહારશૃંખલા મૃત આહારશૃંખલા
(1) તેની શરૂઆત હંમેશાં લીલી વનસ્પતિથી તૃતીય ઉપભોક્તા સુધી હોય છે. (1) તેની શરૂઆત વિઘટકોથી થાય છે.
(2) લીલી વનસ્પતિઓ એ પ્રથમ સજીવો છે કે જે સૂર્ય-ઊર્જાનું શોષણ કરે છે. (2) તેના પ્રથમ પોષકસ્તરે બેક્ટરિયા અને ફૂગ જોવા મળે છે.
(3) શક્તિપ્રવાહનો દર ઓછો હોય છે. (3) શક્તિપ્રવાહનો દર વધુ હોય છે.
(4) મોટા કદનાસજીવો આ શૃંખલાનું નિયમન કરે છે. (4) નાના કદના સજીવો આ શૃંખલાનું નિયમન કરે છે.

(b)

ઉત્પાદન વિઘટન
(1) આ પ્રક્રિયામાં કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ થાય છે. (1) આ પ્રક્રિયામાં જટિલ કાર્બનિકતત્ત્વોનું સરળ કાર્બનિકતત્ત્વોમાં રૂપાંતર થાય છે.
(2) તે ઉત્પાદકોના પ્રકાશસંશ્લેષણ પર આધાર રાખે છે. (2) તે વિઘટકો પર આધાર રાખે છે.
(3) પ્રાથમિક ઉત્પાદકતા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. (3) વિઘટનની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી નથી.
(4) ઉદાહરણ :વનસ્પતિઓ (4) ઉદાહરણ બૅક્ટરિયા, ફૂગ

(c)

ઊર્વવત(સીધો) પિરામિડ અધોવસ્ત (ઊલટો) પિરામિડ
(1) આ પ્રકારના પિરામિડમાં સજીવોની સંખ્યા અને જૈવભાર ઉત્પાદકતા સ્તરે વધુ હોય છે જે બીજા પોષકસ્તરેથી ઘટતી જાય છે. (1) આ પ્રકારના પિરામિડમાં સજીવોની સંખ્યા અને જૈવભાર ઉત્પાદકતા સ્તરે ઓછી હોય છે અને અન્ય પોષકસ્તરેથી વધતી જાય છે.
(2) પિરામિડના આધારસ્તંભ (પાયા)માં ઉત્પાદકોની વધુ સંખ્યાનો સમાવેશ થાય છે. (2) પિરામિડના આધારસ્તંભ (પાયા)માં ઉત્પાદકોની ઓછી સંખ્યાનો સમાવેશ થાય છે.
(3) ઊર્જાના પિરામિડહંમેશાં સીધા હોય છે. (3) સંખ્યાના પિરામિડ અને જૈવભારના પિરામિડ ઊંધા હોઈ શકે છે.

(d)

આહારશૃંખલા નીદાળ
(1) તે સજીવોનોરેખીયક્રમ છે. (1) તે ઘણી બધી આહારશૃંખલાઓનું આંતરજોડાણ છે.
(2) ઉચ્ચપોષક સ્તરે જોવા મળતા સજીવો કોઈ એક જ પ્રકારના સજીવ પર ખોરાક માટે આધાર રાખે છે. (2) એકસજીવ પાસે ખોરાક માટે ઘણા વૈકલ્પિકસ્રોતો હોય છે.
(3) શક્તિપ્રવાહની ગણતરી સહેલાઈથી કરી શકાય છે. (3) શક્તિપ્રવાહની ગણતરી કરવી કઠિન છે.

(e) મૃતદ્રવ્યો એ જૈવિક કચરો છે જ્યારે કચરો એ સામાન્ય રીતે નકામા પદાર્થો કે વસ્તુઓ છે.
મૃતદ્રવ્યોનું વિઘટન વિઘટકો કે મૃતોપજીવીઓ દ્વારા થાય છે. જ્યારે કચરાનું વિઘટન વિઘટકો દ્વારા થતું નથી.

(f) પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા

પ્રાથમિક ઉત્પાદકતા દ્વિતીયકઉત્પાદકતા
(1) તે ઉત્પાદકો દ્વારા તૈયાર થતો કાર્બનિક દ્રવ્યોનો દર છે. (i) તે ઉપભોગીઓ દ્વારા બનાવવામાં આવતા કાર્બનિક દ્રવ્યોનો દરછે.
(2) તે પ્રકાશસંશ્લેષણને કારણે થાય છે. (ii) તે શાકાહારી અને માંસાહારીને કારણે થાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

પ્રશ્ન 7.
નિવસનતંત્રના ઘટકોનું વર્ણન કરો.
ઉત્તર:

  • નિવસનતંત્રમાં મુખ્યત્વે બે પ્રકારના ઘટકો છેઃ
    (a) જૈવિક અને
    (b) અજૈવિક.
  • (a) જૈવિક નિવસનતંત્રના જૈવિક પરિબળોમાં દરેક જીવંત વસ્તુનો સમાવેશ થાય છે.
  • ત્યારબાદ તે ઉત્પાદકો, ઉપભોગીઓ, વિઘટકો અને મૃતોપજીવીઓમાં વિભાજિત થાય છે.
  • તે દરેક જીવંત વસ્તુ એ બીજા સજીવને અસર કરે છે.
  • (b) અજૈવિક પર્યાવરણના અજૈવિક ઘટકોમાં રસાયણો અને ભૌતિક પરિબળોનો સમાવેશ થાય છે.
  • આ પરિબળો ઉત્ક્રાંતિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
  • પ્રકાશ, પાણી, તાપમાન, વિકિરણો વગેરે અજૈવિક કારકો છે. જેમાં ભૂમિ અને વાયુઓનો પણ સમાવેશ થાય છે.

પ્રશ્ન 8.
પરિસ્થિતિકીય પિરામિડ વ્યાખ્યાયિત કરો અને સંખ્યા તથા જૈવભારના પિરામિડો ઉદાહરણ સહિતવર્ણવો.
ઉત્તર:

  • પિરામિડનો આકાર જોઈએ તો તેમાં તેનો પાયો (આધાર) પહોળો હોય છે અને તે ટોચ (શિખર) તરફ સાંકડો થતો જાય છે.
  • વિભિન્ન પોષકસ્તરે સજીવોનો આહાર કે ઊર્જા સાથે સંબંધ વ્યક્ત કરીએ તો પણ પિરામિડનો આકાર સરખો જ મળશે.
  • આથી, આ સંબંધને સંખ્યા, જૈવભાર કે ઊર્જા (શક્તિ)ના શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે.
  • ઉત્પાદકો કે પ્રથમ પોષકસ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તૃતીયક કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ તેની ટોચનું પ્રતિનિધિત્વ કરે છે.
  • ત્રણ પરિસ્થિતિકીય પિરામિડો કે જેમનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે : (a) સંખ્યાના પિરામિડ (b) જૈવભારના પિરામિડ (c) ઊર્જાના પિરામિડ. જેની વિસ્તૃત જાણકારી નીચે આપેલ છે:

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 1

  • ઊર્જાપ્રમાણ, જૈવભાર કે સંખ્યાઓની કોઈ પણ ગણતરીમાં પોષકસ્તરે રહેલા બધા સજીવોનો સમાવેશ કરવો જોઈએ.
  • જો કોઈ પણ પોષકસ્તરે રહેલા ફક્ત થોડાક જ વ્યક્તિગત સજીવોને ગણતરીમાં લઈએ તો કરવામાં આવેલ કોઈ પણ સામાન્યીકરણ (generalization) સાચું નહિ થાય.
  • ક્યારેક એક વ્યક્તિગત સજીવ એક જ સમયે એકસાથે એક કરતાં વધારે પોષકસ્તરોમાં જોવા મળે છે. પોષકસ્તર એ એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે, નહિ કે કોઈ જાતિનું.
  • આપેલ જાતિ, એક જ સમયે એ જ નિવસનતંત્રમાં એક કરતાં વધારે પોષકસ્તરે ઉપસ્થિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, એક ચકલી જ્યારે બીજ, ફળ તથા વટાણા ખાય છે ત્યારે તે પ્રાથમિક ઉપભોક્તા છે, પરંતુ જયારે તે કીટકો અને કૃમિઓ ખાય છે ત્યારે તે દ્વિતીયક ઉપભોક્તા હોય છે.
  • મોટા ભાગના નિવસનતંત્રોમાં સંખ્યાના, જૈવભારના અને ઊર્જાના બધા પિરામિડો સીધી હોય છે, એટલે કે ઉત્પાદકો સંખ્યામાં અને જૈવભારમાં તૃણાહારીઓ કરતાં વધારે હોય છે અને આ જ રીતે તૃણાહારીઓ સંખ્યામાં અને જૈવભારમાં માંસાહારીઓ કરતાં વધારે હોય છે. આ પ્રકારે નિમ્ન પોષકસ્તરે ઊર્જાની માત્રા હંમેશાં ઉચ્ચ પોષકસ્તરો કરતાં વધુ હોય છે.
  • સમુદ્રમાં જૈવભારના પિરામિડ સામાન્યપણે અધોવર્તી (ઊલટા) હોય છે, કારણ કે માછલીઓનો જૈવભાર વનસ્પતિપ્લવકો કરતાં ખૂબ જ વધારે હોય છે.
  • ઊર્જાના પિરામિડ હંમેશાં ઊર્ધ્વવર્તી (સીધા) જ હોય છે. ક્યારેય ઊલટા શક્ય નથી. કારણ કે જ્યારે એક ચોક્કસ પોષકસ્તરેથી બીજા પોષકસ્તરે ઊર્જા પ્રવાહિત થાય છે ત્યારે દરેક તબક્કે કેટલીક ઊર્જા ઉષ્માસ્વરૂપે હંમેશાં ગુમાવાયછે.
  • ઊર્જા પિરામિડમાં દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષકસ્તરે હાજર રહેલ ઊર્જાની માત્રાનું સૂચન કરે છે.
  • આથી, પરિસ્થિતિકીય પિરામિડોની કેટલીક સીમા મર્યાદાઓ છે, જેમ કે પિરામિડમાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે કે જેઓ બે કે બે કરતાં વધારે પોષકસ્તરો સાથે સંબંધિત હોય તેને ગણતરીમાં લેવાતી નથી.
  • તેનાથી એકસરળ આહારશૃંખલા રચાય છે. જેનું પ્રકૃતિમાં કદી પણ અસ્તિત્વ નથી હોતું. તેમાં આહારજાળનો સમાવેશ થતો નથી.
  • એથી પણ વધારે મૃતોપજીવીઓ નિવસનતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, છતાં પણ પરિસ્થિતિકીય પિરામિડોમાં તેમને કોઈ સ્થાન આપવામાં આવેલ નથી.

પ્રશ્ન 9.
પ્રાથમિક ઉત્પાદકતા શું છે? એવાં પરિબળો (કારકો)નું સંક્ષિપ્ત વર્ણન આપો જે પ્રાથમિક ઉત્પાદકતાપર અસર કરે છે.
ઉત્તર:

  • પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જૈવભાર કે કાર્બનિક પદાર્થોની માત્રાને પ્રાથમિક ઉત્પાદકતા કહે છે.
  • તેની પર અસર કરતાં પરિબળો નીચે પ્રમાણે છે:
    (a) સૂર્યપ્રકાશ : ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સૂર્યપ્રકાશ વધુ જોવા મળે છે. જ્યારે ધ્રુવ પ્રદેશોમાં સૂર્યપ્રકાશ ઓછો હોય છે તેથી ધ્રુવ પ્રદેશ કરતા ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ઉત્પાદકતા વધુ હોય છે.
    (b) તાપમાનઃ શિયાળાના ઠંડા વાતાવરણને કારણે સમશીતોષ્ણ જંગલ કરતાં ઉષ્ણકટિબંધીય જંગલોમાં ઉત્પાદકતા વધુ હોયછે.
    (c) પોષકદ્રવ્યોઃ વનસ્પતિની વૃદ્ધિ અને નિવસનતંત્રની ઉત્પાદકતા માટે પોષકદ્રવ્યોની યોગ્ય પ્રમાણમાં હાજરી જરૂરી છે.

પ્રશ્ન 10.
વિઘટનને વ્યાખ્યાયિત કરો અને વિઘટનની પ્રક્રિયાઓ તથા નીપજે વર્ણવો.
ઉત્તર:

  • અળસિયાઓને ખેડૂતોના મિત્રો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડવામાં તેમજ તેની સાથે સાથે જમીનને પોચી (ફળદ્રુપ) બનાવવામાં મદદરૂપ છે.
  • આ જ પ્રકારે, વિઘટકો જટિલ કાર્બનિક દ્રવ્યોને કાર્બન ડાયૉક્સાઈડ, પાણી અને પોષકો જેવા અકાર્બનિક પદાર્થોને વિઘટિત કરવામાં મદદરૂપ છે. આ પ્રક્રિયાને વિઘટન કહે છે.
  • વનસ્પતિઓના મૃત અવશેષ જેવાં કે પર્ણો, છાલ, પુષ્પો તથા પ્રાણીઓના મૃત અવશેષો, મળમૂત્ર સહિતનાં દ્રવ્યો એ મૃત
    અવશેષીય ઘટકો બનાવે છે કે જેઓ વિઘટન માટેના કાચા પદાર્થો છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 2

  • અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રીયકરણ (ખાતરનિર્માણ) અને ખનીજીકરણ વગેરે વિઘટનની પ્રક્રિયાના મહત્ત્વપૂર્ણચરણો છે.
    1. અવખંડનઃ મૃતભક્ષીઓ (detritivores) (જેવાકે અળસિયા) મૃત અવશેષીય પદાર્થોને નાના-નાના કણોમાં તોડી નાખે છે. આ પ્રક્રિયા અવખંડન કહેવાય છે.
    2. ધોવાણ ધોવાણની પ્રક્રિયા દ્વારા જલદ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિના સ્તરોમાં પ્રવેશ પામે છે અને અનુપલબ્ધ ક્ષારો તરીકે અવક્ષેપિત થઈ જાય છે.
    3. અપચય: બૅક્ટરિયા અને ફૂગના ઉન્સેચકો મૃત અવશેષીય ઘટકોને (detritus) સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. આ પ્રક્રિયા અપચય (catabolism) કહેવાય છે.
    4. સેન્દ્રીયકરણ સેન્દ્રીયકરણ (humification) દ્વારા એક ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થાય છે. તેને સેન્દ્ર (ખાતર) કહેવાય છે જે સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયાઓ માટે ખૂબ જ પ્રતિરોધક હોય છે તથા તેનું વિઘટન અતિશય ધીમા દરે ચાલ્યા કરે છે. કલિલ પ્રકૃતિ હોવાને કારણે તે પોષકોના સંચયસ્થાન (reservoir) તરીકે કાર્ય કરે છે.
    5. ખનીજીકરણ સેન્દ્ર ફરીથી કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામે છે અને અકાર્બનિક પોષકો મુક્ત કરે છે જે ખનીજીકરણ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા થાય છે.
  • વિઘટન એ ખૂબ જ ઑક્સિજન આવશ્યક હોય એવી એક પ્રક્રિયા છે.
  • વિઘટનનો દરમૃત અવશેષીય ઘટકો અને પર્યાવરણીય કારકોના રાસાયણિક સંઘઠનો દ્વારા નિયંત્રિત હોય છે.
  • એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકો લિગ્નીન અને કાઇટિનસભર હોય ત્યારે વિઘટનનો દર ધીમો હોય છે અને જો મૃત અવશેષીય ઘટકો નાઇટ્રોજન તથા શર્કરા જેવા જલદ્રાવ્ય પદાર્થોસભર હોય ત્યારે તે ખૂબ જ ઝડપી હોય છે.
  • તાપમાન અને ભૂમિનો ભેજ ખૂબ જ મહત્ત્વના પર્યાવરણીય કારકો છે જે ભૂમિના સૂક્ષ્મજીવોની ક્રિયાઓ પર તેમની અસર દ્વારા વિઘટનનું નિયમન કરે છે.
  • હૂંફાળુ અને ભેજયુક્ત પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ હોય છે. જ્યારે ઓછું તાપમાન અને અનારક જીવન વિઘટનને અવરોધે છે તેના પરિણામસ્વરૂપ કાર્બનિક દ્રવ્યોના ભંડાર રચાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

પ્રશ્ન 11.
નિવસનતંત્રમાં ઊર્જા પ્રવાહનો અહેવાલ આપો.
ઉત્તર:

  • ઊંડા સમુદ્રના જલતાપીય નિવસનતંત્ર સિવાય પૃથ્વી પરનાં બધાં જ નિવસનતંત્રો માટે શક્તિના પ્રવાહનો એકમાત્ર સ્રોત સૂર્યજ છે.
  • આપાત સૌરવિકિરણના 50% કરતાં પણ ઓછા ભાગનો પ્રકાશ પ્રકાશસંશ્લેષી સક્રિય વિકિરણ (Photosynthetically active radiation -PAR)માં પરિણમે છે.
  • વનસ્પતિઓ અને પ્રકાશસંશ્લેષી બૅક્ટરિયા સરળ અકાર્બનિક પદાર્થોમાંથી ખોરાક બનાવવામાં સૂર્યની વિકિરણ ઊર્જાનું સ્થાપન કરે છે.
  • વનસ્પતિઓ માત્ર 2-10% પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ (PAR) ગ્રહણ કરે છે અને આ ઊર્જાની ઓછી માત્રા જ સમગ્ર સજીવ વિશ્વને ટકાવી રાખે છે.
  • બધા જ સજીવો તેમના આહાર માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદકો પર આધાર રાખે છે. જેથી ઊર્જાનો પ્રવાહ સૂર્યમાંથી ઉત્પાદકો તરફ અને પછી ઉપભોક્તાઓ તરફ એકદિશીય હોય છે.
  • ઉપરાંત નિવસનતંત્ર એ ઉખાગતિકીના બીજા નિયમથી મુક્ત નથી. જરૂરી અણુઓના સંશ્લેષણ માટે તેઓને સતત ઊર્જા મળવી આવશ્યક હોય છે. જેને લીધે વધતા-જતા અવ્યવસ્થાપન સામે સંકલિત કાર્યપદ્ધતિ દ્વારા સંઘર્ષ (counteract the universal tendency towards increasing disorderliness) કરી રાકે.
  • નિવસનતંત્રમાં લીલી વનસ્પતિઓને ઉત્પાદકો કહેવામાં આવે છે.
  • સ્થલજ નિવસનતંત્રમાં શાકીય (herbaceous) તેમજ કાષ્ટીય (woody) વનસ્પતિઓ મુખ્ય ઉત્પાદકો છે.
  • મા એ જ પ્રકારે, જલજ નિવસનતંત્રમાં વનસ્પતિપ્લવકો, લીલ અને જલીય વનસ્પતિઓની વિવિધ જાતિઓ ઉત્પાદકો છે.
  • આહારશૃંખલાઓ તથા આહારજાળ એ પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવે છે.
  • વનસ્પતિઓથી પ્રારંભ થતી આહારશૃંખલાઓ તથા આહારજાળ એવી રીતે બનેલી હોય છે કે પ્રત્યેક પ્રાણી આહાર માટે કોઈ
    વનસ્પતિ પર કે અન્ય પ્રાણી પર આધાર રાખે છે અને બદલામાં તે કોઈ બીજા માટેનો આહાર બને છે.
  • આ પરસ્પર આંતરનિર્ભરતાના કારણે શૃંખલા કે જાળની રચના થાય છે.
  • કોઈપણ સજીવ દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઊર્જા તેનામાં હંમેશાં માટે સંચિત રહેતી નથી.
  • ઉત્પાદકો દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઊર્જા ઉપભોક્તાઓમાંથી પસાર થાય છે અથવા તો તે સજીવો મૃત્યુ પામે છે. એક સજીવના મૃત્યુથી મૃત અવશેષિત ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરૂઆત થાય છે.
  • બધાં પ્રાણીઓ તેમના આહારની જરૂરિયાત માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિઓ પર આધાર રાખે છે. આથી, તેઓ ઉપભોક્તાઓ કહેવાય છે કે વિષમપોષીઓ પણ કહેવાય છે.
  • જો તેઓ આહાર માટે ઉત્પાદકો કે વનસ્પતિઓ પર નિર્ભર હોય ત્યારે તેઓને પ્રાથમિક ઉપભોક્તાઓ કહેવાય છે અને જો પ્રાણીઓ (પ્રાથમિક ઉપભોક્તા) કે જેઓ વનસ્પતિઓને ખાય છે તેઓને બીજાં પ્રાણીઓ ખાય છે. તેમને દ્વિતીયક ઉપભોક્તાઓ કહેછે.
  • આ પ્રકારે તૃતીયક ઉપભોક્તાઓ પણ હોઈ શકે છે.
  • નિઃસંદેહ પ્રાથમિક ઉપભોક્તાઓ તૃણાહારી હોઈ શકે. સ્થળ નિવસનતંત્રમાં કીટકો, પક્ષીઓ તથા સસ્તનો અને જલજ નિવસનતંત્રમાં મૃદુકાય પ્રાણીઓ કેટલાક સામાન્યતૃણાહારીઓ હોય છે.
  • ઉપભોક્તાઓ કે જેઓ આ તૃણાહારીઓનો આહાર કરે છે તેઓ માંસાહારીઓ હોય છે તેમને પ્રાથમિક માંસાહારીઓ (દ્વિતીયક ઉપભોક્તા) કહેવું ખૂબ જયોગ્ય છે.
  • એ પ્રાણીઓ જે આહાર માટે પ્રાથમિક માંસાહારીઓ પર આધાર રાખે છે તેમને દ્વિતીયકમાંસાહારીઓ સ્વરૂપે નિર્દેશિત કરાય છે.
  • એકસરળ ચરીય આહારશૃંખલા (grazing foodchain-GFC)નીચે આપેલ છેઃ

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 3

  • મૃત અવશેષીય (દ્રવ્ય) આહારશૃંખલા (Detritus Food Chain – DFC) મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે. તે વિઘટકોની બનેલી હોય છે કે જેઓ વિષમપોષી સજીવો છે, તેઓ મુખ્યત્વેફૂગ અને બેક્ટરિયાછે.
  • તેઓ મૃત કાર્બનિક દ્રવ્યો કે મૃત અવશેષીય ઘટકોના વિઘટન દ્વારા જરૂરી ઊર્જા કે પોષણ મેળવે છે. તેઓને મૃતપોષીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. (Sapro=મૃત: to decompose =વિઘટન કરવું).
  • વિઘટકો પાચક ઉચકો ગ્નવિત કરે છે જે મૃત કેનકામા પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે, ત્યારબાદ તેઓને તેમના જ દ્વારા શોષી લેવામાં આવે છે.
  • જલજ નિવસનતંત્રમાં ચરીય આહારશૃંખલા, ઊર્જા પ્રવાહમાટે મહત્ત્વનું પાસું છે.
  • તેની વિરુદ્ધ, સ્થળનિવસનતંત્રમાં ચરીય આહારશૃંખલા કરતાં મૃત આહારશૃંખલા ઘણી વધારે ઊર્જા પ્રવાહિત થાય છે.
  • મૃત આહારશૃંખલાને કેટલાક સ્તરેચરીય આહારશૃંખલા સાથે જોડી શકાય છે.
  • મૃત આહારશૃંખલાના કેટલાક સજીવોચરીય આહારશૃંખલાના પ્રાણીઓનો શિકાર બની જાય છે તથા એકનૈસર્ગિક નિવસનતંત્રમાં વિંદા, કાગડા વગેરે જેવા કેટલાંક પ્રાણીઓ સર્વભક્ષી હોય છે.
  • આ આહારશૃંખલાઓની પ્રાકૃતિક આંતરસંધિએક આહારજાળનું નિર્માણ કરે છે.
  • સજીવોના અન્ય સજીવો સાથેના આહારસંબંધોના આધારે તે નૈસર્ગિક પરિસર કે સમાજમાં ચોક્કસ સ્થાન પામે છે. તેમના પોષણ કે ખોરાકના સ્રોત પર આધારિત બધા સજીવો આહારશૃંખલામાં ચોક્કસ સ્થાન લે છે જેને તેમના પોષકસ્તર તરીકે ઓળખવામાં આવે છે.
  • ઉત્પાદકોએ પ્રથમ પોષકસ્તરે, તૃણાહારીઓ દ્વિતીયક પોષકસ્તરે અને માંસાહારીઓતૃતીયક પોષકસ્તરે સમાવેશિત છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 4

  • અનુક્રમિત પોષકસ્તરે ઊર્જાની માત્રા ઘટતી જાય છે. જ્યારે કોઈ સજીવો મૃત્યુ પામે છે ત્યારે તેઓ મૃત અવશેષીય ઘટકો કે મૃત જૈવભારમાં ફેરવાઈ જાય છે જેવિઘટકો માટે ઊર્જાના એકસ્રોતનું કામ કરે છે. દરેક પોષકસ્તરે સજીવો તેમની ઊર્જાની આવશ્યકતા માટે તેમનાથી નિમ્ન પોષકસ્તર પર આધાર રાખે છે.
  • દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને પ્રાપ્ય પાક કહેવાય છે.
  • પ્રાપ્ય પાકને સજીવોનો જથ્થો (જૈવભાર) કે એકમ વિસ્તારમાં તેમની સંખ્યા દ્વારા માપી શકાય છે. એક જાતિના જૈવભારને તેના તાજા શુષ્ક વજનના શબ્દોમાં અભિવ્યક્ત કરવામાં આવે છે.
  • ચરીય આહારશૃંખલામાં પોષકસ્તરોની સંખ્યા મર્યાદિત હોય છે. એ પ્રકારે ઊર્જા પ્રવાહનું સ્થાનાંતરણ 10% ઓછું હોય છે. એટલે કેદરેકનિમ્ન પોષકસ્તરમાંથી તેનાથી ઉચ્ચ પોષકસ્તર પર માત્ર 10%જ ઊર્જા પ્રવાહિત થાય છે.
  • પ્રકૃતિમાં આવા ઘણા બધા સ્તરોની સંભાવના રહેલી છે. જેમ કે ચરીય આહારશૃંખલામાં ઉત્પાદકો, તૃણાહારીઓ, પ્રાથમિક માંસાહારીઓ, દ્વિતીયકમાંસાહારીઓ વગેરે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 5

પ્રશ્ન 12.
નિવસનતંત્રમાં અવસાદીચક્રની અગત્યની વિશિષ્ટતાઓ લખો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 6

  • જૈવિક પટલો, ન્યુક્લિક ઍસિડ અને કોષીય ઊર્જા સ્થાનાંતરણ તંત્રનો એક મુખ્ય ઘટક ફૉસ્ફરસ છે.
  • ઘણાં પ્રાણીઓને તેમનાં કવચ, હાડકાં અને દાંત બનાવવા માટે પણ આ તત્ત્વની મોટી માત્રા આવશ્યક હોયછે.
  • ફૉસ્ફરસનાં કુદરતી સંચયસ્થાનો એ પર્વતો છે કે જે ફૉસ્ફટના સ્વરૂપમાં ફૉસ્ફરસને સંચિત કરે છે.
  • જ્યારે પર્વતો અપક્ષન પામે ત્યારે, આ ફૉસ્ફટની નહિવત્ માત્રા ભૂમીય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને વનસ્પતિઓના મૂળ વડે શોષી લેવામાં આવે છે.
  • તૃણાહારી અને અન્ય પ્રાણીઓ આ તત્ત્વ વનસ્પતિઓમાંથી મેળવે છે. નકામી નીપજો અને મૃત જીવોનું ફૉસ્ફટ દ્રાવ્યીકરણ બૅક્ટરિયા દ્વારા વિઘટન થતાં ફૉસ્ફરસ મુક્ત કરવામાં આવે છે.
  • કાર્બનચક્રની જેમ શ્વસન દ્વારા વાતાવરણમાં ફૉસ્ફરસ મુક્ત કરી શકાતો નથી.
  • કાર્બનચક્ર અને ફૉસ્ફરસચક્ર વચ્ચેના મુખ્ય મહત્ત્વના બે તફાવતો છે : પહેલો એ છે કે વરસાદ દ્વારા ફૉસ્ફરસનો વાતાવરણમાં અંતઃપ્રવેશ કાર્બનના અંત:પ્રવેશ કરતાં ખૂબ જ ઓછો હોય છે અને બીજો , સજીવો અને પર્યાવરણ વચ્ચે ફૉસ્ફરસનો વાયુ-વિનિમય એકદમ નહિવત્ હોય છે.

પ્રશ્ન 13.
નિવસનતંત્રમાં કાર્બનચક્રની મુખ્ય વિશિષ્ટતાઓની રૂપરેખા આપો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 7

  • સજીવોના શુષ્ક વજનનો 49% ભાગ કાર્બનથી બનેલો હોય છે અને પાણી પછી તે બીજા ક્રમે આવે છે.
  • જો આપણે વૈશ્વિક કાર્બનની કુલ માત્રા જોઈએ તો71% કાર્બનતો મહાસાગરોમાં દ્રાવ્યસ્વરૂપમાં આવેલો છે.
  • આ મહાસાગરનો કાર્બનભંડાર, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું નિયમન કરે છે. કુલ વૈશ્વિક કાર્બનનો આશરે માત્ર 1% ભાગ જ વાતાવરણમાં સમાવેશિત છે.
  • અશ્મિબળતણ પણ કાર્બનના એક સંચયસ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે.
  • વાતાવરણ અને મહાસાગર દ્વારા તથા જીવંત અને મૃતજીવો દ્વારા કાર્બનનું ચક્રીયકરણ થાય છે.
  • એક અંદાજ પ્રમાણે પ્રકાશસંશ્લેષણ દ્વારા 4 × 1013 kg જેટલા કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાયછે.
  • ઉત્પાદકો અને ઉપભોગીઓની શ્વસન ક્રિયાવિધિ દ્વારા વાતાવરણમાં કાર્બનની મહત્ત્વપૂર્ણ માત્રા CO2 સ્વરૂપે પાછી ફરે છે.
  • જમીન કે મહાસાગરના નકામા પદાર્થો અને મૃત કાર્બનિક દ્રવ્યોની તેમની વિઘટન પ્રક્રિયા દ્વારા CO2 નો સેતુ જાળવી રાખવા વિઘટકો પણ વાસ્તવિક રીતે સહભાગી બને છે.
  • સ્થાપન થયેલા કાર્બનની કેટલીક માત્રા અવસાદનમાં વ્યય પામે છે અને પરિવહન (ચક્રીયકરણ)માંથી બહાર નિકાલ પામે છે.
  • લાકડાં સળગાવવા, જંગલની આગ (દવ) તથા કાર્બનિક દ્રવ્યોનું દહન, અશ્મિબળતણ, જવાળામુખી ક્રિયાવિધિ વગેરે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ (CO2)ની મુક્તિ માટેના વધારાનાસ્રોત છે.
  • કાર્બનચક્રમાં મનુષ્યની પ્રવૃત્તિઓનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રભાવ છે. ઝડપી વનવિનાશ તથા ઊર્જા તેમજ પરિવહન માટે અશ્મિબળતણનું સતત દહન વગેરેથી વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ મુક્ત કરવાના દરમાં નોંધપાત્ર વધારો થયો છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

GSEB Class 12 Biology निવસનતંત્ર NCERT Exemplar Questions and Answers

(બહુવિકલ્પ પ્રશ્નો (MCQs)

પ્રશ્ન 1.
ફૂગ અને બેક્ટરિયા જેવા વિઘટકોની પોષણ પદ્ધતિ માટે નીચેમાંથી સાચો વિકલ્પ પસંદ કરોઃ
(i) સ્વયંપોષી
(ii) વિષમપોષી
(iii) મૃતોપજીવી
(iv) રાસાયણિક સ્વયંપોષી

સાચા જવાબની પસંદગી કરોઃ
(A) (i) અને (iii)
(B) (i) અને (iv)
(C) (ii) અને (iii)
(D) (i) અને (ii)
જવાબ
(C) (i) અને (ii)

  • સ્વયંપોષીઓ (રસાયણ સંશ્લેષિત સ્વયંપોષી અને પ્રકાશસંશ્લેષિત સ્વયંપોષી) એ સજીવો છે કે જેઓ પોતાનો ખોરાક તેઓની જાતે બનાવી શકે છે. ઉદાહરણઃ વનસ્પતિઓ.
  • જ્યારે સજીવો તેઓનો ખોરાક (સ્વયંપોષીઓ કે વનસ્પતિઓમાંથી) મેળવે છે, તેઓને વિષમપોષીઓ તરીકે ઓળખવામાં આવે છે. વિષમપોષીઓ વનસ્પતિ આહારી, માંસાહારી અને મિશ્રાહારી હોઈ શકે છે.
  • મૃતોપજીવીઓ, તેઓનું પોષણ મૃત કાર્બનિક દ્રવ્યોમાંથી મેળવે છે અથવા બંને વનસ્પતિ અને પ્રાણીઓમાં રહે છે. તેઓને વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેઓ મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટન કરીને ખનીજતત્ત્વોના ચક્રીયકરણમાં અગત્યનો ભાગ ભજવે છે.

પ્રશ્ન 3.
સૂક્ષ્મ જીવો દ્વારા થતી ખનીજીકરણની ક્રિયા તે કોને મુક્ત કરવામાં મદદરૂપ થાય છે?
(A) હ્યુમસમાંથી અકાર્બનિક પોષકદ્રવ્યોને
(B) મૃતદ્રવ્યોમાંથી કાર્બનિક અને અકાર્બનિક બંનેને
(C) હ્યુમસમાંથી કાર્બનિકપોષકદ્રવ્યોને
(D) મતૃદ્રવ્યોમાંથી અકાર્બનિક પોષક દ્રવ્યોને અને હ્યુમસનું નિર્માણ કરવામાં
જવાબ
(A) સુમસમાંથી અકાર્બનિક પોષકદ્રવ્યોને

  • સડવાની પ્રક્રિયામાં પાંચ અગત્યના પગલાં જેવાં કે વિભાજન, ઇચિંગ, વિઘટનની પ્રક્રિયા, નાશ પામેલ સજીવોની બનેલ માટી અને ખનીજીકરણ છે. માટીમાં રહેલ સેન્દ્રીય ઘટકો અને ખનીજો (અકાર્બનિક પોષક પદાર્થો)ને માટીમાં આવેલ સેન્દ્રીય ઘટકો બનવાની પ્રક્રિયાખનીજીકરણ દ્વારા મેળવવામાં આવે છે.
  • મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાંથી ધાતુઓ (K+, Mg++, Ca++ અને NH4+) અને અધાતુઓ જેવી કે H2O અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે.

પ્રશ્ન 3.
ઉત્પાદકતા એટલે કે જૈવભારનો ઉત્પાદન-દર, તેને કયા એકમ દ્વારા દર્શાવાય છે?
(1) (kcal m-3) yr-1
(ii) g-2yr-1
(iii) g-1yr-1
(iv) (kcal m-2) yr-1

(A) (ii)
(B) (iii)
(C) (ii) અને (iv)
(D) (i) અને (ii)
જવાબ
(C) (i) અને (iv)
ચોક્કસ સમય મર્યાદામાં એકમ ક્ષેત્રફળ (વિસ્તાર)ના પારંપારિક સ્તરમાં ઉત્પાદકતા એ કાર્બનિક પદાર્થો (બાયોમાસ)ના ઉત્પાદનનો દર છે. તે વજનનાદરમાં માપી શકાય કે વ્યક્ત કરી શકાય છે.
ઉદા. (gm/m2/yr2) કે રાક્તિ (Kcal/m2/yr)

પ્રશ્ન 4.
કયા નિવસનતંત્રમાં જૈવભારનો ઊંધો પિરામિડ જોવા મળે છે?
(A) જંગલ
(B) દરિયા
(C) તૃણભૂમિ
(D) ટુંડ્રપ્રદેશ
જવાબ
(B) દરિયા

  • તળાવનું નિવસનતંત્ર, દરિયાઈ નિવસનતંત્ર જેવાં જલજ નિવસનતંત્રમાં જૈવભાર (બાયોમાસ)નો પિરામિડ ઊંધો હોય છે. કારણ કે ફાયટોપ્લેક્ટોન જલીય નિવસનતંત્રમાં નાના પ્રમાણમાં હોવાથી માછલીઓનો જૈવભાર (બાયોમાસ) વધે છે.
  • જલજ નિવસનતંત્રમાં ટ્રોપિક સ્તરનો જૈવભાર (બાયોમાસ) તેમના સભ્યોના પ્રાજનનિક મહત્તમ દર અને સભ્યોના જીવનકાળ ઉપર આધાર રાખે છે.

પ્રશ્ન 5.
નીચે આપેલપૈકીયું એક ઉત્પાદકનથી?
(A) સ્પાયરોગાયરા
(B) એગેરીક્સ
(C) વોલ્વોક્સ
(D) નો સ્ટોક
જવાબ
(B) એગેરીક્સ

  • એગેરીક્સ એ બેસીડીયોમાયસીટ્સ ફૂગ છે કે જે વિષમ પોષક (સેપ્રોટોપ્સ) વર્ગનું છે. તેને પ્રખ્યાત રીતે બિલાડીનો ટોપ (મશરૂમ) તરીકે ઓળખવામાં આવે છે. જયારે સ્પાયરોગાયરા લીલી લીલ છે અને સ્વોપજીવી એટલે કે ઉત્પાદક છે.
  • નોસ્ટૉક અને વોલ્વોક્સ એ નીલહરિત લીલા (સાયેનોબૅક્ટરિયા) છે. તેઓ પણ સ્વોપજીવી એટલે કે ઉત્પાદક છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

પ્રશ્ન 6.
નીચે આપેલ પૈકી કર્યું એક નિવસનતંત્ર વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનના અર્થમાં વધુ ઉત્પાદકતા ધરાવે છે?
(A) રણપ્રદેશો
(B) ઉષ્ણકટિબંધનાં વર્ષાજંગલો
(C) દરિયાઓ
(D) વેલાનમુખી પ્રદેશ
જવાબ
(B) ઉષ્ણકટિબંધનાં વર્ષાજંગલો
વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનના સંદર્ભમાં ઉષ્ણકટિબંધનાં વર્ષાજંગલો સૌથી ઉચ્ચ સ્થિતિએ આવેલ છે. ત્યાર બાદ કોરલ રીફ; વેલાનમુખી પ્રદેશ, રણપ્રદેશ અને સમુદ્ર આવે છે. આમ વિકલ્પ (B) ઉષ્ણકટિબંધનાં વર્ષાજંગલો એ સાચો છે, જ્યારે વિકલ્પો (A), (C) અને (D) ખોટાં છે.

પ્રશ્ન 7.
સંખ્યાના પિરામિડઃ
(A) હંમેશાં સીધા
(B) હંમેશાં ઊંધા
(C) સીધા કે ઊંધા
(D) સીધા કે ઊંધા નથી હોતા
જવાબ
(C) સીધાકે ઊંધા

  • નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ઊંધા કે સીધા હોય છે. ભૂમીય નિવસનતંત્રમાં સંખ્યાનો પિરામિડ સીધો હોય છે. ટ્રોપિક સ્તરમાં ક્રમિક રીતે સભ્યોની સંખ્યામાં ઘટાડો થતાં મોટું વૃક્ષ ઊંધું હોય છે. જ્યારે શક્તિનો પિરામિડકાયમી રીતે સીધો હોયછે.
  • જ્યારે જૈવભારનો પિરામિડ પણ સીધો કે ઊંધો હોય છે. કોઈ પણ કિસ્સામાં ઊંધો પિરામિડ કે કોઈ પણ પિરામિડ મેળવવામાં ન આવે. આમ, બીજા વિકલ્પો ખોટાં છે.

પ્રશ્ન 8.
વનસ્પતિનાં પર્ણો પર પડતી સૌરઊર્જામાંથી કેટલી ઊર્જા આશરે પ્રકાશસંશ્લેષણ દ્વારા રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ પામે છે?
(A) 1% કરતાં ઓછી
(B) 2-10%
(C) 30%
(D) 50%
જવાબ
(B) 2-10%.
જમીનમાં ઊંડા સ્તરે આવેલ જલતાપીય નિવસનતંત્ર સિવાયના બધા જ નિવસનતંત્રોનો શક્તિ મેળવવાનો અંતિમ ઉપાય સૂર્ય છે. સૂર્યનાં કિરણોનો કિરણોત્સર્ગ પૈકી 50% કરતાં ઓછા પ્રમાણમાં પ્રકાશસંશ્લેષણ દ્વારા સક્રિય કિરણોત્સર્ગ (PAR) અને 2 થી 10 % સૂર્યપ્રકાશની આકસ્મિક શક્તિને સ્વોપજીવીઓ દ્વારા મેળવવામાં આવે છે અને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા રાસાયણિક શક્તિમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

પ્રશ્ન 9.
નીચે આપેલમાંથી તમારા વિચારે કયા પ્રદેશમાં વિઘટનની ક્રિયા સૌથી ઝડપી થાય છે?
(A) ઉષ્ણકટિબંધીય વર્ષાજંગલ
(B) ઍન્ટાર્કટિકા
(C) શુષ્કપ્રદેશ
(D) અલ્પાઇનપ્રદેશ
જવાબ
(A) ઉષ્ણકટિબંધીય વર્ષાજંગલ

  • સૌથી નીચે આવેલ સ્તર કે ઉષ્ણકટિબંધનાં વર્ષાજંગલની વનસ્પતિઓ : સૂર્યપ્રકાશનાં કિરણો અત્યંત ઓછા પ્રમાણમાં મેળવે છે અને જમીનમાં : ભેજ અને ખનીજતત્ત્વો હોય છે.
  • આથી ઊંચું તાપમાન, ભેજ, વિઘટકોની ઊંચી જીવાણુઓની સૌથી વિશેષ પસંદગીશીલ પ્રક્રિયા હોવાથી વિઘટકો નીચે પડેલાં પર્ણો અને મૃત કાર્બનિક પદાર્થોને લીધે વિઘટનની પ્રક્રિયા આવા જૈવિક જથ્થામાં ઝડપી બને છે.

પ્રશ્ન 10.
તૃણાહારીઓ દ્વારા સ્થલીય નિવસનતંત્રની કેટલી વાસ્તવિક : પ્રાથમિક ઉત્પાદકતાખવાય છે અને પાચન થાય છે?
(A) 1%
(B) 10%
(C) 40%
(D) 90%
જવાબ
(D) 90 %

  • પ્રત્યેક તબક્કે શિકારી અથવા ચરતાં પ્રાણીઓનો શિકાર થાય છે. ‘ તૃણાહારી પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ ખાય છે. જે તેઓ કુદરતી : રીતે મૃત્યુ પામે તો તૃણાહારીઓના શરીરમાં આવેલ કે કોઈ પણ વિષુવવૃત્તીયસ્તરે તે વિઘટકો દ્વારા રૂપાંતર પામે છે.
  • ફક્ત 10 % તૃણાહારીઓની ઉત્પાદકતા, બીજા સ્તરનાં છે પ્રાણીઓ (પ્રાથમિક માંસાહારી પ્રાણીઓ)ની ઉત્પાદકતા વધારામાં વપરાય છે. જયારે બાકીના 90 % ખોરાક તરીકે લેવાય અને વપરાય છે. શ્વસન, શરીરની ઉષ્માની જાળવણી અને બીજી પ્રક્રિયાઓ માટે વપરાય છે.

પ્રશ્ન 11.
પરિસ્થિતિકીય અનુક્રમણની ક્રિયા દરમિયાન જૈવસમાજમાં જોવા મળતા પરિવર્તનઃ
(A) તબક્કાવાર અને શ્રેણીમય
(B) યાદચ્છિક
(C) ખૂબ જ ઝડપી
(D) ભૌતિક પરિઆવરણ દ્વારા અસર ન પામે જવાબ
(A) તબક્કાવાર અને શ્રેણીમય

  • આપેલ વિસ્તારમાં જાતિઓની વિવિધતામાં ક્રમિક અને ધાર્યા પ્રમાણે ફેરફારો જોવા મળે છે તેને પરિસ્થિતિકીય અનુક્રમણ કહે છે. આ ફેરફારો તબક્કાવાર અને શ્રેણીમય થતાં ફેરફારોને સંપૂર્ણ ફેરફારો કહે છે.
  • બીજા વિકલ્પો અવ્યવસ્થિત રીતે કે ઝડપી ફેરફારો પર્યાવરણીય અનુક્રમણનાં લક્ષણો નથી, પર્યાવરણીય અનુક્રમણ ભૌતિક પર્યાવરણની અસર પામે છે. આમ બીજા વિકલ્પો ખોટાં છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

પ્રશ્ન 12.
ચરમાવસ્થાના સમાજની સ્થિતિ કઈ હશે?
(A) અસમતુલિત
(B) સમતુલિત
(C) અનિયમિતતા
(D) સતત પરિવર્તન
જવાબ
(B) સમતુલિત

  • પર્યાવરણીય કે જૈવિક અનુક્રમણમાં, પરાકાષ્ઠાએ આવેલ સમુદાય સ્થિર હોય છે. જાતે કાયમી રહે છે અને તે અંતિમ જૈવિક સમુદાય છે. તે અનુક્રમણને અંતે વિકાસ પામેલ હોય છે અને તે સંપૂર્ણ રીતે ભૌતિક પર્યાવરણ સાથે સમતુલનમાં હોય છે.
  • પરાકાષ્ઠાએ આવેલ સમુદાયને મહત્તમવિવિધતા અને જીવનપદ્ધતિમાં વિશિષ્ટતા જોવા મળે છે. આમ, બાકીના બધા વિકલ્પો પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાયને લાગતાવળગતાં નથી અને તે ખોટાં છે.

પ્રશ્ન 13.
નીચે આપેલ પૈકી કયું એક જૈવ ભૂ-રાસાયણિક ચક્ર, જે શ્વસનને લીધે ઘટ અનુભવતું નથી?
(A) ફૉસ્ફરસ
(B) નાઇટ્રોજન
(C) સલ્ફર
(D) ઉપર્યુક્ત બધા જ
જવાબ
(D) ઉપર્યુક્તબધાજ
શ્વસનના કારણે ફૉસ્ફરસ, નાઇટ્રોજન, સલ્ફરના ભૂજૈવ રાસાયણિક ચક્રોને કંઈ ગુમાવવાનું હોતું નથી. જ્યારે કાર્બન અને ઑક્સિજનચક્ર શ્વસનની પ્રક્રિયાને કારણે અસર પામે છે.

પ્રશ્ન 14.
પાણીમાં પ્રાથમિક અનુક્રમણના શ્રેણીમય સમાજોમાટે સંગત વિકલ્પ પસંદ કરોઃ
(A) વનસ્પતિ પ્લવક, પ્લાવિત, મુક્ત તરતી જલીય વનસ્પતિઓ, મૂળયુક્ત જલીય વનસ્પતિઓ, ઘાસ અને વૃક્ષો
(B) વનસ્પતિ પ્લવક, મુક્ત તરતી જલીય વનસ્પતિઓ, મૂળયુક્ત જલીય વનસ્પતિઓ, પ્લવિત નિમન્જિત, ઘાસ અને વૃક્ષો
(C) મુક્ત તરતી જલીય વનસ્પતિઓ, પ્લવિત, વનસ્પતિ પ્લવક, મૂળયુક્ત જલીય વનસ્પતિઓ, ઘાસ અને વૃક્ષો
(D) વનસ્પતિ પ્લવક, મૂળયુક્ત નિમજિત જલીય વનસ્પતિઓ, તરતી જલીય વનસ્પતિઓ નિમન્જિત, નરકુલ (ઉભયજીવી) પ્લવિત, કુપો અને વૃક્ષો
જવાબ
(D) વનસ્પતિ પ્લવક, મૂળયુક્ત નિમતિ જલીય વનસ્પતિઓ, તરતી જલીય વનસ્પતિઓ નિમર્જિત, નરકુલ (ઉભયજીવી) પ્લવિત,કુપો અને વૃક્ષો

પ્રશ્ન 15.
વાયુમય જૈવભૂ-રાસાયણિકચક્રનું સંગ્રહસ્થાન કયું છે?
(A) સ્ટ્રેટોસ્ફિયર
(B) વાતાવરણ
(C) આયનોસ્ફિયર
(D) લીથોસ્ફિયર
જવાબ
(B) વાતાવરણ
પોષણના બે ભંડારો અનામત પુલ અને ચક્રીય પુલ. વાયુસ્વરૂપના પોષક પદાર્થો અને ભૂજૈવ રાસાયણિક ચક્રો (નાઇટ્રોજન અને કાર્બનચક્ર) વાતાવરણમાં જોવા મળે છે. જ્યારે સ્ટ્રેટોસ્ફિયર, આયનોસ્ફિયર અને લીથોસ્ફિયર વાતાવરણના ભાગો છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

પ્રશ્ન 16.
જો ઉત્પાદકો દ્વારા સ્થાપિત કાર્બન પરમાણુ ત્રણ જાતિઓમાંથી પસાર થાય છે. છેલ્લી જાતિનું પોષકતર કર્યું હશે?
(A) અપમાર્જકો
(B) તૃતીય ઉત્પાદક
(C) તૃતીય ઉપભોગી
(D) દ્વિતીય ઉપભોગી
જવાબ
(C) તૃતીય ઉપભોગી

  • ઉત્પાદક → પ્રથમ પારસ્પરિક સ્તર (પ્રાથમિક ઉપભોગી) → બીજું પારસ્પરિક સ્તર (દ્વિતીય ઉપભોગી) → ત્રીજું પારસ્પરિક સ્તર (તૃતીય ઉપભોગી).
  • સફાઈ કરનાર પ્રાણીઓ વિઘટકો છે, તેઓ મૃત પ્રાણીઓની પેશીઓમાંથી ખોરાક લે છે. (ઉદા. ગીધ) અને કાર્બન સ્થાપનમાં કોઈ ભાગ ભજવતાં નથી. ઉત્પાદકો કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે કે જે જુદા જુદા પોષક સ્તરમાંથી પસાર થાય છે.

પ્રશ્ન 17.
નીચે આપેલ કયા પ્રકારના નિવસનતંત્રના વિસ્તારમાં બાષ્પીભવન એ અપક્ષેપનને વધારે અને વાર્ષિક વરસાદ 100 mm કરતાં નીચો મળતો હોય તે વિસ્તાર કયો હોય છે?
(A) તૃણભૂમિ
(B) યુપીય જંગલ
(C) રણપ્રદેશ
(D) મેન્ગ્રોવ
જવાબ
(C) રણપ્રદેશ

  • રણ વિસ્તારના બાયોમ (ટૂંડા)માં વરસાદ પ્રતિ વર્ષ 100 મિમી. કરતાં ઓછો હોય છે. લાક્ષણિક રીતે દિવસ અત્યંત ગરમ અને રાત્રી ઠંડી હોયછે, રણમાં બાષ્પીભવન કાયમ માટે વરસાદ કરતાં 7થી 50 વખત વધારે હોય છે. બાયોમ્સનું રણ નિવસનતંત્ર દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં વધારે હોય હોય છે.
  • જયારે ઘાસ વિસ્તારના નિવસનતંત્રમાં મધ્યમ વરસાદ 25થી 75 પ્રતિ વર્ષ સેમી.ના દરથી પડે છે. પરંતુ બાષ્પીભવનનો દર, વરસાદના દર કરતાં વધુ હોતો નથી.
  • ઝાડવાવાળા (સુપ પ્રકારની વનસ્પતિઓ) જંગલમાં 90થી 150 સેમી. પ્રતિવર્ષ જેટલો વરસાદ પરસ્પર મેળવે છે.
  • મેન્ગ્રોવ જંગલો વાર્ષિક વરસાદ 100 થી 150 સેમી. / વર્ષ મેળવે છે. આમ (C) સિવાયના બધા વિકલ્પો ખોટા છે.

પ્રશ્ન 18.
તળાવ કે દરિયાકિનારાનો પ્રદેશ કે જે એકાંતરે હવા અને પાણીમાં ગરકાવ થઈ જાય, તો આ પ્રદેશને શું કહે છે?
(A) પેલાજીક પ્રદેશ
(B) બેન્થિક પ્રદેશ
(C) લેન્ટિક પ્રદેશ
(D) લિટોરલપ્રદેશ
જવાબ
(D) લિટોરલપ્રદેશ

  • લિટોરલ પ્રદેશ સરોવર કે દરિયાના કિનારે આવેલ જલજ વનસ્પતિઓનો છે કે જે એકાંતરે હવામાં આવે છે. આથી પ્રકાશ પણ પ્રાપ્ત થાય છે અને પાણીમાં પણ ડૂબેલ હોય છે.
  • આ કિનારાના પ્રદેશની વનસ્પતિઓ ઘણી સમૃદ્ધ ઉત્પાદકો; કે જે કિનારાથી તળિયા સુધીની કે જેમાં વધારે સંખ્યામાં રાતી અને બદામી લીલ પ્રદેશ સાથે જોડાયેલ છે. જલજ નિવસનતંત્રમાં ઘણાં વિવિધ પ્રદેશો આવેલ છે.
  • પેલેજિક પ્રદેશઃ દરિયામાં કે સરોવરમાં આવેલ પ્રદેશ કે તળિયાની નજદીક કે કિનારા પાસે વનસ્પતિઓ ન આવેલ હોય તેવા પ્રદેશને પેલેજિકપ્રદેશ કહે છે.
  • બેન્થિકપ્રદેશઃ તે સરોવર કે દરિયાનો તળિયાનો પ્રદેશ છે. જ્યાં પ્રકાશ આવતો નથી. સૂક્ષ્મજીવો અને બેન્થિક સજીવો આ પ્રદેશમાં જોવા મળે છે.
  • લેન્ટિકપ્રદેશ જલજનિવસનતંત્રમાં સ્થિર કે હાલતું ન હોય તેવું પાણી ધરાવતો પ્રદેશ છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 8

પ્રશ્ન 19.
ભૂમીય(Edaphic) પરિબળનો સંદર્ભ:
(A) પાણી
(B) ભૂમિ
(C) સાપેક્ષ ભેજ
(D) અક્ષાંશ
જવાબ
(B) ભૂમિ

  • ઉત્કૃષ્ટ પરિબળ ભૂમિ (જમીન)ને સંદર્ભમાં લે ત્યારે ભૂમિનું બંધારણ, તેની પૃષ્ઠભૂમિ, ખનિજો, તેની સ્થાનિક ભૂગોળ કે સ્થળ રૂપરેખા, pHની કિંમત વગેરે જોવામાં આવે છે.
  • પાણી, સંબંધિત, ભેજ, ઊંચાઈ બીજા નિવસનતંત્રના અજૈવ પરિબળો છે. પરંતુ તે આંબોહવાની પરિસ્થિતિને અસર કરે છે આથી તેને આબોહવાના પરિબળો કહે છે. આ પરિબળોમાં જોવા મળતાં ફેરફારો નિવસનતંત્રને અસર કરે છે અને આ પરિબળો પણ પૃથ્વી ઉપર આવેલ વિવિધ પ્રકારના નિવસનતંત્ર ઉપર અસર કરતાં નિર્ણાયક પરિબળો છે.

પ્રશ્ન 20.
નીચે આપેલમાંથી કયું નૈસર્ગિક નિવસનતંત્રની સેવા છે?
(A) પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ
(B) ભૂમિના ધોવાણને અવરોધે
(C) પ્રદૂષકોનું શોષણ અને ગ્લોબલ વોર્મિંગના ભયમાં ઘટાડો
(D) ઉપર્યુક્ત બધા જ
જવાબ
(D) ઉપર્યુક્ત બધાજ

  • કુદરતી પરિસ્થિતિતંત્ર તેના જૈવિક અને અજૈવિક પરિબળોને કુદરતી રીતે જાળવે છે. પરિસ્થિતિતંત્રની પ્રક્રિયાના ઉત્પાદનોને પરિસ્થિતિતંત્રની સેવાઓ કહે છે. તંદુરસ્ત પરિસ્થિતિતંત્ર વિશાળ શ્રેણીમાં આર્થિક, પર્યાવરણની અને સૌંદર્યલક્ષી માલ અને સેવાઓ પૂરી પાડે છે.
  • વિવિધ પરિસ્થિતિકીય સેવાઓ, કુદરતી પરિસ્થિતિકીય તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે. તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
    1. હવા અને પાણીને શુદ્ધ કરવા
    2. દુષ્કાળ અને પૂરને દૂર કરવા
    3. પોષક ચક્ર
    4. ફળદ્રુપ જમીન ઉત્પન્ન કરવી
    5. જૈવવિવિધતાની જાળવણી
    6. કાર્બનનું સંગ્રહસ્થાન પૂરું પાડે છે.
    7. પાકમાં પરાગરજ પૂરી પાડવી.
    8. સુગંધીકારક દ્રવ્યો, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વાલ્વ પૂરાં પાડે છે. આમ, ઉપરોક્ત બધા વિકલ્પો સાચા છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

અતિ ટૂંકજવાબી પ્રશ્નો (VSQs)

પ્રશ્ન 1.
જલીય નિવસનતંત્રમાં દ્વિતીય માંસાહારી તરીકે જોવા મળતાં સજીવનું નામ આપો.
ઉત્તર:

  • જલીય નિવસનતંત્રમાં આહારજાળ નીચે દર્શાવ્યા પ્રમાણે દોરી . શકાય છે : ઉત્પાદક (ફાયટોપ્લેન્કટોન) → પ્રાથમિક ઉપભોગી (કૃઓપ્લેટોન) → દ્વિતીય ઉપભોગી (નાની માછલી અને પાણીનો ભમરો) (પ્રથમ માંસાહારી) → તૃતીય ઉપભો ગી (દ્વિતીય માંસાહારી મોટી માછલી : પાણીમાં રહેતા પક્ષીઓ જેવા કે મરઘો અને બતક).
  • આથી મોટી માછલી અને પાણીમાં રહેતા પક્ષીઓ જેવા કે મરઘા અને બતક કે જેઓ જલજ નિવસનતંત્રમાં તૃતીય ઉપભોગીઓ કે દ્વિતીય માંસાહારીઓ તરીકેનું સ્થાન લે છે.

પ્રશ્ન 2.
પરિસ્થિતિકીયપિરામિડના પાયાનું સ્તર શેનું બનેલું છે?
ઉત્તર:
પરિસ્થિતિકીય પિરામિડના પાયાના સ્તર ઉત્પાદકો કે પ્રથમ પારંપરિક સ્તરમાં ત્રણ પરિસ્થિતિકીયપિરામિડ રજૂ કરેલ છે.

  1. સંખ્યાનો પિરામિડ
  2. જૈવભારનો પિરામિડ
  3. શક્તિનો પિરામિડ આકૃતિ માટે જુઓ વિભાગ-Aમાં પ્રશ્ન નં.7

પ્રશ્ન 3.
અનુક્રમણની પ્રક્રિયામાં કઈ નિયત અવસ્થામાં પહેલાંની અવસ્થા પ્રતિવર્તીદશવિછે?
ઉત્તર:
કુદરતી વિક્ષેપો જેવા કે આગ, પૂર કે બીજી કોઈ કુદરતી આપત્તિઓ અને માનવશાસ્ત્રની પ્રક્રિયાઓ અનુક્રમે શરૂઆતની અનુક્રમણની સ્થિતિ તરફ પરત લઈ જાય છે.

પ્રશ્ન 4.
જંગલના આયામસ્તરીકરણમાં જોવા મળતી રચનાને ક્રમમાં ગોઠવો – ઘાસ, યુપીય વનસ્પતિઓ, સાગ, એમેરેન્થસ.
ઉત્તર:
જંગલના આયામ સ્તરીકરણમાં ઘાસ → એમેરન્થસ → સુપીય વનસ્પતિઓ → સાગ નામની વનસ્પતિનાં વૃક્ષો ગોઠવાયેલ હોય છે.

પ્રશ્ન 5.
મૃત આહારશૃંખલા અને ચરણ આહારશૃંખલા બંનેમાં જોવા મળતાં મિશ્રાહારીનું નામ આપો.
ઉત્તર:
વંદો અને કાગડો એ બંને સર્વભક્ષી જીવ છે. તે બંને મૃત આહારશૃંખલા અને ચરણ આહારશૃંખલા પોષણજાળમાં જોવા મળે છે.

પ્રશ્ન 6.
‘કળશપર્ણ વનસ્પતિ ઉત્પાદક વનસ્પતિ છે.’ તેની યથાર્થતા જણાવો.
ઉત્તર:
કળશપર્ણ (નિપેન્થસ) એ કીટાહારી વનસ્પતિ છે કે જે હરિત દ્રવ્ય ધરાવે છે અને તે સૂર્યપ્રકાશનાં કિરણો મેળવીને પ્રકાશસંશ્લેષણ દ્વારા રાસાયણિક શક્તિ પ્રાપ્ત કરે છે. તે અસરકર્તા વનસ્પતિ છે. જે જમીનમાં નાઇટ્રોજનની ઊણપ હોય તેવી જમીનમાં ઊગે છે. તે નાઇટ્રોજનની ઊણપ દૂર કરવા કીટકોને પકડે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

પ્રશ્ન 7.
કોઈ પણ બે સજીવોનાં નામ આપો કે જે નિવસનતંત્રમાં બે કરતાં વધારે પોષકસ્તરમાં સમાવેશપામે છે.
ઉત્તર:
માનવ અને પક્ષીઓ (ચકલીઓ) વારંવાર એક કરતાં વધુ પોષકસ્તરે નિવસનતંત્રમાં જોવા મળે છે.

પ્રશ્ન 8.
ભારતના ઉત્તર પૂર્વીય પ્રદેશમાં, ઝુમ ઉછેરક્રિયા દરમિયાન જંગલોને બાળીને નાશ કરવામાં આવે છે અને પછી એક વર્ષ સુધી ખેતી કર્યા બાદ તેને પુનઃવૃદ્ધિ માટે ખલેલરહિત રાખવામાં આવે છે. આ પ્રકારે વનના પુનઃનિર્માણની ઘટનાને પરિસ્થિતિવિધાની દષ્ટિએ કયા શબ્દથી વર્ણવી શકાય?
ઉત્તર:
જંગલો કે જે સળગાવીને ચોખ્ખા કરવામાં આવે અને ફરીથી વૃદ્ધિ માટે ખલેલરહિત રાખવામાં આવે તે દ્વિતીય અનુક્રમણ દર્શાવે છે. જયાં સુધી જમીન (ભૂમિ) હાજર હોય ત્યારે દબાયેલા બીજ અંકુરણ માટે ખૂલે છે. પવન અને બીજા કુદરતી દળો (પ્રયાસો) દ્વારા ફેલાવો થતાં નવા બીજા વિસ્તારમાં આવે છે અને જંગલમાં નવી જાતિઓની વસાહત ફરીથી થશે.

પ્રશ્ન 9.
પ્રાથમિક અનુક્રમણની તુલનામાં દ્વિતીય અનુક્રમણ વધારે ઝડપથી ચરમાવસ્થા સુધી પહોંચે છે. શા માટે?
ઉત્તર:
પરિસ્થિતિ વિજ્ઞાનના અનુક્રમણનો દર દ્વિતીય અનુક્રમણમાં, પ્રાથમિક અનુક્રમણ કરતાં વધુ ઝડપી હોય છે. કારણ કે ભૂમિ (આધાર) અનુગામી અનુક્રમણ માટે તૈયાર હોય છે. જયારે પ્રાથમિક અનુક્રમણમાં, અનુક્રમણ એકદમ ખાલી ખડકોમાંથી શરૂઆત પામે છે કે જે વનસ્પતિઓની પ્રથમ વસાહત ઉત્પન્ન કરવામાં સમય લે છે કારણ કે ત્યારે પોષક તત્ત્વો ધરાવતી કોઈ પદ્ધતિ હોતી નથી.

પ્રશ્ન 10.
મસંચક્રમાં દ્વિઅંગી, લાઇકેન્સના અને ત્રિઅંગીમાંથી કઈ એક પાયાની જાતિતરીકે છે?
ઉત્તર:

  • જાતિઓ કે જે ખાલી જગ્યામાં આક્રમણ કરે તેવી જાતિઓને પાયાની જાતિઓ કહે છે, મનિવાસી અનુક્રમણમાં પાયાની જાતિઓ તરીકે સામાન્ય રીતે લાઈકેન હોય છે. ત્યાર બાદ દ્ધિઅંગી વનસ્પતિઓ કે જેઓને અનુક્રમણ કરતી ત્રિઅંગી વનસ્પતિઓ (ઉદા. હંસરાજ) અને કેટલાંક મોટાં વૃક્ષો હોય છે.
  • લાઈકેન એ લાઈકેન ઍસિડ અને કાર્બનિક ઍસિડ ઉત્પન્ન કરે છે કે જે ખડકની સપાટીને ખરાબ કરે છે અને વૃદ્ધિ માટે જરૂરી ખનિજો મુક્ત કરે છે. ખરાબ થયેલ ખડકમાં ભૂમિ (માટી)નાં કણો પવન દ્વારા એકઠાં કરે છે અને દ્ધિઅંગી વનસ્પતિઓ અને ત્રિઅંગી વનસ્પતિઓ (ફર્ન-હંસરાજ) માટે સપાટી પૂરી પાડે છે.

પ્રશ્ન 11.
નિવસનતંત્ર માટે ઊર્જાનો આખરી સ્રોત કયો છે?
ઉત્તર:
નિવસનતંત્ર માટે સૂર્યપ્રકાશ એ ઊર્જાના આખરી સ્રોત તરીકે ગણી શકાય, સિવાય કે પૃથ્વીના પેટાળના ઊંડાણમાં આવેલ હાઇડ્રોથર્મલ નિવસનતંત્ર હોયછે.

પ્રશ્ન 12.
શું સામાન્ય ખાધમશરૂમ સ્વયંપોષી છે કે વિષમપોષી?
ઉત્તર:
સામાન્ય રીતે ખાદ્ય મશરૂમ (એગેરીક્સ) એ હરિતકણવિહીન (તે હરિતકણ ધરાવતી નથી) અને વિષમપોષી છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

પ્રશ્ન 13.
શામાટે દરિયા ઓછી ઉત્પાદકતા ધરાવે છે?
ઉત્તર:
દરિયા ઓછા ઉત્પાદક છે કારણ કે,

  1. તેમાં અપૂરતા પ્રમાણમાં કિરણોત્સર્ગ મળે છે. કારણ કે દરિયાની ઊંડાઈવધવાની સાથે સૂર્યપ્રકાશ ઓછો થાય છે.
  2. દરિયામાં નાઇટ્રોજનની ખામી હોય છે કે જે વનસ્પતિઓ માટે અગત્યનો પોષક પદાર્થ છે.
  3. વધુ પ્રમાણમાં ખારાશ હોવાની પરિસ્થિતિ બધી વનસ્પતિઓને અનુકૂળ હોતી નથી.
  4. વનસ્પતિઓને આધાર આપવા કોઈ પાયો હોતો નથી.

પ્રશ્ન 14.
શા માટે તૃણાહારીના સ્તરે ઊર્જાના પરિપાચનને દ્વિતીય ઉત્પાદકતા કહે છે?
ઉત્તર:
ઊર્જાના પરિપાચનનો દર તૃણાહારીઓના સ્તરે થાય તેને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે. કારણ કે પછીના પોષક સ્તર (ઉપભોગીઓ)ને પોષણ માટે જે જૈવભાર પ્રાપ્ત થાય છે તે સ્વોપજીવીઓ (વનસ્પતિઓ) દ્વારા પ્રાપ્ત થયેલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન 15.
શા માટે પોષણ ચક્રોને કુદરતમાં જૈવ ભૂ-રાસાયણિક ચક્રો કહે છે?
ઉત્તર:
પોષકતત્ત્વોના ચક્રીય પથને જૈવ ભૂ-રાસાયણિક ચક્રો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે પોષક પદાર્થોના આયનો કે અણુઓને પર્યાવરણ (ખડક, હવા કે પાણી)માંથી જીવંત સજીવોને પહોંચાડવામાં આવે છે અને ત્યાર બાદ ચક્રીય ક્રમમાં વાતાવરણમાં પરત લાવવામાં આવે છે. જૈવ ભૂ-રાસાયણિકનો શબ્દશઃ અર્થ જૈવતંત્ર અને જૈવખડકો, હવા અને પાણી.

પ્રશ્ન 16.
મરસંચક્રનાં કોઈ પણ બે ઉદાહરણો આપો.
ઉત્તર:
પરિસ્થિતિકીય સમુદાયોના મનિવાસી અનુક્રમણ અત્યંત સૂકી સ્થિતિ જેવી કે રેતીના રણ અને ખડકોના રણો (એટલે કે ત્યાં પાણી મળતું નથી તેમજ ત્યાંનું આધારક વરસાદનું પાણી શોષતું નથી).

પ્રશ્ન 17.
સ્વ-ટકાઉપણાની વ્યાખ્યા આપો.
ઉત્તર:
પરિસ્થિતિ વિદ્યાની જાતે કે કુદરતી રીતે થતી જાળવણીને સ્વ-ટકાઉપણું કહે છે. એટલે કે કોઈ પણ તંત્ર રચનાવ્યવસ્થા તેના પોતાના સ્વતંત્ર પ્રયત્નો દ્વારા જાળવે ત્યારે તેને સ્વ-ટકાઉપણાવાળી પરિસ્થિતિવિદ્યા કહે છે.

પ્રશ્ન 18.
નીચે એક નિવસનતંત્રની આકૃતિ આપેલી છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપોઃ
GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 9
(i) આકૃતિમાં કયા પ્રકારનું નિવસનતંત્ર જોવા મળે છે?
(ii) આ નિવસનતંત્રની કોઈ એક વનસ્પતિનું નામ આપો જે તેની લાક્ષણિકતા છે.
ઉત્તર:
(i) આવિષુવવૃત્તીય પાનખર જંગલોનું નિવસનતંત્ર છે.
(ii) ભારતમાં આ પ્રકારના જંગલોના નિવસનતંત્રમાં ટેક્ટોના,
ડીટેરોકાર્પસ જામુન, આમળા, પલાશ, મહુઆ અને સમુલ વનસ્પતિઓ છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

પ્રશ્ન 19.
નિવસનતંત્રમાં અળસિયું, મશરૂમ, ભૂમીય કીટકો અને છાણમાં કીડાઓમાં સામાન્ય શું છે?
ઉત્તર:
તેઓને મૃતદ્રવ્ય આહાર શૃંખલામાં પ્રાથમિક ઉપભોગી તરીકે ઓળખવામાં આવે છે. તેમને મૃતભક્ષી સજીવો (પ્રાણીઓ Detritivores) તરીકે ઓળખવામાં આવે છે.

ટૂંકજવાબી પ્રકારના પ્રશ્નો

પ્રશ્ન 1.
ઊંચાપોષકસ્તરના સજીવો ઓછી ઊર્જાની પ્રાપ્યતા ધરાવે છે. ચર્ચા કરો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 10

  • લિન્ડમૅને સૂચવ્યા પ્રમાણે નિવસનતંત્રમાં શક્તિના પ્રવાહમાં 10 % ઓછી શક્તિ વહન પામે છે. આ નિયમ પ્રમાણે શક્તિના 10% શક્તિ પ્રત્યેક પોષક સ્તરે પ્રાપ્ત થાય છે અને બીજા પોષકસ્તરે શક્તિ રૂપાંતર પામે છે.
  • જેમ જેમ આપણે ઉચ્ચ પોષણના સ્તરોએ જઈએ છીએ તેમાં સજીવોને પ્રાપ્ત થતી શક્તિ ઓછી થતી જાય છે. આમ, ઉચ્ચ માંસાહારી આહારશૃંખલામાં ઓછામાં ઓછી શક્તિ પ્રાપ્ત કરે છે. ઉષ્માશક્તિ શ્વસન સુધી રહે છે.

પ્રશ્ન 2.
નિવસનતંત્રમાં પોષકસ્તરોની સંખ્યા સીમિત હોય છે. ચર્ચા કરો.
ઉત્તર:

  • નિવસનતંત્રમાં પોષકસ્તરોની સંખ્યા સીમિત હોય છે અને 4 કે 5 કરતાં વધારે હોતી નથી. કારણ કે શક્તિનો પ્રવાહ ક્રમિક પોષકસ્તરે ઘટતો જાય છે અને ક્રમિક પોષકસ્તરે 10% શક્તિ એક પોષકસ્તરથી ત્યાર પછીના ક્રમિક સ્તરે રૂપાંતર પામે છે.
  • આથી શ્વસન અને જીવન જાળવવા માટે જૈવિક ક્રિયાઓમાં બાકીની શક્તિ વપરાય છે. જો પોષકસ્તરોની સંખ્યા વધુ હોય તો બાકી રહેલ શક્તિ ઘટતી જાય છે અને એટલી હદ સુધી ઘટતી જાય છે કે જેથી બીજા પોષકસ્તરે શક્તિના પ્રવાહના સ્વરૂપે આધાર આપી શકતા નથી. આથી આહારશૃંખલા 3 થી 4 પોષકસ્તર સુધી મર્યાદિત રહે છે.
    ઉદાહરણ:
    GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 11

પ્રશ્ન 3.
શુંમસ્યઘર એક પૂર્ણ નિવસનતંત્રછે?
ઉત્તર:
મસ્યઘર એ કૃત્રિમ રીતે માનવીએ બનાવેલ નિવસનતંત્ર છે. જો નિવસનતંત્રમાં બધા જ ભૌતિક અને જૈવિક ઘટકો આવેલ હોય ત્યાર બાદ તેને સંપૂર્ણ કહી શકાય. જયારથી જળચરગૃહ (માછલીઘર)માં જૈવિક ઘટકો (વનસ્પતિઓ અને માછલીઓ) અને અજૈવિક ઘટકો (હવા અને પાણી) માછલીઓના બચાવ માટે જરૂરી બને છે. આથી તેને સંપૂર્ણ નિવસનતંત્ર કહી શકાય.

પ્રશ્ન 4.
ઉષ્ણકટિબંધમાં વિઘટનનો દર વધુ ઝડપી હોય છે. તે માટે શું કારણ છે?
ઉત્તર:
પોષકસ્તરો માટે વધુ ઊંચું તાપમાન અને ભેજ, તેઓના સેન્દ્રીય ઘટકો અને ખનીજોમાં જોવા મળે છે. વિઘટનનો દર આબોહવા સંબંધિત કારણો ઉપર આધાર રાખે છે. આમ મહત્તમ તાપમાન અને ભેજ વિઘટકોની ક્રિયા ઝડપી બનાવે છે. જયારે મૃત ભાગો રહેલાં હોય છે તે પણ ઘણી મોટી માત્રામાં પ્રાપ્ત થાય છે કે જે પોષક સ્તરોમાં ઝડપી દરે વિઘટન દર્શાવે છે.

પ્રશ્ન 5.
માનવ-પ્રવૃત્તિઓ કાર્બનચક્રમાં ખલેલ પહોંચાડે છે. આવી કોઈ પણ બે પ્રવૃત્તિઓની નોંધકરો.
ઉત્તર:
કાર્બનચક્રમાં દખલ કરતી માનવીની બે પ્રવૃત્તિઓ નીચે મુજબ છે:

  1. ઝડપીવનવિનાશ
  2. વિશાળ જથ્થામાં અશ્મિબળતણને શક્તિ અને પરિવહન માટે બાળવાની ક્રિયા

પ્રશ્ન 6.
“નિવસનતંત્રમાં વિવિધ પોષક/સ્તરો દ્વારા ઊર્જાનો પ્રવાહ એકદિશીય અને અચક્રીય છે. સમજાવો.
ઉત્તર:

  • નિવસનતંત્રમાં શક્તિનું વહન હંમેશાં એકદિશીય હોય છે. એટલે કે શક્તિનો પ્રવાહ એક જ દિશામાં અને અચક્રીય હોય છે. જેમ કે,

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 12

  • પ્રથમ ઉત્પાદક પોષકસ્તરથી બીજા પોષકસ્તર તરફ જતાં શક્તિનો જથ્થો ઘટતો જાય છે અને તે પ્રમાણે આગળ વધે છે. આમ, શક્તિ પાછળની દિશામાં વહન પામતી નથી.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

પ્રશ્ન 7.
એક નિવસનતંત્રમાં વનસ્પતિઓ અને પ્રાણીઓને બાદ કરતાં, સૂક્ષ્મ જીવો કાયમી જૈવિક ઘટકો છે. જ્યારે વનસ્પતિઓ સ્વયંપોષી અને પ્રાણીઓ વિષમપોષી છે, તો સૂક્ષ્મ જીવો માટે શું કહેવાય ? સૂક્ષ્મજીવો તેઓની ઊર્જાની જરૂરિયાતો કેવી રીતે પરિપૂર્ણ કરે છે?
ઉત્તર:

  • પોષણના આધારે સજીવોને સ્વોપજીવી, વિષમપોશી, સ્વોપજીવીઓને પ્રકાશસંશ્લેષી સ્વોપજીવી અને રસાયણસંશ્લેષીએમ બે ભાગમાં વર્ગીકૃત કરેલ છે. જ્યારે વિષમપોષીઓને પરોપજીવી, શિકારી કે મૃતોપજીવી વગેરેમાં વર્ગીકૃત કરેલ છે.
  • સૂક્ષ્મજીવીઓ મૃતોપજીવીઓ છે અને મૃત કાર્બનિક જથ્થામાંથી પોષણ મેળવે છે. તેઓ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જોવા મળે છે. તેઓમાં પાચન કોષની બહાર બાજુએ થાય છે.

પ્રશ્ન 8.
વાઘનો શિકાર આજના વિશ્વની સળગતી સમસ્યા છે. વાઘ નિવસનતંત્રના એક ભાગ હોવાથી, આ પ્રવૃત્તિ નિવસનતંત્રના કાર્ય પર કેવી અસર દાખવશે?
ઉત્તર:

  • આહારશૃંખલામાં વાઘ અગત્યનો ભાગ ભજવે છે અને પરિસ્થિતિ વિદ્યાની સ્થિરતા જાળવવામાં મદદ કરે છે. માંસાહારી તરીકે તે તૃણાહારી પ્રાણીઓની અનિયંત્રિત વૃદ્ધિ ઉપર તે તપાસ રાખે છે. માંદા અને જૂના પ્રાણીઓને વસ્તીમાંથી દૂર કરે છે. જંગલની તંદુરસ્તી ઉપર સૂચક તરીકે ભાગ ભજવે છે.
  • વાઘને બચાવવાનો અર્થ એ છે કે આપણે જંગલને બચાવીએ છીએ. વાઘ (આહારશૃંખલાનો ઉચ્ચ કક્ષાનો માંસાહારી) જ્યાં વૃક્ષો કે તૃણાહારી પ્રાણીઓ હોય તેવાં સ્થળોએ તે રહી શકતો નથી. તે શિકાર કરે છે અને બદલામાં બધા માટે સુરક્ષિત ખોરાક અને પાણી રાખે છે.

પ્રશ્ન 9.
નિવસનતંત્રમાં ઊર્જાના વહન સંબંધમાં આ વિધાનની સમજૂતી આપો કે “10 kg હરણનું માંસ જે1kg સિંહના માંસ (Flesh)ને સમકક્ષછે.
ઉત્તર:
નિવસનતંત્રમાં શક્તિનો પ્રવાહ એકમાર્ગી છે. શક્તિનો પ્રથમ પોષકસ્તરમાં મેળવેલ હોય તેમાંથી 10 % શક્તિને બીજા પોષકસ્તરમાં ટ્રાન્સફર કરેલ હોય છે.
GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 13

પ્રશ્ન 10.
દરેક નિવસનતંત્રમાં પ્રાથમિક ઉત્પાદકતા બદલાય છે. આ વિધાન સમજાવો.
ઉત્તર:

  • પ્રાથમિક ઉત્પાદક (વનસ્પતિઓ) સૂર્યપ્રકાશનાં કિરણોને મેળવીને તેને રાસાયણિક શક્તિ તરીકે એકત્રિત કરે છે કે જેને પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. પ્રાથમિક ઉત્પાદન, ઉત્પાદક (લીલી વનસ્પતિઓ) ઉપર આધાર રાખે છે કે જે એક નિવસનતંત્રથી બીજા જુદા જુદા નિવસનતંત્રમાં જુદી જુદી હોય છે.
  • આથી પ્રાથમિક ઉત્પાદકતા એક નિવસનતંત્રથી બીજા નિવસનતંત્ર કરતાં જુદી જુદી હોય છે.

પ્રશ્ન 11.
ચરમાવસ્થાના કેટલાક જૈવિક/અજૈવિક કારકો ચરમાવસ્થાની અનુક્રમિક અવસ્થાઓમાં સ્થાયી પૂર્વ ચરમાવસ્થા રહે છે, પરંતુ ચરમાવસ્થાએ પહોંચી શકતા નથી. તમે આ વિધાન સાથે સહમત છો? જો હા તો યોગ્ય ઉદાહરણ આપો.
ઉત્તર:
ચરમાવસ્થાના કેટલાક જૈવિક/અજૈવિક કારકો ચરમાવસ્થાની અનુક્રમિક અવસ્થાઓમાં સ્થાયી પૂર્વ ચરમાવસ્થા રહે છે, પરંતુ ચરમાવસ્થાએ પહોંચી શકતા નથી. કારણ કે પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન કોઈ પણ ફેરફારને અજૈવિક અને જૈવિક પરિબળો ચોક્કસ ક્રમિક અવસ્થાને અસર કરે છે. એટલે કે કોઈ નિયમ અનુક્રમણ અવસ્થા પૂર્વચરમાવસ્થાની પરિસ્થિતિમાં જ રહે છે. તે ચરમાવસ્થાએ પહોંચતો નથી.

આ પ્રકારની સ્થિતિ બીજની હાજરી અને બીજા વાનસ્પતિક પ્રાજનનિક ઉત્પાદનોની હાજરીમાં ઉત્પન્ન થાય છે. આ દ્વિતીયક ઉપર આધારિત વિસ્તારમાં મૉસ અને વિચિત્ર નીંદણ દ્વારા ઉદ્ભવે છે. આ રીતે અનુક્રમણ ગંભીર રીતે દર્શાવતા પરાકાષ્ઠાના સમુદાય ક્યારેય ઉત્પન્ન થતાં નથી. કુદરતી આપત્તિઓ જેવી કે આગ, ભૂસ્મલન, પૂર અને માટીના પોતાના બંધારણમાં થતાં ફેરફારમાં પરાકાષ્ઠાના સમુદાય ક્યારેય ઉત્પન્ન થતાં નથી.

પ્રશ્ન 12.
અપૂર્ણ નિવસનતંત્ર કોને કહે છે ? યોગ્ય ઉદાહરણ સાથે સમજૂતી આપો.
ઉત્તર:
નિવસનતંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકોમાં પ્રકાશ, હવા, પાણી, તાપમાન અને ભજનો સમાવેશ થાય છે. જ્યારે જૈવિક ઘટકો (પરિબળો)માં બધા જ જીવંત સજીવોનો સમાવેશ થાય છે. ગેરહાજરી અથવા મર્યાદિત રીતે અજૈવિક, જૈવિક ઘટકોની પ્રાપ્તિ નિવસનતંત્રને અપૂર્ણ રાખે છે. જેવા કે જલીયનિવસનતંત્રમાં જોવા મળતાં પ્રોફન્ડલ અને બેન્થિકઝોન.

પ્રશ્ન 13.
નિવસનતંત્રના અભ્યાસમાં પરિસ્થિતિકીય પિરામિડ શું ખામી ધરાવે છે?
ઉત્તર:

  • પરિસ્થિતિકીય પિરામિડ, પરિસ્થિતિકીય પરિમાણની ગ્રાફિકલ રજૂઆત છે. આ સંખ્યાના પિરામિડ, સમૂહનો પિરામિડ અને શક્તિના પિરામિડ દ્વારા લાક્ષણિકતા દર્શાવે છે. સાદી આહાર શૃંખલાની ધારણા એ પરિસ્થિતિકીયપિરામિડનો ઘટાડો જોવા મળે છે.
  • જો આપણે આહારજાળને ધ્યાનમાં ન લઈએ તો સજીવોના પોષકસ્તરની ચોક્કસ સ્થિતિ દર્શાવી શકીએ નહીં. પરિસ્થિતિકીય પિરામિડમાં પરોપજીવી સજીવોને કોઈ સ્થાન આપવામાં આવતું નથી. તેમ છતાં નિવસનતંત્રમાં અગત્યના ઘટકો છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

પ્રશ્ન 14.
યુમિફિકેશન (ખાતર નિર્માણ) અને ખનીજીકરણ વચ્ચેનો ભેદ તમે કેવી રીતે આપશો?
ઉત્તર:

  • શુમિફિકેશનઃ એ ભૂમિના વિઘટનની પ્રક્રિયા કે જે ગાઢા રંગના અનિયમિત સેન્દ્રીય ઘટકો ધરાવતી માટીનો સંગ્રહ દર્શાવે છે. આ માટીમાં રહેલા સેન્દ્રીય પદાર્થો ધરાવતાં ભાગ ઉપર ઉચ્ચ સ્તરીય બેક્ટરિયાની પ્રક્રિયા પ્રતિરોધક હોવા છતાં અત્યંત ધીમી ગતિએ વિઘટન પામે છે.
  • ખનીજીકરણ: આ પ્રક્રિયામાં સૂક્ષ્મજીવો દ્વારા ફરીથી માટીમાં રહેલા સેન્દ્રીય ઘટકોનું વિઘટન થાય છે અને અકાર્બનિક પોષક પદાર્થો અને ખનીજો આધારકમાં પાછાં ફરે છે.

પ્રશ્ન 15.
આપેલ આકૃતિમાં પોષકસ્તરો(1,2,3 અને4)ને આપેલબૉક્સિસ (ખાનાં)માં પૂરો.
GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 14
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 5

પ્રશ્ન 16.
મૃતદ્રવ્યોના વિઘટનનો દર અજૈવિક કારકો જેવા કે ઓક્સિજનની પ્રાપ્યતા, ભૂમીય સ્તરનું pH, તાપમાન વગેરે દ્વારા અસર પામે છે. ચર્ચા કરો.
ઉત્તર:

  • મૃત પદાર્થો અથવા પ્રાણીઓ અને વનસ્પતિના ભાગોનું બૅક્ટરિયા અને ફૂગ જેવાં સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થાય છે. આ વિઘટકોની વૃદ્ધિનો દર અજૈવિક પરિબળો જેવા કે તાપમાન, ભેજ, માટીની pH અને પ્રકાશ દ્વારા અસર પામે છે.
  • ભૂમિની pH ઍસિડિક અને આલ્કલીય સૂક્ષ્મજીવોના બંધારણને અસર કરે છે. ઑક્સિજનની ગેરહાજરી અને હાજરીમાં અનુક્રમે અજારક અને જારશ્વસનની પ્રક્રિયાઓ થાય છે.
  • ઑક્સિજનની હાજરીમાં પદાર્થનું સંપૂર્ણ વિઘટન થાય છે. જ્યારે ઑક્સિજનની ગેરહાજરીમાં અને હાજરીમાં અનુક્રમે અજારક અને જારશ્વસનની પ્રક્રિયાઓ થાય છે.
  • ઑક્સિજનની હાજરીમાં પદાર્થનું સંપૂર્ણ વિઘટન થાય છે. જ્યારે ઑક્સિજનની ગેરહાજરીમાં અપૂર્ણ વિઘટન થાય છે. તે જ પ્રમાણે ઊંચા તાપમાને સૂક્ષ્મજીવો શ્રેષ્ઠ રીતે વૃદ્ધિ પામતાં નથી. પરંતુ ઊંચા અથવા નીચા તાપમાને સહનશીલ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ શક્ય બને છે.

દીર્ઘજવાબી પ્રશ્નો

પ્રશ્ન 1.
એક ખેડૂત પાકની લણણી કરે છે અને તેના પાકને ત્રણ વિભિન્ન રીતે રજૂ કરે છે.
(a) મેં10 ક્વિન્ટલઘઉંનો પાક લીધો છે.
(b) મેં આજે એક એકર જમીનમાં 10 ક્વિન્ટલ ઘઉંનો પાક લીધો છે.
(c) વાવેતરના 6 માસ પછી એક એકર જમીનમાં 10 ક્વિન્ટલ ઘઉંનો પાક લીધો છે.
શું ઉપર્યુક્ત વિધાનો એક જ છે અને સમાન વર્ણન ધરાવે છે? જો તમારો જવાબ હા હોય તો તે માટેનાં કારણો આપો અને જો તમારો જવાબના હોય, તો પ્રત્યેક બાબતના અર્થની સમજૂતી આપો.
ઉત્તર:
ખેડૂતની અભિવ્યક્તિ તેના પાકની લણણી માટે છે.

(a) તેણે 10 ક્વિન્ટલઘઉંનો પાક લીધો છે.

(b) તેણે એક એકર જમીનમાં 10 ક્વિન્ટલઘઉંનો પાક લીધો છે.

(c) વાવેતરના છ માસ પછી એટલે કે એક અને તે જ વસ્તુ હતી, કારણ કે પાક એ કૃત્રિમ નિવસનતંત્ર છે કે જે જૈવિક અને અજૈવિક ઘટકોને એક જ આપેલ વિસ્તારમાં તૈયાર કરેલ છે. અત્રે અજૈવિક ઘટકો તરીકે પાણી ખેડૂત દ્વારા અપાયેલ છે. જ્યારે આબોહવાનાં પરિબળો જેવા કે પ્રકાશ, ભેજ, હવાને કુદરતી રીતે આપવામાં આવેલ છે. જૈવિક ઘટકો જેવાં કે ઘઉંનો છોડકે જે ખેડૂત દ્વારા કાપણીને અંતે પ્રાપ્ત થયેલ છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

પ્રશ્ન 2.
નિવસનતંત્રની ગતિશીલતાને અનુલક્ષીને નીચે આપેલ વિધાનની યથાર્થતા જણાવો. કુદરત દ્વારા કુલ પ્રાથમિક ઉત્પાદકતાનો વધારો થાય, જ્યારે માનવ દ્વારા વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતામાં વધારો થતો જાય છે.
ઉત્તર:
પરિસ્થિતિતંત્રની ગતિશીલતાની શરતોમાં શક્તિનો પ્રવાહ એક પોષકસ્તરથી બીજા પોષકસ્તર તરફ થાય છે. સૂર્યશક્તિની 50% પૃથ્વી ઉપરની ઘટના, પ્રકાશસંશ્લેષિત ક્રિયાશીલ વિકિરણો (PAR)માં રહેલ હોય છે અને આ PARમાં 2થી 10% શક્તિ લીલાં વૃક્ષો રાસાયણિક શક્તિ (કુલ પ્રાથમિક ઉત્પાદકતા GPP) બનાવવામાં વાપરે છે.

શ્વસન અને બીજી જૈવિક ક્રિયાઓ દરમિયાન વધારેમાં વધારે ગ્રોસ પ્રાથમિક ઉત્પાદકતા પૈકીની 90% પૈકીની છે. ગ્રોસ પ્રાથમિક ઉત્પાદકતા વનસ્પતિઓ દ્વારા શ્વસનમાં વપરાય છે. તેમાં બાદ થતાં વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા પ્રાપ્ત થાય છે. શ્વસન માટે વનસ્પતિઓ દ્વારા ગ્રોસ પ્રાથમિક ઉત્પાદકતા વપરાય છે. તેમાંથી શ્વસનના થતાં વ્યયને બાદ કરતાં વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા પ્રાપ્ત થાય છે અને જે બીજા પોષકસ્તર (તૃણાહારીઓ અને વિઘટકો)માં વપરાય છે.

કુલ પ્રાથમિક ઉત્પાદકતા એ પરિસ્થિતિતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થતાં કાર્બનિક પદાર્થોનો દર છે.

આથી કુદરતી પારિસ્થિતિક તંત્રમાં કુલ પ્રાથમિક ઉત્પાદકતા વધારવા, પરિસ્થિતિતંત્રમાં વધુ સંખ્યામાં વૃક્ષો ઉત્પાદકતા) મદદ કરે છે.

વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વિષમપોષીઓ (માનવ અને પ્રાણીઓ)ના ઉપયોગ માટે પ્રાપ્ત થતો જૈવભાર છે. માનવ તેમની જરૂરિયાત પૂરી કરવા ખોરાક વિકસાવવા અને બીજા પાકો ઉત્પન્ન કરીને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા ઉત્પન્ન કરવા પ્રયત્ન કરે છે. NPP (વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદક્તા)ની ગણતરી કરવાનું સૂત્રઃ
GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 15

પ્રશ્ન 3.
નીચે આપેલ નિવસનતંત્રમાંથી કયું નિવસનતંત્રની ઉત્પાદકતા પ્રાથમિક ઉત્પાદકતાને અનુલક્ષીને વધારે છે. તમારા જવાબની યોગ્યતા સમજાવો.
તરુણ જંગલ, કુદરતી જૂનું જંગલ, એક છીછરું પ્રદૂષિત તળાવ, આપાયન ઘાસનાં મેદાનો, આલ્પાઇનમિડો.
ઉત્તર:

  • જે દરે પ્રાથમિક ઉત્પાદકો (લીલાં વૃક્ષો) જૈવભારના સ્વરૂપમાં સૂર્યપ્રકાશને મેળવી તેનો સંગ્રહ કરે છે તેને પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. તેને આપેલ સમયમાં વજનનાદર (g-2) અને શક્તિના દરમાં (K calm-2),દરેક વર્ષે માપવામાં આવે છે.
  • આથી પ્રાથમિક ઉત્પાદકતા એક નિવસનતંત્રથી બીજા નિવસનતંત્ર એ અલગ અલગ હોય છે. નિવસનતંત્ર કે જે પ્રાથમિક ઉત્પાદકતાના અર્થમાં વધુ ઉત્પાદકો ધરાવે છે. આથી તરુણ જંગલ જૂના પુખ્ત જંગલ કરતાં વધુ ઝડપથી ઊગે છે અને ઉત્પાદકતાના અર્થમાં વધુ ઉત્પાદકતા ધરાવે છે.
  • છીછરું પ્રદૂષિત તળાવ અને આલ્પાઇન મેડોઝ (ઘાસનાં મેદાનો)માં ઓછા પ્રમાણમાં ઉત્પાદક હોય છે. કારણ કે તેમાં ઓછા પ્રમાણમાં ઉત્પાદકો અને મોટા પ્રમાણમાં મૃતદ્રવ્યો હોય છે.

પ્રશ્ન 4.
પરિસ્થિતિકીય પિરામિડના ત્રણ પ્રકારો કયા છે? નિવસનતંત્રમાંના પ્રત્યેક પિરામિડની રચના, કાર્યકી અને ઊર્જા આપણને કઈ માહિતીથી જ્ઞાતકરાવે છે?
ઉત્તર:

  • પિરામિડનો આકાર જોઈએ તો તેમાં તેનો પાયો (આધાર) પહોળો હોય છે અને તે ટોચ (શિખર) તરફ સાંકડો થતો જાય છે.
  • વિભિન્ન પોષકસ્તરે સજીવોનો આહાર કે ઊર્જા સાથે સંબંધ વ્યક્ત કરીએ તો પણ પિરામિડનો આકાર સરખો જ મળશે.
  • આથી, આ સંબંધને સંખ્યા, જૈવભાર કે ઊર્જા (શક્તિ)ના શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે.
  • ઉત્પાદકો કે પ્રથમ પોષકસ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તૃતીયક કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ તેની ટોચનું પ્રતિનિધિત્વ કરે છે.
  • ત્રણ પરિસ્થિતિકીય પિરામિડો કે જેમનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે : (a) સંખ્યાના પિરામિડ (b) જૈવભારના પિરામિડ (c) ઊર્જાના પિરામિડ. જેની વિસ્તૃત જાણકારી નીચે આપેલ છે:

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 1

  • ઊર્જાપ્રમાણ, જૈવભાર કે સંખ્યાઓની કોઈ પણ ગણતરીમાં પોષકસ્તરે રહેલા બધા સજીવોનો સમાવેશ કરવો જોઈએ.
  • જો કોઈ પણ પોષકસ્તરે રહેલા ફક્ત થોડાક જ વ્યક્તિગત સજીવોને ગણતરીમાં લઈએ તો કરવામાં આવેલ કોઈ પણ સામાન્યીકરણ (generalization) સાચું નહિ થાય.
  • ક્યારેક એક વ્યક્તિગત સજીવ એક જ સમયે એકસાથે એક કરતાં વધારે પોષકસ્તરોમાં જોવા મળે છે. પોષકસ્તર એ એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે, નહિ કે કોઈ જાતિનું.
  • આપેલ જાતિ, એક જ સમયે એ જ નિવસનતંત્રમાં એક કરતાં વધારે પોષકસ્તરે ઉપસ્થિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, એક ચકલી જ્યારે બીજ, ફળ તથા વટાણા ખાય છે ત્યારે તે પ્રાથમિક ઉપભોક્તા છે, પરંતુ જયારે તે કીટકો અને કૃમિઓ ખાય છે ત્યારે તે દ્વિતીયક ઉપભોક્તા હોય છે.
  • મોટા ભાગના નિવસનતંત્રોમાં સંખ્યાના, જૈવભારના અને ઊર્જાના બધા પિરામિડો સીધી હોય છે, એટલે કે ઉત્પાદકો સંખ્યામાં અને જૈવભારમાં તૃણાહારીઓ કરતાં વધારે હોય છે અને આ જ રીતે તૃણાહારીઓ સંખ્યામાં અને જૈવભારમાં માંસાહારીઓ કરતાં વધારે હોય છે. આ પ્રકારે નિમ્ન પોષકસ્તરે ઊર્જાની માત્રા હંમેશાં ઉચ્ચ પોષકસ્તરો કરતાં વધુ હોય છે.
  • સમુદ્રમાં જૈવભારના પિરામિડ સામાન્યપણે અધોવર્તી (ઊલટા) હોય છે, કારણ કે માછલીઓનો જૈવભાર વનસ્પતિપ્લવકો કરતાં ખૂબ જ વધારે હોય છે.
  • ઊર્જાના પિરામિડ હંમેશાં ઊર્ધ્વવર્તી (સીધા) જ હોય છે. ક્યારેય ઊલટા શક્ય નથી. કારણ કે જ્યારે એક ચોક્કસ પોષકસ્તરેથી બીજા પોષકસ્તરે ઊર્જા પ્રવાહિત થાય છે ત્યારે દરેક તબક્કે કેટલીક ઊર્જા ઉષ્માસ્વરૂપે હંમેશાં ગુમાવાયછે.
  • ઊર્જા પિરામિડમાં દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષકસ્તરે હાજર રહેલ ઊર્જાની માત્રાનું સૂચન કરે છે.
  • આથી, પરિસ્થિતિકીય પિરામિડોની કેટલીક સીમા મર્યાદાઓ છે, જેમ કે પિરામિડમાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે કે જેઓ બે કે બે કરતાં વધારે પોષકસ્તરો સાથે સંબંધિત હોય તેને ગણતરીમાં લેવાતી નથી.
  • તેનાથી એકસરળ આહારશૃંખલા રચાય છે. જેનું પ્રકૃતિમાં કદી પણ અસ્તિત્વ નથી હોતું. તેમાં આહારજાળનો સમાવેશ થતો નથી.
  • એથી પણ વધારે મૃતોપજીવીઓ નિવસનતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, છતાં પણ પરિસ્થિતિકીય પિરામિડોમાં તેમને કોઈ સ્થાન આપવામાં આવેલ નથી.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

પ્રશ્ન 5.
સંખ્યાકીય પિરામિડ અને જૈવભારના પિરામિડ વિશે ટૂંકનોંધ લખો.
ઉત્તર:

  • પિરામિડનો આકાર જોઈએ તો તેમાં તેનો પાયો (આધાર) પહોળો હોય છે અને તે ટોચ (શિખર) તરફ સાંકડો થતો જાય છે.
  • વિભિન્ન પોષકસ્તરે સજીવોનો આહાર કે ઊર્જા સાથે સંબંધ વ્યક્ત કરીએ તો પણ પિરામિડનો આકાર સરખો જ મળશે.
  • આથી, આ સંબંધને સંખ્યા, જૈવભાર કે ઊર્જા (શક્તિ)ના શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે.
  • ઉત્પાદકો કે પ્રથમ પોષકસ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તૃતીયક કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ તેની ટોચનું પ્રતિનિધિત્વ કરે છે.
  • ત્રણ પરિસ્થિતિકીય પિરામિડો કે જેમનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે : (a) સંખ્યાના પિરામિડ (b) જૈવભારના પિરામિડ (c) ઊર્જાના પિરામિડ. જેની વિસ્તૃત જાણકારી નીચે આપેલ છે:

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 1

  • ઊર્જાપ્રમાણ, જૈવભાર કે સંખ્યાઓની કોઈ પણ ગણતરીમાં પોષકસ્તરે રહેલા બધા સજીવોનો સમાવેશ કરવો જોઈએ.
  • જો કોઈ પણ પોષકસ્તરે રહેલા ફક્ત થોડાક જ વ્યક્તિગત સજીવોને ગણતરીમાં લઈએ તો કરવામાં આવેલ કોઈ પણ સામાન્યીકરણ (generalization) સાચું નહિ થાય.
  • ક્યારેક એક વ્યક્તિગત સજીવ એક જ સમયે એકસાથે એક કરતાં વધારે પોષકસ્તરોમાં જોવા મળે છે. પોષકસ્તર એ એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે, નહિ કે કોઈ જાતિનું.
  • આપેલ જાતિ, એક જ સમયે એ જ નિવસનતંત્રમાં એક કરતાં વધારે પોષકસ્તરે ઉપસ્થિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, એક ચકલી જ્યારે બીજ, ફળ તથા વટાણા ખાય છે ત્યારે તે પ્રાથમિક ઉપભોક્તા છે, પરંતુ જયારે તે કીટકો અને કૃમિઓ ખાય છે ત્યારે તે દ્વિતીયક ઉપભોક્તા હોય છે.
  • મોટા ભાગના નિવસનતંત્રોમાં સંખ્યાના, જૈવભારના અને ઊર્જાના બધા પિરામિડો સીધી હોય છે, એટલે કે ઉત્પાદકો સંખ્યામાં અને જૈવભારમાં તૃણાહારીઓ કરતાં વધારે હોય છે અને આ જ રીતે તૃણાહારીઓ સંખ્યામાં અને જૈવભારમાં માંસાહારીઓ કરતાં વધારે હોય છે. આ પ્રકારે નિમ્ન પોષકસ્તરે ઊર્જાની માત્રા હંમેશાં ઉચ્ચ પોષકસ્તરો કરતાં વધુ હોય છે.
  • સમુદ્રમાં જૈવભારના પિરામિડ સામાન્યપણે અધોવર્તી (ઊલટા) હોય છે, કારણ કે માછલીઓનો જૈવભાર વનસ્પતિપ્લવકો કરતાં ખૂબ જ વધારે હોય છે.
  • ઊર્જાના પિરામિડ હંમેશાં ઊર્ધ્વવર્તી (સીધા) જ હોય છે. ક્યારેય ઊલટા શક્ય નથી. કારણ કે જ્યારે એક ચોક્કસ પોષકસ્તરેથી બીજા પોષકસ્તરે ઊર્જા પ્રવાહિત થાય છે ત્યારે દરેક તબક્કે કેટલીક ઊર્જા ઉષ્માસ્વરૂપે હંમેશાં ગુમાવાયછે.
  • ઊર્જા પિરામિડમાં દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષકસ્તરે હાજર રહેલ ઊર્જાની માત્રાનું સૂચન કરે છે.
  • આથી, પરિસ્થિતિકીય પિરામિડોની કેટલીક સીમા મર્યાદાઓ છે, જેમ કે પિરામિડમાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે કે જેઓ બે કે બે કરતાં વધારે પોષકસ્તરો સાથે સંબંધિત હોય તેને ગણતરીમાં લેવાતી નથી.
  • તેનાથી એકસરળ આહારશૃંખલા રચાય છે. જેનું પ્રકૃતિમાં કદી પણ અસ્તિત્વ નથી હોતું. તેમાં આહારજાળનો સમાવેશ થતો નથી.
  • એથી પણ વધારે મૃતોપજીવીઓ નિવસનતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, છતાં પણ પરિસ્થિતિકીય પિરામિડોમાં તેમને કોઈ સ્થાન આપવામાં આવેલ નથી.

પ્રશ્ન 6.
નીચે સ્વયંપોષી અને વિષમપોષીઓની નોંધ આપેલી છે. તમારા આહારશૃંખલાના જ્ઞાનને આધારે “ખાવું અને ખવાઈ જવું’ સિદ્ધાંતને અનુસરીને કયા વિવિધ આંતરસંબંધો સ્થપાય છે ? અને તે આંતરસંબંધ શેનાથી જાણીતા છે?

લીલ, હાઇડ્રીલા, તીતીઘોડો, ઉંદર, ખિસકોલી, કાગડો, મકાઈનો છોડ, હરણ, સસલું, ગરોળી, વરુ, સાપ, મોર, વનસ્પતિ પ્લવક, સ્વરક્તચી, હેલ, વાઘ, સિંહ, ચકલી, બગલો, કુંજપક્ષી (Crane bird), વંદો, કરોળિયો, ટોડ, માછલી, દીપડો, હાથી, બકરી, કમળ, પાયરોગાયરા.
ઉત્તર:
આહાર સાંકળ અને આહારજાળઃ સીધી રેખામાં કોણ કોને ખાશે અને દરેક નિવસનતંત્રમાં ખવાઈ જાય તેને આહાર સાંકળ કહે છે. ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકોને એકબીજા સાથે ચોકડી સ્વરૂપે સાંકળતી ખોરાકની સાંકળોને સંયુક્ત રીતે આહાર જાળ
કહે છે.

  1. વાઘ, સિંહઃ ઉચ્ચકક્ષાના માંસાહારી (ઉચ્ચ પોષકસ્તર)
  2. કરોળિયો, વંદો, ગરોળી, વરુ, સાપ, ટોડ, માછલી, કુંજપક્ષીદ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષકસ્તર)
  3. સ્તરકવચી, તીતીઘોડો, હરણ, ઉંદર, ખિસકોલી – દ્વિતીય પોષકસ્તર.
  4. સસલું, હાથી, બકરી – પ્રાથમિક ઉપભોગીઓ (દ્વિતીય પોષકસ્તર)
  5. વનસ્પતિ પ્લવકો, લીલ, હાઇડ્રીલા, મકાઈનો છોડ, કમળ,
    સ્પાયરોગાયરા-ઉત્પાદકો (પ્રથમ પોષકસ્તર)

પ્રશ્ન 7.
“નિવસનતંત્રમાં ઊર્જાનું વહન થરમોડાયનેમિક્સના બીજનિયમને અનુસરે છે.’ આ વિધાનની સમજૂતી આપો.
ઉત્તર:

  • થરમૉડાયનેમિક્સનાબીજા નિયમ અનુસાર શક્તિ પરિવર્તનના પ્રત્યેક પગથિયે (પ્રથમ નિયમ અનુસાર શક્તિ સ્થળાંતરિત અને રૂપાંતર થઈ શકે છે.) શક્તિ (ઊજ)નું વિસર્જન થાય ત્યારે શક્તિ ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય છે અને તેનો કોઈ પણ ભાગ સજીવની પેશીઓના બંધારણ માટે વપરાય છે.
  • જૈવભારમાં આવેલ શક્તિ, બીજા પોષકસ્તરમાં રૂપાંતર પામે છે. લિન્ડમૅનના નિયમ અનુસાર સંગ્રહ પામેલ શક્તિનો 10% ભાગ એક પોષકસ્તરથી તે પછીના પોષકસ્તરમાં પસાર થાય છે.

પ્રશ્ન 8.
નિવસનતંત્રમાં શું થશે?
(a) જોતેમાંથી બધા ઉત્પાદકોને દૂર કરવામાં આવેતો.
(b) જો બધાજતૃણાહારીસ્તરના સજીવોને દૂર કરવામાં આવેતો.
(c) જો બધી જ ઉચ્ચ કક્ષાની માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવેતો.
ઉત્તર:
(a) નિવસનતંત્રમાં બધા ઉત્પાદકોને દૂર કરવામાં આવે તો પ્રાથમિક ઉત્પાદકતા ઓછી થશે. આથી કોઈ પણ જૈવભાર ત્યાર પછીના ક્રમિક કે ઉચ્ચતર વિષુવવૃત્તીય પોષકસ્તર કે વિષમપોષીય સજીવોને મળશે નહીં.

(b) તૃણાહારી સ્તરના બધા સજીવોને દૂર કરવામાં આવે તો પ્રાથમિક ઉત્પાદકતા અને ઉત્પાદકોનો જૈવભાર વધશે અને તૃણાહારી પ્રાણીઓ ખોરાક તરીકે ન મળતાં માંસાહારી પ્રાણીઓ બચી શકશે નહીં.

(c) ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓને દૂર કરવાથી નિવસનતંત્રમાં ખલેલ પડશે. કારણ કે ઘણી સંખ્યામાં તૃણાહારીઓ વધશે કે જે વૃક્ષો (ઉત્પાદકો)ને નષ્ટ કરશે અને રણપ્રદેશ ઉત્પન્ન કરશે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

પ્રશ્ન 9.
કૃત્રિમ કે માનવસર્જિત નિવસનતંત્રોનાં બે ઉદાહરણ આપો. નૈસર્ગિક નિવસનતંત્રોથી તેઓ કયાં લક્ષણો દ્વારા જુદા પડે છે, તે લક્ષણો આપો.
ઉત્તર:

  • જળચર ગૃહ (માછલીઘર) અને ફાર્મહાઉસ એ કૃત્રિમ કે માનવ દ્વારા નિર્મિત નિવસનતંત્રો છે. કૃત્રિમ નિવસનતંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકોને કૃત્રિમ રીતે જાળવવામાં આવે છે. જેમ કે માછલીઘરમાં માછલીઓને ઑક્સિજનનો પુરવઠો, સફાઈ, ખોરાક આપવો અને ફાર્મહાઉસમાં સિંચાઈ કરવામાં આવે છે.
  • જ્યારે કુદરતી નિવસનતંત્રમાં અજૈવિક કે જૈવિક ઘટકો કુદરતી રીતે જાળવવામાં આવે છે. જેવા કે પોષણચક્ર, સ્વસ્થિરતા, જમીનનું ધોવાણ, પ્રદૂષકોનું શોષણ અને ગ્લોબલ વૉર્મિંગને લીધે ઉત્પન્ન થતાં ભયને ઓછો કરવો (પરિસ્થિતિકીય સેવાઓ) વગેરે.

પ્રશ્ન 10.
જ્યારે પાયાની અવસ્થાથી ચરમાવસ્થા તરફ જઈએ ત્યારે જૈવવિવિધતા વધતી જાય છે. શું તેને સમજાવી શકો?
ઉત્તર:

  • પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન પાયાની અવસ્થાથી ચરમાવસ્થા આવે ત્યારે જૈવવિવિધતા વધે છે અથવા ફેરફાર પામે છે.
  • પરિસ્થિતિકીય અનુક્રમણની અસરો નીચે મુજબ હોયછેઃ
  • (a) તે વનસ્પતિમાં ફેરફારો લાવે છે કે જે ખોરાક અને વિવિધ પ્રકારના પ્રાણીઓના આશ્રયને અસર કરે છે.
  • (b) જેમ અનુક્રમણ આગળ વધે છે તેમ વૃક્ષો, પ્રાણીઓ અને વિઘટકોના પ્રકાર અને સંખ્યામાં ફેરફાર આવે છે.
  • (c) પ્રાથમિક કે દ્વિતીયક અનુક્રમણ દરમિયાન કોઈ પણ સમયે, કુદરતી કે માનવ દ્વારા ઉત્પન્ન થયેલ ખલેલ જેવી કે આગ અને વનનાશ કે જે અનુક્રમણની ચોક્કસ અવસ્થાને પૂર્વેની અવસ્થા તરફ ફેરવે છે કે બદલે છે.
  • તે ઉપરાંત આવી ખલેલ નવી અવસ્થા ઊભી કરી શકે છે કે કેટલીક જાતિઓને ઉત્તેજિત કરે છે અને કેટલાક ઉત્પાદક ઉપભોગીઓ અને વિઘટકોનીજાતિઓને નિષ્ક્રિય કે દૂર કરે છે.
  • (d) સમયને અંતે તેઓ મોટાં વૃક્ષોમાં આગળ વધે છે, તેના અંતે ક્રમાનુસારે સ્થાયી પરાકાષ્ઠાએ પહોંચેલ જંગલનું નિવસનતંત્ર પ્રાપ્ત થાય છે.
  • (e) જો પર્યાવરણ બદલાયેલ ન હોય તો પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાયસ્થિર રહે છે.
  • (f) સમયની સાથે મનિવાસી રહેઠાણ મેસોફાયટીક રહેઠાણમાં રૂપાંતર પામી શકે છે.

પ્રશ્ન 11.
જૈવ ભૂ-રાસાયણિક ચક્ર એટલે શું? જૈવ ભૂ-રાસાયણિક ચક્રમાં સંચયસ્થાનનું મહત્ત્વ શું છે ? પૃથ્વીનો પોપડો સંચયસ્થાન તરીકે હોય તેવા અવસાદીચકને ઉદાહરણ સહિત સમજાવો.
ઉત્તર:

  • સજીવોને વૃદ્ધિ, પ્રજનન તથા વિવિધદૈહિક ક્રિયાઓનું નિયમન કરવા માટે સતત પોષકોના પુરવઠાની આવશ્યકતા હોય છે.
  • કોઈ આપેલ સમયે, ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઇટ્રોજન, ફૉસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા પોષકોની માત્રાને ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા (standing state) તરીકે ઉલ્લેખવામાં આવે છે.
  • તે જુદા જુદા પ્રકારના નિવસનતંત્રોમાં જુદી જુદી હોય છે અને ઋતુ પર પણ આધારિત છે.
  • પોષકો નિવસનતંત્રમાંથી ક્યારેય સંપૂર્ણપણે દૂર થતા નથી, પરંતુ તેઓ વારંવાર પુનઃચક્રણ પામે છે તથા આ પુનઃચક્રણ અનંતકાળ સુધી ચાલ્યા કરે છે. નિવસનતંત્રના વિવિધ ઘટકો દ્વારા પોષકતત્ત્વોની ગતિશીલતાને પોષકચક્રણ કહેવાય છે.
  • પોષકચક્રણનું બીજું એક નામ જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો (જૈવ = bio; સજીવ જીવન = living organism અને ભૂ = geo; પર્વતો, હવા, પાણી =rocks, air, water) પણ છે.
  • પોષકચક્રો બે પ્રકારના હોય છેઃ (a) વાયુરૂપ અને (b) અવસાદી.
  • વાયુરૂપ પ્રકારના પોષકચક્ર (એટલે કે નાઇટ્રોજન, કાર્બનચક્ર) માટેના ભંડાર સંચયસ્થાન વાતાવરણમાં હોય છે તથા અવસાદી ચક્ર (એટલે કે સલ્ફર, ફૉસ્ફરસચક્ર) માટેના ભંડાર પૃથ્વીના પોપડાકે સ્તરમાં આવેલા હોય છે.
  • પર્યાવરણીય ઘટકો જેવા કે ભૂમિ, ભેજ (આદ્રતા), pH, તાપમાન વગેરે વાતાવરણમાં પોષકોને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કરે છે.
  • સંચયસ્થાનોની ક્રિયાશીલતા, ઊણપ પૂરી કરવા માટે હોય છે કે જે પોષકોના અંદર પ્રવેશ (influx) અને બહાર નિકાલ (efflux)ના દરની અસંતુલિતતાને કારણે થતી હોય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર 6

  • જૈવિક પટલો, ન્યુક્લિક ઍસિડ અને કોષીય ઊર્જા સ્થાનાંતરણ તંત્રનો એક મુખ્ય ઘટક ફૉસ્ફરસ છે.
  • ઘણાં પ્રાણીઓને તેમનાં કવચ, હાડકાં અને દાંત બનાવવા માટે પણ આ તત્ત્વની મોટી માત્રા આવશ્યક હોયછે.
  • ફૉસ્ફરસનાં કુદરતી સંચયસ્થાનો એ પર્વતો છે કે જે ફૉસ્ફટના સ્વરૂપમાં ફૉસ્ફરસને સંચિત કરે છે.
  • જ્યારે પર્વતો અપક્ષન પામે ત્યારે, આ ફૉસ્ફટની નહિવત્ માત્રા ભૂમીય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને વનસ્પતિઓના મૂળ વડે શોષી લેવામાં આવે છે.
  • તૃણાહારી અને અન્ય પ્રાણીઓ આ તત્ત્વ વનસ્પતિઓમાંથી મેળવે છે. નકામી નીપજો અને મૃત જીવોનું ફૉસ્ફટ દ્રાવ્યીકરણ બૅક્ટરિયા દ્વારા વિઘટન થતાં ફૉસ્ફરસ મુક્ત કરવામાં આવે છે.
  • કાર્બનચક્રની જેમ શ્વસન દ્વારા વાતાવરણમાં ફૉસ્ફરસ મુક્ત કરી શકાતો નથી.
  • કાર્બનચક્ર અને ફૉસ્ફરસચક્ર વચ્ચેના મુખ્ય મહત્ત્વના બે તફાવતો છે : પહેલો એ છે કે વરસાદ દ્વારા ફૉસ્ફરસનો વાતાવરણમાં અંતઃપ્રવેશ કાર્બનના અંત:પ્રવેશ કરતાં ખૂબ જ ઓછો હોય છે અને બીજો , સજીવો અને પર્યાવરણ વચ્ચે ફૉસ્ફરસનો વાયુ-વિનિમય એકદમ નહિવત્ હોય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 14 निવસનતંત્ર

પ્રશ્ન 12.
ચરમાવસ્થાનો સમાજ અને પાયાની અવસ્થાના સમાજનો ગુણોત્તર શું છે ? પાયાનો સમાજ અને ચરમાવસ્થાના સમાજના ગુણોત્તર પરિવર્તન પામતો જોવા મળે તે માટે તમારી સમજૂતી શી છે, તે જણાવો.
ઉત્તર:

  • ઉત્પાદન /શ્વસનદર (\(\frac{\mathrm{P}}{\mathrm{R}}\)) દર તે કુલ ઉત્પાદન અને કુલ સમુદાય શ્વસન
    જ્યાં \(\frac{\mathrm{P}}{\mathrm{R}}\) = 1 એકસ્થિર સમુદાય પરિણામ હોય.
  • તેનું પરિણામ તત્કાલ (તત્ક્ષણ) રોજિંદુ અથવા લાંબા સમય માટે હોય છે. જો \(\frac{\mathrm{P}}{\mathrm{R}}\) નો ગુણોત્તર સતત રીતે વધારે કે ઓછો હોય તો કાર્બનિક દ્રવ્યો કાંતો એકઠા થાય છે અથવા ક્રમાનુસારે ક્ષીણ બને છે.
શરૂઆત (પાયા)નો સમુદાય પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાય
(1) જે જાતિઓ પાયાનો ભાગ સ્થાપિત કરે છે તેને શરૂઆતની જાતિ કહે છે તે ખડકના ભાગે સામાન્ય રીતે લાઈકેન હોય છે. (1) તે અંતિમ જૈવિકસમુદાયછે કે જે-તે વિસ્તારમાં વિકાસ પામે છે.
(2) જલજ નિવસનતંત્રમાં ફાયટોપ્લેક્ટોન હોયછે. (2) જે-તે વિસ્તારમાં અસંખ્ય સમુદાયસ્થાપિત થયા હોય તેમાં તે જોવા મળે છે.
(3) શરૂઆતના સમુદાયમાં \(\frac{\mathrm{P}}{\mathrm{R}}\) નો દર એક કરતાં વધુ હોય છે. (3) પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાયમાં \(\frac{\mathrm{P}}{\mathrm{R}}\) નો દર 1 હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *