GSEB Class 11 Gujarati Vyakaran સમાસ

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Std 11 Gujarati Vyakaran Samas સમાસ Questions and Answers, Notes Pdf.

GSEB Std 11 Gujarati Vyakaran Samas

Std 11 Gujarati Vyakaran Samas Questions and Answers

સમાસ સ્વાધ્યાય

પ્રશ્ન 1.
ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી પાંચેય પ્રકારનાં પાંચ-પાંચ ઉદાહરણો શોધી તેનો વિગ્રહ કરોઃ
ઉત્તરઃ
દરેક ગદ્ય-પદ્યના વ્યાકરણમાં “સમાસ ઓળખાવો પ્રશ્ન આપવામાં આવ્યો છે.

GSEB Class 11 Gujarati Vyakaran સમાસ

પ્રશ્ન 2.
નીચેના સમાસ ઓળખાવો અને તેનો વિગ્રહ કરોઃ
ઉત્તરઃ

  • ત્રિકોણ = ત્રણ ખૂણા – દ્વિગુ સમાસ
  • આકાશપાતાળ = આકાશ અને પાતાળ – દ્વન્દ સમાસ
  • જગવિખ્યાત = જગમાં વિખ્યાત – તપુરુષ સમાસ
  • કર્ણપ્રિય = કર્ણને પ્રિય – તપુરુષ સમાસ
  • પ્રાર્થનામંદિર = પ્રાર્થના કરવા માટેનું મંદિર – મધ્યમપદલોપી સમાસ
  • બત્રીસ લક્ષણું = બત્રીસ લક્ષણવાળું – ઉપપદ સમાસ
  • પાતાળકૂવો = પાતાળ સુધીનો ઊંડો કૂવો – મધ્યમપદલોપી સમાસ
  • લાલપીળું = લાલ અને પીળું – દ્વન્દ સમાસ
  • ટાંચણપોથી = ટાંચણની નોંધ રાખવા માટેની પોથી – મધ્યમપદલોપી સમાસ
  • તનતોડ = તનને તોડનારી – ઉપપદ સમાસ
  • દશાનન = દશ આનન(માથાં)નો સમૂહ – દ્વિગુ સમાસ
  • વ્યાજખાઉં = વ્યાજ ખાનાર – ઉપપદ સમાસ

GSEB Class 11 Gujarati Vyakaran સમાસ

પ્રશ્ન 3.
નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
ઉત્તરઃ

  • જયપરાજય – દ્વન્દ સમાસ
  • ગર્ભશ્રીમંત – તપુરુષ સમાસ
  • સપ્તર્ષિ – દ્વિગુ સમાસ
  • ચિત્રકાર – ઉપપદ સમાસ
  • દહીંવડાં – મધ્યમપદલોપી સમાસ
  • રણવીર – તપુરુષ સમાસ
  • પરિપુ – દ્વિગુ સમાસ
  • હારજીત – દ્વન્દ સમાસ
  • શોકાતુર – તપુરુષ સમાસ
  • સિંહાસન – મધ્યમપદલોપી સમાસ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *