Class 11 Gujarati Textbook Solutions Chapter 7 ગવતરી

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 7 ગવતરી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 11 Gujarati Textbook Solutions Chapter 7 ગવતરી

Class 11 Gujarati Textbook Solutions Chapter 7 ગવતરી Textbook Questions and Answers

ગવતરી સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ગવતરી શબ્દ કોના માટે પ્રયોજાયો છે?
ઉત્તરઃ
ગવતરી શબ્દ કામધેનુ માટે પ્રયોજાયો છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 7 ગવતરી

પ્રશ્ન 2.
ગવતરીનું અવતરણ ક્યાંથી થયું છે?
ઉત્તરઃ
ગવતરીનું અવતરણ સ્વર્ગલોકથી થયું છે.

પ્રશ્ન 3.
વાઘે ગાયને શું કહ્યું?
ઉત્તરઃ
વાઘે ગાયને કહ્યું કે હું સામે આવેલા ખોરાકને છોડતો નથી.

પ્રશ્ન 4.
વાછરડાએ માનું દૂધ શાથી ન પીધું?
ઉત્તરઃ
વાછરડાને માનું દૂધ કડવા લીંબડા જેવું લાગ્યું તેથી ન પીધું.

2. નીચેના દરેક પ્રશ્નના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ગાયે વાઘને શી વિનંતી કરી?
ઉત્તર :
ગાયે વાઘને પોતાનાં ભૂખ્યાં વાછરડાંને ધવડાવવા જવા દેવાની વિનંતી કરી અને ચંદ્ર ઊગતાં પહેલાં પાછા આવવાનું વચન આપ્યું.

પ્રશ્ન 2.
ગાય વાછરડાઓને શું કહ્યું?
ઉત્તરઃ
ગાય વાછરડાંઓને કહ્યું, “ઊઠો ઊઠો વાછરડાં! માનાં દૂધ ધાવી લો. વીરા વાઘને આપેલો સમય થઈ ગયો છે.”

Class 11 Gujarati Textbook Solutions Chapter 7 ગવતરી

પ્રશ્ન 3.
વાછરડાઓએ વાઘને શું કહ્યું?
ઉત્તર :
વાછરડાંઓએ વાઘને કહ્યું, “ઊઠો ઊઠો વાઘમામા! પહેલાં અમને મારો, પછી અમારી માતને મારો.”

પ્રશ્ન 4.
વાથે વાછરડાઓને શી હૈયાધારણ આપી?
ઉત્તરઃ
વાઘે વાછરડાંઓને હૈયાધારણા આપતાં કહ્યું, “વાછરડાં, તમે લીલાલહેર કરો. મુશ્કેલ સમયે મને સંભારજો. હું તમને મદદ કરીશ.”

3. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
આ લોકગીતનું કથાવસ્તુ તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર :
સ્વર્ગલોકમાંથી કામધેનુ ગાય પૃથ્વીલોકમાં આનંદથી ફરવા માટે આવે છે. તે ડુંગરે ચરે છે અને ગંગાએ પાણી પીવે છે. દરમિયાન તે વાઘની નજરે ચડે છે. વાઘ તેને જણાવે છે કે સામે આવેલો શિકાર તે જવા દેતો નથી.

કામધેનુ વાઘને “વીરા’ સંબોધનથી વિનંતી કરતાં જણાવે છે કે ઘરે મારાં ભૂખ્યાં વાછરડાં મારી રાહ જોઈ રહ્યાં છે. હું મારાં વાછરડાંને ધવડાવીને ચંદ્ર ઊગે ત્યાં સુધીમાં આવી જઈશ. હું તને બાવા નંદજીની આણ આપું છું. હું તને ચાંદા-સૂરજની સાક્ષી આપું છું.

વાઘને કામધેનુ ગાય પર વિશ્વાસ આવે છે. તે કામધેનુને જવા દે છે.

કામધેનુ ભાંભરતી ભોંભરતી આવે છે ને પોતાનાં વાછરડાને ભેટીને કહે છે કે વાછરડાં તમે જલદી ઊઠો. માનું દૂધ ધાવી લો. મારે વાઘમામાને આપેલા વચન પ્રમાણે જલદી પાછા જવાનું છે.

વાછરડાં કામધેનુની વાત સાંભળી માને ધાવતાં નથી. તેઓ મા સાથે વાઘમામા પાસે જવા તૈયાર થઈ જાય છે. આગળ વાછરડાં અને પાછળ કામધેનુ ચાલતાં ચાલતાં વનમાં આવીને ઊભાં રહે છે. તેઓ વાઘમામાને કહે છે કે તમે પહેલાં અમને મારો અને પછી અમારી માતાને મારો.

કામધેનુ ગાયની સત્યનિષ્ઠા અને વચનપાલન તેમજ વાછરડાંનો માતૃપ્રેમ જોઈને વાઘનું દિલ પીગળે છે. તે કહે છે કે તમને આવું કોણે શીખવ્યું? તમને આવી વાણી કયા દુશ્મને આપી?

Class 11 Gujarati Textbook Solutions Chapter 7 ગવતરી

વાછરડાં કહે છે કે રામે અમને શીખવ્યું, લક્ષ્મણે અમને ભોળવ્યાં અને અર્જુને અમને વાચા આપી. આમ, અમે શાસ્ત્રમાંથી સત્યપાલન શીખ્યાં છીએ.

વાછરડાંનો જવાબ સાંભળીને વાઘ ખુશ થાય છે. તે વાછરડાંને લીલાલહેર કરવાનું કહે છે અને તેઓને મુશ્કેલ સમયમાં મદદ કરવાનું વચન આપે છે.

Std 11 Gujarati Textbook Solutions Chapter 7 ગવતરી Additional Important Questions and Answers

ગવતરી પ્રશ્નોત્તરી

1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો?

પ્રશ્ન 1.
ગાયે વાઘને કોની આણ આપી? કોની સાક્ષી આપી?
ઉત્તરઃ
ગાયે વાઘને બાવા નંદજીની આણ આપી. ગાયે વાઘને ચાંદા-સૂરજની સાક્ષી આપી.

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
ગવતરી સ્વર્ગલોકથી ક્યાં ઊતર્યા છે?
ઉત્તરઃ
ગવતરી સ્વર્ગલોકથી મૃત્યુલોક પર ઊતર્યા છે.

પ્રશ્ન 2.
ગાયે વાઘને ક્યાં સુધીની અવધિ આપી?
ઉત્તરઃ
ગાયે વાઘને ચંદ્ર ઊગે ત્યાં સુધીની અવધિ આપી.

પ્રશ્ન 3.
વાછરડાને કોણે શીખવ્યું?
ઉત્તર :
વાછરડાંને રામે શીખવ્યું.

પ્રશ્ન 4.
વાછરડાંને કોણે વાચા આપી?
ઉત્તરઃ
વાછરડાને અર્જુને વાચા આપી.

Class 11 Gujarati Textbook Solutions Chapter 7 ગવતરી

પ્રશ્ન 5.
રામ કોણ હતા?
ઉત્તરઃ
રામ દશરથ રાજાના મોટા પુત્ર હતા.

પ્રશ્ન 6.
લક્ષ્મણ કોણ હતા?
ઉત્તરઃ
લક્ષ્મણ રામના નાના ભાઈ અને સુમિત્રાના પુત્ર હતા.

3. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
ગવતરી’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.

(a) ઊર્મિગીત
(b) ભજન
(c) લોકગીત
(d) ગઝલ
ઉત્તરઃ
(c) લોકગીત

પ્રશ્ન 2.
‘ગવતરી’ લોકગીત કયા કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે?

(a) રઢિયાળી રાત
(b) દલપત કાવ્ય
(c) નળાખ્યાન
(d) મામેરું
ઉત્તરઃ
(a) રઢિયાળી રાત

Class 11 Gujarati Textbook Solutions Chapter 7 ગવતરી

પ્રશ્ન 3.
“રઢિયાળી રાત’ કાવ્યસંગ્રહના સંપાદકનું નામ જણાવો.

(a) દલપતરામ
(b) ન્હાનાલાલ
(c) પ્રેમાનંદ
(d) ઝવેરચંદ મેઘાણી
ઉત્તરઃ
(d) ઝવેરચંદ મેઘાણી

ગવતરી વ્યાકરણ

1. નીચેના વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખોઃ

(1) સ્વર્ગલોકમાંથી કામધેનુ ઊતર્યો છે.
(2) અર્જુને અમને વાચા આપ્યો.
ઉત્તરઃ
(1) સ્વર્ગલોકમાંથી કામધેનુ ઊતર્યા છે.
(2) અર્જુને અમને વાચા આપી.

2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખોઃ

(1) ગવતરી વાઘ વીરાની નજરે પડ્યાં.
(2) વાઘમામા, પહેલાં અમને મારો.
ઉત્તરઃ
(1) ની
(2) ને

Class 11 Gujarati Textbook Solutions Chapter 7 ગવતરી

3. નીચે આપેલા તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખોઃ

  1. સરગ
  2. મરદૂક
  3. મેલું
  4. અવધ્યું
  5. મોર્ય
  6. રિયાં
  7. કિયે

ઉત્તરઃ

  1. સ્વર્ગ
  2. મૃત્યુ
  3. મૂકું
  4. અવધિ
  5. મોર
  6. રહ્યાં
  7. કયા

4. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખો:

અ” વિભાગ – “બ” વિભાગ
(1) વાચા – દુવાઈ, શપથ
(2) આણ – વાણી, બોલી
(3) વેરી – દુમન, શત્રુ
ઉત્તરઃ
(1) વાચા – વાણી, બોલી
(2) આણ – દુવાઈ, શપથ
(3) વેરી – દુશ્મન, શત્રુ

5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ

(1) વેરી ✗
(2) કડવો ✗
ઉત્તરઃ
(1) વેરી ✗ મિત્ર
(2) કડવો ✗ મીઠો

Class 11 Gujarati Textbook Solutions Chapter 7 ગવતરી

6. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:

(1) સુરજ
(2) વાસરું
(૩) કામધેનૂ
ઉત્તરઃ
(1) સૂરજ
(2) વાછરું
(3) કામધેનુ

7. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

(1) કામધેનુ –
(2) ચાંદો સૂરજ –
ઉત્તરઃ
(1) મધ્યમપદલોપી સમાસ
(2) દ્વન્દ સમાસ

ગવતરી Summary in Gujarati

ગવતરી પ્રાસ્તાવિક

પ્રસ્તુત લોકગીતમાં સ્વર્ગમાંથી ઊતરી મૃત્યુલોકમાં આવતી કામધેનુ અને વાઘની કાલ્પનિક પ્રસંગકથા છે. ગાયને વાઘનો ભેટો થાય છે, તેને મૃત્યુ નજીક આવતું દેખાય છે. ગાય વાઘને ‘વીરા’ કહી પોતાનાં નાનાં વાછરડાંને ધવરાવી પાછી ફરવાનું વચન આપે છે.

સાક્ષીમાં ચાંદા-સૂરજને રાખે છે! વાઘ તેના પર વિશ્વાસ રાખે છે. ગાય વાછરડાંને મળીને વાઘને આપેલા વચનની જાણ કરે છે.

વાછરડાંને મન મરવા જતી માનું દૂધ કડવા લીંબડા બરાબર છે. તેઓ પણ ગાય સાથે વાઘ પાસે આવી, પહેલાં પોતાને ખાવા જણાવે છે. ગાયનું વચનપાલન અને વાછરડાંનો માતૃપ્રેમ જોઈને વાઘના દિલનું પણ પરિવર્તન થાય છે.

તે બધાંને જીવતાં છોડી દે છે, એટલું જ નહિ મુશ્કેલીમાં પોતે મદદરૂપ થવાનું પણ જણાવે છે.

ગવતરી કાવ્યની સમજૂતી

સ્વર્ગલોકથી ગવતરી (ગાય) ઊતર્યા (અને) મૃત્યુલોકમાં મહાલવા આવ્યાં. ડુંગરે ચરવા જતાં અને પાણી પીવા ગંગા જતાં (તે) વાઘ વીરાની નજરે પડ્યાં.

(વાઘે કહ્યું,) ગવતરી ઊભાં રહો, (હું) તમને એક વાત કહું. (હું) સામે આવેલો ખોરાક છોડી મૂકતો નથી.

(ગાયે કહ્યું,) વાઘ વીરા! સાંભળ. (હું) તને એક વાત કહું. મેં ઘરે નાનાં વાછરડાંને (ભૂખ્યાં) મૂક્યાં છે.

વીરા, ચાંદો ઊગે ત્યાં સુધીનો સમય આપો. હું વાછરડાંને ધવડાવી વહેલી આવીશ. ના આવું તો બાવા નંદજીની આણ (શપથ) છે. સાક્ષીમાં ચાંદા-સૂરજને આપું છું.

Class 11 Gujarati Textbook Solutions Chapter 7 ગવતરી

ગાયે પહેલો હીંટો (અવાજ) સીમાડે નાખ્યો, બીજે હોટે તે) વાડીએ આવ્યાં. ત્રીજો હીંeોટો (ગાય) ગામને ગોંદરે નાખ્યો અને) ચોથે હોટે (તે) વાછરડાને મળ્યાં.

(ગવતરી બોલ્યાં,) ઊઠો ઊઠો વાછરડાં! માનાં દૂધ ધાવી લો. વીરા વાઘને આપેલો સમય થઈ ગયો છે.

ઘેલીમાતા કામધેનુ, (તમે) આવું ગાંડપણભર્યું ન બોલો! (તમારું) મીઠું દૂધ (અમારે મન) કડવો લીંબડો છે.

આગળ વાછરડાં ચાલ્યાં ને પાછળ માતા કામધેનુ ચાલ્યાં. (ઓ) કલ્યાણી વનમાં આવીને ઊભાં રહ્યાં. (વાછરડાં બોલ્યાં,) વાઘમામા ઊઠો ઊઠો, પહેલાં અમને મારો, પછી અમારી માતને મારો.

(વાઘને આશ્ચર્ય થયું.) (તે બોલ્યો,) નાનાં વાછરડાં, તમને (આવું) કોણે શીખવ્યું! કયા દુશ્મને વાચા આપી?

(વાછરડાં બોલ્યાં,) રામે (અમને) શીખવ્યું, લક્ષ્મણે (અમને) ભોળવ્યાં (અને) અર્જુને (અમને) વાચા આપી.

(વાઘમામાનું હૃદય પીગળ્યું. તે બોલ્યા.) નાનાં વાછરડાં, તમે લીલાલહેર કરો. વસમી વેળાએ મને સંભારજો. (મુશ્કેલ સમયે હું મદદે આવીશ.)

ગવતરી શબ્દાર્થ

  • સરગ ભવનથી – સ્વર્ગલોકથી.
  • ગવતરી – ગાય. મરતૂક લોકમાં મૃત્યુલોકમાં, પૃથ્વી પર. માલવામહાલવા, ઠાઠમાઠથી ફરવા.
  • ચરવા -ચરવું, ફરવું, ઘાસ, દાણો વગેરે ફરીને શોધી ખાવો (પશુપંખીએ).
  • ડુંગરડે-ડુંગર ઉપર.
  • ગંગા – હિંદુઓની પવિત્ર નદી, ભાગીરથી.
  • વીરાની – ભાઈની.
  • મોઢે આવ્યું ખાજ – સામે આવેલો ખોરાક.
  • મેલું – (અહીં) મૂકું, છોડું, મુક્ત કરું.
  • વાછરું – વાછરડું, ગાયનું બચ્યું.
  • ચંદર -ચંદ્ર, ચાંદો.
  • અવધ્યું – અવધિ, નિશ્ચિત સમય.
  • ધવરાવી – ધવડાવી.
  • વહેલાં-વહેલાં.
  • બાવા નંદજીની આપ્યું – કૃષ્ણને ઉછેરનાર ગોકુળના મુખી
  • નંદની આણ – દુવાઈ – શપથ.
  • સાખિયા – સાક્ષી, સાક્ષી પૂરનાર.
  • પેલો -પહેલો. Class 11 Gujarati Textbook Solutions Chapter 7 ગવતરી
  • હીહોટો -ગાય-બળદના ગળામાંથી નીકળતો એક જાતનો ભાંભરવાનો અવાજ.
  • સીમડિયે – સીમ, ખેતર કે ગામની હદ.
  • ગોંદરે – ગોંદરું, ગામનાં ઢોર ઊભા રહેવાની ભાગોળ પાસેની જગા.
  • ભેટિયાં – ભેટ્યાં, મળ્યાં, મુલાકાત થવી. ઘેલડિયાં
  • બોલો -ગાંડપણભર્યું ન બોલો. કળપેલું
  • દૂધ – (અહીં)
  • મધુરું-મીઠું દૂધ.
  • મોર્ય – મોખર, આગળ.
  • વાંસે – પાછળ.
  • કલ્યાણી – ગાય, વાછડી.
  • રિયાં – રહ્યાં.
  • માતને – માતાને.
  • શીખવિયાં – શીખવ્યું.
  • કિયે – કયા.
  • વેરીડે-દુશ્મને – શત્રુએ.
  • વાચા -વાણી.
  • આલિયું – આપી.
  • રામ-દશરથ રાજાના મોટા પુત્ર.
  • લખમણ – લક્ષ્મણ, રામનો નાનો ભાઈ, સુમિત્રાનો પુત્ર.
  • ભોળવિયાં – ભોળવ્યાં, ભરમાવ્યાં, ફોસલાવ્યાં.
  • અરજણ – અર્જુન, પાંચ પાંડવોમાંનો ત્રીજો.
  • લીલાલે’ર – લીલાલહેર, ખૂબ જ આનંદ.
  • વસમી વેળાએ – મુશ્કેલ સમયે. Class 11 Gujarati Textbook Solutions Chapter 7 ગવતરી
  • સંભારજો – યાદ કરજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *