Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 8 કોષ : જીવનનો એકમ Important Questions and Answers.
GSEB Class 11 Biology Important Questions Chapter 8 કોષ : જીવનનો એકમ
અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)
પ્રશ્ન 1.
કોષ શબ્દ કોણે આપ્યો ?
ઉત્તર:
રોબર્ટ હૂક.
પ્રશ્ન 2.
રોબર્ટ હૂકે કોષની શોધ શેમાં કરી ?
ઉત્તર:
બૂચની પાતળી ચીપ (Thin slice of cork).
પ્રશ્ન 3.
સર્વસ્વીકૃત કોષવાદ કોણે રજૂ કર્યો ? ક્યારે ?
ઉત્તર:
રૂડોલ્ફ વિશે, 1855.
પ્રશ્ન 4.
કોષની બહારની બાજુએ આવેલ પાતળું પટલ કયા નામે ઓળખાય છે ?
ઉત્તર:
કોષરસપટલ.
પ્રશ્ન 5.
પ્રાણીઓ અને વનસ્પતિઓની શરીરરચના મુખ્યત્વે શેની બનેલી હોય છે ?
ઉત્તર:
કોષ અને કોષની નીપજોની.
પ્રશ્ન 6.
સ્વિડન અને શ્વાને રજૂ કરેલ કોષવાદ શું સમજાવવા અસમર્થ હતો?
ઉત્તર:
નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે ? તે સમજાવવા અસમર્થ હતો.
પ્રશ્ન 7.
લાક્ષણિક વનસ્પતિકોષની સૌથી બહારની તરફ શું જોવા મળે છે ?
ઉત્તર:
કોષદીવાલ.
પ્રશ્ન 8.
લાક્ષણિક પ્રાણીકોષની સૌથી બહારની તરફ શું જોવા મળે છે ?
ઉત્તર:
બાહ્યપટલ (કોષરસપટલ).
પ્રશ્ન 9.
આનુવંશિક દ્રવ્ય DNA ક્યાં આવેલું છે ?
ઉત્તર:
કોષકેન્દ્રમાં રંગસૂત્ર પર.
પ્રશ્ન 10.
સૌથી નાના કોષનું ઉદાહરણ આપો.
ઉત્તર:
માયકોપ્લાઝા.
પ્રશ્ન 11.
માયકોપ્લાઝાની લંબાઈ કેટલી ?
ઉત્તર:
0.3 um.
પ્રશ્ન 12.
બૅક્ટરિયાની લંબાઈ જણાવો.
ઉત્તર:
3 થી 5 um.
પ્રશ્ન 13.
સૌથી મોટો પ્રાણીકોષ કયો છે ?
ઉત્તર:
શાહમૃગનો અંડકોષ.
પ્રશ્ન 14.
શાહમૃગના અંડકોષનું કદ જણાવો.
ઉત્તર:
170 x 135 mm.
પ્રશ્ન 15.
મનુષ્યના રક્તકણો કેટલો વ્યાસ ધરાવે છે?
ઉત્તર:
7.0 um.
પ્રશ્ન 16.
સૌથી લાંબો કોષ કયો?
ઉત્તર:
મનુષ્યનો ચેતાકોષ.
પ્રશ્ન 17.
મનુષ્યના ચેતાકોષની લંબાઈ કેટલી ?
ઉત્તર:
લગભગ 90 cm સુધી.
પ્રશ્ન 18.
વનસ્પતિમાં સૌથી લાંબો કોષ શેનો જોવા મળે છે ?
ઉત્તર:
એસિટેબ્યુલારિયા – લીલ.
પ્રશ્ન 19.
એસિટેબ્યુલારિયાની એક કોષની લંબાઈ કેટલી ?
ઉત્તર:
લગભગ 10 cm જેટલી.
પ્રશ્ન 20.
આદિકોષકેન્દ્રીય કોષ ધરાવતા સજીવનાં ઉદાહરણ આપો.
ઉત્તર:
બૅક્ટરિયા, નીલહરિત લીલ, માયકોપ્લાઝમા, PPLO.
પ્રશ્ન 21.
કયા આદિકોષકેન્દ્રીય કોષ ધરાવતા સજીવમાં કોષદીવાલ જોવા મળતી નથી ?
ઉત્તર:
માયકોપ્લાઝમા.
પ્રશ્ન 22.
આદિકોષકેન્દ્રીય કોષમાં કોષરસપટલમાંથી વિભૂદિત થયેલ વિશિષ્ટ રચના કઈ ?
ઉત્તર:
મેસોઝોમ્સ.
પ્રશ્ન 23.
મેસોઝોમ્સ પર શેના માટેના ઉન્સેચકો હોય છે ?
ઉત્તર:
શ્વસન માટેના.
પ્રશ્ન 24.
આદિકોષકેન્દ્રીય કોષમાં કયા પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે છે ?
ઉત્તર:
70s.
પ્રશ્ન 25.
આદિકોષકેન્દ્રીય કોષમાં આવેલ રિબોઝોમ્સનું કદ જણાવો.
ઉત્તર:
15 pm થી 20 nm.
પ્રશ્ન 26.
આદિકોષકેન્દ્રીય કોષમાં જોવા મળતા રિબોઝોમ્સ કયા બે પેટાએકમો જોડાઈને બને છે ?
ઉત્તર:
50s અને 30s.
પ્રશ્ન 27.
સુકોષકેન્દ્રીય સજીવોમાં કોનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
પ્રોટિસ્ટ, વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ.
પ્રશ્ન 28.
કોષરસ વિવિધ ખંડોમાં શાના કારણે વહેંચાય છે ?
ઉત્તર:
પટલમય અંગિકાઓની હાજરીના કારણે.
પ્રશ્ન 29.
લીલ સિવાયની વનસ્પતિમાં કોષદીવાલ શેની બનેલી છે ?
ઉત્તર:
સેલ્યુલોઝ, હેમીસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન.
પ્રશ્ન 30.
કોષદીવાલમાં આવેલું મધ્યપટલ શેનું બનેલું છે ?
ઉત્તર:
કૅલ્શિયમ પેક્ટટ.
પ્રશ્ન 31.
કોષમાં કણાભસૂત્રની સંખ્યાનો આધાર શેના પર રહેલો છે ?
ઉત્તર:
કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા પર.
પ્રશ્ન 32.
કણાભસૂત્રનો આકાર કેવો હોય છે ?
ઉત્તર:
રકાબી આકાર કે નળાકાર.
પ્રશ્ન 33.
કણાભસૂત્રમાં કેટલા પટલો આવેલા હોય છે ? કયા કયા?
ઉત્તર:
બે પટલો. બાહ્યપટલ અને અંતઃપટલ.
પ્રશ્ન 34.
કણાભસૂત્રમાં કયા પ્રકારનાં રિબોઝોમ્સ આવેલા છે ?
ઉત્તર:
70s.
પ્રશ્ન 35.
અંતઃપટલમય તંત્રમાં કઈ કઈ અંગિકાઓનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
અંતઃકોષરસજાળ (ER), ગોલ્ગીકાય, લાયસોઝોમ, રસધાનીઓ.
પ્રશ્ન 36.
અંતઃકોષરસજાળના પ્રકાર જણાવો.
ઉત્તર:
- કણિકામય (ખરબચડી) અંતઃકોષરસજાળ – RER અને
- કણિકાવિહીન (લીસી) અંતઃકોષરસજાળ – SER
પ્રશ્ન 37.
કણિકામય અંતઃકોષરસજાળ કયા પ્રકારના કોષમાં જોવા મળે છે ?
ઉત્તર:
પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલ કોષોમાં.
પ્રશ્ન 38.
કણિકાવિહીન અંતઃકોષરસજાળ કયા પ્રકારના કોષમાં જોવા મળે છે ?
ઉત્તર:
લિપિડનાં સંશ્લેષણ સાથે સંકળાયેલ કોષોમાં.
પ્રશ્ન 39.
ગોલ્ગીપ્રસાધનની શોધ કોણે કરી ? ક્યારે ?
ઉત્તર:
કેમિલો ગોલ્ગી, ઈ. સ. 1898.
પ્રશ્ન 40.
ગોલ્ગીકાયની સિસ્ટર્નીનો વ્યાસ કેટલો હોય છે ?
ઉત્તર:
0.5 pm થી 1.0 um.
પ્રશ્ન 41.
ગોલ્ગીકાયમાં આવેલ સિસ્ટર્નીમાં કયા બે પ્રકારની સપાટી આવેલી હોય છે ?
ઉત્તર:
નિર્માણકારી સપાટી (બહિર્ગોળ-સીસ) અને પરિપક્વ સપાટી (અંતર્ગોળ-ટ્રાન્સ).
પ્રશ્ન 42.
કયા ત્રણ ઘટકો ગોલ્ગીપ્રસાધનની રચના કરે છે ?
ઉત્તર:
સિસ્ટર્ની, નલિકાઓ અને પુટિકાઓ.
પ્રશ્ન 43.
ગોલ્ગીકાય એ કયા પદાર્થોનું મુખ્ય નિર્માણ સ્થાન છે ?
ઉત્તર:
ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સ.
પ્રશ્ન 44.
લાયસોઝોમનું નિર્માણ શેમાંથી થાય છે ?
ઉત્તર:
ગોલ્ગીકાય.
પ્રશ્ન 45.
લાયસોઝોમમાં કયા કયા ઉસેચકો આવેલા હોય છે ?
ઉત્તર:
લાયપેઝીસ, પ્રોટીએઝીસ, કાર્બોહાઇડ્રેઝીસ, ન્યુક્લિઓઝીસ.
પ્રશ્ન 46.
રસધાની એટલે શું ?
ઉત્તર:
કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલ જગ્યાને રસધાની કહે છે.
પ્રશ્ન 47.
વનસ્પતિ કોષમાં કુલ કોષનો કેટલો ભાગ રસધાનીથી રોકાયેલ હોય છે ?
ઉત્તર:
90%.
પ્રશ્ન 48.
રંજકદ્રવ્યોના આધારે રંજકકણોના પ્રકાર જણાવો.
ઉત્તર:
હરિતકણ, રંગકણ, રંગહીન કણ.
પ્રશ્ન 49.
હરિતકણ(ક્લોરોપ્લાસ્ટ)માં કયા પ્રકારના રંજકદ્રવ્ય આવેલા છે ?
ઉત્તર:
ક્લોરોફિલ અને કેરોટિનોઇડ.
પ્રશ્ન 50.
રંગકણ (ક્રોમોપ્લાસ્ટ)માં કયા પ્રકારના રંજકદ્રવ્ય આવેલા છે ?
ઉત્તર:
કેરોટિનોઈડ જેવા કે કેરોટિન, ઝેન્થોફિલ્સ અને અન્ય રંજકદ્રવ્યો.
પ્રશ્ન 51.
રિબોઝોમ્સ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિક નિહાળ્યા ? ક્યારે ?
ઉત્તર:
જ્યોર્જ પેલેડે – ઈસ. 1953.
પ્રશ્ન 52.
પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષમાં કયા પ્રકારના રિબોઝોમ જોવા મળે છે?
ઉત્તર:
70s અને 80s.
પ્રશ્ન 53.
પદ્મ અને કશામાં પરિઘીય જોડ એકબીજા સાથે શેનાં વડે જોડાયેલ હોય છે ?
ઉત્તર:
પરિઘીય જોડ એકબીજા સાથે આંતર કિંકીય સેતુ (તંતુકો).
પ્રશ્ન 54.
પક્ષ્મ અને કશા કઈ રચનામાંથી ઉદ્ભવે છે ?
ઉત્તર:
તલકાય.
પ્રશ્ન 55.
પદ્મ અને કશામાં પરિઘીય જોડ એકબીજા સાથે શેનાં વડે જોડાયેલ હોય છે ?
ઉત્તર:
પરિઘીય જોડ એકબીજા સાથે આંતર કિંકીય સેતુ (તંતુકો).
પ્રશ્ન 56.
પક્ષ્મ અને કશા કઈ રચનામાંથી ઉદ્ભવે છે ?
ઉત્તર:
તલકાય.
પ્રશ્ન 57.
તારાકાયમાં તારાકેન્દ્રની ગોઠવણી કેવી રીતે થાય છે ?
ઉત્તર:
બંને તારાકેન્દ્ર તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલ હોય છે.
પ્રશ્ન 58.
તારાકેન્દ્રનું કાર્ય જણાવો.
ઉત્તર:
પ્રાણીકોષોના વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન કરે છે.
પ્રશ્ન 59.
કોષકેન્દ્રિકાનું સંશોધન કયા જીવવિજ્ઞાનીએ ક્યારે કર્યું ?
ઉત્તર:
રોબર્ટ બાઉન, 1831.
પ્રશ્ન 60.
કોમેટિન(રંગસૂત્ર દ્રવ્ય) નામ કયા જીવવિજ્ઞાનીએ આપ્યું ?
ઉત્તર:
ફ્લેમિંગે.
પ્રશ્ન 61.
કોષકેન્દ્ર કોષવિભાજનના કયા તબક્કામાં સ્પષ્ટ જોવા મળે છે ?
ઉત્તર:
તરાવસ્થા.
પ્રશ્ન 62.
કોષકેન્દ્રરસ (કોષકેન્દ્રીય આધારક)માં શું જોવા મળે છે ?
ઉત્તર:
કોષકેન્દ્રિકા અને રંગસૂત્ર.
પ્રશ્ન 63.
મનુષ્યમાં કેટલા રંગસૂત્ર જોવા મળે છે ?
ઉત્તર:
23 ઓડ (46).
પ્રશ્ન 64.
સૂથમકાય એટલે શું ?
ઉત્તર:
પટલ ધરાવતી ઘણી સૂક્ષ્મ પુટિકાઓને સૂક્ષ્મકાય કહે છે.
પ્રશ્ન 65.
સૂક્ષ્મકાય શેમાં જોવા મળે છે ?
ઉત્તર:
સૂક્ષ્મકાય વનસ્પતિ અને પ્રાણી એમ બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે,
પ્રશ્ન 66.
સૂથમકાય શું ધરાવે છે ?
ઉત્તર:
સૂક્ષ્મકાય વિવિધ પ્રકારનાં ઉલ્લેચકો ધરાવે છે.
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
કોષની સંખ્યાને આધારે સજીવના પ્રકાર જણાવો.
ઉત્તર:
- ફક્ત એક જ કોષથી બનેલા સજીવને એકકોષી સજીવ કહે છે.
- ઘણા બધા કોષથી બનેલા સજીવને બહુકોષી સજીવ કહે છે.
પ્રશ્ન 2.
એકકોષી સજીવનાં લક્ષણો આપો.
ઉત્તર:
તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને જીવનના બધાં જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હોય છે.
પ્રશ્ન 3.
મેથીયસ સ્વિડનનો જીવવિજ્ઞાન ક્ષેત્રે ફાળો જણાવો.
ઉત્તર:
ઘણી બધી વનસ્પતિઓના અભ્યાસ પછી જોયું કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી હોય છે.
પ્રશ્ન 4.
થિયોડોર શ્વાનનો જીવવિજ્ઞાન ક્ષેત્રે ફાળો જણાવો.
ઉત્તર:
જુદા જુદા પ્રાણીઓના અભ્યાસ પરથી નોંધ્યું કે કોષની બહારની બાજુએ પાતળું પટલ આવેલું હોય છે, જેને આપણે કોષરસપટલ તરીકે ઓળખીએ છીએ. તેમણે વનસ્પતિઓના અભ્યાસ પરથી નક્કી કર્યું કે કોષદીવાલ એ વનસ્પતિકોષનું આગવું લક્ષણ છે.
પ્રશ્ન 5.
થિયોડોર શ્વાનની કોષવાદ વિશેની પરિસંકલ્પના જણાવો.
ઉત્તર:
પ્રાણીઓ અને વનસ્પતિઓની શરીરરચના કોષ અને કોષની નપજોની બનેલી છે.
પ્રશ્ન 6.
રૂડોલ્ફ વિર્ષોનો જીવવિજ્ઞાન ક્ષેત્રે ફાળો જણાવો.
ઉત્તર:
તેમણે પૂરવાર કર્યું કે કોષવિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષોનું સર્જન થાય છે, તેમણે નવો કોષવાદ રજૂ કર્યો.
પ્રશ્ન 7.
સુકોષકેન્દ્રીય (યુકેરિયોટિક) કોષ એટલે શું?
ઉત્તર:
જે કોષમાં પટલયુક્ત કોષકેન્દ્ર આવેલું હોય તેને સુકોષકેન્દ્રીય (યુકેરિયોટિક) કોષ કહે છે.
પ્રશ્ન 8.
આદિકોષકેન્દ્રીય (પ્રોકેરિયોટિક) કોષ એટલે શું ?
ઉત્તર:
જે કોષમાં પટલવિહીન કોષકેન્દ્ર આવેલું હોય તેને આદિકોષકેન્દ્રીય (પ્રોકેરિયોટિક) કોષ કહે છે.
પ્રશ્ન 9.
કોષરસ એટલે શું ?
ઉત્તર:
આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય કોષમાં જોવા મળતાં અર્ધતરલ આધારકને કોષરસ કહે છે.
પ્રશ્ન 10.
કોષરસના અગત્યનાં બે કાર્યો જણાવો.
ઉત્તર:
- કોષરસ એ કોષીય પ્રક્રિયાઓ કરવા માટેનું મુખ્ય સ્થાન છે.
- કોષને તેની જીવંત સ્થિતિમાં રાખવા જરૂરી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ પણ કોષરસમાં જ થાય છે.
પ્રશ્ન 11.
કોષોનો આકાર શેના પર આધારિત છે ?
ઉત્તર:
કોષોનો આકાર તેઓનાં કાર્યો અનુસાર જુદો જુદો હોઈ શકે છે. આ ઉપરાંત કોષોની ઉંમર, કોષદીવાલ, કોષનું સ્થાન તથા તેના પર અન્ય અંગોનું દબાણ પણ કોષના આકાર પર અસર કરે છે.
પ્રશ્ન 12.
બૅક્ટરિયામાં મુખ્ય આકારો કયા જોવા મળે છે?
ઉત્તર:
દંડાણુ, ગોલાણ, વિબ્રિયો, સ્પાઇરિલીયમ.
પ્રશ્ન 13.
વ્યાખ્યા આપો : પ્લાસ્મિડ.
ઉત્તર:
બૅક્ટરિયામાં આનુવંશિક DNA ઉપરાંત તેના કોષરસમાં એક કે વધારે DNAના ટુકડાઓ આવેલા હોય છે, આને પ્લામિક્સ કહે છે.
પ્રશ્ન 14.
પ્લાસ્મિડની અગત્યતા જણાવો.
ઉત્તર:
પ્લાસ્મિડ DNA બૅક્ટરિયામાં કેટલાંક વિશિષ્ટ બાહ્ય સપાટીય લક્ષણોનું નિદર્શન કરે છે.
પ્રશ્ન 15.
મેસોઝોમનું કાર્ય જણાવો.
ઉત્તર:
તે કોષદીવાલના નિર્માણ, DNAના સ્વયંજનન અને બાળકોષોમાં તેના વિતરણમાં મદદરૂપ થાય છે. તે શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયામાં, કોષરસપટલની સપાટીના વિસ્તરણમાં અને ઉત્સચકીય ઘટકોને વધારવામાં મદદરૂપ થાય છે.
પ્રશ્ન 16.
ક્રોમેટોફોર એટલે શું ?
ઉત્તર:
કેટલાક આદિકોષકેન્દ્રીય કોષના કોષરસમાં પટલથી વિસ્તૃતીકરણ પામેલ રચના જોવા મળે છે, જેને ક્રોમેટોફોર કહે છે.
પ્રશ્ન 17.
પીલી શું છે ?
ઉત્તર:
બૅક્ટરિયાના કોષ પર લંબાયેલ નલિકામય સંરચના છે, જે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનથી બનેલી છે.
પ્રશ્ન 18.
ફિસ્ત્રી એટલે શું ?
ઉત્તર:
બૅક્ટરિયાના કોષ પરથી ઉદ્ભવેલ નાની-નાની તંતુમય રચનાઓ છે. તે યજમાન પેશી પર અને પાણીના વહેણના પથ્થર પર ચોંટવામાં મદદરૂપ થાય છે.
પ્રશ્ન 19.
પોલી રિબોઝોમ્સ (પોલીઝોમ્સ) એટલે શું?
ઉત્તર:
કોઈ એક m-RNA સાથે એક કરતાં વધુ રિબોઝોમ્સ જોડાય તો તેને પોલી રિબોઝોમ્સ કહે છે.
પ્રશ્ન 20.
પોલી રિબોઝોમ્સનું કાર્ય જણાવો.
ઉત્તર:
ભાષાંતર દ્વારા m-RNAની મદદથી પ્રોટીનનું નિર્માણ કરે છે.
પ્રશ્ન 21.
સૂક્ષ્મકાર્યમાં કોનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
ફોસ્ફટ કણિકાઓ, સાયનોફાયસિન કણિકાઓ, ગ્લાયકોજન કણિકાઓ, નીલહરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશસંશ્લેષિત બૅક્ટરિયામાં વાયુયુક્ત રસધાનીઓ પણ જોવા મળે છે.
પ્રશ્ન 22.
સુકોષકેન્દ્રીય કોષોમાં મુખ્યત્વે શું શું જોવા મળે છે ?
ઉત્તર:
- કોષકેન્દ્રપટલથી આવૃત્ત સુવિકસિત કોષકેન્દ્ર ઉપરાંત વિવિધ પ્રકારના પ્રચલન સંકુલ અને
- કોષરસકંકાલ જેવી રચના જોવા મળે છે તથા આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલ હોય છે.
પ્રશ્ન 23.
કોષદીવાલ એટલે શું ?
ઉત્તર:
ફૂગ અને વનસ્પતિના રસસ્તરની બહાર આવેલ નિર્જીવ દઢ રચનાને કોષદીવાલ કહે છે.
પ્રશ્ન 24.
કોષદીવાલનું કાર્ય જણાવો.
ઉત્તર:
કોષદીવાલ કોષને આકાર આપવા ઉપરાંત કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી રક્ષણ આપવાનું, કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખવા તથા અનિચ્છનીય મહાઅણુઓને કોષમાં પ્રવેશવા દેતી નથી.
પ્રશ્ન 25.
લીલની કોષદીવાલ શેની બનેલી છે ?
ઉત્તર:
સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનાન્સ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનીજની બનેલી છે.
પ્રશ્ન 26.
અંતઃકોષરસજાળ એટલે શું ?
ઉત્તર:
સુકોષકેન્દ્રીય કોષનાં સમગ્ર કોષરસમાં પથરાયેલ સૂક્ષ્મ નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષરસજાળ કહે છે.
પ્રશ્ન 27.
કણિકામય (ખરબચડી) – RER કોને કહે છે ?
ઉત્તર:
જે ERની બાહ્ય સપાટી પર રિબોઝોમ્સ ચોટેલા રહે છે તેને કણિકામય અંતઃકોષરસજાળ કહે છે.
પ્રશ્ન 28.
વ્યાખ્યા આપો : કણિકાવિહીન (લીસી) અંતઃકોષરસજાળ – SER.
ઉત્તર:
જે ERની બાહ્ય સપાટી પર રિબોઝોમ્સ ગેરહાજર હોય છે તેને કણિકાવિહીન અંતઃકોષરસજાળ કહે છે.
પ્રશ્ન 29.
ગોલ્ગીકાય શેની બનેલી છે ?
ઉત્તર:
- ગોલ્ગીકાય ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળી કે સિસ્ટર્નઓની બનેલી હોય છે.
- બધી નલિકાઓ એકબીજા સાથે સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાઈને ગોલ્ગીકાયની રચના કરે છે.
પ્રશ્ન 30.
રસધાનીમાં શું જોવા મળે છે ?
ઉત્તર:
રસધાનીમાં પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થો અને અન્ય નકામા દ્રવ્યો જોવા મળે છે.
પ્રશ્ન 31.
આકુંચક રસધાનીનું કાર્ય જણાવો.
ઉત્તર:
અમીબામાં આકુંચક રસધાની ઉત્સર્જનમાં તથા જળનિયમનમાં મદદરૂપ થાય છે.
પ્રશ્ન 32.
લાયસોઝોમ શું છે ?
ઉત્તર:
પાચક ઉન્સેચકો ધરાવતી એકવડી પાતળી દીવાલ ધરાવતી ધાનીને લાયસોઝોમ કહે છે.
પ્રશ્ન 33.
કણાભસૂત્રનું કદ જણાવો.
ઉત્તર:
તે 0.2 થી 0.5 um (સરેરાશ 0.5 um) વ્યાસ અને 1.0 થી 4.1 um લંબાઈ ધરાવે છે.
પ્રશ્ન 34.
વ્યાખ્યા આપો : ક્રિસ્ટી.
ઉત્તર:
કણાભસૂત્રમાં આવેલ અંતઃ પડ આધારક બાજુ અંતર્વલનથી અનેક પ્રવધું રચે છે. આ પ્રવને ક્રિસ્ટી કહે છે.
પ્રશ્ન 35.
કણાભસૂત્રના આધારકમાં કયા ઘટકો હોય છે ?
ઉત્તર:
એક વલયાકાર DNA, થોડા ઘણાં RNAના અણુ, રિબોઝોમ્સ (70s) અને પ્રોટીનસંશ્લેષણ માટેના આવશ્યક ઘટકો કણાભસૂત્રના આધારકમાં આવેલા હોય છે.
પ્રશ્ન 36.
રંજકકણો શેમાં જોવા મળે છે ?
ઉત્તર:
રંજકકણો બધાં જ વનસ્પતિકોષો તેમજ યુગ્લીનોઇડ્રઝ જેવાં કેટલાંક પ્રજીવમાં જોવા મળે છે.
પ્રશ્ન 37.
હરિતકણના આકારો જણાવો.
ઉત્તર:
હરિતકણ મુખ્યત્વે લેન્સ આકાર, અંડાકાર, ગોળાકાર, બિંબાકાર અથવા પટ્ટી આકારના હોય છે.
પ્રશ્ન 38.
હરિતકણનું કદ જણાવો
ઉત્તર:
તે 5 થી 10 mm લંબાઈ અને 2 થી 4 mm પહોળાઈ ધરાવે છે.
પ્રશ્ન 39.
ફ્લેમિડોમોનાસ જેવી લીલી લીલમાં તથા મધ્યપર્ણના દરેક કોષમાં હરિતકણની સંખ્યા જણાવો.
ઉત્તર:
ક્લેમિડોમોનાસ જેવી લીલી લીલમાં એક કોષમાં એક તથા મધ્યપર્ણના દરેક કોષમાં 20 થી 40 જેટલી સંખ્યામાં હરિતકણ હોય છે.
પ્રશ્ન 40.
શબ્દ સમજૂતી આપો : થાયલેનોઇડ.
ઉત્તર:
હરિતકણના સ્ટ્રોમામાં ચપટા, પટયુક્ત કોથળી જેવી સંરચના ગોઠવાયેલ હોય છે, જેને થાયલેકૉઈડ કહે છે.
પ્રશ્ન 41.
ગ્રેનમ આંતરરૈનમ થાયલેકૉઇડ એટલે શું ?
ઉત્તર:
થાયલેકૉઈડ સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલ જોવા મળે છે, જેને ગ્રેના (એકવચન-ગ્રેનમ) કે આંતરરૈનમ થાયલેકૉઇડ કહે છે.
પ્રશ્ન 42.
આંતરરૈનમ પટલ કોને કહે છે ?
ઉત્તર:
કેટલીક ચપટી પટલમય નલિકાઓ કે જે જુદા જુદા ગ્રેનાનાં થાયલેકૉઇન્ટ્સ જોડે છે, તેને આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 43.
અક્ષસૂત્ર એટલે શું?
ઉત્તર:
પક્ષ્મ અને કશા પટલથી ઘેરાયેલ રચના છે. તેના અક્ષરે અક્ષસૂત્ર કહેવાય છે.
પ્રશ્ન 44.
પક્ષ્મ કે કશામાં આવેલ કેન્દ્રસ્થનલિકાની રચના સમજાવો.
ઉત્તર:
કેન્દ્રસ્થનલિકા સેતુ દ્વારા જોડાયેલ તેમજ કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલ હોય છે, જે પરિઘીય નલિકાઓથી પ્રત્યેક જોડ સાથે ત્રિજયાવર્તી તંતુક વડે જોડાયેલ હોય છે. આ રીતે નવા ત્રિજયાવર્તી તંતુ બને છે.
પ્રશ્ન 45.
રિબોઝોમ્સ શેના બનેલા છે ?
ઉત્તર:
તે રિબોન્યુક્લિઇક ઍસિડ અને પ્રોટીનની બનેલ પટલવિહીન અંગિકા છે.
પ્રશ્ન 46.
s – એકમ (સ્વેડબર્ગ એકમ) શું સૂચવે છે ?
ઉત્તર:
એકમ અવસાદન પ્રમાણ (sedimentation co-efficient) ને રજૂ કરે છે. તે આડકતરી રીતે કદ અને ઘનતાનું માપ છે.
પ્રશ્ન 47.
કોષરસકંકાલ એટલે શું ?
ઉત્તર:
કોષરસમાં રહેલી તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચનાને કોષરસકંકાલ કહે છે.
પ્રશ્ન 48.
કોષરસકંકાલનું કાર્ય જણાવો.
ઉત્તર:
કોષના વિવિધ કાર્યો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, ચલિતતા, કોષનો આકાર જાળવી રાખવો વગેરે સાથે સંકળાયેલ છે.
પ્રશ્ન 49.
અક્ષસૂત્ર એટલે શું?
ઉત્તર:
પક્ષ્મ અને કશા પટલથી ઘેરાયેલ રચના છે. તેના અક્ષરે અક્ષસૂત્ર કહેવાય છે.
પ્રશ્ન 50.
પક્ષ્મ કે કશામાં આવેલ કેન્દ્રસ્થનલિકાની રચના સમજાવો.
ઉત્તર:
કેન્દ્રસ્થનલિકા સેતુ દ્વારા જોડાયેલ તેમજ કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલ હોય છે, જે પરિઘીય નલિકાઓથી પ્રત્યેક જોડ સાથે ત્રિજયાવર્તી તંતુક વડે જોડાયેલ હોય છે. આ રીતે નવા ત્રિજયાવર્તી તંતુ બને છે.
પ્રશ્ન 51.
મધ્યધરી એટલે શું? તારાકેન્દ્રને અનુલક્ષીને સમજાવો.
ઉત્તર:
તારાકેન્દ્રનો કેન્દ્રસ્થ ભાગ પ્રોટીનનો બનેલ હોય છે, તેને મધ્યધરી કહે છે.
પ્રશ્ન 52.
તારાકેન્દ્રમાં આવેલ ત્રિજ્યાવર્તી તંતુકનું મહત્ત્વ શું?
ઉત્તર:
તારાકેન્દ્રની પરિઘીય ત્રેખડની પ્રત્યેક સૂક્ષ્મનલિકાઓ પ્રોટીનના બનેલ ત્રિજ્યાવર્તી તંતુક વડે મધ્યધરી સાથે જોડાયેલી રહે છે.
પ્રશ્ન 53.
આંતરાવસ્થા એટલે શું ?
ઉત્તર:
જયારે કોષ સક્રિય રીતે વિભાજન અવસ્થામાં ન હોય તેવી કોષવિભાજનની અવસ્થાને આંતરાવસ્થા કહે છે.
પ્રશ્ન 54.
આંતરાવસ્થા દરમિયાન કોષકેન્દ્રમાં શું જોવા મળે છે ?
ઉત્તર:
કોષકેન્દ્ર પુષ્કળ માત્રામાં ફેલાયેલ અને રંગસૂત્રદ્રવ્યથી ઓળખાતા વિસ્તૃત ન્યુક્લિઓપ્રોટીન તંતુ, કોષકેન્દ્રીય આધારક અને એક કે વધુ કોષકેન્દ્રિકા ધરાવે છે.
પ્રશ્ન 55.
પરિકોષકેન્દ્રીય અવકાશ – શબ્દ સમજાવો.
ઉત્તર:
કોષકેન્દ્રપટલ બે સમાંતર પટલથી બનેલ હોય છે, જેની વચ્ચે 10 થી 35 nmનો અતિ સૂક્ષ્મ અવકાશ આવેલ હોય છે, જેને પરિકોષકેન્દ્રીય અવકાશ કહે છે.
પ્રશ્ન 56.
કોષકેન્દ્રિકાનું કાર્ય શું છે ?
ઉત્તર:
તે સક્રિય -RNAનાં સંશ્લેષણ માટેનું સ્થાન છે.
પ્રશ્ન 57.
વ્યાખ્યા આપો – રંગસૂત્રદ્રવ્ય.
ઉત્તર:
આંતરાવસ્થા દરમિયાન કોષકેન્દ્રમાં શિથિલ અસ્પષ્ટ ન્યુક્લિઓપ્રોટીન તંતુઓ બળી સ્વરૂપે જોવા મળે છે, જેને રંગસૂત્રદ્રવ્ય કહે છે,
પ્રશ્ન 58.
રંગસૂત્રદ્રવ્ય શેનું બનેલું છે ?
ઉત્તર:
રંગસૂત્રદ્રવ્ય DNA અને કેટલાંક અક્ષીય હિન પ્રોટીન તેમજ બિનહિસ્ટેન પ્રોટીન તથા RNAનું બનેલું હોય છે.
પ્રશ્ન 59.
કાઇનેટોકોર એટલે શું?
ઉત્તર:
રંગસૂત્ર આવશ્યક એક પ્રાથમિક ખાંચ અથવા સેન્ટ્રોમિયર ધરાવે છે. તેની બાજુમાં બિંબ કારની (disc shaped) ૨ચના જોવા મળે છે, જેને કાઇનેટોકોર કહે છે.
પ્રશ્ન 60.
સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રોના પ્રકારો જણાવો.
ઉત્તર:
મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક, ટિલોસેન્ટ્રિક,
પ્રશ્ન 61.
રંગસૂત્રમાં સેટેલાઇટ એટલે શું ?
ઉત્તર:
કેટલાંક રંગસૂત્રો ચોક્કસ જગ્યાએ અજિત દ્વિતીયક ૨ચનાખો ધરાવે છે, નાના ખંડ જેવી દેખાતી આ રચનાઓ સેટેલાઇટ કહેવાય છે.
Higher Order Thinking Skills (HOTS)
પ્રશ્ન 1.
સજીવ જીવંત હોવા પાછળનું રહસ્ય શું?
ઉત્તર:
દરેક જીવંત સજીવોમાં જીવનના આધારભૂત એક કોષની હાજરી જોવા મળે છે. કોષની સંપૂર્ણ રચના વગર કોઈ પણ જીવ સ્વતંત્ર્ય અસ્તિત્વ ધરાવી શકે નહિ.
પ્રશ્ન 2.
આજના સમયમાં કોષવાદ એટલે શું?
ઉત્તર:
બધા જ જીવંત સજીવ કોષો અને કોષોની નીપજોના બનેલા હોય છે. બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે.
પ્રશ્ન 3.
કઈ અંગિકી એકવડું આવરણ (પટલ) અને કઈ અંગિકા બેવડું આવરણ ધરાવે છે ?
ઉત્તર:
અંતઃકોષરસજાળ, ગોલ્ગીકાય, લાયસોઝોમ, રસધાની, થાઇલેનોઇડ, પક્ષ્મ અને કશા એકવડા પટલમય રચના ધરાવે છે.
કણાભસૂત્ર, રંજકકણો, કોષકેન્દ્ર બેવડા પટલમય રચના ધરાવે છે.’
પ્રશ્ન 4.
સુકોષકેન્દ્રીય કોષમાં જોવા મળતી કઈ રચના આદિકોષકેન્દ્રીય કોષમાં જોવા મળે છે ?
ઉત્તર:
રિબોઝોમ્સ.
પ્રશ્ન 5.
કોષદીવાલનું કાર્ય જણાવો.
ઉત્તર:
બૅક્ટરિયામાં કોષદીવાલ કોષનો આકાર નક્કી કરે છે અને મજબૂત બંધારણીય રચના પ્રદાન કરે છે, જે બેક્ટરિયાને તૂટવા તેમજ પતન થવાથી અટકાવે છે.
પ્રશ્ન 6.
વનસ્પતિના કોષમાં દ્વિતીયક કોષદીવાલનું સર્જન કેવી રીતે થાય છે?
ઉત્તર:
વનસ્પતિના તરુણ કોષમાં પ્રાથમિક કોષદીવાલ જોવા મળે છે, જેમાં વૃદ્ધિની ક્ષમતા હોય છે. આ ક્ષમતા પરિપક્વતાની સાથે નાશ પામતી જાય છે અને સાથે કોષની અંદર (રસસ્તર) તરફ દ્વિતીયક કોષદીવાલનું નિર્માણ થવા લાગે છે.
પ્રશ્ન 7.
પ્રાણીકોષોમાં કયા પ્રકારના કોષોમાં SER જોવા મળે છે ?
ઉત્તર:
સ્ટિરોઇડયુક્ત અંતઃસ્ત્રાવોના સંશ્લેષણ સાથે સંકળાયેલ કોષોમાં SER જોવા મળે છે.
પ્રશ્ન 8.
કણિકામય / ખરબચડી અંતઃકોષરસજાળ / RER અને કણિકાવિહીન | લીસી અંતઃકોષરસજાળ SER વચ્ચે ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર:
કણિકામય /ખરબચડી અંતઃકોષરસજાળ / RER | કણિકાવિહીન / લીસી અંતઃકોષરસજાળ / SER |
તેની સપાટી પર રિબોઝોમની કણિકા આવેલી છે. | તેની સપાટી પર રિબોઝોમની કણિકા આવેલી નથી |
તે સિસ્ટર્ની અને કેટલીક નલિકાની બનેલી છે. | તે મુખ્યત્વે પુટિકાઓ અને નલિકાઓની બનેલી છે. |
તે પ્રોટીનસંશ્લેષણ અને ઉન્સેચકોના નિર્માણમાં ભાગ લે છે. | તે ગ્લાયકોજન, લિપિડ અને સ્ટિરોઇડના સંશ્લેષણમાં ભાગ લે છે |
તે અંદરની તરફ અને કોષકેન્દ્રપટલ સાથે જોડાયેલ હોય છે. | તે બહારની તરફ અને કોષકેન્દ્રપટલ સાથે જોડાયેલ હોય છે. |
પ્રશ્ન 9.
રસધાનીમાં કોષરસની સાપેક્ષે સાંદ્રતા વધુ શા માટે હોય છે ?
ઉત્તર:
વનસ્પતિમાં ઘણા બધાં આયનો તેમજ અન્ય પદાર્થો સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ રસધાનીપટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે. આ કારણસર તેઓની સાંદ્રતા રસધાનીમાં કોષરસની સાપેક્ષે વધારે હોય છે.
પ્રશ્ન 10.
કણાભસૂત્રને કોષનું શક્તિવર (પાવરહાઉસ) કહે છે. – સમજાવો.
ઉત્તર:
કણાભસૂત્રની ક્રિસ્ટીની સપાટી પર શ્વસન ઉન્સેચકો આવેલા છે, જે કોષીય શ્વસનના વિવિધ તબક્કાઓ જેવા કે ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે, જેથી ખોરાકનું સંપૂર્ણ દહન કરી શક્તિ મુક્ત કરે છે. જે ATP સ્વરૂપે સંગ્રહાય છે. ATPમાંથી જરૂરિયાત મુજબ શક્તિ પૂરી પાડી ઉપયોગમાં લઈ શકાય છે. ખોરાકમાંની સ્થિતિશક્તિનું ATPમાંની રાસાયણિક શક્તિમાં રૂપાંતર અને સંગ્રહ કણાભસૂત્રમાં થાય છે. આ સંચિત રાસાયણિક શક્તિ જૈવિક ક્રિયાઓ માટે કણાભસૂત્રોમાંથી જ પ્રાપ્ત થતી હોવાથી કણાભસૂત્રને કોષનું શક્તિઘર (પાવરહાઉસ) કહે છે.
પ્રશ્ન 11.
હરિતકણનાં સ્ટ્રોમામાં શું જોવા મળે છે ?
ઉત્તર:
હરિતકણમાં આવેલ સ્ટ્રોમાં કાર્બોદિત અને પ્રોટીનસંશ્લેષણ માટેનાં ઉલ્લેચકો ધરાવે છે. તેમાં નાનું બેવડી શૃંખલાયુક્ત વલયાકાર DNA અને રિબોઝોમ્સ પણ જોવા મળે છે.
પ્રશ્ન 12.
કણાભસૂત્ર અને હરિતકણ કાર્યને અનુલક્ષીને કઈ રીતે જુદા પડે છે ?
ઉત્તર:
કણાભસૂત્ર કોષનું “શક્તિઘર’ તરીકે અને હરિતકણ “કોષનું રસોડું’ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 13.
પ્રોકેરિયોટિક કોષ અને યુકેરિયોટિક કોષમાં જોવા મળતી પટલવિહીન કણિકામય રચના કઈ ? તેનું કાર્ય જણાવો.
ઉત્તર:
રિબોઝોમ્સ. તે પ્રોટીનસંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે.
પ્રશ્ન 14.
પર્મ અને કશા વચ્ચે શું ભેદ છે?
ઉત્તર:
કશા એ પશ્ન કરતાં લાંબી રચના છે. કશા એક કે બેની સંખ્યામાં જોવા મળે છે. પક્ષ્મ અસંખ્ય હોય છે. પક્ષ્મ લયબદ્ધ હલનચલન દર્શાવે છે, જ્યારે કશા સ્વતંત્ર હલનચલન દર્શાવે છે.
પ્રશ્ન 15.
અક્ષસૂત્રની રચના સમજાવો.
ઉત્તર:
અક્ષસૂત્ર ઘણી બધી સૂમનલિકાઓની બનેલી હોય છે, જે લાંબા અક્ષને સમાંતર હોય છે. અક્ષસૂત્રના કેન્દ્રમાં બે કેન્દ્રસ્થ સૂનલિકા આવેલ હોય છે અને પરિઘ તરફ નવ જોડ સૂક્ષ્મનલિકાઓ આવેલ હોય છે. અક્ષસૂત્રની સૂક્ષ્મનલિકાઓની આવી ગોઠવણી (9 + 2) કહે છે.
પ્રશ્ન 16.
તારાકેન્દ્રની રચનામાં આવેલી નલિકાની ગોઠવણી કેવી રીતે થયેલી છે ?
ઉત્તર:
તારાકેન્દ્ર પરિઘીય વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલા 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મનલિકાની બનેલી સંરચના છે. પ્રત્યેક પરિઘીય નલિકા ત્રેખડ સ્વરૂપે ગોઠવાયેલ હોય છે. પાસપાસેના ત્રેખડ એક બીજા સાથે તંતુકો વડે જોડાયેલ હોય છે.
પ્રશ્ન 17.
તારાકાયનો ઉદ્ભવ ક્યાંથી થાય છે ? તેની અગત્યતા જણાવો.
ઉત્તર:
તારાકેન્દ્ર તલકાય બનાવે છે. પક્ષ્મ અને કશાની રચના તલકાયમાંથી ઉદ્ભવે છે.
પ્રશ્ન 18.
કયા કોષોમાં કોષકેન્દ્રનો અભાવ હોય છે ?
ઉત્તર:
સસ્તનના ૨ક્તકણ (ઇરિથ્રોસાઇટ્સ, વાહકપેશીધારી વનસ્પતિની ચાલનીનલિકામાં કોષકેન્દ્રનો અભાવ હોય છે.
Curiosity Questions
પ્રશ્ન 1.
કોષની સંપૂર્ણ ક્ષમતા (totipotency) એટલે શું ?
ઉત્તર:
યુગ્મનજ જેમાં સમભાજન કે સમસૂત્રીભાજન વડે વિભાજન થતું હોવાથી શરીરના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે. આ રીતે શરીરનો કોઈ પણ કોષ સમગ્ર દેહ(શરીર)નું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. કોષનું આ લક્ષણ કોષની સંપૂર્ણ ક્ષમતા કહેવાય છે.
પ્રશ્ન 2.
કોષ પોતે વિશ્વની એક અદ્ભુત અજાયબી માનવામાં કેમ આવે છે ?
ઉત્તર:
કોષ પોતે પોષણ લઈ તેનું શક્તિમાં રૂપાંતર કરે છે અને તેને લીધે વિશિષ્ટ કાર્યો કરી શકે છે. આવશ્યકતા પ્રમાણે પ્રજનન કરે છે. દરેક કોષ જનીનદ્રવ્ય સ્વરૂપે પોતાની માહિતીનો જથ્થો ધરાવે છે, જે આનુવંશિકતા માટે જવાબદાર છે. આથી, દરેક કોષ પોતે વિશ્વની એક અદ્ભુત અજાયબી માનવામાં આવે છે.
પ્રશ્ન 3.
માઇક્રોસ્કોપના સંશોધન સમયે અને આજના સમયમાં છેલ્લે શોધાયેલ માઇક્રોસ્કોપ વચ્ચે ફરક શું? આ માઇક્રોસ્કોપની આવર્તનશક્તિ કેટલી ?
પ્રશ્ન 4.
શું હાથી જેવા મોટા કદના પ્રાણીના કોષો મોટા કદના હોય ? નાના કદના પ્રાણીઓના કોષો નાના હોય ?
પ્રશ્ન 5.
પ્લાસ્મિડ લિંગી પ્રજનનમાં મદદરૂપ કેવી રીતે થઈ શકે ?
ઉત્તર:
પ્લાસ્મિડ ધરાવતા E-Coli બૅક્ટરિયા (F+ – બૅક્ટરિયા) સાથે પ્લાસ્મિડ ન ધરાવતો બૅક્ટરિયા (F– – બૅક્ટરિયા) લિંગી પ્રજનન દરમિયાન સંયુશ્મન નલિકા વડે જોડાઈ વધારાનો DNA (F – ફેક્ટર) F- માં દાખલ કરે છે. ત્યારબાદ બંને બૅક્ટરિયા છૂટા પડે છે.
પ્રશ્ન 6.
બૅક્ટરિયામાં જોવા મળતી પીલી અને પૅરામિશિયમમાં જોવા મળતા પક્ષ્મ સાથે કોઈ સામ્યતા ખરી?
પ્રશ્ન 7.
ભાષાંતર(ટ્રાન્સલેશન)ની પ્રક્રિયા પર DNA કેવી અસર કરતું હશે ?
પ્રશ્ન 8.
પ્રોકેરિયોટિક કોષ એ યુકેરિયોટિક કોષથી કઈ રીતે સર્વતોમુખી છે ?
ઉત્તર:
પ્રોકેરિયોટિક કોષો રચનાની દૃષ્ટિએ સરળ પ્રકારનાં છે. તેમાં જીવન જીવવા માટે જરૂરી બધી દેહધાર્મિક ક્રિયા માટેનાં બધાં જ જૈવરસાયણો આવેલા છે. આ જૈવરસાયણો તે સાદા અકાર્બનિક પદાર્થોમાંથી મોટે ભાગે બનાવે છે. આ દષ્ટિએ પ્રોકેરિયોટિક કોષ એ યુકેરિયોટિક કોષ કરતાં સર્વતોમુખી છે.
પ્રશ્ન 9.
ફલુઇડ-મોઝેઇક મૉડેલને સેન્ડવીચ મૉડેલ કરતાં વધુ સ્વીકૃત કેમ ગણવામાં આવે છે ?
ઉત્તર:
ફલુઇડ-મોઝેઇક મૉડેલ પાણી અને પાણીમાં દ્રાવ્ય પદાર્થો ફોસ્ફોલિપિડના કેન્દ્રમાંથી પ્રોટીન માર્ગ (Protein chanel) દ્વારા કેવી રીતે પસાર થઈ શકે છે તે સમજાવે છે. માટે ફલુઇડ-મોઝેઈક મૉડેલને વધુ સ્વીકૃત ગણવામાં આવે છે.
પ્રશ્ન 10.
કેટલાંક કૅન્સર કોષો તેનો નાશ કરવા વપરાતી દવા સામે અવરોધરૂપ કેમ બને છે ?
ઉત્તર:
કૅન્સર કોષો વાહક પ્રોટીન અને શક્તિની મદદથી દવાને કૅન્સર કોષોની બહાર ધકેલે છે, જેથી કેન્સર કોષ અવરોધરૂપ બને છે અને દવાની અસર થતી નથી.
પ્રશ્ન 11.
પ્લાઝમોડેસ્માટા (મરસતંતુઓ) એટલે શું ? તેની અગત્યતા શું છે ?
ઉત્તર:
મેટાફાયટા વનસ્પતિના બે કોષો પેક્ટિક પદાર્થની બનેલી મધ્યભિત્તિ દ્વારા જોડાઈને રહે છે. મધ્યભિત્તિમાં અને પાતળી સેલ્યુલોઝ દીવાલમાં સૂક્ષ્મ છિદ્રો આવેલા છે, જેમાં થઈને બે પાસપાસેના કોષોના પ્રરસતંતુઓ દ્વારા જોડાયેલ રહે છે.
પ્રશ્ન 12.
કયા પ્રકારના પદાર્થોના પાચન માટે જવાબદાર કયા ઉસેચકો લાયસોઝોમમાં જોવા મળે છે?
ઉત્તર:
પદાર્થો ઉન્સેચકો
કાર્બોહાઈડ્રેટ્સ – કાર્બોહાઇડ્રેઝીસ
લિપિસ – લાયપેઝીસ
પ્રોટીન્સ – પ્રોટીએઝીસ
ન્યુક્લિક ઍસિડ – ન્યુક્લિઅઝીસ
પ્રશ્ન 13.
મેસોઝોમ્સ, રિબોઝોમ્સ, પોલિઝોમ્સ/પોલિરિબોઝોમ્સ, ડિક્ટિઓઝોમ્સ વચ્ચે ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર:
મેસોઝોમ્સ : આદિકોષકેન્દ્રીય કોષના કોષરસપટલમાંથી કોષોના અંદરના પોલાણ તરફ એક ગુચ્છ જેવો પ્રવર્ધ ફંટાય છે, તેને મેસોઝોમ્સ કહે છે. cછે મેસોઝોમ્સ ઉપર શ્વસન માટેના ઉન્સેચકો હોય છે.
પ્રશ્ન 14.
વનસ્પતિમાં જોવા મળતાં वિવિધ રંગ માટે શું જવાબદાર છે ? देવી રીતે ?
પ્રશ્ન 15.
કણાભસૂત્ર અને હરિતકણને સ્વયંનિર્માણા પામતી અંગિકા કહી શકાય ? ક્રેમ ?
પ્રશ્ન 16.
વનસ્પતિકોષમાં દ્વિધુવીય ત્રાકનું સર્જન શેમાંથી થતું હશે ?
પ્રશ્ન 17.
કોષની જીવિતતા भાટે કોષકેન્દ્ર એક આવશ્યક અંગિકા છે – સમજાવો.
ઉત્તર:
કોષકેન્દ્ર વગરનો કોષ લાંબો સમય જીવિત રહી શકતો નથી. કોષકેન્દ્રમાં આવેલું મુખ્ય દ્રવ્ય DNA હોવાથી કોષકેન્દ્ર કોષના બધાં $જ$ કાર્યોનું नિયમન માટે મહત્ત્વનું કેન્દ્ર છે. કોઈ જીવંત કોષમાંથી કોષકેન્દ્ર કાઢી લેવામાં આવે તો તે કોષ થોડાં $જ$ સમયમાં મૃત્યુ પામે છે, જેથી કહી શકાય કे કોષની જીવિતतા માટે કોષકેન્દ્ર એક આવશ્યક અંગિકા છે.